________________
આરાધક વિરાધક ચતભાગી
૧૪૧.
इति । एतत्तिर्यथा-अपरिनिश्चितः सम्यगपरिच्छिन्नः श्रुतनिकष आगमसद्भावो येन स तथा तस्य केवलमभिन्नमविवृतार्थ यत्सूत्रं विशिष्टव्याख्यान हत सूत्रमात्रमित्यर्थः, तेन चरितुं तदनुसारेणानुष्ठान कत्तु धर्मो यस्य सोऽभिन्नसूत्रचारी तस्य, सर्वोद्यमेनापि समस्तयत्नेनापि कृतमनुष्ठान अज्ञानतपसि पञ्चाग्निसेवनादिरूपे बहु पतति, स्वल्पमेवागमानुसारि भवति, विषयविभागविज्ञानशून्यत्वादिति ।। " यद्यपि स्वमत्या प्रवर्त्तमानानां घुणाक्षरन्यायात्समागत किञ्चिच्छुद्धमपि कृत्य नागमानुपाति, अन्यथा निहवानामपि तदापत्तेः, तथाऽपि शुद्धक्रियाजन्यनिर्जराप्रतिबन्धकस्वमतिवि. कल्पे 'यत्किञ्चिदागमानुपाति शिष्टसंमत च तत्प्रमाणं न तु मन्मतानुसारित्वेनैवागमः प्रमाण" इत्येवंविधोऽनभिनिवेशविकल्प उत्तेजक इति न दोषः । तदेवविधो गीतार्थाऽनिश्रिततपश्चरणरतोऽगीतार्थः बालतपस्वी च शीलवानश्रुतवान् मार्गानुसारित्वेन देशाराधक इत्युभयोः पक्षयोर्नातिविशेष ત્તિ તૂટયમ ૨૧ ननु लौकिकमिथ्यात्वाल्लोकोत्तरमिथ्यात्वं बलीय इति हेतोरुभयोर्महाभेद एव इत्यत आह
लोइअमिच्छत्ताओ लोउत्तरियं तय महापावं ।
इअ णेगंतो जुत्तो जं परिणामा बहुविगप्पा ॥२६॥ लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिक तन्महापापम् । इत्येकान्तो न युक्तो यत्यरिणामा बहुविकल्पाः ॥२६॥]
[વિશિષ્ટ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક અને ઉત્તેજક] જો કે સ્વમતિ મુજબ પ્રવર્તતા નું ઘુણાક્ષર ન્યાયે થઈ ગએલ કંઈક શુદ્ધ કાર્ય પણ આગમાનુસારી કૃત્ય બનતું નથી, કેમકે નહિતર નિદ્ધના પણ ગોચરીમાં દેષપરિહાર વગેરે રૂપ સ્વરૂપતઃ શુદ્ધ એવા અનુષ્ઠાન આગમાનુસારી બની જવાની આપત્તિ આવે. (આના પરથી ફલિત એ થાય છે કે સ્વમતિવિકલ્પ શુદ્ધ ક્રિયાજન્ય નિરા પ્રત્યે પ્રતિબંધક છે.) તેમ છતાં મારા જે કઈ અભિપ્રાય વગેરે આગમને અનુસરનારા હોય અને શિષ્ટસંમત હોય તે જ પ્રમાણ છે. આગમ મારા અભિપ્રાયને અનુસરનાર હોવાથી પ્રમાણ છે એવું નથી.” એ અનભિનિવેશવિકલ્પ નિજા પ્રત્યે ઉરોજક છે. ("મારી બુદ્ધિમાં જે બેસે તે જ સાચું અને તેને અનુસરનાર હોય તે જ આગમ પ્રમાણ છે” એવો વિકલપ અભિનિવેશરૂપ છે. ઉક્તવિક૯૫ આનાથી વિપરીત હોઈ અનભિનિવેશવિકલ્પ છે, તેથી ઉક્ત (સૂત્રરચિવગેરેવાળા) એકલ વિહારી સાધુને સ્વમતિવિકલ્પરૂપ નિર્જરા પ્રતિબંધક હાજર હોવા છતાં આવે અનભિનિવેશવિકલ્પ રૂપ ઉરોજક હાજર હોવાથી વિશિષ્ટ નિજ રા થાય જ છે. અને તેથી તેનું એવું કાંઈક અનુષ્ઠાન આગમાનુપાતી પણ બને જ છે, તેથી કંઈ અસંગતિ નથી. આમ ગીતાર્થ અનિશ્ચિત અને તપ-ચારિત્રમાં ઉજમાળ એ આ અગીતાર્થ અને બાળતપસ્વી એ બને શીલવાન અમૃતવાનું છે માર્ગાનુસારી હોઈ દેશઆરાધક છે. તેથી જુદા જુદા આચાર્યોના આ બે સાંપ્રદાયિક પક્ષમાં બહુ ભેદ નથી એ જાણવું. ૨પા
લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તરમિથ્યાત્વ વધારે ગાઢ હોય છે. તેથી લૌકિક મિથ્યાત્વવાળા અન્યમાગસ્થ માર્ગનુસારી કરતાં લોકોત્તરમિથ્યાત્વવાળે ગીતાર્થ અનિશ્રિત અગીતા વધુ ગાઢ મિથ્યાત્વવાળે જ હોય છે. તો એ બંનેને દેશઆરાધક જણાવનાર બે પક્ષમાં બહભેદ નથી એમ શી રીતે કહેવાય?— એવી શંકાને દૂર કરવા પ્રકાર કહે છે--
ગાથાથ–“લૌકિક મિથ્યાત્વ કરતાં લકે ત્તર તે (મિથ્યાત્વ) મોટું પાપ છે – એ એકાન્ત માનવે ગ્ય નથી, કેમકે પરિણામે અનેક પ્રકારનાં હોય છે.