________________
આરાધક વિરાધક ચતુભળી
૧૪૭
देशविराधकः, "प्राप्तस्य तस्यापालनाद्" इति वचनात् । इत्युभयोरपि प्रकारयोः सविषयत्वेन प्रामाण्य सिद्वे यद् 'अप्राप्तेर्वा' इति विकल्पेन व्याख्यान तत्केनाभिप्रायेण ? इति संशये सम्यगवक्तृवचन वयमपि श्रोतुकामाः स्म इति बोध्यं, यतो यद्यप्राप्तिमात्रेण विराधकत्व स्यात् तर्हि चरकपरिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावः प्रसज्येत, मोक्षकारणभूतानां सम्यग्ज्ञानादीनां त्रयाणां लेशतोऽप्यभावेन देशविरतिसर्वविरत्योर्युगपद्विराधकत्वात् । तथा द्वादशाङ्गपर्यन्तनानाश्रुतावधिप्रवृत्त्यप्राप्तिमान् छद्मस्थसंयतो दूरे, केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रसज्येत"~इति यत्परेण प्राचीनग्रन्थदूषणरसिकेण प्रोक्त तत्परिभाषाज्ञानाभावविजृम्भितमिति द्रष्टव्यम् । 'यो यदप्राप्तिमान् स तद्विराधक' इति व्याप्तावत्र तात्पर्याभावात्; किन्तूक्तपरिभाषायामेव तात्पर्यात् । तत्फलच देशबिराधकत्वेन देशद्वयाराध कत्वाक्षेपः । तथा च पूर्वभङ्गादाधिक्यं लभ्यते, तेन देशविराधकत्वेऽविरतसम्यग्दृष्टेदेशारोधकादप्य धमत्वं स्यादित्यपास्तं, परिभाषितस्य विराधकत्वस्याधमत्वाप्रयोजकत्वात्, प्रत्युत देशद्वयाराधकत्वाक्षेप વ્યાખ્યા કરવા છતાં કઈ જીવ આ ભાંગામાં આવી શકતો ન હેત અને તેથી આ ભાગો શૂન્ય રહેવાના કારણે સૂત્ર અપ્રમાણુ બનવાની આપત્તિ આવતી હતી તે તો એવું વિકલ્પ વ્યાખ્યાન આવશ્યક બને...પણ એવું તે છે નહિ તેથી જેમાં મોટી અસંગતિ ઊભી થાય છે તેવી આ વિકલ્પ વ્યાખ્યાની જરૂર શી છે?
[‘અપ્રાપ્તવં' વ્યાખ્યામાં પૂર્વપક્ષીએ કપેલી અસંગતિ]. એ મોટી અસંગતિ આ પ્રમાણે- જે અપ્રાપ્તિ હેવા માત્રથી વિરાધક થઇ જવાતું હોય તો તે ચરક-પરિવ્રાજક વગેરે જ્યોતિષ દેવકથી ઉપર જઈ જ શકશે નહિ, કેમકે મોક્ષના કારણભૂત સભ્ય જ્ઞાન વગેરે ત્રણમાંથી એકેયની આંશિક પ્રાપ્તિ પણ તેઓને ન હોવાથી તેઓ તે દેશવિરતિ-સવાવરતિના એક સાથે વિરાધક ઠરે છે. દેશવિરાધક છો જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી જોતિષમાં જાય છે એવું ભગવતીજી સૂત્ર (૧-૨૫૫)માં કહ્યું છે. તેમજ દ્વાદશાંગી સુધીનું વિવિધ શ્રુત, અવધિજ્ઞાન વગેરેને ન પામેલ છસ્થ સાધુ તે , પણ કેવલજ્ઞાની પણ અપ્રાપ્ત એવા જિનકલ્પ વગેરેના વિરાધક થઈ જશે. માટે અપ્રાપ્તિ હોવા માત્રથી વિરાધતા માનવી યોગ્ય નથી.
[‘અપ્રાપતે વ્યાખ્યાનુ તાત્પર્વ] સમાધાન- દૂધમાંથી પોરા કાઢવાની જેમ પ્રાચીન ગ્રન્થમાંથી દૂષણે શોધવાના રસિયા પૂવપક્ષોએ જે આ શંકા કરી છે તે પરિભાષાના જ્ઞાનના અભાવનું જ પરાક્રમ છે એ જાણવું.
અપ્રાપ્તર્વો’ એવી વ્યાખ્યાનું "જેણે જેની પ્રાપ્તિ થઈ ન હોય તે તેને વિરાધક છે " એવી સાર્વત્રિક વ્યાપ્તિ જણાવવાનું તાત્પર્ય જ નથી કે જેથી ચરકપરિવ્રાજકાદ અપ્રાપ્ત એવા દેશવિરતિ વગેરેના અને કવલી ભગવંતે અપ્રાપ્ય એવા જિનક૯૫ વગેરેના વિરાધક હવા ફલિત થાય. કિન્તુ આ ચતુર્ભગીની પરિભાષામાં જ એ વચનનું તાત્પર્ય છે. અર્થાત આ પારિભાષિક ચતુભગીના બીજાભાંગામાં ચારિત્રાંશને નહિ પામેલા અવિરતસમ્યકત્વને પણ પારિભાષિક દેશવિરાધક તરીકે સમાવેશ કરવો એટલું જ એનું તાત્પર્ય છે. તેથી ચરકાદિમાં આ પરિભાષિક દેશવિરાધકત્વ આવવા છતાં તેઓ જ્યોતિષ દેવકની ઉપર જઈ શકે નહિ એવી આપત્તિ આવતી નથી, કેમકે ગતિ વગેરેની પ્રાપ્તિ પારિભાષિક નહિ, પણ તાત્વિક આરાધકતા-વિરાધકતા પર આધાર રાખે છે તેમજ કેવલી ભગવંતે અંગેની પણ ઉક્ત આપત્તિ છે જ નહિ, કેમકે માત્ર ચારિત્રાંશ માટેની જ આ પરિભાષા છે.) આ રીતે