________________
ઉદધાવિવ. શ્લોકને પૂર્વપક્ષકલ્પિત અભિપ્રાય
૧૩
भगवान् जात इत्यर्थः । अयं भावः-यत्किञ्चिदकरणनियमादिक जिनेन सुन्दरतया भणित तदन्यतोर्थिकैरपि तथैव प्रतिपन्नम् । एतच्च साम्प्रतमपि नालिकेरादिफलाहारेणैकादशीपर्वोपवास कुर्वाणा जैनाभिमतोपवास सम्यक्तया मन्यन्ते, जैनाश्च तदुपवास लेशतोऽपि म मन्यन्ते । अत एव च 'न च तासु भवान् प्रदृश्यते' इति तासु अन्यतोर्थिकदृष्टिषु 'भवान् न प्रदृश्यते' अन्यतीर्थिकश्रद्धानविषयीभूत धार्मिकानुष्ठान गङ्गास्नानादिकं भवान् लेशतोऽपि न मन्यत इत्यर्थः । अन्यतीथिकानां दृष्टयो भगवति वर्त्तन्ते तत्र दृष्टान्तमाह- यथोदधौ सर्वाः सिन्धवः समुदीर्णा भवन्ति-सम्यगुदय प्राप्ताः स्युः, लोकेऽपि भर्तृ संबन्धेन स्त्रिय उदिता भवन्तीति प्रसिद्धः । तासु च भवान्नास्ति' इत्यत्र दृष्टान्तमाह-यथा प्रविभक्तासु सरित्सु नदीषु समुद्रो नास्ति । तासु च समुद्रो नावतरतीत्यर्थः । अनेनाभिप्रायेण स्तुतिः, न पुनरर्हदुपदिष्टप्रवचनद्वाराऽर्हत्सकाशादन्यतीर्थिकदृष्टयः समुत्पन्ना इत्यभिप्रायजेतिर
तदसत् , प्राचीनाचार्यव्याख्यामुल्लङध्य विपरीतव्याख्यानस्यापसिद्धान्तत्वात्, तदाहुः श्रीहेम વનસૂયઃ જિયો. દૂા. ૨૬)
यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यः।
न विप्लवोऽय तव शासनेऽभूदहोऽधृष्या तव शासनश्रीः ।।इति । न चेदमुपदेशपदवृत्तिकृत एव दूषणदान, किन्तु " एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ॥" વાતને અન્યથા કરવા કેઈ સમર્થ નથી. તેથી શાકયાદિ પ્રવાદે નદીતુલ્ય છે અને તેને મૂળરૂપ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે એ સ્તુતિકારને અભિપ્રાય જ નથી કે જેથી એવા અર્થના સમર્થન માટે એ શ્લેની સાક્ષી આપવી સંગત બને. સ્તુતિકારને અભિપ્રાય તે આવે છે કે-હે નાથ ! અન્ય તીકેની પોતપોતાના માર્ગ પરની શ્રદ્ધારૂપ દૃષ્ટિએ તારે વિશે સમ્યગ ઉદય પામેલી છે, અર્થાત્ ભગવાન તેઓનો પણ વિષય બન્યા છે. તાત્પર્ય એ છે કે જિનેશ્વર ભગવાને અકરણનિયમ વગેરે જે કાંઈ ચીજને સુંદર કહી છે તેને અન્યતીથિકાએ પણ સુંદર તરીકે જ સ્વીકારી છે. આ વાત વત્તમાનમાં પણ જોવા મળે છે. જેમકે હાલમાં પણ નાળિચેર વગેરે ફળનો આહાર કરીને એકાદશી વગેરે પવને ફરાળી ઉપવાસ કરનારા પણ બ્રાહ્મણ વગેરે જૈનેના ઉપવાસને જ સાચો ઉપવાસ માને છે. જયારે જૈનો તે તેઓના આ ફરાળી ઉપવાસને ઉપવાસના કે ધમના એક અંશ રૂપે પણ સ્વીકારતા નથી. માટે જ સ્તુતિકારે આગળ કહ્યું છે કે તે દષ્ટિએમાં તું દેખાતું નથી. અર્થાત અન્યતીથિકેની શ્રદ્ધાને વિષય બનેલ ગંગાસ્નાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનને તું લેશ પણ ધર્મરૂપ (આદરણીય) માનતો નથી. અન્યતીથિંકાની દૃષ્ટિઓ ભગવાનમાં રહી છે એ બાબતમાં દૃષ્ટાન્ત આપવા સ્તુતિકારે ઉદધાવિવ....” ઈત્યાદિ કહ્યું છે. તે આ રીતે- જેમ પતિ સમુદ્રમાં બધી નદીઓ સારો ઉદય પામે છે તેમ હે પ્રભે! તારામાં બધી નદીઓ ઉદય પામેલ છે. લેકમાં પણ એ વાત પ્રસિદ્ધ છે કે પતિના મેળાપથી સ્ત્રીને ઉદય થાય છે. “એ દષ્ટિઓમાં તું નથી એ બાબતમાં દષ્ટાન્ત તરીકે “તાસુચ...” ઈત્યાદિ કહ્યું છે. અર્થાત જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્ર હેતે નથી–એટલે કે તેએામાં સમુદ્ર ભળતો નથી-તેમ તે જુદી જુદી દૃષ્ટિએમાં તે અવતરતા નથી. આમ સ્તુતિકારે આવા અભિપ્રાયથી ઉદધાવિવ..” ઈત્યાદિ સ્તુતિ કરી છે નહિ કે “અન્યદૃષ્ટિઓ ભગવાને કહેલ પ્રવચનમાંથી નીકળેલ હઈ ભગવાનમાંથી જ નીકળી છે એવું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી.