________________
૧૭૮
ધમ પરીક્ષા કલાક ૩૭ या च क्रियावादिसामान्यस्यान्तःपुद्गलपरावर्ताभ्यन्तरसंसारत्वेन नियमतः शुक्लपाक्षिकत्वानुपपत्तिः सा क्रियारुचिरूपेण शुक्लपक्षेण शुक्लपाक्षिकत्वमवलंख्य परिहर्तव्या । अत एवाक्रियावादिनो नियमात्कृष्णपाक्षिकत्वमपि सङ्गच्छते, ‘क्रियापक्ष एव शुक्लोऽक्रियापक्षस्तु कृष्ण' इति । अन्यथा निरवधारणपक्षाश्रयणे क्रियावादिवदक्रियावाद्यपि सम्यग्दृष्टिः स्यात् । अथवोत्कृष्टतः पुद्गल परावत्तसंसारिजातीयत्वमत्र शुक्लपाक्षिकत्वं, तदधिकसंसारिजातीयत्वं च कृष्ण गक्षिकत्वं विवक्षितमि यदोष इति प्रतिभाति । तत्त्वं तु बहुश्रुता विदन्ति ।
[શ્રાવકપ્રજ્ઞપ્તિ અને દશાશ્રુતના પ્રતિપાદનની સંગતિ ] વળી “શ્રાવકપ્રજ્ઞતિમાં દેશના અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસાર વાળા જેને કૃષ્ણ પાક્ષિક કહ્યા છે અને દશાશ્રુતસ્કંધમાં ક્રિયાવાદીને સામાન્યથી કાળ અંતઃ પુદ્ગલપરાવર્ત કહ્યો છે. તેથી ક્રિયાવાદી શુકલપાક્ષિક જ હોય એ નિયમ અસંગત થઈ જશે” એવું જે કહ્યું છે તેનું સમાધાન નીચેની બે વિવક્ષાએ આ પ્રમાણે કરવું-(૧) શ્રાવક પ્રજ્ઞતમાં ઉત્કૃષ્ટથી દેશના અર્ધપગલપરાવર્ત સંસારહેવા રૂપ જે શુકલપાક્ષિકત્વની વાત છે. દશાશ્રુતસ્કંધમાં તે શુકલપાક્ષિકત્વની વાત નથી કિન્તુ કિયારુચિરૂપ શુકલ પક્ષની વાત છે, અર્થાત્, કિયારુચિવાળા એ ક્રિયાપક્ષ એ જ શુકલપક્ષ, અને એ વગરનો એ અકિયા પક્ષ એ જ કૃષ્ણપક્ષ. આમાં દેશના અર્થ કે એક પુદ્ગલપરાવર્તરૂપે કાળની વિવક્ષા નથી. કિયાવાદીને (પછી ભલેને તે દેશના અર્ધપુદ્ગલ પરાવર્તકરતાં વધુ સંસારવાળો પણ હોય) ક્રિયારૂચિ તે હોય જ છે. તેથી એ શુકલપાક્ષિક જ હોવાને નિયમ સંગત થઈ જાય છે. તેમજ અક્રિયાવાદી કેઈપણ જીવને (પછી ભલેને તેને સંસાર અલ્પ ભવ જેટલે જ શેષ હોય) કિયારુચિ ન હોવાથી તે અવશ્ય કૃણ પંક્ષિક જ હોય એ નિયમ પણ સંગત થઈ જાય છે. વળી આ રીતે જ કારયુક્ત નિયમને સંગત કરે એ આવશ્યક પણ છે જ, કેમકે નહિતર કિયાવાદીની જેમ અક્રિયાવાદી પણ સમ્યકૂવી લેવાની આપત્તિ આવે.
[“દશાશ્રુતસ્કંધ ચૂર્ણિના વચનોની સંગતિ કરવા તમે કિયારુચિને આગળ કરીને શુકલપાક્ષિકત્વની વિવક્ષા કરે છે. પણ આવી વિવક્ષા કયાંય અન્યત્ર શાસ્ત્રમાં જોયેલી છેકે જેથી તમે કહી શકે? અન્યત્ર શાસ્ત્રમાં તે કાળની અપેક્ષાએ એની પ્રરૂપણ કરેલી દેખાય છે” આવી સંભવિત શંકાને ધ્યાનમાં રાખીને ગ્રન્થકાર વૃત્તિમાં બીજી સંગતિ દેખાડે છે.)
અથવા (૨) દશાશ્રુતરકંધમાં બતાવેલા નિયમની બીજી રીતે સંગતિ–ઉત્કૃષ્ટથી પુદ્ગલ પરાવર્ત સંસારવાળા હાવું તે અડી શુકલપાક્ષિકત્વ તરીકે અને એના કરતાં પણ વધુ સંસારવાળા હેવું તે કૃષ્ણપાક્ષિકત્વ તરીકે વિવક્ષયું છે–તેથી કઈ દોષ રહેતો નથી આમ, ક્રિયારૂચિની કે કાળની અપેક્ષાએ શુકલપાક્ષિકત્વની વિવક્ષા કરી ઉક્તનિયમની સંગતિ કરવી જોઈએ, એવું અમને નિર્દોષ લાગે છે, બાકી સાચું રહસ્ય તે બહુશ્રુતા જાણે છે, (૫ણ ગીતાર્થ પરંપરા પ્રાપ્ત કઈ પણ ગ્રંથને અપ્રમાણ ઠેરવી ઊડાડી દે એ તે કઈ રી1 ય નથી.)