________________
સવ પવાયમૂલ” ગાથા અને વૃત્તિને અર્થ समुपलभ्यते तत्तत्र समवतारणीयम् । इत्यकरणनियमादीन्यपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यासकपिलका)लातीतपत-जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानीति । तेषामवज्ञाकरणे सकलदुःखमूलभूताया भगवदवज्ञायाः प्रसङ्गात् न काचित्कल्याणसिद्धिरिति ।" ___अत्र कश्चिदाह-जैनानामकरणनियमपरिहारशङ्कानिरासार्थमेव तीर्थान्तरीयवर्णितत्वमुपवर्णित, न स्वन्यतीर्थिकेष्वकरणनियमोऽरतीति भणितम् । वर्णनं च वर्णनीयवस्तुविषयकयथार्थज्ञानसापेक्षमेव, अन्यथा च तथाभूतवर्णन सम्यगेव स्यात्, तथा च तदर्शनेऽपि धर्मसद्भावप्रसङ्गः । इत्थं च कपिलस्य पुरस्तात् 'मनागिहापि धर्मोऽस्ति' इति परिव्राजकदर्शनमधिकृत्य मरीचिवचनमुत्सूत्रं न स्याद् इति~तदसत् , तीर्थान्तरीयाणामपि सद्भुताकरणनियमवर्णनस्य शुभभावविशेषसापेक्षत्वेन मार्गानुसारितया तेषु सामान्यधर्मसिद्धेः । शुभभावविशेषसापेक्षत्व' च तस्य 'इत्तो अकरणनियमो अण्णेहि वि वण्णिओ ससत्थंमि । सुहभावविसेसाओ ण चेवमेसो ण जुत्तोत्ति ।।६९२।।
વ્યાસ-કપિલ-કાલાતીત-પતજલિ વગેરે વડે કહેવાએલા અકરણનિયમાદિના પ્રતિપાદક વચન પણ જિનવયનરૂપ સમુદ્રમાંથી જ ઉદ્દભવેલા જાણવા. તેથી તે અકરણનિયમ વગેરેની અવજ્ઞા કરવામાં જિનવચનની અવજ્ઞા થઈ જતી હોવાથી કાંઈ કલ્યાણપ્રાપ્તિ થતી નથી. દ્વાદશાંગ સર્વપ્રવાદના મૂલ તરીકે આ રીતે કહેવાયું છે-હે પ્રભે ! સમુદ્રમાં જેમ બધી નદીઓ ભેગી થયેલી હોય છે તેમ તારા હનમાં અન્ય દશનો ભેગા થએલા છે-સમાઈ ગએલા છે, પણ જુદી જુદી નદીઓમાં જેમ સમૃદ્ધ દેખાતો નથી તેમ પૃથક દૃષ્ટિએમાં તું (તારું દર્શન) દેખાતા નથી.'
[ઇતરોમાં અકરણનિયમનું માત્ર વર્ણન છે, પાલન નહિ-૫] ને આ બાબતમાં કોઈ શંકા કરે છે કે- શંકા-પણું જે અકરણનિયમ વગેરેના કારણે અન્યમાર્ગસ્થ જીવોમાં પણ તમે દેશઆરાધકત્વ માનવાને આગ્રહ રાખે છે તે અકરણ નિયમ વગેરે જ તેઓમાં હોતા નથી. ઉપદેશપદ (૬૮૨) વગેરેમાં “અન્યતીથિકેએ પાતંજલાદિ
સ્વશાસ્ત્રમાં અકરણનિયમ વર્ણવ્યો છે” ઈત્યાદિ જે કહ્યું છે તેમાં પણ અકરણનિયમ છોડી દેવાની " આ અકરણનિયમને તે ઈતરો કરે છે, માટે આપણે ન કરવો જોઈએ” ઇત્યાદિ શંકા જેનેને ઊભી ન થાય એ માટે “ અકરણનિયમનું અન્યશાસ્ત્રકારોએ વર્ણન કર્યું છે” એટલું જ કહ્યું છે “ અન્યદર્શનમાં પણ તે હોય છે (તેનું વાસ્તવિક પાલન હોય છે) '' એવું કહ્યું નથી. એમ તેની વૃત્તિમાં પણ “આ અકરણનિયમ અન્યતીર્થિકોએ વર્ણવ્યો છે એટલા માત્રથી એ “યુક્ત નથી” એવું નથી પણ યુક્ત જ છે ” એવું જ કહ્યું છે, “આ અકરણનિયમ અન્ય દર્શનેમાં પણ હોય છે એટલા માત્રથી એ યુક્ત નથી એવું નથી, પણ યુક્ત જ છે એવું કહ્યું નથી. અર્થાત એવો અભિપ્રાય પ્રકટ કર્યો છે કે અન્ય દર્શનમાં
અકરણનિયમની જે વાતો જોવા મળે છે તે માત્ર વાતે જ જાણવી, વાસ્તવિક પાલન નહિ. (અને તેથી જૈનોએ એને છોડવાની જરૂર નથી.)” – “પણ તે તે દર્શનકારોએ તેનું વર્ણન કર્યું છે તે પિતા પોતાના દર્શનમાં અકરણનિયમ જોઈને જ કર્યું હશેને?”- એવી શંકા ન કરવી, કેમકે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય એ માટે એ વસ્તુનું યથાર્થ જ્ઞાન જઇએ જ એવો નિયમ નથી. “જે વસ્તુનું જેવું વર્ણન કરવું હોય તે વસ્તુ તેવારૂપે હાજર હોય અને તે રૂપે જણાતી હોય તે યથાર્થ જ્ઞાન થયું કહેવાય એ ખ્યાલમાં રાખવું. તે વસ્તુ હાજર ન હોય અથવા તેવા રૂપે હાજર ન હોય અને છતાં " આ વસ્તુ અહીં આ રૂપે હાજર છે” એવા થઈ ગએલા બ્રમાત્મક જ્ઞાનથી પણ તેવું વર્ણન થઈ શકે છે. બાકી વર્ણન જે યથાર્થ જ્ઞાનથી જ થઈ શકતું હોય તો તે એ નિયમ ફલિત થઈ જાય કે " કેઈપણ વ્યક્તિએ જે કાંઈ વર્ણન કર્યું હોય તે બધું સમ્યગ જ હોય.” વળી આવો નિયમ ફલિત થઈ જાય તે આપત્તિ એ આવે કે અન્ય દશનકારોએ