Book Title: $JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Author(s): JAINA India Foundation
Publisher: JAINA India Foundation
Catalog link: https://jainqq.org/explore/000027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ E-4 Compendium of Jainism JAINA Educations JES Series 904 Jain Academic Bowl Manual of 2021 Gujarati Edition PART (II) Right Conduct... Leads t Liberation सम्यग्दर्शन सम्यग्ज्ञान सम्यकचारित्राणि मोक्षमार्गः Right Perception Right Knowledge JAINA Education Committee The Federation of Jain Associations in North America STL परस्परोपग्रहो जीवानाम् Compassionate Living Page #2 -------------------------------------------------------------------------- ________________ Compendium of Jainism Jain Academic Bowl Manual of 2021 JAINA Education Series - JES904 4" Edition - January 2021 છે Compiled by Jain Academic Bowl Committee JAINA Education Committee Federation of Jain Associations in North America પ્રથમ ગુજરાતી આવૃત્તિ મુખ્ય સંપાદક - ડૉ. બિપિન દોશી સહયોગ વિમલ શાહ કોમલ શાહ મિહિતા શાહ C.A. કવિતા શાહ નિકિતા મહેતા JAINA INDIA PUNDATION JIF રાશિ મર્ચન્ટ This Project is Initated by JIF-Jaina India Foundation Page #3 -------------------------------------------------------------------------- ________________ List of JAINA Education Series books Serial # Level Age Name JES-101 Level-1 5-9 Jain Activity Book JES-102 Level-1 5-9 Jainism I - Basics of Jainism JES-103 JES-104 Level-1 JES-105 Level-1 Level-1 5-9 Jain Alphabet 5-9 Jain Moral Skits 5-9 Being a Jain 24/7 - Journey towards a Happy and Peaceful Life JES-106 Level-1 5-9 My Jain Values Journal JES-202 Level-2 10-12 Jain Story Book (English) JES-202G Level-2 10-12 Jain Story Book (Gujarati) JES-203 Level-2 10-12 First Step to Jainism JES-203Q Level-2 10-12 First Step in Jainism Workbook 13-15 Jain Philosophy and Practice I 16 up Jain Philosophy and Practice II JES-302 Level-3 JES-401 Level-4 JES-901 Reference All JES-902G Reference All JES-904 Reference All JES-906 Reference All JES-911 Reference All JES-921 Reference All JES-921G Reference All JES-921H Reference All JES-931 Reference All JES-933 Reference All JES-941 Reference All JES-981 Reference Jainism and Spiritual Awakening જૈન દર્શન અને આચારની સરળ સમજ Compendium of Jainism for JAB JES 906 Jain Academic Bowl Past Q and A (Softcopy only) Essence of World Religions The Book of Compassion (English) The Book of Compassion (Gujarati) The Book of Compassion (Hindi) English Pratikraman Jain Puja Book Ashta Prakäri Puja, Dreams, and Shanti Kalash Pratikraman Sutra Book All Ashtapad Maha-Tirth Book of New York Jain Center Page #4 -------------------------------------------------------------------------- ________________ Gujarati Translation Sponsor ગુજરાતી ભાષાંતર કાર્યના પ્રાયોજક અમૃતલાલ વખતચંદ મહેતા અને રૂક્ષ્મણીબેન અમૃતલાલ મહેતા પિતાશ્રી પર્યાય પ્રવેશ : જૂન ૨૦, ૧૯૨૧ પર્યાય મુક્તિ : નવેમ્બર ૬, ૨૦૦૫ (કારતક સુદ ૫, ૨૦૬૨) માતુશ્રી પર્યાય પ્રવેશ : મે ૨૧, ૧૯૨૬ પર્યાય મુક્તિ : એપ્રિલ ૨૬, ૨૦૦૯ (વૈશાખ સુદ ૧, ૨૦૬૫) પ્રભુસેવારત, પ્રભુશરણાર્થી, ધર્મપ્રચારક, સમદર્શક, કર્મયોગી, એવા અમારા માતા-પિતાના સ્મરણાર્થે આ અંગ્રેજી compendium of Jainism પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરતા અમોને ખૂબ આનંદ થાય છે. જિનશાસનની આ સેવાનો આર્થિક લાભ અમને જે મળેલ છે એમાં જિનેશ્વરના આશીર્વાદ અને અમારા માતા-પિતાના સંસ્કારની સુવાસ પ્રસરેલ છે. - ડૉ. દિલીપભાઈ મહેતા અને દિપ્તીબેન મહેતા તથા મહેતા પરિવાર (Tampa, USA) Three Cardinal Principles Of Jainism Ahimsa Aparigrah Anekantvad Non-Violence Minimum Use Of Resources Story Of Six Blind Men & Elephant Live & Let Live Non-attachment Truth Has Many Angles Page #5 -------------------------------------------------------------------------- ________________ Compendium of Jainism Jain Academic Bowl Manual of 2021 JAINA Education Series - JES904 4th Edition - January 2021 ISBN (10 digit): 1-59406-066-5 ISBN (13 digit): 978-1-59406-066-3 This book has No copyright for Personal and Private Use Please use the religious material respectfully Compiled by Jain Academic Bowl Committee JAINA Education Committee Federation of Jain Associations in North America We are interested in your comments. Email - jainaedu@gmail.org Tel. and Fax 919-8594994 Website https://jainelibrary.org/ Compiled by: - Jain Academic Bowl Committee Jaina Education Committee 509 Carriage Woods Circle Cary, NC 27513-6469 USA Published and Distributed by: 821E, Artesia Blvd Carson, CA 90746-1203 USA Page #6 -------------------------------------------------------------------------- ________________ Dedicated To Young Jains of America (YJA) (www.yja.org) Young Jain Professionals (YJP) and (www.yjponline.org) Jain Päthashälä Teachers of North America (https://jainelibrary.org/) For their continued efforts and commitment in promoting religious awareness, nonviolence, reverence for all life forms, protection of the environment, and a spirit of compassionate interdependence with nature and all living beings. As importantly, for their commitment to the practice of Jainism, consistent with our principles, including vegetarianism and an alcohol/drug free lifestyle. We especially appreciate the efforts of all the Päthashälä Teachers in instilling the basic values of Jainism and promoting principles of non-violence and compassion to all youth and adults. Special thanks to all Jain Vegan and alcohol/drug free youths and adults for inspiring us to see the true connection between our beliefs and our choices. A vegan and alcohol/drug free lifestyle stems from a desire to minimize harm to all animals as well as to our own body, mind, and soul. As a result, one avoids the use of all animal products such as milk, cheese, butter, ghee, ice cream, silk, wool, pearls, leather, meat, fish, chicken, eggs and refrains from all types of addictive substances such as alcohols and drugs. Page #7 -------------------------------------------------------------------------- ________________ Acknowledgements The project of compiling, revising, and editing of this book was accomplished by the dedicated group of Young Jains, Päthashälä teachers, scholars, and individuals of North America. The devoted contribution of all these supporters is evident on every page of this book and is gratefully acknowledged. For Compiling, Revising, and Editing of the Compendium of Jainism Book Dallas, TX Los Angeles, CA Shweta Daftary Raj Salecha Harsh and Bhavisha Shroff Chicago, IL Megha Doshi Ashburn, VA Siddharth Shah Houston, TX Pradip and Darshana Shah Chicago, IL Mukesh Doshi Chicago, IL Hema Ojha Houston, TX Priti Doshi Hanover, NJ Chicago, IL Chicago, IL Anish Doshi Anjali Doshi Charmi Vakharia Chintav Shah Devang Dedhia Priti Shah Priyal Gandhi Rekha Banker Rekha Patel Shanti Mohnot Shibani Shah Shweta Shah Vinit Shah Pravin K. Shah, Chairperson JAINA Education Committee Monroe, NJ Somerset, NJ Los Angeles, CA Dallas, TX Ashburn, VA Raleigh, NC San Jose, CA Pittsburgh, PA Chicago, IL Raleigh, NC Detroit, MI Shweta Daftary, Chairperson JAB Committee Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જય જિનેન્દ્ર, જૈન ધર્મ એ સંપૂર્ણ પણે આચાર ધર્મ છે. જેમાં મુખ્યત્વે અહિંસા, સંયમ અને તપનું આચરણ છે. ચાર કષાય-ક્રોધ, માન, માયા અને લોભથી નિવૃત થવાનું વિજ્ઞાન છે. આમ છતાં એક સાધક માટે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો, તેની પરંપરા, ઇતિહાસ, ધર્મકથા વગેરે વિષયક સામાન્ય જ્ઞાન મહત્વના છે. જ્ઞાન શ્રદ્ધાને મજબૂત કરે છે અને શ્રદ્ધા આચરણને પીઠબળ આપે છે. “Compendium of Jainism" એક અદભૂત પુસ્તક છે જેમાં જૈન ધર્મના અનેક વિષય ઉપર સંક્ષિપ્તમાં સુંદર અને સ્પષ્ટ વિવેચન કરવામાં આવેલ છે. આવા અનન્ય સર્જન માટે The Federation Of Jain Associations in North America (JAINA), JAINA Education Team ની જેટલી અનુમોદના કરીએ તે અપૂર્ણ જ રહેશે. JAINA Education Committee Chairperson શ્રી પ્રવીણભાઈ શાહ અને JAB Committee ના Chairperson શ્વેતાબેન દફ્તરીના અથાગ પરિશ્રમની નોંધ લેવી જ ઘટે. આ ઉપરાંત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ વ્યક્તિઓએ આ કાર્યમાં તેમનો ઉમદા ફાળો આપ્યો છે તે સહુને પણ ધન્યવાદ. અંગ્રેજી વિશ્વ ભાષા છે અને નવી પેઢીની ખાસ ભાષા છે પણ આજે એક એવો વર્ગ પણ છે જેને ધર્મ વિષયક જ્ઞાન પોતાની માતૃભાષામાં હોય તો વધારે પસંદ છે. ખાસ કરીને જેમણે માતૃભાષામાં સામાન્ય શિક્ષણ લીધેલ છે. આ કાર્યમાં આર્થિક સહયોગ માટે ફ્લોરિડા USAમાં રહેતા ડૉ. દિલીપભાઈ મહેતા અને દિપ્તીબેન મહેતાના અમે આભારી છે. આ અનુવાદમાં જેમનો ખૂબ સહયોગ મળ્યો છે તે સહુના આ જ્ઞાનદાન યજ્ઞને મારા વંદન છે. આ અનુવાદમાં કોઈપણ ક્ષતિ જણાય તો ધ્યાન દોરવા વિનંતી જેથી સુધારો કરી શકાય. આભાર ડૉ. બિપિન દોશી, મુંબઈ નોંધ : આ ગુજરાતી આવૃતિની પ્રથમ કોપી છે તો ક્ષતિ માટે મિચ્છામી દુક્કડમ. તમારા સૂચન તમે WhatsApp M : +91 88503 90455 અથવા Email: rashi.merchant@gmail.com પર મોકલી શકો છો. Page #9 -------------------------------------------------------------------------- ________________ "A non-religious person when awaken would make others sleep. Therefore, his sleeping is good. A religious person when awaken will awaken others. Therefore, his awakening is good." Lord Mahavir Only the one who has transcended fear can experience equanimity -Sutrakritäng The Arhats and Bhagavats (the worthy and venerable ones) of the past, present, and future, all say thus, speak thus, declare thus, explain thus: All breathing, existing, living, sentient creatures should not beslain, nor treated with violence, nor abused, nor tormented, nor driven away - Lord Mahävir Ächäränga Sutra (Book 1, Lecture 4, Lesson 1) Translated by H. Jacobi Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ D. ધાર્મિક વિધિઓ D.1 જૈન પ્રતીકો અનુક્રમણિકા – PART - || D.1.1 જય જિનેદ્ર : શુભેચ્છા D.1.2 મિચ્છામી દુક્કડમ : માફી માંગવી D.1.3 જૈન મંદિર : જિનાલય (દેરાસર) D.1.4 30 D.1.5 હીં D.1.6 અર્હમ D.1.7 સ્વસ્તિક D.1.8 તિલક D.1.9 વૈશ્વિક જૈન પ્રતીક D.1.10 જૈન લોગો ફેડરેશન D.1.11 આરતી D.1.12 મંગળ દીવો D.1.13 અષ્ટ મંગળ 01 02 02 03 04 04 05 06 8 8 8 8 8 8 ૪ ૪ ૪ ૪ 8 8 8 8 8 ð_ ના___ ? 23 D.1.14 માન-સ્થંભ D.2 તીર્થંકર, ચિન્હ, સ્વપ્ન, પૂજા વિધિ 08 D.2.1 લાંછન 08 D.2.2 તીર્થંકર 08 D.2.3 તીર્થંકરના માતાએ જોયેલા સ્વપ્ન D.2.4 અષ્ટ પ્રકારી પૂજા / અષ્ટ દ્રવ્ય પૂજા D.3 મંદિરમાં જવું (શ્વેતાંબર અને દિગંબર પરંપરા) D.3.1 પરિચય D.3.2 શ્વેતાંબર અને દિગંબર ચિત્રો / મૂર્તિઓ D.3.3 સૂચનો Page #11 -------------------------------------------------------------------------- ________________ D.3.4 શ્વેતાંબર પરંપરામાં પૂજા 24 D.3.5 દિગંબર પરંપરામાં પૂજા D.3.6 પૂજાનું મહત્વ D.3.7 વિશેષ પૂજા - શ્વેતાંબર પરંપરા D.3.8 પૂજન - શ્વેતાંબર પરંપરા 35 D.3.9 દિગંબર પરંપરામાં કરવામાં આવતી વિવિધ પૂજાઓની સૂચિ 43 D.46 આવશ્યક D.4.1 પરિચય D.4.2 શ્વેતાંબર પરંપરાના ૬ આવશ્યક D.4.3 દિગંબર પરંપરાના ૬ આવશ્યક D.5 પર્યુષણ અને દસ લક્ષણા પર્વ D.5.1 પર્યુષણ મહાપર્વ D.5.2 દસ લક્ષણા પર્વ D.5.3 ક્ષમા દિવસ D.6 જૈન પર્વ અને ઉજવણી D.6.1 ક્લ્યાણક - શુભ ઘટનાઓ D.6.2 પર્યુષણ મહાપર્વ D.6.3 દસ લક્ષણા પર્વ D.6.4 મહાવીર જન્મ ક્લ્યાણક (મહાવીર જયંતી) D.6.5 દિવાળી D.6.6 જ્ઞાન પંચમી (જ્ઞાનની ઉપાસના માટેનો પવિત્ર દિવસ) D.6.7 દેવ દિવાળી અથવા કારતકી પૂર્ણિમા D.6.8 નવપદ ઓળી D.6.9 મૌન અગિયારસ D.6.10 પોષ દસમી D.6.11 વર્ષીતપ 45 45 45 56 61 64 69 * ૐ ૐ ૐ ૐ_૩_૩_૭ ૪ = = @ ૢ % % BAB 72 76 77 78 Page #12 -------------------------------------------------------------------------- ________________ D.6.12 અક્ષય તૃતીયા ; (વર્ષીતપના પારણા) D.6.13 ફાગણ સુદ તેરસ D.6.14 ૧૨ તિથી D.6.15 ચોમાસી ચૌદસ D.6.16 મસ્તક અભિષેક D.7 જૈન મંદિરો અને યાત્રાધામો D.7.1 જૈન યાત્રાધામો (તીર્થ) D.7.2 ઉપસંહાર D.8 યક્ષ અને યક્ષિણી D.8.1 ચકેશ્વરી દેવી D.8.2 અંબિકા દેવી D.8.3 પદ્માવતી દેવી D.8.4 સરસ્વતી દેવી D.8.5 લક્ષ્મી દેવી D.8.6 માણિભદ્ર દેવ D.8.7 ઘંટાકર્ણ વીર D.8.8 નાકોડા ભૈરવ D.8.9 ભોમિયાજી ભાગ E. જૈન સાહિત્ય અને સંપ્રદાયો E.1 જૈન પરંપરા અને સંપ્રદાયોનો ઇતિહાસ E.1.1 પરિચય E.1.2 પ્રાઐતિહાસિક સમય 78 80 80 89 91 o o o o o ______*_*_*_*_* * 8 o 106 94 E.1.3 ઐતિહાસિક સમય – જૈન પરંપરા અને પુરાતત્વીય પુરાવા 96 E.1.4 કેવળજ્ઞાની, શ્રુતકેવલી અને દસ પૂર્વી આચાર્ય 98 E.1.5 જૈન સંપ્રદાય અને તેનો ઇતિહાસ 100 E.1.6 મુશ્કેલ સમયમાં જૈન ધર્મનું અસ્તિત્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ E.1.7 ભારતના વિવિધ પ્રદેશોમાં જૈન ધર્મ 107 E.1.8 ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનો ફાળો 112 E.2 જૈન શાસ્ત્ર અને સાહિત્ય 114 E.2.1 જૈન શાસ્ત્ર અથવા આગમ સાહિત્ય 114 E.2.2 વાચના (સુધારાઓ – શ્વેતાંબર પરંપરા મુજબ આગમના 115 વિવેચાત્મક સુધારણા) E.2.3 જૈન આગમનું વર્ગીકરણ 118 E.2.4 પૂર્વ 119 E.2.5 અંગ - પ્રવિષ્ઠ આગમ 120 E.2.6 અંગ - બાહ્ય આગમ 121 E.2.7 આગમ પર ટીપ્પણીઓ 129 E.2.8 દિગંબર માન્યતા પ્રાપ્ત સાહિત્ય 130 E.2.9 આગમ સિવાયનું સાહિત્ય 132 E.2.10 કેટલાક પવિત્ર પુસ્તક 133 E.2.11 ઉપસંહાર 139 E.2.12 જૈન આગમ સાહિત્યના નામો 140 ભાગ F. તીર્થંકરની વાર્તાઓ 151 F.1. તીર્થંકર મહાવીર 152 F.1.1 પૂર્વ ભવો 152 F.1.2 જનમ અને બાળપણ 152 F.1.3 ત્યાગ 154 F.2 તીર્થંકર પાર્શ્વનાથ 161 F.3 તીર્થંકર નેમિનાથ 164 F.4 તીર્થંકર મલ્લિનાથ 167 F.5 તીર્થંકર આદિનાથ 171 Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગ G. ગણધર અને આચાર્યોની વાર્તા G.1 ગૌતમ સ્વામી G.1.1 સોમીલનો યજ્ઞ G.1.2 આનંદ શ્રાવકનું ઊંડું પારગામી જ્ઞાન? G.1.3 ૧૫૦૦ તાપસોને અન્ન આપવું 174 175 175 176 177 G.1.4 ગૌતમ સ્વામી – કેવળજ્ઞાન 178 G.2 ગણધર સુધર્માસ્વામી G.3 કેવલી જંબુસ્વામી G.4 આચાર્ય સ્થૂલીભદ્ર G.5 આચાર્ય કુંદકુંદ 180 183 186 193 G.6 આચાર્ય હરિભદ્રસૂરી 195 G.7 આચાર્ય હેમચન્દ્ર 200 ભાગ H. તીર્થંકર મહાવીર પહેલાંની વાર્તાઓ 203 H.1 ભરત અને બાહુબલી 204 H.2 રાજા મેઘરથ 208 H.3 નંદીસેન 210 H.4 રાજા શ્રીપાળ અને મયણાસુંદરી 212 H.5 ઇલાચીકુમાર 216 H.6 સાધુ કુરગડુ 220 ભાગ 1. ભગવાન મહાવીરના જીવનકાળના સમયની વાર્તાઓ 223 1.1 મહાવીર સ્વામી અને ગોવાળ 224 1.2 ચંડકૌષિક 226 1.3 ચંદનબાલા 228 1.4 કાનમાં ખીલ્લા: ભગવાન મહાવીરનો છેલ્લો ઉપસર્ગ 231 1.5 મેઘકુમાર 233 1.6 ઐમુતા મુનિ 236 Page #15 -------------------------------------------------------------------------- ________________ 1.7 આનંદ શ્રાવક 240 1.8 પુનિયા શ્રાવક 242 1.9 શાલીભદ્ર 244 1.10 રાજા શ્રેણિક અને રાણી ચેલણા 247 1.11 રાજા શ્રેણિક અને અનાથી મુનિ 249 1.12 રાજા શ્રેણિકનું ભાગ્ય 251 1.13 સાધુ પ્રસન્નચંદ્ર 253 1.14 અભયકુમાર અને ચોર રોહિણિયો 255 ભાગ ૩. ભગવાન મહાવીર પછીની વાર્તાઓ 259 J.1 વ્રજ કુમાર 260 J.2 રાજા સંપ્રતિ 265 J.3 દેલવાડાના મંદિરો 268 J.3.1 વિમલશા 268 J.3.2 વસ્તુપાલ અને તેજપાલ 271 J.4 ઉદય મંત્રી અને તેમના પુત્રો અંબાડ અને બાહડ 274 J.4.1 ઉદ્દયન મંત્રી 274 J.4.2 અંબાડ અને બાહડ 276 J.5 સવાચંદ અને સોમચંદનું ઉદાર ચારિત્ર 278 ભાગ K. સમકાલીન જૈન વિભૂતિઓ 282 K.1 શ્રીમદ રાજચંદ્ર 283 K.1.1 પરિચય 283 K.1.2 જન્મ અને બાળપણ 283 K.1.3 પરિવાર 284 K.1.4 અવધાન K.1.5 શ્રીમદનું લખાણ 285 285 K.1.6 આધ્યાત્મિક વિકાસ 286 Page #16 -------------------------------------------------------------------------- ________________ K.1.7 અનુયાયીઓ 287 K.1.8 શ્રીમદ રાજચંદ્રનું શિક્ષણ અને યોગદાન 288 K.1.9 ઉપસંહાર 289 K.2 વિરચંદ આર. ગાંધી 292 K.2.1 તેમના જીવન અને મિશનનો સંક્ષિપ્ત સાંરાશ K.3 દિગંબર અને શ્વેતાંબર પરંપરાના મહાન આચાર્યો K.3.1 કાનજી સ્વામી 292 297 298 ભાગ L. નૈતિક વાર્તાઓ L.1 રાજા હંસ 299 300 L.2 કમલસેન L.3 વિપુલ અને વિજન L.4 બે દેડકા 303 305 307 Page #17 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) D.1 જૈન પ્રતીકો Section D : ધાર્મિક વિધિઓ D.2 તીર્થંકર, લાંછન, સપના(સુપન), પૂજા વિધિ D.3 મંદિરે કે દેરાસર જવું D.4 છ આવશ્યક D.5 પર્યુષણ અને દસ લક્ષણા પર્વ D.6 જૈન પર્વ અને તેની ઉજવણી D.7 જૈન મંદિરો અને D.8 યક્ષ અને યક્ષિણી Page 1 of 307 筑 अहिंसा परस्परोपग्रहो जीवानाम् II નય નિનેન્દ્રના Page #18 -------------------------------------------------------------------------- ________________ D.1. જૈન પ્રતીકો Compodium of Jainism - Part (II) પ્રતીકો તેમના આકાર અને સૂચિતાર્થથી ધર્મમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગૂઢ વિચારધારાને બાહ્ય સ્વરૂપ આપે છે. તે ધર્મ, સંસ્કૃતિ અને તેના મૂળભૂત સિદ્ધાંતોના આચારની ઝલક આપે છે. તે ધાર્મિક તત્વજ્ઞાનની સરળ સમજ આપી શકે છે. સામાન્ય ભાષા કરતા પ્રતીકોની ખુબ જ ઘેરી અસર થાય છે. પ્રતીકની મદદથી ધર્મની દ્રષ્ટિએ થોડો અઘરો વિષય સામાન્ય માણસ માટે સમજવો સરળ બની જાય છે. D.1.1 જય જિનેન્દ્ર - અભિવાદન જય જિનેન્દ્રનો અર્થ થાય છે કે "જિન ભગવાન દ્વારા સ્થાપિત કરેલો ધર્મ આપણા હૃદયમાં રહે." જયારે આપણે બીજાને જય જિનેન્દ્ર કહેવા દ્વારા અભિવાદન કરીએ છે ત્યારે આપણે તેમનામાં જિનેશ્વર ભગવાનનું પ્રતિબિંબ જોઈએ છે કે જેમણે અંતરના શત્રુઓને જીત્યા છે. આ વિચારીને આપણે તેમના આત્માને વંદન કરીએ છે. દરેક આત્મામાં જિન જેવી એટલે કે આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો નાશ કરવાની ક્ષમતા રહેલી છે. જિનને અરિહંત કે તીર્થંકર પણ કહેવાય છે. D.1.2 મિચ્છામિ દુક્કડમ - માફી માંગવી મિચ્છામિ દુક્કડમ એ બીજું અભિવાદન છે જેમાં બીજાની માફી માંગવામાં આવે છે. આ વાર્ષિક માફી સંવત્સરી પ્રતિક્રમણ કર્યા બાદ કહેવામાં આવે છે. આદર્શ રીતે જોવા જઈએ તો જેવી આપણને આપણી ભૂલ સમજાય એવી તરત જ માફી માંગવી જોઈએ. મિચ્છામિ દુક્કડમનો સાચો અર્થ “મારાથી થયેલી ભૂલો મિથ્યા થાવો" એવો છે. જે પ્રાયશ્ચિત માટે વપરાય પણ વ્યવહારમાં આ વાક્ય માફી માંગવા પ્રચલિત થયેલ છે. કોઈ પરંપરામાં ખમત ખામણા” શબ્દ વાપરવામાં આવે છે. D.1.3 જિનાલાય - જિન મંદિર (દેરાસર કે મંદિર) જિનાલાય, દેરાસર કે મંદિર એવી જગ્યા છે જ્યાં બધા ઉપાસના કરવા આવે છે અને શાંતિ અને નીરવતાનો અનુભવ કરે છે. ભગવાનની મૂર્તિ અને મંદિરનું વાતાવરણ આપણને આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરે છે અને આપણે અનુભવીએ છીએ કે ભગવાન આપણા હૃદયમાં જ રહે છે. આથી વ્યક્તિ આત્મ શુદ્ધિના માર્ગ પર ચાલી શકે છે અને ક્રોધ, માન, માયા, લોભને પોતાના જીવનથી દૂર રાખી શકે છે. Page 2 of 307 Page #19 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.1.4 30 ભારતના દરેક ધર્મમાં સામાન્ય પ્રતીક "ૐ" છે. હિન્દુ દર્શનમાં ૐ ત્રણ અક્ષરનો બનેલો છે: અ, ઉ અને મ. જયારે આ ત્રણ અક્ષરો ભેગા મળે ત્યારે સ્વરના સિદ્ધાંત મુજબ "ૐ" સંભળાય છે. તે સર્જન, રક્ષણ અને વિનાશને સૂચવે છે. જયારે 'અ' બોલીએ ત્યારે ગળામાંથી શ્વાસ નીકળે છે જે સર્જન સૂચવે છે. જયારે 'ઉ' બોલીએ ત્યારે શ્વાસ મોમાં રોકાય છે જે સંરક્ષણ સૂચવે છે. જયારે આપણે 'મ' બોલીએ ત્યારે શ્વાસ નાસિકા દ્વારા બહાર નીકળે છે જે અંત સૂચવે છે. ૐ સંપૂર્ણતા સૂચવે છે. તે અનંતતા, પૂર્ણતા અને શાશ્વતતાનું પ્રતીક છે. તે સંપૂર્ણ સ્વર છે જે દરેક વસ્તુની સંપૂર્ણતા સૂચવે છે. જયારે સંપૂર્ણ જ્ઞાન કે કેવળજ્ઞાન મળે ત્યારે અરિહંત ભગવાનના શરીરમાંથી ૐ સ્વર નીકળે છે (દિવ્ય ધ્વનિ). આ સ્વયંભૂ અને સુમધુર સ્વર છે જે દેશનામાં આવેલ દરેક મનુષ્ય, પ્રાણીઓ અને દેવતાઓ તેમની ભાષામાં સમજી શકે છે. ૐ એ પંચ પરમેષ્ઠી ભગવંતોના સ્મરણ સ્વરૂપે પણ છે જે પાંચ સ્વરો, અ,અ,આ,ઉ,મ ના સંયોજન સ્વરૂપે છે. • પ્રથમ અક્ષર 'અ' સૂચવે છે અરિહંત(એવા મનુષ્ય જેમણે આત્માનો સાચો સ્વભાવ જાણીને તેની સર્વોચ્ચતમ અવસ્થા મેળવી છે અને જેમણે કષાયોને જીતી લીધા છે) • બીજો અક્ષર 'અ' સૂચવે છે - અશરીરી (સિદ્ધ, મુક્તાત્મા કે જેની પાસે પૌદગલિક શરીર નથી. અરિહંત જીવિત હોય છે અને ધાર્મિક ગુરુ તરીકે વર્તે છે જયારે સિદ્ધ મુક્ત આત્મા Bh • ત્રીજો અક્ષર 'આ' સૂચવે છે - આચાર્ય (એવા સાધુ જે જૈન સંઘના વડા છે. આચાર ધર્મના ચુસ્ત પાલનહાર છે) • ચોથો અક્ષર 'ઉ' સૂચવે છે - ઉપાધ્યાય (એવા સાધુ કે જે જ્ઞાની છે અને બીજાને જ્ઞાન આપવાનું કામ કરે છે) • પાંચમો અક્ષર 'મ' સૂચવે છે સાધુ અને સાધ્વી) - મુનિ (જૈન સિદ્ધાંતોનું પાંચ મહાવ્રત સાથે પાલન કરતા ૐ એ પંચ પરમેષ્ઠી ભગવંતોના નમન સ્વરૂપે છે અને તે નમસ્કાર મહામંત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. Page 3 of 307 Page #20 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.1.5 હીમ હીમ શબ્દ બીજમંત્ર છે. તેને હિમકાર મંત્ર પણ કહે છે. આ ગૂઢ પ્રતીક, અદ્રશ્ય, અવાજ, અનંતતા અને ૨૪ તીર્થંકરોની દિવ્ય ઉર્જા સૂચવે છે. હ્રીમ મંત્રનું ધ્યાન ધરતા તીર્થંકરોની ઉત્કૃષ્ટ ઉર્જાનો અનુભવ થાય છે. D.1.6 અર્હમ અર્હમ શબ્દ સંસ્કૃત ભાષામાં વપરાતા બધા જ સ્વર અને વ્યંજનોને સૂચવે છે. સંસ્કૃત ભાષાનો પ્રથમ અક્ષર છે 'અ' અને અંતિમ અક્ષર છે 'હ'. આ મંત્રનું ધ્યાન ધરતા વ્યક્તિ બ્રહ્માંડની શાંત ધ્વનિ પર ચિત્ત કેન્દ્રિત કરે છે. D.1.7 સ્વસ્તિક સ્વસ્તિકને પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકની ચાર બાજુઓ ચાર ગતિનો નિર્દેશ કરે છે: મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચ. આ ચાર ગતિઓ ઉપરની ડાબી બાજુથી લઈને ઘડિયાળના કાંટાની દિશામાં ચારે ભાગ દ્વારા સૂચિત થાય છે. આપણું લક્ષ્ય આ જન્મ-મરણના ચક્રમાંથી બહાર નીકળવાનું હોવું જોઈએ. સ્વસ્તિક આપણને ચતુર્વિધ સંઘમાં પાયારૂપ બનવાનું પણ યાદ અપાવે છે. એનો અર્થ છે કે પહેલા આપણે સારા શ્રાવક કે શ્રાવિકા બનવું જોઈએ અને પછી સામાજિક બંધનોથી ઉપર ઉઠીને સંસાર ત્યજીને સાધુ કે સાધ્વીનું જીવન જીવવું જોઈએ. તેના ચાર ભાગ દાન, શીલ, તપ અને ભાવ પણ સૂચવે છે. સ્વસ્તિક ઉપરના ત્રણ બિંદુઓ જૈન દર્શનના ત્રણ રત્નો – સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચરિત્ર સૂચવે છે જે મુક્તિનો માર્ગ છે. આ ત્રણ બિંદુઓની ઉપર એક બીજનો ચંદ્ર આકાર છે જે સિદ્ધ શીલા છે. જેની ઉપર સિદ્ધ ક્ષેત્ર આવેલું છે. જ્યાં સિદ્ધો એટલે કે મુક્તાત્મા વસે છે. આ બીજના ચંદ્રની ઉપરનું બિંદુ સિદ્ધોને દર્શાવે છે. ત્યાં સુધી પહોંચવા માટે આત્માએ બધા કર્મોથી મુક્ત થવું પડે છે. આ સ્થાન દરેક આત્માનું લક્ષ્ય છે. D.1.8 તિલક જુદા જુદા ધર્મના લોકો તેમના કપાળ પર જુદા જુદા પ્રકારના નિશાન કરે છે જેને તિલક કહે છે અને જે જુદી જુદી માન્યતાઓ દર્શાવે છે. તે અમુક પ્રકારના સુગંધી દ્રવ્યનું બનેલું હોય છે. જૈનો ચંદનના લાકડાને કેસર સાથે ઘોળીને મિશ્રણ તૈયાર કરે છે. તેનાથી બંને ભ્રમરોની વચ્ચે ગોળ કે બદામ જેવા આકારથી તિલક કરવામાં આવે છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ તે ચેતાતંત્ર અને Page 4 of 307 Page #21 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) નાડીતંત્રનું મધ્યબિંદુ છે જે નિર્ણય શક્તિ અને નિશક્તિનો સ્રોન છે, જયારે આપણે નૈતિક અને આધ્યાત્મિક શિસ્તના પાઠ ભણીએ છે ત્યારે આ જગ્યાએથી આપણે એવી ઘણી વસ્તુઓ જોઈએ છે જે આપણે સામાન્ય આંખથી જોઈ શકતા નથી. જયારે આપણે તિલક કરીએ છે ત્યારે આપણે તીર્થંકરની આજ્ઞા મુજબ જીવન જીવવાનું નક્કી કરીએ છે. આપણને એ શક્તિ જોઈએ છે જેની સહાયથી આપણે સાચું જ્ઞાન મેળવી શકીએ. D.1.9 વૈશ્વિક જૈન પ્રતીક વૈશ્વિક જૈન પ્રતીક ઘણા બધા પ્રતીકોનો સમન્વય છે અને દરેકનો ગૂઢ અર્થ છે. તે ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ વખતે સ્વીકારવામાં આવ્યું હતું. આ પ્રતીકમાં બહારની લાઈન લોકાકાશ બતાવે છે. નીચેનો ભાગ સાત નર્ક બતાવે છે. વચ્ચેના ભાગમાં પૃથ્વી અને બીજા ગ્રહો એટલે કે મધોલોક છે અને ઉપરના ભાગમાં દેવલોક કે સ્વર્ગ છે અને તેની પણ ઉપર સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધો વસે છે. જૈન દર્શન માને છે કે બ્રહ્માંડનું કોઈએ સર્જન કર્યું નથી અને તેનો અંત પણ નથી. તે અનાદિ અનંત છે. સ્વસ્તિકનો અર્થ આપણે આગળ જોઈ ગયા. ઊંચે રહેલો હાથ કહે છે 'અટકો'. ચક્રની વચ્ચે લખેલું છે 'અહિંસા'. આ બે પ્રતીકો આપણને કોઈ પણ ક્રિયા કરતા પહેલા અટકવા અને થોડી ક્ષણો વિચારવાનું સૂચવે છે. આ આપણને નક આપે છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારીએ કે આપણે કોઈને આપણી ક્રિયા દ્વારા મન, વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડીએ. હાથમાં રહેલું ચક્ર સૂચવે છે કે જો આપણે નહિ અટકીએ અને ધ્યાન નહિ રાખીએ તો આ ચક્રની જેમ જ જન્મ અને મરણના ચક્રમાં ફરતા રહીશુ. તેના નીચે લખ્યું છે 'પરસ્પરોપગ્રહો જીવાનામ' એટલે કે 'જીવ માત્રનો પરસ્પર ઉપકાર(સેવા) છે'. D.1.10 JAINA સંઘનું પ્રતીક The Federation of Jain Associations in North America (JAINA) એ આ પ્રતીક સ્વીકાર્યું છે. જૈન ધર્મના મુખ્ય પ્રતીકમાં સ્વસ્તિકના બદલે ૐ મૂક્યું છે. પાશ્ચાત્ય દેશોમાં સ્વસ્તિકને પવિત્ર માનવામાં આવતું નથી. D.1.11 આરતી આરતીમાં ૫ દિપક હોય છે. રૂ ના પૂમડાને ઘીમાં બોળીને તેને પ્રગટાવવામાં આવે છે. વર્તુળાકારે તીર્થંકર ભગવાનની પ્રતિમાની સામે કોઈ પણ ધાર્મિક વિધિ બાદ અને સાંજે દેરાસરમાં માંગલિક થાય તેની પહેલા આરતી ઉતારવામાં આવે છે. અંધકાર એ નકારાત્મકતા, ભય અને અજ્ઞાન Page 5 of 307 Page #22 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સૂચવે છે જયારે પ્રકાશ એ દિવ્યતા સૂચવે છે. આરતીનો પ્રકાશ અંધકાર દૂર કરી દે છે અને નકારાત્મકતાને સદ્દગુણોથી, લચને હિંમ્મતથી અને અજ્ઞાનને નથી જીતવાનું સૂચવે છે. પાંચ દીપકો નીચે મુજબના પ્રતીક છે: • પંચ પરમેષ્ઠિ (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) • પાંચ પ્રકારના જ્ઞાન (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવળજ્ઞાન) • પાંચ મહાવ્રતો (અહિંસા, અચૌર્ય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) D.1.12 મંગળ દીવો મંગળ દીવામાં એક જ દીવો હોય છે જે આરતી બાદ વર્તુળાકારે ઉતારવામાં આવે છે. રૂ ના પૂમડાને ઘીમાં બોળીને તેને પ્રગટાવવામાં આવે છે. જયારે દીવો પ્રગટે છે ત્યારે પરમાત્માનું મુખ પ્રકાશમાન થાય છે. આવી રીતે આપણે પણ આપણા હૃદયમાંથી અંધકાર દૂર કરી તેને સત્ય અને કરુણાથી ઉજાગર કરવા માંગીએ છીએ. એકમાત્ર દીવો મુક્ત આત્માઓના કેવળ જ્ઞાનનું પણ પ્રતીક છે. D.1.13 અષ્ટમંગળ શુભ વસ્તુઓમાં શ્રદ્ધા રાખવી તે ભારતીય સમાજમાં ખુબ જ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં અને પરિવારમાં સદ્ ભાગ્ય અને ખુશી લઇને આવે છે. તેમને ઘરમાં પ્રવેશદ્વાર પાસે મુકવામાં આવે છે. અષ્ટ મંગળ જૈનોમાં ખુબ જુના સમયથી પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. પ્રથા મુજબ આ અષ્ટ મંગળને તીર્થંકરની પ્રતિમા આગળ અક્ષતથી વધાવવામાં આવે છે. તમે આજના સમયમાં મંદિરમાં તેમને લાકડા કે ધાતુમાં કંડારેલા જોઈ શકો છો. અષ્ટમંગળના પ્રતીકો : D.1.13.1 સ્વસ્તિક તે ચાર ગતિ સૂચવે છે: મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચ(બાકીના બધા જીવો). તેના મૂળમાં બે શબ્દો છે: સુ + ઉસ. સુ એટલે લાભદાયી અને ઉસ એટલે અસ્તિત્વ. આથી તે યશ, વિકાસ, સમૃદ્ધિ અને સફળતા સૂચવે છે. D.1.13.2 શ્રીવત્સ જિન ભગવાનની છાતી પર આ સુંદર નિશાન હોય છે કેમ કે તે ઉત્તમ જ્ઞાન જિન ભગવાનના હૃદયમાંથી નીકળે છે. તે જન્મ-મરણનું અનંત ચક્ર સૂચવે છે. Page 6 of 307 Page #23 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.1.13.3 નંદાવ્રત આ ૯ ખૂણા વાળું મોટું સ્વસ્તિક છે. તે નવ પ્રકારના ભૌતિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ખજાનાનો નિર્દેશ કરે છે. D.1.13.4 વર્ધમાનક વર્ધમાન એટલે વધવું. વર્ધમાનક સંપત્તિ, સ્વાસ્થ્ય અને સૌથી જરૂરી તો આધ્યાત્મિકતાનો વિકાસ સૂચવે છે. D.1.13.5 કળશ તે ધન-સંપત્તિ, જ્ઞાનની પૂર્ણતા સૂચવે છે. તેનું મુખ શાશ્વતતા, કંઠ - જૂની સ્થિતિને છોડવાનું અને પાર્ટી નવી સ્થિતિને અપનાવવાનું સૂચવે છે. D.1.13.6 ભદ્રાસન તેને સિંહાસન પણ કહે છે. તે શુભ છે કેમ કે તે જિન ભગવાનના ચરણોથી પવિત્ર થયેલ છે. D.1.13.7 મીન યુગલ તે સંસાર સમુદ્રમાંથી તરવાનું સૂચવે છે. D.1.13.8 દર્પણ તે આપણું સાચું સ્વરૂપ સૂચવે છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે. D.1.14 માનસ્તંભ દિગંબર મંદિરના આગળના ભાગમાં માનસ્તંભ હોય છે. તે અભિમાનથી અટકવાનું સૂચવે છે. તેની ઉપરના ભાગમાં ચતુર્મુખ જિન ભગવાનનું સમોસરણ હોય છે. તે એ વાર્તાનું પીક છે જયારે ઈંદ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર સામે ચર્ચા કરવા જાય છે અને સમવોસરણમાં આ સ્તંભને જોતા જ તેમનું અભિમાન અને મિથ્યાત્વ ઓગળી જાય છે. Page 7 of 307 Page #24 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.2.1 લાંછન D.2 તીર્થંકર, લાઇન, સર્પનાપના, પૂજા વિધિ દરેક તીર્થંકર ભગવાને આધ્યાત્મિકતાનું ઉચ્ચતમ શિખર મેળવેલું છે તેથી તેમની મૂર્તિ ઉત્તમ ગુણો દર્શાવે છે. તીર્થંકરની પ્રતિમા તેમના ગુણોની સૂચક છે, તેમના શરીરની નહિ. આથી દરેક તીર્થંકરની પ્રતિમા સરખી રીતે જ કંડારેલી હોય છે. જો કે તીર્થંકરની પ્રતિમાને ઓળખવા માટે ફક્ત એક જ રસ્તો છે: તેમની મૂર્તિના પાયામાં વચ્ચે એક નિશાન હોય છે જે એક તીર્થંકરને બીજાથી અલગ કરે છે. જયારે તીર્થંકર જન્મે છે ત્યારે તેમના જમણા પગની જાંઘ ઉપર એક નિશાન હોય છે. આ જન્મસમયના ચિહનને લાંછન કહે છે. આ ચિહન તીર્થંકરની મૂર્તિમાં નીચે જોવા મળે છે જેનાથી કયા તીર્થંકર છે તે જાણી શકાય છે. જેમ કે મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ નીચે સિંહ અને પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ નીચે સર્પ કંડારેલો હોય છે. શ્વેતામ્બર અને દિગંબર માન્યતામાં લાંછનમાં અમુક ફરક હોય છે જે આગળ કોષ્ટકમાં દર્શાવેલ છે. દિગંબર સંપ્રદાયના મંદિરોમાં તીર્થંકર ભગવાનની શણગાર વગરની પ્રતિમા હોય છે જેમાં ભગવાનની આંખો અર્ધ બંધ, ધ્યાનની મુદ્રામાં હોય છે. તે ભગવાન(જિન)ને મુક્તાત્મા (રાગ અને દ્વેષથી મુક્ત) તરીકે દર્શાવે છે. શ્વેતામ્બર સંપ્રદાયના મંદિરોમાં તીર્થંકર ભગવાનની પ્રતિમા ખુબ જ મનોહર રીતે સુશોભિત કરેલી હોય છે. આંખો ખુબ જ જીવંત હોય છે જેમાંથી કરુણા, શાંતિ અને પ્રેમ વરસતા હોય છે. સુશોભિત ઉર્જા હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. શ્વેતામ્બર મંદિરોમાં ઘણી વખત પ્રતિમાને રંગબેરંગી સોનેરી અને રૂપેરી દોરાથી શણગારવામાં આવે છે જેને આંગી કહે છે. આ તીર્થંકર ભગવાનને આધ્યાત્મિક રાજા તથા અંતરશત્રુ અને પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવનારા ચક્રવર્તી તરીકે દર્શાવે છે. ઘણી વખત મૂર્તિનો રંગ અલગ હોય છે જે તીર્થંકર ભગવાનના શરીરના રંગ મુજબ હોય છે. (વધુ વિગત માટે D.2.2.4 - તીર્થંકર, લાંછન અને રંગનું કોષ્ટક જુઓ.) D.2.2 તીર્થંકર ચઢતા અને ઉતરતા ક્રમમાં કાળ સાથે સમય વહ્યા જ કરે છે. ઉત્સર્પિણી ચઢતો કાળ છે જ્યાં માનવીય મૂલ્યો અને કુદરતી પરિસ્થિતિ સમય સાથે સુધરતી જાય છે. ઉત્સર્પિણીના અંત સાથે જ તેટલા જ સમયનો અવસર્પિણી કાળ શરુ થાય છે જ્યાં ઉતરતા પ્રમાણમાં માનવીય મૂલ્યો અને Page 8 of 307 Page #25 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) કુદરતી પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થતા જાય છે. દરેક કાળના છ ભાગ પડે છે જેને આરા કહે છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ૩જા અને ૪થા આરામાં આપણા ક્ષેત્ર એટલે કે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૪ આત્મા તીર્થંકર થાય છે. તેઓ આપણા જેવા જ મનુષ્યો છે કે જે દિવ્યતાના ઉચ્ચતમ શિખરે પહોંચે છે. તેઓએ આગળના ભવમાં સમ્યગ દર્શન પામીને સારા કર્મો કરીને ધીમે ધીમે પોતાની આત્માને શુદ્ધ કર્યો હોય છે અને તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય છે. આ તીર્થંકર નામકર્મ ૨૦ પ્રકારના ખાસ તપમાંથી એક કે વધારે તપ કરવાથી અને સાથે સાથે બધા જીવને શાસનમાં લાવવાની - મુક્તિના માર્ગ પર આગળ વધારવાની ભાવના કરવાથી બંધાય