________________
૫૬
ધમ પરીક્ષા પ્લેક ૯
सिद्धयापत्तिस्तु स्यात् । तत्राभव्यस्य व्यावहारिकत्वानुरोधेन निगोदत्वेन तिर्यक्त्वनपुंसकत्वादिना च कायस्थितिप्रतिपादकानां सूत्राणां व्यावहारिकविशेषविषयत्व' वा कल्पनीयम, अन्यो वा कश्चित् सूत्राभिप्राय इत्यत्र बहुश्रुता एव प्रमाणम् । अवश्यं च सूत्राभिप्रायः कोऽपि मृग्यः, अन्यथा बहवो भव्यास्तावदेतावतः कालासिध्यन्ति, अन्ये तु स्वल्पात्, अपरे तु स्वल्पतरात् यावत्केचिन्मरुदेवी स्वामिनीवत्स्वल्पेनैव कालेन सिध्यन्ति, अभव्यास्तु कदाचिदपि न सिध्यन्ति, भवभावनोवृत्त्यादि. वचनादभव्यानां नव्यानां च यदुक्ताधिकसंसारभेदभणन तन्नोपपद्येत । यत्तुपरेणोक्त ~ "यत्तु क्वचिदाधुनिकप्रकरणादौ प्रज्ञापनाद्यागमविरुद्धानि वचनानि भवन्ति, तत्र तीर्थान्तर्वर्तिनामसद्ग्रहा भावादनाभोग एव कारणम्; तथा अभव्या न व्यवहारिणो नाप्यव्यवहारिणः, किन्तु व्यवहारित्वादिતો આ સૂત્રોમાં બીજો જ કેઈ વિશેષ અભિપ્રાય રહેલે છે (જે સામાન્યતઃ ખ્યાલમાં આવે એ નથી) એવું સ્વીકારવું જોઈએ. આ બેમાંથી વાસ્તવિકતા શું છે? એમાં તો બહુશ્રુતે. જ પ્રમાણભૂત છે. છતાં જે કંઈ વિશેષ સૂત્રાભિપ્રાય હેય તો એ શોધી કાઢવે તે જોઈએ જ, નહિતર " ઘણું ભયે આટલા કાળમાં મુક્ત થાય છે, કેટલાક એના કરતાં અલપકાળમાં, કેટલાક એના કરતાં પણ ઘણું અપતર કાલમાં અને યાવત્ મરુદેવીમાતાની જેમ કેટલાક તે અત્યંત અલ્પકાળમાં જ મુક્ત થાય છે, જ્યારે અભવ્ય તો ક્યારેય મુકત થતા જ નથી” ઈત્યાદિ તથા ભવભાવનાવૃત્તિ વગેરેના વચનથી અભવ્ય તથા કેટલાક ભવ્યાને ઉક્તકાલ કરતાં પણ અધિક સંસાર હવે જે કહ્યો છે તે સંગત થશે નહિ.
[પરપક્ષીની અન્ય માન્યતાઓ] વળી આ અંગે પરપક્ષીએ કહ્યું છે કે “(૧) પ્રજ્ઞાપના વગેરે આગમમાં વ્યાવહારિક જીવન સ્થિતિ ઉક્ત અસંખ્ય પુદ્ગલપરાવર્ત કહી છે. ભવભવનાવૃત્તિ વગેરે આધુનિકપ્રકરણદિમાં આવા આગમને વિરોધ કરનાર જે વચને મળતા હોય તેમાં તે પ્રકરણકારોને અનાભંગ જ કારણ છે. કેમકે તે પ્રકરણકાર તીર્થમાં (સંઘમાં) અન્તભૂત હોઈ આગમ વિરુદ્ધ બેલવાના અસગ્રહવાળા તે ન જ હોય. અર્થાત તેઓના તે વચને જ વસ્તુતઃ અપ્રમાણ છે અને તેથી એને સંગત કરવા કેઈ નવી કલપના કે ગૂઢ સૂત્રાભિપ્રાય શોધવાની જરૂર નથી. તેઓ વડે આવા અપ્રમાણભૂત વચને જે કહેવાયાં છે એ કદાગ્રહથી નહિ પણ અનાગથી જ કહેવાયાં છે એ ધ્યાનમાં રાખવું. તથા (૨) અભવ્ય વ્યવહારી પણ નથી, અવ્યવહારી પણ નથી, કિન્તુ આ બને ઉલેખથી પર છે. તેથી તેની વ્યાવહારિક જીવમાં વિવક્ષા કરી નથી. તાત્પર્ય એ છે કે તેઓ ત્રસાદિપણુ પામતા હોઈ અવ્યવહારી તે નથી. વળી ત્યવહારીજીવને પણ જે બહુનાને ભાગ સમ્યકત્વ પામીને ભ્રષ્ટ થયે છે તેના કરતાં પણ અભ અનંતમા ભાગે જ હોઈ વ્યવહાર કરતાં તે બહુ જ અ૫ સંખ્યામાં છે. તેથી તેઓની વ્યાવહારિકામાં પણ વિવક્ષા કરી નથી. તેથી તેઓની ગણતરી કાઢી નાખીને જ પનાવણ વગેરેમાં વ્યવહારોની ઉક્તસ્થિતિ કહી છે. માટે જ અભવ્ય એ સ્થિતિ કરતાં પણ વધુ કાળસંસારમાં રહેવા છતાં એ આગમવચન અંગે કોઈ નવી ક૯પના કરવાની કે અભિપ્રાય શોધવાની જરૂર નથી.
તેિ માન્યતાઓનું નિરાકરણ પરપક્ષીની આ બને વાતો અનંતસંસારવૃદ્ધિ વગેરે ભયની ઉપેક્ષા કરવાના તેને સાહસને જ જણાવે છે. તે આ રીતે-સૂત્રનો ગૂઢ અભિપ્રાય જાણ નહિ અને ભવભાવના વૃત્તિ વગેરે જેવા પ્રાચીન પ્રકરણને અપ્રમાણુ જાહેર કરી દેવા એમાં જે મહાભયંકર આશાંતના થાય છે તેની પહેલું વાકય કહેતે તે ઉપેક્ષા કરે છે. બીજ વાકય પણ આ રીતે જ ઉપેક્ષાથી