________________
મિચ્છામાં ગુરુલઘુભાવ
अभूद्गौरुधुरस्कन्धो झगित्येव च सा हृदि । विद्राणाथ(गैष)कथं सर्वकार्याणामक्षमोऽभवत् ॥ गोय्थान्तर्गतो नित्यं बहिश्चारयितुं सकः । तयाऽऽरब्धो वटस्याध. सोऽन्यदा विश्रमं गतः ॥ तच्छाखायां नभश्चारिमिथुनस्य कथंचन । विश्रान्तस्य मिथो जल्पप्रक्रमे रमणोऽब्रवीत् ॥ नाौष गौः स्वभावेन किन्तु वैगुण्यतोऽजनि । पत्नी प्रतिबभाषे सा पुनर्नाऽसौ कथं भवेत् ॥ मूल्यन्तरोपयोगेन क्वास्ते ? साऽस्य तरोरधः । श्रुत्वैतत्सा पशोः पत्नी पश्चात्तापितमानसा॥ अभेदज्ञा ततश्चारिं सर्वां चारयितुं सकम् । प्रवृत्ता भूलिकाऽऽभोगात्सद्योऽसौ पुरुषोऽभवत् ॥ अजानाना यथा भेद मलिकायास्तया पशुः । चारितः सर्वतश्चारिं पुननृत्वोपलब्धये ॥ तथा धर्मगुरुः शिष्यं पशुप्राय विशेषतः । प्रवृत्तावक्षम ज्ञात्वा देवपूजादिके विधौ ।। सामान्यदेवपूजादौ प्रवृत्ति कारयन्नपि । विशिष्टसाध्यसिद्धयर्थ न स्याहोषी मनागपि ॥ इति । विपक्षे बाघमाह-न-नैव, अन्यथा-चारिसञ्जीवनीचारन्यायमन्तरेण अत्र- देवपूजनादौ प्रस्तुते, इष्टसिद्धिः विशिष्टमार्गावताररूपा स्याद् भवेत । अय चोपदेशो यथा येषां दोतव्यस्तदाह विशेषेण सम्यगृहष्टयाधुचितदेशनापरिहाररूपेण, आदिकर्मणाम्-प्रथममेवारब्धस्थूलधर्माचाराणाम् । ते ह्यत्यन्तमुग्धतया कंचन देवताविशेषमजानाना न विशेषप्रवृत्तेरद्यापि योग्याः किन्तु सामान्यरूपाया एवेति ।.
વિચાર્યું કે ખરેખર ! આ તે બધા કામ માટે નકામે બની ગયો. પછી તો ગાય-બળદ 1 જૂથમાં ભેગા તે બળદને પણ રોજ બહાર ચરાવવા તેણી લઈ જવા લાગી. એક વખત તે વડની નીચે આરામ - કરતા હતા ત્યારે તે જ વડની શાખા પર કોઈક કારણે અટકેલા વિદ્યાધર યુગલના પરસપર વાર્તાલાપમાં પતિ બોલ્યો "આ બળદિયે સ્વાભાવિક નથી પણ વિકૃતિયી થએલે છે” ત્યારે તેની પત્ની બેલી કે “એ ફરીથી પુરુષ શી રીતે બને?” પતિ બોલ્યો “બીજી મૂલિકાના પ્રયોગથી” પત્નીએ પૂછયું એ અન્યમૂલિકા ક્યાં છે?” પતિએ જવાબ આપ્યો કે " વૃક્ષની નીચે ” આ વાર્તાલાપ સાંભળી પશ્ચાત્તાપવાળી થએલી અને વિવિધ વનસ્પતિઓના ભેદને નહિ જાણનાર (અને તેથી જ કઈ વનસ્પતિ પોતાને ઉપયોગી છે તે પણ ન જાણનાર) એવી બળદિયાની તે પત્નીએ ત્યાં રહેલ બધી વનસ્પતિઓ બળદિયાને ચરાવવી શરૂ કરી. એમ કરતાં જરૂરી મૂલિકાને ઉપયોગ થવા માત્રથી તે તુરંત પુરુષ બની ગયો. એમ ધર્મગુરુ વિશેષ કરીને પશુ જેવા મંદબુદ્ધિ શિષ્યને વિશિષ્ટ દેવ પૂજદિ વિધિની પ્રવૃતિમાં અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્યની સિદ્ધિ કરવા સામાન્યદેવપુજાદિમાં પ્રવર્તાવે તે લેશ પણ દેષ પામતા નથી. આવા ચારિસછવની-ચાર ન્યાયે આ સર્વદેવને નમસ્કાર કરવાનો ઉપદેશ અપાય છે. એ ન્યાયનો જે ઉપયોગ ન કરાય તો આ પ્રસ્તુત દેવપૂજનાદિ અંગેની વિશિષ્ટમાર્ગમાં અવતરણ થવા રૂપ ઈષ્ટસિદ્ધિ થાય જ નહિ. અર્થાત વિશિષ્ટદેવાદિને ઓળખવાની તાકાત વિનાના જીવને સામાન્યદેવાદિની પૂજામાં પણ જોડવાને જો ન હોય તો વિશિષ્ટદેવાદિને પણ અન્ય સામાન્યદેવાદિને તુલ્ય માની સામાન્યદેવ તરીકે પિછાણ એ કયારે ય વિશિષ્ટદેવને પણ પામી શકે નહિ અને તેના પૂજનાદિ રૂ૫ વિશિષ્ટમાર્ગમાં આવી શકે નહિ. આ સર્વદેવને નમસ્કાર કરવાનો ઉપદેશ જેઓને જે રીતે આપવો તે જણાવવા કહે છે-જે દેશના સમ્યગદષ્ટિ વગેરેને ઉચિત હોય તેને વર્જવા રૂ૫ વિશેષ કાળજી રાખવા પૂર્વક, સ્થૂલ ધર્મ આચારાને નવા નવા જ જેએએ શરૂ કર્યો છે તેને આ સર્વદેવને નમસ્કારાદિ કરવાને ઉપદેશ આપવો, કેમકે અત્યન્તમુગ્ધ હોવાના કારણે કોઈપણ વિશેષ દેવને ન જાણતાં તેઓ વિશેષ પ્રવૃત્તિને તે હજુ પણ ગ્ય હેતા નથી, કિન્તુ સામાન્ય પ્રવૃત્તિને જ યોગ્ય હોય છે.