છે, “સવ્વ જીવ કરું શાસન રસી” તીર્થંકર નામકર્મ છેલ્લા ભવમાં ઉદયમાં આવે છે અને જીવ દીક્ષા લઈને વિવિધ તપ અને સાધના કરીને બધા ઘાતી કર્મોનો નાશ કરીને તીર્થંકર બને છે. કેવળ જ્ઞાન મળ્યા બાદ તીર્થંકર ભગવાન તે સમયની પરિસ્થિતિ મુજબ સંઘની સ્થાપના કરે છે. તે ચતુર્વિધ સંઘ - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને જૈન ધર્મમાં ફરીથી સ્થાપિત કરે છે. તીર્થંકરને અરિહંત, કેવલી, જિન કે વીતરાગી પણ કહે છે. અરિહંતનો અર્થ થાય છે : અંતરના શત્રુઓનો નાશ કરનાર. જિનનો અર્થ થાય છે અંતરના શત્રુઓને જીતનાર અને વીતરાગી એટલે કે જેને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. એનો અર્થ કે તેઓ સંસારની વસ્તુઓથી સંપૂર્ણપણે અભિપ્ત છે. તીર્થંકર બન્યા બાદ તેઓ પોતાનું બાકીનું જીવન ધ્યાનમાં અને બીજા જીવોને મુક્તિનો માર્ગ બતાવવામાં પસાર કરે છે. D.2.2.1 તીર્થંકરોની સંખ્યા આપણે પહેલા જોઈ ગયા તેમ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ૩જા અને ૪થા આરામાં ૨૪ તીર્થંકરો જન્મે છે. આપણે અત્યારે પાંચમા આરામાં છીએ. આથી અત્યારે આપણા ક્ષેત્રમાં કોઈ તીર્થંકર નથી. આ અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં થઈને આપણા ક્ષેત્રમાં ૨૪ તીર્થંકરો થઇ ગયા. સામાન્ય રીતે આપણે જયારે કહીએ કે ૨૪ તીર્થંકરો છે ત્યારે આપણે આ અવસર્પિણી કાળના ત્રીજા ને ચોથા આરામાં થઇ ગયેલા તીર્થંકરો વિશે કહેતા હોઈએ છે. જૈન દર્શન મુજબ આ બ્રહ્માંડમાં એવા ૧૫ ક્ષેત્રો છે જ્યાં તીર્થંકરના અસ્તિત્વની સંભાવના રહેલી છે. આ ૧૫ માંથી ૧૦ ક્ષેત્ર - ૫ ભરત અને ૫ ઐરાવત ક્ષેત્ર એવા છે જ્યાં માનવીય મૂલ્યો અને કુદરતી પરિસ્થતિઓ સતત બદલાતી રહે છે અને ફક્ત ૩જા અને ૪થા આરામાં જ તીર્થંકર જન્મી શકે છે. બાકીના ૫ - મહાવિદેહ ક્ષેત્ર એવા છે કે જ્યાંની પરિસ્થિતિ તીર્થંકરના હોવા માટે હંમેશા અનુકૂળ હોય છે. વર્તમાન સમયમાં આ દરેક ૫ મહાવિદેહ ક્ષેત્રમાં ૪ તીર્થંકરો વિચરે છે. આમ અત્યારે કુલ Page 9 of 307 Page #26 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ૨૦ તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે જે લોકોને જૈન ધર્મ વિષે સમજ આપે છે. ઘણા જૈન મંદિરોમાં આપણે સીમંધર સ્વામી ભગવાનની પ્રતિમા જોઈએ છે જે આપણને યાદ અપાવે છે કે વર્તમાન સમયમાં પણ વિશ્વના કોઈ ભાગમાં તીર્થંકર ભગવાન છે જે જૈન ધર્મ વિષે બધાને સમજ આપી રહ્યા છે. આ પણ મહત્વની માહિતી છે કેમ કે ભલે અત્યારે આપણા ભરત ક્ષેત્રમાંથી મોક્ષે જવું શક્ય નથી પરંતુ જીવ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ લઈને ત્યાંથી મોક્ષ મેળવી શકે છે. D.2.2.2 ભૂતપૂર્વ અને ભવિષ્યના તીર્થંકરો ગયા ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરો - તીર્થંકર ચોવીસી થઇ ગઈ અને આવતા ઉત્સર્પિણી કાળમાં પણ બીજા ૨૪ તીર્થંકરો થશે. આપણા શાસ્ત્રોમાં ભૂતકાળના અને ભવિષ્યકાળના આ ૨૪ તીર્થંકરોના નામનો સ્પષ્ટપણે ઉલ્લેખ મળે છે. આવી અનંત ચોવીસી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં થઇ ગઈ. વાસ્તવમાં અનંત તીર્થંકરો ભૂતકાળમાં થઇ ગયા અને અનંત તીર્થંકરો ભવિષ્યમાં થશે. ભરતક્ષેત્ર ૫ છે, ઐરાવત ક્ષેત્ર ૫ છે અને મહાવિદેહ ક્ષેત્ર ૫ જેમાં દરેકમાં ૩૨ વિજય છે અર્થાત ૧૬૦ વિજય છે. આ દરેક ક્ષેત્રમાં જો એક તીર્થંકર હોય તો ૫+૫+૧૬૦ = ૧૭૦ તીર્થંકર વધારેમાં વધારે હોઈ શકે. એક સાથે એક ક્ષેત્ર કે વિજયમાં બે તીર્થંકર ન હોય. D.2.2.3 તીર્થંકરની સ્તુતિ જૈન સાહિત્યમાં તીર્થંકર ભગવાનના ગુણોની પ્રશંસા કરતી ઘણી સ્તુતિઓ છે. નીચે અમુક પ્રખ્યાત સ્તુતિઓની નોંધ આપેલી છે. • લોગસ્સ ઉજજોઅગરે (ચતુર્વિશાંતિ સ્તવ) - આ સૂત્ર ૨૪ તીર્થંકર ભગવાનને નમસ્કાર કરવા બોલાય છે. તેમાં ૨૪ તીર્થંકર ભગવાનના નામ અને તેમના ગુણો બોલવામાં આવે છે. • નમુન્થુણં (શક્રસ્તવ) - એવું કહેવામાં આવે છે કે આ સૂત્ર દેવોના રાજા ઇન્દ્ર દ્વારા અરિહંત ભગવાનની ભક્તિ માટે રચવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ નામનો ઉલ્લેખ કર્યા વગર માત્ર અરિહંત ભગવાનના ગુણોનું વર્ણન છે. · ભક્તામર સ્તોત્ર પ્રખ્યાત સ્તુતિ છે. - આ આચાર્ય માનતુંગસુરી દ્વારા રચાયેલી ભગવાન ઋષભદેવની સૌથી • આનંદઘન ચોવીસી - જૈન સાધુ આનંદઘનજી ખુબ જ મહાન કવિ હતા જેમણે દરેક ભગવાનની એક એવી ૨૪ સુંદર સ્તુતિઓની રચના કરી છે. Page 10 of 307 Page #27 -------------------------------------------------------------------------- ________________ D.2.2.4 તીર્થંકરો, લાંછન અને વર્ણનું કોષ્ટક: Compodium of Jainism - Part (II) ક્રમાંક નામ શ્વેતામ્બર લાંછન દિગંબર લાંછન વર્ણ ૧. ઋષભદેવ કે આદિનાથ વૃષભ વૃષભ ૨. અજિતનાથ હાથી હાથી 3. સંભવનાથ ઘોડો ઘોડો ૪. અભિનંદન સ્વામી વાનર ૫. સમતિનાથ ફ્રૉન્ચ પક્ષી .. પદ્મપ્રભ સ્વામી ૭. | સુપાર્શ્વનાથ લાલ કમળ સ્વસ્તિક વાનર લાલ હંસ(ચકવા) સ્વર્ણ લાલ કમળ સ્વસ્તિક સ્વીલો ૮. ચંદ્રપ્રભ સ્વામી ચંદ્ર ૯. સુવિધિનાથ કે પુષ્પદંત મગર ૧૦. શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ ૧૨. વાસુપૂજ્ય સ્વામી ૧૩. વિમલનાથ ૧૪. અનંતનાથ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત સ્વામી ૨૧. નમીનાથ ૨૨. નેમિનાથ ૨૩. પાર્શ્વનાથ * * * * * * * * નંદાવર્ત = = = = = = = = = = = = |*|*|*||*|*|||||||||| સ્વર્ણ કાચબો નીલ કમળ નીલ કમળ શંખ સ્વર્ણ સ્વ. નીસ્વર્ગન શ્યામ સ્વર્ણ શ્યામ સર્પ નીલો લીલો* ૨૪. મહાવીર સ્વામી સિંહ સ્વર્ણ કોષ્ટક D.2-A * શ્વેતામ્બર પરંપરાથી અલગ Page 11 of 307 Page #28 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.2.2.5 તીર્થંકરો, તેમના માતા-પિતા અને મહત્વની જગ્યાઓનું કોષ્ટક: ક્રમાંક નામ પિતા માતા જન્મસ્થળ દીક્ષાસ્થળ નિર્વાણ ૧. ઋષભદેવ કે નાભિ મર્દની અયોધ્યા અયોધ્યા અષ્ટાપદ આદિનાથ ૨. અજિતનાથ તિશનું વિજયા અયોધ્યા અયોધ્યા સમેતશિખર 3. સંભવનાથ જીતારી સેના શ્રાવસ્તી શ્રાવસ્તી સમેતશિખર ૪. અભિનંદન સંવર સિદ્ધાર્થા અયોધ્યા અયોધ્યા સમેતશિખર ૫. |સુમતિનાથ મેઘરથ મંગલા દેવી | અયોધ્યા અયોધ્યા સમેતશિખર .. પદ્મપ્રભ સ્વામી | શ્રીધર સુસીમાદેવી | કૌશામ્બી કૌશામ્બી સમેતશિખર ૭. સુપાર્થનાથ પ્રતિષ્ઠ પૃથ્વી દેવી વારાણસી વારાણસી સમેતશિખર ૮. ચંદ્રપ્રભ સ્વામી મહાસેન લક્ષ્મણા ચંદ્રપુરી ચંદ્રપુરી સમેતશિખર ૯. સુવિધિનાથ કે સુગ્રીવ રામા રાણી કાકંદી કાકંદી સમેતશિખર પુષ્પદંત ||૭| શીતલનાથ દૃઢરથ નંદા રાણી ભદ્રીલપુર ભદ્રીલપુર સમેતશિખર શ્રેયાંસનાથ વિષ્ણ વિષ્ણુ દેની સિમ્હાપુરી સિમ્હાપુરી સમેતશિખર વાસુપૂજ્ય વાસુપૂ જયા દેવી ચંપાપુરી ચંપાપુરી ચંપાપુરી સ્વામી જ્ય ૧૩. વિમલનાથ કૃતવર્મા | શ્યામાદેવી પીધ્ધપુર કાીધ્ધપુર સમેતશિખર ૧૪. અનંતનાથ સિંહાસન સુયશા અયોધ્યા અયોધ્યા સમેતશિખર ૧૫. ધર્મનાથ ભાનુ સુવ્રતા રત્નપુર રત્નપુર સમેતશિખર ૧૬. શાંતિનાથ વિશ્વસેન અચિરા હસ્તિનાપુર ઝસ્તિનાપુર સમેતશિખર ૧૭. કુંથુનાથ સુરસેન શ્રી રાણી હસ્તિનાપુર હસ્તિનાપુર સમેતશિખર ૧૮. અરનાથ સુદર્શન દેવી રાણી હસ્તિનાપુર હસ્તિનાપુર સમેતશિખર ૧૯. મલ્લિનાથ કુમ્ભ પ્રભાવતી મિથિલા મિથિલા સમેતશિખર ૨૦. | મુનિસુવ્રત સુમિત્ર પદ્માવતી રાજગૃહી રાજગૃહી સમેતશિખર સ્વામી ૨૧. નમીનાથ વિજય વિપ્રા મિથિલા મિથિલા સમેતશિખર ૨૨. નેમિનાથ સમુદ્ર શિવા દેવી સૂર્યપુર ગિરનાર ગિરનાર વિજય સૌરીપુર ૨૩. પાર્શ્વનાથ અશ્વસેન વામા દેવી વારાણસી વારાણસી સમેતશિખર ૨૪. મહાવીર સ્વામી | સિદ્ધાર્થ ત્રિશલા ક્ષત્રિયકુંડ ક્ષત્રિયકુંડ પાવાપુરી Page 12 of 307 Page #29 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) કોષ્ટક D.2-B 1,22,6 તીર્થંકરો વિષે મહત્વની માહિતી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવી હતા અને શ્વેતામ્બર માન્યતા મુજબ આ કાળમાં તેઓને સૌથી પ્રથમ મોક્ષ મળ્યો હતો. તીર્થંકર ઋષભદેવને ૧૦૦ પુત્રો હતા. તેમના જ્યેષ્ઠ (સૌથી મોટા) પુત્રનું નામ ભરત (ચક્રવર્તી રાજા) હતું જેમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એમ મનાય છે. ભરતના એક પુત્રનું નામ મરીચિ હતું જેમણે ભગવાન મહાવીર તરીકે જન્મ લીધો અને આ સમયના છેલ્લા તીર્થંકર બન્યા. ઋષભદેવ તીર્થંકરના બીજા પુત્રનું નામ બાહુબલી હતું અને દિગંબર માન્યતા મુજબ આ કાળમાં તેઓને સૌથી પ્રથમ મોક્ષ મળ્યો હતો. શ્વેતામ્બર પરંપરા મુજબ મલ્લિનાથ ભગવાન સ્ત્રી તીર્થંકર હતા જયારે દિગંબર માન્યતા મુજબ મલ્લિનાથ ભગવાન પુરુષ જ હતા. શ્વેતામ્બર માન્યતા મુજબ ફક્ત મલ્લિનાથ અને નેમિનાથ ભગવાને જ લગ્ન કર્યા ન હતા જયારે દિગંબર માન્યતા મુજબ વાસુપૂજ્ય સ્વામી, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાનના પણ લગ્ન થયા ન હતા. ભગવાન રામ(કે જે હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુના અવતાર છે) ને મુનિ-સુવ્રત તીર્થંકર ભગવાનના અનુયાયી માનવામાં આવે છે અને નેમિનાથ ભગવાનને કૃષ્ણ ભગવાનના (જે પણ ભગવાન વિષ્ણુના અવતાર છે તેમના) પિતરાઈ ભાઈ માનવામાં આવે છે. નેમ કુમારનેમિનાથ તીર્થંકર) ના વૈવિશાળ રાજકુમારી રાજુલ સાથે નક્કી થયા હતા. તેમના લગ્નના દિવસે રસ્તામાં જતા તેમણે પશુઓ અને પક્ષીઓનો ચિત્કાર સાંભળ્યો જેમનો વધ તેમના લગ્નની મિજબાની માટે થવાનો હતો. નેમ કુમારે આ જોઈને સંસાર ત્યજી દીધો અને તેમને દીક્ષા લઇ લીધી. રાજકુમારી રાજુલે પણ તેમણે અનુસર્યા અને તેમને પણ દીક્ષા લીધી. પાર્શ્વનાથ તીર્થંકરનો જન્મ ઈ.સ.પૂર્વે ૮૭૭માં થયો હતો. તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા અને ઈ.સ.પૂર્વે ૭૭૭ માં તીર્થંકર મહાવીરના નિર્વાણના ૨૫૦ વર્ષ પહેલા નિર્વાણ પામ્યા. મહાવીરસ્વામી તીર્થંકરનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯માં થયો હતો અને ઈ.સ. પૂર્વે ૫૨૭માં તેમનો મોક્ષ થયો હતો. જન્મ સમયે તેમનું નામ રાજકુમાર વર્ધમાન હતું. તે દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા. તેઓ આ કાળના છેલ્લા ૨૪માં તીર્થંકર હતા. ૨૩ તીર્થંકરો(નેમિનાથ સિવાયના) જે સ્થળે જન્મ્યા તે જ તેમણે સ્થળે દીક્ષા લીધી. Page 13 of 307 Page #30 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) દિગંબર પરંપરા મુજબ એક સ્ત્રી તીર્થંકર ન બની શકે કે તેને મોક્ષ પણ ન મળી શકે કેમ કે દીક્ષા લીધા પછી(સાધ્વી બન્યા પછી) તેમણે પોતાને વસ્ત્રથી ઢાંકવા પડે છે. આથી તેઓ પાંચમા મહાવ્રત અપરિગ્રહનું સંપૂર્ણપણે પાલન કરી પ્રત્તા નથી. મોક્ષ માટે પાંચ મહાવ્રતોનું સંપૂર્ણપણે પાલન કરવું આવશ્યક છે. શ્વેતામ્બર પરંપરામાં માનવામાં આવે છે કે પાંચમું મહાવ્રત અપરિગ્રહનું પાલન કરવા સાધુ-સાધ્વી તેમની રોજિંદી ક્રિયા જેવી કે ગોચરી - (શ્રાવકના ઘરે અન્ન માટે જવું) કરવા પૂરતા ખુબ જ સાદા વસ્ત્રો પહેરી શકે છે. જો કે તેમને પોતાના વસ્ત્રો પ્રત્યે રાગ ન હોવો જોઈએ. D.2.3 તીર્થંકરની માતાના સ્વપ્નો પ્રસ્તાવના જૈન દર્શન મુક્તિની સંભાવનાને કોઈ એક જ વ્યક્તિ સુધી સીમિત રાખતું નથી. જો કોઈ સાચા માર્ગ ઉપર ચાલે તો કોઈ પણ આત્મા ઉચ્ચતમ અવસ્થાએ પહોંચી શકે છે. જો સત્યનો દિપક એક વખત અંતરમાં પ્રજ્વલિત થઇ જાય તો આત્મા આધ્યાત્મિકતાના ઉતાર-ચઢાવમાંથી અનેક જન્મોમાં પસાર થશે પરંતુ તેની સફર આગળ તરફ ચોક્કસ વધતી જશે. ભગવાન મહાવીરનો આત્મા પણ મોક્ષ મેળવ્યા પહેલા આપણી જેમ જ એક જન્મથી બીજા જન્મમાં ભટકતો હતો, નરકમાં પણ ગયો હતો. ઘણા વર્ષો પહેલા ભગવાન મહાવીરના આત્માએ નયસારના ભવમાં જે એક કઠિયારો હતો, તે ભવમાં તેમણે સમ્યક્ત્વ મેળવ્યું હતું. એના ૨૫ ભવ બાદ નંદન મુનિના ભવમાં ઉગ્ર તપ અને દરેક જીવને શાસન રસિક કરવાના ઉગ્ર ભાવ દ્વારા તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યારબાદ પછીના ભવમાં સ્વર્ગમાં દેવતાનું આયુષ્ય ભોગવીને છેવટે ૨૭માં ભવમાં તેઓ ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ રાજાને ત્યાં વર્ધમાન નામે રાજકુમાર તરીકે જન્મ્યા. આ એક જાણીતી પરંપરા છે કે બનનારા તીર્થંકરની માતા અમુક શુભ સ્વપ્નો જુવે છે (શ્વેતામ્બર પરંપરા મુજબ ૧૪ અને દિગંબર પરંપરા મુજબ ૧૬ સ્વપ્નો જુવે છે). તીર્થંકર મહાવીરનો આત્મા રાજકુમાર વર્ધમાન તરીકે જન્મ્યો એ પહેલા ૧૦માં સ્વર્ગલોકમાં દેવતા હતો. યોગ્ય સમયે જયારે ભગવાન મહાવીરના આત્માએ ત્રિશલા માતાની કુક્ષીમાં પ્રવેશ કર્યો ત્યારે ત્રિશલા માતા એ ૧૪ સુંદર, શુભ અને ભાગ્યવંતા સ્વપ્નો જોવા માટે સૌભાગ્યશાળી બન્યા. આ સપના જોયા બાદ તેઓ ઉત્સાહિત થઈને પોતાની શય્યામાંથી ઉઠ્યા અને ખુશીથી ભરેલા હૈયે પોતાના પતિ પાસે ગયા. શાંત અને ગંભીર એવા ત્રિશાલા માતા એ પોતાના બે હાથથી અંજલિ જોડીને તેને માથે લગાડી અને રાજા સિદ્ધાર્થને પોતાને આવેલા સપનાની વાત કરી. તેમની Page 14 of 307 Page #31 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પાસેથી આ શુભ સપનાઓની વાત સાંભળીને રાજા ખુબ જ ખુશ થયા અને આ સપનાઓનું ફળ સમજવા કેટલા વિદ્વાનોને બોલાવ્યા. બધા જ તીર્થંકરોની માતા દ્વારા જોવામાં આવતા ૧૪ સપનાઓ (દિગંબર માન્યતા પ્રમાણે ૧૬ સપનાઓ) નીચે વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. મૉટે ભાગે દરેક માતા આ જ ક્રમમાં સપના જુવે છે. એમાં માત્ર થોડા અપવાદ છે જેમ કે મહાવીરસ્વામી ભગવાનની માતા એ પહેલા સિંહનું અને આદિશ્વર ભગવાનની માતા એ પહેલા વૃષભનું સ્વપ્ન જોયું હતું અને પછી બીજા સ્વપ્ન જોયા હતા. D.2.3.1 ગજવર(હાથી) તે ચાર દંતશૂળવાળો, ખુબ જ મોટો, ઊંચો, અને શક્તિશાળી હાથી હતો. તે શ્રેષ્ઠતાના બધા જ લક્ષણો વાળો ખુબ જ શુભ હાથી હતો. તે ઉજળા વાદળ, રત્નના ઢગલા કે ક્ષીર સમુદ્ર કરતા પણ વધારે શ્વેત હતો. આ અસામાન્ય હાથી પાસે વિધુતના અવાજ જેવી ગર્જના કરવાની ક્ષમતા હતી. આ સ્વપ્ન એ સૂચવતું હતું કે તે ખુબ જ ઊંચા ચારિત્રવાળા પુત્રને જન્મ આપશે અને ચાર દંતશૂળ એ સૂચવતા હતા કે તે ધર્મના રથ કે જેના ચાર પૈડાં: સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે તેને ચલાવશે. D.2.3.2 વૃષભ તે વૃષભ શિષ્ટ, પુષ્ટ સ્કંધવાળો, ઉન્નત અને ઝળહળતા પ્રકાશ જેવો ઉજ્જવળ અને શ્વેત કમળની પાંદડીઓ કરતા પણ વધુ શ્વેત હતો. તેને પ્રભાવશાળી અને સુંદર ખૂંધ હતી. તે શ્વેત અને સુંવાળા વાળથી આચ્છાદિત હતો. તેનું શરીર મજબૂત, પુષ્ટ અને સારા બાંધાવાળું હતું અને તેના શીંગડા લાંબા અને તીક્ષ્ણ તથા એના દાંત એકસમાન અને ચમકતા હતા. આ સ્વપ્ન સૂચવે છે કે તેનો પુત્ર એક મહાન આદ્યાત્મિક ગુરુ બનશે અને લોકોના જીવનમાં ધર્મનું વાવેતર કરશે. D.2.3.3 સિંહ સિંહ ભવ્ય, સુંદર અને ચપળ હતો. તે રત્નરાશિ કરતા પણ વધુ ઉજ્જવળ હતો. તેના ખભા ઉન્નત હતા અને ગોળાકાર સુંદર એનું માથું હતું. સુંદર દાંતથી ભરેલું એનું મુખ હતું અને કમળની પાંખડી જેવા નરમ તેના હોઠ હતા. વિદ્યુત જેવી પ્રકાશમય અને સુંદર એની આંખો હતી, એના સ્કંધ પુષ્ટ હતા અને ખભા ભરાવદાર હતા. તેની શ્વેત અને સુંવાળી કેશવાળી હતી. તેની દીર્ઘ જિહવા, સુસજ્જ પંજા, ઉછળતી પુચ્છ એ સિંહની સુંદરતાના પ્રતીક સમાન હતી. રાણીએ આ સિંહને Page 15 of 307 Page #32 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આકાશમાંથી ઉતરીને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયો. આ સ્વપ્ન એમ સૂચવતું હતું કે આવનાર પુત્ર સિંહ જેવો જ શક્તિશાળી અને પ્રભાવશાળી હશે. તે નિર્ભય, સર્વશક્તિમાન અને વિશ્વ જીતવા સક્ષમ હશે. D.2.3.4 લક્ષ્મી દેવી લક્ષ્મી દેવી સમૃદ્ધિ, સંપત્તિ અને સત્તાના દેવી છે. હિમવાત પર્વતના શિખર ઉપર બેઠેલા, પદ્મ સરોવરમાં કમળની ઉપર બિરાજમાન, ગજેન્દ્રોએ સૂંઢમાં ભરેલા જળથી જેમનો અભિષેક કર્યો છે એવા લક્ષ્મીદેવી હતા. પૂર્ણ ચંદ્રની કાંતિ જેવું એમનું મુખ હતું. મોતી, માણેક અને બીજા સુંદર રત્નોથી બનેલા આભૂષણો તેમણે પહેર્યા હતા કે જે તેમના મુખની શોભાને અનુસરતા હતા. તેમણે સુવર્ણની માળા પહેરી હતી અને તેમની કણિકાઓ તેમના ખભા સુધી આવતી હતી અને તેમની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. પોયણાં જેવી મોટી અને સુંદર તેમની આંખો હતી, પદ્મ સરોવરની વચ્ચે બેઠેલા સમૃદ્ધિ, સંપત્તિ અને સત્તાના એ દેવી જાજરમાન લાગતા હતા. આ સ્વપ્ન સૂચવતું હતું કે તેનો પુત્ર અખંડ વૈભવ અને સમૃદ્ધિનો સ્વામી બનશે અને દરેકનો આશ્રયદાતા બનશે. D.2.3.5 પુષ્પ માળા સુંદર ફૂલોથી ગૂંથેલી બે સુંદર પુષ્પમાળા તેમણે આકાશમાંથી ઉતરતી જોઈ. તે જુદાજુદા ફૂલોની મિશ્ર ખુશ્બથી સુગંધિત હતી. તે બધી ઋતુના રંગબેરંગી ફૂલોના શણગારથી સુશોભિત હતી. આખું વિશ્વ તેની મનોહર સુગંધથી મહેકતું હતું. આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીના પુત્રના પ્રેમ અને કરુણાના ઉપદેશથી આખું જગત મહેકી ઉઠશે અને બધા તેનો આદર કરશે. D.2.3.6 ચંદ્ર તે ખુબ જ શુભ દ્રશ્ય હતું. ચાંદીના પાત્ર જેવો, પ્રકાશમાં અરીસાની સપાટી જેવો એ પૂર્ણ ચંદ્ર હતો. તે ચંદ્ર થકી પાણીમાં પોયણાં પૂર્ણ રીતે ખીલ્યા હતા અને સમુદ્રના પાણીની સપાટી ઊંચે આવી હતી. ચંદ્ર પૂર્ણ કાન્તિથી પ્રકાશમાન હતો. તે એક તારા જેવો તેજસ્વી હતો. તે ગાઢ અંધકારને અને દુર્ગમતાને દૂર કરીને હૃદય અને આંખોને આનંદ આપતો હતો. આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર બાળકનું સૌંદર્ય અદભુત હશે અને તે વિશ્વના દરેક માણસ માટે આનંદરૂપ બની રહેશે. તે દરેક માણસના દુઃખ દર્દ ઓછા કરીને વિશ્વમાં શાંતિ લાવશે. Page 16 of 307 Page #33 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.2.3.7 સૂર્ય તે સૂર્ય વિશાળ, અશોક વૃક્ષ જેવો રાતો કમળના ફૂલોને સુશોરિત કરનારો, ગ્રહોના સમુદાયનો પ્રભાવશાળી આગેવાન, અંધકારનો નાશક, અંધકારમાં વિચરતા દુષ્ટ તત્વોને દૂર કરનાર, મેરુ પર્વતનું હંમેશા પરિભ્રમણ કરનાર હતો. તેના હજારો કિરણો બીજા પ્રકાશના નૂરને હણનાર હતા. તે સૂર્ય અંધકારનો નાશ કરવા પ્રકાશતો હતો. તે દાવાનળના અગ્નિ જેવો પ્રકાશમાન હતો. આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર ઉત્તમ જ્ઞાનનો સ્વામી હશે અને તે અંધકાર રૂપી મિથ્યાત્વનો નાશ કરશે. તેનો ઉપદેશ દરેકના જીવનમાંથી ક્રોધ, માન, માયા, લોભનો નાશ કરશે. D.2.3.8 ધ્વજ એક સુંદર વિશાળ ધ્વજ સોનેરી ધ્રુવ પર લહેરાતો હતો. એમ લાગતું હતું જાણે એ વિશાળ અવકાશને ભેદી રહ્યો હોય. તે ધ્વજ મંદ મંદ પવનમાં શાંત અને પવિત્ર રીતે લહેરાતો હતો અને દરેકનું ધ્યાન ખેંચતો હતો. આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર ધર્મનો ઝંડો ફરકાવશે. તે આખા વિશ્વમાં ધર્મને ફરીથી સ્થાપિત કરશે. D.2.3.9 કુમ્ભ તે સોનેરી કળશ શુદ્ધ પાણીથી ભરેલો, ઘણી શુભ નિશાનીઓથી અંકિત, સુંદર, ભવ્ય, અને કમળ આકારના પાયા પર સ્થિત હતો. તે ઉત્તમ કોટીના સુવર્ણથી બનેલો હતો અને ઘણા શુભ ભાગ્યનું નિવાસસ્થાન હતો. તે સુગંધી ફૂલો અને ઉત્તમ રત્નોથી શણગારેલો હતો જે તેની શોભા અને કાંતિમાં વધારો કરી રહ્યા હતા. આ સ્વપ્ન એવું સૂચવતું હતું કે થનાર પુત્ર ઉત્તમ ગુણોના ભંડારરૂપ અને બધા જીવો પ્રત્યે કરુણા રાખનાર હશે. તે એક ઉત્તમ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતો હશે. D.2.3.10 પદ્મ સરોવર તે વિશાળ સરોવર હતું જેમાં હજારો કમળો અને પોયણાંના ફૂલો તરી રહ્યા હતા અને તેના પર સવારના સૂર્યના કિરણોનો સ્પર્શ થવાથી તે ખીલી ઉઠ્યા હતા અને તેની મીઠી સુગંધથી ભમરાઓના ઝુંડ ત્યાં આકર્ષાઈને આવ્યા હતા. આ સરોવર જળચર પ્રાણીઓથી સમૃદ્ધ હતું અને બગલા, બતક અને હંસ જેવા પક્ષીઓના યુગલો તે સરોવરમાં વસતા હતા. કમળના પર્ણો પર રહેલા પાણીના બિંદુઓ હજારો મોતીઓના સમૂહની જેમ ઝળહળતા હતા. Page 17 of 307 Page #34 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર સંસારના બંધનોથી પર હશે અને જન્મ મરણના ચક્રમાં ફસાયેલા જીવોને મુક્ત કરવામાં તેમની મદદ કરશે. D.2.3.11 સાગર ને શીર સમુદ્ર હતો જેનું જળ ચંદ્રના કિરણોના સમૂહની ક્રાંતિ જેવું ઉજ્જવળ હતું અને તેનું પાણી ચારે દિશામાં ઉછાળા મારતું હતું. તેના મોજા ઉંચા ઉછળતા અને ચંચળ હતા. પવનથી આવતી- જતી લહેરો, ઊંચા ઉછળતા અને તટ સાથે અફડાતા અદભુત અને પારદર્શક મોજાઓ આહલાદક દ્રશ્ય ઉભું કરતા હતા. તેનાથી મોટી માછલીઓ, વ્હેલો અને બીજા જળચર પ્રાણીઓની પૂંછ અફળાવવાથી સફેદ ફીણ ઉભું થતું હતું. જુદી જુદી નદીઓના ધસારા અને વમળોની તીવ્રતાના લીધે તેનું પાણી ખુબ જ ઊંચું ઉછળતું અને તોફાની હતું. આ સ્વપ્ન એમ સૂચવતું હતું કે થનાર પુત્રનું શાંત અને ખુશનુમા વ્યક્તિત્વ હશે. તે અનંત જ્ઞાન મેળવશે અને જન્મ, મરણ અને દુઃખથી ભરેલા આ સંસારથી પાર ઉતરશે. તે એના શ્રેષ્ઠ લક્ષ્યને મેળવશે જે મોક્ષ છે. D.2.3.12 દેવ વિમાન તે દેવ વિમાન દિવ્ય ધ્વનિ સંભળાવતું હતું, તેના સુખદ કંપનો હતા અને તેમાંથી ધૂપની અલૌકિક સુગંધ આવતી હતી. તે સવારના સૂર્યની જેમ ચમકતું હતું અને તેની અનુપમ સુંદરતા હતી. તેના એક હજારને આઠ સ્થંભો સુવર્ણના અને રત્નોજડિત હતા અને તેમાંથી સ્વર્ગના પ્રકાશ જેવો ઉજ્જવળ પ્રકાશ તેમાંથી ફેલાતો હતો. તે વિમાન દિવ્ય પુષ્પોથી સુશોભિત હતું અને તેના પડદા ચમકતા મોતીથી સજાવેલા હતા. તેમાં સંગીતકારો દિવ્ય પ્રકારનું સંગીત વગાડતા હતા અને નગારાં વાગતા હતા જે વિશાળ વાદળની ગર્જના જેવા અવાજની અનુભૂતિ કરાવતા હતા. તે વિમાન જાણે આખી પૃથ્વી પર છવાઈ ગયું હતું. આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર પુત્રના ધાર્મિક ઉપદેશોનું દેવતાઓ પણ માન અને સન્માન કરશે અને તેમને નમન કરશે. D.2.3.13 રત્ન રાશિ તે ખુબ જ કિંમતી અને અમૂલ્ય રત્નોનો ભવ્ય ઢગલો હતો. આ ઢગલો જમીન પર મુકેલો હતો પરંતુ તેનો પ્રકાશ એટલો અદભુત હતો કે તે આકાશને સ્પર્શતો હતો અને મેરુ પ્રવતની ઝાંખી કરાવતો હતો. આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર પુત્ર અનંત સદ્દગુણો અને જ્ઞાનથી યુક્ત હશે અને તે સર્વોચ્ચતમ Page 18 of 307 Page #35 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આધ્યાત્મિક અવસ્થાને પ્રાપ્ત કરશે. D.2.3.14 નિર્ધમ અગ્નિ ધુમાડા વગરનો અગ્નિ એક અદ્વિતીય સપનું હતું કેમ કે તે અગ્નિ ખુબ જ તીવ્રતાથી બળી રહ્યો હતો પરંતુ તેમાંથી ધુમાડો નીકળતો ન હતો. ખુબ જ સુંદર સળગતી જ્વાળાઓમાંથી ખુબ જ જોશવાળો અગ્નિ પ્રગટતો હતો. તેની જ્વાળાઓ એકની ઉપર બીજી ઉપરાછાપરી આવતી હતી અને જાણે એકબીજામાં પ્રવેશ કરતી હોય એવી લાગતી હતી. આ સ્વપ્ન સૂચવતું હતું થનાર પુત્ર ધાર્મિક સંઘને ફરીથી સ્થાપિત કરશે. તે અંધશ્રદ્ધા અને જુના રીતિરીવાજોને દૂર કરશે. વધારામાં તે પોતાના બધા કર્મોને બાળી નાખશે અને મોક્ષ મેળવશે. D.2.3.15 મીનયુગલ આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર ખુબ જ સુંદર હશે. D.2.3.16 સિંહાસન આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર પુત્રનો ધાર્મિક દરજ્જો ખુબ જ ઊંચો હશે. આ બધા સ્વપ્નોનો નિષ્કર્ષ એ હતો કે થનાર પુત્ર ખુબ જ શક્તિશાળી, નીડર અને સદ્દગુણોથી યુક્ત હશે. તે ખુબ જ ધાર્મિક હશે અને રાજા અથવા તો ધાર્મિક આગેવાન બનશે. તે તીર્થની સ્થાપના કરીને ધર્મને ફરીથી સ્થાપિત કરશે અને વિશ્વના બધા જીવોને મુક્તિનો માર્ગ દેખાડશે અને તે પોતે પણ મોક્ષ મેળવશે. D.2.4 અષ્ટ પ્રકારી પૂજા / અષ્ટ દ્રવ્ય પૂજા જૈનો વિવિધ ધાર્મિક અને સામાજિક સમારોહમાં વિવિધ ધાર્મિક દ્રષ્ટિકોણને સમજાવવા પ્રતીકાત્મક રૂપે જુદી જુદી પૂજા કરે છે. દરેકે કરવામાં આવતી ક્રિયાનો અર્થ અને ધ્યેય સમજીને તેના વિષે ચિંતન કરવું જોઈએ. જૈન પૂજામાં વપરાતી વિવિધ સામગ્રી કશુક પામવાની ઈચ્છાથી ભગવાનને ચઢાવવવામાં આવતી નથી પરંતુ તે કોઈ સદ્દગુણ કેળવવા માટે અને પોતાની જાતની આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રતીકાત્મક રૂપે વપરાય છે. D.2.4.1 દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા ભગવાનને નમસ્કાર, ભક્તિ અને પૂજા વિવિધ પ્રકારની સામગ્રીથી આધ્યાત્મિક હેતુ સાથે કરાય છે. Page 19 of 307 Page #36 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આ સામગ્રીનો ઉપયોગ અને સૂત્ર વગેરે બોલવું એ દ્રવ્ય પૂજા છે. જયારે તીર્થંકર ભગવાનના ગુણો વિશે ચિંતન મનન કરવું એટલે ભાવ પૂજા. દ્રવ્ય પૂજા કરતી વખતે બોલવામાં આવેલા સૂત્રો ભાવપૂજા માટેના બીજ સમાન છે. ભાવપૂજા થકી જ તેનો સંપૂર્ણ લાભ આત્માને મળે છે. 'અષ્ટ' એટલે આઠ, 'પ્રકાર' એટલે રીત અને 'દ્રવ્ય' એટલે સામગ્રી. વિવિધ જૈન પૂજામાં આઠ પ્રકારની સામગ્રી વપરાય છે. D.2.4.2 પૂજામાં વપરાતી વિવિધ સામગ્રી જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દિપક, અક્ષત, નેવૈદ્ય અને ફળ. બંને પરંપરામાં આ જ આઠ દ્રવ્યો દ્વારા પૂજા કરવામાં આવે છે. શ્વેતાંમ્બરમાં તેને અષ્ટ પ્રકારી પૂજા અને દિગમ્બરમાં તેને અષ્ટ દ્રવ્ય પૂજા કહેવામાં આવે છે. અમુક દિગંબર સંપ્રદાયમાં ફળ અને પુષ્પ પૂજામાં વપરાતા નથી પરંતુ તેની જગ્યાએ લવિંગ, શ્રીફળ કે પછી રંગીન ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. D.2.4.3 શ્વેતામ્બર પરંપરામાં અષ્ટ પ્રકારી પૂજા પ્રથમ ત્રણ પૂજા ને અંગ પૂજા કહે છે. તે પ્રતિમાનો અભિષેક કરવા દ્વારા અને તેને ચંદનનો લેપ અને પુષ્પ ચઢાવવા દ્વારા કરવામાં આવે છે. આ ત્રણ પૂજામાં ભક્ત ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરે છે આથી પ્રથમ તે મુખને કપડાથી ઢાંકે છે અને ત્યાર બાદ જ પ્રતિમાને સ્પર્શ કરે છે. બાકીની પાંચ પૂજાને અગ્ર પૂજા કહે છે. તે પ્રતિમાની આગળ ધૂપ, દિપક, અક્ષત, નવૈદ્ય અને ફળ દ્વારા કરવામાં આવે છે. અહીં પ્રતિમાને સ્પર્શ કરવાનો હોતો નથી આથી મુખને ઢાંકવાની જરૂર નથી. સ્ત્રી અને પુરુષ બંને આ આઠ પ્રકારની પૂજા કરી શકે છે. D.2.4.4 દિગંબર પરંપરામાં અષ્ટ દ્રવ્ય પૂજા દિગંબર સંપ્રદાયમાં માત્ર જળ પૂજા(અભિષેક) પ્રતિમાને સ્પર્શ કરીને કરવામાં આવે છે. માત્ર પુરુષો જ આ પૂજા કરી શકે છે. અહીં શ્વેતામ્બર પરંપરાની જેમ મુખ ઢાંકવાની જરૂર નથી. બાકીની સાત પૂજા પ્રતિમાની સામે કરવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ બંને આ પ્રકારની પૂજા કરી શકે છે. દિગંબર સંપ્રદાયમાં આ પૂજા કરવાનો ક્રમ શ્વેતામ્બર સંપ્રદાયથી અલગ છે. વધુ વિગત માટે D.3.6 - પૂજા કરવાનું મહત્વ જુઓ. Page 20 of 307 Page #37 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.૩ મંદિર કે દેરાસરે જવું જૈન મંદિર કે દેરાસર ખૂબ જ શાંત અને સુંદર જગ્યા છે જ્યાં આપણે આપણા આત્મા વિશે મનન કરી શકીએ છે. જૈન મંદિરમાં ભક્તો ઊંડી શાંતિ અને નીરવતાનો અનુભવ કરી શકે અને પૂજા કરી શકે તે માટે બનાવવામાં આવેલી જગ્યા છે. તિર્થંકરોની પ્રતિમા મંદિરના વાતાવરણમાં આત્મનિરીક્ષણના ભાવ જગાવે છે અને એવો અનુભવ કરાવે છે કે ભગવાન આપણી પોતાની આત્માની અંદર જ રહે છે. આથી દરેક માણસ પોતાના અંતરની શુદ્ધિનો માર્ગ અનુસરી શકે. ક્રોધ- માન-માયા-લોભ થી દૂર રહી શકે. ઘણા જૈનો દરરોજ દેરાસર જાય છે જ્યારે કેટલાક જૈનો ઉપાશ્રય કે સ્થાનકમાં જઈને ધ્યાન કરે છે. ઉપાશ્રય પણ સાધુ અને સાધ્વીઓને રહેવા માટેની જગ્યા છે. આપણે દેરાસર શુદ્ધ અને સાદા વસ્ત્રોમાં જવું જોઈએ. આપણે મોતી, રેશમ કે ચામડું વગેરે ન પહેરવું જોઈએ. કેમકે તે પ્રાણીઓ, કીડા કે છીપલાઓ ને મારીને બનાવાય છે. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે આપણા જૂતા-ચંપલ બહાર ઉતારવા જોઈએ. જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે 'નિસ્સિહી' બોલીએ છે અર્થાત પાછળ છોડવું. તેનો અર્થ છે કે આપણે મન વચન અને કાયાથી દુનિયાના સંબંધો અને વસ્તુઓને પાછળ છોડીએ છે અને તે એ પણ સૂચવે છે કે આપણે આપણા દુર્ગુણો અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે જેવા કષાયોને પણ પાછળ છોડીએ. દેરાસરમાં આપણે કંઈ પણ ખાવું-પીવું ન જોઈએ. તેની સાથે આપણે દોડાદોડી કરવી, બુમો પાડતી, બીજાની સાથે વાતો કે ચર્ચા કરવી વગેરે જેવી ક્રિયાઓ પણ ન કરવી જોઈએ. મનુષ્ય જાત માટે મૂર્તિપૂજા એ ઘણી સદીઓથી જાણીતી છે. ઘણા ધર્મોમાં ખાસ કરીને પૂર્વના ધર્મોમાં મૂર્તિપૂજા વણાયેલી છે. બંને સંપ્રદાયમાં તે એક મહત્વનો ભાગ છે. ભક્તિ મનની એ દશા છે જ્યારે મનની બધી જ ઉર્જા, જ્ઞાનના બધા જ અંગો અને બધી જ ક્રિયાઓ પરમાત્મા તરફ વળેલી હોય. પૂજા કે પ્રાર્થના ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે મન, વચન અને કાયાનો ભાગ હોય. એવું ઇચ્છનીય છે કે પૂજા એ સ્વયંભૂ અને હૃદયમાંથી ઝરતી હોય પરંતુ ઘણા લોકો માટે વિધિસર અને ઔપચારિક પૂજા પણ ખૂબ જરૂરી અને ફાયદાકારક છે. વ્યક્તિ ગમે તે સમયે ગમે તે સ્થળે પ્રાર્થના કરી શકે છે પરંતુ એવી પવિત્ર જગ્યા છે જે ફક્ત પૂજા માટે જ બનાવવામાં આવી હોય તે જગ્યા મંદિર છે. ભારતીય ભાષામાં તેને મંદિર કહે છે પણ જૈન પરંપરામાં તેને દેરાસર કહે છે. જૈન દેરાસરને સમવસરણની પ્રતિકૃતિ રૂપે જોવામાં આવે છે. ભગવાનની પ્રતિમાઓ આવા સર્વજ્ઞ અને પવિત્ર આત્માઓની કલ્પનાને એક ભૌતિક સ્વરૂપ આપે છે. Page 21 of 307 Page #38 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) નીકરની મૂર્તિ કે પ્રતિમા તીર્થંકરોના ગુણોને દર્શાવે છે તેમના શરીરને નહિ. આથી દરેક તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ સમાન હોય છે. દરેક તીર્થંકર ભગવાનને એક લાંછન હોય છે જે એક તીર્થંકર ભગવાનની પ્રતિમાને બીજા તીર્થંકર ભગવાનની પ્રતિમાથી અલગ કરે છે. આ નિશાન મૂર્તિના પાયામાં વચ્ચે હોય છે. તીર્થંકર ભગવાનની શાંત અને ગંભીર મુદ્રા આપણને તેમના કરુણા અને વીતરાગતાના ગુણોની યાદ અપાવે છે. જૈન ભગવાનની પ્રતિમાને ફક્ત એક આદર્શ તરીકે જોવામાં આવે છે. તે એવી અવસ્થા છે કે જ્યાં દરેક સંસારી જીવ પહોંચી શકે છે. તેમની શુદ્ધ અવસ્થા આપણને પણ યાદ અપાવે છે કે આપણે પણ તેમની સમાન અવસ્થામાં પહોંચી શકીએ છે. દેરાસર દરરોજ થવાથી તે આપણા વિચારો અને ક્રિયાઓમાં સજાગતા લાવી શકે છે. દેરાસર એ પવિત્ર જગ્યા છે અને દરેકે દેરાસર જતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. દેરાસરમાં રાખેલી દાનપેટી ગુપ્તદાનને પૌ સાહન આપે છે. D.3.2 દિગમ્બર અને શ્વેતાંબર મૂર્તિઓ કે પ્રતિમાઓ સામાન્ય રીતે મૂર્તિ આરસપહાણ કે કોઈ ધાતુમાંથી કંડારવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તીર્થંકરની પ્રતિમા ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને તેમની આંખો ખુલ્લી હોય છે. શ્વેતાંબરો તીર્થંકરની પ્રતિમાનો ખૂબ જ વૈભવી રીતે શણગાર કરે છે. એ એવું સૂચવે છે કે તીર્થંકર રાજા હતા, તેમની પાસે ખૂબ જ રાજવી સંપત્તિ હતી તે છતાં તેમને ભૌતિક સાધનોમાં સુખ ન જોયું. તેમણે તેમની બધી જ સંપત્તિનો ત્યાગ કર્યો અને સમાજના ઉદ્ધાર માટે તેઓ સંપૂર્ણ અપરિગ્રહી બન્યા. દિગંબર સંપ્રદાયમાં તીર્થંકર ભગવાનની પ્રતિમાને કોઈ શણગાર કરવામાં આવતા નથી અને તેમની આંખો ધ્યાનની મુદ્રામાં અડધી બંધ હોય છે. તીર્થંકર ભગવાનની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બેઠેલી અથવા સીધા ઉભા રહેલી મુદ્રામાં ઉમદા ધ્યાનની અવસ્થા સૂચવે છે. તેમનું મુખ અને આંખો ભક્ત ઉપર કરુણા અને આંતરિક શાંતિ વરસાવે છે. પ્રતિમા એ તીર્થંકરોના ગુણધર્મ દર્શાવે છે ન કે તેમના દેહની વિશેષતાઓ. દરેક તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ સમાન હોય છે. દિગમ્બર અને શ્વેતાંબર બંને સંપ્રદાયના દેરાસરો તેમની કુશળ કારીગરી અને સ્થાપત્ય માટે જાણીતા છે. Page 22 of 307 Page #39 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.3.3 સૂચનો અહીં પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક સૂચનો આપેલા છે. કોઇપણ ધાર્મિક વિધિ કરતી વખતે અહિંસાના સિદ્ધાંતનો ભંગ ન થવો જોઈએ. આપણે સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે ધર્મને વ્યવહારમાં લાવવો જોઈએ. કોઈએ પણ દૂધ, ઘી કે દૂધની મીઠાઈઓ પૂજા માટે ન વાપરવી જોઈએ. અને દીવો કરવા માટે ઘીનો પણ વપરાશ ન કરવો જોઈએ. કેમકે આધુનિક સમયમાં બધી જ ડેરી ઉત્પાદનો ગાય અને બીજા પશુઓનું અત્યાચાર અને શોષણ કરવાથી મળે છે. ૦૧. પૂજા કરતા પહેલા નહાવું જોઈએ. ચામડાના કે રેશમી વસ્ત્રો કે મોતીનો ઉપયોગ પૂજા દરમિયાન ન કરવો જોઈએ. રેશમ એ લાખો રેશમના કીડાઓને મારવાથી મળે છે. મોતી એ છીપલાઓને મારવાથી મળે છે. પૂજા માટે અલગથી વસ્ત્ર રાખવા જોઈએ અને શુદ્ધ વસ્ત્રો પહેર્યા પછી કંઈ ખાવું ન જોઈએ કે બાથરૂમ જવું ન જોઈએ. ૦૨. તીર્થંકર ભગવાનની પ્રતિમાનો એવી રીતે આદર કરવો જોઈએ જાણે કે તે જીવંત હોય. આગળના દિવસના ચંદનના નિશાન ભીના કપડાંથી ખુબ જ શાંતિથી અને નરમાશ પૂર્વક દૂર કરવા જોઈએ. પ્રતિમાને સાફ કરવા માટે ખૂબ જ નરમ વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય. કોઈ સંજોગોમાં પ્રતિમાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો તે ખૂબ જ આદરપૂર્વક સીધી પકડીને બંને હાથ નીચે રાખીને લઈ જઈ શકાય. ૦૩. જળ પૂજા (અભિષેક) માટે ફક્ત શુદ્ધ પાણીનો જ તેમાં દૂધ મેળવ્યા વગર ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ ક્ષીર સમુદ્રના પાણીને પ્રતીકાત્મક સ્વરૂપે વાપરવા માગે તો બદામનો ભૂકો કરીને તેને પાણીમાં મેળવીને વાપરી શકાય. ૦૪. પૂજામાં કોઈપણ પ્રકારના ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ, ડેરીમાં બનેલી મીઠાઈઓ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. આધુનિક સમયમાં ડેરી અને તેની સાથે સંકળાયેલા ધંધામાં ગાય અને વાછરડા પ્રત્યે મહત્તમ ક્રૂરતા આચરવામાં આવે છે. દીવો કરવા માટે ઘીના બદલે વનસ્પતિજન્ય તેલનો ઉપયોગ કરી શકાય. લગભગ 100 વર્ષ પહેલા દરેક જૈન મંદિરો અને દેરાસરોમાં દીવો કરવા માટે દિવેલનો ઉપયોગ થતો હતો. ૦૫. હિંસાને ઓછી કરવા માટે ફૂલોને પણ તોડવા ન જોઈએ પરંતુ તેઓ કુદરતી રીતે પડેલા હોવા જોઈએ (એક શુદ્ધ વસ્ત્ર આગલી રાતે બધા જ છોડની નીચે બિછાવી શકાય). ફૂલોની કળીઓને ન તોડવી જોઇએ. ફૂલોની માળા બનાવતી વખતે તેમને ભેગા રાખવા માટે સોયનો ઉપયોગ ન કરવો જોઈએ અને ફુલોને ધોવા ન જોઈએ. Page 23 of 307 Page #40 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ૦૬. મૂર્તિને શણગારવા માટે સોના કે ચાંદીની વરખનો ઉપયોગ ન કરવો જોઈએ. વરખના ઉત્પાદન માટે મોટાભાગે ગાયના આંતરડાનો ઉપયોગ થાય છે. મૂર્તિના શણગાર માટે એવી ઘણી ક્રૂરતા મુક્ત વસ્તુઓ છે જે જૈન મંદિરોમાં ઉપલબ્ધ છે. ફૂલો, શણગાર કે ચંદનના લેપને એક શુદ્ધ વાસણમાં રાખવા જોઈએ અને તેને નીચે પડવા દેવી ન જોઈએ. જો કોઇ કારણોસર તે નીચે પડી જાય તો તેનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. ૦૭. ચંદનનો લેપ બનાવતી વખતે તમારા નાક અને મોં ને રુમાલથી ઢાંકેલો રાખવો જોઈએ. જળ, ચંદન કે પુષ્પ પૂજા કરતી વખતે પણ તે રૂમાલથી ઢાંકેલા રાખવા જોઈએ. રૂમાલને ચાર વખત એવી રીતે વાળવો જોઈએ કે જેથી તેમાં ૮ સ્તર બને. ૦૮. ચૈત્યવંદન કરતી વખતે બીજા શ્રદ્ધાળુઓના ધ્યાનમાં ખલેલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ૦૯. દેરાસરમાંથી નીકળતી વખતે તમારે અરિહંત ભગવાનની મૂર્તિ તરફ પીઠ કરીને ન નીકળવું જોઈએ. તમારે કેટલાક પગલા પાછળ ચાલીને અને પછી નીકળવું જોઈએ.