________________
સકામ-અકામનિર્જરા વિચાર
૧૫ ____किश्च मिथ्यादृष्टीनामपि मार्गसाधनयोगा गुणस्थानकत्वाभ्युपगमादेव हरिभद्राचार्य: प्रदशिताः, तथा च तेषामपि सकामनिज़रायां न बाधक', गुणलक्षणायास्तस्याः कुशलमूलत्वात् । तदुक्तं तत्त्वार्थभाष्ये नवमाध्याये-निजग वेदना विपाक इत्यनर्थान्तरम् , स द्विविधा बुद्धिपूर्व': कुशलमूलश्च तत्र नरकादिषु कर्म फलविपाका येोऽबुद्धिपूर्व'कस्तमवद्यतोऽनुचिन्तयेद् अकुशलानुबन्ध इति ॥ तपःपरिषहजयकृतः कुशलमूलस्त गुणतोऽनुचिन्तयेत् शुभानुबन्धा निरनुबन्धो वेति । एवमनुचिन्तयन् कम निर्जरणायै घटते इति ।
अत्र ह्यकुशलानुबन्धो विपाक इत्यकामनिर्जरायाः कुशलमूलश्च सकामनिर्जरायाः संज्ञान्तरमेवेति। अथ मिथ्यादृष्टेबुद्धिबुद्धिरेवेति न बुद्धिपूर्विका निर्जरेतिचेत्?न, मार्गानुसारिण्या बुद्धेरबुद्धित्वेनापह्नोतुमशक्यत्वाद्,अन्यथा मःषतुषादीनामप्यकामनिर्जराप्रसङ्गात्, तेषां निर्जराया अबुद्धिपूर्वक वात्, फलता बुद्धिसद्भावस्य चोभयत्राविशेषाद् । उचितगुणस्थानपरिणतिसत्त्वे फलतो बुद्धिमत्त्वमबाधितमेवेति । तदुक्तं [ उप. पद ६०३ ]
પણ કંઈક ઉસૂત્ર ઉન્માર્ગ આચરણ દેખાય છે. એમ આવશ્યક નિર્યુક્તિ (૮૪૫)માં સમ્યક્ત્વ પ્રાપ્તિના આ હેતુઓ દર્શાવેલા છે. અનુકંપા, અકામનિજા, બાળતપ, દાન, વિનય વિભંગ વગેરે...” દેવાયુ બાંધવાના કારણે આ દર્શાવ્યા છે–મહાવ્રત, અણુવ્રત, બાળતપ, અજમનિજરથી જીવ દેવાયુ બાંધે છે. એમ સમ્યફવી જીવ પણ દેવાયુ બાંધે છે.”
વળી મિથ્યાત્વીઓમાં પણ ગુણઠાણું હોવું સ્વીકારીને જ શ્રીહરિભદ્રસૂરિમહારાજે માર્ગ સાધન (મેક્ષ માર્ગ લાવી આપે તેવા) યોગેની હાજરી કહી છે. અને તેથી તેઓને પણ સકામનિર્જરા અબાધિતપણે ઘટી શકે છે, કેમકે ગુણ સ્વરૂપ તે નિર્જરા કુશલ મૂલક હોય છે, તત્વાર્થભાષ્યમાં નવમા અધ્યાયમાં કહ્યું છે કે “નિરો, વેદના, વિપાક એ પર્યાયવાચી શબ્દો છે. તે (વિપાક) બે પ્રકારે હોય છે. અબુદ્ધિપૂર્વક અને કુશલગૂલ. તેમાં નરકાદિમાં જે કર્મફળવિપાક અબુદ્ધિપૂર્વક હોય તેને અવદ્ય (૫) તરીકે વિચાર–અર્થાત અકુશલાનુબંધ જાણો. તપ-પરિષહજય વગેરેથી જે કુલભૂલ કમ વિપાક થાય છે તેને ગુણ તરીકે વિચારે, અર્થાત્ શુભાનબંધ કે નિરનુબંધ જાણવો. આ રીતે વિચારે તે કર્મનિજર માટે ઉદ્યમશીલ બને” અહી અકુશલાનુબંધ વિપાક (અબુદ્ધિપૂર્વ) અને કુશલસૂલ વિપાક એવા છે જે શબ્દો વાપર્યા છે તે અનુકમે અકામ અને સકામ નિર્જરાના જ બીજા પર્યાયવાચક શબ્દો જાણવા. મિથ્યાત્વીની બુદ્ધિ અબુદ્ધિ જ હોવાથી તેને બુદ્ધિ પૂર્વક નિર્જર જ હોતી નથી, અબુદ્ધિ પૂર્વક (અકામ) નિર્જરા જ હોય છે.” એવી શંકા ન કરવી, કેમકે માગનુસારી બુદ્ધિનો અબુદ્ધિ તરીકે અપલાપ કરી શકાતું નથી. નહિતર તે ભાષ0ષ વગેરેને પણ અકામનિર્જરા જ માનવાની આપત્તિ આવશે, કેમકે તેઓની નિર્જરા પણ અબુદ્ધિ પૂર્વક જ હતી. “માષતુષાદિમાં સાક્ષાત બુદ્ધિ ન હોવા છતાં ગુરુપરંતવ્ય વગેરે હોવાના કારણે, બુદ્ધિની હાજરીથી જે ફળ મળવાનું હોય તે તે મળતું જ હોવાથી ફળતઃ તો બુદ્ધિની હાજરી હતી જ” એવી દલીલ માર્થાનુસારી માટે પણ સમાન જ છે, કેમકે ગુણઠાણની ઉચિત પરિણતિની હાજરીમાં ફલતઃ બુદ્ધિમત્તા પણ અબાધિત જ હોય છે. ઉપદેશપદમાં કહ્યું છે કે “જીવદયા વગેરે રૂપ વિશેષ ગુણના પરિણામની હાજરીમાં જીવ સારભૂત ધમવાળો જ માત્ર થાય છે એવું નથી કિંતુ યોગ્ય-અયોગ્યને વિવેક કરવામાં કુશળ એવી બુદ્ધિવાળો પણ પ્રાય; કરીને થાય છે.