________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષાપ્રયત્નનો વિચાર
૨૩૫ नन्वीदृश्यां जीवविराधनायां जायमानायां केवलिना जीवरक्षाप्रयत्नः क्रियते न वा ? आये न क्रियते चेत् १ तदाऽसंयतत्वापत्तिः । क्रियते चेत् , तदा चिकीर्षितजीवरक्षणाभावात्रयत्नवैफल्यापत्तिः, सा च केवलिनो न संभवति, तत्कारणस्य वीर्यान्तरायस्य क्षीणत्वाद्, अत एव देशनाविषयकप्रयत्नविफलतायां केवलिनः केवलित्व न संभवतीति परेषां सम्यक्त्वाबलाने धर्मदेशनामप्यसौ न करोतीत्यभ्युपगम्यते । तदुक्तमावश्यकनियुक्तौ [५६४ ]-. 'सव्व च देसविरई सम्मं पिच्छइ य होइ कहणाउ । इहरा अमूढलक्खो ण कहेइ भविस्सइ ण तं वत्ति ।। ततः क्षीणवीर्यान्तरायत्वादशक्यपरिहारापि जीवविराधना केवलिनो न संभवतीति चेत् ? _____न, यथाहि भगवतः सामान्यतः सर्वजीवहितोद्देशविषयोऽपि वाक्प्रयत्नः स्वल्पसंसारिष्वेव सफलो भवति, न तु बहुलसंसारिषु, प्रत्युत तेषु कर्णशूलायते । यत उक्त सिद्धसेनदिवाकरः सद्धर्मबीजवपनानघकौशलस्य यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । तन्नाद्भूतं खगकुलेष्विह तामसेषु सूर्या शकी मधुकरीचरणावदाताः ॥ [द्वा. २-९३] इति । अत एव च लोकनाथत्वमपि भगवतो वीजाधानादि
[ કેવલીને જીવરક્ષાને પ્રયત્ન નિષ્ફળ ન રહે-પૂo]. પૂર્વપક્ષ - આવી અશક્યપરિહારરૂપ હિંસા થઈ જતી હોય ત્યારે કેવલી તે જીવને બચાવવાનો પ્રયત્ન કરે છે કે નહિ? જે ન કરતા હોય તે કેવલી અસયત બની જવાની આપત્તિ આવે. જે કરતા હોય (અને છતાં હિંસા થઈ જાય) તે કરવાને ઈચ્છાયેલી જીવરક્ષા ન થવાથી તેઓને પ્રયત્ન નિષ્ફળ થવાની આપત્તિ આવે. પણ એ તે કેવલીને સંભવતી નથી, કારણ કે પ્રયત્નને નિષ્ફળ કરનાર વીર્યંતરાય કર્મ તેઓનું ક્ષીણ થઈ ગયું હોય છે. તેથી જ દેશના પ્રયત્ન નિષ્ફળ જાય તો કેવલીપણું જ અસંભવિત બની જતું હેઈ “કેવલીભગવંતે બીજાઓને સમ્યકત્વવગેરેની પ્રાપ્તિરૂપ સફળતા થવાની ન હોય તો ધર્મદેશના પણ આપતાં નથી એવું મનાય છે. આવશ્યકનિયુક્તિ (૫૬૪) માં કહ્યું છે કે “પોતાના કર્થનથી ધર્મદેશનોથી સર્વવિરતિ-દેશવિરતિ કે સમ્યકત્વ થવાનું છે એવું' કેવલી ભગવાન જએ છે. (અને તેથી દેશને આપે છે.) ઈતરથી તે સવવિરતિ આદિમાંનું કાંઈ કોઈને પ્રાપ્ત થવાનું નથી એવું જો જુએ તો અમૂઢ લક્ષ્યવાળા કેવલી ભગવાન દેશના દેતા નથી.” તેથી વિર્યાન્તરાયને ક્ષય થઈ ગયો હોવાથી કેવળીઓને નિષ્ફળ પ્રવૃત્તિ હેતી નથી. તેથી ફલિત થાય છે કે તેઓને અશક્ય પરિહાર રૂપે પણ હિંસા હોતી નથી
કેવળીને દેશના પ્રયત્ન નિષ્ફળ રહે?–ઉ૦] ઉત્તરપક્ષ :- તમારી વાત બરાબર નથી, કારણ કે જેમાં સામાન્યથી સર્વ જીવે હિત કરવાના ઉદેશયાળો પણ ભગવાનને દેશના દેવાનો પ્રયત્ન અલ્પસંસારયામાં જીમાં જ સફળ બને છે, દીર્ઘ સંસારી જીવોમાં નહિ, તેઓને તે ઉપરથી કાનમાં શૂળની જેમ પીડા કરનારો જ તે થાય છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે (દ્વારા ૨–૧૩) કહ્યું છે કે “હે લેકબાંધવ પ્રત્યે ! સદ્ધરૂપ બીજ વાવવાની નિર્દોષ કુશળતા ધરાવનાર તારા પણ (વચન) કેટલાક જીવોને જાણે કે પીડા કરનારા બને છે તે વાતમાં કાંઈ નવાઈ १. सर्वा च देशविरतिं सम्यक् (त्व) पश्यति च भवति कथनात् । इतरथाऽमूढलक्ष्यो न कथयति भविष्यति 7 તતિ |