________________
૧૨૭
ધમપરીક્ષા શ્લોક ર૪ सामान्यधर्मसत्ता च तेषु " बौद्धादिसामान्यधार्मिकजनम्यापी" तिवदत उपदेशपदवृत्तिकर्तुरेव वचनाद् व्यक्त प्रतीयते । एवं सति " मनागिहापि धर्मोऽस्ती"ति मरीचिवचनस्योत्सूत्रत्व न स्यादिति त्व. समीक्षिताभिधान, स्वतंत्रप्रमाणप्रतिपत्त्यनुबन्धिविषयतयाऽन्यदर्शने मनागू धर्मस्याप्यभावेन तद्चनस्योसूत्रत्वात् , तद्वृत्तिसामान्यधर्मेऽपि भगवद्वचनस्यौव स्वतन्त्रप्रमाणत्वात् , अथवा कपिलस्य बाल. स्वादन्यलिंगमेवान्यदर्शनत्वेन तेन प्रतीतं. तत्र च स्वनिरूपितकारणताविशेषेण न कोऽपि धर्मोऽस्तीति भावाऽसत्यत्वात् तद्वचनस्योत्सूत्रत्वाव्याघात इति यथातन्त्र विभावनीयम् । તે પણ જિનપ્રણીત જ જાણવા, કેમકે તે વયન જિનમૂલક જ હોય છે. “(બોમાં અથવા’ શદ; મકીને માનસારી જીવના વચનોને અન્યજીના વચનોથી જે જુદા પાડયા છે તેનાથી. માર્ગોનુંસારી અન્યતીથિકનું અને અમાર્ગોનું સારી અન્યતીથિકનું અકરણનિયમવર્ણન જુદું' જુદું હોય છે એ ફલિત થઈ જ જાય છે. આ જે ફલિતાર્થ સિદ્ધ કર્યો તેનાથી જ પૂર્વ પક્ષની નિમ્નલિખિત વાતનું પણ નિરાકરણ થઈ ગએલું જાણવું. તે વાતઆ~જૈનમાન્ય વસ્તુ વર્ણનને અનુસરનારું વર્ણન અન્યતીથિકમાં ઘુણાક્ષરન્યા હેય પણ છે. તે પ્રવચનામાં પ્રસિદ્ધ જ છે. તેથી તેઓએ કહેલા અકરણનિયમવચનો પણ તપ્રતિપાદક શ્રીજિનવચ ની સમાન આકૃતિમાત્રવાળા જાણવા, અકરણનિયમ વગેરેને જણાવનાર વાસ્તવિક વચનરૂપ નહિ. (કીડીએ કેરી કાઢેલા અક્ષરે જેમ માત્ર આકૃતિ જ કહેવાય છે, અક્ષર નહિ, તેમ)” આ વચનોનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે માર્ગાનુસારી દષ્ટિથી કરાએલું તે વર્ણન ઘણાક્ષર કરતાં વિલક્ષણ હોય છે એ હમણાં જ ઉપર બતાવી ગયા છીએ, સર્વવિશેષોને જણાવનારું સમ્યક્ત્વ ન હોવા છતાં ઔધિકગદષ્ટિથી અકરણનિયમ વગેરે રૂપ સામાન્યધર્મનું પ્રદર્શન (જ્ઞાને અને વર્ણન) થવું વિરુદ્ધ નથી.
[ ઈતરદશનમાં ય સામાન્યધર્મની હાજરી] | (ચાલે, આ રીતે ઔધિકગદષ્ટિથી સામાન્યધર્મનું જ્ઞાન અને વર્ણન થવું ભલે સ્વીકારી લઈએ. પણ તે પણ એટલા માત્રથી સામાન્ય ધમની તેઓમાં હાજરી તે સિદ્ધ થઈ જતી નથી, કેમકે બધું જ વર્ણન યથાર્થ જ્ઞાનને સાપેક્ષ જ હોય એવો નિયમ નથી ઈત્યાદિ અમે આગળ કહી ગયા છીએ એવી શંકાનું સમાધાન આ છે કે, તેમાં સામાન્યધર્મની હાજરી ઉપદેશપદના વૃત્તિકારે શ્લેક ૬૯૩ની વૃત્તિમાં જે કહ્યું છે કે “બૌદ્ધાદિ સામાન્ય ધાર્મિકજનની પણ મઢતારૂપ છે...” તેના પરથી સિદ્ધ થઈ જ જાય છે. આમાં બૌદ્ધ વગેરેનો સામાન્યધામિક જન તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે જ બતાવી આપે છે કે તેમાં સામાન્યધમ તે હાજર હોય જ છે. જો તેમાં સામાન્યધમની હાજરી હોય તે મરીચિનું “અહી પણ કંઈક ધર્મ છે” એવું વચન ઉસૂત્ર નહિ બને.”—એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે તો વિચાર્યા વગર જ કહ્યું છે, કેમકે તે તે દર્શનના પિતાના પ્રણેતાઓથી સ્વસ્વપ્રતિભા અનુસારે કહેવાએલા હોવાથી પ્રમાણભૂત છે. એ રીતે જે તે તે દર્શન માનવાના હોય તો તેમાં જરા પણ ધમ હોતો જ નથી અને તેથી એ વચન ઉસૂત્રરૂપ જ છે. તેમાં સામાન્યધર્મની પણ જે હાજરી માનીએ છીએ તે પણ ભગવદ્ વચનને સ્વતંત્રપ્રમાણુ તરીકે લઈને જ. માટે માત્ર પોતાના વચનના બળે જ પિતાના દર્શનમાં ધર્મ મનાવવાનું મરીચિન વચન ઉસૂત્ર હતું જ. અથવા કપિલ “બાલ” હેવ થી. (જે માત્ર બાહ્ય આચારને જ જુએ તે બાલ). તેને તો બાહ્ય પરિવ્રાજકલિંગને જ એક સ્વતંત્રદર્શન (ધર્મ) તરીકે “અહ” શબ્દથી પકડ. આલિંગની કલ્પનામાં મરીચિએ જે કારણે ક૯પેલા કે “ સાધુએ ત્રિદંડથી ગુપ્ત છે હું નથી, માટે હું ત્રિદંડ રાખીશ' વગેરે તે બધા કારણેને આગળ કરીને તે આ વેશમાં કોઈ ધર્મ હતો જ નહિ. તેથી મરીચિનું વચન ભાવઅસત્ય રૂપ હોઈ (અર્થાત મરીચિ જાણતે હતું કે હું આ કહીશ તેનાથી કપિલને તો આ લિંગમાં જ ધમ હોવાની બુદ્ધિ થવાની છે જેમાં કેઈ ધર્મ નથી અને છતાં એ વચન કહ્યું તેથી ) તેમાં ઉસૂત્રપણું તે અક્ષત જ જ છે એવું સિદ્ધાન્તને અનુસરીને વિચારવું..