જો પૂજામાં વપરાતી સામગ્રીના ઉત્પાદનમાં ત્રસ જીવો (એટલે કે બે થી પાંચ ઇન્દ્રિય જીવો)ની હિંસા સંકળાયેલી હોય તો જૈન શાસ્ત્રો આવી કોઈપણ સામગ્રી વાપરવાનો નિષેધ કરે છે. D.3.4 શ્વેતામ્બર પરંપરામાં પૂજા જ્યારે તીર્થંકર ભગવાનની પ્રતિમાના પ્રથમ વખત દર્શન થાય ત્યારે તમારે નમન કરીને બે હાથ જોડીને 'નમો જિણાણં' એટલે કે હું તીર્થંકર ભગવાનને નમન કરું છું એમ બોલવું જોઈએ. દેરાસરમાં પ્રવેશ કરતી વખતે તમારે ધીરેથી ઘંટ વગાડીને નીચે દર્શાવ્યા મુજબ દસ ક્રિયાઓ જેને દાસ-ત્રિક કહેવાય છે તે કરવી જોઈએ. D.3.4.1 10 જિન્ત્રિક - દેરાસરમાં કરવાની ૧૦ ક્રિયાઓ ૧ નિસ્સિહી ત્યાગ ૨ પક્ષ. જૈન પ્રતિમાની આસપાસ ફરવું 3 પ્રણામ ४ પૂજા ૫ અવસ્થા ચિંતન S દિશા ત્યાગ و પરમાર્જન નમન કરવું ભક્તિ કરવી તીર્થંકર ભગવાનની વિવિધ અવસ્થાઓ પર મનન કરવું ફક્ત જિન પ્રતિમા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું બેસતા પહેલા જમીનને સાફ કરવી ૮ આલંબન માનસિક સહાય Page 24 of 307 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૯ મુદ્રા ધ્યાનની મુદ્રા ૧૦ પ્રણિધાન ધ્યાન Compodium of Jainism - Part (II) કોષ્ટક D.3-A D.3.4.1.1 નિસ્સિહી (ત્યાગ) નિસ્સિહી એટલે ત્યાગ કરવો, તે દેરાસરમાં ત્રણ વખત બોલાય છે. પ્રથમ વખત નિસ્સિહી જ્યારે દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે સંસારના બધા વિચારો અને વસ્તુઓને પાછળ છોડવા માટે બોલાય છે. દેરાસરમાં પ્રવેશ કર્યા બાદ શ્રાવક કે શ્રાવિકાની ફરજ છે કે તે દેરાસરના પ્રબંધમાં સહાયક બને. તે માટે તે દેરાસરને સાફ કરવામાં મદદ કરી શકે છે. આવી ફરજને પૂર્ણ કર્યા બાદ જ્યારે તે ગભારામાં જ્યાં પ્રતિમા રાખવામાં આવી છે ત્યાં પ્રવેશ કરીને બોલવામાં આવે છે. તે મંદિરના પ્રબંધ અને સાફ-સફાઈ વગેરે જેવી ફરજોને પાછળ છોડવા માટે બોલાવામાં આવે છે. ત્રીજી વાર નિસ્સિહી જ્યારે દ્રવ્ય પૂજા પૂર્ણ કરીને ભાવ પૂજા શરૂ કરીએ એટલે કે ચૈત્યવંદન કરીએ ત્યારે પોતાની જાતને પણ ભૂલી જવા માટે બોલાય છે. D.3.4.1.2 પ્રદક્ષિણા તીર્થંકરની પ્રતિમાની ફરતે ત્રણ વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રતિમાને જમણી બાજુએ રાખીને ડાબી બાજુથી દારૂ કરીને જમણી તરફ એમ ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ. આ પ્રદક્ષિણા આપણને યાદ અપાવે છે કે રાગ અને દ્વેષથી ઉપર ઉઠવા માટે અને મોક્ષ મેળવવા માટે ત્રણ ઔષધિઓ છે: સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અનાદીકાળથી આપણો આત્મા જન્મ અને મરણના ચક્રમાં ફસાયેલો છે. જ્યારે આપણે ભગવાનના ઉપદેશના આ ત્રણ રત્નોને પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારીએ છીએ, તેમણે અનુભવેલા અને સમજાવેલા જ્ઞાનને મેળવીએ છીએ અને તેમના ઉપદેશને આપણા રોજિંદા જીવનમાં લાવીએ છીએ ત્યારે આપણો મોક્ષ નક્કી છે. જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ ત્યારે આપણે આ વાક્યો પર મનન કરવાનું હોય છે. D.3.4.1.3 પ્રણામ આપણે તીર્થંકર ભગવાનની પ્રતિમાને ત્રણ વખત નમન કરીએ છે: પ્રથમ વખત જ્યારે આપણે દેરાસરનું શિખર જોઈએ ત્યારે નમન કરીએ છે અથવા તો જ્યારે Page 25 of 307 Page #42 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) તીર્થંકર ભગવાનની પ્રતિમાને પ્રથમ વખત જોઈએ છે એટલે કે દેરાસરમાં પ્રવેશ કરતી વખતે આપણા બંને હાથ જોડીને કપાળને સહેજ નમાવીને 'નમો જિણાણું' કહીએ છે. તેને અંજલી પ્રણામ B. બીજુ પ્રણામ જ્યારે ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે બે હાથ જોડીને શરીરને નમાવીને પ્રણામ કરીએ છીએ તેને અર્ધવર્ત પ્રણામ કહે છે. ત્રીજું પ્રણામ આપણે આપણા પાંચ અંગ (બે ઢીચણ, બે હાથ અને કપાળ) જમીનને સ્પર્શે તેવી રીતે ચૈત્યવંદન કે ભાવ પૂજા કરતા પહેલા વંદન કરીએ છીએ તેને પંચાંગ પ્રણામ કે ખમાસમણુ B D.3.4.1.4 પૂજા તીર્થંકર ભગવાનની પૂજા વિવિધ સામગ્રી દ્વારા અને આધ્યાત્મિક ચિંતન સાથે કરવામાં આવે છે. પૂજા ત્રણ રીતે થાય છે. પહેલા પ્રકારની પૂજાને અંગ પૂજા કહે છે. તે અરિહંત ભગવાનની પ્રતિમાના જુદા જુદા ભાગને પાણીનો અભિષેક દ્વારા, ચંદન દ્વારા અને પુષ્પ દ્વારા કરવામાં આવે છે. બીજા પ્રકારની પૂજાને અગ્ર પૂજા કહે છે. જેમાં ભગવાનની પ્રતિમાની આગળ ધૂપ, દિપક, અક્ષત, ફળ અને નૈવેધ ધરાવવામાં આવે છે. પ્રથમ અને બીજા પ્રકારની પૂજા ભેગી થઈને અષ્ટપ્રકારી પૂજા કહેવાય છે. આ બંને પૂજાને દ્રવ્ય પૂજા કહે છે. વિવિધ સામગ્રીઓનો ઉપયોગ અને ધાર્મિક સુત્રોને બોલવું તે દ્રવ્ય પૂજાનો ભાગ છે, જ્યારે તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરી અને તેના ઉપર ચિંતન કરવું તે ભાવ પૂજા છે. ત્રીજા પ્રકારની પૂજા ભાવ પૂજા છે તે ચૈત્ય વંદન દ્વારા થાય છે. દ્રવ્ય પૂજા કરતી વખતે બોલવામાં આવતા સૂત્રો એ ભાવ પૂજાનું બીજ છે. બાહ્ય પ્રકારે થતી ક્રિયા અંદરની ભક્તિ અને વિચારની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે છે. ભાવ પૂજા થકી જ તેનો સંપૂર્ણ ફાયદો આત્માને મળે છે. D.3.4.1.4.1 પુજાની સામગ્રી પૂજા માટે વપરાતી સામગ્રી જેવી કે પુષ્પ, પાણી, દિપક, ફળ વગેરેમાં એકેન્દ્રિય જીવોની હિંસા સમાયેલી છે. આથી જૈન સાધુઓ કે જેઓ સંપૂર્ણપણે અહિંસાનું પાલન કરે છે તેઓ આવી કોઈપણ સામગ્રી વાપરીને પૂજા કરતા નથી. આથી તેઓ દ્રવ્ય પૂજા કરતા નથી તેઓ માત્ર ભાવ પૂજા દ્વારા આત્મચિંતન જ કરે છે. Page 26 of 307 Page #43 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જો કે દ્રવ્ય પૂજા શ્રાવકો માટે છે. સામાન્ય રીતે શ્રાવકો તેમનો મોટા ભાગનો સમય સામાજિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં, વ્યક્તિગત મનોરંજન માટે, સત્તા અને સંપત્તિને ભેગી કરવા માટે અને સારો સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે વાપરતા હોય છે, પૂજા અને બીજી દેરાસરની વિધિઓ શ્રાવકોને તેમના રોજિંદા જીવનથી દૂર કરીને આધ્યાત્મિક જીવન તરફ વાળે છે. આધ્યાત્મિક વિકાસના પ્રથમ તબક્કામાં વ્યક્તિએ ધાર્મિક પ્રતીકો જેવા કે તીર્થંકરની પ્રતિમાને વિવિધ પૂજાની સામગ્રી દ્વારા પૂજા કરવાની હોય છે. આથી શ્રાવકોના આધ્યાત્મિક વિકાસ માટે એકેન્દ્રિય જીવોની લઘુતમ હિંસા સ્વીકારવામાં આવી છે. પરંતુ દરેકે પોતાની વિવેકબુદ્ધિ વાપરીને પુષ્પ, જળ, દિપક, ધૂપ, ફળ અને નૈવેધના વપરાશમાં સંયમ રાખવો જોઈએ. પૂજા કરતી વખતે અને તમારા રોજિંદા જીવનમાં પણ એકેન્દ્રિય જીવોની હિંસા ઓછામાં ઓછી કરવી જોઈએ. પુષ્પોને અર્પણ કરવામાં માટે એક શુદ્ધ પહોળું વસ્ત્ર ફૂલોના છોડની નીચે રાત્રે પાથરી દેવું જોઈએ અને ફક્ત કુદરતી રીતે પડેલા પુષ્પોને જ પૂજા વખતે અર્પણ કરવા જોઈએ. આ પ્રક્રિયાથી પુષ્પ પૂજા કરતી વખતે થતી હિંસા ઓછી કરી શકાય છે. જો પૂજામાં વપરાશ કરવામાં આવતી સામગ્રી માટે ત્રસ જીવો એટલે કે બે થી લઈને પાંચ ઇન્દ્રિય સુધીના જીવોની હિંસા કરવામાં આવતી હોય તો જૈન શાસ્ત્રો આવી કોઈપણ સામગ્રી વાપરવાની શ્રાવકોને પણ ના પાડે છે. જૈન દર્શન એ એક તાર્કિક ધર્મ છે. તેના શાસ્ત્રો સત્યના મૂળભૂત સિદ્ધાંતોને દર્શાવે છે. આ સિદ્ધાંતોનું વ્યવહારમાં પાલન એ સમય, ક્ષેત્ર અને સંજોગો પ્રમાણે બદલાઈ શકે છે. આપણે આપણા ભૂતકાળની પરંપરા અને ક્રિયાઓને વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણ જેમાં આપણે રહીએ છે તેની સાથે મૂલવવા જોઈએ. D.3.4.1.4.2 અષ્ટપ્રકારી પૂજા 'અષ્ટ' એટલે આઠ. 'પ્રકાર' એટલે રીત અને 'દ્રવ્ય' એટલે સામગ્રી. આમ અષ્ટ પ્રકારી પૂજા આઠ વિવિધ પ્રકારના દ્રવ્યોને વાપરીને કરવામાં આવતી પૂજા છે. દરેક સામગ્રી ભક્તની વિચાર પ્રક્રિયાને દર્શાવે છે. અંતરની ભક્તિનું તેમાં પ્રતિબિંબ પડે છે. જૈન પૂજામાં આપણે તીર્થંકર ભગવાનને કશુંક મેળવવાની આશાએ કંઈ અર્પણ કરતાં નથી. જે સામગ્રી વાપરવામાં આવે છે તે કોઈ સદગુણ મેળવવા માટે પ્રતિકાત્મક રૂપે છે અને તે આત્માના આધ્યાત્મિક વિકાસ માટે છે. દરેકે પૂજા કરતી વખતે તેના આ દ્રષ્ટિકોણ પર વિચાર કરવો જોઈએ. વિવિધ ધાર્મિક અને સામાજિક સમારોહમાં આ પ્રકારની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દરરોજ કરવામાં આવે છે અને બીજી પૂજામાં પણ તેનો સમાવેશ થાય છે. નીચે મુજબની 8 સામગ્રીઓ પૂજા કરતી વખતે વપરાય છે: D.3.4.1.4.2.1 જળ પૂજા • મારો આત્મા જ્ઞાનનો બનેલો કળશ છે Page 27 of 307 Page #44 -------------------------------------------------------------------------- ________________ • તેને હું સમતાના પાણીથી ભરું છું Compodium of Jainism – Part (II) · જેમ જેમ તીર્થંકર ભગવાનને સ્નાન કરાવું છું તેમ તેમ મારા કર્મો ધોવાઈ જાય છે મારો આત્મા એ જ્ઞાનનો કળશ છે જે સમતાના પાણીથી ભરેલો છે. જેમ જેમ ભગવાનને સ્નાન કરાવું છું, હું પ્રાર્થના કરું છું કે મારી કર્મની અશુદ્ધિઓ મારી આત્મા ઉપરથી ધોવાઈ જાય. જળ સમુદ્રનું પ્રતીક છે. દરેક જીવાત્મા એ જન્મ, જરા અને મૃત્યુના સમુદ્રમાં ફસાયેલા છે. આ પૂજા આપણને યાદ અપાવે છે આપણે પાણીની જેમ પ્રામાણિકતા, સત્ય, પ્રેમ અને દરેક જીવો પ્રત્યે કરુણા રાખીને જીવવું જોઈએ. આ રીતે આપણે સંસાર સમુદ્ર તરીને મોક્ષને પામી શકીએ છે. D.3.4.1.4.2.2 ચંદન પૂજા જેઓના મુખ અંતરની શાંતિથી પ્રકાશિત છે. . • જેમના સ્વભાવમાં જ શાંતિ છે. • તે અરિહંત ભગવાનની હું પૂજા કરું છુ. . જેથી મારો આત્મા પણ શાંત થાય આપણા આત્માને શાંત કરવા માટે આપણે અરિહંત ભગવાનને ચંદનનાં લેપથી પૂજા કરીએ છીએ કારણ કે અરિહંત ભગવાન શાંતિનું સર્વોત્તમ ઉદાહરણ છે અને તેમની મુખમુદ્રા પણ શાંતિપૂર્ણ હોય છે. કે ચંદન એ શાંત પ્રકૃતિને દર્શાવે છે, ચંદનને પાણી સાથે મેળવીને અર્પણ કરવાથી દુનિયાના દુઃખના અંત આવે છે. પૂજા કરતી વખતે દરેકે સમ્યગ જ્ઞાન વિશે ચિંતન કરવું જોઈએ. સમ્યગ જ્ઞાન એટલે આત્મા કર્મ અને તેના સંબંધ વિશેની યોગ્ય જાણકારી. જૈન દર્શન માને છે કે જ્ઞાનનો માર્ગ એ મુક્તિ મેળવવા માટે મુખ્ય છે. પૂજાની જગ્યા બોલવાના મંત્ર ૧ જમણા પગનો અંગૂઠો અને ડાબા પગનો અંગૂઠો નમો અરિહંતાણં ર જમણો અને ડાબો ઢીંચણ નમો સિદ્ધાણં 3 જમણો અને ડાબો હાથ ४ જમણો ખભો અને ડાબો ખભો ૫ મસ્તિષ્કનો મધ્ય ભાગ S કપાળનું મધ્યબિંદુ નમો આયરિયાણં નમો ઉવ્વઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસી પંચ નમુક્કારો ૭ ગળા કે કંઠનો મધ્ય ભાગ સવ્વ પાવ પણાસણો Page 28 of 307 Page #45 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) છાતીનો મધ્યભાગ નાભિ કોષ્ટક D.3-C નોંધ • મંગલાણં ચ સવ્વુસિં પઢર્મ હવાઈ મંગલમ અહીં દર્શાવવામાં આવેલી ડાબી અને જમણી બાજુ તે મૂર્તિની જમણી અને ક્યબી બાજુ છે, જે વ્યક્તિ પૂજા કરે છે તેની નહીં જમણા પગનો અંગૂઠો અને મૂર્તિના જમણા પગના ઢીંચણ, ખભા અને હાથથી વિરોધી કાકો આવેલો છે • ચંદનને હથેળી કે બીજા કોઈપણ મૂર્તિના અંગ પર લગાડવું જોઈએ નહીં • જમણા હાથની અનામિકા આંગળીનો ઉપયોગ ચંદન પૂજા કરવા માટે કરવો જોઈએ.આંગળીના નખ પ્રતિમાને અડવા જોઈએ નહીં નવઅંગ પૂજાનું મહત્વ પગના અંગૂઠા ઢીંચણ હાથ ખભા Page 29 of 307 અરિહંત ભગવાન, તમે અજ્ઞાની આત્માઓના ઉદ્ધાર માટે અને તેમને સાચો રસ્તો બતાવવા માટે તમારા ચરણોથી ખૂબ જ લાંબા અંતર કાપ્યા છે. આ માટે હું તમારા ચરણની પૂજા કરું છું. હું એવું ઈચ્છું છું કે તમારા જેવી શક્તિ મને મળે જેથી હું પણ મારા માટે અને બીજા લોકો માટે સાચું ચારિત્ર અપનાવી શકુ. તમારા ઢીંચણની મદદથી તમે ધ્યાનની અવસ્થામાં દિવસો સુધી સ્થિર ઉભા રહ્યા અને કેવળજ્ઞાન પામ્યા. તમારા ઢીંચણની પૂજા દ્વારા હું એવું માગું છું કે મને પણ ધ્યાન કરવાની શક્તિ મળે. તમારી પાસે દરેક પ્રકારનો વૈભવ અને સંપત્તિ હોવા છતાં તમે તમારા હાથે સઘળું ત્યાગી દીધું, તમારા આત્માની સાચી ઓળખ કરી અને માનવજાતને સાચો રસ્તો બતાવ્યો. દુનિયાના દરેક જીવ તમારા હાથમાં સુરક્ષિત છે કેમકે તમે બધાને અભયદાન આપેલું છે. તમારા હાથની પૂજા કરવા થકી હું એવું ઈચ્છું છું કે હું પણ ભૌતિક સંપત્તિના રાગમાં ન ફસાઉ અને દરેક જીવ પ્રત્યે અહિંસા દાખવું. તમારી પાસે અસીમ તાકાત હોવા છતાં તમે ક્યારેય તેનો દુરુપયોગ નથી કર્યો કે ક્યારેય તેના પર અભિમાન નથી કર્યું. તમારા ઉપર દરેક જીવોની સુરક્ષાનો પણ ભાર હતો. તેવી જ રીતે હું પણ ઇચ્છું છું કે હું પણ ક્યારેય Page #46 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) મસ્તિષ્ક કપાળ |.S હૃદય નાભિ કોષ્ટક D.3.D D.3.4.1.4.2.3 you you અભિમાન ન કરું અને મારી જવાબદારીઓને સારી પેઠે નિભાવું. કે હે ભગવાન તમે આત્માની અનુભૂતિ કરી અને દરેક જીવોના કલ્યાણ માટે કામ કર્યું. હું પણ ઇચ્છું છું કે હું પણ બીજાના કલ્યાણ માટે વિચારી શકું. સિદ્ધક્ષેત્ર એ બ્રહ્માંડના અગ્રભાગે બિરાજે છે. તમારી મસ્તિષ્કની પૂજા કરવા થકી હું પણ સિદ્ધક્ષેત્ર જવા માંગુ છુ. તીર્થંકર નામ કર્મના લીધે તમે ત્રણે લોકમાં પૂજનીય હતા. ત્રણે લોકના મુકુટના રત્ન સમાન હતા અને સુખ અને દુઃખને એકસરખી સમતાથી સહન કરતા હતા. તમારા કપાળની પૂજા કરવા થકી હું ઈચ્છું છું કે તેવા સદગુણો મારામાં પણ આવે. તમારી મીઠી અને મધુર વાણી થકી તમે કેટલાય લોકોના જીવનને સ્પર્શ કર્યો અને તેમને આત્માની અનુભૂતિ કરવામાં મદદ કરી. મારું વચન પણ બીજાના કલ્યાણ માટે થાઓ. હે વીતરાગ ભગવાન! તમારું હૃદય મૈત્રી, કરુણા અને દયાથી ભરેલું છે તેવી જ રીતે હું આશા રાખું છું કે મારું હૃદય પણ આ સદ્દગુણોથી ભરેલું રહે. નાભિ ધ્યાન કરતી વખતે મન કેન્દ્રસ્થાને હોય છે. હું આશા રાખું કે હું પણ આવી ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરીને મારા આત્માની અનુભૂતિ કરી શકું. તમારી નાભિ પૂજા થકી હું પણ એવી શક્તિ માંગુ છુ. સંપૂર્ણપણે ખીલેલું સુગંધિત પુષ્પ હું પાડું છું. આ ફૂલો જન્મોની જાળને કાપે છે. જેવી રીતે ભમરાઓ પુષ્પની આસપાસ મંડરાય છે તેવી રીતે હું પણ તમારી આસપાસ રહેવા માંગુ છું. હું માંગુ છું કે સમ્યકત્વ મારા પર અંકિત થઈ જાય. અખંડ અને સુગંધિત પુષ્પ અરિહંતને અર્પણ કરવાથી આપણે આપણા જીવનને એક પુષ્પ તરીકે જોઈએ છે. પુષ્પો આચારનું પ્રતીક છે. આપણા આચાર પુષ્પ જેવા હોવા જોઈએ કે જે દરેકને કોઈ પણ ભેદભાવ વગર ફક્ત સુંદરતા અને સુગંધ આપે છે. Page 30 of 307 Page #47 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.3.4.1.4.2.4 ધૂપ પૂજા ધૂપથી ગાઢ અંધકારમાં પણ પ્રકાશ ફેલાય છે. જ્યારે હું જૈન ભગવાનની સુંદર આંખો સમક્ષ ધૂપ રાખું છુ. ત્યારે મારી મિથ્યા શ્રદ્ધા દૂર થાય છે અને આત્માનો સાચો સ્વભાવ પ્રગટે છે ધુપને પ્રતિમાજીની ડાબી બાજુ રાખવાથી આપણે ઉપર ચઢવા તરફનું ધ્યાન શરૂ કરીને મિથ્યાત્વની દુર્ગંધનો નાશ કરીએ છીએ અને આત્માનો સાચો સ્વભાવ પ્રગટે છે. ધૂપનો સુગંધી ધુમાડો ઉપર તરફ જાય છે તેમ આપણે પણ હંમેશા પ્રગતિશીલ એવી આધ્યાત્મિક સફર કરવાની છે અને બ્રહ્માંડના ટોચના ભાગે જ્યાં સિદ્ધક્ષેત્ર આવેલું છે ત્યાં વસવાનું છે. જેમ ધૂપ ખરાબ વાસને દૂર કરે છે તેમ આપણે પણ મિથ્યાત્વને દૂર કરવું જોઈએ. ધૂપ સાધુ જીવનને પણ દર્શાવે છે. ધૂપ સળગતી રહીને બીજાને સુગંધ આપે છે .તેવી જ રીતે સાધુ અને સાધ્વીજીઓ પણ નિ:સ્વાર્થ ભાવે બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. ધૂપ આપણને સાધુ જીવન અનુસરવાનું યાદ કરાવે છે જે છેવટે મોક્ષ તરફ લઈ જાય છે. D.3.4.1.4.2.5 દિપક પૂજા જેમ દિપક આપણને સારા અને ખરાબ વચ્ચે ભેદ પારખવામાં મદદ કરે છે તેમ આખી દુનિયાનું દુઃખ દૂર કરવા એક દિવસ જ્ઞાનનું દિપક આખા બ્રહ્માંડને પ્રકાશિત કરશે. દિપકની જ્યોત શુદ્ધાત્માનું અથવા તો મુક્ત આત્માનું પ્રતિક છે. જ્યારે આપણે યોગ્ય રીતે દિપક પ્રજ્વલિત કરીએ છે ત્યારે આપણા દુઃખ દૂર થાય છે. તેના પરિણામરૂપે આપણને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં જ્ઞાન મળે છે જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. દિપક જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે દિપક પૂજા એ મૂર્તિની જમણી બાજુએ કરવામાં આવે છે જે અજ્ઞાન અને મિથ્યાત્વના અંધકારને દૂર કરે છે. દરેક જીવનું અંતિમ લક્ષ્ય કર્મોથી મુક્ત થવાનું છે. કર્મોથી મુક્ત થવા માટે દરેકે બધા જ દુર્ગુણો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને ઇચ્છાઓથી મુક્ત થવાનું છે. આ પૂજા કરવાથી આપણે પાંચ મહાવ્રતો: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાલન કરવા માટે પ્રેરિત થઈએ છે. છેવટે સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનથી પ્રાપ્ત થયેલ સમ્યક ચારિત્ર એ મોક્ષ તરફ લઈ જાય છે. D.3.4.1.4.2.6 અક્ષત પૂજા શુદ્ધ અને પૂર્ણ ચોખા હાથમાં પકડું છું અને વિશાળ નંદાવર્ત કરૂ છુ અને મારા પ્રભુની હાજરીમાં માંગુ છુ કે મારો સંસાર કાયમ માટે નાશ પામે. શુદ્ધ અને પૂર્ણ ચોખા નંદાવર્તના સ્વરૂપમાં અર્પણ કરવાથી અને અરિહંત ભગવાનની સામે ધ્યાન કરવાથી આપણે આપણા સંસારના બધા જ Page 31 of 307 Page #48 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બંધનોને દૂર રાખીએ છીએ. ફોતરા વગરના ચોખાને અક્ષત કહેવાય છે. આ એક એવા પ્રકારનું ધાન્ય છે જે અંકુરિત થતું નથી. કોઈ ચોખાના બીજને વાવીને તેમાંથી છોડ ઉગાડી શકતું નથી. તે છેલ્લો જન્મ સૂચવે છે. આ પૂજા કરવાથી વ્યક્તિ એવો જન્મ મેળવવા પ્રયત્નશીલ બને છે કે ત્યાર બાદ બીજો જન્મ ન હોય અને મોક્ષ મળે. D.3.4.1.4.2.7 નૈવેદ્ય પૂજા હું ઘણી વખત ભૂખ્યો થયો છું. હે શુદ્ધ આત્મા! કોઈ પણ ઇચ્છા વગર હવે મને હંમેશ માટે તૃપ્ત કરી દે. જન્મ અને મરણના ચક્રમાં ઘણી વખત ભૂખ્યો થયો છું પણ તે ક્ષણિક હતું. હૈ અરીહંત પ્રભુ ! મને એવી કાયમી અવસ્થા આપો કે જ્યાં ખોરાકની કોઇ પણ ઇચ્છા ન હોય. નૈવેધ્ય એ સ્વાદિષ્ટ ભોજનને સૂચવે છે. આ પૂજા કરવાથી આપણે સ્વાદિષ્ટ ભોજન પ્રત્યેનો આપણો રાગ ઓછો કરીએ છીએ. અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૌષ્ટીક ખોરાક ખાવો જરૂરી છે. પરંતુ ફક્ત સ્વાદિષ્ટ ભોજન ખાવા માટે જ આપણે જીવવું ન જોઈએ. અને મુક્ત આત્માની એવી અવસ્થાએ પહોંચવું જોઈએ કે જ્યાં મોક્ષમાં કાયમી આનંદ છે. D.3.4.1.4.2.8 ફળ પૂજા જેમ ઈન્દ્ર અને બીજા દેવતાઓ પૂજા કરવા માટે ફળ લાવે છે, તેમ તમને મળ્યા બાદ હે પરમાત્મા હું સંસારની ઈચ્છાનો ત્યાગ કરું છું અને ફક્ત મોક્ષના ફળની આશા રાખું છું. અરિહંત ભગવાનની પૂજા કરવા માટે દેવતાઓ ભક્તિથી પ્રેરાઈને મોક્ષનું ફળ મેળવવા માટે સ્વર્ગના ફળો લઈને આવે છે. ફળ મોક્ષ કે મુક્તિનું પ્રતિક છે. જો આપણે સંસાર પ્રત્યેના રાગ વગર જીવીએ અને આપણી ફરજોને કોઈપણ પ્રકારના ફળની આશા વગર પૂરી કરીએ, સત્યથી સાધુ જીવન અનુસરીએ અને દરેક જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ તો આપણને મોક્ષનું ફળ અવશ્ય મળશે. આ છેલ્લી પૂજા જીવનના અંતિમ લક્ષ્યને સુચવે છે. આ પૂજાનો મુખ્ય હેતુ તીર્થંકર ભગવાનના સદગુણો યાદ કરવાનો છે અને તે આપણને યાદ અપાવે છે કે આપણામાં પણ તે જ સદગુણ છે. તીર્થંકરોએ અપનાવેલ માર્ગ પર ચાલીને આપણે પણ નિર્વાણ પામી શકીએ છીએ. D.3.4.1.5 અવસ્થા ચિંતન (અરિહંત ભગવાનની જુદી જુદી અવસ્થા પર મનન કરવું) બાહ્ય પૂજાને પૂર્ણ કર્યા બાદ આપણે ચિંતન કરવું જોઈએ. પુરુષોએ અરિહંત ભગવાનની જમણી બાજુ એટલે કે મૂર્તિની સામે ડાબી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુ એટલે કે મૂર્તિની સામે જમણી Page 32 of 307 Page #49 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બાજુ ઊભા રહેવું જોઈએ. હવે આપણે નીચેની ત્રણ અવસ્થા જેમાંથી અરિહંત ભગવાન પસાર થયા હતા તેના વિશે ચિંતન કરવું જોઈએ: પિંડસ્થ અવસ્થા સામાન્ય દેહધારી અવસ્થા પદસ્થ અવસ્થા કેવળજ્ઞાની ભગવાનની શરીરધારી અવસ્થા રૂપાતીત અવસ્થા મુક્તાત્મા કોષ્ટકની D.3.E D.3.4.1.4.5.1 પિંડસ્થ અવસ્થા પિંડસ્થ અવસ્થામાં અરિહંત ભગવાનની નીચે મુજબની અવસ્થાનું ચિંતન કરવું જોઈએ: D.3.4.1.4.5.1.1 જન્મ અવસ્થા (બાળક સ્વરૂપે) હે પ્રભુ, જ્યારે તમે આ જન્મથી પૂર્વે ત્રીજા ભવમાં કરુણા અને દરેક જીવના આધ્યાત્મિક વિકાસની તીવ્ર ઈચ્છા સાથે તીર્થંકર નામકર્મ બાંધ્યું. જ્યારે તમે જન્મ્યા ત્યારે ૫૬ દીકકુમારીઓ અને ચોસઠ ઇન્દ્રોએ તમારો જન્મ મહોત્સવ કર્યો હતો .તમારી આસપાસ થતી આવી મહાન ઘટનાથી પણ તમે અભિમાન અનુભવ્યું નહિ એ તમારી મહાનતા અને નમ્રતા હતી. D.3.4.1.4.5.1.2 રાજ્ય વ્યવસ્થા હે ભગવાન તમે રાજકુમાર હતા, તમારી પાસે રાજવી સત્તા અને વૈભવ હતા. તે છતાં તમે તેના પ્રત્યે રાગ કે દ્વેષ ન અનુભવ્યો. તમે એક યોગીની જેમ અલિપ્ત હતાં. તમારા ત્યાગનો જય હો. D.3.4.1.4.5.1.3 શ્રમણ અવસ્થા હે મહાન પ્રભુ! તમે સંસારની સત્તા અને આરામને કોઇપણ ખચકાટ વગર છોડી દીધા અને તમે સાધુ બન્યા. ખૂબ જ કડવા અનુભવો અને ઉપસર્ગોની વચ્ચે તમે ખુબ જ સાહસી અને નીડર રહીને આધ્યાત્મિક વિકાસ કર્યો. ઘણી વખત તમે ખૂબ જ કઠિન એવા તપ કર્યા. તમે ઊંડા ધ્યાનમાં કેટલાય દિવસો સુધી ઉભા રહ્યા. આવું કરવાથી તમે તમારા ઘાતી કર્મોનો નાશ કર્યો. તમારા તપનો જય હો. તમારી વીરતાનો જય હો. તમારી સહનશીલતાનો જય હો. D.3.4.1.4.5.2 પદસ્થ અવસ્થા આ અવસ્થા માટે તમારે તીર્થંકરની જેમ જીવન વ્યવસ્થા ઉપર ચિંતન કરવું જોઈએ. Page 33 of 307 Page #50 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) હે તીર્થંકર! તમે ૩૪ અતિશયો એટલે કે અદ્વિતીય ગુણધર્મોથી યુક્ત છો. હે તીર્થંકર! તમે તીર્થની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. હે તીર્થંકર! તમે આ બ્રહ્માંડના જીવ તત્વના ઉત્તમ સિદ્ધાંતો સમજાવ્યા છે. તમે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રથી બનેલો મુક્તિનો માર્ગ સમજાવ્યો છે. તમે અનેકાંતવાદ, સ્યાદવાદ અને નયવાદ જેવા તત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજાવ્યા છે. અહિંસા ધર્મના સ્થાપક એવા તીર્થંકર પરમાત્માને મારા વંદન. D.3.4.1.4.5.3 રૂપાતીત અવસ્થા અહીં તમારે જિનના શુદ્ધ સ્વરૂપ વિષે ચિંતન કરવું જોઈએ. હે પરમાત્મા! તમે તમારા કર્મોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે અને તમે અશરીરી, શુદ્ધ, બુદ્ધ અને સંપૂર્ણ બન્યા છો. આ અવસ્થા પ્રાપ્ત કરવાથી તમે અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યને પ્રાપ્ત કર્યું છે. તમારી પાસે અસંખ્ય સદગુણો છે. તમારી અવસ્થા અશુદ્ધતા, વિકૃતિ, અને આક્રોશથી મુક્ત છે. આ અવસ્થા જન્મ જરા, તણાવ કે ગરીબી બધા દુઃખોથી પર છે. D.3.4.1.6 દિશા ત્યાગ (જિન પ્રતિમા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું) હવે તમારે પોતાને ભાવ પૂજા માટે તૈયાર કરવાનું છે જેને ચૈત્યવંદન કહે છે. તમારે કોઈપણ વસ્તુથી વિચલિત થવાનું નથી. તમારી આંખો અને મન પ્રતિમા પર જ કેન્દ્રિત હોવા જોઈએ અને તમારે ઉપર, નીચે, આજુબાજુ, પાછળ ક્યાંય પણ જોવાનું નથી. D.3.4.1.7 પરિમાર્જન જમીન પર બેસતા પહેલાં સાફ કરવી) ચૈત્યવંદન માટે નીચે બેસતા પહેલા તમારે જમીનને ત્રણ વખત તમારા ઉપરી વસ્ત્રથી સાફ કરવી જોઈએ. આથી નાનામાં નાના જીવની પણ તમારા બેસવાથી હિંસા ન થાય. D.3.4.1.8 આલંબન (સહાય) બેસ્યા બાદ તમે તમારા મનને ત્રણ વસ્તુ પર કેન્દ્રિત કરતા રહેવાનું છે. ભગવાનની મૂર્તિ, બોલવામાં આવતા સૂત્રો અને તેના અર્થ. D.3.4.1.9 મુદ્રા ચૈત્યવંદન કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમુક મુદ્રાઓ શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. D.3.4.1.9.1 યોગમુદ્રા ચૈત્યવંદન કરતી વખતે અને તેના સૂત્રો બોલતી વખતે તમારે ટટ્ટાર બેસવું જોઇએ, બંને હથેળીઓ Page 34 of 307 Page #51 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સાથે રાખીને એક હાથની આંગળીઓને બીજા હાથની આંગળીઓ વચ્ચેની જગ્યામાં રાખવી જોઈએ અને તમારી કોણીને પેટની બાજુમાં રાખવી જોઈએ. D.3.4.1.9.2 મુકતા શક્તિ મુદ્રા તમારે તમારા બંને હાથને એક છીપલા જેવી મુદ્રામાં રાખવા જોઈએ તમારા બંને હાથ એવી રીતે સાથે હોવા જોઈએ જેથી તમારા બંને હાથની હથેળી અને આંગળીઓ વચ્ચે જગ્યા રહે. જાવંતી ચેઈ આણં, જાવંતી કેવી સાહુ, જય વીયરાય વગેરે સૂત્રો આ મુદ્રામાં બોલવામાં આવે છે. D.3.4.1.9.3 જિન મુદ્રા. કાયોત્સર્ગ વખતે તમારે એવી રીતે ઉભા રહેવાનું છે કે જેથી તમારા બન્ને પગના અંગૂઠા વચ્ચે ચાર ઇંચનું અંતર અને તમારા બંને પગની એડી વચ્ચે ચાર ઇંચ કરતા ઓછું અંતર રહે. તમારા હાથ નીચેની બાજુ લટકતા રહેવા જોઇએ. તમારી આંખો તમારી નાકના અગ્ર ભાગ પર સ્થિર રહેવી જોઈએ. જિન ભગવાન કાયોત્સર્ગ કરતી વખતે આ મુદ્રામાં ઉભા રહે છે. D.3.4.1.10 પ્રણિધાન (ધ્યાનમાં રહેવું) તમારે મન, વચન અને કાયાથી ચૈત્યવંદનમાં તલ્લીન થવાનું છે. સાચી મુદ્રાથી, ભાવ પૂજામાં ઇન્દ્રિયોને કેન્દ્રિત કરવાથી, સાચી રીતે સૂત્રો બોલવાથી, તમારા મનને ચૈત્યવંદનમાં લગાવવાથી અને તેને કશે ભટકવા ન દેવાથી તમે પ્રણિધાન જે અંતિમ પ્રક્રિયા છે તે પણ પૂર્ણ કરશો. અમુક જૈન સંપ્રદાય જેવા કે સ્થાનકવાસી અને તેરાપંથીના સભ્યો મંદિરમાં પૂજા કરતા નથી. D.3.5 દિગંબર પરંપરામાં પૂજા દરેક મૂર્તિપૂજક ધર્મમાં પ્રતિમાની પૂજા અને તેની સાથે સંકળાયેલા વિધિ કરવાનું ખૂબ જ મહત્વ છે જ્યારે કોઈ વ્યક્તિ એ પ્રતિમા કે જેની તે પૂજા અને ભક્તિ કરે છે તેની એક ઝલક પામતા જ અનુપમ આનંદ અને પ્રસન્નતાની લાગણી અનુભવે છે. D.3.5.1 દેવપૂજા દેવપૂજા જૈનોનું પ્રથમ આવશ્યક છે. દિગંબર પરંપરા મુજબ એક શ્રાવક માટે દેવપૂજા છ આવશ્યકમાં પ્રથમ આવે છે. પૂજા સામાન્ય રીતે મૂર્તિની સમક્ષ અને અમુક દ્રવ્ય અર્પણ કરવાથી (દ્રવ્ય પૂજા) કરવામાં આવે છે પરંતુ તે પ્રતિમાની ગેરહાજરીમાં અને કોઈપણ દ્રવ્ય વગર પણ (ભાવ પૂજા) થઈ શકે છે. પૂજા દેરાસરમાં અરિહંત ભગવાનની પ્રતિમાની સમક્ષ કરવામાં આવે છે પરંતુ ઘરે પ્રતિમા હોય તો પણ કરી શકાય છે. Page 35 of 307 Page #52 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) દેરાસરમાં જતા પહેલા તમારે નાહીને શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઇએ જે સામાન્ય રીતે દેરાસરમાં આ હેતુ માટે રાખવામાં આવે છે. દેરાસર જતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે આપણી બેકાળજીથી કોઇપણ જીવને હાની ન પહોંચે. દેરાસરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે આપણા હાથ અને પગ ધોઈ લેવા જોઈએ. દેરાસરના પરિસરમાં તમારે પ્રવેશ કરતી વખતે ધીરેથી ઘંટ વગાડવો જોઈએ જેથી તમારા અંતરને જાગૃત કરી શકો. દેરાસરમાં પ્રવેશતી વખતે આપણે બોલવું જોઈએ • નિસ્સિહી નિસ્સિહી નિસ્સિહી • ઓમ જય જય નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ આટલું કર્યા બાદ આપણે ત્રણ વાર નવકાર મંત્ર બોલવો જોઈએ અને પ્રતિમાને નમન કરવું જોઈએ. ત્યારબાદ વેદી ફરતે ઘડિયાળના કાંટાની ફરતી દિશામાં ત્રણ વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ પ્રતિમાની સમક્ષ બેસીને અક્ષતની મદદથી સ્વસ્તિક બનાવવો જોઈએ જે ચાર ગતિને સૂચવે છે. ત્રણ ટપકા કરવા જોઈએ જે ચાર ગતિમાંથી મુક્ત થવાના રસ્તા સૂચવે છે. અને તેની ઉપર બીજનો ચંદ્ર કરવો જોઈએ જે મુક્ત આત્માનું અંતિમ સ્થાન સૂચવે છે આટલું કરવાથી વ્યક્તિ સમજે છે કે પૂજાનું અંતિમ લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે. આ કર્યા બાદ તે ગભારામાં પૂજા માટે પ્રવેશ કરે છે. D.3.5.2 દિગંબર પૂજા વિધિ • અભિષેક કે પક્ષાલ (ભગવાનની પ્રતિમાને નવડાવીને શુભ વસ્ત્રથી તેને સાફ કરવી - પ્રક્ષાલન) • પૂજા પ્રારંભ • આહવાનન કે સ્થાપના - મુખ્ય પૂજા (8 દ્રવ્યથી) · જય માલા • શાંતિપાઠ • વિસર્જન • આરતી D.3.5.2.1 અભિષેક પરમાત્માની પ્રતિમાને નવડાવવાની ક્રિયાને અભિષેક કહે છે જે સામાન્ય રીતે શુદ્ધ પાણીથી કરવામાં આવે છે. અમુક ખાસ પ્રસંગોમાં લોકો પંચામૃત અભિષેક પણ કરે છે જેમાં પાંચ દ્રવ્યો: Page 36 of 307 Page #53 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પાણી, દૂધ, દહીં, ચંદન અને ઘીનો ઉપયોગ થાય છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે તે રીતે જોતા પૂજામાં દૂધ અને તેની કોઈપણ બનાવટોનો વપરાશ કરવો જોઇએ નહીં. અભિષેકનો મુખ્ય હેતુ આત્મા અને મનને શુદ્ધ કરવાનો છે. તે પ્રતિમાને સાફ રાખવાના હેતુથી પણ કરવામાં આવે છે. અરિહંત ભગવાનના ગુણોને દર્શાવતી કેટલીક પ્રાર્થનાઓ આ પૂજા દરમિયાન કરવામાં આવે છે. આ પૂજા આપણને ઇન્દ્રનો અનુપમ ઉત્સાહ અને ખુશી દર્શાવે છે કે જ્યારે તે નવા જન્મેલા તીર્થંકર ભગવાનનો મેરુ પર્વત પર અભિષેક કરે છે. આપણે ભગવાનને ખરાબ વિચારો, ઇચ્છાઓ, કષાયો અને સંસારના રાગમાંથી દૂર રહેવા માટે પ્રાર્થના કરીએ છે. આ પછી આપણી પાસે જે બચે છે તે શુદ્ધાત્મા છે. અભિષેકમાં પ્રતિમાને સૂકા અને શુદ્ધ વસ્ત્રથી સાફ કરવામાં આવે છે જેને પ્રક્ષાલન કહે છે. આ વખતે 'પ્રભુ પતિત પાવન' પ્રાર્થના બોલવામાં આવે છે. D.3.5.2.2 પૂજા પ્રારંભ આ ક્રિયામાં મંગલ સ્તોત્ર બોલવામાં આવે છે. D.3.5.3 આહવાનન અને સ્થાપના આ ક્રિયામાં જે ભગવાનની પૂજા કરવાની હોય તેમને વિનંતી કરીને બોલાવવામાં આવે છે અને તેમની સ્થાપના કરવામાં આવે છે. D.3.5.2.4 મુખ્ય પૂજા મુખ્ય પૂજા આઠ પ્રકારના દ્રવ્યથી કરવામાં આવે છે. ઘણા દિગંબર સંપ્રદાયમાં દિપક, ફુલો કે ફળને બદલે શ્રીફળ, રંગીન ચોખા અને લવિંગ વાપરવામાં આવે છે. D.3.5.2.4.1 જળ પૂજા આ પૂજામાં શુદ્ધ જળ અર્પણ કરવામાં આવે છે જેથી જન્મ જરા અને મૃત્યુનો વિનાશ કરી શકાય (જન્મ જરા મૃત્યુ વિનાશનાય). દરેક જીવાત્મા સતત જન્મ, જરા અને મૃત્યુની દુ:ખદાયી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. જળ આપણને શુદ્ધ પાણી જેવું જીવન જીવવાનું અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાનું યાદ અપાવે છે. D.3.5.2.4.2 ચંદન પૂજા આ પૂજા ચંદનના પાઉડરમાં કેસર અને પાણી ભેળવીને સંસારના તાપમાથી મુક્ત થવા કરવામાં આવે છે (સંસાર તાપ વિનાશનાય). ચંદનનો સ્વભાવ શાંત છે આથી તેના અને ધર્મ દ્વારા આપણે Page 37 of 307 Page #54 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આપણી પીડાઓમાંથી બહાર આવી શકીએ છે. D.3.5.2.4.3 અક્ષત પૂજા ફોતરાં વિનાના ચોખાને અક્ષત કહે છે. અક્ષત પૂજા જન્મ, જરા અને મૃત્યુનો અંત સૂચવે છે(અક્ષય પદ પ્રાપ્તાય). જેમ ચોખા ફરીથી અંકુરિત થતા નથી તેમ આપણે પણ અક્ષય પદને પામીએ. D.3.5.2.4.4 પુષ્પ પૂજા આ પૂજામાં કેસરી રંગના ચોખા અથવા પુષ્પ અર્પણ કરવામાં આવે છે. પુષ્પ કષાય અને ઈન્દ્રિયોને સૂચવે છે. પુષ્પ અર્પણ કરવાથી આપણે બધા કષાયો કે જે કર્મ બંધનું કારણ છે તેનાથી દૂર થવાનું માંગીએ છે (કામ વાસના વિનાશનાય). D.3.5.2.4.5 નૈવૈદ્ય પૂજા નૈવૈદ્ય સ્વાદિષ્ટ ભોજન દર્શાવે છે. આ પૂજામાં કોપરાનો સફેદ નાનો ટુકડો જે સ્વાદિષ્ટ ભોજન દર્શાવે છે તેને અર્પણ કરવામાં આવે છે. તે દર્શાવે છે કે આ પૂજા કરતો વ્યક્તિ ભોજનની ઈચ્છામાંથી ઉપર ઉઠે છે તેને ઓછી કરે છે (ક્ષુધા રોગ વિનાશનાય). જીવનનું અંતિમ ધ્યેય નિર્વાણ પ્રાપ્ત કરવા થકી કોઇપણ પ્રકારના ખોરાકની જરૂરીયાત ઉપર ઉઠવાનું છે. D.3.5.2.4.6 દિપક પૂજા આ પૂજામાં દિપક (દિયા) ને અર્પણ કરવામાં આવે છે જેથી આપણા જ્ઞાન અને મિથ્યા થવાનો અંધકાર દુર થાય (મોહાંધકાર વિનાશનાય). ઘણી વખત કેસરી રંગના કોપરાનો ટુકડો દિપકને દર્શાવે છે. D.3.5.2.4.7 ધૂપ પૂજા આ પૂજામાં લવિંગ અથવા ચંદનના પાવડરનો ભૂકો જે ધૂપ દર્શાવે છે તેને આઠ કર્મના નાશ માટે (અષ્ટકર્મ વિનાશનાય) અર્પણ કરવામાં આવે છે. D.3.5.2.4.8 ફળ પૂજા આ પૂજામાં આખી બદામ અથવા કોપરું જે ફળને દર્શાવે છે તેને અર્પણ કરવામાં આવે છે. ફળ નિર્વાણ કે મોક્ષને દર્શાવે છે જે દરેક આત્માનું અંતિમ લક્ષ્ય છે (મોક્ષ ફળ પ્રાપ્તાય). Page 38 of 307 Page #55 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.3.5.2.4.9 અર્ધ્ય/ આશિકા પૂજા આ પૂજા આઠ પ્રકારના દ્રવ્યથી પૂજા કર્યા બાદ સિદ્ધ પદની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે (અનર્ધ પદ પ્રાપ્તાય). તેને આશિકા પૂજા પણ કહે છે. આશિકા નાની થાળી છે જેમાં વ્યક્તિ આહવાનન સમયે લવિંગ, પુષ્પ કે પીળા ચોખા રાખે છે. ૯ આખા લવિંગ કે ૯ આખા ચોખાના દાણા ડાબા હાથમાં લેવામાં આવે છે દરેક વખતે સ્થાપનાનો મંત્ર બોલવામાં આવે છે. આહવાનન કે સંનિધિકરણ બોલવામાં આવે છે. માથું સીધું રાખીને ત્રણ પુષ્પ કે લવિંગ જમણા હાથની અનામિકા આંગળી અને અંગુઠાની વચ્ચે રાખવામાં આવે છે અને દરેક વખતે આશિકામાં મુકવામાં આવે છે. D.3.5.2.5 જય માલા (પ્રશંસા) આ વિધિમાં તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરવામાં આવે છે. જય માલા - વિજયની માળા - જેમાં તીર્થંકર ભગવાનના નામને એક પછી એક બોલવામાં આવે છે. મૌન સાથે થોડીકવાર બેસવામાં આવે છે અને ત્યારબાદ નમસ્કારના પાઠ કરવામાં આવે છે. તેમના ગુણોને બોલતી વખતે દરેકે વિચારવાનું છે કે આપણો આત્મા પણ આવા જ ગુણો ધરાવે છે અને આપણે પણ કર્મોથી મુક્ત થઈને મોક્ષ મેળવવા માટે સક્ષમ છીએ. D.3.5.2.6 શાંતિ પાઠ દરેક જીવોની શાંતિ અને તેમના સુખ માટે શાંતિપાઠ નામની પ્રાર્થના કરવામાં આવે છે. D.3.5.2.7 વિસર્જન આ વિધિથી પૂજાનું સમાપન કરવામાં આવે છે. અહીં પૂજામાં આવેલા દેવતાઓ કે જેમને આહવાનની ક્રિયામાં બોલાવેલા હતા તેમને તેમના સ્થળે જવા માટે પૂછવામાં આવે છે અને વિધિ દરમિયાન કરવામાં આવેલી ભૂલ બદલ માફી માંગવામાં આવે છે. D.3.5.2.8 આરતી પંચ પરમેષ્ઠી અથવા તીર્થંકરોની આરતીને દીવો પ્રગટાવીને પૂજા કર્યા બાદ કરવામાં આવે છે. આરતી કર્યા બાદ શાસ્ત્રો વાંચવામાં આવે છે અથવા તો ધ્યાન કરવામાં આવે છે. પૂજા વખતે પણ શાસ્ત્રોની વાચના કરવામાં આવે છે. જો સજાગતા પૂર્વક પૂજા કરવામાં આવે તો તે જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંતોની