________________
કેવલીમાં દ્રવ્યહિંસા : ગહણીયકૃત્ય વિચાર " 'इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जतु ॥” इत्यनेन तदत्यंताभाव एव वीतरागस्य प्रतिपाद्यते, न तु द्रव्यहिंसाऽभावोऽपीति प्रतिपत्तव्यम् ॥४५॥ एतदेव स्फुटीकुर्वन्नाह
अकरणणियमावेक्ख एवं भणिति अपडिसेवाए।
___ इत्तो जिणाण सिद्धी ण उ दव्ववहस्स पडिसेहो ॥४६॥ ( अकरणणियमापेक्षमेतद्भणितमित्यप्रतिषेवायाः । इतो जिनानां सिद्धिर्न तु द्रव्यवधस्य प्रतिषेधः ॥ ४६ ॥)
अकरणणियमावेक्खं ति । एतद् 'वीतरागो न किश्चिद् गहणीयं करोति' इत्यकरणनियमापेक्षं भणितमुपदेशपदे, तत्र तस्यैवाधिकाराद्, अकरणनियमश्च पापशरीरकायहेतुराजयक्ष्मरोगस्थानीयः क्षयोपशमविशेषः, स च ग्रन्थिभेदादारभ्याऽऽक्षीणमोह प्रवद्धते, यथा यथा च तत्प्रवृद्धिस्तथा तथा पापप्रवृत्त्यपकर्ष इति क्षीणमोहे मोहक्षयरूपस्याकरणनियमस्यात्यन्तोत्कर्षस्य सिद्धौ पापप्रवृत्तेरत्यन्तापकर्ष इति तत्र पापप्रवृत्त्यत्यन्ताभावः सिद्धयतीति सूत्रसन्दर्भणव तत्र (उपदेशपदे) स्फुट प्रतीयते । तथाहि
[ પ્રતિસેવનાની વ્યાખ્યા ] તેથી “પુલાક-બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણમાં રહેલો હોય અને નીચલી કક્ષાના સંયમસ્થાનમાં નિયત એવા સંજવલન કષાયના ઉદયને જે વ્યાપ્ય હોય તેવો વ્યાપાર એ જ પ્રતિસેવનારૂપ છે” એમ માનવું જોઈએ અને એ જ સાધુઓને ગહણીય છે. માટે “ઉપદેશપદના “રૂત્તો ૩ વાયરો..” ઈત્યાદિવચન પણ વીતરાગમાં આવી ગહણીય ચીજના રહેલા અત્યન્તાભાવનું જ પ્રતિપાદન કરે છે, નહિકે ગહણીય તરીકે તમે કપેલ દ્રવ્યહિંસાના અભાવનું પણ” આ વાત સ્વીકારવી જોઈએ. તે ૪૫. આ જ વાતને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે
[ “pો ૩ વીરો ... રહસ્યાર્થ] ગાથા :- ઉપદેશપદમાં ઉક્તવાત તે અકરણનિયમની અપેક્ષાએ કહી છે. તેથી એ વાત પરથી કેવળીઓમાં અપ્રતિસેવાની સિદ્ધિ થાય છે, પણ દ્રવ્યહિંસાનો નિષેધ સિદ્ધ થતું નથી.
વીતરાગ કેઈ ગણીય કૃત્ય કરતાં નથી એવું જે ઉપદેશપદમાં કહ્યું છે તે તે અકરણનિયમની અપેક્ષાએ કહ્યું છે, કેમકે ત્યાં તેને જ અધિકાર ચાલી રહ્યો છે. પાપરૂપ શરીરને કૃશ કરનાર ક્ષયરોગ જે વિશેષ પ્રકારનો ક્ષયોપશમ એ અકરણનિયમ છે. તે ગ્રન્થિભેદથી માંડીને ક્ષીણમોહ ગુણઠાણા સુધી પ્રકષ પામતો જાય છે. જેમ જેમ તે પ્રકર્ષ પામે છે તેમ તેમ પાપપ્રવૃત્તિઓ ઓછી થતી જાય છે. ક્ષીણુમેહ ગુણઠાણે અકરાણનિયમને મેહક્ષયરૂપ અત્યંત ઉત્કર્ષ થવાથી પાપપ્રવૃત્તિને અત્યંત અપકર્ષ થાય છે. અર્થાત્ ત્યાં પાપપ્રવૃત્તિને અત્યંત અભાવ થયો હો સિદ્ધ થાય છે. આ વાત આજુ બાજુના સૂત્રસંદર્ભ પરથી ઉપદેશપદમાં જ સ્પષ્ટ રીતે જણાય છે. તે આ રીતે-૬૫ મી ગાથામાં કહ્યું છે કે “અબ્રહ્મસેવન વગેરે રૂ૫ પાપ અંગે પૂર્વોક્તસ્વરૂપવાળો અકરણનિયમ એ, ઘણું કરીને તે પરની=અન્ય દર્શનીએાની તે પાપથી નિવૃત્તિ કરનારે હોવાથી “અકરણનિયમ' કહેવાય
१. इतस्तु वीतरागो न किंचिदपि करोति गर्हणीय तु । उप० पद-७३१॥ ३२