________________
ધર્મ પરીક્ષા લોક-૪૦ अपि च 'इदं मरीचिवचनमुत्सूत्रमिश्र' इति वदता मूलत एव जैनी प्रक्रिया न ज्ञाता, यतः सूत्रोत्सूत्रव्यवस्था तावच्छत भावभाषामाश्रित्य क्रियते । सा च सत्यासत्यानुभयरूपत्वात् त्रिविधैव दशवैकालिकनियुक्त्यादिसिद्धान्ते प्रतिपादिता । पराभिप्रायेण तु मिश्ररूपाया अपि तस्याः सिद्धौ भगवद्भद्रबाहूक्तविभागव्याघातप्रसङ्ग इति न किञ्चिदेतद् । इत्थं च मरीरूपपेक्षया मरीचेरनुत्सूत्रमेवेदं वचन कपिलापेक्षया च विपर्यास बुद्धिजनकत्वज्ञानेऽपीत्थमुच्यमानमेतद्वचनं ममोत्सूत्रमिति परिज्ञानाभावात्कथञ्चिदनाभोगहेतुक मुत्सूत्रमिति वदतो माता च मे वन्ध्या चेति न्यायापात इति द्रष्टव्यम् । किश्च तस्योत्सूत्राभोगो नासीदित्यपि दुःश्रद्धानं, व्युत्पन्नस्य तस्य तादृशास्पष्टवचनेऽप्युत्सूत्रत्वप्रत्ययावश्यकत्वाद् । न च साधुभक्तस्य तस्य तथोत्सूत्र
પૂર્વપક્ષ - મરીચિના ઉક્તવચનમાં દ્રવ્ય-ભાવની અપેક્ષાએ શુદ્ધત્વ-અશુદ્ધત્વ નહોતું, પણ ભાવની અપેક્ષાએ જ તે હતું. તે આ રીતે-મારામાં દેશવિરતિ છે તેથી તેના અભિપ્રાયથી મારી અપેક્ષાએ મારે સત્ય બોલવું જોઈએ અને પરિવ્રાજવેષને અભિપ્રાય ઊભે થાય એ રીતે કપિલની અપેક્ષાએ અસત્ય બોલવું જોઈએ. આ શુદ્ધ અને અશુદ્ધ બને ભાવ મરીચિને હોવાથી ભાવના કારણે જ તે વચન ઉસૂત્રમિશ્ર બન્યું હતું.
ઉત્તરપક્ષ - આવા બે ભાવે એક સાથે સંભવતા નથી. કેમકે એકસાથે બે ઉપયોગ માનવા એ સિદ્ધાન્તવિરુદ્ધ છે. તેથી આ રીતે પણ એ વચનમાં મિશ્ર સંભવતું નથી, “ઉક્ત બને ભાવોને વિષય કરનાર સમૂહઆલંબન (સમૂહવિષયક) એક જ ઉપગ એ વચન બોલતી વખતે મરીચિને હતો એવું જે તમે કહેશો તો અમે પૂછીએ છીએ કે શેનાથી કેણ મિશ્ર બન્યું? કેમકે મિત્રત્વ હંમેશા બે પદાર્થોની અપેક્ષાએ હેાય છે. જયારે અહીં તો એક જ ઉપયોગ છે.
પૂર્વપક્ષ - ઉપયોગ એક હોવા છતાં તેના વિષય બે ભાવરૂપ બે છે. તેથી તેઓની અપેક્ષાએ એક જ ઉપયોગમાં પણ મિત્રત્વ સંભવે છે.
[દરેક જ્ઞાન વિશેષ્યઅંશમાં અભ્રાન્ત હોય]. ઉત્તરપક્ષ - તે પછી માત્ર (સંપૂર્ણ) ઉસૂત્ર જેવી કોઈ ચીજ જ રહેશે નહિ, કેમકે જે કોઈ અસત્યઅભિપ્રાય હશે તે બધા આ રીતે માત્ર અસત્ય નહિ પણ અસત્યમિશ્ર જ બની જાય છે. કેમકે જુદાજુદા વિષયની અપેક્ષાએ તેમાં પણ મિશ્રવ હોય છે. તે આ રીતે-દરેક જ્ઞાન ધમીના વિષયમાં અભ્રાન્ત જ હોય છે. પ્રકાર અંગે વિપર્યય (જાન્ત) પણ હોય છે. એવો શાસ્ત્રીય પ્રવાદ પ્રસિદ્ધ છે. જેમકે લાલ ઘડાને ઉદ્દેશીને થએલું કાળ ઘડો' એવું જ્ઞાન પણ તેમાં જણાતા “ઘડા' રૂપ વિશેષ્ય અંશમાં સાચું છે અને કાળાશરૂપ પ્રકાર (વિશેષણ) અંશમાં બ્રાન્ત છે. તેથી વિશેષ્ય અને વિશેષણ રૂપ બે વિષયની અપેક્ષાએ તેમાં સત્યત્વ અને અસત્યત્વ બને આવવાથી એ પણ અસત્યમિશ્ર જ બનશે, અસત્ય નહિ.
પૂર્વપક્ષ - આ રીતે પ્રકાર અને વિશેષ્યના ભેદે મિશત્વ ન સંભવતું હોય તે પ્રકારના જ ભેદે તે માને. અર્થાત્ એક જ વચનને જે પ્રયોગ કરે છે તે એવા અભિગાયથી થયે હેય કે જે સત્યબાધક પ્રકાર અને અસાધકપ્રકારના ભેદથી રંગાયેલે