વધુ સારી સમજ આપે છે. સામાન્ય રીતે પૂજા તીર્થંકરોને અનુલક્ષીને કરવામાં આવે છે પરંતુ જૈન શાસ્ત્રો (દેવ શાસ્ત્ર ગુરુ સમુચ્ચય પૂજા) ની પૂજા પણ રોજની પૂજાનો જ ભાગ છે. અમુક ખાસ પ્રસંગો તહેવારો સાથે Page 39 of 307 Page #56 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સંકળાયેલી પૂજા આપણા ધર્મ વિષેની માન્યતાને મજબૂત બનાવે છે. પૂજાનો મુખ્ય ધ્યેય તીર્થંકરના ગુણગાન ગાતી વખતે આપણે આપણી જાતને યાદ કરાવવાનું છે આપણે પણ તેવા જ ગુણો ધરાવીએ છે અને તીર્થંકરોએ અપનાવેલો માર્ગ પસંદ કરીને આપણે પણ મુક્તિ મેળવી શકીએ છે. D.3.6 પૂજામાં અર્પણ કરાતી વસ્તુઓ અને તેનું મહત્વ: નીચેનો ચાર્ટ શ્વેતાંબર અને દિગંબર પૂજામાં વપરાતી સામગ્રી અને તેમનું મહત્વ બતાવે છે. દિ | સામગ્રી | સામગ્રીનો વિકલ્પ | મહત્વ શ્વે* ૧ ૧ જળ સમાન ૨ ૨ ચંદન સમાન 3 3 પુષ્પ ૭ ત શુદ્ધતા જ્ઞાન/શાંતિ પીળા ચોખા (કેસર | સારું ચરિત્ર થી રંગ કરેલા) ફાયદો ઈચ્છાઓ, ચિંતા હતાશા અને દુઃખોથી મુક્તિ ક્રોધ જેવા કષાયમાંથી મુક્તિ માયાના કષાયમાંથી મુક્તિ ४ * ધૂપ સમાન સાધુજીવન જન્મ અને મરણના ચક્રનો અંત - ૫ દિપક પીળું કોપર (ઈસર શુદ્ધ ચેતના અજ્ઞાન અને અંતરના થી રંગ કરાયેલું) 9 અક્ષત સમાન જન્મ અને મરણના ચક્ર નો અંત ન્ નૈવેદ્ય સફેદ કોર્ટ પરમાત્મા થવું(દિગંબર) સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે અંધકારનો નાશ એવી રીતે જીવો કે તે અંતિમ જીવન હોય લોભ ના કષાયમાંથી મુક્તિ નિર્લેપતાથેના બરા ૮ ફળ સુકામેવા મોક્ષ મોક્ષ C અર્ધ્ય અર્ધ્ય પૂજા સમ્યગ દર્શન સમ્યગ | પૂજા (આશિકા) આ જ્ઞાન અને સંપૂર્ણ આઠેય સામગ્રી નું સુખની શાશ્વત (મિશ્રણ) અવસ્થા દિગંબર સંપ્રદાયમાં લવિંગ અને ચંદનના પાવડરનો ભૂકો ધૂપ દર્શાવે છે. તેને આઠ કર્મના નાશ માટે અર્પણ કરવામાં આવે છે. આશિકા પૂજા ફક્ત દિગંબર પરંપરામાં જ કરવામાં આવે છે. Page 40 of 307 Page #57 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.3.7 શ્વેતાંબર સંપ્રદાયનાની વિશેષ પૂજાઓ વિશિષ્ટ પ્રસંગમાં કરવામાં આવતી પૂજામાં ઉપર મુજબ દર્શાવેલા ૮ સામગ્રી જે રોજ પૂજામાં વપરાય છે તેનો જ ઉપયોગ થાય છે. શ્વેતામ્બર પરંપરામાં કરવામાં આવતી અમુક વિશેષ પૂજા નીચે મુજબ છે: D.3.7.1 સ્નાત્ર પૂજા તે તીર્થંકર ભગવાનનો દેવો અને દેવીઓ દ્વારા મેરુપર્વત ઉપર થયેલો જન્મ મહોત્સવ સૂચવે છે. કોઈપણ પૂજા, પૂજન, જન્મ મહોત્સવ, નવા વ્યવસાયને શરૂ કરતા પહેલા, નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા કે કોઈ પણ ખાસ પ્રસંગની પહેલા કરવામાં આવે છે. D.3.7.2 પંચકલ્યાણક પૂજા આ પૂજા તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણકો જેવા કે જન્મ, ગર્ભ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણક ને સૂચવે છે. ઘણી પંચકલ્યાણક પૂજા ભગવાન પાર્શ્વનાથ, આદિનાથ, શાંતિનાથ કે મહાવીર સ્વામીની ભક્તિરૂપે હોય છે. આ પૂજા કોઈ પણ સારા પ્રસંગ દરમિયાન કરવામાં આવે છે. D.3.7.3 અંતરાય કર્મ પૂજા આ પૂજામાં અષ્ટપ્રકારી પૂજા જેવી જ આઠ પૂજાઓ હોય છે. આ પૂજામાં જુદા જુદા લોકોએ કેવી રીતે અંતરાય કર્મ બાંધ્યા અને આ પૂજા કરવાથી તે કેવી રીતે દુર થયા તે દર્શાવવામાં આવે છે. આ પૂજા ૮ કર્મોને દૂર કરવા માટેની ૬૪ પૂજાનો એક પ્રકાર છે. D.3.7.4 ૯૯ પ્રકારી પૂજા આ પૂજામાં સિદ્ધાચલ મહાતીર્થના ગુણને યાદ કરવા કરવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણા પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ૯૯ વખત પૂજા કરવા આવ્યા હતા. D.3.7.5 સત્તરભેદી પૂજા આપણા શાસ્ત્રો કહે છે કે જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી આપણને પુણ્ય કર્મનો બંધ થાય છે. આ પૂજામાં ઇન્દ્રનો ઉલ્લેખ છે જેમણે ૧૭ પ્રકારની જુદી-જુદી સામગ્રી દ્વારા ભગવાન પાર્શ્વનાથની પૂજા કરી હતી. સામાન્ય રીતે આ પૂજા કોઈપણ દેરાસરની પ્રતિષ્ઠા વખતે કે દેરાસરના શિખર ઉપર નવી ધજા લગાવતી વખતે કરવામાં આવે છે. Page 41 of 307 Page #58 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.3.7.6 વાસ્તુપૂજા આ પૂજા જ્યારે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેને આશીર્વાદ આપવા કરવામાં આવે છે. આ પૂજાની રચના કરનારે શરીરને આત્માનું ક્ષણિક ઘરનું રૂપક આપેલું છે. આપણું અંતિમ લક્ષ્ય શરીર સાથે રાગ રાખવો નહી પરંતુ આત્માના કાયમી ઘર એટલે કે મોક્ષમાં જવાનું છે. D.3.7.7 નવપદ પુજા આ પૂજા નવ આદરણીય વસ્તુઓ: પંચપરમેષ્ઠિ, સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક ચરિત્ર અને સમ્યક તપની પૂજા કરવા માટે થાય છે. D.3.7.8 બાર વ્રત પૂજા આ પૂજા શ્રાવકના બાર વ્રતને દર્શાવે છે. આ પૂજા આપણને શ્રાવકના બાર વ્રતોને અનુસરવાનું યાદ કરાવે છે તથા શ્રાવક અને શ્રાવિકા જેઓ આ વ્રત અપનાવ્યા અને તેના ફાયદા વિશેની કથાઓ કહે છે. D.3.8 શ્વેતામ્બર પરંપરામાં પૂજન પૂજન વિવિધ ક્રિયાઓનો સમન્વય અને લાંબો સમારોહ છે. દરેક પૂજન માટે વિશેષ પ્રક્રિયા છે. તે પૂજન વિશેષતા ધરાવતા પંડિત પાસે જ કરાવવામાં આવે છે. આ પૂજન વિશેષ પ્રસંગો જેવા કે દેરાસરની પ્રતિષ્ઠા, દેરાસરની વર્ષગાંઠ કે કોઈના વિશેષ પ્રસંગને ઉજવવા માટે કરવામાં આવે છે. તેના ઉદાહરણો નીચે મુજબ છે: • સિદ્ધચક્ર પૂજન: આ પૂજા વિશેષ પ્રકારના ફળ અને નૈવેદ્ય દ્વારા નવપદનો આદર કરવા માટેની લાંબી પૂજા છે. તે શ્રીપાળરાજા અને મયણાસુંદરીને એક આચાર્ય દ્વારા આપવામાં આવ્યું હતું. • ભક્તામર પૂજન: આ પૂજન ભગવાન આદિનાથને આદર આપવા માટે ૪૪ કે ૪૮ ગાથાનો ભક્તામર સ્તોત્ર બોલવા દ્વારા અને વિશેષ પ્રકારના નૈવેદ્ય અને ફળ અર્પણ કરવા દ્વારા કરવામાં આવે છે. • શાંતિ સ્નાત્ર પૂજન: સામાન્ય રીતે આ પૂજન કોઈપણ દેરાસરની પ્રતિષ્ઠા કે કોઈપણ મોટા ધાર્મિક સમારોહની પહેલા વિઘ્નોને દૂર કરવા માટે અને શાંતિની સ્થાપના માટે કરવામાં આવે છે. Page 42 of 307 Page #59 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.3.9 દિગંબર પરંપરામાં કરવામાં આવતી વિવિધ પૂજાઓ • દેવ શાસ્ત્ર ગુરૂ પૂજા: આ પૂજામાં દેવ - વીતરાગ ભગવાન, શાસ્ત્ર - તેમણે આપેલા ઉપદેશોના પુસ્તકો અને ગુરુ - જે તેમના ઉપદેશોની આપણને સમજ આપે છે અને જે છે - આપણને માર્ગદર્શન આપે છે તેમની પૂજા કરવામાં આવે છે. મુક્તિની સફર દેવ, શાસ્ત્ર કે ગુરુના આદર વગર શરૂ થઈ શકતી નથી. • પંચકલ્યાણક પૂજા: તીર્થંકર ભગવાનના કલ્યાણકોની અહીં પૂજા કરવામાં આવે છે. પંચકલ્યાણક પૂજા તીર્થંકરોના પાંચ કલ્યાણકોની પ્રશંસા કરે છે. • • પંચપરમેષ્ઠિ પૂજા: આ પૂજામાં અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓની પૂજા કરવામાં આવે છે. તેમાં અરિહંત, સિદ્ધ, દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. સાચા અર્થમાં આ પૂજા આપણે આત્મામાં શરણ લેવાથી અને પંચ પરમેષ્ઠી બતાવેલો માર્ગ અનુસરવાથી કરી શકાય છે. નવ દેવતા પૂજા: આ પૂજામાં ૯ ઉત્તમ વસ્તુઓની પ્રશંસા કરવામાં આવે છે આ ૯ વસ્તુઓ પંચપરમેષ્ઠિ, જૈન ધર્મ, જૈન આગમ, જિનબિંબ અને જૈન ચૈત્ય છે. દસ લક્ષણા પૂજા: આ પૂજા સાધુઓના ૧૦ મહાન ગુણોની પ્રશંસા કરે છે. આદર્શ ગુણો જેવા કે ઉત્તમ ક્ષમા વગેરે ધર્મનો અને શુદ્ધ આત્માનો સ્વભાવ છે જેમ કે અનંત સુખ. . રત્નત્રય પૂજા: સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રને રત્નત્રયી કહેવામાં આવે છે .રત્નત્રય એ મુક્તિનું કારણ અને તેનું પરિણામ મોક્ષ છે. આ રત્નત્રયની અહીં પૂજા કરવામાં આવે છે. • દિવાળી પૂજા: તે ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકને ઉજવવા માટે કરવામાં આવે છે. • સોલહ કરણ પૂજા: સોલહ કરણ પૂજામાં તીર્થંકર નામકર્મ મેળવવા માટેના કારણો પર ઊંડા વિચારો કે તેની ઉપર મનન કરવાનું હોય છે. • નિર્વાણ ક્ષેત્ર પૂજા: જે જગ્યાએ ભગવાન મહાવીરને નિર્વાણ મળ્યું હતું તે જગ્યા ખૂબ જ પવિત્ર છે અને તેની પૂજા અહીં કરવામાં આવે છે. • ધૂપ દસમી પૂજા Page 43 of 307 Page #60 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) • રક્ષાબંધન પૂજા • જૈન ધર્મ જૈન આગમ જૈન ચૈત્ય અને જૈન ચૈત્યાલય પૂજા • દિગંબર પર્વ પૂજા આ દરેક પૂજાનો હેતુ તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરીને આપણે પોતાની જાતને યાદ અપાવવાનું છે કે આપણે પણ આ બધા જ ગુણો ધરાવીએ છે અને તીર્થંકર પ્રભુએ લીધેલા માર્ગ અપનાવીને આપણે પણ મુક્તિ મેળવી શકીએ છીએ. મંદિરમાં ભગવાનના ચરણોમાં પુષ્પ ચઢાવવાં ન જશો પહેલા પોતાના ઘરને પ્રેમ અને સુવાસથી ભરી દો. ભગવાનની સમક્ષ દેરાસરમાં દીવો પ્રગટાવવા ન જશો પહેલા તમારા હૃદયમાંથી પાપના અંધકારને દૂર કરો મંદિરમાં પ્રાર્થના કરવા માટે તમારું મસ્તક ન નમાવો પહેલા તમારા બાંધવો જોડે નમ્રતાથી વર્તવાનું શીખો મંદિરમાં ઘૂંટણિયે પડીને પ્રાર્થના ન કરો પહેલા જે લોકો નીચે પડી ગયા છે તેમને ઉઠાવવા માટે નમો મંદિર જઈને પોતાના પાપોની માફી ન માંગો પહેલા જેમને તમારી સાથે પાપ ભર્યું વર્તન કર્યું છે તેમને દિલથી માફી આપો રવીન્દ્રનાથ ટાગોર Page 44 of 307 Page #61 -------------------------------------------------------------------------- ________________ D.4 ૬ આવશ્યક Compodium of Jainism - Part (II) D.4.1 પ્રસ્તાવના જૈન ધર્મ ખુબ જ વ્યવહારિક ધર્મ છે, જે આપણને રોજિંદા જીવનમાં ખુબ જ ઉપયોગી છે. જૈન ધર્મને વ્યવહારમાં લાવીને જીવી જાણવાનો છે. જૈન મૂલ્યો દરેક વ્યક્તિ માટે જીવનના દરેક તબક્કે ઉપયોગી છે. આત્માનું ચિંતન કરવું જૈન ધર્મનો અગત્યનો ભાગ છે. આત્માનું ચિંતન કરવું, તેમાં વિચરવું, તેનું મનન કરવું, વિત્તેષણ કરવું વગેરે સાચા આચરણનો ભાગ છે. આ ક્રિયાઓ એક પવિત્ર જૈનના જીવનમાં વણાયેલી હોય છે. દેરાસરે જવું, ગુને સાંભળવું, વત નિયમો લેવા, સાધુન ગોચરી ખાપરી, મમતા માટે સામયિક કરવી, આત્મનિરીક્ષણ માટે પ્રતિક્રમણ કરવું, અહિંસાનું પાલન કરવું, દાન કરવું, પ્રામાણિક જીવન જીવવું અને આવી બીજી અમુક ક્રિયાઓ એક જૈનના રોજિંદા જીવનનો ભાગ હોય છે. જૈન દર્શન માને છે કે અનાદિ કાળથી આત્મા અશુદ્ધિઓથી ભરેલો છે. આત્મા પાસે તેના શુદ્ધ સ્વરૂપમાં અનંત દર્શન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત સુખ હોય છે. એક સંસારી આત્મા તેના આ સ્વભાવને સમજી શકતો નથી કેમ કે તે કર્મથી લદાયેલો છે. આ કર્મ મુખ્યત્વે મિથ્યાત્વ(મિથ્યા દર્શન અને અજ્ઞાન) અને કષાયો(ક્રોધ,માન, માયા અને લોભ) ના કારણે હોય છે. તીર્થંકરોએ આપણને ઘણા માર્ગ બતાવ્યા છે જેનાથી આપણે આ કષાયોથી મુક્ત થઈને મોક્ષ મેળવી શકીએ. એક રસ્તો છે ૬ આવશ્યકોને રોજ વ્યવહારમાં અનુસરીએ. ૬ અવશ્યકોને રોજ શ્રદ્ધાથી કરીએ તો આપણે આધ્યાત્મિક વિકાસ કરી શકીએ છીએ. આ ૬ આવશ્યકો દરેક જૈને રોજ કરવા જોઈએ. આ આવશ્યકો અનુસરવામાં આવે તો વ્યક્તિ નકારાત્મક વિચારોથી તથા રાગ અને દ્વેષથી દૂર રહે છે, આત્માનો વિકાસ કરે છે અને છેવટે મોક્ષ મેળવે છે. પ્રાચીન જૈન શાસ્ત્રો આવા ૬ આવશ્યકો સૂચવે છે. જૈન દર્શન આ ૬ આવશ્યકોને રોજ અનુસરવાનું કહે છે. દિગંબર અને શ્વેતામ્બર બંને પરંપરામાં ૬ આવશ્યકો છે પરંતુ તેમાં થોડા ઘણા ફરક છે. D.4.2 શ્વેતામ્બર પરંપરા મુજબના ૬ આવશ્યકો ૪૮ મિનિટ સુધી શાંતિથી સ્થિરતામાં બેસવું અને અહિંસાપૂર્વક પાપપ્રવૃત્તિ રહિત સમતાપૂર્વક રેહવું સામાયિક ચŚવિસન્થો વંદના સાધુ મહારાજોની ઉપાસના અને વંદન આદિ કરવા ચોવીસ તીર્થંકરોના ગુણને યાદ કરવા અને તેમની સ્તુતિ કરવી Page 45 of 307 Page #62 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પ્રતિક્રમણ કાયોત્સર્ગ કે પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ આખા દિવસમાં કરવામાં આવેલ પાપક્રિયાઓ અને અશુભ વિચારોનો પશ્ચાતાપ કરવો અને તે ફરીથી ન થાય તેના માટે પ્રયત્ન કરવો લાંબા સમય સુધી સ્થિર રહીને ધ્યાનમાં રહેવું અને ચિંતન કરવું કે ફરીથી આવા અશુભ વિચારો નહિ કરું. થોડા સમય માટે સારી પ્રવૃતિઓ કરવાની પ્રતિજ્ઞા લેવી અને અમુક પ્રકારના ખોરાકનો ત્યાગ કરવો અને વ્રત-નિયમથી ત્યાગમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો કોષ્ટક D.4.A દરેક આવશ્યકની વિધિમાં અર્ધ-માગધી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા અમુક સૂત્રો હોય છે. આ સૂત્રો તીર્થંકર ભગવાનની પ્રશંસામાં લખાયેલી અમુક સ્તુતિઓ અને પશ્ચાતાપ, ભૂલની કબૂલાત અને તેની માફી માંગતા ઘણા પદો લખાયેલા છે. D.4.2.1 સામાયિક - સમતાની અવસ્થા સમતાની અવસ્થામાં રાગ અને દ્વેષ વગર રહેવું અને દરેક જીવને પોતાના જેવો જ માનવો એટલે સામાયિક. સામાયિક એક પ્રક્રિયા છે જે સમતાના ગુણને ખીલવે છે. તે માણસને આત્માની નજીક લઇ જઇને તેને શાંત અને સ્થિર પ્રકૃતિનો બનાવે છે. સમતા શાંત રહેવાની ક્રિયા છે. તે મન અને સ્વભાવની તટસ્થતા શીખવે છે. તે મિથ્યાત્વ અને કષાય દૂર કરવા અને અહિંસાના પાલન માટે ખુબ જ જરૂરી છે અને તેના દ્વારા છેવટે બધા કર્મો દૂર થાય છે. આ ક્રિયા કરવાનો ઉદેશ એ છે કે આપણે દરેક જીવને સમાનતાથી જોઈએ, સુખ અને દુખમાં સમતાભાવ રાખીએ અને રાગ અને દ્વેષથી પર રહીએ. સામાયિક દરમ્યાન સાધક દુન્યવી બંધનોને ત્યજી દઈને, તેના મન, વચન અને કાયાની ક્રિયાઓને નિયંત્રણમાં રાખીને એક સાધુ જેવું જીવે છે. શાંત રહેવું, ધ્યાન કરવું, શાસ્ત્રો વાંચવા, પ્રતિક્રમણ કરવું અને પોતાના પાપ માટે માફી માંગવી એ ખુબ જરૂરી છે. દરેકે આત્માના નીચેના ગુણો તરફ ધ્યાન સેવવું જોઈએ: • દરેક જીવ પ્રત્યે સમતાભાવ • શુદ્ધ ઈરાદા સાથેનો સ્વ પર નિયંત્રણ • ઈચ્છઓ અને નફરતના કારણે ઉદભવતા દરેક વિચારનો બહિષ્કાર સામાયિક કરતી વખતે આપણે દુન્યવી સુખો, પરિવાર, મિત્રો, સબંધો વગેરે વિષે ન વિચારવું જોઈએ કેમ કે તે આત્માનો સાચો સ્વભાવ નથી. એના બદલે નીચેના સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું Page 46 of 307 Page #63 -------------------------------------------------------------------------- ________________ જોઈએ: • ના-અહમ - હું એ નથી Compodium of Jainism – Part (II) આત્માની સાચી ઓળખ કે જેમાં અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને સુખ છે તેની સાથે એકરૂપ થવા નીચેના સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ: • સો-અહમ - હું એ છુ આત્માના સાચા સ્વભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ખરાબ કર્મો(પાપ) ખરી જાય છે. આથી એવું માનવામાં આવે છે કે જૈનોએ દિવસના કોઈ પણ સમયે થાય તેટલી વધુ સામાયિક કરવી જોઈએ. સામાયિક કર્યા સિવાય કોઈને મોક્ષ મળ્યો નથી અને કોઈને મળશે પણ નહિ. સામાયિક એક સાચો આચાર છે. સામાયિક તીર્થંકર ભગવાનના ઉપદેશનો સાર છે. સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર મેળવવા માટે સામાયિક કરવું જરૂરી છે. જૈન સાધુ અને સાધ્વીઓ દીક્ષા લેતી વખતે વ્રત લે છે કે તેઓ કાયમ સામાયિકમાં જ રહેશે અને આથી જ તેઓ હંમેશા સમતામાં જ રહે છે. જયારે એક શ્રાવક કે શ્રાવિકા સામાયિક લે છે ત્યારે એ એટલો સમય સાધુની જેમ ગાળે છે. શ્રાવક/શ્રાવિકા એ દિવસમાં ઓછામાં ઓછું એક સામાયિક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામાયિક વિષેની વિસ્તૃત સમજ કેટલીક જૈન પુસ્તકોમાં મળે છે. D.4.2.1.1 સામાયિકના પ્રકાર: • આંશિક • પૂર્ણ જીવન પર્યંત પૂર્ણ સામાયિક સાધુ અને સાધ્વીઓને લાગુ પડે છે કેમ કે તેઓ હંમેશા સમતામાં રહે છે. આંશિક સામાયિક શ્રાવક અને શ્રાવિકા માટે છે જેથી તે દરેક બાહ્ય વસ્તુઓથી પોતાને અલિપ્ત રાખતા શીખી શકે. સામાયિક કરવા માટેનો ઓછામાં ઓછો સમય ૪૮ મિનિટનો છે. D.4.2.1.2 સામાયિક કરતી વખતે નીચેના ૩૨ પ્રકારના દોષોથી દૂર રહેવું જોઈએ. જૈન શાસ્ત્રો મન, વચન અને કાયાના ૩૨ દોષો બતાવે છે જેનાથી આપણે બચીને રહેવું જોઈએ. D.4.2.1.2.1 મનના ૧૦ દોષો • તેના ધ્યેય કે ક્રિયા પ્રત્યે સન્માન રાખ્યા વિના સામાયિક કરવી. . યશ કે કીર્તિ માટે સામાયિક કરવી. • લાભની ઈચ્છાથી સામાયિક કરવી. Page 47 of 307 Page #64 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) • અહંકાર સહિત સામાયિક કરવી. . રાજ્ય આદિ અપરાધના ભયથી સામાયિક કરવી. • સામાયિકના ફળ માટે નિયાણું બાંધવું. • સામાયિકના ફળમાં શંકા સાથે સામાયિક કરવી. • ગુસ્સા સાથે સામાયિક કરવી. • દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના આદર વગર સામાયિક કરવી. • બીજા કોઈના કહેવાથી અને બહુમાન વગર સામાયિક કરવી. D.4.2.1.2.2 વાચનના ૧૦ દોષ • સામાયિકમાં કુવચન બોલવા. • વગર વિચાર્યે બોલવું. • સામાયિકમાં રાગ ઉત્પન્ન કરે તેવા ગીત વગેરે ગાવા. • પોતાની સગવડતા કે સમય બચાવવા માટે સૂત્રો સંક્ષિપ્તમાં બોલવા. • કલહ ઉપજાવે તેવી વાણી બોલવી. • વિકથા કરવી. • હસી મજાક કરવા. • અશુદ્ધ ઉચ્ચારો કરવા. · કારણ વગરનું બોલવું. • અસ્પષ્ટ ઉચ્ચારણવાળું બોલવું. D.4.2.1.2.3 કાયાના ૧૨ દોષો • એક પર બીજો પગ ચઢાવીને બેસવું. • અસ્થિર આસાન સાથે બેસવું. • અસ્થિર દ્રષ્ટિ રાખવી. • ઘરના કે અન્ય કામો માટે સામાયિકમાંથી વિચલિત થવું. • કોઈ વસ્તુનો ટેકો લેવો. • કોઈ કારણ વગર હાથ-પગ કે શરીરને સંકોચવા કે ફેલાવવા. • આળસ મરડવી કે સુઈ જવું. ♦ હાથ કે પગની આંગળીઓને મરોડીને ટચાકા ફોડવા. • શરીર પરથી ધૂળ ખંખેરવી. Page 48 of 307 Page #65 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) • માથે કે કપાળે હાથ દઈને દુઃખભરી મુદ્રામાં બેસવું કે પછી બરાબર જમીન સાફ કર્યા વગર તેની પર ચાલવું. • સુઈ જવું કે નિષ્ક્રિય રહેવું. • કારણ વગર બીજા પાસેથી કોઈ પ્રકારની સેવા લેવી. સામાયિક આવશ્યક વખતે બોલવામાં આવતા અમુક સૂત્રો આ પ્રમાણે છે: પંચિંદિય સૂત્ર અથવા ગુરુ સ્થાપના સૂત્ર, ઇરિયાવહિયં સૂત્ર કે માફી માંગવા માટેનું સૂત્ર, કરેમિ સંતે સૂત્ર અથવા સામાયિકનું વ્રત લેવું વગેરે. D.4.2.2 ચવિસનો તીર્થંકરની ભક્તિ ભરેલી પ્રાર્થના - ચŚવિસન્થોનો અર્થ છે ચોવીસ તીર્થંકર પરમાત્માઓના ગુણોની ભક્તિ કરવી. આ આદરણીય પ્રાર્થના ૨૪ તીર્થંકર ભગવાનના ગુણો જેવા કે રાગ અને દ્વેષથી મુક્તિ એટલે કે વીતરાગત્વને યાદ કરવા થાય છે. આ ગુણો મેળવવા પ્રયત્ન કરવાથી આપણે કષાયોથી દૂર થઈ શકીએ છે. લોગસ્સ સૂત્રનો જાપ કરવાથી આપણે ચોવીસ તીર્થંકર ભગવાનનોને નમસ્કાર કરી શકીએ છીએ, આથી તેને ચતુર્વિશાંતિ સ્તવ કહે છે. લોગસ્સ સૂત્રનો શ્રદ્ધાથી જાપ કરવાથી આપણે પણ તીર્થંકર ભગવાન જેવા ગુણોને મેળવીએ છીએ, આપણી શ્રદ્ધાને શુદ્ધ કરીએ છીએ અને સમ્યગ દર્શન મેળવીએ છીએ. જેમની પાસે સમ્યગ દર્શન હોય તે છેવટે મોક્ષ મેળવે છે. ભક્તિભરી પ્રાર્થનાના પ્રકારો: ભક્તિ ભરી પ્રાર્થનાના પણ બે પ્રકારો છે . દ્રવ્ય ભાવ તીર્થંકર ભગવાનની પ્રતિમાના શુદ્ધ દ્રવ્યો જેવા કે ચોખા અને પુષ્પથી પૂજા કરવી તે બાહ્ય સ્તુતિ કે દ્રવ્ય સ્તુતિ છે અને તીર્થંકર ભગવાનના આંતરિક ગુણધર્મોની પ્રશંસા કરવી આંતરિક ભક્તિ કે ભાવ સ્તુતિ છે. ચŚવિસન્થો અથવા ચતુર્વિશાંતિ સ્તવમાં બોલવામાં આવતું મુખ્ય સૂત્ર લોગસ્સ સૂત્ર છે જેમાં ૨૪ તીર્થંકરના નામથી તેમની ભક્તિ કરવામાં આવે છે. D.4.2.3 વંદના - સાધુઓનો આદર જૈન શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની વંદનાનો ઉલ્લેખ મળે છે . જો આપણે કોઈ સાધુને રસ્તામાં અથવા બીજી કોઈ જગ્યાએ મળીએ તો આપણે માથું નમાવીને કહીએ છીએ કે 'મન્થએણ વંદામિ' અથવા 'નમામસામી વંદામિ' જેનો અર્થ થાય છે કે હું તમને નમન કરું છું Page 49 of 307 Page #66 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) • જો આપણે સાધુને ઉપાશ્રયમાં મળીએ તો આપણે તેમની સુખશાતાની પૃચ્છા કરવી જોઈએ અને આપણે કરેલા કોઈપણ અવિનય વર્તન માટે માફી માગવી જોઈએ. * પ્રતિક્રમણની ક્રિયાઓ સાધુની હાજરીમાં કરવી જોઈએ. પારંપરિક પ્રતિક્રમણની ક્રિયામાં ગુરુવંદના સૂત્ર બોલવામાં આવે છે જે એક સાધુની સંપૂર્ણ વંદના છે. અંગ્રેજી પ્રતિક્રમણ માટે આપણે બીજા વિકલ્પનો ઉપયોગ કરીએ છે કેમ કે કોઈ અંગ્રેજી બોલતો વ્યક્તિ જ્યારે ઉપાશ્રયની મુલાકાત લે ત્યારે તે સૌથી વધુ ઉપયોગી છે. વંદના આવશ્યકમાં બોલવામાં આવતા કેટલાક સૂત્રો નીચે મુજબ છે: - ઇચ્છામિ માસમણોં સૂત્ર તીખુત્તો સૂત્ર બંનેનો અર્થ છે સાધુ સાધ્વીને વંદન કરવું, ઉત્કૃષ્ટ વંદના કે આદર્શ દ્વાદશવર્ત વંદના કે જે નમનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. D.4.2.4 પ્રતિક્રમણ - કરેલા પાપોનું પ્રાયશ્ચિત કે તેની કબૂલાત પ્રતિક્રમણ તે સૌથી અગત્યનું આવશ્યક છે. 'પ્રતિ' એટલે પાછા અને 'ક્રમણ' એટલે કે જવું એટલે કે પાછા જવું. તેનો અર્થ થાય છે કે મનન કરવું, આલોચના કરવી, પશ્ચાતાપ કરવો, પોતાની ભૂલની કબૂલાત કરવી, પોતાના મન વચન અને કાયાથી રોજની ક્રિયાઓમાં થયેલા દોષોની બીજા પાસે માફી માગવી, બીજાને માફી આપવી અને સૌની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો, રોજ આપણા દ્વારા થતી ક્રિયાઓની સમીક્ષા કરવી અને થતા પાપમાંથી પાછા હઠવું. પ્રતિક્રમણ એટલે એક એવું દર્પણ જેમાં આપણે પોતાની જાતને જેવી છે તેવી જોઈએ છે. આથી જ પ્રતિક્રમણ કરેલા પાપ કાર્યો અથવા વિચારોનો પશ્ચાતાપ અને તેની નિષ્ઠા ભરી કબૂલાત સૂચવે છે. અને તે બીજાને માફી ખાપવાનું પણ સુચવે છે. આત્મશિસ્તથી ભરેલી આ પ્રક્રિયા આપણને વર્તમાનમાં પાપ કરતાં રોકે છે અને ભવિષ્યમાં પણ પાપ કરતાં અટકાવે છે. તે આત્માના ગુણોને ઢાંકી દેતા કર્મોને આવતા અટકાવે છે. આપણે તપ ૧૨ પ્રકારના કરી શકીએ છીએ - છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આંતરિક તપ. આ પ્રકારના બાહ્ય તપ આપણને ભૌતિક દુનિયાના સુખો જેવા કે પાંચ પ્રકારના ઇન્દ્રિયના સુખો તથા મન અને શરીરના સુખોથી અલિપ્ત બનાવીને આપણને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. આંતરિક તપ આપણને આત્માના સાચા સ્વભાવને ઓળખવામાં મદદ કરે છે. આપણે આપણી ભૂલોની સમીક્ષા કર્યા વગર તેના માટે માફી માગ્યા વગર અથવા ભવિષ્યમાં તે ભૂલો ન કરવાની તૈયારી બતાવ્યા વગર આધ્યાત્મિક વિકાસ સાધી શકતા નથી આ પ્રતિક્રમણનો Page 50 of 307 Page #67 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) નિષ્કર્ષ છે. પ્રતિક્રમણના પ્રકારો: જૈન સાધુ અને સાધ્વીજીઓ પરંપરા મુજબ આ પ્રક્રિયા કરે છે. જૈન શ્રાવક અને શ્રાવિકા નિશ્ચિતપણે આ પ્રક્રિયા કરે છે. જ્યારે બીજા તેમની અનુકૂળતા મુજબ શક્ય હોય ત્યારે આ પ્રક્રિયા કરે છે. પ્રતિક્રમણ દિવસમાં બે વખત કરવાનું સૂચવ્યું છે. એક સવારે જેને રાઇયં પ્રતિક્રમણ કહે છે અને બીજું સાજનું પ્રતિક્રમણ જેને દિવસર્ચ પ્રતિક્રમણ કહે છે. સવારનું પ્રતિક્રમણ રાત દરમ્યાન કરવામાં આવતી ભૂલોના પ્રાયશ્ચિત રૂપે હોય છે અને સાંજનું પ્રતિક્રમણ દિવસ દરમ્યાન કરેલી ભૂલો કે વ્રતને ભાંગવાના પશ્ચાતાપ રૂપે હોય છે. જો કોઈ રોજ પ્રતિક્રમણ ન કરી શકે તો કેટલાક વિશેષ પ્રકારના પ્રતિક્રમણ પણ છે જેમ કે દરેક પખવાડિયે કરવામાં આવતું પ્રતિક્રમણ(પખ્ખી), ચાર મહિને કરવામાં ખાવનું પ્રતિક્રમણાયોમાસી) અને વાર્ષિક કે સંવત્સરી પ્રતિક્રમણ વર્ષના અંતે કરવામાં આવતું પ્રતિક્રમણ દરેક જૈનોએ કરવું જોઈએ જેને સંવત્સરી પ્રતિક્રમણ કહે છે. તે પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે અને ત્યાર બાદ ક્ષમાપના ઉજવાય છે. એટલે કે દરેક જીવોને પોતે કરેલા દુષ્કૃત્યો બદલ માફી માંગવામાં આવે છે અને દરેકને માફી આપવામાં પણ આવે છે. તે દરેક પ્રત્યે પ્રેમ અને મૈત્રીની ભાવના ઉત્પન્ન કરે છે. પ્રતિક્રમણ આપણા જીવનને સુખ અને શાંતિભર્યું બનાવે છે અને સુસંગત સમાજની પણ રચના કરે છે. દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ જૈન દર્શનમાં સાધુ અને સાધ્વી જેમણે આ સંસાર છોડી દીધો છે તેમના માટે પાંચ મહાવ્રતો બતાવ્યા છે. તેમજ શ્રાવક અને શ્રાવિકા માટે મર્યાદિત સ્વભાવના બાર અણુવ્રતો બતાવ્યા છે. જે સાધુ અને સાધ્વી દ્વારા પાળવામાં આવતા મહાવ્રતો કરતા ઓછા કઠિન છે. જૈન દર્શનમાં કહે છે કે દરેકે પોતાની ક્ષમતા અને પરિસ્થિતિ મુજબ આ બાર અણુવ્રતોનું પાલન કરવું જોઈએ. આપણું અંતિમ ધ્યેય તેમનું સંપૂર્ણ પાલન કરવાનું હોવું જોઈએ. પાપ ભરેલી ક્રિયાઓથી દૂર રહેવા માટે આપણે ખોટી શ્રદ્ધાથી (મિથ્યાત્વ), વ્રત નિયમ ન હોય તેવા જીવન (અવિરતી)થી, સજાગ ન હોઈએ તેવી ક્રિયાથી કે આળસ (પ્રમાદ)થી, કષાયોથી તથા મન, વચન અને કાયાની અમુલ ક્રિયાઓ (અપ્રશસ્ત યોગ)થી દૂર રહેવું જોઈએ. સાચા દર્શનને અપનાવવું, આત્મસંયમ કેળવવો, આધ્યાત્મિક વિકાસ કરવો, કરુણા, અહિંસા જેવા સારા ગુણો વિકસાવવા, દુનિયાની ક્રિયાઓને અટકાવીને આત્માના સાચા સ્વભાવને ઓળખવું તે પ્રનિક્રમણનો નિષ્કર્ષ છે. Page 51 of 307 Page #68 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બીજા શબ્દોમાં તે સત્ય, અહિંસા અને વીતરાગતાના માર્ગ ઉપર પાછા ફરવાનું અને ત્યાં રહેવાનું સૂચવે છે. એક શ્રાવક પ્રતિક્રમણ દરમિયાન જાણતા કે અજાણતા પોતાના દ્વારા થયેલા પાપો જેને અતિચાર પણ કહે છે તેની માફી માંગે છે. દરેક પ્રકારના અતિચાર કે પ્રતિજ્ઞા ઉપર ચિંતન કરવામાં આવે છે જેથી આપણે વધુ સજાગ બનીને ભવિષ્યમાં તે કરતાં અટકી શકીએ. પ્રનિક્રમણ દરમિયાન ભૂનકાળમાં કરેલી ભૂલોની માફી માગવામાં આવે અને ભવિષ્યમાં ભુલોને ન કરવાની ખાતરી આપવામાં આવે છે. તે છતાં જો કોઈ તે ભૂલ કરે તો આ પ્રકારના પ્રતિક્રમણને દ્રવ્ય કે બાહ્ય પ્રતિક્રમણ કહે છે. દ્રવ્ય પ્રતિક્રમણ ઉપયોગી નથી પરંતુ હાનિકારક છે. દ્રવ્ય પ્રતિક્રમણમાં વ્યક્તિ પોતાને છેતરે છે અને બીજાની સાથે પણ છેતરામણી કરે છે. જો પ્રતિક્રમણ કર્યા બાદ કોઈ વ્યક્તિ પોતાના પાપને ઓછા કરે અને તેમાંથી અટકે તો તેને સાચા અર્થમાં ભાવ પ્રતિક્રમણ કે આંતરિક પ્રતિક્રમણ કહે છે જે આત્માની શુદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. D.4.2.4.2 પ્રતિક્રમણ કરવાની યોગ્યતા જૈન શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે પ્રતિક્રમણ એટલે જાણતા કે અજાણતા ભૂતકાળમાં થયેલી ભૂલો કે વ્રતના ભંગ બદલ માંગવામાં આવતી માફી કે તેના માટે પશ્ચાતાપ. આપણે આગળ જોઇ ગયા તેમ સાધુ અને સાધ્વીજીઓ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે અને શ્રાવક અને શ્રાવિશ્વ માટે મર્યાદિત બાર અણુવનો હોય છે, આથી પ્રતિક્રમણની ક્રિયા સાધુ-સાધ્વી અને ફક્ત શ્રાવક અને શ્રાવિકા માટે છે જેઓ આ નિયમનું પાલન કરતા હોય. તાર્કિક રીતે જો કોઈ એ વ્રત કે નિયમનું પાલન ન કરતું હોય તો તેના ભંગ બદલ માફી માગવાનો કે પશ્ચાત્તાપ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. ઘણા જૈનો આ બાર વ્રતોનું પાલન કરતા નથી. આથી આ મહાન ક્રિયાનો ધ્યેય અને અર્થ સમજ્યા પછી દરેક જૈનોએ ૧૨ વ્રતોનું પોતાની પરિસ્થિતિ અને ક્ષમતા મુજબ પાલન કરવું જોઈએ. સંવત્સરી પૂર્વે તેમણે આલોચના કરીને દર વર્ષે પોતાના નિયમોની સીમા વિસ્તારવી જોઈએ અને છેવટે એવા તબક્કે પહોંચવું જોઈએ કે તેઓ આ મહાવ્રતોનું સંપૂર્ણપણે પાલન કરીને સાધુ જીવન જીવી શકે. D.4.2.4.3 પ્રાચીન પ્રતિક્રમણમાં છે આવશ્યનો સમાવેશ છેલ્લી કેટલીક સદીઓથી જૈન શાસ્ત્ર સૂચવે છે કે પ્રતિક્રમણ છ આવશ્યક માટે સામાન્ય નામ તરીકે વપરાય છે. આ અર્થપૂર્ણ છે કેમ કે પ્રતિક્રમણ ક્રિયાનો વિસ્તાર કરીને તેમાં છ આવશ્યકના સુત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે શ્રાવક અને શ્રાવિકા છ આવશ્યક સરળતાથી ૪૮ મિનિટમાં કરી શકે છે. Page 52 of 307 Page #69 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) છ આવશ્યકમાં પ્રતિક્રમણ સૌથી અગત્યનું છે. તેની ક્રિયામાં બાકીના પાંચ આવશ્યકનો પણ નીચે મુજબ સમાવેશ થાય છે: પ્રતિક્રમણ શરૂ કરતા પહેલા આપણે સામાયિકનો નિયમ લઇએ છીએ. પ્રતિક્રમણ કરતી વખતે લોગસ્સ અને નમુન્થુણં સૂત્ર બોલવા દ્વારા આપણે ચોવીસ તીર્થંકરો અને તેમના ગુણોને નમન કરીએ છે. પંચેન્દ્રિય અને ખમાસમણો સૂત્ર દ્વારા આપણે સાધુ ભગવંતો અને તેમના ગુણોને નમન કરીએ છીએ. આમ પ્રતિક્રમણ, ચŚવિસન્થો અને વંદના આવશ્યકનો સમાવેશ કરે છે. પ્રતિક્રમણ ઉભા ઉભા કે બેઠા બેઠા ધ્યાનની મુદ્રામાં કરવામાં આવે છે જે કાયોત્સર્ગ છે. પ્રતિક્રમણ દરમ્યાન આપણે આપણી ક્ષમતા મુજબ પચ્ચખાણ પણ લેવાના હોય છે જે પ્રત્યાખ્યાન આવશ્યક છે. પ્રતિક્રમણની ક્રિયામાં ઘણા સૂત્રો આવે છે. એ સૂત્રો અર્ધમાગધી ભાષામાં લખવામાં આવ્યા હતા. જે મહાવીર સ્વામી ભગવાનના સમયમાં સામાન્ય લોકોની ભાષા હતી અને ઘણા સૂત્રો સંસ્કૃતમાં પણ લખવામાં આવ્યા છે જેમાં ભગવાનની સ્તુતિ, પશ્ચાતાપ અને કબૂલાતના પદો પણ છે. પ્રતિક્રમણ આવશ્યક દરમિયાન બોલવામાં આવતા કેટલાક સુત્રો: સાત લાખ સૂત્ર (બ્રહ્માંડના દરેક જીવ પાસે પોતાના પાપોની માફી માગવી), અઢાર પાપસ્થાનક સૂત્ર (૧૮ પાપની આલોચના), વંદિતુ સૂત્ર, અતિચાર સૂત્ર (શ્રાવકના વ્રત કે નિયમોના ભંગના સૂત્રોનો અનુવાદ) અને બીજા સૂત્રો D.4.2.4.4 સામાયિક અને પ્રતિક્રમણમાં વાપરવામાં આવતા ઉપકરણોના ધાર્મિક અર્થ D.4.2.4.4.1 ચરવળો ચરવળો એ લાકડાની ઠંડી સાથે સેંકડો સુતરના દોરા બાંધીને બનાવવામાં આવે છે. લાકડાનો હાથો ૨૪ આંગળા લાંબો અને તેની દોરીઓ ૮ આંગળા લાંબી હોય છે જે સતત આપણને યાદ અપાવે છે કે આપણે આઠ પ્રકારના કર્મોની જંજાળમાં ફસાઈને આપણો સંસાર ન વધારીએ. જો આપણે સામાયિક દરમિયાન કે પ્રતિક્રમણ દરમિયાન કોઇ કારણોસર ઊભા થવું જ પડે તો આપણે ચરવળાથી નમ્રતા પૂર્વક જમીન સાફ કરતા કરતા કોઈ પણ ત્રસ જીવ હણાય નહીં તેવી રીતે ઊભા થવું જોઈએ. આધ્યાત્મિક રીતે ચરવળો અહિંસા અને આપણી આત્માને કર્મોના પુદ્દગલોથી સાફ કરવાનું સૂચવે છે. ચરવળો અને મુહપત્તિ આપણને હંમેશા યાદ અપાવે છે કે સામયિક દરમ્યાન આપણે સમતાના ભાવમાં રહેવાનું છે D.4.2.4.4.2 કટાસણું તે આસન તરીકે પણ ઓળખાય છે. તે આસનનો ટુકડો છે જેના પર બેસી શકાય. તે સફેદ ઉનનો Page 53 of 307 Page #70 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બનેલો હોવો જોઈએ. તે સામાયિક દરમ્યાન ઉભી થતી ઉર્જાને આપણા શરીરમાંથી બહાર જતી અટકાવે છે. તે તેની નીચે રહેલા જીવોનું રક્ષણ કરે છે. સફેદ રંગ શાંતિ સૂચવે છે અને આધ્યાત્મિક વાતાવરણને વધારે સારું બનાવે છે. D.4.2.4.4.3 મુહપત્તિ મુહપત્તિ સફેદ કપડાની બનેલી ચોરસ, ૧૦ થી ૧૨ ઈંચ લાંબી હોય છે, જે અડધી વાળેલી હોય છે. ત્યારબાદ બંધ છેડાથી એક ઇંચ જેટલી જગ્યા છોડીને ફરીથી અડધી વાળવામાં આવે છે. ત્યારબાદ છેડેથી વાળવામાં આવે છે. મુહપત્તિ સામાયિક સૂત્ર બોલતી વખતે મોં ને ઢાંકવા માટે વપરાય છે, જે આપણને યાદ આપે છે કે આપણે જે બોલીએ છીએ તેની આપણે કાળજી રાખવાની છે. આપણે અસત્ય બોલવાથી અટકવાનું છે. બીજા કોઈને ઉત્તેજે કે નકામી વસ્તુઓ બોલવાથી પણ અટકવાનું છે. તે સચિત્ત અને ગરમ શ્વાસને બહાર આવીને અચિત્ત અને ઠંડી હવા સાથે ભળતો અટકાવે છે જે અહિંસાનું કાર્ય છે. સાથે સાથે મુહપત્તિ આપણને બોલતી વખતે સંયમ પાળવાનું. ફક્ત જરૂરી હોય ત્યારે જ બોલવાનું તથા વિનયી અને નમ્ર બનવાનું શીખવે છે. મુત્પત્તિ આપણને બોલની વખતે આપણું થૂંક ધાર્મિક ઉપકરણો અને પુસ્તકો પર પડતા પણ અટકાવે છે. કેટલાક જૈન સંપ્રદાયમાં મુહપત્તિને હંમેશા મોં ની ફરતે બાંધવામાં આવે છે. D.4.2.4.4.4 સ્થાપનાચાર્ય સદગુરુ વગર આધ્યાત્મિક પ્રગતિ કરવી ખૂબ જ કઠિન છે. જોકે અમુક સંજોગોમાં જ્યારે ગુરૂ મહારાજ હાજર ન હોય ત્યારે પ્રતિક્રમણ અને સામાયિક દરમિયાન આપણે ગુરુની સ્થાપના કરી શકીએ છે. તેના માટે કોઈ પણ ધાર્મિક પુસ્તક જેમાં નવકાર મહામંત્ર અને પંચેન્દ્રિય સૂત્ર હોય તેને નવકારવાળી સાથે સાપડાની ઉપર મૂકવામાં આવે છે, આપણે સ્થાપનાની સામે પૂર્વ કે ઉત્તર દિશામાં મોં રાખીને બેસીએ છીએ. તે આપણને સામાયિક દરમ્યાન શિસ્ત જાળવવામાં અને વિનમ્ર બનાવવામાં મદદ કરે છે. D.4.2.5 કાયોત્સર્ગ - યોગ મુદ્રામાં ધ્યાન કાયા એટલે શરીર અને ઉત્સર્ગ એટલે તેનાથી દૂર થવું કે તેની ઉપર ઊઠવું. આમ કાયોત્સર્ગ એટલે શારીરિક ક્રિયાઓથી ઉપર ઉઠીને પોતાની જાતની અંદર ધ્યાન કેન્દ્રિત કરવું. આમ ધ્યાન વખતે પોતાના શરીર પ્રત્યે નિસ્પૃહતા કેળવવી. આપણી મોટાભાગની પીડા અને દુ:ખ આપણા શરીર પ્રત્યેના રાગમાંથી ઉદભવે છે. કાઉસ્સગ કે કાયોત્સર્ગ આપણને શરીર અને મનની ક્રિયાઓ બને એટલી ઓછી કરીને ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે જેથી આપણે સમજી શકીએ અને અનુભવી શકીએ કે આત્મા શરીરથી અલગ છે. સાચા અર્થમાં કાયોત્સર્ગ કરવા માટે કષાયોથી ઉપર ઉઠવું જરૂરી છે. Page 54 of 307 Page #71 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવા માટે આપણા દેહ પ્રત્યેનો રાગ છોડીને તેનાથી ઉપર ઊઠવું ખૂબ જ જરૂરી છે. પ્રતિક્રમણની વિધિ દરમિયાન પશ્ચાતાપ અને કબૂલાતના સુત્રો બોલ્યા બાદ નમસ્કાર મહામંત્ર અને લોગસ્સ સૂત્ર બોલવા દ્વારા કાયોત્સર્ગ કરવામાં આવે છે. કાયોત્સર્ગ આવશ્યક દરમ્યાન બોલવામાં આવતા કેટલાક સુત્રો: પુખરા-વારા-દી સૂત્ર (તીર્થંકરોના ઉપદેશને ખાદ), સિધ્ધનામ બુદ્ધનામ સૂત્ર ભગવાન મહાવીર અને અન્ય તીર્થંકરો તથા તે દરેક તીર્થ સ્થળને નમન કે જ્યાં તીર્થંકરોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું), ધર્મધ્યાન કાઉસ્સગ (ધર્મધ્યાન પ્રત્યેનું મનન) અને બીજા સુત્રો. D.4.2.6 પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ - ધાર્મિક નિયમો લેવા પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ એટલે આત્માને હાનિકારક હોય તેવી પ્રવૃત્તિઓથી અટકવું અને આત્માને લાભદાયી હોય તેવી ક્રિયાઓ કરવી. પચ્ચખાણ લેવું એટલે આપણી ક્ષમતા મુજબ યોગ્ય વ્રતો કે નિયમો લેવા, દુનિયાની વસ્તુઓથી ઉપર ઊઠવું અને શુદ્ધતાની પ્રક્રિયા તરફ વળવું. જ્યારે આપણે પચ્ચખાણ લઈએ છીએ ત્યારે થોડાક સમય માટે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ અને આપણે આત્માને શિસ્તબદ્ધ કરીએ છે. શ્રાવકો અણુવ્રત લે છે જ્યારે સાધુઓ મહાવ્રત લે છે. આત્મસંયમ રાખવો, પાપભરી ક્રિયાઓથી અટકવું અને શુભ ક્રિયાઓ કરવી તેને પ્રત્યાખ્યાન કહે છે. D.4.2.6.1 પ્રત્યાખ્યાનના પ્રકારો: પ્રત્યાખ્યાન બે પ્રકારના છે: ♦ બાહ્ય(દ્રવ્ય) - આંતરિક (ભાવ) બાહ્ય વસ્તુઓ જેવી કે ખોરાક, આશ્રયસ્થાન અને બીજી વસ્તુઓનો ત્યાગ કરવો તેને દ્રવ્ય પ્રત્યાખ્યાન કહે છે. આત્માની આંતરિક અશુદ્ધિઓ જેવી કે અજ્ઞાન, ક્રોધ-માન-માયા-લોભ, અસંયમ, રાગ, દ્વેષ વગેરેનો ત્યાગ કરવો તેને ભાવ અથવા તો સાચું પ્રત્યાખ્યાન કહે છે. કોઈપણ સંપૂર્ણ દ્રવ્યનો ત્યાગ કર્યા વગર ભાવ પ્રત્યાખ્યાન કરી