________________
૨૦૪
ધર્મપરીક્ષા ક્ષે ૪૦ यत्त श्रावकस्य विपरीतप्ररूपणाया अत्र प्रकृतत्वात्तस्य चानाभोगाद् गुरुनियोगाद्वा तत्सं. भवात्तथाविधक्लिष्टपरिणामाभावान्नासावनन्तसंसारहेतुः, अत एव श्रावकप्रतिक्रमणसूत्रस्य वृत्तौ केवलं दुरन्तशब्दस्यैवाभिधानम् । या च विपरीतप्ररूपणा मार्गपतितानामनन्तसंसारहेतुः सा सभाप्रबन्धेन धर्मदेशनाधिकारिणां बहुश्रुतत्वेन लोकपूज्यानामाचार्यादीनां कुतश्चिन्निमित्तान्निजलज्जादिहानिभयेन सावद्याचार्यादीनामिव, परविषयकमात्सर्येण गोष्ठामाहिलादीनामिव, तीर्थकृद्वचनेस्याश्रद्धाने(न) जमाल्यादीनामिवाभोगपूर्विकावसातव्या । ते चेहाधिकाराभावेनानुक्ता अप्यनन्तसंसारित्वेन स्वत एव भाव्याः। येन कारणेन कस्यचिदनाभोगमूलकमप्युत्सूत्र कुदर्शनप्रवृत्तिहेतुत्वेन दीर्घ संसारहेतुरपि भवति, तेन दुरन्तसंसारमधिकृत्य मरीचिरेव दृष्टान्ततयादर्शितः। तस्य च तथाभूतमप्युत्सूत्र तथैव सञ्जात, श्रीआवश्यकचूर्णावपि तथैवोक्तत्वात् , अन्यथा द्वित्रादिभवभाविमुक्तीनामपि मुनिप्रभृतीनामनन्तसंसारित्ववक्तव्यताऽऽपत्तौ जैनप्रक्रियाया मूलत एवोच्छेदः स्याद्-इत्यादि परेणोक्तम् ,
[શ્રાવકની વિપરીત પ્રરૂપણામાં અસખ્યસંસારને જ અધિકાર-પૂ.] શંકા-શ્રાવકની વિપરીત પ્રરૂપણાને અહીં અધિકાર છે. અને શ્રાવકને તે અનાગ કે ગુરુનિયોગના કારણે તે સંભવતી હોઈ તે તીવસંકિલષ્ટ પરિણામ હોતે નથી. માટે એ અનંતસંસારનું કારણ બનતી નથી. તેથી જ શ્રાવકપ્રતિકમણુસૂત્રની વૃત્તિમાં તે માત્ર “હુરંત' શબ્દ જ લખે છે. (તેથી દુરંત શબ્દ તે અસંખ્ય સંસારને જ વાચક છે.) જે વિપરીત પ્રરૂપણા માર્ગમાં રહેલા જીવોના અનંતસંસારને હેતુ બને છે તે તે સભાઓ ભરીને ધર્મદેશના આપવાના અધિકારી અને બહુશ્રુત તરીકે લોકમાં પૂજનીય એવા આચાર્યોની જ કઈક નિમિત્ત થઈ ગયેલી વિપરીત પ્રરૂપણું જાણવી. જેમ કે પિતાની લજજા વગેરેની હાનિના ભયે સાવધાચાયે અન્ય પરના માર્યથી ગેષ્ઠામાહિલ વગેરેએ અને જિનવચનની અશ્રદ્ધાથી જમાલિ વગેરેએ આભેગપૂર્વક કરેલી ઉસૂત્રપ્રરૂપણ. આ બધી ઉસૂત્રપ્રરૂપણાઓ અહીં અધિકાર ન હોવાના કારણે કહી નથી. તેમ છતાં આ બધી વિપરીત પ્રરૂપણ અનંતસંસારને હેતુ બને છે એ સ્વયં વિચારી લેવું. વળી શ્રાવકનું અનાગથી થયેલું ઉસૂત્ર પણ કુદર્શનની પ્રવૃત્તિને હેતુ બનવા દ્વારા કેઈકને દીર્ઘ (દુરંત-અસંખ્ય) સંસારને હેતુ બને છે. તેથી દુરંતસંસારરૂપ ફળ દેખાડવાની અપેક્ષાએ જ (અનંતસંસાર ફળ નહિ) મરીચિને જ દષ્ટાંત તરીકે કહ્યો છે. કારણ કે અનાભેગથી બેલાયેલું ઉસૂત્ર પણ કુદર્શનની પરંપરા દ્વારા તેના તે દુરંતસંસારને હેતુ બની ગયું હતું. શ્રી આવશ્યક વૃત્તિમાં પણ તેમજ કહ્યું છે. બાકી યોગ્યતા ધરાવવા માત્રથી અનંતસંસાર વધવાના અધિકારમાં દૃષ્ટાન્ત તરીકે જો મરીચિને કહી શકાતું હોય તો તો, જેમાં અનંતસંસાર વૃદ્ધિની સ્વરૂપયેગ્યતા રહેલી હોય તેવી વિરાધના કરી બેસનારા, પણ તેમ છતાં જેઓ બે-ત્રણ ભવમાં જ મુક્તિ પામનારા છે એવા પણ મહાત્માને “આ અધિકૃત વિરાધના અનંતસંસારનું કારણ બને છે, જેમ કે, અમુક (આ) મહાત્માને એ રીતે અનંતસંસારિતાના દષ્ટાંત તરીકે કહેવાની આપત્તિ આવશે. અને તે પછી અનંતસંસાર વગેરે અંગેની જનપ્રક્રિયાને મૂળથી જ લોપ થઈ જશે.