________________
૧૪૮
ધર્મપરીક્ષા શ્લોક ૨૮
कतयोत्कर्षप्रयोजकत्वात् । न च परिभाषा न सूत्रनीतिरिति शङ्कनीय, “सवामगंध परिच्चज्ज निरामगंधो परिव्वए" इत्यादीनां परिभाषासूत्रःणामपि तन्त्रे व्यवस्थापितत्वाद् । यदि च देशविराधकत्वं नैव पारिभाषिकमङ्गोक्रियेत तदाऽनुपात्तव्रतः सम्यग्दृष्टिः कस्मिन् भङ्गेऽवतारणीयः ? न च नावतारणीय एव, सर्वाराध कादन्यत्र सहकारियोग्यताभावाभिधानाय त्रिभिरेव भगः सर्वेषां तद्विल क्षणानां समाह्यत्वादिति सूक्ष्ममीक्षणीयम् ॥२८॥ तृतीयचतुर्थभङ्गी विवेचयति--
तइए भंगे साहू सुअवंतो चेव सीलबंतो अ ।
उवयारा सड्ढोवि य भवाभिणंदी चउत्थ मि ॥२९॥ [तृतीये भो साधुः श्रुतवां चैव शीलवांश्च । उपचारात् श्राद्धोऽपि च भिवाभिनंदी चतुर्थे ॥२९॥ અવિરતસમ્યકત્વીનો આ ભાંગામાં સમાવેશ કરવાથી લાભ એ થાય છે કે તેને ચારિત્રાત્મક દેશનો વિરાધક કહેવાથી એ જ્ઞાન-દશનરૂપ શેષ બે દેશને આરાધક હોવો જણાઈ જાય છે. અને તેથી દેશઆરાધકના પહેલા ભાંગ કરતાં પણ એનામાં આરાધભાવની અધિકતા હોવી જણાય છે.
તેથી જ ~ * અવિરતસમ્યક્ત્વી જે દેશવિરાધક હોય તે પૂર્વ ભાંગાના દેશઆરાધક કરતાં પણ તે અધમ કહેવાશે” – એવી શંકા દૂર થઈ જાય છે, કેમકે આ પારિભાષિક વિરાધકત્વ અધમતાને જણાવનાર નથી, કિન્તુ અન્ય બે દેશની આરાધનાને જણાવવા દ્વારા ઉત્કર્ષને જ જણાવે છે. - “ આ ચતુભગીની પ્રરૂપણ ભગવતી સૂત્રમાં છે. અને સૂત્રમાં તે વાસ્તવિક વાતનું જ નિરૂપણ હેય ને, પારિભાષિક વાતનું હોય? - " એવી શંકા ન કરવી, કેમકે શાસ્ત્રોમાં પરિભાષા જણાવનાર સૂત્રે પણ હોય છે. જેમકે શ્રીઆચારાંગ સૂત્રમાં (૨-૩-૮૭) “રવામfધ પરિવાર નિદાનriધો પરિગરે” ઇત્યાદિ. વળી અહીં દેશવિરાધકત્વ જે પારિભાષિક લેવાનું ન હોય અને જાતિય ઉપરનો ગતિનો અભાવ વગેરેનું પ્રયોજક એવં વાસ્તવિક જ લેવાનું હોય તો જેણે વ્રતગ્રહણ કર્યું નથી તેવા અવિરતસમ્યક્દષ્ટિનો સમાવેશ કયા ભાંગામાં કરશે? આ પ્રસ્તુત ચતુર્ભગીના એકે ભાંગામાં એને સમાવેશ કરવાને જ નથી” એવું ન કહેવું, કારણકે સર્વઆરાધક સિવાયના શેષ સઘળા જીવોને ત્રણ ભાંગાઓમાં સમાવેશ કરવાનો છે. તે પણ એટલા માટે કે " જ્ઞાન-ક્રિયા ઉભયવાળા સર્વઆરાધક જીવ જ મોક્ષની ફળો પધાયકતા ધરાવે છે, શેષ સઘળા જ એક અંશને ગમે એટલે ઉત્કર્ષ પામે તે પણ વધુમાં વધુ સહકારીયેગ્યતા (જ્ઞાનાદિરૂપ અન્ય સહકારી મળે તે મેક્ષાત્મક ફળના ઉપધાયક બની શકવાની યોગ્યતા) જ ધરાવે છે અને બંને અંશ રહિત જીવમાં તે તે યોગ્યતાને પણ અભાવ હોય છે” એવું જણાવવા પ્રસ્તુત ચતુર્ભાગીની પ્રરૂપણા છે. આ વાત સૂક્ષમ બુદ્ધિથી વિચારવી. ૨૮
ગ્રન્થકાર હવે ત્રીજા-ચોથા ભાંગાનું વિવેચન કરે છે–
ગાથાર્થ : મુતવાન અને શીલવાન એવા સાધુ ત્રીજા ભાગમાં આવે છે. ઉપચારથી શ્રાવકને પણ તેમાં જ સમાવેશ જાણુ. ભવાભિનંદી જી ચેથાભાંગામાં અવતરે છે. १ सर्वामगन्ध परित्यज्य निरामगन्धः चरित्रजेत् ॥ [आचा. २-३-८७)