શકાતું નથી. ઉદાહરણ તરીકે કોઈ સ્વાદિષ્ટ ભોજન અને બીજી આરામદાયક વસ્તુઓ છોડ્યા સિવાય સાદગીભર્યું જીવન જીવી શકતો નથી. ભાવ પ્રત્યાખ્યાન જો સાચા અર્થમાં કરવામાં આવે તો એ નવા કર્મ બાંધવાથી અટકાવે છે (સંવર), સમતા ભાવને ઉત્પન્ન કરે છે અને છેવટે મોક્ષને આપે છે. આમ, ધાર્મિક વ્રત કે નિયમો ધાર્મિક સ્તરે આગળ વધારીને આત્મ સંયમ શીખવે છે. Page 55 of 307 Page #72 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.4.3 દિગંબર પરંપરા પ્રમાણે ૬ આવશ્યક અનુષ્ઠાનો દિગંબર સંપ્રદાય સર્વમાન્ય પરંપરા મુજબ જ ક્રિયાઓને વ્યવહારમાં વિકસાવી છે. પરંતુ તેમણે લોકપ્રિય એવી ક્રિયા વિધિ પર ખુબ જ ભાર મુક્યો છે. આથી તેમની ક્રિયાઓમાં જૈન દેવતાઓ પ્રત્યે ધાર્મિક અભિવ્યક્તિની મૂળભૂત રીતોનો સમાવેશ થાય છે. દેવ પૂજા ગુરુપાતિ સ્વાધ્યાય સંયમ તપ દાન કોષ્ટક D.4.B તીર્થંકર ભગવાનના ગુણોની સ્તુતિઓ કરવી અને તેમને આદર આપવો ગુરુ જનોની સેવા અને ઉપાસના કરવી પવિત્ર ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો સંપૂર્ણ શિસ્તતા સાથે અણુવતીનું પાલન કરવું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, કાયોત્સર્ગ વગેરે તપ કરવા જરૂરિયાતમંદ અને સુપાત્ર વ્યક્તિઓને દાન આપવું D.4.3.1 દેવ પૂજા - પરમાત્માની પૂજા પૂજા એટલે સર્વોત્તમ આત્માના આધ્યાત્મિક ગુણોની ભક્તિથી પ્રશંસા કરવી અને તેમને આદરથી યાદ કરવા. આ આંતરિક અશુદ્ધિઓને દૂર કરવાની, વિચારોને શુદ્ધ કરવાનો, મારી માનસિક અવસ્થાને કેળવવાનો તથા આધ્યાત્મિક શક્તિઓને જાગૃત કરીને તેનો વિકાસ કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. ભાવ પૂજા સર્વોત્તમ આત્મા એટલે કે પરમાત્માનું ધ્યાન કરવાનો અને તેમની સાથે એકરૂપ થવાના આંતરિક પ્રયત્નો છે. ભાવ પૂજાના સહાયક પરિબળ તરીકે બાહ્ય ક્રિયા કરવી એ દ્રવ્ય પૂજા કે બાહ્ય પૂજા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, વડીલો પ્રત્યેની સેવા અને ભક્તિ, તપ અને જ્ઞાન એ શુદ્ધ અને પવિત્ર પુષ્પો છે. આપણે પરમાત્માની ભક્તિ કરતા આ પુષ્પોને અર્પણ કરીએ છીએ અને સદગુણોને કેળવીએ છીએ. આ પુષ્પોને અર્પણ કરવા એ શુદ્ધ પૂજા છે. દ્રવ્ય પૂજામાં જે વસ્તુની પૂજા કરીએ છીએ તે કોઈ પ્રતીક કે પરમાત્માની પ્રતિમા છે. જ્યારે ભાવ પૂજામાં તો પરમાત્માની ખુદની જ પૂજા કરવામાં આવે છે. દ્રવ્ય પૂજા અમુક મર્યાદિત સમય સુધી કરવામાં આવે છે જ્યાં સુધી એ પૂર્ણ ન થાય. બીજી બાજુ ભાવ પૂજાને સમય અને ક્ષેત્રની કોઈ સીમાઓ નથી. જ્યારે માણસ તકેદારી પૂર્વક દુનિયાના વ્યવહારમાં અહિંસા, સત્ય, પ્રમાણિકતા વગેરેનું પાલન કરે છે ત્યારે તેને ભાવ પૂજા અથવા તો શુદ્ધ પૂજા કહે છે. આ ભાવ પૂજા મનુષ્યને સારા ચારિત્રના ઘડતર કરવામાં, પ્રમાણિક અને ન્યાયી જીવન જીવવામાં તથા ઉમદા બનાવવા માટે મદદ કરે છે. Page 56 of 307 Page #73 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) દેવજા એટલે • • આંતરિક અશુદ્ધિઓને દૂર કરવી. • વિચારોને શુદ્ધ કરવા. • સારી માનસિક અવસ્થા કેળવવી અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ કરવો. સારા ચારિત્રનું ઘડતર કરવું તથા પ્રમાણિક અને ન્યાયપૂર્ણ જીવન જીવવું. D.4.3.2 ગુરુ-ઉપાસ્તિ - વડીલોની સેવા અને આદર કરવા ગુરુ એટલે વડીલ. તેમાં માતા-પિતા, કળા અને વિજ્ઞાનના શિક્ષકો, પરિવારના વડીલો, જેઓ જ્ઞાન અને આચારમાં આગળ વધેલા છે તેઓ, જે સંતો ધર્મ શીખવાડે છે તે બધાનો સમાવેશ થાય છે. ગુરુઉપાસ્તિ એટલે આ બધાની સેવા કરવી અને તેમનો આદર કરવો. સેવા અને આદરથી આપણે તેમના હૃદયને જીતી શકીએ છીએ. તેમના દ્વારા મેળવેલા જ્ઞાન અને ચારિત્ર આપણા જીવનને ઉમદા બનાવે છે. માતા અને પિતા આપણા પ્રથમ ગુરુ છે. શાસ્ત્રો આપણને તેમની પ્રથમ પૂજા કરવાનું કહે છે. ગુરૂ – ઉપાસ્તિ એટલે • માતા-પિતા • કળા અને વિજ્ઞાનના શિક્ષકો • પરિવારના વડીલો • જેઓ આપણાથી જ્ઞાન અને ચારિત્રમાં આગળ છે • જે સંતો ધર્મ શીખવાડે છે તે લોકોની સેવા કરવી. D.4.3.3 સ્વાધ્યાય - આધ્યાત્મિક રીતે ઉન્નત કરે તેવી કૃતિઓનો અભ્યાસ કરવો સ્વાધ્યાય શબ્દ બે શબ્દોનો બનેલો છે 'સ્વ' એટલે પોતાનું અને 'અધ્યાય' એટલે અભ્યાસ. એનો અર્થ થાય છે પોતાનો અભ્યાસ કરવો, પોતાના જીવનનો અભ્યાસ કરવો. વાંચવું, સાંભળવું અને જીવનને ઉન્નત બનાવે તેવા શિક્ષણનો અભ્યાસ કરીને તેનું મનન કરવું. તે આપણા મનને સ્વસ્થ રાખે છે. તે માણસને તેના અંતરના ખાલીપાને સમજવાની પ્રેરણા આપે છે. એના પરિણામ સ્વરૂપ મનુષ્યનો પ્રગતિ અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ સરળ બને છે. સ્વાધ્યાય એટલે • પોતાની જાતનો, પોતાના જીવનનો અભ્યાસ કરવો • વાંચવું, સાંભળવું અને જીવનને ઉન્નત બનાવે તેવા શિક્ષણનો અભ્યાસ કરીને તેનું મનન કરવું • અંતરના ખાલીપાને સમજવું Page 57 of 307 Page #74 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.4.3.4 સંયમ - નિયંત્રણ અને શિસ્ત સંયમ એટલે પોતાની ઇન્દ્રિયો, મન, વચન, વિચારો, ઈચ્છાઓ, ક્રોધ અને લોભ ઉપર કાબૂ રાખવો. ઉમદા આદર્શ એવી પરિસ્થિતિ છે જે મનુષ્યને સ્વ-નિયંત્રિત અને સ્વ-શિસ્તબદ્ધ રાખે છે. સંયમ અને શ્રેષ્ઠ આચારોના પાલન માટે યોગ્ય વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં સંયમ પ્રત્યેનો સાચો આદર, ઉમદા આદર્શો, સદગુણો અને સદચારિત્ર્યવાળાની ભક્તિ અને યોગ્ય વાતાવરણ એ બધું ભેગું મળીને સંયમના પાલનને શક્ય બનાવે છે. સંયમ એટલે • ઈન્દ્રિયો, મન, વચન અને વિચારો પર કાબૂ • ઈચ્છાઓ, ક્રોધ અને લોભ પર કાબૂ • ધ્યાન કરવામાં મદદ કરે છે • ઇન્દ્રિયોને કાબૂમાં લઈને મનને શુદ્ધ કરીને અંતર તરફ વાળે છે • આધ્યાત્મિક શાંતિ મેળવી આપે છે • સારા વિચારો પર મનન કરવું . જ્ઞાન મેળવવું અને તેને વ્યવહારમાં લાવવું D.4.3.5 તપ બાહ્ય તપ જેવા કે ઉપવાસ વગેરેનું મહત્વ તેની પાછળ રહેલા ઉમદા હેતુ પર અને તપ કરતી વખતે રહેલી માનસિક શુદ્ધતા પર રહેલું છે. જો માણસ ખોરાક પ્રત્યેનો લગાવ યોગ કે ધ્યાન કરવા માટે, ઇન્દ્રિયોના સંયમ માટે, મનને શુદ્ધ કરવા માટે, અંતર તરફ વળવા માટે, આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે, સારા વિચારોનું મનન કરવા માટે, આત્માને ઉન્નત કરે તેવા કાર્યો કરવા માટે અથવા બીજા કોઇ પણ સારા કાર્ય કરવા માટે છોડે છે તો તે ઉપવાસનો આધ્યાત્મિક ફાયદો છે. જ્ઞાન મેળવવા અને તેનું પાલન કરવા માટે હંમેશા કાર્યરત રહીને સંતોએ આધ્યાત્મિક રીતે ઉન્નત કરે તેવી કૃતિઓની રચના કરી છે. તેમના જ્ઞાનને મેળવવા માટેના ભક્તિ ભર્યા પ્રયત્નો, તત્વજ્ઞાન અને ધર્મની દ્રષ્ટિએ વખાણવાલાયક કૃતિઓનો સતત અભ્યાસ કરવો તથા સદગુણોથી ભરેલી ઉન્નત કૃતિઓની રચના કરવી આ બધું તપનું ઉચ્ચતમ સ્વરૂપ છે. આ સર્વોત્તમ કાર્યને શરૂ કરવું, તે કરતી વખતે પોતાની ભૂખ, તરસ, શારીરિક પીડા વગેરે ભૂલી જઈને તેમાં સંપૂર્ણપણે ડૂબી જવું તે પણ તપનું એક સ્વરૂપ છે. આમ પોતાના આત્માને શુદ્ધ કરવા માટે તથા આદરણીય અને વડીલોની સેવા કરવાનો શુદ્ધ ઉમંગ તે પણ તપનું એક સ્વરૂપ છે. બસ ફક્ત આ જ નહીં પરંતુ પોતાને સોંપવામાં આવેલું કામ સંપૂર્ણ પ્રમાણિકતાથી કરવું તે પણ તપનું એક સ્વરૂપ છે. પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહેવું તે પણ એક તપ છે. Page 58 of 307 Page #75 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) જો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો તે શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે સહનશીલતા કેળવે છે. ઉપવાસ શબ્દ એ 'વાસ' શબ્દમાંથી ઉતારવામાં આવ્યો છે. 'વાસ' એટલે કે ઘર અથવા તો વસવું. તેની આગળ 'ઉપ' શબ્દ લગાવવાથી પોતાની આત્માની નજીક વસવું એટલે ઉપવાસ શબ્દ બને છે. ટૂંકમાં બાહ્ય તપો કરવાથી શુદ્ધ લક્ષ્યોને મેળવી શકાય છે જેમકે રોગોથી દૂર રહેવું, સહનશીલતા કેળવવી જેથી ભવિષ્યમાં બીજાઓની સેવા માટે, ભણવા માટે, શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે, મગજને શુદ્ધ કરવા વગેરે કાર્યોમાં કઠિનાઈઓનો સમતાથી સામનો કરી શકીએ. બાહ્ય તપ આંતરિક તપ માટેની પૂર્વ તૈયારી છે. તપ એટલે ♦ કોઈ ઉમદા કાર્યમાં સંપૂર્ણપણે ખોવાઈ જવું • બીજાઓની આદર સહિત સેવા કરવી પોતાને સોંપવામાં આવેલું અર્થ પ્રમાણિકતાથી કરવું D.4.3.6 દાન પોતે કાયદેસર રીતે મેળવેલી વસ્તુઓ બીજાને આપી દેવી એટલે દાન. દાન વડે લોભથી ઉપર ઉઠી શકાય છે. દાનમાં અભિમાનનું કોઈ સ્થાન નથી. દાન જરૂરિયાતમંદ અને લાયકાતવાળા વ્યક્તિઓને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે થવું જોઈએ. પોતાની બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને વિશ્વાસપૂર્વક બધાની સેવા કરવી એ દાનનું શિખર છે. એક વ્યક્તિ જેણે પોતાની બધી જ વસ્તુઓ ત્યાગ કર્યો છે અને જે લઘુત્તમ જરૂરિયાતોથી સંતોષ પામે છે, બીજું કશું પ્રાપ્ત કરવાની તેનામાં ઈચ્છા નથી અને તેની બધી જ ઉર્જા ઉમદા કાર્યો પાછળ ખર્ચે છે, સમાજ પાસેથી ઓછામાં ઓછું મેળવે છે અને વધારે વધારે આપે છે તે પોતાના અને બીજાના ઉદ્ધાર માટે કાર્યરત છે. જે પોતાની આધ્યાત્મિક સમજને લોકો સુધી ફક્ત શુદ્ધ પ્રેમ માટે પહોંચાડે છે. ત્યારે તેનું જ્ઞાન અને સેવા અસંખ્ય સંપત્તિ કે પૈસાના દાન કરતા અને અમીર વ્યક્તિના દાન કરતા પણ મહાન બને છે. ભગવાન મહાવીર અને બીજા સંતો કે જેમણે તેમની સંપતી છોડીને લોકોની સેવા કરી છે તેઓ અમીર વ્યક્તિ કરતા અને જેમણે અસંખ્ય દાન આપેલું છે તેમના કરતાં પણ મહાન દાતા છે. જેમ જરૂરિયાત મંદોને પૈસાથી મદદ કરવી એ દાન છે તે જ રીતે કોઈને પોતાના વચનોથી સાચો રસ્તો બતાવવો, કોઈને સદગુણો ભરેલી સલાહ આપવી, પોતાના વચનથી કોઈનું સારું કરવું તે પણ દાનનું જ સ્વરૂપ છે. આમ આપણે દાનનું આવશ્યક ઘણી બધી રીતે કરી શકીએ છે. એવી વસ્તુઓનું દાન કરવું જે વસ્તુની તે વખતે તે દાનની ખૂબ જ જરૂર હોય તો એ વખતે તે મહાદાન છે. Page 59 of 307 Page #76 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) સચ્ચાઈ અને નૈતિકતાના માર્ગ પર ચાલતા ચાલતા મહેનતનું જીવન જીવવું, શુદ્ધ અને ઉપયોગી જ્ઞાનને શિષ્યોમાં ઉતારવું, આદર્શ અને ઉમદા વિચારોનો લોકોમાં પ્રસાર કરવો, સત્કાર્યો પાછળ પોતાનું જીવન વિતાવવા કોઈને બોધ કરવો. આ બધું પૈસાનું દાન કરવા કરતાં પણ મહાન છે. જ્ઞાનનું દાન પૈસાનાં દાન કરતાં ખૂબ જ ચઢિયાતું છે. સેવા દાન કરવાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. દાન કરવાના ચાર હેતુ: • અન્યાયી કમાઈ જેવા પાપથી દૂર રહેવું અને ભૂતકાળમાં કરેલા આવા પાપ બદલ પશ્ચાતાપ કરવો. • વધારાની સંપત્તિને પોતાની સગવડતા પાછળ વાપર્યા બાદ સત્કાર્ય પાછળ વાપરવી. ♦ સંપત્તિથી શાળાઓ, હોસ્પિટલ, ધાર્મિક સ્થાનો વગેરે બંધાવા જેવા પરોપકારી કાર્યો કરવા. • સારા માણસો, સંતો અને વિદ્વાનોની સેવા કરવી. ભગવતી સુત્રમાં ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે, "ભગવાન સુધી પહોંચવા માટેના કેટલા રસ્તા છે?" ભગવાન જવાબ આપે છે, "દુનિયામાં જેટલા અણુઓ રહેલા છે તેટલા જ રસ્તાઓ છે, પરંતુ શ્રેષ્ઠ અને ટૂંકામાં ટૂંકો રસ્તો એ સેવા છે." આ સાથે ભગવાન મહાવીર એવું પણ સમજાવે છે કે જે બીમાર અને દુઃખી માણસોની શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે તે મારી સેવા કરે છે અને જે મારી સેવા કરે છે તે સમ્યગ શ્રદ્ધાથી દુઃખી અને બીમારની સેવા કરે છે. દાન એટલે • દાનમાં અભિમાન કે લોભનું કોઈ સ્થાન નથી. • બીજાઓની સેવામાં પોતાને સંપૂર્ણપણે સોંપી દેવું જ્ઞાનનું સર્વોચ્ચ સ્વરૂપ છે. • કોઈને સાચો અને સારો રસ્તો દેખાડવો. • શુદ્ધ અને ઉપયોગી જ્ઞાનને કોઈમાં ઉતારવું. • જ્ઞાનનું દાન એ પૈસાનાં દાન કરતાં ચડિયાતું છે. • સેવા પણ દાનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. દિગંબર સંપ્રદાયના છ આવશ્યકો શ્વેતામ્બર સંપ્રદાયમાં પણ શ્રાવક અને શ્રાવિકા માટે દૈનિક ક્રિયાઓના ભાગ રૂપે અપનાવવામાં આવ્યા છે. વધારામાં કેટલાક જૈન વિશિષ્ટ ક્રિયાઓને પણ અનુસરે છે જેમાં કેટલીક વિશેષ વિધિઓ, ખાવામાં સંયમ અને ઉપવાસ વગેરે આત્મસંયમ અને વીતરાગતા માટે જરૂરી છે. Page 60 of 307 Page #77 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.5.1 પર્યુષણ મહાપર્વ D.5 પર્યુષણ અને દસ લક્ષણ પર્વ આ વર્ષનું સૌથી પવિત્ર પર્વ છે અને આઠ દિવસનો ઉપવાસ કરવાનો, વિવિધ ક્રિયાઓ કરવાનો, જૈન સિદ્ધાંતોને સમજવાનો, પ્રાર્થના અને પ્રત્યેક જીવ પ્રત્યે ક્ષમાપનાનો અવસર છે. આ પર્વ શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા મનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આવે છે. પર્યુષણ પર્વ આપણી આખા વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિઓ પર ચિંતન કરવાનો અને અશુભ ક્રિયાઓ પર પશ્ચાતાપ કરવાનો સમય છે. આ બંધાયેલા કર્મોને તપથી ખેરવી દેવાનો અવસર છે. તપ સાધના દ્વારા આપણી ભૌતિક સુખ પ્રત્યેની ઈચ્છા ઓછી થાય છે જે આધ્યાત્મિક તાલીમ માટે ખુબ જ અગત્યનું પરિબળ છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં પર્યુષણ પર્વ ૮ દિવસ ચાલે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે તે શ્રાવણ મહિનાની વદ બારસ કે તેરસથી ચાલુ થાય છે અને ભાદરવા મહિનાની સુદ ચોથ સુધી ચાલે છે. શ્રાવણનો મહિનો વર્ષાઋતુ ચાતુર્માસમાં આવે છે. જૈન સાધુ અને સાધ્વીઓ ચાતુર્માસ સિવાય એક જ જગ્યાએ લાંબા સમય માટે રોકાતા નથી. મુશળધાર વરસાદ અને પાણીની ધારાઓ સાધુ માટે એક ગામથી બીજા ગામ જવું અશક્ય બનાવી દે છે. અને અહિંસાના અનુયાયી હોવાના લીધે તેમના માટે ચોમાસામાં હરવું-ફરવું વધુ કઠિન બની જાય છે કેમ કે વર્ષાઋતુમાં જીવજંતુઓ અને બીજી જીવરાશિ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. શાસ્ત્રો પ્રમાણે ચોમાસાના બરાબર ૫૦માં દિવસે પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરી આવે છે અને તેના બાદ બીજા ૭૦ દિવસ સુધી પણ સાધુ- સાધ્વીઓને એજ જગ્યાએ રહેવાનું હોય છે. પર્યુષણ દરમ્યાન મોટા ભાગના મંદિરો, ઉપાશ્રય અને સ્થાનકોમાં વિવિધ સમારોહ રખાય છે. પર્યુષણના પ્રથમ ૩ દિવસ દરમ્યાન સાધુ અને સાધ્વીજી તેમના પ્રવચનમાં શ્રાવક અને શ્રાવિકાને પર્યુષણના પાંચ કર્તવ્યો વિશે સમજાવે છે. પર્યુષણનો શાબ્દિક અર્થ થાય છે કે 'દરેક દિશામાંથી ભેગા મળવું. આ પ્રગતિ અને બદલાવ સૂચવે છે. પર્યુષણ શબ્દના ઘણા અર્થ છે: • પરી + ઉષણ = બધા પ્રકારના + બાળી નાખવું = બધા પ્રકારના કર્મોને બાળી નાખવા. આપણા શાસ્ત્રોમાં ઉપવાસ વગેરે ૧૨ પ્રકારના તપનું વર્ણન છે. જેનાથી આપણે કષાયને દૂર કરીને ક્રમશ: આપણા કર્મોને પણ દૂર કરી શકીએ છે. Page 61 of 307 Page #78 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) "ઉશન" નો બીજો અર્થ છે નજીક રહેવું. આપણે સ્વાધ્યાય(સ્વનો અભ્યાસ), ધ્યાન અને તપ દ્વારા આપણા આત્માની નજીક રહીએ છે (આત્માની સાચી પ્રકૃતિ અને ગુણધર્મો ને યાદ કરીએ છે). • પરી + ઉપશમન = બધા પ્રકારના + દબાવી દેવા. દરેક પ્રકારના કષાય(ક્રોધ, માન, માયા, લોભ) ને દબાવી દેવા. જૈન દર્શન પ્રમાણે આપણા જીવનનો ધ્યેય પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિ કરવાનો અને પૂર્ણતા, શાંતિ, કરુણા અને જીવદયાનો અનુસવ કરવાનો છે. આથી પર્યુષણનો સાચો અર્થ આપણી ભૂલોને સમજીને તેને સુધારીને, આપણી ભૂલો માટે માફી માંગીને, અને ઓછામાં ઓછી ભૂલો કરવાનો નિયમ લઈને આપણી આત્માને શુદ્ધ કરવાનો છે. પર્યુષણ દરમ્યાન આપણે સંસારના કામો ઓછા કરીને પોતાના આત્માના ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પર્યુષણ આપણી આખા વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની આલોચના કરવાનો અને તેના માટે પશ્ચાતાપ કરવાનો અવસર છે. આ સમય દરમ્યાન આપણે તપ કરીને આપણા કષાયો અને બીજા દુર્ગુણો ઓછા કરીને કર્મ ખપાવીએ છે. તપ, ભૌતિક સુખો માટેની પોતાની ઈચ્છાઓનો કાબુ એ આધ્યાત્મિક તાલીમનો ભાગ છે. આ સમય દરમ્યાન અમુક લોકો આઠ કે દસ દિવસના ઉપવાસ કરે છે. જો કે શાસ્ત્રો ઓછામાં ઓછા ૩ દિવસ માટે ઉપવાસ કરવાનું સૂચવે છે. જોકે છેલ્લા દિવસે ઉપવાસ કરવું લગભગ ફરજિયાત માનવામાં આવે છે. ઉપવાસમાં કઈ પણ ખાવાનું કે પીવાનું હોતું નથી પણ સવારે ઉકાળીને ઠંડુ કરેલું પાણી દિવસ દરમ્યાન વાપરી શકાય છે. જો કોઈ ઉપવાસ ન કરી શકે તો ફક્ત એક વખત ભોજન કરવું પણ મર્યાદિત ઉપવાસ ગણવામાં આવે છે. આ સમય દરમ્યાન દેરાસરો અને ઉપાશ્રયોમાં જુદા જુદા સમારોહ થાય છે. પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન સાધુ અને સાધ્વી પ્રવચનમાં શ્રાવક અને શ્રાવિકાના પર્યુષણના પાંચ કર્તવ્યો સમજાવે છે. D.5.1.1 પર્યુષણના પાંચ કર્તવ્યો ૧. | અમારિપ્રવર્તન અહિંસાભર્યું જીવન જીવવું, અહિંસક સમાજ માટે કામ કરવું, પ્રાણીઓના કલ્યાણની પ્રવૃત્તિમાં સહકાર આપવો ૨. | સાધર્મિક વાત્સલ્ય | સાધર્મિકોનો આદર કરવો અને માણસાઈના કામોમાં સહકાર આપવો 3. અઠ્ઠમ તપ ૪. | ચૈત્ય પરિપાટી ૫. ક્ષમાપના કોષ્ટક D.5-A Page 62 of 307 પર્યુષણમાં સળંગ ૩ દિવસ ઉપવાસ કરવો જુદા જુદા જૈન દેરાસર, પુસ્તકાલયો, ઉપાશ્રયોની મુલાકાત લેવી અને બીજી ધાર્મિક અને દાન-પુણ્ય કરતી સંસ્થાઓને સહાય કરવી આપણી ભૂલોનો પશ્ચાતાપ કરવો, બીજાને માફ કરવા અને બીજા પાસેથી માફી મંગાવી Page #79 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) શ્વેતામ્બર સંપ્રદાયમાં ચોથા થી છેલ્લા દિવસ સુધી ઈ.સ.પૂર્વે ૩જી શતાબ્દીમાં આચાર્ય ભદ્રબાહુએ લખેલો કલ્પસૂત્ર નામનો ગ્રંથ સંઘ સમક્ષ વાંચવામાં આવે છે. કલ્પસૂત્ર ભગવાન મહાવીર અને બીજા તીર્થંકરોનું જીવનચરિત્ર, શ્રાવકના આચાર અને સાધુજીવનને સમજાવે છે. પાંચમા દિવસે ભગવાન મહાવીરના માતા (ત્રિશલા) ના પવિત્ર સપનાઓને ખાસ સમારોહમાં ઉજવવામાં આવે છે. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે. આખા વર્ષ દરમ્યાન કરેલા આપણા પાપોનો પશ્ચાતાપ કરવાનો અને માફી માંગવાનો આ છેલ્લો દિવસ સૌથી અગત્ય નો છે. ૭ દિવસ તપ કરીને અને આત્માને તૈયાર કરીને શ્વેતામ્બર પરંપરામાં આ દિવસે પ્રતિક્રમણ કરાય છે. તેઓ પરિવારજનો, મિત્રો અને દરેક જીવની માફી માંગે છે. D.5.1.2 કલ્પસૂત્ર પરંપરાથી શ્વેતામ્બર સમુદાય માટે એક મહત્વનો ગ્રંથ કલ્પસૂત્ર છે, અંગ-બાહ્ય આગમના આઠમા પ્રકરણ દશ-શ્રુત-સ્કંધ માંથી લેવામાં આવેલ આ ગ્રંથ પર્યુષણના ચોથા થી આઠમા દિવસ સુધી વાંચવામાં આવે છે. કલ્પ એટલે એવી ક્રિયાઓ જે ધાર્મિક જ્ઞાન, ચારિત્ર અને આત્મ-સંયમને વધારે, કલ્પસૂત્રમાં ચાતુર્માસ દરમ્યાન સાધુજીવનના આચારો, તીર્થંકરોનું જીવનચરિત્ર, ગણધર પછીની પાટ પરંપરા વગેરેનું વર્ણન છે. આચાર્ય ભદ્રબાહુ એ આ ત્રણ પ્રકરણો અર્ધ-માગધી ભાષામાં ઈ.સ.પૂર્વે ૩જી સદીમાં લખ્યા જેમાં ૧૨૧૬ શ્લોકો હતા. જે કલ્પસૂત્ર નામે ઓળખાયા. ઈ.સ. ૪૫૩માં વલ્લભીપુર વાંચનામાં પ્રથમ વખત આ ગ્રંથો તાડપત્રીની ઉપર લખવામાં આવ્યા. મૈં ફક્ત સાધુઓ તેમની વચ્ચે જ પર્યુષણમાં વાંચી સકતા પરંતુ જ્યારથી દેવર્ધિગણિએ વલ્લભીના રાજા ધ્રુવસેન સમક્ષ તેને પોતાના પુત્રના મૃત્યુના શોકમાંથી બહાર કાઢવા કલ્પસૂત્ર વાંચ્યું ત્યાર બાદ ૧૫૦૦ વર્ષથી તે જાહેરમાં વંચાય છે. ૧૮૭૯માં જર્મન વિદ્વાન હર્મન જેકોબી એ પ્રથમ વખત કલ્પસૂત્રનું ભાષાંતર કરીને તેને છાપ્યું. તેમાં ભગવાન મહાવીરના જીવનનું તેમ જ તેમના આગળના ૨૭ ભવનું વિસ્તૃત વર્ણન છે. માતા ત્રિશલાના સ્વપ્નોનું કાવ્યાત્મક વર્ણન, તીર્થંકર મહાવીરનો જન્મ મહોત્સવ, તેમના બાળપણના અમુક કિસ્સાઓ દીક્ષાનો વરઘોડો, તેમના ચારિત્ર જીવનમાં થયેલા ઉપસર્ગો, કેવળજ્ઞાનનું ઉજાગર થવું, નિર્વાણ વગેરેનું તાદશ વર્ણન મન પર સુંદર છાપ છોડે છે. અને તેનું વાંચન સુંદર વાતાવરણ ઉભું કરે છે. તીર્થંકર ઋષભદેવ, નેમિનાથ અને પાર્શ્વનાથના જીવન ચરિત્રો પણ અહીં વર્ણવવામાં આવ્યા છે. સંવત્સરીના દિવસે આખું શાસ્ત્ર ખુબ જ આદરપૂર્વક વાંચવામાં આવે છે. કલ્પસૂત્રનો અને હસ્ત લિખિત પ્રતો જોવા મળે છે અને તે પણ અદભૂત ચિત્રો સાથે. D.5.1.3 સંવત્સરી - ક્ષમાપનાનો દિવસ પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ એટલે કે સંવત્સરી પર્યુષણનો સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે Page 63 of 307 Page #80 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જૈનો તેમના પરિવારજનો, મિત્રો, દુશ્મનો અને બધા પાસે માફી માંગી છે જો તેમને આખા વર્ષ દરમ્યાન જાણતા કે અજાણતા તેમને દુઃખ પહોચાડ્યું હોય કે તેમના માટે વેર કે ખરાબ ભાવ રાખ્યા હોય. જૈન શાસ્ત્રો સમજાવે છે કે બધાને માફ કરવા અને કોઈના પણ પ્રત્યે દ્વેષભાવ ન રાખવો એ આધ્યાત્મિક પ્રગતિ માટેનું પહેલું પગથિયું છે. આથી જ સંવત્સરી પ્રતિક્રમણનો દિવસ જૈનો માટે ખુબ જ અગત્યનો છે. માફી માગવી કઠિન છે કેમ કે તેના માટે વિનય જોઈએ છે - માનનો અભાવ અને ક્રોધ પર કાબુ જોઈએ છે. આથી જ આપણા મહાન આચાર્યોએ કહ્યું છે કે, "ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમાવાણી મિચ્છામિ દુક્કડમ." ક્ષમા વીરોનું આભૂષણ છે. જો મેં કોઈ ભૂલ કરી હોય તો હું માફી માંગુ છુ. ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખરંતુ મેં, મિત્તિ મેં સવ્વ ભૂએસુ, વેર મજઝ ન કેણઈ, હું બધા જીવોને માફ કરું છુ, બધા જીવો મને માફ કરે, મારે દરેક જીવ પ્રત્યે મૈત્રી છે, મારે કોઈ પ્રત્યે વેર નથી. D.5.2 દસ લક્ષણ પર્વ દિગમ્બરો ૧૦ દિવસનું દસ લક્ષણ પર્વ ઉજવે છે. જે શ્વેતાંબર પર્યુષણના છેલ્લા દિવસના પછીના દિવસથી શરુ થાય છે. દરેક દિવસ એક ગુણને સમર્પિત છે. આ મુખ્ય ગુણો આત્માના આંતરિક ગુણધર્મો છે. તે સમ્યક ચારિત્રના વિવિધ સ્વરૂપો છે. આ ગુણોનું આચરણ કોઈ એક સંપ્રદાય કે ધર્મ સુધી સીમિત નથી. તે વૈશ્વિક શ્રદ્ધાનો ભાગ છે. આ ગુણોનું આચરણ ફક્ત જૈનો માટે જ નહિ પરંતુ સંપૂર્ણ માનવજાત માટે લાભદાયી છે. વધારામાં તેઓ રોજ તત્વાર્થસૂત્રનું એક પ્રકરણ પણ વાંચે છે, જે જૈન ધર્મના બધા જ પાસાઓનો સમાવેશ કરે છે. આ ગ્રંથના ૧૦ પ્રકરણો છે અને રોજ એક વાંચવામાં આવે છે. D.5.2.1 યતી-ધર્મ અથવા ધાર્મિક સદ્દગુણો (ઉત્તમ-ધર્મ) ૧. ક્ષમા માફી ર. માર્દવ નમ્રતા 3. આર્જવ સરળતા ૪. શૌચ સંતોષ ૫. સત્ય સત્યતા ૬. સંયમ ઇન્દ્રિયોનો સંયમ ૭. તપ તપસ્યા Page 64 of 307 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગ દાન ૯. અકિંચન્ય અપરિગ્રહ ૧૦. બ્રહ્મચર્ય પવિત્રતા Compodium of Jainism - Part (II) કોષ્ટક D.5-B આ દસ સદ્દગુણો આત્માના શુદ્ધ અને કષાયમુક્ત ચારિત્રના ગુણધર્મો છે. 'ઉત્તમ' શબ્દ આગળ લગાવવાથી તે સમ્યગ દર્શન અને સમ્યક ચારિત્રનું ચોક્કસ અસ્તિત્વ સૂચવે છે. આ પવિત્ર ગુણો શુદ્ધ આત્મામાં અવશ્યપણે હોય છે અને મિથ્યાત્વથી ભરેલી અજ્ઞાન આત્મા પાસે હોતા નથી. આમ જોવા જઈએ તો દરેક જીવો માટે સમ્યગ દર્શન અને સમ્યક ચારિત્ર આધ્યત્મિક પ્રગતિના પાયારૂપ છે. સમ્યક ચારિત્રના વૃક્ષનો વિકાસ થવા માટે સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન તેના મૂળ જેવા છે. D.5.2.1.1 ક્ષમા(માફી અને સમતા) ક્ષમાનો અર્થ છે ક્રોધને આવવા જ ન દેવો અને જો આવે તો આંતરિક શક્તિ દ્વારા તેને અસફળ બનાવી દેવો. સમતા એટલે જ માફી. સમતા એ શુદ્ધ આત્માનો સ્વભાવ છે. ક્ષમાનો આશરો લેવાથી આત્માના એવા સ્વભાવનું નિર્માણ થાય છે જે ક્રોધથી મુક્ત છે. આત્મા સાથે ક્રોધ અનાદિ સમયથી જોડાયેલો છે અને આથી આત્માનો મૂળ ગુણ એટલે કે સમતા એ ખીલી શકતો નથી. વેરવૃત્તિ ક્રોધનું ખરાબમાં ખરાબ સ્વરૂપ છે. જયારે કોઈ અણગમતી પરિસ્થિતિ સામે તત્કાલ પ્રતિક્રિયા આપે તો તેને ગુસ્સો કહે છે. પણ જો તે એ સમયે રાહ જોવે અને મનમાં ભરી રાખે તો તેનો સ્વભાવ વેરવૃત્તિથી ભરેલો બની જાય છે. ગુસ્સામાં માણસ તે જ સમયે તેનો પ્રતિભાવ આપી દે છે પણ વેરમાં તે મનમાં ભરી રાખે છે અને ભવિષ્યમાં બદલો લેવાની યોજનાઓ બનાવે છે. વેરભર્યો સ્વભાવ સામાન્ય ગુસ્સા કરતા ખૂબ જ ખતરનાક છે. ગુસ્સો આગ જેવો છે જે એ સમયે બધું બાળી નાખે છે પરંતુ વેર તો તમને અંદરથી હંમેશા સળગતા જ રાખે છે. (ગુસ્સાના પ્રકાર માટે B.8.5.2.4.1 જુઓ) • કેવળજ્ઞાની ભગવાનને એક પણ પ્રકારનો ક્રોધ હોતો નથી • પ્રબુદ્ધ સાધુ પહેલા ત્રણ પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે • અમુક વ્રત સાથે શ્રાવકાચાર પાળનાર પહેલા બે પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે · વ્રત ન પાળતા શ્રાવકો પ્રથમ પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે. • પહેલા ગુણસ્થાનમાં રહેલા મિથ્યાત્વી જીવોને દરેક પ્રકારનો ક્રોધ હોય છે. Page 65 of 307 Page #82 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સમતાનો ગુણ કેળવવાના પાંચ રસ્તાઓ • પોતાની અંદર રહેલા ક્રોધના કારણને શોધો • ગુસ્સો કર્યા પછીના પરિણામોનો વિચાર કરો • સામેવાળાના નાદાન સ્વભાવને જુઓ • આખી પરિસ્થિતિને પોતાના પૂર્વ કર્મોના પરિણામરૂપે જુઓ . સમતા અને ક્ષમાના ફાયદા વિશે વિચારો ગુસ્સાનું મૂળ કારણ આપણું સુખ કે દુઃખ જે આપણી બહારની ભૌતિક વસ્તુઓ પર આધાર રાખે છે. આપણે ભૂલી જઈએ છે કે સુખ કે દુઃખનું કારણ આપણે પોતે જ છીએ. જયારે કોઈ પોતાની આત્માના શુદ્ધ સ્વરૂપને સમજે, તેના સાચા સ્વભાવનો અનુભવ કરે અને સમ્યગ દર્શન સાથે રહે ત્યારે તેને ઉત્તમ સમતા કહેવાય છે. D.5.2.1.2 માર્દવ (નમ્રતા) હૃદયની મૃદુતા અને દરેક જીવ પ્રત્યે નમ્રતાની ભાવના રાખવી એટલે માર્દવ. જો કોઈની પાસે સારી વસ્તુઓ કે વ્યક્તિ હોય તો તેના માટે તેને અભિમાન આવે છે અને ન હોય તો તે નાસીપાસ થઇ જાય છે. આ બંને પરિસ્થિતિમાં નમ્રતા કે મૃદુતા નથી. નિષ્ફળતા ક્રોધની જનની છે અને સફળતા એ અભિમાનની. અભિમાન સ્વમાનથી અલગ છે, સ્વમાન ઘમંડ નથી. આ ગુણ કેળવવા માટે આપણે આપણા જ્ઞાન, સત્તા, કુળ, જાતિ, બળ, સંપત્તિ, તપ કે સુંદરતા માટે અતિમાન કરવું જોઈએ નહિ જૈન દર્શન માને છે કે દરેક જીવ સમાન છે પછી ભલે તે મનુષ્ય હોય કે નિગોદ હોય. અને જો દરેક જીવ સમાન હોય તો પછી પોતાને બીજાથી મહાન કે મહત્વનું માનવાનો કોઈ મતલબ નથી. આ કારણથી માનથી યુક્ત રહેવાનું કોઈ કારણ નથી. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે જો કોઈ અભિમાનથી દૂર રહે તો તેને મુક્તિ ઝડપથી મળે છે. D.5.2.1.3 આર્જવ(સરળતા) માનસિક ટાપટીપથી દૂર રહેવું - મન, વિચાર અને કાયાની ક્રિયાઓનું એકત્વ હોવું એટલે આર્જવ કે સરળતા. જે વ્યક્તિ સરળ હોય છે તે સાદગીથી જીવે છે, તે જે વિચારે છે એ જ બોલે છે. જે માણસ માયાથી ભરેલો હોય તે વિચારે છે કંઈક, બોલે છે કંઈક અને કરે છે કંઈક. મજબૂત માણસ પોતાનું કામ કરાવવા ક્રોધનો સહારો લે છે. તે પોતાનું જોર બતાવીને બીજાને દબાવી દે છે અને પોતાનું કામ કરાવે છે. નબળો માણસ માયાનો સહારો લઇને પોતાનું કામ Page 66 of 307 Page #83 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) કરાવે છે. સરળતાનો ગુણ કેળવવા માટે માયાથી દૂર રહેવું જોઈએ. D.5.2.1.4 શૌચ સંતોષ) લોભનો અભાવ હોવો એ સંતોષ. લોભ એટલે કઈ પણ મેળવવાની ઈચ્છા અને એ જ દરેક પાપનું મૂળ કારણ છે. લોભ સૌથી ખરાબ દુર્ગુણ છે અને શુદ્ધતા તરફના આધ્યાત્મિક વિકાસના પથ પર સૌથી છેલ્લે જીતાય છે. લોભના નિકાલ સાથે આત્મા વ્યવહારિક રીતે કષાય મુક્ત થઇ જાય છે. સંતોષ દરેક ગુણોમાં સૌથી ઊંચો અને શુદ્ધ છે. D.5.2.1.5 સત્ય (સત્યતા) સત્ય એટલે જે હિતકારી હોય તે બોલવું અને કઠોર શબ્દોથી, ચાડી-ચુગલી કે અપશબ્દો બોલવા વગેરેથી દૂર રહેવું. કોઈનું જીવન બચાવવા માટે સત્ય છુપાવવું માફીપાત્ર છે. સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી છે. સત્યતાનો સ્થૂળ નિયમ, સત્યતાનો સૂક્ષ્મ નિયમ, વચનમાં અને બોલવાના શબ્દોમાં સંયમ વિશે શાસ્ત્રોમાં બતાવેલ ચાર સ્તર છે. આ ચારેય વસ્તુને વચન સાથે સબંધ છે. અણુવ્રત મહાવ્રત ભાષા સમિતિ વચન ગુપ્તી કોષ્ટક D.5-C D.5.2.1.6 સંયમ સત્ય વિશેનું અણુવ્રત એટલે કે જૂઠું ન બોલવું સત્ય વિશેનું મહાવ્રત એટલે કે સત્ય બોલવું અને બિલકુલ જૂઠું ન બોલવું ભાષાનો સંયમ એટલે કે જયારે અનિવાર્ય હોય ત્યારે જ બોલવું, મિતભાષી હોવું, કઠોર શબ્દો ન બોલવા અને સત્યને અતિશયોક્તિથી ન બોલવું. બોલેલા શબ્દોનો સંયમ એટલે કે સંપૂર્ણ મૌન રહેવું સંયમ એટલે મન, વચન અને કાયાને શિસ્તમાં રાખવા જેથી કોઈ જીવને તકલીફ ન પહોંચે અને જયણા રાખવી. સંયમ બે પ્રકારનો છે: જીવોની હિંસાથી દૂર રહેવું અને ઇન્દ્રિયોના સુખમાં મગ્ન ન થવું. આત્મસંયમમાં બહારની વસ્તુઓમાં ધ્યાન ઉપયોગ) સખવાનું નથી અને પોતાની અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ આત્મ-સંયમની નિરપેક્ષ વ્યાખ્યા છે. સંયમનો બીજો અર્થ છે પાંચ મહાવ્રતો લેવા, કષાયોને નિયંત્રણમાં લાવવા, મન, વચન અને કાયાની ક્રિયાઓને નિયંત્રણમાં રાખવી અને ઇંદ્રિયોની ઈચ્છાને જીતી લેવી. સંપૂર્ણ સંયમ માત્ર મનુષ્ય ભવમાં જ શક્ય છે. દેવ કે નારકીના આયુષ્યમાં તે શક્ય નથી. પંચેન્દ્રિય તિર્યંચમાં સંયમ આંશિક રીતે શક્ય છે. Page 67 of 307 Page #84 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) કોઈ એમ કહે છે કે ઇન્દ્રિયો થકી જ સુખની અનુભૂતિ શક્ય છે પરંતુ ઇન્દ્રિયોના સંયમ જ સાચા સુખની ચાવીરૂપ છે. આપણે બધા જાણીયે છે ઈચ્છાઓ તો અનંત છે. વાસ્તવમાં આત્માનો મૂળ સ્વભાવ તો હંમેશા આનંદિત રહેવાનો જ છે. તે બાહ્ય વસ્તુઓ જેવી કે ઇન્દ્રિયોથી પર છે. સાચી ખુશી અંદરથી મળે છે. જે ખુશી બહારથી મળે છે તે ક્ષણિક છે અને ભ્રમિક છે. આત્મ-સંયમ સમ્યગ દર્શન મળ્યા પછી કષાયો ઓછા કરવા માટેનો માર્ગ છે. D.5.2.1.7 તપ(તપસ્યા) તપની પૂર્વ શરત છે કે આપણા રાગ અને દ્વેષ નિયંત્રણમાં હોવા જોઈએ. જયારે કોઈ પોતાના રાગ અને દ્વેષ છોડીને શુદ્ધ અવસ્થામાં સ્થિર થાય ત્યારે તેને તપ કહેવાય છે. ઈચ્છાઓ પર નિયંત્રણ પણ તપ છે. કર્મની નિર્જરા કરવા માટે ૬ બાહ્ય તપ અને ૬ અભ્યન્તર તપ જણાવ્યા છે. D.5.2.1.8 ત્યાગ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે સંગ્રહવૃત્તિ કે માલિકીભાવને છોડી દેવો એટલે ત્યાગ. શાસ્ત્રોમાં ચાર પ્રકારના દાન બતાવ્યા છે અન્ન, જ્ઞાન, દવા અને કોઈનું જીવન બચાવવું નઅભયદાના દાન રાગ અને દ્વેષના ત્યાગાવીતરાગ) ની તાલીમ સ્વરૂપે છે. - જયારે કોઈને આત્મ-અનુભૂતિ થાય છે ત્યારે તેને આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારની વસ્તુના માટે માલિકીભાવ કે રાગ રહેતો નથી. આને ત્યાગ કહે છે. તેને બાહ્ય વસ્તુઓ જેવી કે મકાન, પત્ની, સંતાનો કે સંપત્તિ પ્રત્યે લગાવ કે મોહ હોતો નથી. તેને કોઈ આંતરિક રાગ કે દ્વેષ માટે પણ માલિકીભાવ હોતો નથી. તેની આત્મા શુદ્ધ હોય છે અને કોઈ પણ પ્રકારના માલિકીભાવથી દૂર હોય છે. D.5.2.1.9 અક્રિયા(અપરિગ્રહ) આ ગુણ આપણી પાસે રહેલી વસ્તુઓ માટે અપરિગ્રહનો ભાવ સૂચવે છે. સંબંધો કે બીજી કોઈ પણ વસ્તુમાં માલિકીભાવને છોડવો એટલે અકિંચન્ય. તે આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. બાહ્ય એટલે મકાન, પત્ની વગેરે અને આંતરિક એટલે રાગ, દ્વેષ કે ઈચ્છાઓ. આંતરિક વસ્તુઓના મોહથી મુક્ત રહેવું ખરેખરો સદ્દગુણ છે. જેણે આંતરિક વસ્તુઓ પ્રત્યેનો રાગ છોડ્યો છે એણે બાહ્ય વસ્તુઓ માટે તો છોડી જ દીધો છે. કદાચ કોઈએ બાહ્ય રીતે વસ્તુઓ છોડી દીધી હોય પણ આંતરિક રીતે શક્ય છે કે હજી પકડી રાખી હોય. જેમ કે કોઈ એ ઘણું બધું દાન કર્યું હોય પણ એ બધાને કહેતો ફરે કે મેં કેટલું દાન કર્યું છે. Page 68 of 307 Page #85 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) એનો મતલબ કે એણે ભૌતિક રીતે તો વસ્તુ છોડી પણ એ વસ્તુ વિશેની ઈચ્છા કે મોહ છોડ્યો નથી. D.5.2.1.10 બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એટલે ગુરુની પાસે રહેવું, સદાચાર પાળવો, ઇન્દ્રિયોનો સંયમ રાખવો, વ્રતનું પાલન કરવું, શાસ્ત્રો ભણવા અને કષાયોનું દમન કરવું. આપણે આ ગુણને ત્રણ રીતે સમજવો જોઈએ: સામાજિક રીતે: સામાન્ય પરિભાષા મુજબ, જાતીય ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવી અને બધાને ખબર છે એ આચાર પાળવા. એક શ્રાવક માટે મર્યાદિત બ્રહ્મચર્ય એટલે કે સ્વ-દારા સંતોષ (પોતાના સાથીથી સંતોષ) શીખવવામાં આવે છે. નિરપેક્ષ રીતે: એનો મતલબ છે કે આત્માના સાચા સ્વભાવમાં રહેવું. એક વાર સમ્યગ દર્શન પ્રાપ્ત થયા પછી કોઈ શુદ્ધ આત્માના સ્વભાવને અનુભવી શકે છે. તેની પાસે હજી પાંચ ઇન્દ્રિયો અને મન છે પણ તેણે પોતાની જાતને આ પાંચ ઇન્દ્રિયની વસ્તુઓથી મુક્ત કરી દીધી છે. પ્રાયોગિક રીતે: પાંચ ઇન્દ્રિયોના કાબૂને બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણ કરવું – આમ સ્વ-આત્મામાં રમણ કરવું કે રત થવું તે બ્રહ્મચર્ય કહેવાય. D.5.3 ક્ષમાપના દિવસ પર્યુષણનો છેલ્લો દિવસ અને દસ લક્ષણનો પ્રથમ દિવસ ક્ષમાપનના દિવસો છે અને બધા જ જૈનો માટે સૌથી મહત્વના છે. સામાન્ય રીતે આપણે આપણા દોષો જોતા નથી અને બીજાના દોષો મોટા કરીને બતાવીએ છે. આપણે આપણી ભૂલને જાણતા હોઈએ છીએ પણ આપણું અન્નિમાન આપણને તે સ્વીકારવા દેતું નથી. પર્યુષણ આપણને 'મિચ્છામિ દુક્કડમ' બોલવા દ્વારા નમ્રતા શીખવે છે અને આપણી ભૂલો માટે માફી માંગતા શીખવે છે. સાથે સાથે આપણે બીજાને પણ માફ કરવાના હોય છે જેમણે આપણને કોઈ પણ રીતે દુઃખ પહોચાડ્યું હોય. આપણે બીજાને માફી આપવાની જરૂર કેમ છે? કૈટલા માટે નહિ કે લોકોને આપણી માફીની જરૂર છે, પરંતુ એટલા માટે કે એમને માફી આપવાથી આપણે ક્રોધ, વેરઝેર કે દુશ્મનાવટથી દૂર રહીએ છે અને જો ન આપીએ તો એ આપણી અંદર જ રહે છે. ક્ષમાપના માનવીય સંબંધો અને મૈત્રીને સુગમ અને સરળ બનાવે છે. ઘણી પરિસ્થિતિઓ બીજા પ્રત્યે ખરાબ ભાવના જન્માવે છે જેમ કે: Page 69 of 307 Page #86 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) અક્રમની ગેરસમજ ખોટી અપેક્ષાઓ બીજાની ભાવનાઓને જાણતા કે અજાણતા ઠેસ પહોંચાડવી ઈર્ષા કોષ્ટક D.5-D જયારે કોઈ આપણી વિચારસરણી સાથે સહમત ન થાય ત્યારે આપણને તેઓ ગમતા નથી. જયારે આપણે કોઈનો ઈરાદો ન સમજીએ ત્યારે આપણે એની પર ગુસ્સે ભરાઈએ છે. જયારે બીજા આપે એના કરતા આપણને વધારે જોઈતું હોય ત્યારે આપણે નિરાશ થઈએ છે. આપણા બધામાં અભિમાન હોય છે અને જયારે કોઈ આપણું અપમાન કરે ત્યારે આપણે વ્યાકુળ બની જઈએ છે. ઈર્ષા નફરત જન્માવે છે અને આપણે આપણી વિચારવાની ક્ષમતા ખોઈ બેસીએ છે. "જયારે આપણે માફ કરીએ ત્યારે આપણે આપણી આત્માના પ્રકાશ સાથે એક થઇ જઈએ છે. માફી વગર આપણે એવા ફાનસ જેવા છે જેની અંદરનો પ્રકાશ ફાનસની બહાર રહીને પ્રકાશ આપી શકતો નથી. જયારે આપણે નફરત, વેરઝેર અને દુશ્મનાવટને ભૂલીને માફી આપી શકીએ ત્યારે આપણો તેજસ્વી આત્મા આનંદના પ્રકાશ સાથે ઝળહળે છે." - ગુરુદેવ શ્રી ચિત્રભાનુ પર્યુષણના આઠ દિવસ કે દસ લક્ષણના દસ દિવસ દરમ્યાન ધ્યાન કરીને આત્મશુદ્ધિ કરવાથી આપણે આપણી જાતને ઓળખીએ છે. આપણે પર્યુષણના પર્વને આત્માનો પર્વ કહીએ છીએ જયારે આપણે માફી આપીએ ત્યારે આપણે આપણા આત્માના પ્રકાશ સાથે એકરસ થઈએ છીએ. છેલ્લા દિવસે તપસ્વીઓનું બહુમાન કરવામાં આવે છે જેથી બીજાઓને પ્રેરણા મળે. કલ્પસૂત્ર, તત્વાર્થ સૂત્ર કે બીજા મહાન ગ્રંથો વાંચવા, દરેક જીવોના કલ્યાણ માટે સકારાત્મક પગલાં લેવા, દરેક માણસો પ્રત્યે ભાઈચારાની ભાવના રાખવી અને બધાને માફી આપવી કે માંગવી, તપ કરવું, નજીકના દેરાસરો, પુસ્તકાલયો કે ઉપશ્રયોની મુલાકાત લેવી વગેરે આ સમય દરમ્યાન કરવામાં આવતી મહત્વની ક્રિયાઓ છે. સંવત્સરીનું પ્રતિક્રમણ કે દસ લક્ષણ મહોત્સવ કર્યા બાદ જૈનો દરેકની વ્યક્તિગત રીતે, ફોનથી કે ઇમેઇલ દ્વારા માફી માંગે છે. મિચ્છામિ દુક્કડમ Page 70 of 307 Page #87 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.6 જૈન તહેવારો(પ) અને તેની ઉજવણી જૈનોમાં વિવિધ તહેવારો અને વિધિઓની ખુબ જ સમૃદ્ધ પરંપરા છે. આમ તો તહેવારો ઉજવણી, મજા, આનંદ અને મનોરંજનના દિવસો હોય છે પરંતુ જૈનો વિવિધ તહેવારો અને ક્રિયાઓમાં આધ્યાત્મિક પાસા પર વધારે ધ્યાન આપે છે. તપ, ત્યાગ, શાસ્ત્રોના અધ્યયન, સ્તોત્રોના પઠન, ધ્યાન અને પરમાત્માની ભક્તિના અવસરો છે. પર્વોની ઉજવણી અને ધાર્મિક ક્રિયાઓ જૈન દર્શનમાં આપણી શ્રદ્ધાને પુન:જીવિત કરીને તેને વધુ મજબૂત બનાવે છે. જૈન તહેવારોને પર્વ કહે છે. પર્વ એટલે કે શુભ દિવસ. દરેક વર્ષે આપણા તહેવારો ખ્રિસ્તી કૅલેન્ડર મુજબ જુદા જુદા દિવસે આવે છે કેમ કે આપણે ચંદ્રને આધારિત કૅલેન્ડર એટલે કે પંચાંગને અનુસરીએ છે. ચંદ્ર પોતાની વિવિધ અવસ્થા પૂર્ણ કરવા ૨૯.