________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આપવાદિકપ્રવૃત્તિની વિચારણા
- ૨૭૧ देशसाधादेव । तथाहि- गुरवस्तीर्थ कराः यत्तु यत्पुनः अतिशयान् प्राभृतिकादीन् प्राभृतिका सुरेन्द्रादिकृता समवसरणरचना तदादीन् आदिशब्दादवस्थितनखरोमाधोमुखकण्टकादिसुरकृतातिशयपरिग्रहः, समुपजीवन्ति स तीर्थकृज्जीतकल्प इति कृत्वा न तत्रानुधर्मता चिन्तनीया, यत्र पुनस्तीर्थकृतामितरेषां च साधूनां सामान्यधर्मत्वं तत्रैवानुधर्मता चिन्त्यते । सा चेयमाचीर्णेति दर्श्यते-सगडद्दहसमभोमे अवि अ विसेसेण विरहिअतराग । तहवि खलु अणाइन्न एसणुधम्मो पवयणस्स ॥९९७ ॥ यदा भगवान् श्रीमन्महावीरस्वामी राजगृहनगरादुदायननरेन्द्रप्रव्राजनार्थ सिन्धुसौवीरदेशावतंसं वीतभयं नगरं प्रस्थितस्तदा किलापान्तराले बहवः साधवः क्षुधा स्तृषार्दिताः संज्ञाबाधिताश्च बभूवुः। यत्र च भगवानावासितस्तत्र तिलभृतानि शकटानि पानीयपूर्णश्च हृदः समभौम च ग बिलादिवर्जित स्थण्डिलमभवद्, अपि च विशेषेण तत्तिलोदकस्थण्डिलजात विरहिततरमतिशयेनागन्तुकैस्तदुत्थैश्च जीवैर्वजितमित्यर्थः। तथापि खलु भगवताऽनाचीर्ण नानुज्ञातम्, एषोऽनुधर्मः प्रवचनस्य सर्वैरपि प्रवचनमध्यमध्यासीनैरशस्त्रोपहतपरिहारलक्षण एव धर्मोऽनुगन्तव्य इति भावः। अथैतदेव विवृणोति-१वुक्कंतजोणिथंडिलअतसा दिन्ना ठिई अवि छुहाइ। तहवि ण गेण्हेसु जिगो मा हु पसंगो असत्थहए ।। ९९८ ॥ यत्र भगवानावासितस्तत्र बहूनि तिलशकटान्याचा सितान्यासन्। બનતું નથી કિન્તુ અમુક આચરણ જ. તે આ રીતે-તીર્થંકર પરમાત્મા રૂપ ગુરુઓ સુરેન્દ્રાદિએ કરેલ સમવસરણ રચના ૩૫ પ્રાતિકા વગેરેને (“વગેરે' શબ્દથી નખ-રોમ અવસ્થિત રહેવા-કાંટા ઊંધા થઈ જવા વગેરે રૂપ દેવકૃત અતિશયોને પણ સમાવેશ જાણવો.) જે ભોગવે છે તેને “આ તીર્થકર પ્રભુને છતકલ્પ છે એમ વિચારી તેમાં અનુધર્મતા ન વિચારવી. અર્થાત તે આચરણ પણ શિષ્ય પરંપરામાં ધમ રૂપે ઉતરે છે એવું ન માનવું. પણ જે બાબતોમાં શ્રી તીર્થકર ભગવાન અને અન્ય સાધુઓને સમાન ધર્મ (આચરણ) હેાય તેમાં જ અનુધર્મતા વિચારવી. તે આચરાયેલી અનુધમતા દેખાડીએ છીએ-(૯૯૭) જયારે શ્રી મહાવીર ભગવાન જગૃહ નગરથી ઉદાયનરાજાની દીક્ષા માટે સિધુસૌવીર દેશના મુકુટ સમાન વીતભય નગર તરફ જઈ રહ્યા હતા ત્યારે વચમાં એકવાર ઘણા સાધુઓ ભૂખ્યા તરસ્યા થયા હતા તેમજ વડીનીતિની શંકાવાળા થયા હતા. વળી ભગવાને જયાં મુકામ કર્યો હતો ત્યાં તલથી ભરેલા ગાડા, પાણીથી ભરેલું સરોવર તેમજ ખાડાબિલ વગેરેથી રહિત સમતલ થંડિલ (જંતુરહિત ભૂમિ) હતા. વળી આ ત્રણે ય આગન્તુક (=અન્યત્રથી આવેલ) કે તદર્થ (= ત્યાં જ ઉત્પન્ન થયેલ) જીવ જંતુઓથી અત્યંત વજિત હતા. તેમ છતાં ભગવાને એ બધાને ઉપયોગ કરવાની અનુજ્ઞા ન આપી. આ પ્રવચનને અનુધર્મ છે. અર્થાત જૈન પ્રવચનમાં રહેલ દરેક સાધુએ જે ભેજનાદિ (સ્વકાય કે પરકાય) શસ્ત્રથી હણાયેલ ન હોય (પછી ભલેને તે બધા જીવશુન્ય હાય) તેને પરિહાર કરવા રૂપ ધર્મ પાળવો. આનું જ વિવરણ કરતા ભાષ્યકાર આગળ (૯૯૮) કહે છે કે- ભગવાન્ જયાં રહ્યા હતા ત્યાં તલ ભરેલા ઘણાં ગાડાં હતા. (બીજી બધી રીતે તે કલ્પે તેવા હતા એવું દેખાડવા કહે છે કે, તે તલ શસ્ત્રથી ઉપહત ન હોવા છતાં તલના છાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાથી અચિત્ત હતા. તેમજ જતું વગેરે રહિત Úડિલ પર રહેલા હતા (તથી, અથંડિલ પર રહ્યા હોય તો અચિત્ત હોવા છતાં અક૯ય બની જાય એ પ્રશ્ન નહોતા). (આવા પણ જે ત્રસજીવથી સંસક્ત હોય તો અક૯ય બની જાય. તેથી એ રીતે પણ અક૯ય ન હતા એવું દેખાડવા કહે છે કે, અત્રસન્નત૬થ કે આગન્તુક ત્રાસથી શૂન્ય હતા. (વળી એના ઉપભેગ કરવામાં અદત્તાદાના દોષ લાગવાને પણ સંભવ નહોતા એવું દેખાડવા કહે છે) તલના ગાડાના માલિકેએ તેમજ ગૃહસ્થોએ તે વાપરવાની રજા પણ આપી હતી. વળી સાથેના સાધુએ ભૂખ પીડિત થઈને કાળ પસાર કરી રહ્યા હતા. (અથવા સાથેના સાધુઓએ ભૂખની અસહ્ય પીડાથી આયુને સ્થિતિક્ષય કર્યો એટલે કે મૃત્યુ પામ્યા.) છતાં પણ શ્રી વર્ધમાન સ્વામીએ, “તીર્થકરે પણ ગ્રહણ કર્યું હતું' એવું મારું આલંબન લઈને મારી પરંપરામાં થનારા શિક શસ્ત્રથી ઉપહત ન થયેલ પિંડનું