________________
મિત્રાદિ ચાર ચગદષ્ટિએ
.. इतश्चानाभिग्रहिकस्य हितकारित्वादेव च मिथ्यात्वेऽपि खल्विति निश्चये, लब्धयोगदृष्टीनां मित्रादिप्रथमदृष्टिचतुष्टयप्राप्तिमतां परमार्थगवेषणपराणां मोक्षोकप्रयोजनानां योगिनां प्रथमं गुणस्थानमन्वथं प्रसिद्धम् । अय भावः- मिथ्यादृष्टयोऽपि परमार्थगवेषणपराः सन्तः पक्षपात परित्या ज्याद्वेषादिगुणस्थाः खेदादिदोषपरिहाराद् यदा संवेगतारतम्यमाप्नुवन्ति तदा मार्गाभिमुख्यात्तेषा. मिक्षुरसकक्कबगुडकल्पा मित्रा तारा बला दीपा चेति चतस्रो योगहष्टय उल्लसन्ति, भगवस्पतञ्जलिभदन्तभास्करादीनां तदभ्युपगमात् । तत्र मित्रायां दृष्टौ स्वल्पो बोधो, यमो योगाङ्गं देवकार्यादावखेदो, योगबीजोपादान भवोद्वगसिद्धान्तलेखनादिक, बीजश्रुतौ परमश्रद्धा, सत्संगमश्च भवलि, चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन कर्ममलस्याल्पीकृतत्वात् । अत एवेद चरमयथाप्रवृत्तकरण परमार्थतोऽपूर्वकरणमेवेति योगविदो विदन्ति । उक्तं च__ अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥३९॥
[ગુણાન્તર આધાયક હોવાથી પણ અનાભિગ્રાહક મિથ્યાત્વ હિતકર] અનાભિગ્રહિક મિથ્યાત્વ સુંદર જ છે એ વાતનું તે બીજે પણ ગુણ લાવી આપનાર છે એવું દેખાડીને સમર્થન કરે છે– .
ગાથાર્થ: આમ અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણકર હોવાથી જ, યોગની દૃષ્ટિ પામેલા પરમાર્થ ગર્વેષણમાં તત્પર જીવોને મિથ્યાત્વની હાજરીમાં પણ પહેલું ગુણસ્થાન યથાર્થ હાવું કહ્યું છે.
વળી અનભિગ્રહિક મિથ્યાત્વ હિતકર હેવાથી જ મિથ્યાત્વની હાજરીમાં પણ મિત્રા વગેરે દેશની પહેલી ચાર દૃષ્ટિ પામેલા અને મોક્ષ એકમાત્ર છે પ્રયોજન જેનું તેવા
ગીઓને પહેલું ગુણસ્થાન યથાર્થ રીતે હોવું શાસ્ત્રમાં કહ્યું છે. જો આ મિથ્યાત્વ ગુણકર ન હોય તે એ અવસ્થા ગુણસ્થાન શી રીતે બને? અહીં આ તાત્પર્ય છે-મિથ્યાત્વીઓ પણ પરમાર્થ મોક્ષના ગષણમાં તત્પર બનીને, પક્ષપાતને છોડીને અદ્દેષ વગેરે ગુણોમાં સ્થિર થાય છે અને ખેદ વગેરે દોષોને પરિહારથી સંવેગની તરતમતા પામે છે ત્યારે તેઓમાં માર્ગાભિમુખતાના કારણે શેરડી-શેરડીનો રસ–ગોળની રસી અને ગોળ જેવી મિત્રા-તારા-બલા અને દીપ્રા એ ચાર યોગદષ્ટિઓ ખીલે છે, કેમકે ભગવાન પતંજલિભદત ભાસ્કર વગેરેને તે દૃષ્ટિ હેવી માની છે.
[ મિત્રાદિ થાર દષ્ટિએ). - આ દષ્ટિએમાંથી મિત્રા દૃષ્ટિમાં અત્યન્ત અપધ, “યમ” નામનું ગાંગ અને દેવકાર્ય વગેરેમાં અખેદ (ખેદ દોષને ત્યાગ) હોય છે. ગબીજના ઉપાદાનભૂત ભવદ્વેગ સિદ્ધાન્તલેખન, બીજશ્રવણમાં પરમશ્રદ્ધા અને સત્સંગ વગેરે અહીં પ્રવરો છે, કેમકે ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કમમલ અત્યત અ૯પ થઈ ગયો હોય છે. તેથી જ “આ ચરમ યથાપ્રવૃત્તકરણ પરમાર્થથી તે અપૂવકરણ જ છે” એવું ના જાણકારો કહે છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહ્યું છે કે- “આ (ચરમયથાપ્રવૃત્તકરણ) અપૂર્વકરણની નજીક હોવાના કારણે તેમજ ગુણુપ્રાપ્તિ કરાવવામાં વ્યભિચાર શૂન્ય હેવાના કારણે તત્વથી અપૂર્વકરણ જ છે એવુ ગણો માને છે.' આ અવસ્થામાં મિથ્યાત્વ હોવા છતાં “ગુણસ્થાન” શબ્દના ગુણ અને સ્થાન શબ્દોના
ગથી થએલ (ગુણોનું સ્થાન) અથ ઘટે છે. એ જ ગ્રન્થમાં આગળ કહ્યું છે કે “સામાન્ય રીતે ૧ અર્થાત જેમ આ ચાર અવસ્થાએ ઉત્તરકાલીન ખાંડ- સાકર-મયંડી- વરસોલારૂપ ચાર અવસ્થાની કારણભૂત હોય છે તેમ આ મિત્રાદિ ચાર દષ્ટિએ સ્થિરા-કાન્તા-પ્રભા-૫રાદ રૂ૫ પાછલી ચાર દષ્ટિઓની કારણભૂત છે.