૫ દિવસનો સમય લે છે આથી પંચાંગ મુજબ એક વરસ ૨૯.૫ * ૧૨ = ૩૫૪ દિવસનું થાય છે. આથી દર ૨-૩ વર્ષે આપણે ખ્રિસ્તી કૅલેન્ડરની સાથે ચાલવા એક વધારાનો મહિનો એટલે કે અધિક માસ ઉમેરીએ છે. D.6.1 કલ્યાણક - શુભ ઘટનાઓ જૈનો તીર્થંકરોના જીવનની શુભ ઘટનાઓ(પાંચ કલ્યાણક) ઉજવે છે જેને કલ્યાણક કહે છે. તે નીચે મુજબ છે: D.6.1.1 ચ્યવન કે ગર્ભ કલ્યાણક આ એ ઘટના છે જયારે તીર્થંકરની આત્મા પોતાનો પૂર્વ દેહ છોડીને માતાની કુક્ષિમાં પ્રવેશે છે. પ્રભુ કુક્ષિમાં આવ્યા બાદ તેમની માતા શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ૧૪ અને દિગંબર પરંપરા પ્રમાણે ૧૬ સપના જુવે છે. તીર્થંકર પ્રભુને માતાની કુક્ષીમાં હોય ત્યારે ૩ પ્રકારના જ્ઞાન હોય છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. D.6.1.2 જન્મ કલ્યાણક આ એ ઘટના છે જયારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે. જયારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્ર(દેવોના રાજા) બીજા દેવતાઓ સાથે પરમાત્મા પ્રત્યેના તેમના આદર અને ભક્તિથી પ્રેરાઈને પૃથ્વી પર આવે છે. પછી તેઓ તીર્થંકર ભગવાનને મેરુ પર્વતના શિખરે લઇ જાય છે અને ત્યાં તેમનું સ્નાત્ર અને અભિષેક કરે છે (જન્મ અભિષેક મહોત્સવ). Page 71 of 307 Page #88 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.6.1.3 દીક્ષા / તપ કલ્યાણક આ એ ઘટના છે જયારે તીર્થંકર સંસારનો ત્યાગ કરીને, પોતાના પરિવારને છોડીને સાધુ/સાધ્વી બને છે. તે ખુદનો સાધુપણામાં પ્રવેશ કરાવે છે. તેમના દીક્ષાના સમયના ૧ વરસ પહેલા લોકાંતિક દેવતાઓ તેમને આવીને પ્રણામ કરે છે અને તેમને સર્વ જીવોના કલ્યાણ માટે તીર્થ સ્થાપવા માટે વિનંતી કરે છે. જયારે તીર્થંકર સંસાર છોડીને દીક્ષા લે છે ત્યારે તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રગટે છે. D.6.1.4 કેવળજ્ઞાન કલ્યાણક આ એ ઘટના છે જયારે તીર્થંકર ભગવાન કઠિન સાધના અને તપ કરીને પોતાના ચારેય ઘાતી કર્મોનો નાશ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તીર્થંકર બન્યા બાદ દેવરાજ ઇન્દ્ર તેમના માટે ૮ પ્રતિહાર્યની રચના કરે છે અને ત્રણ સ્તરનું ઊંચું સમોવસરણ બનાવે છે. જેની ઉપર બેસીને ભગવાન દેશના આપે છે. આ સંપૂર્ણ જૈન સમાજ માટે અત્યંત મહત્વની ઘટના છે કેમ કે આ સમયે ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તીર્થ પ્રવર્તાવે છે અને મુક્તિનો માર્ગ બતાવે છે. દેવતાઓ, મનુષ્યો, સાધુ-સાધ્વી અને પ્રાણીઓ બધા જ ભગવાનની દેશના સાંભળે છે. D.6.1.5 નિર્વાણ કલ્યાણક આ એ ઘટના છે જયારે તીર્થંકર ભગવાન દેહ છોડીને જન્મ-મરણના ફેરામાંથી હંમેશા માટે મુક્ત થઈને સિદ્ધ બને છે. નિર્વાણની પહેલા તીર્થંકર ભગવાન પોતાના ચારેય અઘાતી કર્મોનો નાશ કરીને અનંત સુખની અવસ્થા એટલે મોક્ષ મેળવે છે. એ પવિત્ર સ્થળો જ્યાં તીર્થંકર ભગવાનના કલ્યાણકો થયા હતા તે આજના સમયના યાત્રાધામો છે. તીર્થંકર ઉત્તમ મનુષ્યો હોય છે જે આપણને આદર્શ મનુષ્યનું દ્રષ્ટાંત આપે છે જેમાં આપણે ધાર્મિક શરણ લેવાનું હોય છે. D.6.2 પર્યુષણ મહાપર્વ પર્યુષણ મહાપર્વની વધુ વિગત માટે જુઓ 051 D.6.3 દસ લક્ષણ પર્વ દસ લક્ષણ પર્વની વધુ વિગત માટે જુઓ D.5.2 Page 72 of 307 Page #89 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.6.4 મહાવીર જન્મ કલ્યાણક (મહાવીર જયંતિ) મહાવીર જયંતિ બીજું અગત્યનું જૈન પર્વ છે. જૈન સમાજ મહાવીર જયંતિને ખુબ જ ભક્તિથી ઉજવે છે. મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ એટલે કે ખ્રિસ્તી કૅલેન્ડર મુજબ માર્ચ-એપ્રિલના મહિનામાં આવે છે. ભગવાન મહાવીર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને ત્યાં ઈ.સ.પૂર્વે ૫૯૯માં લછવાડ જિલ્લાના ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ્યા હતા. બીજા ભારતીય તહેવારોથી અલગ મહાવીર જયંતિ જૈનોના તપસ્વી સ્વભાવને ધ્યાનમાં લઇને ખુબ જ શાંતિ અને ભક્તિથી ઉજવવામાં આવે છે. આ શાંત ઉજવણીના ભાગરૂપે જૈનો વિવિધ દેરાસરો-મંદિરોમાં દર્શન કરવા જાય છે, અને પૂજા અને ભક્તિથી મહાવીર જયંતિ ઉજવે છે. જુદા જુદા તીર્થસ્થાનોની મુલાકાત લેવી એ પણ ઉજવણીનો મહત્વનો ભાગ છે. જૈન દેરાસરોમાં વિશેષ પ્રકારે ભક્તિ થાય છે. લોકો ભગવાન મહાવીરની વાણી સમજવા માટે વિવિધ વ્યાખ્યાનો સાંભળે છે. આ દિવસ આપણને ભગવાન મહાવીરની ઉત્તમ કરુણા અને મુક્તિના માર્ગની યાદ અપાવે છે. ભગવાનના જન્મ દિવસે ખુશી અને ભક્તિ પ્રદર્શિત કરવા મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવે છે. ઘણા મંદિરોમાં ધાર્મિક ક્રિયાઓ કે સ્નાત્રપૂજા ખુબ જ ઉત્સાહપૂર્વક ભણાવવામાં આવે છે. ઘણી જગ્યાએ ભગવાન મહાવીરની પ્રતિમાને સુંદર રથમાં બેસાડીને ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવે B. યુવાપેઢી માટે પણ ખુબ જ આનંદ અને શિક્ષણનો અનુભવ બની રહે છે કેમ કે આ દિવસે ભગવાન મહાવીરના જીવનને લગતા ઘણા પ્રવચનો, નાટકો, ગીતો કે નૃત્ય કરવામાં આવે છે. મૂર્તિપૂજક સંપ્રદાયના લોકો દેરાસરમાં જઈને ભગવાન મહાવીરની પ્રતિમાની પૂજા કરે છે અને મૂર્તિપૂજક સમુદાય સિવાયના લોકો ભગવાનના સિદ્ધાંતોને અંતરમાં સમાવાનો પ્રયાસ કરે છે. આ પર્વનું ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષ મહત્વ છે કેમ કે જૈનોના પ્રાચીન તીર્થો જેવા કે ગિરનાર, દેલવાડા, પાલીતાણા વગેરે આ રાજ્યોમાં આવેલા છે. મહાવીર જયંતિ બિહાર રાજ્યમાં આવેલા પાવાપુરીમાં પણ ધામધૂમથી ઉજવાય છે કેમ કે અહીં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. D.6.5 દિવાળી દિવાળી દરેક ભારતીય અને વિદેશમાં વસતા ભારતીયો માટે પણ ખુબ જ આનંદનો ઉત્સવ છે. તે ખુશીનો અને બધાએ સાથે મળીને ઉજવવાનો ઉત્સવ છે. આ એક એવો અવસર છે જ્યાં દરેક પોતાનો ધર્મ કે આર્થિક પરિસ્થિતિ ભૂલીને આનંદ મનાવે છે. દિવાળી આપણને સાચા મૂલ્યોને સાચવીને અજ્ઞાનનો નાશ કરીને, માનવતા સાચવીને, અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશને Page 73 of 307 Page #90 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) અપનાવવાનું શીખવે છે. દિવાળી શબ્દ સંસ્કૃત શબ્દ 'દિપાવલી' પરથી આવ્યો છે. 'દિપ' એટલે પ્રકાશ અને 'અવલી' એટલે હારમાળા. આથી દિપાવલીનો અર્થ થાય છે દિપોની હારમાળા. દિવાળી એ અશ્વિન કે આસો મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. લોકો માટીના દિપક પ્રગટાવીને, ઘરને રંગોળીથી સજાવીને અને મિત્રો અને પરિવારજનોને ભોજન માટે બોલાવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. જૈન દર્શનમાં દિવો પ્રગટાવવો અંતરમાં પ્રકાશ કરવા માટે પ્રતીકાત્મક રૂપે છે. જેમ દિવો આજુબાજુમાં પ્રકાશ કરે છે તેમ આપણી હાજરીથી આપણી આજુબાજુના લોકોને પણ ખુશી થવી જોઈએ. આપણે તેમના જીવનમાં અને પોતાના જીવનમાં પણ શાંતિ અને ખુશી લાવવા પ્રયત્નશીલ રેહવું જોઈએ. જૈનો માટે દિવાળી ઈ.સ.પૂર્વે ૫૨૭માં ભગવાન મહાવીરને મળેલ નિર્વાણ કલ્યાણકની વાર્ષિક તિથિ છે. આ તહેવાર આસો મહિનાના છેલ્લા દિવસે આવે છે કે જે હિન્દુ પંચાંગનો છેલ્લો દિવસ છે. પણ તેની ઉજવણી આગળના દિવસથી ચાલુ થઇ જાય છે કેમ કે આગળના દિવસથી શરુ કરીને ભગવાને ૨ દિવસ સુધી તેમની ઉત્તરાધ્યાન સૂત્ર નામે ઓળખાતી છેલ્લી દેશના આપી હતી અને દિવાળીએ મધ્યરાત્રીએ તે નિર્વાણ પામ્યા હતા. ઉત્તર ભારતના ૧૮ રાજાઓ ભગવાન મહાવીરની છેલ્લી દેશનામાં હાજર હતા. તેમણે એવું નક્કી કર્યું કે તેમના ગુરુનું જ્ઞાન દિપક પ્રગટાવવાના પ્રતીકાત્મક રૂપે જીવંત રેહવું જોઈએ. આથી તેને દિપાવલી કે દિવાળી કહે છે. પરંતુ ભગવાન મહાવીરનું જ્ઞાન ફક્ત દિપક પ્રગટાવવાથી જીવંત નહિ રાખી શકાય. એ તો બાહ્ય અભિગમ છે. ખરેખર તો આપણે મહાવીર ભગવાને બતાવેલો માર્ગ અનુસરીને આપણી આંતરિક દ્રષ્ટિનો દિપક પ્રગટાવવો જોઈએ. દિપક પ્રગટાવવા માટીનું કોડિયું, તેલ અને રૂની દિવેટ જોઈએ છે. તેમ આપણા અંતરનો દિપ પ્રગટાવવા સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક ચરિત્ર અને સમ્યક તપની જરૂર પડે છે. બાહ્ય દિપકને ઓક્સિજનની જરૂર પડે છે અને અંતરના દિપકને પુરુષાર્થની જરૂર પડે છે. આચરણમાં સારી વસ્તુઓ ઉતારવી દિવાળી ઉજવવાનો રસ્તો છે. અમુક લોકો ૨ દિવસ જેમ ભગવાન મહાવીરે કર્યો હતો તેમ ઉપવાસ કરે છે. કેટલાક લોકો "શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ" અને "શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ" ના જાપ માળાના મણકા પર કરે છે. ટૂંકમાં દિવાળી અંતરની સમૃદ્ધિ વધારવા માટે છે. સામાજિક દ્રષ્ટિ એ આ પારંપરિક ભારતીય તહેવાર છે જેમાં બધા મિત્રો, પરિવારજનો અને પાડોસીઓને મળીને મીઠાઈઓ આપે છે અને અભિવાદન કરે છે. જૈન વેપારીઓ પોતાના જુના નામાઓને બંધ કરીને નવા નામાંના ચોપડાની સાદગીથી પૂજા કરે છે. દિવાળી પાંચ દિવસ સુધી Page 74 of 307 Page #91 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ઉજવવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું આગવું મહત્વ અને માન્યતા છે. D.6.5.1 ધનતેરસ ધન એટલે સંપત્તિ અને તેરસ એટલે આસો મહિનાનો તેરમો દિવસ. દિવાળીનો પ્રથમ દિવસ ધનતેરસ છે. પ્રવેશદ્વાર પર આસોપાલવ(કે આંબાના પાન કે ગલગોટા) ના તોરણો લગાવવામાં આવે છે. મહેમાનોના સ્વાગત માટે જુદાજુદા રંગોથી રંગોળી કરવામાં આવે છે. કોઈ આ દિવસને ધ્યાન તેરસ પણ કહે છે. આ પહેલાનો દિવસ વાક્ બારસ તરીકે પણ ઓળખાય છે. વાક્ નો એક અર્થ જ્ઞાન છે. D.6.5.2 કાળીચૌદસ ધનતેરસ પછીનો દિવસ કાળીચૌદસ તરીકે ઓળખાય છે. કેટલાક જૈનો આ દિવસથી બે દિવસના ઉપવાસ(છઠ) ની શરૂઆત કરે છે કેમ કે આ દિવસથી ભગવાન મહાવીરે એમની છેલ્લી દેશના આપવાની શરૂઆત કરી હતી. જે ૪૮ કલાક ચાલી હતી(દિવાળીની મધ્યરાત્રિ સુધી). D.6.5.3 દિવાળી રૂ દિવાળીના દિવસે ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર નિર્વાણને પામ્યા હતા. આ પ્રકાશનું પર્વ છે. જેમ દિપકને પ્રજ્વલિત રાખવા માટે રૂ અને તેલની જરૂર પડે છે તેમ અંતરના દિપકને પ્રજ્વલિત રાખવા સમ્યગ શ્રદ્ધા, જ્ઞાન અને આચરણની જરૂર પડે છે. દિપાવલી કે દિવાળીના દિવસે ઘરની અંદર અને બહાર દિવા પ્રગટાવવામાં આવે છે. D.6.5.4 બેસતું વર્ષ ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ઈંદ્રભૂતિ ગૌતમ પોતાના પ્રભુ પ્રત્યેના રાગથી મુક્ત થઇ શકતા ન હતા અને આથી તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું ન હતું. આ તેમનું અવરોધક પરિબળ ભગવાન મહાવીરના નિર્વાણના થોડા સમયના શોક બાદ તૂટ્યું. છેવટે તેઓ વીતરાગતાના શિખરે પોહચ્યા અને તેમને બેસતા વર્ષની વહેલી સવારે કેવળજ્ઞાન મળ્યું. જૈનો તેમનું નવું વરસ ગુરુ ગૌતમ સ્વામીને યાદ કરીને, નવ સ્તોત્ર(નવ સ્મરણ) ને ભક્તિથી સાંભળીને અને ગૌતમ સ્વામીનો પવિત્ર રાસ સાંભળીને કરે છે. કેટલાક લોકો બેસતા વરસના દિવસે પણ ઉપવાસ ચાલુ રાખીને સળંગ ૩ દિવસના ઉપવાસ કરે છે. સાચી પ્રાર્થના એવી હોવી જોઈએ કે "આખું વર્ષ સાચા ધર્મ, બૌદ્ધિક શાંતિ અને સમતાથી ભરેલું રહે." Page 75 of 307 Page #92 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.6.5.5 ભાઈબીજ(ભાઈ માટેનો તહેવાર) રાજા મંદિવર્ધન ભગવાન મહાવીરના નિર્વાણ પછી ખુબ જ શોકમાં ડૂબેલા હતા. નવા વર્ષના બીજા દિવસે તેમની બહેન સુદર્શનાએ તેમને એમના ઘરે બોલાવ્યા અને તેમને સાંત્વના આપી. આ દિવસ ભાઈબીજ તરીકે ઓળખાય છે. આ પર્વ રક્ષાબંધનના જેવો છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના ઘરે જાય છે અને રક્ષા(રાખડી - પવિત્ર દોરો) બાંધે છે અને તેના લાંબા અને સુખી જીવનની કામના કરે છે, પણ ભાઈબીજના દિવસે બહેન ભાઈને પોતાના ઘરે બોલાવે છે અને પોતાનો આદર અને પ્રેમ દર્શાવે છે. D.6.6 જ્ઞાન પંચમી(જ્ઞાનની પૂજાનો પવિત્ર દિવસ) જ્ઞાન પંચમી હિન્દુ પંચાંગના પ્રથમ મહિના કારતકના શુક્લ પક્ષની પાંચમે ઉજવાય છે. આ દિવસ સમ્યગ જ્ઞાનની આરાધનાનો દિવસ છે. દરેક ધર્મમાં જ્ઞાનનું મહત્વ છે. જૈન ધર્મ જ્ઞાન પર એટલા માટે ભાર મૂકે છે કેમ કે જ્ઞાન આત્માનો સહજ સ્વભાવ છે. સાચા જ્ઞાન થકી જ કોઈ સાચા માર્ગ પર ચાલી શકે છે. આ દિવસે લોકોને જ્ઞાન આપે છે તેવા શાસ્ત્રોની વાસક્ષેપથી વિશેષ ભક્તિથી પૂજા કરાય છે. જૈન શાસ્ત્રોને વિવિધ જગ્યા એ દર્શન માટે મુકાય છે. લોકો આ જગ્યાની મુલાકાત લઇ ને પોતે સતત જ્ઞાન મેળવવાની શક્તિ મેળવી શકે તે માટે આશીર્વાદ માંગે છે. આ દિવસે સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિક્રમણ વગેરે પણ કરવામાં આવે છે. ધાર્મિક પુસ્તકાલયોમાં રાખેલા ગ્રંથોને પણ બહાર કાઢીને તેમને સાફ કરવામાં આવે છે અને તેમની માવજત કરવામાં આવે છે. ભણવાના સાધનોનું સન્માન કરવા માટે પૂજા દરમ્યાન પેન, પેન્સિલ, નોટબુકો વગેરે પણ મુકવામાં આવે છે. જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા પર ભાર મુકવામાં આવે છે. આ દિવસે નીચેની પંક્તિઓ ગાવામાં આવે છે: સમકિત શ્રદ્ધાવંતને ઉજ્જયો જ્ઞાન પ્રકાશ, પ્રણમું પદ કંજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ, આ દિવસે 'ૐ હ્રીમ નમો નાણસ્સ' પદની માળાનો જાપ કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. ભૂતકાળમાં વરદત્ત અને ગુણમંજરીએ તેના વિરુદ્ધ કંઈક કાર્ય કર્યું હતું જેના પાપ તેમને ભોગવવા પડ્યા હતા. D.6.7 દેવ દિવાળી કે કાર્તકી પૂર્ણિમાં આ ગુજરાતી કૅલેન્ડર મુજબ પ્રથમ માસ કારતકનો પંદરમો દિવસ છે. આ દિવસે ચાતુર્માસ પૂર્ણ Page 76 of 307 Page #93 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) થાય છે. ચાર મહિનાના વર્ષાકાળ પછી સાધુઓ વિહાર કરવાનું ચાલુ કરે છે અને શત્રુંજયની યાત્રા ફરીથી શરુ થાય છે. આખી દુનિયામાંથી બધા જૈનો આવીને શત્રુંજય, ગુજરાતમાં આવેલા ગિરનાર અને બીજા તીર્થસ્થળોએ જાય છે જ્યાં ખાસ સમારોહ રાખવામાં આવે છે. ચાંદનીના પ્રકાશથી ભરેલા આકાશની નીચે બધા દિવા પ્રગટાવીને પરિવારની સાથે દિવાળીના પખવાડિયાના અંતને ઉજવે છે. એવું કહેવાય છે કે શત્રુંજયનો અર્થ થાય છે શત્રુઓને હરાવવા. શત્રુંજય તીર્થની યાત્રા કર્મ-શત્રુને હરાવવા થાય છે, આથી એવું કહેવાય છે કે શત્રુંજયના દરેક પગલે પૂર્વ ભવના કર્મોનો નાશ થાય છે. જેમને કેવળજ્ઞાન મળેલું છે તેઓ પણ શત્રુંજયનો મહિમા વર્ણવવા સક્ષમ નથી. જે વ્યક્તિઓ શત્રુંજય ન જઈ શકે તે પોતાના ક્ષેત્રમાં શત્રુંજય પટની સ્થાપના કરી તેના દર્શન કરે છે. શત્રુંજય તીર્થનો મહિમા અદભૂત છે. D.6.8 નવપદ ઓળી વર્ષમાં બે વખત માર્ચ-એપ્રિલ(ચૈત્ર) અને સપ્ટેમ્બર-ઓક્ટોબર(આસો) ના મહિનામાં નવ દિવસનો આયંબિલ નામે ઉપવાસ કરવામાં આવે છે. જેમાં દિવસમાં ફક્ત એક જ વખત ભોજન લેવાનું હોય છે અને તે પણ ખુબ જ સાદું - મસાલા, મીઠું, દૂધ, તેલ, ઘી, ફળો કે શાકભાજી સિવાયનું ભોજન લેવામાં આવે છે. તે નવપદ - પંચ પરમેષ્ઠિ અને દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ પર ધ્યાન ધરીને કરવામાં આવે છે. આ દિવસોમાં નવપદનું મહત્વ સમજાવવામાં આવે છે. રાજા શ્રીપાળ અને મયણા સુંદરી નવપદના પરમ ભક્ત હતા. કર્મના સિદ્ધાંતને સારી રીતે સમજીને તેમણે નવપદની ખુબજ સાધના અને ભક્તિ કરી. આમ કરવાથી તેમણે પોતાના કર્મો ખપાવ્યાં, પોતાની પરિસ્થિતિ સુધારી અને છેવટે મુક્તિને પામ્યા. D.6.9 મૌન અગ્યારસ આ વરસનો સૌથી પવિત્ર દિવસ છે. આ દિવસે જુદા જુદા તીર્થંકરોના જન્મ, કેવળજ્ઞાન અને નિર્વાણના જુદા જુદા ૧૫૦ કલ્યાણકો આવે છે. આ નવેમ્બર/ડિસેમ્બર ના મહિનામાં, ગુજરાતી પંચાંગ મુજબ માગસર મહિનાની સુદ અગ્યારસે આવે છે. આ દિવસે સંપૂર્ણ મૌન અને ઉપવાસ રાખવામાં આવે છે અને તીર્થંકરો જેમના કલ્યાણકો હોય છે તેમનામાં ધ્યાન ધરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપાશ્રયમાં રહીને સાધુ જીવન જીવે છે. ભરત ક્ષેત્રમાં ૧૮માં તીર્થંકર- અરનાથ તીર્થંકર ભગવાનનું દીક્ષા કલ્યાણક, ૨૧માં તીર્થંકર Page 77 of 307 Page #94 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ભગવાન નેમિનાથ ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક અને ૧૯માં તીર્થંકર ભગવાન મલ્લિનાથ ભગવાનનું જ્ઞાન, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક આવે છે. આ દિવસે કરવામાં આવતી કોઈ પણ ધાર્મિક ક્રિયા અનેકગણું ફળ આપે છે. એવું કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતો ૧ ઉપવાસ ૧૫૦ ઉપવાસનું ફળ આપે છે. D.6.10 પોષ દસમી આ દિવસ ૨૩માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. માગસર મહિનાના કૃષ્ણ પક્ષના ૯, ૧૦, ને ૧૧ માં દિવસે મૉટે ભાગે ડિસેમ્બર મહિનામાં સેંકડો અને હજારો જૈનો અઠ્ઠમ એટલે કે ૩ દિવસ ઉપવાસ કરીને ભક્તિ અને સાધના દ્વારા પોતાનું કલ્યાણ કરે છે. શંખેશ્વર જે જૈનોનું પવિત્ર તીર્થ છે ત્યાં ખુબ મોટો મેળો ભરાય છે. જો કોઈ ત્રણ દિવસ ઉપવાસ ન કરી શકે તો તે ત્રણ દિવસ એકાસણા પણ કરી શકે છે. જેમાં પહેલા દિવસે સાકરના પાણીથી, બીજા દિવસે ખીરથી અને ત્રીજા દિવસે ભર્યા ભાણાનું એકાસણું કરવાનું હોય છે. D.6.11 વરસીતપ આ આખું વરસ ચાલતી તપશ્ચર્યા છે જેમાં એક દિવસ ઉપવાસ અને તેના પછીના દિવસે એકાસણું કે બિયામણું એમ વારાફરતી કરવાનું હોય છે. આ આખા વરસનું તપ એ ઘટનાની ચાદરૂપે છે જયારે પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને દીક્ષા પછી એક વરસ સુધી ગોચરી મળી ન હતી. આ વરસીતપના પારણાં ભારતમાં હસ્તિનાપુરમાં ખુબ જ ધામધૂમથી કરવામાં આવે છે. જ્યાં ભગવાન આદિનાથના પ્રપૌત્ર શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીના રસથી પારણાં કરાવ્યા હતા. D.6.12 અક્ષય તૃતીયા - વરસીતપના પારણાં આ દિવસે ભગવાન ઋષભદેવ પોતાના એક વરસના ઉપવાસ તોડીને પારણાં કર્યા હતા. જે જૈનોએ એક વર્ષ સુધી દર બીજા દિવસે ઉપવાસ કરીને તપ કર્યું હોય છે તેઓ આ દિવસે શેરડીના રસથી પારણાં કરે છે. આ પર્વ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ૮૩ લાખ પૂર્વના સંસારી જીવન પછી સંસાર ત્યજીને દીક્ષા લીધી હતી. ભગવાન ઋષભદેવ ગોચરી માટે ઘણા ઘરોમાં ગયા, પરંતુ કોઈ તેમની અન્ન માટેની ઈચ્છાને સમજી શક્યા નહિ. લોકો તેમને હાથી, ઘોડા, આભૂષણો અને કન્યાઓ પણ આપવાની તૈયારી બતાવી પરંતુ કોઈએ અન્ન ન આપ્યું. ભગવાન ઋષભદેવે પૂર્વ ભવમાં એક બળદના મોં પર જાળી બાંધીને તેને અન્નથી વંચિત રાખવાનું કાર્ય કર્યું હતું. તે કર્મના ફળ સ્વરૂપે આ ઘટના બની. છેવટે શ્રેયાંસ કુમારે તેમને શેરડીનો રસ આપીને પારણાં કરાવ્યા. ત્યારથી આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. Page 78 of 307 Page #95 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.6.13 ફાગણ સુદ તેરસ આ દિવસ ફાગણ મહિનાના તેરમા દિવસે(માર્ચ મહિનાની શરૂઆતમાં) આવે છે. આ દિવસે શત્રુંજય તીર્થમાં ૬ ગાઉની જાત્રા કરવામાં આવે છે. D.6.14 બાર તિથિ દરેક મહિનાની બંને પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ, અને પૂનમ-અમાસ એમ થઇને ૧૨ તિથિ હોય છે. મોટાભાગના જૈનો પાંચ તિથિ એટલે કે સુદ પાંચમ, ૨ આઠમ અને ૨ ચૌદસ પાળે છે. જૈન શાસ્ત્રો સૂચવે છે કે આ દિવસોમાંથી કોઈ એક દિવસે આવતા જન્મના આયુષ્ય કર્મનું બંધ થાય છે અને આ દિવસોમાં કરવામાં આવતી ધાર્મિક ક્રિયાનું આગવું મહત્વ છે. D.6.15 ચોમાસી ચૌદસ કારતક, ફાગણ અને અષાઢ મહિનાની સુદ ચૌદસને ચોમાસી ચૌદસ કહેવાય છે. D.6.16 મહામસ્તકાભિષેક કદાચ મોટા ઉત્સવપૂર્વક થતી જૈન પૂજાનો સૌથી મોટું ઉદાહરણ મહામસ્તકાભિષેક છે જે દર ૧૨ વર્ષે શ્રવણબેલગોડામાં થાય છે. આ ધાર્મિક નાયક બાહુબલિના સન્માન માટે હોય છે જેમની ૫૭ ફૂટની વિરાટ પથ્થરમાંથી કંડારેલી પ્રતિમા લગભગ એક હજાર વર્ષ પહેલા બનાવેલી છે. બંને સંપ્રદાયના હજારો જૈનો અમુક અઠવાડિયા સુધી ચાલતા આ સમારોહમાં બાહુબલીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા ઉમટે છે; આ રીતે બાહુબલી એક એવા સન્માનના હકદાર બને છે જે સામાન્ય સંજોગોમાં માત્ર તીર્થંકરોને જ અપાય છે. જ્યાં સુધી આ મસ્તકાભિષેકનો સમારોહ ચાલે ત્યાં સુધી વિશાળકાય પ્રતિમાની પાછળ મોટી પાલખી બાંધવામાં આવે છે. જેની ઉપર ભક્તો ચઢીને વિવિધ પ્રકારના પવિત્ર દ્રવ્ય જેવા કે શુદ્ધ પાણી અને ચંદનની પેસ્ટ વગેરે ઉપરથી પ્રતિમાનો મસ્તકાભિષેક કરી શકે. એવું કહેવાય છે કે આવા પર્વોમાં ભાગ લેવાથી પુણ્ય બંધ થાય છે અને સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. એવી રીતે કામ કરો કે તમને પૈસાની જરૂર નથી. એવી રીતે પ્રેમ કરો કે તમે ક્યારેય દુભાવાના નથી. એવી રીતે નાચો કે કોઈ તમને જોતું નથી. એવી રીતે ત્રાઓ કે કોઇ તમને સાંભળતું નથી. એવી રીતે જીવો કે પૃથ્વી પર જ સ્વર્ગ છે. Page 79 of 307 Page #96 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.7.1 જૈન તીર્થ સ્થાનો: D.7 જૈન મંદિરો અને તીર્થસ્થાનો પવિત્ર સ્થળોની યાત્રા વિશ્વના વ્યવહારિક દરેક ધર્મની પરંપરાનો એક ભાગ છે. મુસાફરીની મુશ્કેલીઓ શરીરની શિસ્તતા જાળવે છે અને સહયાત્રિકોનો સહવાસ ધાર્મિક શ્રદ્ધાને મજબૂત બનાવે છે. જ્યાં એક સમયે તીર્થંકર ભગવાન અને મહાન સંતો વિચર્યા હતા તે સ્થાન પ્રાર્થના અને ઉપાસના માટે પ્રેરણાદાયક અને ઉત્સાહજનક બને છે. મનને શાંતિ મળે છે અને આત્મા યોગ્યતાને પ્રાપ્ત કરે છે. ભારત આધ્યાત્મિક અને ભક્તિ પ્રધાન દેશ છે. ભારતમાં જૈન મંદિરો, જૈન તીર્થંકરો કે જેઓએ અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંત આપ્યા તેઓના જીવન અને પ્રવૃત્તિઓ સાથેના અભિન્ન જોડાણની વાત કરે છે. કેટલાક પવિત્ર સ્થળ જ્યાં પ્રબુદ્ધ આત્માનો જન્મ સ્થળ, દીક્ષા સ્થાન અને મોક્ષ પ્રાપ્તિનું સ્થાન છે તેનું વિશેષ મહત્વ છે. આ તીર્થંકરોએ સ્પર્શ કરેલા અને વિહાર કરેલા સ્થાનો પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત થયા હતા. તેથી ત્યાં તિર્થંકરોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પવિત્ર સ્થળો અને ધાર્મિક વાતાવરણથી ભક્તિભાવના આજુ બાજુ ફેલાય છે અને આંતરિક સુખ અને શાંતિ મળે છે જે આત્માના ઉત્થાન તરફ દોરી જાય છે. ભારત દેશની કળા અને સ્થાપત્ય તેની ધાર્મિક ભક્તિ તેમજ આર્થિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. જેના વિના વિસ્તૃત કોતરણીમય મંદિરનું નિર્માણ શક્ય ન હતું. ભારતીય ઇતિહાસમાં, કલા અને સ્થાપત્યને દરેક તબક્કે સમૃદ્ધ વેપારીઓ અને રાજકુમારોનું સમર્થન મળ્યું હતું, જેમણે ધાર્મિક નેતાઓ અને માન્યતાઓના સ્મરણાર્થે ભવ્ય ખર્ચ કર્યો હતો. તીર્થસ્થાનોએ લાખો લોકોને આકર્ષ્યા છે. ભારતીય પરંપરા ભક્તોને મહાન જૈન સ્થાપત્ય જોવા અને મહાન તીર્થંકરો (જેમણે કઠોર તપશ્ચર્યા દ્વારા, જૈન ધર્મ દ્વારા માનવતા અને પુન:જન્મના ફેરામાંથી મુક્તિનો માર્ગ બતાવ્યો હતો) ના ઉપદેશોને જાણવા અને સમજવા માટે અપીલ કરે છે. તીર્થસ્થાનો તીર્થંકરો અને અન્ય સંતોની અમર કથા દર્શાવે છે. મૂર્તિઓ, ભીંત ચિત્રો અને મંદિરોમાં શિલાલેખો તીર્થંકરોના સંદેશ આપે છે. B.7.1.1 શ્રી પાલિતાણા નીર્થ મૂળનાયક: ઊંચાઈ ૭ ફૂટ પદ્માશન મુદ્રામાં ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ. તીર્થ: આ તીર્થ ગુજરાત રાજ્યમાં શત્રુંજય નદીના તટ પર આવેલા શેત્રુંજય પર્વત ઉપર છે. આ શત્રુંજય પર્વત પર લગભગ ૯૦૦ મંદિરો છે જે એકબીજાની સુંદરતા અને ભવ્યતાના પ્રતિસ્પર્ધી Page 80 of 307 Page #97 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) છે. ભક્તો અને મુલાકાતીઓ માટે વિસ્મય પ્રેરક છે. ભવ્ય આરસથી બનેલા મંદિરોના ઘૂમટો અને આકાશને લક્ષમાં રાખતાં શિખરો અદ્વિતીય છે. આ પર્વતનું શિખર તળેટીથી લગભગ બે માઈલ છે અને લગભગ ૩૭૪૫ પગથિયા છે. વહેલી સવારે આ પર્વત ચઢતા સુંદર સૂર્યોદય સમયે શેત્રુંજી નદીનો ઝગમગાટ જોઈ શકાય છે. પાલિતાણા તીર્થ માનવ ઉદ્યોગ, સ્થાપત્ય, કુશળતા, ઉદારતા અને ધાર્મિક ભક્તિનો સંયોજન દર્શાવે છે. દરેક ધર્મપ્રેમી જૈન તીર્થની પવિત્રતાના કારણે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એકવાર પાલિતાણાની જાત્રા કરવાની ઈચ્છા રાખે છે. ઇતિહાસ: શત્રુંજય શાશ્વત તીર્થ તરીકે ઓળખાય છે. આ પ્રાચીન તીર્થ સ્થાન પર તીર્થંકર ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીએ નિર્વાણ મેળવ્યું હતું. જોકે મોટા ભાગના મંદિરો આધુનિક છે, તેઓ પ્રાગ ઐતિહાસિક સમયથી ઘણી વાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ઐતિહાસિક રીતે હાલનું મંદિર ૧૨મી સદીમાં રાજા કુમારપાળના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. દુર્ભાગ્યે ૧૪મી અને ૧૫મી સદીમાં મુસ્લિમ શાસન દરમ્યાન શત્રુંજયને ખૂબ વિનાશ સહન કરવો પડયો પરંતુ પછી પુનઃ નિર્માણ થયું. સત્તરમી સદીના અંતથી શત્રુંજય વધુને વધુ મહત્વપૂર્ણ બન્યું છે. દર વર્ષે ફાગણ સુદ તેરસના દિવસે લગભગ વીસ હજાર યાત્રાળુઓ ૧૨ માઈલ (છ ગાવ, જ્યાં એક ગામ બરાબર ૩.૨ કી.મી.) ની યાત્રા કરે છે. શત્રુંજયની યાત્રા મહાન ગુણ ઉત્પન્ન કરે છે. કલા અને શિલ્પકૃતિના કાર્યો: મુખ્ય મંદિર બે માળનું છે. એક ભવ્ય પ્રભાવશાળી માળખું છે જેને ૭૨ થાંભલાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. તેની આજુબાજુ કલાત્મક બાલ્કનીઓ છે. આ પર્વત પર મુખ્ય મંદિર ઉપરાંત મંદિર સંકુલ છે. એ બધા નવ ટૂંક તરીકે ઓળખાય છે. એમાંના એક મંદિરનું શિખર વીસ માઇલના અંતરથી પણ દેખાય છે. આ બધા મંદિરો જુદા જુદા સમયે અલગ અલગ મહાનુભાવો દ્વારા બંધાવવામાં આવ્યા હતા તેથી તે બધાં તેઓના નામથી પ્રસિદ્ધ છે. આ બધા નાના મોટા મંદિરોમાં લગભગ દસ હજારથી વધારે તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. D.7.1.2 શ્રી શંખેશ્વર તીર્થ મૂળનાયક: ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની પદ્માસન મુદ્રામાં છ ફુટ ઉંચી સફેદ રંગની પ્રતિમા છે. તીર્થ : ગુજરાત રાજ્યના એક ગામની મધ્યમાં છે. ઇતિહાસ: પ્રાચીન શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અષાઢી શ્રાવકની ભગવાન પાર્શ્વનાથ પ્રત્યેની ભક્તિથી આ મંદિરનું ઉત્થાન થયું. તેમની મહાન આસ્થાથી પ્રેરિત પ્રાચીનકાળથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પુજા કરવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ અને પછી પુનઃ નિર્માણ અનેકવાર થયું છે. મુખ્ય નવીનીકરણ અગિયારમી સદીમાં સજજન શાહ દ્વારા અને ત્યારબાદ તેરમી સદીમાં વસ્તુપાલ અને તેજપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૪મી સદીમાં અલ્લાદિન Page 81 of 307 Page #98 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ખીલજીની સેનાએ મંદિરને ભારે નુકશાન પહોંચાડ્યું. પરંતુ સંઘ દ્વારા મુખ્ય મૂર્તિને બચાવી લેવામ આવી. ૧૭૬૦ થી આ વિશાળ અને સુંદર મંદિરમાં ૫૨ મૂર્તિઓ છે અને તે મૂર્તિઓની આસપાસ ફરવા માટેનો માર્ગાળોમતી) છે. આ મંદિરના ચમત્કારોનું સંપૂર્ણ વર્ણન અનેક પુસ્તકોના સંગ્રહ પણ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણની સેનાના ઘાયલ માણસો યુધ્ધ પછી શંખેશ્વર તીર્થ પર પહોંચ્યા. પછી તેઓએ તેમના ઘાને શુદ્ધ કરવા માટે તીર્થમાંથી પવિત્ર જળનો ઉપયોગ કર્યો અને પાણીના સંપર્કથી તેમના જખ્મો તરત જ સાજા થયા. હજારો વર્ષોથી પૂજાતી આ મૂર્તિ અનેક શ્રદ્ધાળુ યાત્રીકોને આકર્ષે છે તેથી આ તીર્થનું અપાર મહત્વ છે. કલા અને શિલ્પકામ: આજે પણ ભક્તો આ ભવ્ય મૂર્તિના ચમત્કારનો અનુભવ કરે છે. એમ કહેવાય છે કે ધરણેન્દ્ર દેવ, શ્રી પદ્માવતી દેવી, પાર્શ્વ યક્ષ અને શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિઓ આ તીર્થની રક્ષા કરે છે. ઉપાસકોના અવરોધો દૂર કરે છે અને તેઓની મનોકામના પૂર્ણ કરે છે. પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક પ્રસંગે અને દિવાળી પર હજારો યાત્રાળુઓ અહીં આવી અઠ્ઠમ તપની આરાધના કરે છે. આસપાસની 52 દેરીઓ સાથે આ પ્રાચીન અને ભવ્ય મંદિર ખૂબ જ સુંદર લાગે છે. D.7.1.3 શ્રી તારંગા તીર્થ મૂળનાયક: ૯ ફુટ ઊંચી ભગવાન અજીતનાથની સફેદ રંગની મૂર્તિ છે. તીર્થ: ગુજરાત રાજ્યની તારંગા ટેકરી ઉપર છે. ઇતિહાસ: શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળના શાસન દરમિયાન આ મંદિર ૧૧૬૫ એડી માં બનાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં અનેક સાધુઓએ આસપાસની ટેકરીમાં ધ્યાન ધરતા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. કલા અને શિલ્પકામ: આ મંદિર ૫૦ ફૂટ લાંબુ, ૧૦૦ ફૂટ પહોળું અને ૧૪૨ ફૂટ ઊંચું છે. ચાર માળના દેરાસર પીળા પથ્થરથી બનેલું છે અને શિખર અને વિશાળ ખુલ્લા ચોગાન સાથે અદભૂત અને આકર્ષક લાગે છે. આ મંદિર તેના ઊંચા શિખર માટે પ્રખ્યાત છે. આ મંદિર બનાવવા અગ્નિ પ્રતિરોધક એવા ટગર લાકડાનો ઉપયોગ કરવામા આવ્યો છે. D.7.1.4 શ્રી આબુ દેલવાડા તીર્થ મૂળનાયક: પાંચ ફૂટ ઊંચી સફેદ રંગની આદિનાથ ભગવાનની પદ્માસન મુદ્રામાં મૂર્તિ છે. તીર્થ: ભારતના રાજસ્થાન રાજ્યના માઉન્ટ આબુ પર્વત પાસે જૈન દેલવાડાના મંદિરો આવેલા છે. Page 82 of 307 Page #99 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ઇતિહાસ: ભરત ચક્રવર્તીએ આ મંદિર બનાવ્યું છે અને ચૌમુખજી ચારે દિશામાં ચાર મૂર્તિઓ સ્થાપિત કરી છે. આચાર્ય ભદ્રબાહુ દ્વારા રચિત બૃહદ કલ્પસૂત્રના પ્રાચીન તીર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં અનેક આચાર્યોએ આ તીર્થની મુલાકાત લીધી હતી. વિમલ વસાહી નામનું હાલનું મંદિર ભગવાન આદિનાથના માનમાં વિમલ શાહ દ્વારા અગિયારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અંબિકાદેવીને ખુશ કરીને તેમણે ભગવાન આદિનાથની ૨૫૦૦ વર્ષ જૂની મૂર્તિ મેળવી હતી. ૧૨૩૦ એડીમાં બે ઉદાર ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલે ભગવાન નેમિનાથના માનમાં લુનાગા વસાહી નામનું બીજું મંદિર બનાવ્યું. આ ભવ્ય મંદિર તેજપાલની પત્ની અનુપમા દેવીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. મૂળનાયક ભગવાનની નેમિનાથની મુખ્ય મૂર્તિ જાજરમાન છે. કલા અને શિલ્પકામ: આ મંદિરો શ્વેતારસની અદભૂત કોતરણી અને નકશીકામ માટે જગવિખ્યાત છે. વિમલ વસાહી મંદિરના છત, ગુંબજ, દરવાજા, થાંભલા, અને દીવાલો બારીક કોતરણીની કુશળતાના ઉત્તમ નમૂના છે. ૧૨ શણગારેલા, ઉત્તમ કોતરકામ કરેલા સ્તંભોના આધારે બનેલો રંગમંડપ આકર્ષક કેન્દ્રીય ગુંબજ અને સરસ કોતરણી સાથે ભવ્ય લાગે છે. થાંભલા પર વાધ્ય વગાડતી સ્ત્રી પૂતળીઓ અને ૧૬ વિદ્યાદેવીઓ (દરેક પોતાના ચિન્હ સાથે) છે. સુશોભિત થાંભલાઓના આધાર પર બનેલી જુદી જુદી ડિજાઇનની સુંદર કોતરણીવાળા ૯ લંબચોરસ છતોનો સમૂહ જેને નવચોંકી કહેવાય છે. છતમાં કમળ-કળીઓ, પાંખડીઓ, ફૂલો તેમજ જૈન અને હિન્દુ પૌરાણિક કથાઓના દ્રશ્યોની કોતરણી કરાયેલ રચનાઓ છે. મંદિરની આજુબાજુ બીજા ૫૯ નાના મંદિરો છે. આ અસાધારણ સ્મારક બનાવવા માટે ૧૪૦૦ કારીગરો અને ૧૨૦૦ મજૂરોને ૧૪ વર્ષનો સમય લાગ્યો હતો. લૂનાગા વહિ મંદિરમાં, દેરાણી જેઠાણીના ગોખલામાની કોતરણી ખૂબ જ સુંદર છે. સફેદ આરસની કોતરણી લગભગ પારદર્શક હોય એટલી નાજુક છે. એવું કહેવાય છે કે આરસની રજકણોના વજન જેટલું સોનું શિલ્પકારોને ચુકવવામાં આવ્યુ હતું. મુખ્ય હોલ અથવા રંગમંડપના કેન્દ્રીય ગુંબજમાં વિસ્તૃત નકશીકામ વાળી સુોભિત ડિઇન છે. એક ગોળ પરિક્રમામાં બેઠેલી મુદ્રામાં ૭૨ તિર્થંકરોની પ્રતિમા છે અને તેની નીચે બીજી ગોળ પરિક્રમામાં ૩૬૦ જૈન સાધુઓની પ્રતિમા છે. મંદિરના પરસાળ, આધાર સ્તંભો, કમાનો અને મંડપ આકર્ષક છે. નવ ચોકી મંદિરમાં આરસપહાણના પથ્થર કાપવાની કારીગરી ખૂબ જ ભવ્ય અને નાજુક છે. નવ છતની સુંદરતા એકબીજાથી ચડે એવી છે. હાથી શીલા અથવા હાથીકોષમાં ૧૦ સુંદર ચમકતા આરસના હાથીઓ છે. અદભૂત કલા અને શિલ્પકામ જોવા માટે વિશ્વભરના લોકો અહીંયા આવે છે. D.7.1.5 શ્રી રાણકપુર તીર્થ મૂળનાયક: પદ્માસન મુદ્રામાં આદિનાથ ભગવાનની લગભગ છ ફુટ ઉંચી સફેદ રંગની મૂર્તિ છે. Page 83 of 307 Page #100 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) તીર્થ: કુદરતી સૌંદર્યની વચ્ચે દૂર રાજસ્થાન રાજ્યના રત્નાપુરી ગામમાં આવેલ છે. ઇતિહાસ: અંબર પથ્થરમાં અદભુત રીતે કોતરવામાં આવેલા રાણકપુર જૈન મંદિરો તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર પંદરમી સદીમાં રાણા કુંભના શાસન દરમ્યાન બનાવવામાં આવ્યું હતું. જૈન ઉદ્યોગપતિ ધરણાશાહને સ્વપ્ન આવ્યું હતું કે નલિની ગામમાં સ્વર્ગીય નિવાસસ્થાન જેવું મંદિર બનાવવું. રાજાની પરવાનગી અને સહાયથી આ ત્રણ માળનું મંદિર તે સમયમાં ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. કળા અને શિલ્પકામ: કલાત્મક અને સાંસ્કૃતિક દ્રષ્ટીકોણથી ૪૮૦૦૦ ચોરસ ફૂટના વિસ્તાર સાથે આખું મંદિર સુંદર અને ભવ્ય લાગે છે. જાણે કે વિશ્વની અનેક અજાયબીઓમાનું એક હોય. મંદિરના અંતરાળમાં આદિનાથ ભગવાનની ચાર મૂર્તિઓ ચારે દિશામાં ચૌમુખજી અને મંદિરમાં ચાર પ્રવેશ દ્વાર છે. ત્યાં ચાર નાના મંદિરો છે, અને ૨૪ સ્તંભોવાળો હોલ છે અને ૪૦૦ થી વધુ સ્તંભના આધાર પર ગુંબજ છે. જુદી જુદી બારીક કોતરણીવાળા ૧૪૪૪ સ્તંભો છે. ૪૦ ફૂટ ઊંચા આ કોનરણીથી શણગારેલા તંત્ર મુલાકાતીઓ માટે વિસ્મય ઉભું કરે છે. સ્નોની ચપળ ગોઠવણીથી મંદિરના કોઈપણ સ્થાનથી મૂર્તિનું અવિત દર્શન થાય છે. મુખ્ય ગુંબજની ટીચ મર્યાદામાં કોતરવામાં આવેલા પથ્થરને જુમ્મરની જેમ મધ્યમાં નીચે ખેંચવામાં આવ્યો છે. કેવી રીતે પથ્થરનું વજન અસમર્થિત અટકાવી રાખવામાં આવ્યું છે તે વણઉકલાયેલ રહસ્ય છે. શિલ્પકારોએ જૈન શાસ્ત્રના વિશાળ ભંડારમાંથી જીવન કથાઓ કોતરી છે. આકર્ષક ચિત્રોના ઉદાહરણરૂપે એક જ પથ્થરમાં બારીક કોતરણીથી બનાવેલી હજારનાગથી રક્ષિત ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ અને ૧૦૦૦ શિખરોવાળાં પર્વત છે. અહીં મુખ્ય મંદિરની આસપાસ ૮૪ નાના- મોટા મંદિરો છે. સભા હોલમાં ૧૦૮ કિલોગ્રામ વજન વાળા બે મોટા ઘંટ છે જેના અવાજનો પડઘો ત્રણ માઈલ સુધી સંભળાય છે. દરેક ઘંટનો ઊંચો અને નીચો સાદ એકબીજાના પૂરક છે અને એક મિનિટ માટે આપણી નાભીમાં ‘ઓમ' નો અવાજ ઉત્પન્ન કરે છે. ભગવાન મહાવીર સ્વામી અને ઋષભદેવ ભગવાનની મૂર્તિઓ કીમતી પથ્થરોથી સજ્જ ૬૦૦ વર્ષ પછી પણ કાચની જેમ ચમકે છે. D.7.1.6 શ્રી શ્રવણબેલગોડા તીર્થ મૂળનાયક: લગભગ ૫૭ ફૂટ ઊંચી આછા બદામી રંગના ગ્રેનાઈટ થી બનેલી કાર્યોત્સર્ગ મુદ્રામાં ભગવાન બાહુબલિની મૂર્તિ. તીર્થ: કર્ણાટક રાજ્યના શ્રવણબેલગોડા ગામની નજીક વિંધ્ય ગીરી ટેકરી પર છે. ઇતિહાસ: શ્રી ગોમતેશ્વર જે બાહુબલીના નામે ઓળખાય છે તે સુપ્રસિદ્ધ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. આ તીર્થ ૯૮૧ એડીમાં ગંગારસ રાજાના સલાહકાર માતા Page 84 of 307 Page #101 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ચામુંડરાયના માતાની પ્રેરણાથી બનાવવામાં આવ્યું છે. શ્રવણબેલગોડાનો અર્થ “The Monk on the top of the hill - શિખરના ટોચ ઉપર સાધુ છે. ૩જી સદી પૂર્વેથી અનેક સંન્યાસીઓ, તપસ્વીઓ અને વૈરાગીઓ ત્યાં યાત્રા કરી રહ્યા છે. દસમી સદીના મધ્યમાં મંદિરો બનાવવાનું શરૂ થયું અને તે સ્થળ જૈન ધર્મના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનમાંનું એક બન્યું. શ્રવણ બેલગોડાનો મુખ્ય તહેવાર ‘મહામસ્તકાભિષેક' છે. આ અતુલ્ય પ્રસંગે અહી ૫ લાખથી વધુ ભક્તો યાત્રા કરે છે. પ્રતિમાની આજુબાજુ એક પાલખ બનાવવામાં આવે છે. પવિત્ર મંત્રોના જાપ સાથે ઘડામાં ભરેલા ચંદન, ફૂલો અને કિમતી વનસ્પતિવાળા પાણીથી વિધિપૂર્વક પ્રતિમાનો અભિષેક કરાય છે. ઉપરથી નીચે વહેતા પ્રતિમા ઉપરના આ પાણીમાં આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત થાય છે. પગ પાસે પાણી ભેગું કરી ભકતોમાં વિતરણ કરવામાં આવે છે. આ તહેવાર દુર્લભ જ્યોતિષીય સમયગાળા દરમિયાન બાર વર્ષે ફક્ત એક જ વાર મનાવવામાં આવે છે. કલા અને શિલ્પકામ: ફક્ત એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી બાહુબલીની આ વિશાળ પ્રતિમા ભવ્ય વૈભવશાળી લાગે છે. આ પ્રતિમાં 20 કિલોમીટરના અંતર થી પણ દેખાય છે. ખૂબ જ સરળતા પુર્વક સુંદર રીતે દર્શાવેલી પ્રતિમાની વિશેષતા પવિત્ર લાગે છે. તેમનો ચિંતનશીલ મનોભાવ ભારતીય શિલ્પકાર નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમના હળવા સ્મિત સાથે મરકતા હોઠ જાણે દુનિયાને અનાસક્ત થઈને જુએ છે એવું લાગે છે. D.7.1.7 શ્રી અયોધ્યા તીર્થ મૂળનાયક: પદ્માશન મુદ્રામાં શ્વેતામ્બર પરંપરા મુજબના ભગવાન અજીતનાથની એક ફૂટ ઊંચી તાંબાના રંગની મૂર્તિ અને કાર્યોત્સર્ગ મુદ્રામાં દિગંબર પરંપરાના ભગવાન આદિનાથની 30 ફૂટ ઊંચી સફેદ રંગની મૂર્તિ. તીર્થ: ઉત્તર પ્રદેશ રાજ્યના હસ્તિનાપુર ગામમાં આ તીર્થ છે. ઇતિહાસ: આદિનાથ આ સ્થાનના પ્રથમ રાજા હતા. આ ભગવાન આદિનાથનું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકનું સ્થાન મનાય છે. તે ઉપરાંત અજીતનાથ ભગવાન, અભિનંદન સ્વામી ભગવાન, સુમતિનાથ ભગવાન અને અનંતનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા તેમજ કેવલજ્ઞાન કલ્યાણક આ સ્થળે થયા હોવાનું મનાય છે. તેથી આ તીર્થ ખાસ શુભ અને પવિત્ર મનાય છે. આપણા દેશનું નામ જેમના નામ પરથી રાખવામાં આવ્યું છે તે ભરત ચક્રવર્તીએ આ સ્થાનને તેમનું પાટનગર બનાવ્યું હતું. તે ઉપરાંત આ સ્થાન બાહુબલી, બ્રાહ્મી, સુંદરી, દશરથ રાજા, શ્રી રામ, ભગવાન મહાવીર સ્વામીના નવમા ગણધર અચલ ભદ્ર અને એવા ધણા ધાર્મિક લોકોની જન્મભૂમિ છે. ધણા ધાર્મિક રાજાઓ તેમના સલાહકારો અને મહાપુરુષોએ અહીં અસંખ્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરી અને માત્ર જૈન ધર્મની મહિમાનો જ નહીં પરંતુ ભારતના ગૌરવમાં વધારો કર્યો. Page 85 of 307 Page #102 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) D.7.1.8 શ્રી હસ્તિનાપુર તીર્થ મૂળનાયક: શ્વેતામ્બર પરંપરામાં પદ્માસન મુદ્રામાં ભગવાન શાંતિનાથની ત્રણ ફુટ ઊંચી સોનેરી મૂર્તિ છે અને દિગંબર મંદિરમાં શાંતિનાથ ભગવાનની સફેદ રંગની મૂર્તિ છે. તીર્થ: આ ઉત્તર પ્રદેશ રાજ્યના હસ્તિનાપુર શહેરમાં છે. ઇતિહાસ: આ સ્થળ પર ભગવાન આદિનાથના પ્રપૌત્ર શ્રેયાંસે શેરડીના રસથી ભગવાન આદિનાથને વર્ષીતપનું પારણું કરાવ્યું હતું. આ પ્રસંગના સ્મરણાર્થે ઘણા યાત્રાળુઓ દર વર્ષે વર્ષીતપના પારણા માટે અહીં આવે છે. ભગવાન શાંતિનાથ, ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથના નિર્વાણ કલ્યાણક સિવાયના બીજા ચાર કલ્યાણક અહીં થયા હોવાનું મનાય છે. આ ભૂમિ પર ભગવાન મલ્લીનાથનું સમવસરણ રચાયું હતું. મહાભારતના સમયમાં કૌરવો અને પાંડવોની આ રાજધાની હતી. દિગંબર પરંપરા મુજબ રક્ષાબંધન અને શ્રાવણી પૂનમની પરંપરા અહીંથી શરૂ થઈ હતી. જૈન ઇતિહાસ અનુસાર અનેક તીર્થંકરો, ચક્રવર્તીઓ, સર્વજ્ઞ આત્માઓ, તપસ્વીઓ, શ્રાવકો અને શ્રાવીકાઓ આ પ્રાચીન ભૂમિ સાથે સંકળાયેલા છે. જૈન આગમ અને બીજા ગ્રંથોમાં હસ્તિનાપુરના ઘણા સંદર્ભો મળે છે. કળા અને શિલ્પકામ: ખોદકામ દરમિયાન અહીં ઘણી પ્રાચીન મૂર્તિઓ, સિક્કાઓ અને શિલાલેખ મળ્યા હતા. આ મંદિરોની પ્રાચીન મૂર્તિઓ અદભુત અને પ્રેરણાદાયક છે. D.7.1.9 શ્રી સમેતશિખર નથ મૂળનાયક: ત્રણ ફુટ ઊંચી પદ્માસન મુદ્રામાં પાર્શ્વનાથ ભગવાનની કાળા રંગની મૂર્તિ છે. તીર્થ: આ બિહાર રાજ્યના મધુવન નજીકના સમેતશિખર ટેકરી ઉપર છે. ઇતિહાસ: વર્તમાન ચોવીસીમાંના ૨૦ તીર્થંકરો આ પવિત્ર ભૂમિ પર જ નિર્વાણ પામ્યા છે. અનેક તીર્થંકરો અને સાધુઓની નિર્વાણ ભૂમિ હોવાથી આ ભૂમિનો દરેક કણ મહાન, કીમતી અને પવિત્ર મનાય છે. આ તીર્થનો સ્પર્શ માનવ જન્મને શુદ્ધ કરે છે એમ મનાય છે. આ પવિત્ર સ્થાનની યાત્રાથી મુશ્કેલી દૂર થાય છે, પુણ્ય મળે છે અને ભક્તોના ખરાબ કર્મોનો ક્ષય થાય છે. જૈન ઇતિહાસ અને સાહિત્યમાં જણાવ્યા અનુસાર આ પર્વત પર આવેલા મંદિરોની મૂર્તિઓનું અનેકવાર નવીનીકરણ કરવામાં આવ્યું છે. ૧૭૬૬ એડી આસપાસ મુર્શિદાબાદના શેઠ ખુશાલચંદે ત્રણ દિવસની તપસ્યા કરી અને મા પદ્માવતી દેવીની કૃપાથી તેને ખૂબ જ શુભ સ્વપ્ન જોયું. તેમણે તીર્થંકરોના નિર્વાણના ઉત્કૃષ્ટ સ્થાનો જોયા અને તેથી આ ધર્મસ્થળો એ ભગવાનના પગલાના મંદિરો બનાવ્યા. તાજેતરમાં ૧૯૩૪ એડીમાં આચાર્ય સાગરનંદસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી તીર્થનું ૨૩મી વખત નવીનીકરણ કરવામાં આવ્યું. Page 86 of 307 Page #103 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) કળા અને શિલ્પકામ: નામ પ્રમાણે મધુબન એક સુંદર જંગલ છે. આ ટેકરીની તળેટી પર ભોમિયા દાદાનું મંદિર છે જેમાં એક પ્રભાવશાળી પહાડી આકારની મૂર્તિ છે. મૂર્તિના દર્શનથી વ્યક્તિની યાત્રા પરિપૂર્ણ થાય છે. ભોમિયાદાદાના મંદિરથી થોડે દુર ડુંગર ચડવાની શરૂઆત થાય છે. આ પહાડ પર ૬ માઇલનું ચઢાણ છે. છ માઈલ આસપાસ જવા માટે અને ૬ માઈલ ઉતરાણ એમ કુલ ૧૮ માઈલની સફર છે. સમેતશિખરના મહાન પર્વત પર ૩૧ નોંધનીય ટૂંક છે. દરેક ટૂંક તીર્થંકરો, આદિ જિનો અને ગણધરોના પગલાને સમર્પિત છે. ગૌતમ સ્વામીની પહેલી ટૂંક પરથી સમેતશિખરની બધી ટૂંક જોઈ શકાય છે. મૂળનાયક શામળીયા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જલ મંદિર ટૂંકમાં સ્થાપિત થયેલ છે. તીર્થંકર ભગવાન ફક્ત આ જલ મંદિરમાં જ જોવા મળે છે. જ્યારે અન્ય ટૂંકમાં ફક્ત પગલા છે. અંતિમ ટૂંક ભગવાન પાર્શ્વનાથની છે. આ પર્વતની સૌથી ઉંચી ટેકરી ઉપર છે. જયા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું હતું ત્યાં પથ્થર પર ભગવાનના પગલાં છે. ટેકરી પરનું દ્રશ્ય શાંત, સુંદર અને ધ્યાન માટે યોગ્ય છે. ટેકરી પરથી મધુવનના મંદિરોનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. દરેક મંદિરની એક અલગ અને ભવ્ય શૈલી છે. ડુંગરની પ્રાકૃતિક સુંદરતા અવર્ણનીય છે. અનેક વીતરાગી તિર્થંકરોની નિર્વાણ ભૂમિ એવા આ મહાન તીર્થની યાત્રા પર યાત્રાળુઓ સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિમાં આવે છે. D.7.1.10 શ્રી પાવાપુરી તીવ્ર મૂળનાયક: લગભગ ૭ ઈંચ લાંબા ભગવાન મહાવીરના કાળા રંગના પગલા છે. તીર્થ: તે બિહાર રાજ્યના પાવાપુરી ગામની બહાર તળાવની મધ્યમાં છે. ઇતિહાસ: ભગવાન મહાવીરનું છેલ્લું ચોમાસુ આ સ્થાન પર હતું. અનેક રાજા અને સ્થાનિક વેપારીઓ ભગવાન મહાવીરના ઉપદેશો સાંભળવા આવ્યા હતા. ભગવાન મહાવીરે ઘણા લોકોને ઉપદેશ આપી તેમની શંકાઓ દૂર કરી દીક્ષા આપી. ૪૮ કલાક સુધી અંતિમ ઉપદેશો આપ્યા પછી ભગવાનને આ ભૂમિ પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું તેથી આ ભૂમિનું વિશેષ મહત્વ છે. આસો માસની અમાસના દિવસે જ્ઞાનનાં દીપક સમાન ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેમની ગેરહાજરીમાં લોકોએ અસંખ્ય દિવા પ્રગટાવ્યા. તે દિવસની સ્મૃતિમાં દિવાળીના દિવસે હજારો દીવાઓના પ્રકાશથી આખુ શહેર તેજસ્વી બને છે. ભગવાનના મોટાભાઈ નંદીવર્ધને એક નાનું મંદિર બનાવ્યું અને ભગવાનના અંતિમ ઉપદેશના સ્થળે તેઓના પગલા સ્થાપિત કર્યા. કહેવાય છે કે ભગવાનના અંતિમ સંસ્કાર સ્થળેથી દેવતાઓ અને અસંખ્ય માનવોએ ભગવાનના શરીરની રાખ લીધી હતી અને જેઓ રાખ મેળવી ન શક્યા તેઓએ જમીનમાં ખાડો કરી રાખ મિશ્રિત જમીનની ધૂળ લઈ ગયા. આ ખાડો મંદિર બની ગયો જે આજે જલ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં સમવસરણની રચનાની સામે મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી અને સુધર્મા Page 87 of 307 Page #104 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સ્વામીની મૂર્તિઓ છે. આ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ હોવાથી આ ભૂમિનો પ્રત્યેક કણ પવિત્ર છે. કળા અને શિલ્પકામ: કમળથી ભરપુર તળાવની વચ્ચે આ જલ મંદિરનું બાંધકામ અવર્ણનીય છે. શ્વેતાંબર અને દિગંબર મંદિરોમાં પ્રાચીન મૂર્તિઓ જોવા લાયક છે. ખાસ કરીને તળાવમાં જ્યારે કમળ ખીલે છે ત્યારે આ સ્થળ મનોહર અને અતિ સુંદર લાગે છે. કમળથી વસેલા પાણીમાં પ્રતિબિમ્બિત ઝળહળતું જલ મંદિર એક ભવ્ય દ્રશ્ય છે. D.7.1.11 શ્રી ગિરનાર તીર્થ મૂળનાયક: શ્વેતાંબર મંદિરમાં લગભગ પાંચ ફૂટ ઊંચી કાળા આરસની નેમિનાથ ભગવાનની મૂર્તિ છે અને દિગંબર મંદિર ભગવાન નેમિનાથની કાળા રંગની મૂર્તિ છે. તીર્થ: સૌરાષ્ટ્રમાં ગીર જંગલની ઉત્તરીય સરહદ પર ગિરનાર પર્વત સ્થિત છે. ઇતિહાસ: બાવીસમાં તીર્થંકર ભગવાન નેમિનાથના દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકના કારણે ગિરનાર પર્વત એક ધાર્મિક પવિત્ર સ્થળ છે. યુવાન રાજકુમાર નેમીકુમાર તે સમયના ક્રૂર રિવાજથી નિરાશ થઈ ગયા. જ્યારે તેઓએ જોયું કે તેમના લગ્નમાં મહેમાનોના ભોજન માટે સેંકડો પ્રાણીઓને કતલ કરવાના હેતુથી વાડામાં રખાયા હતા. આ અન્યાયમાં પોતે કારણભૂત હોવાની અનુભૂતિ થતા તેઓએ પોતાની બધી વસ્તુઓનો ત્યાગ કર્યો. તેઓ સાધુ બન્યા અને સર્વ જીવોને દુઃખમાંથી મુક્ત કરવાના માર્ગની શોધમાં ગિરનાર પર્વત પર ગયા. નેમિનાથના પગલે પગલે કન્યા રાજુલ (રાજિમતી)એ પણ દીક્ષા લીધી અને લાંબી તપસ્યા પછી અહીં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અન્ય ઘણા ઋષિઓને અહીં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેથી પ્રાચીનકાળથી અહીં ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે. પ્રથમ આગમ આચારાંગ સૂત્રમાં ગિરનાર વિશેનો સંદર્ભ આ તીર્થની પ્રાચીનતા સૂચવે છે. કેટલાક જૈન સાહિત્યકારો પણ આ મંદિરોના સમય અંતરે પુનર્નિર્માણનો ઉલ્લેખ કરે છે. કલા અને શિલ્પકામ: ગિરનાર પર્વત સમુદ્રની સપાટીથી ૧૧૧૭ મીટરની ઊંચાઈએ વધતા જ્વાળામુખીના મૂળમાંથી બનેલી પાંચ વિશાળ શિલા રચના છે. પાંચ ટોચ પર સુંદર શિલ્પવાળા ૧૬ મંદિરો ભારતના જૈન મંદિરોમાં સૌથી પ્રભાવશાળી છે. પ્રથમ ટુંકને પાયાથી ૪૪૦૦ પગથિયા છે અને ત્યાં ૧૧૨૮ એડીમાં ભગવાન નેમિનાથનું કાળા રંગના ગ્રેનાઈટના મંદિરનું નિર્માણ થયું હતું. તેના સ્તંભો પર ઉત્કૃષ્ટ કોતરણી કરવામાં આવી છે અને તે અસામાન્ય રંગીન મોઝેકથી શણગારેલા છે. બીજી ટૂંકમાં અંબિકા દેવીનું મંદિર છે. ત્રીજી અને ચોથી ટૂંકમાં મુનિ શંમ્ભકુમાર અને મુનિ પ્રદ્યુમન કુમારના પગલા છે. પાંચમી ટૂંક જે પાયાથી ૧૦૦૦૦ પગથિયા છે ત્યાં ભગવાન નેમિનાથના પગલા છે. રાજુલની ગુફા, ભગવાન નેમિનાથના નાનાભાઈ રથનેમિનું મંદિર અને અન્ય કેટલાક પવિત્ર ધર્મ સ્થાન છે. પર્વતની લીલીછમ Page 88 of 307 Page #105 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) હરિયાળી વચ્ચે આવેલા શ્વેતાંબર અને દિગંબર મંદિરોમાં દર્શન માટે આ જીવનમાં ઓછામાં ઓછી એકવાર જાત્રા કરવી જોઈએ. D.7.2 સાાંશ જૈન મંદિરોનું સ્થાપત્ય, શિલ્પ અને કોતરણી ભવ્ય છે. હજારોની સંખ્યામાં તેઓ જાજરમાન છે. તેઓની સ્વચ્છતા અને પવિત્ર વાતાવરણ નોંધપાત્ર છે. શાંત ધ્યાનસ્થ મુદ્રામાં, ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ સાથે બેઠેલા અથવા સ્થાયી સ્થિતિમાં તીર્થંકરની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત છે. શ્વેતાંબર પંથ મૂર્તિને આંગીથી શણગારે છે. પરંતુ દિગંબર પંથી મૂર્તિને શણગાર વિનાની સિદ્ધ અવસ્થામાં રાખે છે. પોતાના જીવનકાળ દરમિયાન શાંતિ અને સંતોષની ભાવના મેળવવા માટે ભારતના વિવિધ જૈન તીર્થોની યાત્રા કરવી જોઈએ. આ ઉપરાંત ઇતિહાસ, સ્થાપત્ય અને ઘટનાને વણી લેતા અસંખ્ય જૈન તીર્થ ભારતના ખૂણે ખૂણે જોવઆ મળે છે. અખંડ ભારત અર્થાત અફઘાનિસ્તાનથી બર્મા સુધી જૈન ધર્મનો પ્રભાવ હતો તે સ્પષ્ટ જણાય છે. આ વિષય એટલો વિશાળ છે કે એના અભ્યાસ માટે એક જીંદગી પણ ઓછી પડે. Page 89 of 307 Page #106 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) D.8 યક્ષ અને યક્ષિણી જૈનો જિન ભગવાનની પ્રતિમાની પૂજા અને આદર નીચેના ૩ કારણોથી કરે છે: • તેમણે પોતાની આત્માને સ્વતંત્ર કરીને મોક્ષ મેળવ્યો છે • તેમણે મુક્તિનો માર્ગ દેખાડ્યો છે. • તેમના જેવા બનવાની પ્રેરણા લેવા માટે જૈન ધર્મનો એકમાત્ર ઉદ્દેશ આપણને સંસારના દુઃખોમાંથી મુક્ત કરીને મોક્ષ અપાવવાનો છે. જિન મુક્તાત્મા છે, શરીરથી મુક્ત છે અને બ્રહ્માંડની સૌથી ઉપરના ભાગમાં સિદ્ધક્ષેત્રમાં વસે છે. જિનપ્રતિમાનો ઉદ્દેશ આપણને મુક્તિની શક્યતાને યાદ કરાવવાનો અને તેના માટે પ્રયત્નશીલ રાખવાનો છે. એક જૈન શ્રાવક માટે તે આદર્શરુપ છે અને તેમને નૈતિક મૂલ્યો શીખવે છે અને એક સાધક માટે તે પ્રેરણાનો સ્ત્રોત છે. તેઓ તેમને યાદ અપાવે છે કે મોક્ષ મેળવવો શક્ય છે. જિન એક વીતરાગ આત્મા હોવાથી આ સંસારમાં નથી. આથી તેમના માટે ભક્તોની પ્રાર્થના કે વિનંતીને પુરી કરવી કે તેનો જવાબ દેવો શક્ય નથી. ભક્તોની પ્રાર્થના કે વિનંતીને પુરી કરવાની તેમની અસમર્થતા તેમને હિન્દુ અને બૌદ્ધ દેવતાઓથી જુદી પાડે છે જેમને જરૂર પડે જુદી જુદી વિધિ કે ક્રિયાથી મદદ માટે બોલાવી શકાય છે. જિનપ્રતિમા ઉપરાંત જૈન મંદિરોમાં ઘણી વખત આપણે યક્ષ અને યક્ષિણીની મૂર્તિઓ પણ જોઈએ છે. આ દેવતાઓ શાશ્વત કે દિવ્ય નથી પરંતુ તેઓ પોતે જિન ભગવાનની પૂજા કરે છે અને તેમના સાચા ભક્ત છે. તેઓ કષાયથી યુક્ત છે અને આપણી જેમ જ જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા છે. યક્ષ નર અને યક્ષિણી એ નારી સ્વરૂપે છે. તેમને શાસન દેવતા અને શાસન દેવી પણ કહેવાય છે. તેઓ આપણા માટે રક્ષક અને દેવદૂત સમાન છે. તેઓ વ્યંતર પ્રકારના દેવો છે જેમની પાસે કેટલીક અલૌકિક શક્તિઓ રહેલી છે. જેમ કે તેઓ પોતાનું સ્વરૂપ અને કદ પણ બદલી શકે છે. આ યક્ષ અને યક્ષિણી અથવા તો ઇન્દ્ર(દેવતાઓના રાજા) એ નીમેલા હોય છે અથવા તો તેઓ પોતે તીર્થંકર ભગવાન સાથે આગળના ભવમાં સંકળાયેલા હોય છે. જો કે તીર્થંકર ભગવાનને તેમની રક્ષાની જરૂર હોતી નથી કે તેઓ એના માટે તેમને બોલાવતા પણ નથી. પરંતુ તેઓ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના પોતાના ભક્તિભાવથી તેમની અને જિનશાસનની જરૂર પડે રક્ષા કરે છે. બીજું તેઓ ૪થા ગુણસ્થાનમાં રહેલા છે, સમકિતને પામેલા છે અને થોડાક જ જન્મમાં મોક્ષ મેળવવાના છે આથી પણ આપણે તેમની પૂજા કરીએ છે કેમ કે તેઓ મુક્તિના માર્ગ પર છે. જુના શાસ્ત્રો જેવા કે સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યાન સૂત્ર, ભગવતી-સૂત્ર, તત્વાર્થસૂત્ર, અને પૌંમચાર્ય વગેરેમાં યક્ષ અને યક્ષિણીનો ઉલ્લેખ મળે છે. ઘણા તેમની પૂજા કરે છે કેમ કે તેઓ તીર્થંકર ભગવાન અને જૈન શાસનની રક્ષા કરે છે. આ કારણથી તેઓ જૈન પ્રતિમાની આસપાસ હોય છે. Page 90 of 307 Page #107 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ઘણા જૈન મંદિરોમાં તેમની સ્વતંત્ર મૂર્તિ પણ હોય છે. યક્ષ મોટા ભાગે જિનપ્રતિમાની જમણી બાજુ અને યક્ષિણી તેમની ડાબી બાજુ હોય છે. તેઓનું સ્થાન ક્યારેય જિનપ્રતિમાથી ઊંચું હોતું નથી. તેઓ પરોપકારી યક્ષ અને થક્ષિણી છે. પરંતુ એવા તૈષીલા યક્ષને યક્ષિણી પણ હોય છે કે જેઓ તીર્થંકર ભગવાન અને જિનશાસનને નુકસાન પહોંચાડે છે. જેમ કે શૂલપાણિ યક્ષે ભગવાન મહાવીરને ઉપસર્ગ કર્યા હતા. આવા ખરાબ યક્ષે બીજા કોઈને નુકસાન પહોચાડ્યું હોય તેવી બીજી પણ અનેક કથાઓ છે. આપણે જૈનો યક્ષ અને યક્ષિણીની પૂજા ભૌતિક સુખ, તેમની કૃપા, ભયથી મુક્તિ કે બીમારીથી બચવા માટે કરતા નથી. આપણે તેમનો આદર તેમની તીર્થંકરો અને જૈન ધર્મની સેવાના લીધે કરીએ છે. તેમની પાસેથી ભૌતિક સુખની અપેક્ષા રાખવી જિનવાણીથી વિરુદ્ધ છે. સામાન્યત: જોવા મળતા કેટલાક યક્ષ અને યક્ષિણીનું વર્ણન નીચે મુજબ છે: D.8.1 ચક્રેશ્વરી દેવી તેઓ આદિનાથ ભગવાનને સમર્પિત દેવી છે. તેઓ પ્રતિચક્રાના નામે પણ ઓળખાય છે. તેમનો વર્ણ સુવર્ણ જેવો છે અને ગરુડ તેમનું વાહન છે. તેમની આઠ ભુજાઓ છે. જમણી બાજુની ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, બાણ, ચક્ર અને પાશ તથા ડાબી બાજુની ચાર ભુજાઓમાં ધનુષ, વજ્ર, ચક્ર અને અંકુશ રહે છે. D.8.2 અંબિકા દેવી તે ૨૨માં તીર્થંકર નેમિનાથ ભગવાનને સમર્પિત દેવી છે. તે અંબાઈ, અંબા કે આમ્ર કુસ્માન્દીની તરીકે પણ ઓળખાય છે. તે સુવર્ણ વર્ણના છે અને સિંહ તેમનું વાહન છે. તેમને ચાર ભુજાઓ છે. તેમની એક જમણી ભુજામાં આમ્રફળ અને બીજી ભુજામાં આમ્રની શાખા તથા એક ડાબી ભુજામાં અંકુશ અને બીજી ડાબી ભુજામાં તેમના બે પુત્રો હોય છે. D.8.3 પદ્માવતી દેવી તે ૨૩માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત દેવી છે. તે સુવર્ણ વર્ણના છે અને તેમનું વાહન કુકુટસર્પ (કૂકડાના મોઢા વાળો સાપ) છે. તેમને ચાર ભુજાઓ છે.તેમની જમણી બે ભુજાઓમાં કમળ અને માળા અને ડાબી બાજુની બે ભુજાઓમાં ફળ અને અંકુશ હોય છે. D.8.4 સરસ્વતી દેવી સરસ્વતી - વિદ્યાની દેવી, તેમને દરેક જ્ઞાનનો સ્રોત મનાય છે. તેમની દિવ્ય ઉર્જા આધ્યાત્મિક પ્રકાશનો સ્ત્રોત છે. તે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન મેળવવામાં સહાય કરનાર છે. દુનિયામાં દરેક Page 91 of 307 Page #108 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) દર્શનમાં માનનારા, સંસારી અને સાધુ દરેક તેમનો આદર કરે છે. તેમને ચાર ભુજાઓ છે. એક ભુજામાં પુસ્તક, એક માં માળા અને બીજા બે હાથથી વીણા નામનું વાજિંત્ર પકડે છે. તે કમળના આસન પર બેસે છે અને મોર તેમનું વાહન છે જે સમતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. અમુક પુસ્તકોમાં હંસને એમનું વાહન બતાવવામાં આવ્યું છે. D.8.5 લક્ષ્મી દેવી તે લક્ષ્મી દેવી એ સમૃદ્ધિનું પ્રતીક છે. લોકો સંપત્તિ, સમૃદ્ધિ અને શક્તિ માટે તેમની પુજા કરે છે. તે ઉપરના બે હાથમાં કમળ પકડે છે, તેમના નીચેના ડાબા હાથમાં સિક્કાથી ભરેલો ઘડો હોય છે અને જમણી બાજુના નીચેના હાથથી તેઓ સુવર્ણ મુદ્રાઓ વરસાવે છે. D.સ.ઇ માણિભદ્ર વીર માણિભદ્ર વીર યક્ષ છે જેમની પૂજા પ્રાચીન કાળથી ભારતીય સમાજ દ્વારા થતી આવી છે. તે ૬ ભુજાઓવાળા યક્ષ છે જે હાથીના વાહન પર સવાર હોય છે. D.8.7 ઘંટાકર્ણ વીર આ દેવતાની પૂજા પોતાના રક્ષણ માટે અને બીજા ખરાબ યક્ષ અને યક્ષિણીની અસરથી બચવા માટે થાય છે. તેમનું તીર દુષ્ટ તત્વોનો નાશ સૂચવે છે. તેમનું ધનુષ તીરને ગતિ આપે છે. તેમનું પ્રતીક ઘંટ છે જે વાતાવરણમાં પવિત્ર અવાજ ઉભો કરે છે. ઘણી વખત લોકો તેમને ભૂલથી ઘંટાકર્ણ મહાવીર કહે છે. આ ભગવાન મહાવીર અને ઘંટાકર્ણ વીરમાં મૂંઝવણ ઉભી કરે છે. તે કોઈ પણ રીતે ભગવાન મહાવીર સાથે જોડાયેલા નથી. D.8.8 નાકોડા ભૈરવ આ ભૈરવના દેવ છે. તે મૉટે ભાગે મંદિરના પ્રવેશદ્વાર પાસે જોવા મળે છે. લોકો પોતાની ઈચ્છાપૂર્તિ માટે નજીક કે દૂરથી તેમની મુલાકાત લે છે. તે મંદિરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. D.8.9 ભોમીયાજી આ દેવતા પર્વતના આકારના હોય છે. તે સમેતશિખર પર્વતની પ્રાકૃતિક સકારાત્મક ઉર્જા છે. આ ઉર્જા સમેતશિખરના યાત્રાળુઓને પ્રેરણા આપે છે અને ભક્તોને શાંતિપૂર્વક યાત્રા પુરી કરવા માટે માર્ગદર્શન આપે છે. Page 92 of 307 Page #109 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) SECTION E : જૈન સંપ્રદાય, ઇતિહાસ અને સાહિત્ય E1 જૈન પરંપરા અને સંપ્રદાયનો ઇતિહાસ E.2 જૈન ગ્રંથો અને સાહિત્ય Page 93 of 307 • Kharvel Inscription Of Hathi Gumpha 2nd BCE - Story Showing That Risabhadeva Was Worshipped In 5th BCE Kharvel- Hathi Gumpha – 2nd BCE First Stone Inscription Mentioning “Namo Arhantanam & Namo Savva Siddhanam" Page #110 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) E.1.1 Yzell coll E.1 જૈન પરંપરા અને સંપ્રદાયનો ઇતિહાસ આ ભાગમાં જૈન ધર્મના ઈતિહાસનો સમાવેશ કરવો ખૂબ જ કપરું કાર્ય છે પરંતુ આપણે તેની વિશેષતાઓને ટૂંકમાં સમજવાનો અહીં પ્રયત્ન કરીશું. ભારતીય પરંપરામાં મુખ્યત્વે બે માન્યતાઓ છે: વૈદિક અને શ્રમણ. વૈદિક પરંપરા બ્રાહ્મણીક માન્યતામાં આવે છે. શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ પરંપરાનો સમાવેશ થાય છે. વૈદિક પરંપરા વેદ અને વૈદિક સાહિત્યની માન્યતાને સ્વીકારે છે. જૈન અને બૌદ્ધ સંપ્રદાયમાં તેમના પોતાના શાસ્ત્રો અને તેના પોતાના લેખકોને માને છે. જૈન ધર્મ ખૂબ જ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. જોકે એવું કહેવું ખોટું છે કે ભગવાન મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી હતી. જૈન ધર્મ શાશ્વત ધર્મ છે. તે હંમેશાથી હતો, અત્યારે પણ છે અને હંમેશા રહેશે. ભારતમાં અનાદિકાળથી જૈન ધર્મ રહેલો છે. જૈન ધર્મની જૂજ વસ્તીના પ્રમાણમાં તેમનું ભારતીય સંસ્કૃતિમાં કરેલું પ્રદાન અદમ્ય છે. જૈનો આખા ભારતમાં અને દુનિયાના દરેક ખૂણામાં વસેલા છે. તેઓ તેમના રોજીંદા જીવનની કડક ચુસ્તતાના પાલનના કારણે બધે જ જાણીતા છે. જૈન ધર્મની આભુત પ્રાચીનતા જૈન ધર્મ શાશ્વત ધર્મ છે આથી તેનો પ્રાગૈતિહાસિક સમય અને ઐતિહાસિક સમય રહેલો છે. જૈન ધર્મ દરેક સમયચક્રમાં વિશ્વમાં ફરીથી સ્થાપવામાં આવે છે અને આ તે તેનો પ્રાગ-ઐતિહાસિક સમય છે. આ ઉપરાંત જૈન ધર્મ માટે ઇતિહાસના પુરાવાઓ એ ઈ.સ.પૂર્વે ૩૦૦૦ થી ૩૫૦૦ સુધીમાં મળે છે. E.1.2 પ્રાગૈતિહાસિક સમય જૈન શાસ્ત્રો મુજબ અસંખ્યાત કાળચક્રો થઈ ગયા છે અને એવા જ કાળચક્ર ભવિષ્યમાં પણ થતા રહેશે. દરેક કાળચક્રને બે સરખા ભાગમાં એટલે કે અર્ધચક્રમાં વહેંચવામાં આવે છે: ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. દરેક અર્ધચક્રના બીજા છ ભાગ કરવામાં આવે છે જેને આરા (ચક્રના આરા) કહેવામાં આવે છે. કાળ માટે B.5.5 અને આકૃતિ B.5.અ જુઓ. દરેક અડધા કાળચક્રમાં ૨૪ તીર્થંકર ભગવાન થાય છે. તીર્થંકર તરીકે ઓળખાતા કેવલી ભગવંતો તેમની દેશના દ્વારા ધર્મ અને તત્વજ્ઞાન લોકોને શીખવાડે છે જેના થકી મનુષ્ય દુઃખ અને દર્દ ભરેલા ભવસાગરને તરી જાય છે. તીર્થંકર ભગવંતો દરેક જીવોને જન્મ અને મરણના ચક્રમાંથી Page 94 of 307 Page #111 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) છોડાવવા માટે મુક્તિ કે મોક્ષનો માર્ગ દર્શાવે છે. આ કાળ ચક્રમાં સૌથી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થઈ ગયા અને અંતિમ તીર્થંકર એટલે કે ૨૪માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થઈ ગયા. કુદરતી રીતે આ ચોવીસ તીર્થંકરોને જોડતી એક સામાન્ય કડી હોય છે. જોકે તેઓ ઇતિહાસના જુદા જુદા સમય દરમ્યાન થાય છે. આ કડીનો મતલબ એવો છે કે શ્રી ઋષભદેવ દ્વારા જે ધર્મ પ્રથમ શીખવાડવામાં આવે છે તે જ ધર્મ બાકીના ૨૩ તીર્થંકરો દ્વારા બધા જ જીવોના કલ્યાણ માટે અને આધ્યાત્મિકતાને ફરીથી સ્થાપવા માટે શીખવાડવામાં આવે છે. એવા પ્રમાણ પણ મળ્યા છે જેમાં લોકો વૈદિક સમય પહેલા ભગવાન ઋષભ દેવની પૂજા કરતા હતા. ઈતિહાસમાં એવું નોંધવામાં આવ્યું છે કે કલિંગના રાજા, રાજા ખારવેલ ઈ.સ. પૂર્વે ૧૬૧માં તેના મગધ પરના બીજા આક્રમણ સમયે મગધથી કેટલોક કિંમતી ખજાનો લાવ્યા હતા. આ ખજાનામાં અગ્ર-જીનની પ્રતિમા એટલે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવની પ્રતિમા પણ હતી જે ત્રણ સદી પહેલા રાજા નંદ દ્વારા કલિંગમાંથી ઈ.સ. પૂર્વે પાંચમી સદીમા લઈ જવામાં આવી હતી. ઋષભદેવની તે સમયમાં પૂજા થતી હતી અને તેમની પ્રતિમાને તેમના અનુયાયીઓ દ્વારા ખૂબ જ સન્માનપૂર્વક રાખવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના બીજા પુરાવા મુજબ સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ એટલે કે તામ્ર યુગમાં એવા અવશેષો મળ્યા છે જે તે સમયમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ દેવની બીજા દેવતાઓની સાથે વ્યાપક પ્રમાણમાં પૂજા કરવામાં આવતી. જે જૈન ધર્મની પ્રાચીનત્તા સૂચવે છે. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષો જૈન ધર્મનો વ્યાપ ઈ.સ.પૂર્વે ૩૦૦૦ થી ૩૫૦૦ દરમ્યાન સૂચવે છે. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિમાં દેવીની સરખામણીમાં ખૂબ મોટા પ્રમાણમાં દેવીઓના ચિત્ર માટીના પાત્રો પર દોરેલા મળે છે. દેવોને નગ્ન સ્વરૂપે દર્શાવવામાં આવતા હતા. એક મોહર ઉપર ૬ દેવતાઓની આકૃતિ કંડારેલી જોવા મળે છે. દરેક આકૃતિ નગ્ન મુદ્રામાં છે. તે મુદ્રામા તેમને ટટ્ટાર ઊભેલા, ચિંતનની મુદ્રામાં બંને હાથ શરીરની સાથે નજીક રાખીને ઉભેલા દર્શાવવામાં આવ્યા છે. આ કાયોત્સર્ગ એટલે જે ઉભા ઉભા ધ્યાનની મુદ્રા છે તે વિચક્ષણ મુદ્રા જૈનોમાં જોવામાં આવે છે. અને તેમાં નગ્ન સાધુઓ દર્શાવ્યા છે. આથી એવું અનુમાન કરી શકાય કે આ આકૃતિઓ જૈન તીર્થંકરોને કે સાધુઓ દર્શાવે છે. આ મોહર ઉપર દેવતાઓની આકૃતિઓને ચિંતનની મુદ્રામાં કે બેઠેલી મુદ્રામાં દર્શાવવામાં આવે છે. તે જૈન તિર્થંકરોની હોય તેવું માનવામાં આવે છે કારણ કે જૈન તીર્થંકરોને એક મુખ સાથે દર્શાવવામા આવે છે જ્યારે હિન્દુ પરંપરામાં નર દેવતાઓ સામાન્ય રીતે ત્રણ મુખ અથવા તો ત્રણ આંખો અથવા ત્રિશૂળ કે બીજા કોઈ શસ્ત્રની સાથે દર્શાવવામાં આવે છે. વધારામાં મોહેં-જો-દરોમાંથી મળેલી કેટલીક મહોરમાં આવા જ પ્રકારની આકૃતિઓ છે જેવી મથુરાની પ્રાચીન જૈન કાળમાં જોવા મળે છે. Page 95 of 307 Page #112 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મહાવીર સ્વામી ભગવાન છેલ્લા તીર્થંકર હોવાના કારણે ઘણા બધા ઇતિહાસકારો મહાવીર સ્વામી ભગવાનને જૈન ધર્મના સ્થાપક સમજે છે. ઉપર મુજબના કેટલાક પુરાવા પરથી આ ગેરસમજ દૂર થાય છે. હવે ઇતિહાસકારોએ સ્વીકાર્યું છે કે ભગવાન મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી ન હતી પરંતુ તેમને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો, તેને ફરીથી જાગૃત કર્યો અને ધર્મને સુવ્યવસ્થિત કર્યો કે જે અનાદિકાળથી અસ્તિત્વમાં હતો. હાલના સમયમાં આપણે અવસર્પિણી ચક્રના પાંચમા આરામાં એટલે કે દુઃખમ આરામાં છીએ. જેમાંથી ૨૫૦૦ વર્ષ પસાર થઈ ચુક્યા છે. આ પાંચમાં આરાની શરૂઆત ઈ.સ. પૂર્વે ૫૨૭માં મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણના ત્રણ વર્ષ અને સાડા ત્રણ મહિના પછી થઈ. ભગવાન ઋષભદેવ ત્રીજા આરાના પાછળના ભાગમાં થઈ ગયા અને બાકીના ૨૩ તીર્થંકરો આ અવસર્પિણીના ચોથા આરામાં થઈ ગયા. E.1.3 ઐતિહાસિક સમય - જૈન પરંપરા અને પુરાતત્વ વિભાગના પુરાવા E.1.3.1 એક ઐતિહાસિક પાત્ર તરીકે નેમિનાથ નેમિનાથ કે અરિષ્ટનેમી, જે ભગવાન પાર્શ્વનાથની પહેલા થઈ ગયા તે કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. તે રાજા સમુદ્રવિજયના પુત્ર અને શૌર્યપૂરના અંધકવર્ષીના પૌત્ર હતા. કૃષ્ણએ તેમના વિવાહ દ્વારકાના રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે નક્કી કર્યા હતા. નેમિનાથ ભગવાનને રૈવત પર્વત (ગિરનાર) ના શિખરે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. નેમીનાથનો કેટલાક વૈદિક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે; રાજા નેબુચદનઝરના ઈ.સ.પૂર્વે દક્ષમી સદીમાં નેમિનાથ ભગવાન મંદિરે જવાના ઉલ્લેખ મળે છે. નેમિનાથની એક ઐતિહાસિક પ્રતિભા તરીકે ઓળખ મેળવવામાં વધુ શંકા નથી પરંતુ તેનો સમયગાળો નક્કી કરવામાં કેટલીક મુશ્કેલી છે. E.1.3.2 પાર્શ્વનાથની ઐતિહાસિકતા પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિકતા સર્વમતે સ્વીકારવામાં આવે છે. તે વારાણસીના રાજા અશ્વસેન અને રાણી વામાના પુત્ર હતા અને તે ભગવાન મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલા થઈ ગયા. ૩૦ વર્ષની વયે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તેઓ સાધુ બન્યા. ત્યારબાદ તેમણે ૮૩ દિવસ સુધી સંયમનું પાલન કર્યું. ૮૪માં દિવસે તેમને કેવળજ્ઞાન ઉપજ્યું. ત્યારબાદ ભગવાન પાર્શ્વનાથે ૭૦ વર્ષ સુધી વિવિધ સિદ્ધાંતો શીખવ્યા. ૧૦૦ વર્ષની ઉંમરે સમ્મેત શિખર પર્વત (પાશ્વનાથ હિલ્સ) ના શિખરે મોક્ષ પામ્યા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં પાળવામાં આવતા ચાર મહાવ્રતો આ મુજબ હતા: ૧) કોઈ ને Page 96 of 307 Page #113 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મારવું નહીં, ૨) જૂઠું ન બોલવું, ૩) ચોરી કરવી નહીં અને ૪) પરિગ્રહ રાખવો નહીં. બ્રહ્મચર્યના વ્રતનો છેલ્લા વ્રતની અંદર જ સમાવેશ કરવામાં આવતો હતો. જોકે પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણના ૨૫૦ વર્ષ પસાર થયા બાદ જ્યારે ભગવાન મહાવીરે સિદ્ધાંતો શીખવ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને પરિસ્થિતિનું ધ્યાન રાખતા ભગવાન મહાવીરે પાંચમા બ્રહ્મચર્ય વ્રતનો એક મહાવ્રત તરીકે ચાર મહાવ્રતની સાથે સમાવેશ કર્યો. ભગવાન મહાવીરના સમયમાં ભગવાન પાર્શ્વનાથના કેશી ગણધરના અનુયાયીઓ વિદ્યમાન હતા. આ એક ઐતિહાસિક સત્ય છે કે કેશી ગણધર અને ગૌતમ ગણધર (જે ભગવાન મહાવીરના મુખ્ય ગણધર હતા), તે બંનેએ મળીને તેમના તફાવતોની ચર્ચા કરી હતી. ગૌતમ ગણધર દ્વારા સંતોષજનક સમજૂતી મળ્યા બાદ કેશી ગણધર અને તેમના સાધુ અને સાધ્વીજીઓ જે ભગવાન પાર્શ્વનાથની પરંપરાને અનુસરતા હતા તેમણે ભગવાન મહાવીરની આગેવાની સ્વીકારી અને તેમની પાસે પુનઃ દીક્ષા લીધી. એક વસ્તુની નોંધ લેવી જોઈએ કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં સાધુ અને સાધ્વીજીઓ કપડા પહેરતા હતા (શ્વેતામ્બર પરંપરા/માન્યતા મુજબ). E.1.3.3 ભગવાન મહાવીર ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળમાં ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર હતા. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા મુજબ ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમ સંવત શરૂ થવાના ૪૭૦ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ.પૂર્વે ૫૨૭ માં થયુ હતું. ભગવાન મહાવીરનું નિર્વાણ ૭૨ વર્ષની વયે થયું હોવાથી તેમનો જન્મ ઇ.સ. પૂર્વે ૫૯૯ માં થયો હોવો જોઈએ. આ ભગવાન મહાવીરને બુદ્ધ કરતા થોડાક પહેલાના સમયમાં થયા હોવાનું સૂચવે છે કારણકે બુદ્ધ ઈ.સ.પૂર્વે ૫૬૭-૪૮૭ માં થઈ ગયા હતા. (વિક્રમ સંવત ઇ.સ. પૂર્વે ૫૭ માં શરૂ થયું હતું.) ભગવાન મહાવીરના સંઘમાં ૧૪૦૦૦ સાધુઓ, ૩૬૦૦૦ સાધ્વીઓ, ૧૫૯૦૦૦ શ્રાવકો અને ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાથી જૈન ધર્મમાં ચતુર્વિધ સંઘ (તીર્થ) સ્થપાય છે. તેમના ૧૧ મુખ્ય ગણધરોમાંથી ફક્ત બે, ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ બાદ જીવિત હતા. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૦ વર્ષ બાદ સુધર્મા સ્વામીને પણ મોક્ષ મળ્યો. તેઓ અગિયાર ગણધરોમાં સૌથી છેલ્લા હતા કે જેમને મોક્ષ મળ્યો. છેલ્લા કેવળી જંબૂસ્વામી સુધર્મા સ્વામીના અનુયાયી હતા, જેમને ભગવાન મહાવીરના નિર્વાણના ૬૪ વર્ષ બાદ મોક્ષ મળ્યો. ભગવાન મહાવીરના સમયમાં બે પ્રકારના સાધુ હતા: સચેલક (કપડા સાથે) અને અચેલક (કપડા વિનાના). ભગવાન મહાવીરના નિર્વાણની કેટલીક સદીઓ સુધી આ બંને પ્રકારના સાધુઓ સાથે અસ્તિત્વ ધરાવતા હતા. Page 97 of 307 Page #114 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) E.1.3.4 જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ ભગવાન મહાવીરે ગૌતમ બુદ્ધના સમકાલીન અને વરિષ્ઠ હતા. બૌદ્ધ ધર્મની પુસ્તકોમાં ભગવાન મહાવીરનો ઉલ્લેખ હંમેશા નિગંથ નાતપુત્ત (નિગ્રંથ-જ્ઞાતા પુત્ર) એટલે કે જ્ઞાતૃ સંપ્રદાયના સાધુ તરીકે કરવામાં આવે છે. વધારામાં બૌદ્ધ શાસ્ત્રોમાં જૈન ધર્મને ખૂબ જ પ્રાચીન ધર્મ તરીકે ઉલ્લેખવામાં આવે છે. બૌદ્ધ સંપ્રદાયની ઘણી બધી પુસ્તકોમાં જૈન નગ્ન સાધુઓ કે જે ચૈત્ય કે મંદિરોમાં અહંતની પૂજા કરે છે તેનો તથા ૨૩માં તીર્થંકર પાર્શ્વનાથના ચાતુર્યામ કે ચતુર્વિધ સંઘનો પણ ઉલ્લેખ મળે છે. વધુમાં બૌદ્ધ શાસ્ત્રો તીર્થંકરોની જૈન પરંપરાનો ઉલ્લેખ કરે છે અને તેમાં જૈન તીર્થંકરો જેવા કે ઋષભદેવ, પદ્મપ્રભ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, વિમલનાથ, ધર્મનાથ અને નેમિનાથનો પણ વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ પુસ્તક મનોરથપૂરણીમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાને અનુસરતા ઘણા નર અને નારીનો ઉલ્લેખ મળે છે. જેમાંથી એક ગૌતમ બુદ્ધના કાકા વપ્પાનો પણ ઉલ્લેખ છે. વાસ્તવમાં બૌદ્ધ શાસ્ત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ગૌતમ બુદ્ધ પોતાના નવા ધર્મની સ્થાપના કરતા પહેલા જૈન પરંપરા મુજબ સંયમની આરાધના કરતા હતા. E.1.3.5 જૈન પરંપરા અને હિન્દુ ધર્મ પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ૨૪ તીર્થંકરની જૈન પરંપરા હિન્દુ તેમ જ બૌદ્ધો દ્વારા સ્વીકારવામાં આવી હતી. હિન્દુઓ વાસ્તવમાં ક્યારે પણ વાત નકારતા નથી કે જૈન ધર્મ ઋષભદેવ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો અને તેનો સમય લગભગ આ સૃષ્ટિના સર્જન સમયની આસપાસનો ગણાવે છે. તેઓ ઋષભદેવના માતા-પિતા (પિતા નાભિરાય અને માતા મરૂદેવી) નો પણ તે જ પ્રમાણે સ્વીકાર કરે છે. અને એ પણ સ્વીકારે છે કે ઋષભદેવના જયેષ્ઠ પુત્ર ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું છે. ઋગ્વેદમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમીનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. યજુર્વેદમાં પણ ત્રણ નીર્યકરો દેવ, જિતનાથ અને અરિષ્ટનેમીનો ઉલ્લેખ મળે છે. વધુમાં અથર્વવેદમાં તે સમયના હિન્દુઓથી અલગ કરવા માટે વર્ત્ય નામના સંપ્રદાયનો વિશેષ ઉલ્લેખ છે એટલે કે જેઓ વ્રતનું પાલન કરતા હોય. તેવી જ રીતે અથર્વવેદમાં મહાવર્ત્ય નામનો શબ્દ છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ શબ્દ ઋષભદેવને સંબંધિત છે. જેઓ વર્ત્ય સંપ્રદાયના એક મહાન આગેવાન હતા. E.1.4 કેવળજ્ઞાની, શ્રુતકેવળી અને ૧૦ પૂર્વી આચાર્યો કેવળજ્ઞાની એટલે તેઓ કે જેમણે ચાર પ્રકારના ઘાતી કર્મોનો નાશ કરીને સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે. Page 98 of 307 Page #115 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) શ્રુતકેવલી એટલે તેઓ જેમણે ચૌદ પૂર્વ અને ૧૨ અંગ-પ્રતિષ્ઠ આગમનું જ્ઞાન મેળવ્યું છે. ૧૭ પૂર્વી આચાર્યો એટલે તેઓ જેમણે પહેલા દસ પૂર્વ અને ૧૧ અંગ-પ્રવિષ્ટ આગમનું જ્ઞાન મેળવ્યું છે. કેનળીઓની વિશેષ શક્તિઓ ગળવાની અને યાદ રાખવાની) દ્વારા નીર્થંકર ભગવાનની દેશના આગળની પેઢી સુધી પસાર કરવામાં આવે છે. કેવળજ્ઞાની, શ્રુતકેવળી અને ૧૦ પૂર્વી આચાર્યના નામ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ નીચે મુજબ જાણવા. E.1.4.1 કેવળજ્ઞાની આચાર્ય શ્વેતામ્બર પરંપરા નામ સુધાં સ્વામી જંબુસ્વામી દિગંબર પરંપરા આચાર્ય તરીકેના વર્ષો નામ આચાર્ય તરીકેના વર્ષો ૧૨ ગૌતમ સ્વામી ૧૨ ૪૪ સુધર્મા સ્વામી જંબુસ્વામી ૧૨ ૩૮ કોષ્ટક E.1-A E.1.4.2 શ્રુતકેવળી આચાર્ય શ્વેતામ્બર પરંપરા આચાર્ય તરીકેના વર્ષો દિગંબર પરંપરા આચાર્ય તરીકેના વર્ષો નામ નામ પ્રભવ સંયમભવ ૧૧ ૨૩ વિષ્ણુ ૧૪ નંદીમિત્ર ૧૬ યશોભદ્ર અપરાજિત ૨૨ સંસ્કૃતિવિજય ૮ ગોવર્ધન ૧૯ ભદ્રબાહુ ૧૪ ભદ્રબાહુ ૨૯ કોષ્ટક E.1-B E.1.4.3 દસ પૂર્વી આચાર્યો શ્વેતામ્બર પરંપરા દિગંબર પરંપરા આચાર્ય તરીકેના વર્ષો નામ આચાર્ય તરીકેના વર્ષો નામ આચાર્ય સ્થૂલિભદ્ર ૪૫ વિશખ આચાર્ય ૧૦ આચાર્ય મહાગીરી 30 પ્રોસ્થીલ ૧૯ આચાર્ય હસ્તિન ૪૬ ક્ષત્રિય ૧૭ | ગુણસુંદર સુરી ४४ જયસેન ૨૧ આચાર્ય કાલક ૪૧ નાગસેન દિલાયાી (ઈડિયા ૩૯ સિદ્ધાર્થ રેવતી મિત્ર સુરી ૩૬ ધૃતિસેન |||| Page 99 of 307 Page #116 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આચાર્ય ધર્મ ૨૪ બુદ્ધિલિંગ ૨૦ મદ્રગુપ્તસુરી ૩૯ દેવ ૧૪ શ્રીગુપ્ત સુરી ૧૫ ધર્મસેન ૧૬ નપુસ્વામી 39 કોષ્ટક E.1-C શ્વેતામ્બર પરંપરા મુજબ દસ-પૂર્વી આચાર્યની પરંપરા (કે જેમણે ૧૧ અંગ અને ૧૦ પૂર્વનું જ્ઞાન હોય છે) તે આચાર્ય વજ્રના મૃત્યુ બાદ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ. તેમનું મૃત્યુ વિક્રમ સંવત ૧૧૪ એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણના ૫૮૪ વર્ષ બાદ થયું હતું. પરંતુ દિગંબર પરંપરા મુજબ ધર્મસેન છેલ્લા દસ-પૂર્વી હતા. જે ભગવાન મહાવીરના નિર્વાણના ૩૪૫ વર્ષ બાદ થઈ ગયા. આચાર્ય વજ્ર બાદ આચાર્ય રક્ષિત કે જેમને સાડા નવ પૂર્વનું જ્ઞાન હતું તે ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. અનુયાયીઓને ધ્યાનમાં રાખીને અને તેમની જુદી-જુદી વિશેષતાઓ જેવી કે તેમનું બુદ્ધિચાતુર્ય, સમજવાની શક્તિ, યાદ રાખવાની શક્તિ વગેરેને ધ્યાનમાં રાખીને તેમણે આગમના ચાર ભાગ કે ચાર દ્રષ્ટિકોણ (અનુયોગ) બનાવ્યા. તેમના સમય સુધી આગમ સૂત્રના દરેક કાર્યને દરેક દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવતો હતો. E.1.5 જૈન સંપ્રદાયો અને તેમનો ટૂંકો ઇતિહાસ ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, પુરુષ અને સ્ત્રી, પુરોહિત કે પૂજારી, છૂત કે અછૂત, સર્વગુણ કક્ષાના લોકો ભગવાન મહાવીરના સંઘમાં જોડાયા હતા. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે, આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે દરેક પુરુષ અને સ્ત્રી સમાન છે અને દરેક વ્યક્તિઓ ઉચ્ચ તથા નીચના ભેદ વગરની છે. ઘણી સ્ત્રીઓ ભગવાન મહાવીરના પંથને અનુસરીને સંસાર છોડી અનંત સત્ય અને શાશ્વત સુખની શોધમાં નીકળી પડી. જૈન ધર્મનું નોંધપાત્ર યોગદાન જો કોઈ હોય તો એ છે કે, સમાજના ચારેય વર્ગમાં વર્ણ ભેદ દૂર કરીને સમાનતા સ્થાપી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઉપરાંત સમાજના અછૂતોને પણ ભગવાન મહાવીરે તેમના અનુયાયી બનાવ્યા. ભગવાન મહાવીરે તેમના અનુયાયીઓને ચાર સમૂહમાં ગોઠવ્યા: સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સામાજિક વર્ગ જૈન ચતુર્વિધ સંઘથી ઓળખાયો. ચોમાસાના ચાર મહિનાને બાદ કરતાં સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ૩૦ દિવસથી વધારે દિવસ રહી શકતા નથી. તેઓ ઉઘાડા પગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વાહન વ્યવહારનો ઉપયોગ કરતા નથી. સાધુ મુનિઓ સ્ત્રીઓને તેમ જ સાધ્વીઓને સ્પર્શ કરતા નથી તે જ પ્રમાણે સાધ્વીઓ પણ સાધુને કે પુરુષોને સ્પર્શ કરતા નથી અને સાધુ તેમજ સાધ્વીઓ રાત્રિભોજન ત્યાગ કરે છે. Page 100 of 307 Page #117 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ ૬૦૦ વર્ષ બાદ જૈનો બે સમૂહમાં વહેંચાયા: શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયનાના સાધુઓ સફેદ કપડાં પહેરે છે જ્યારે દિગંબર સંપ્રદાયના સાધુઓ કપડાં પહેરતા નથી. આ બે ભાગમાં વહેંચાવાની પ્રક્રિયા લગભગ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં શરૂ થઇ ચૂકી હતી. પ્રખ્યાત જૈનાચાર્ય શ્રુતકેવળી ભદ્રબાહુએ આગાહી કરી હતી કે મગધના રાજ્યમાં (હાલના સમયના બિહારમાં) ભયંકર દુષ્કાળ આવશે. દુષ્કાળની ખતરનાક અસરોથી બચવા માટે આચાર્ય ભદ્રબાહુએ તેમના ૧૨૦૦૦ સાધુ સમુદાય સાથે મગધના પાટનગર પાટલીપુત્રથી દક્ષિણ ભારતના શ્રવણ બેલગોડા (હાલના સમયના કર્ણાટક રાજ્યમાં) સ્થળાંતર કર્યું. ચંદ્રગુપ્ત મૌર્ય ઈ.સ.પૂર્વે ૩૨૨-૨૯૮) જે તે સમયે મગધનો રાજા હતો અને આચાર્ય ભદ્રબાહુનો અનુયાયી હતો. તેણે પોતાની રાજગાદીનો ત્યાગ કર્યો. પોતાના સ્થાન ઉપર પોતાના પુત્ર બિંદુસારને બેસાડ્યો અને આચાર્ય ભદ્રબાહુના સમુદાયમાં એક સાધુ તરીકે જોડાઈને તેમની સાથે શ્રવણ બેલગોડા પ્રયાણ કર્યું. ચંદ્રગુપ્ત જે આચાર્ય ભદ્રબાહુના સમુદાયમાં સાધુ હતા તે ગુરુ ભદ્રબાહુના મૃત્યુ પછી ૧૨ વર્ષ સુધી જીવ્યા. ઈ.સ. પૂર્વે ૨૯૭માં જૈન પરંપરા મુજબ આકરા તપ કરીને અને સંલેખના કરીને ચંદ્રગુપ્ત શ્રવણબેલગોડાની પહાડી ઉપર જ કાળધર્મ પામ્યા. ભદ્રબાહુ- ચંદ્રગુપ્તની પરંપરા પુરાતત્વ વિભાગના દ્વારા તેમજ સાહિત્યિક પુરાવા દ્વારા અને શ્વેતાંબર તથા દિગંબર બંને પરંપરા દ્વારા સ્વીકારવામાં આવે છે. જ્યારે આચાર્ય ભદ્રબાહુનો સમુદાય બાર વર્ષના દુષ્કાળ બાદ પાટલીપુત્ર પાછો આવ્યો ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ તેમની ગેરહાજરીમાં જૈન સંઘમાં બે મહત્વના બદલાવ આવ્યા હતા. *દુષ્કાળ સમયે નગ્નતાનો નિયમ હળવો કરીને સાધુઓને સફેદ કપડું મધફલક તરીકે ઓળખાતો પહેરવાની છૂટ આપવામાં આવી હતી જેથી તેઓ ગોધરી (તેમના ખોસા માટે, પોતાના બચાવ માટે નગરમાં રહી શકે. ભૂતકાળમાં નગ્નતાનો નિયમ શક્ય હતો કારણ કે સાધુઓ જંગલમાં રહેતા હતા અને તે નજીકના ગામડાઓમાં જે શહેરની બહાર હતા ત્યાંથી તેઓ ગોચરી મેળવી શકતા હતા. • પવિત્ર શાસ્ત્રોની યાદ રાખેલી અવસ્થા (લખેલા પુસ્તકો ત્યારે હતા નહીં) જે તેમની ગેરહાજરીમાં પાટલીપુત્રની પરિષદમાં સ્વીકારવામાં ખાતી હતી. તેમાં અને તેઓએ પોતે જે શાસ્ત્રો યાદ રાખ્યા હતા તેમાં ફરક હતો. આના પરિણામ સ્વરૂપ તે સાધુ સમુદાયે આ તફાવતોનો અસ્વીકાર કર્યો અને તેમણે એવી ઘોષણા કરી કે તેઓ જૈન આચારના સાચા અનુયાયીઓ છે. છેવટે ભગવાન નિર્વાણના લગભગ ૬૦૦ વર્ષ Page 101 of 307 Page #118 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બાદ જૈન ધર્મ બે સંપ્રદાયોમાં વહેંચાઇ ગયો. દિગંબર (આકાશથી ઢંકાયેલા કે નગ્ન) અને શ્વેતાંબર (સફેદ કપડાંથી ઢંકાયેલા). પરંતુ જૈન દર્શનના તત્વજ્ઞાનની વાત કરીએ તો બંને સંપ્રદાયમાં કંઈ વધારે મોટો ફરક નથી. બંને સંપ્રદાયો અહિંસામાં, કર્મના સિદ્ધાંતમાં, અપરિગ્રહમાં અને અનેકાંતમાં માને છે. તફાવતો ફક્ત તેમની ક્રિયાવિધિમાં જ છે. આથી તેમનામાં થોડાક તફાવતો હોવા છતાં બંને સંપ્રદાયના સભ્યો જૈન વ્યવસ્થા મુજબ શ્રાવકના પાંચ અણુવ્રતો તથા મન,વચન અને કાયાના ચાર કષાયો ઉપર કાબૂ રાખીને તેમની વિવિધતામાં પણ એકતા સાધે છે. E.1.5.1 શ્વેતાંબર અને દિગંબર પરંપરાના તફાવતો દિગંબરો માને છે કે આજના સમયમાં કોઈપણ શાસ્ત્ર તેના મુળભૂત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું નથી. તેઓ માને છે કે આજના સમયના બધા જ શાસ્ત્રો શ્રુતકેવળી ભદ્રબાહુના નિર્વાણ બાદ લખાયેલા છે. આથી તે અપૂર્ણ છે. શ્વેતાંબરો હાલના સમયમાં પણ મૂળભૂત શાસ્ત્રનો ઘણો બધો ભાગ જાળવી રાખ્યો છે એવું માને છે. દિગંબર માન્યતા મુજબ કેવળી ભગવંતો પોતાના મુખથી કઈ પણ આહાર (જેને કવલાહાર કહે છે તે) લેતા નથી. તેઓ પોતાનો ખોરાક (કે આહાર વર્ગણા) વાતાવરણમાંથી (જે આકાશ વર્ગણા તરીકે ઓળખાય છે) મેળવે છે. જે તેમનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમને કાર્યરત રાખે છે. તેમના ઘાતી કર્મોનો નાશ થવાથી તેમને અનંત વીર્ય (અનંત ઉર્જા) મળે છે અને તેમનું ઔદારિક શરીર પરમ ઔદારિક શરીર બને છે. જેમાં બેક્ટેરિયલ સડો કે બગાડ શક્ય નથી તેવું બની જાય છે. આથી તેમને ભૂખ માટેનું અશાતાવેદનીય કર્મ હોતું નથી. શ્વેતાંબર આ વિચારને માન્ય રાખતા નમ. શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્ર પહેરે છે. જ્યારે દિગંબર સાધુઓ જે નિગ્રંથ છે, તેઓ નગ્ન અવસ્થામાં રહે છે. જ્યારે બીજા પ્રકારના સાધુઓ કે જેઓ અમુક મર્યાદા સુધી બ્રહ્મચારી છે (એલ્ક અને સુલ્લક), તેઓ સફેદ અથવા કેસરી (કે ભગવા) કપડાં પહેરે છે. દિગંબર માને છે દરેક પ્રકારના પરિગ્રહ કે જેમાં કપડાનો પણ સમાવેશ થાય છે. તેનો ત્યાગ કર્યા સિવાય મોક્ષ શક્ય નથી અને સ્ત્રીઓ કપડાં વગર રહી શકતી નથી આથી તેઓ મોક્ષ મેળવવા માટે સશક્ત નથી. આથી દિગંબરો માને છે કે ૨૪ તીર્થંકરો પુરુષ હતા. જ્યારે શ્વેતાંબર માને છે કે ૧૯માં તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા. જ્યારે બાકીના ૨૩ તીર્થંકરો પુરુષ હતા. શ્વેતાંબર માને છે કે મોક્ષ મેળવવા માટે નગ્નતા જરૂરી નથી. આથી સ્ત્રીઓ પણ મોક્ષ મેળવવા માટે સશક્ત છે. Page 102 of 307 Page #119 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) (નોંધ: - જોકે અહીં નોંધવાલાયક બાબત એ છે કે આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ ભરતક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન મોક્ષ મેળવવા માટે શક્તિમાન નથી.) દિગંબરો માને છે કે ભગવાન મહાવીર લગ્નગ્રંથિથી જોડાયા ન હતા. જ્યારે શ્વેતાંબર માન્યતા મુજબ ભગવાન મહાવીર યશોદા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને જ્યારે તેમણે દીક્ષા લીધી ત્યારે તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી પણ હતી. મૂર્તિપૂજક દિગંબરો તિર્થંકરોની પ્રતિમાનો શણગાર કરતા નથી. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના લોકો પ્રતિમાનો શણગાર કરે છે. શ્વેતામ્બર પરંપરામાં તીર્થંકરની પ્રતિમા તેમના રાજા તરીકેના જીવનને દર્શાવે છે જેમણે પોતાના આંતરિક શત્રુઓને જીતી લીધા. તે એક સામાન્ય રાજા નહિ પરંતુ આત્માના રાજા છે. તે રાજવી છે, એટલા માટે નહીં કેમ કે તેમણે ઊંચા કુળમાં જન્મ લીધો પરંતુ એટલા માટે કે તેમણે વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી. દિગંબર સંપ્રદાયમાં તીર્થંકરની પ્રતિમા તેમના કેવળજ્ઞાન પછીની અવસ્થાને દર્શાવે છે જે વીતરાગ છે અને દરેક પ્રકારના રાગથી મુક્ત છે. જૈન સિદ્ધાંતો એ સદીઓથી વ્યવસ્થિત રહ્યા છે અને તેમાં કોઈ મોટા બદલાવ આવ્યા નથી. આથી એમ કહી શકાય કે તે સમયની કસોટી પસાર કરી ચૂક્યા છે. આમાં ઉમાસ્વાતિજીએ લખેલા તત્વાર્થ સૂત્ર જે પ્રથમ સદીમાં લખાયુ હતું તેનો ખૂબ મોટો ફાળો છે. આ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના ભાગલા પડ્યા તે પહેલાં લખાયેલું છે અને જૈનોની બંને શાખાઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. E.1.5.2 શ્વેતાંબર સમાજના મુખ્ય સંપ્રદાયો ઈ.સ.૧૪૫૧માં અમદાવાદના એક શ્રાવક લોકાંશા યતીઓ(શ્વેતાંબર જૈન મંદિરોના અધિકારીઓ) ની ધાર્મિક શિથિલતાનો સ્વીકાર કરી શક્યા નહીં. તે સમયે શાસ્ત્રો ગૃહસ્થો માટે પ્રાપ્ત ન હતા. લોકાશા એક લહિયા હતા અને તેમનું કામ સાધુઓ માટે જૈન શાસ્ત્રોની નકલ કરવાનુ હતું. શાસ્ત્રોના જ્ઞાનને કારણે લોકાશા મંદિર અને મંદિરની વિધિઓ (ચૈત્યવાસી)ની વિરુદ્ધ ઉભા થયા. મૂળ જૈન આગમના જ્ઞાનને કારણે તેમણે મૂળ જૈન આચારોની સરખામણીમાં મૂર્તિપૂજાનો પણ વિરોધ કર્યો આ સ્થાનકવાસી સંપ્રદાય બનવાની શરૂઆત હતી, જે મૂર્તિપૂજામાં ન માનનારા વર્ગ તરીકે ૧૪૭૪ માં અસ્તિત્વમાં આવ્યો અને તેમાં પ્રથમ મુનિ ભાણજી મુનિ બન્યા. સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુઓ માટે મંદિર માર્ગી સાધુઓ કરતા કડક આચાર સ્થાપવામાં આવ્યા. આ રીતે શ્વેતામ્બર પરંપરાના બે ભાગ પડ્યા. જોકે આ ભાગલા એ યતીઓના દુષ્કર્મને પ્રકાશિત કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયા. Page 103 of 307 Page #120 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) થોડા સમય બાદ એક સમૂહ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી છૂટો પડ્યો અને તેમણે પોતાને તેરાપંથી તરીકે ઓળખાવ્યા. E.1.5.2.1 મૂર્તિપૂજક મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં તીર્થંકર ભગવાનની મંદિરમાં મૂર્તિ સ્થાપીને તેની પૂજા કરવામાં આવે છે. તેઓ પ્રતિમાની સામે ફળ-ફૂલ, ચંદન વગેરે ધરાવે છે અને તેનો ભવ્ય આભૂષણો અને અંગ-રચના દ્વારા સુંદર શણગાર કરે છે. આ સંપ્રદાયના સાધુઓ બોલતી વખતે તેમના મુખને એક સફેદ કપડાના ટુકડા (મુહપત્તિથી ટાંકે છે. અને બીજા સમયે તેઓ મુત્પત્તિ તેમના હાથમાં રાખે છે. તેઓ ઉપાશ્રય નામની વિશેષ જગ્યાએ રહે છે. આ સાધુઓ શ્રાવકોના ઘરેથી પોતાના પાત્રમાં ખાવાનું(ગોચરી) સ્વીકારે છે અને તેઓ જ્યારે ઉપાશ્રયમાં હોય ત્યારે તેને વાપરે છે. મૂર્તિપૂજક શ્વેતાંબરો મોટાભાગે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં રહેલા છે પરંતુ તે ભારતના બીજા ભાગમાં પણ છૂટાછવાયા વસેલા છે. E.1.5.2.2 સ્થાનકવાસી સ્થાનકવાસી સંપ્રદાય એ લોકાશા (નીચે વધુ વિગતથી સમજાવેલું છે) ની આગેવાની હેઠળ સુધારક તરીકે યતીઓના આચારની શિથિલતા અને દંભનો ત્યાગ કરીને મૂર્તિપૂજામાં ન માનનારા સંપ્રદાય તરીકે અસ્તિત્વમાં આવ્યો. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ તેમના મુખ ને હંમેશા કપડા(મુહપત્તિ)થી બાંધેલુ રાખે છે. સ્થાનકવાસી સંપ્રદાય શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના ૪૫ આગમમાંથી ૩૨ આગમને માન્યતા આપીને સ્વીકારે છે અને તેને અનુસરે છે. સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પણ મોટાભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વસે છે. E.1.5.2.3 તેરાપંથી તેરાપંથ સંપ્રદાય સ્થાનકવાસી સંપ્રદાયમાંથી છૂટો પડેલો છે. અને તેની સ્થાપના સ્વામી ભિક્ષુ મહારાજે કરેલી છે. આચાર્ય ભિક્ષુ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ હતા અને તેમણે તેમના ગુરુ આચાર્ય રઘુનાથ પાસેથી દીક્ષા લીધી હતી, પરંતુ સ્વામી ભિક્ષુકને કેટલીક ધાર્મિક ક્રિયાઓને લઈને અને કેટલીક ધાર્મિક બાબતે તેમના ગુરુ સાથે અલગાવ હતો. જ્યારે તે તફાવતોએ ગંભીર વળાંક લીધો ત્યારે આચાર્ય ભિક્ષુએ ઇ.સ.૧૭૬૦ માં તેરાપંથ સમુદાયની સ્થાપના કરી. તેરાપંથી સમુદાય સ્થાનકવાસી સંપ્રદાયમાંથી ૧૮મી સદીમાં અલગ પડેલો છે. અને તે પણ સ્થાનકવાસી સંપ્રદાયની જેમ મૂર્તિપૂજામાં માનતો નથી. અહીં નોંધપાત્ર છે કે આ સમુદાયના સભ્યો દયા અને દાનને શ્રાવકની સામાજિક ફરજ (લૌકિક ધર્મ) સમજે છે. જોકે ધાર્મિક રીતે જે લોકો વ્રતોનું પાલન કરતા Page 104 of 307 Page #121 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) હોય એટલે કે વિરતિ હોય તેમને દયા અને દાન આપવું એ યોગ્ય છે. તેરાપંથી સમુદાય ફક્ત એક જ આચાર્યની આગેવાની હેઠળ રહે છે. ઇ.સ.૧૯૩૬ માં આ હોદ્દો ૨૧ વર્ષના આચાર્ય તુલસીને આપવામાં આવ્યો. જેમણે તેરાપંથી સમુદાયમાં મોટું પરિવર્તન લાવ્યું. ભારતના લગભગ દરેક ભાગમાં તેમણે સફર કરી અને તેમણે શિક્ષા માટે પોતાની ચિંતા જતાવી અને ભણતર પર, સંશોધન પર અને તેરાપંથી સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતા લખાણ ઉપર ખુબ જ ભાર મૂક્યો. તેમના પ્રયત્નોને કારણે જૈન વિશ્વભારતી ભારત સરકાર દ્વારા જૈન તત્વજ્ઞાનને લગતી મહાવિદ્યાલય તરીકે અસ્તિત્વમાં આવી. વધારામાં ૧૯૪૯માં આચાર્ય તુલસીએ નૈતિક સુધારા માટે અને પ્રમાણિક અહિંસક અને શોષણ મુક્ત આ સમાજ માટે અણુવ્રત આંદોલન ચાલુ કર્યું. તેના કેટલાક સભ્યો અજૈન પણ છે. ૧૯૮૦માં તેમણે શ્રમણ અને શ્રમણીનો સંઘ સ્થાપીને એક નવો આવિષ્કાર કર્યો. તેઓ સાધુ અને સાધ્વીના આચાર તો પાળતા હતા પરંતુ તેમને વાહન દ્વારા સફર કરવાની અને શ્રાવકના ઘરે (એકલા અને અલગ જગ્યામાં) ખાવાની અને બીજા કેટલાક આવશ્યક આચારોમાં છૂટ આપવામાં આવી હતી. આચાર્ય તુલસી બાદ આચાર્ય મહાપ્રજ્ઞજી એ ૨૦૦૩થી આ હોદ્દો સંભાળ્યો. વર્તમાન સમયમાં આચાર્ય મહાશ્રમણ તેરાપંથી સમુદાયના આચાર્ય છે. E.1.5.3 દિગમ્બર સમાજના મુખ્ય સંપ્રદાયો દિગંબર સંપ્રદાયમાં ૧૬મી સદીના પાછળના ભાગથી ચાલુ કરીને હાલની સદી સુધીમાં ઘણા બદલાવ આવ્યા છે. બનારસીદાસ નામે એક પ્રખ્યાત કવિ અને વિદ્વાન મહત્વના બદલાવના સાક્ષી રહ્યા છે. બનારસીદાસનો જન્મ એક શ્વેતાંબર પરિવારમાં થયો હતો અને તેઓ એક સરળ યુવાન હતા. પરંતુ તેમણે સમયસાર નામે ગ્રંથ વાંચ્યો અને તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ તેમણે સમયસાર-નાટક લખ્યું જે સમયસારનુ નાટકમાં પરિવર્તિત સ્વરૂપ હતું. કુંદકુંદાચાર્યના કામના પ્રખર વિદ્વાન અને ભક્ત હોવાના કારણે તેઓએ ભટ્ટારક જેઓ દિગંબર મંદિરના માલિક અને વ્યવસ્થાપક કહેવાય છે તેમના શિથિલ આચારો સામે તેમણે બળવો પોકાર્યો કારણ કે તેમને લાગ્યું કે મંદિરની રોજીંદી ક્રિયાઓમાં વપરાતા ફળો, ફૂલો અને મીઠાઈઓમાં મોટા પ્રમાણમાં હિંસા સંકળાયેલી છે. આથી તેમણે મંદિરમાં ફળો, ફૂલો અને મીઠાઇઓના વપરાશને નાબૂદ કરવા માટે સૂચવ્યું બનારસી દાસના પ્રભાવમાં જયપુરના પંડિત ટોડરમલ પણ આવ્યા. તેમની સિદ્ધાંતો પ્રત્યેની ગાઢ રૂચીના કારણે કુંદકુંદાચાર્યના લખાણ મુજબ તેમણે નિશ્વય નચ ઉપર વધારે ભાર મૂક્યો. તેમના આ સિદ્ધાંતોએ દિગંબર સમાજને પરિવર્તિત કર્યો અને મુશ્કેલીના સમયમાં આ સંપ્રદાયને આગળ વધારવામાં ફાળો આપ્યો. Page 105 of 307 Page #122 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આ સમયગાળાના બદલાવના કારણે દિગંબર સમાજની અંદર તેરાપંથી અને તારણપંથ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. તેમની માન્યતાઓ અને ક્રિયાઓ જુદા જુદા પ્રદેશના લોકોમાં થોડી જુદી પડે છે. દિગંબર સંપ્રદાયના મુખ્ય પેટા-સંપ્રદાય આ મુજબના છે: બીસ પંથ, તેરાપંથ અને તારણ કે સમૈયા પંથ. E.1.5.3.1 બીસ પંથ બીસ પંથ સમુદાયના અનુયાયીઓ ધર્મગુરુને સહાય કરે છે. ધર્મગુરુ એટલે કે ભટ્ટારક તરીકે ઓળખાતા મઠના અધિકારી અને વ્યવસ્થાપક જેઓ સાધુ નથી. જૈન મઠ એ એવી ધાર્મિક સંસ્થાઓ છે જે જૈન આગમનો સંગ્રહ કરીને તેને સાચવે છે. તેમજ મંદિરને લગતી વિવિધ પ્રક્રિયાઓ માટે પૈસાનો વહીવટ સંભાળે છે. જૈન દિગંબર સાધુ પાંચમી સદી સુધી શહેરની બહાર રહેતા હતા. આથી કોઈ મઠ સ્થાપવાની કે ભટ્ટારક રાખવાની જરૂરત ઊભી થઈ ન હતી. હવે માત્ર બે કે ત્રણ મઠ જ બચ્યા છે અને ખૂબ જ ઓછા ભટ્ટારકો બાકી રહ્યા છે. બીસ પંથ સમુદાયના લોકો તીર્થંકર ભગવાનની પ્રતિમાની સ્થાપના કરીને તેમને પૂજા કરે છે અને તેમને તાજા ફળો અને ફૂલો મંદિરમાં ચઢાવે છે. E.1.5.3.2 તેરાપંથ તેરાપંથ સમુદાય ઇ.સ. ૧૬૨૭ માં ઉત્તર ભારતમાં મંદિરના અધિકારીઓ (ભટ્ટારકો) સામે બળવો પોકારીને ઉભો થયો હતો. કારણ કે તેઓએ માત્ર મઠના ધાર્મિક અધિકારી તરીકે નહીં પરંતુ દિગંબર સાધુની જેમ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. જેના પરિણામ સ્વરૂપ આ સંપ્રદાયમાં ભટ્ટારકોની સત્તા, અધિકાર કે વર્ચસ્વને સ્વીકારવામાં આવતા નથી. તેરાપંથીઓ તેમના મંદિરમાં તીર્થંકર ભગવાનની પ્રતિમા સ્થાપિત કરે છે. પરંતુ તેની પૂજા દરમિયાન ફૂલો, ફળો કે બીજા કોઈ પણ જીવંત વસ્તુઓને ચઢાવતા નથી. E.1.5.3.3 તારણ પંથ તારણ પંથ સમુદાય તેમના સ્થાપક તારણ સ્વામી તરણ-તારણ સ્વામી (૧૪૪૮-૧૫૧૫) ના નામ પરથી ઓળખાય છે. આ સંપ્રદાય ભગવાનની પ્રતિમાઓના બદલે પવિત્ર શાસ્ત્રોની પૂજા કરે છે. તેઓ દિગંબર પરંપરા મુજબના શાસ્ત્રો અને દિગંબર સાધુઓને માને છે. આ સમુદાય મધ્યપ્રદેશના કેટલાક ભાગ સુધી જ સીમિત હતો. પરંતુ હાલમાં ધીરે-ધીરે નાબૂદ થતો જાય છે અને કેટલીક જગ્યાએ કાનજીસ્વામીની પરંપરા સાથે સંકળાયેલો રહ્યો છે. Page 106 of 307 Page #123 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) E.1.6 કઠિન સમયમાં જૈન ધર્મનો બચાવ ૧૨મી સદી પછી વેદિક અને મુસ્લિમ ધર્મએ વેદિક સિવાયના બધા જ ધર્મો જેવા કે બૌદ્ધ, જૈન અને બીજા પણ ઘણા ધર્મ પર ખૂબ જ મહત્વની છાપ છોડી. જૈનો લઘુમતીમાં હોવા છતાં તેમનું અસ્તિત્વ અને તેમના આચારો કઠિન સમયમાં જાળવી રાખ્યા. આ પાછળનું મુખ્ય કારણ જૈન સાધુઓ અને જૈન શ્રાવકોનું પરસ્પર અવલંબન છે. જૈન સાધુઓ શ્રાવક આચારના પાલન ઉપર ખુબ જ ભાર મૂકે છે. સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જૈન ધર્મના સાર ને ભૂલાય નહિ તેવી રીતે શ્રાવકો માટે કેટલીક વધારાની ક્રિયા અને વિધિઓ ઉમેરવામાં આવી. શ્રાવક આચાર વિશે ૪૦ કરતાં પણ વધુ શાસ્ત્રો અસ્તિત્વમાં છે. જૈન સાધુઓએ જૈન શ્રાવકોને મહત્વનું સ્થાન આપ્યું. જૈનો આમ પણ આર્થિક રીતે સદ્ધર હતા. તેઓએ શાસકો અને કેટલીક અજૈન સંસ્થાઓને પણ મદદ કરી. ક્રિયા અને વિધિ ઉપર વધુ મહત્વ પાંચમી સદીમાં મૂકવામાં આવ્યું. જ્યારે જૈનો હિન્દુ ધર્મની ક્રિયા અને વિધિથી આકર્ષાઈને તેનું પાલન કરવા લાગ્યા હતા કારણ કે તે પાલન કરવામાં સરળ હતું. ઘણા જૈનોએ તે સમયે હિંદુ ધર્મ અપનાવ્યો. જૈન સાધુઓએ આ પરિવર્તન રોકવા માટે કેટલીક ક્રિયા અને વિધિઓનો વધારો કર્યો. બારમી અને તેરમી સદીમાં જૈન મંદિરો, જૈન પ્રતિમાઓ, જૈન સંપત્તિઓ તેમજ જૈન શાસ્ત્રોને સાચવવાનું ખૂબ જ મુશ્કેલ થવા લાગ્યું. આથી જૈન સમાજે કેટલીક ગોઠવણી કરી. તેમણે કેટલાક સાધુઓને જૈન સંઘનું સંચાલન સોંપી દીધું. તેઓ શ્વેતાંબરમાં ચૈત્યવાસી યતી તરીકે ઓળખાયા અને દિગંબર પરંપરામાં તેઓ ભટ્ટારકો તરીકે ઓળખાયા. આ બંધારણમાં ફેરફાર કરવાથી મંદિરો અને શાસ્ત્રોનો બચાવ થયો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એવું લાગતું ગયું કે ચૈત્યવાસી યતી અને ભટ્ટારકોને ખૂબ જ સત્તા આપી દેવામાં આવી છે. જૈન સાધુઓનું મુખ્ય ધ્યેય જૈન મુક્તિનો માર્ગ આચરવાનું અને બીજાઓને તેનું માર્ગદર્શન આપવાનો હતો. ઘણા જૈન શ્રાવકો આ પરિસ્થિતિથી વાકેફ થઇ ગયા અને તેમણે ચૈત્યવાસી યતીની પરંપરાને બંધ કરી અને ભટ્ટારકોની સત્તા ઉપર પણ કાપ મૂક્યો. આજના સમયમાં ખૂબ જ ઓછા જૈન મઠ અને ખૂબ જ ઓછા ભટ્ટારકો બાકી રહ્યા છે. E.1.7 ભારતના જુદા-જુદા ભાગમાં જૈન ધર્મ E.1.7.1 પૂર્વ ભારતમાં જૈન ધર્મ શિશુનાગ રાજવંશમાં બિંબિસાર અથવા તો શ્રેણિક અને અજાતશત્રુ અથવા તો કૂણિક નામના બે મહત્વના રાજાઓ થઈ ગયા. જેમણે જૈન ધર્મને પૂરેપૂરી સહાય કરી હતી. બિંબિસાર અને Page 107 of 307 Page #124 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) અજાતશત્રુ બંને ભગવાન મહાવીરના સબંધી હતા. અજાતશત્રુ બાદ નંદા રાજવંશ (ઈ.સ.પૂર્વે ૪૧૩-૩૨૨) થઈ ગયો. નંદા ૧ રાજાએ કલિંગ પર ચડાઈ કરી અને પ્રથમ જૈન તીર્થંકર ભગવાન ઋષભ દેવની મૂર્તિને તે ત્યાંથી લઈ આવ્યો. નંદા રાજવંશ બાદ મૌર્ય રાજવંશ આવ્યો. તેનો સ્થાપક રાજા ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ.પૂર્વે ૩૨૨-૨૯૮) હતો. તેણે પોતાની રાજગાદીનો ત્યાગ કર્યો અને આચાર્ય ભદ્રબાહુ સાથે દક્ષિણમાં સ્થળાંતર કર્યું. રાજા અશોક (ઈ.સ.પૂર્વે ૨૭૩-૨૩૬), જે ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર હતો તેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતા પહેલા જૈન ધર્મ અપનાવ્યો હતો. જૈન ધર્મનો કાશ્મીરમાં ફેલાવો કરવા માટે અશોક રાજા જવાબદાર હતો. રાજા સંપ્રતિ અશોકનો પુત્ર અને તેનો અનુગામી હતો. તે જૈન ધર્મનો ખૂબ જ મજબૂત અને પ્રખ્યાત આશ્રયદાતા હતો. અને તેણે પૂર્વ ભારતમાં જૈન ધર્મનો ખૂબ જ ફેલાવો કર્યો. મગધની જેમ કલિંગનું રાજ્ય કે ઓરિસ્સા પણ ખૂબ જ શરૂઆતથી જૈન ધર્મનું મુખ્ય મથક રહ્યું છે. જૈન ધર્મ દક્ષિણ ભારતમાં કલિંગના રસ્તે પ્રસર્યો. ઈ.સ.પૂર્વે બીજી સદીમાં કલિંગ ખારવેલથી શાસિત ખૂબ જ મજબૂત સામ્રાજ્ય હતું. ખારવેલ એ જૈન ધર્મનો એક મોટામાં મોટો રાજવી આશ્રયદાતા હતો. જૈન ધર્મનો પ્રભાવ બંગાળમાં પણ હતો. આજે પણ જૈન અવશેષો, શિલાલેખો અને મૂર્તિઓ બંગાળના વિવિધ ભાગમાંથી મળી આવે છે. બંગાળમાં આજે પણ વર્ધમાન નામે એક જિલ્લો છે. બંગાળના વિવિધ રીતરિવાજો અને ધર્મમાં પણ જૈન ધર્મની મહત્વની અસર જોવામાં આવે છે. E.1.7.2 દક્ષિણ ભારતમાં જૈન ધર્મ જૈન ધર્મ કર્ણાટક અને દક્ષિણ ભારતમાં રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પ્રવેશ્યો. જયારે તેમણે આચાર્ય ભદ્રબાહુ જે જૈન ધર્મના એક પ્રતિષ્ઠિત આગેવાન હતા અને તેમના સમયના છેલ્લા શ્રુત કેવળી તરીકે ઓળખાતા સાધુ હતા. તેમની સાથે સ્થળાંતર કર્યું. આચાર્ય ભદ્રબાહુ જૈન સંઘ સાથે દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું કારણ કે તેમણે ઉત્તર ભારતમાં બાર વર્ષના દુષ્કાળની આગાહી કરી હતી. આથી બધા જૈન લેખકો દ્વારા એમ માનવામાં આવે છે કે દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં શરૂ થયો. આચાર્ય ભદ્રબાહુનું નિર્વાણ શ્રવણબેલગોડામાં ઈ.સ.પૂર્વે ૨૯૭માં થયુ. આચાર્ય ભદ્રબાહુ દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો કાયાકલ્પ કરવા માટે જવાબદાર હતા. અમુક ઇતિહાસકારો માને છે કે જૈન ધર્મ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ દક્ષિણ ભારતમાં ગયા તેની પહેલા ત્યાં અસ્તિત્વમાં હતો. જે કંઈ પણ હોય, દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં પ્રચલિત થયો, અને ૧૦૦૦ વર્ષ સુધી ત્યાં આગળ પ્રચલિત રહ્યો. ત્યાં આજે પણ જૈન ધર્મના નોંધપાત્ર અનુયાયીખી રહે છે. એ નોંધવું મહત્વનું છે કે ૧૪મી સદી સુધી દક્ષિણ ભારતના ઈતિહાસમાં જૈન ધર્મે એક મહત્વની ભૂમિકા ભજવી છે. બનવાસીના કદંબ શાસનના કેટલાક રાજાઓ ત્રીજીથી છઠ્ઠી સદી સુધી જૈન ધર્મના અનુયાયી હતા. Page 108 of 307 Page #125 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) જેમણે કર્ણાટકમાં ધીરે ધીરે જૈન ધર્મનો ફેલાવો કર્યો. છેવટે જૈન ધર્મ કદંબ શાસનમાં પ્રખ્યાત ધર્મ બન્યો. કર્ણાટકના તલકડના ગંગા શાસકો (૩૫૦ થી ૯૯૯ સુધી), જૈન ધર્મના મુખ્ય આશ્રયદાતા હતા અને કુદરતી રીતે અને વ્યવહારિક રીતે ગંગા શાસનના બધા જ રાજાઓએ જૈન ધર્મના હેતુને સર કર્યો હતો. કર્ણાટકના બદામીનાં ચાલુક્ય વંશના શાસકો (૫૦૦ થી ૭૫૭ સુધી) અને કર્ણાટકના માલખેડના રાષ્ટ્રકૂટ વંશના શાસકો (૭૫૭ થી ૯૭૩ સુધી) એ જૈન ધર્મમાં માનનારા હતા. ૧૦મી થી ૧૨મી સદી દરમિયાન કર્ણાટકના કલ્યાણના પશ્ચિમ ચાલુક્ય વંશના શાસકોએ પણ કદંબના શાસકો. ગંગાના શાસકો અને રાષ્ટ્રકૂટના શાસકો જેવું જ ઉદાર વલણ જૈન ધર્મ પ્રત્યે દાખવ્યું. કર્ણાટકના હાલેબીડુ રાજ્યના હોયસલના શાસકોએ. તેમના ૧૦૦૬ થી ૧૩૪૫ સુધીના શાસન દરમ્યાન જૈન ધર્મને ખૂબ જ મજબૂત રીતે સહાય કરી. આ મહત્વના શાસકો સિવાય કલ્યાણના કલચુરીના શાસકો (૧૧૫૬ થી ૧૧૮૩) જૈન હતા અને કુદરતી રીતે તેમના સમયમાં જૈન ધર્મ રાજ્ય ધર્મ હતો. આ સિવાય કેટલાક નાના રાજાઓ પણ હતા જેમણે જૈન ધર્મ અપનાવ્યો અને તેનો ફેલાવો કર્યો. આંધ્ર અને તમિલનાડુમાં પણ જૈન ધર્મ પ્રચલિત હોવાના પુરાવા મળે છે. આખું દક્ષિણ ભારત ડેક્કન, કર્ણાટક, તમિલનાડુ વગેરે જૈન ધર્મનાં ખાસ કરીને દિગંબર જૈનના ૧૦૦૦ વર્ષ સુધી મુખ્ય મથક રહ્યા. પ્રાંતીય રાજધાનીઓ સિવાય કર્ણાટકનું શ્રવણબેલગોડા પણ વિવિધ પ્રવૃત્તિઓ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. અને હાલના સમયમાં પણ તે એક મુખ્ય કેન્દ્ર છે. બારમી સદીમાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ધીરે ધીરે શ્રીવૈષ્ણવવાદ અને વીરસૈવવાદના ફેલાવાને લીધે ઓછો થવા લાગ્યો. દક્ષિણ ભારતમાં હિન્દુઓ સાથેના સંઘર્ષના કારણે જૈન સાધુઓનો વિરોધ કરવામાં આવ્યો, કેટલાક સાધુઓ પર ક્રૂરતા આચરવામાં આવી અને તેમને મારી પણ નાખવામાં આવ્યા. E.1.7.3 પશ્ચિમ ભારતમાં જૈન ધર્મ જૈન ધર્મનો ગુજરાતના શાસકો સાથેનો નાતો ઘણો જ નજદીકી રહ્યો છે. આ રાજ્યમાં આપણે જૈનોનું મજબુત અસ્તિત્વ હાલના સમયમાં પણ જોઈ શકીએ છે. બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન આ રાજ્યના જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત ઉપર મોક્ષ મેળવ્યો હતો. ભગવાન મહાવીરના નિર્વાણના ૯૮૦ વર્ષ બાદ વલભીમાં જૈન સાધુઓની પરિષદમાં સૌથી પ્રથમ વખત જૈન શાસ્ત્રોને લખવામાં આવ્યા હતા. જેમ દક્ષિણ ભારતમાં દિગંબર જૈનના મુખ્ય મથકો છે તેમ પશ્ચિમ ભારત શ્વેતામ્બર જૈન સમાજની ક્રિયાઓનું મુખ્ય કેન્દ્ર છે. જૈનોના આ ભાગમાં સ્થળાંતર વિશે એવું માનવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ સ્થળાંતર પૂર્વ ભારતથી થયું હોવું જોઈએ. આ સમય દરમિયાન જૈનો મગધના રાજ્યમાં પોતાનું પ્રભુત્વ ધીરે ધીરે ખોઈ રહ્યા હતા. આથી તેમણે પશ્ચિમ ભારત તરફ સ્થળાંતર શરૂ કર્યું જ્યાં તેમણે Page 109 of 307 Page #126 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) પોતાની વ્યવસ્થા આજ દિવસ સુધી જાળવી રાખી છે. જૈન ધર્મ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ખૂબ જ ફૂલ્યો ફાલ્યો. તેમાંના ઘણા જૈન અનુયાયીઓ હતા. અને આ પ્રક્રિયામાં વધુ વેગ ચાવડા પરિવારના આદરણીય રાજા વનરાજના લીધે તેને વધુ મળ્યો. ઈ.સ.૧૧૦૦ ની આસપાસ જૈન ધર્મ ગુજરાતમાં ઉચ્ચતાના શિખરે પહોંચ્યો જ્યારે ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ અને તેના અનુગામી કુમારપાળે ખુલ્લા હાથે જૈન ધર્મનો આવકાર કર્યો. અને જૈનોના મંદિરને લગતી પ્રવૃત્તિઓ અને સાહિત્યિક પ્રવૃત્તિઓતેને પ્રોત્સાહન આપ્યું. ૧૩ મી સદીની આસપાસ જૈન મંત્રીઓ વસ્તુપાળ તેજપાળ હતા જે જૈન ધર્મના મુખ્ય આશ્રયદાતા બન્યા. તેમણે શત્રુંજય, ગીરનાર અને આબુમાં ખૂબ જ સુંદર મંદિરોની નગરીનું નિર્માણ કર્યું. ત્યારબાદ જૈનોને કોઈ પહેલા જેવા રાજવી આશ્રયદાતા તો ન મળ્યા પરંતુ તેમની સંખ્યા અને આર્થિક સદ્ધરતાના પ્રભાવે જૈનોએ તેમના ધર્મને સતત સન્માનનું સ્થાન આપ્યું છે. જે આજના સમય સુધી કાયમ છે. ગુજરાતની જેમ જૈન ધર્મ પ્રાચીન સમયથી મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ વિકસ્યો છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં જૈન મંદિરો અને ગુફાઓ ઇલોરામાં જોવા મળે છે. નૅર (ઓસમાનાબાદ જિવી, ખંજનેરી નાસિક જિલ્લો, અને બીજા ઘણા બધા અંતાળ વિસ્તારોમાં પણ આવા સ્થાનો જોવા મળે છે. પ્રખ્યાત અને પ્રભાવશાળી સંતો જેવા કે આચાર્ય સમંતભદ્ર, વીરસેન, જિનસેન અને સોમદેવ વગેરે મહારાષ્ટ્ર સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા હતા અને તેઓએ કેટલાક પવિત્ર પુસ્તકો અને ઉત્તમ સાહિત્યિક કલાકૃતિઓનું નિર્માણ આ વિસ્તારમાં રહીને કર્યું છે. ત્રીજી સદીની આસપાસ કેટલીક શક્તિશાળી રાજ્ય જેવા કે પૈઠણના સાતવાહન, કલ્યાણના ચાલુક્ય અને માલખંડના રાષ્ટ્રકૂટ, દેવગીરીના યાદવો, કોલ્હાપુરના સિદ્ધર અને કોંકણ વગેરે એ જૈનોને ખૂબ જ મોટા પ્રમાણમાં રાજવી આશ્રય આપ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ આપણે જૈન અને જૈન ધર્મને ખુબ જ સન્માન જનક સ્થિતિમાં મહારાષ્ટ્રના પ્રાચીન સમયમાં અને મધ્યકાલીન યુગ સુધી પણ જોઈએ છે. E.1.7.4 ઉત્તર ભારતમાં જૈન ધર્મ ઈ.સ. પૂર્વે ૩૦૦માં જૈનોનું સ્થળાંતર પૂર્વ ભારતમાંથી દેશના જુદા જુદા ભાગોમાં શરૂ થયુ. તેની એક શાખા ઉત્તર ભારતમાં બીજી સદીની મધ્યમાં આવીને સ્થાપિત થઈ અને મથુરાના ક્ષેત્રમાં સ્થાયી થઈ. મથુરામાં આગમોની બીજી વાંચના અને આગમોના લખાણનું કાર્ય ઈ.સ. ૨૬૫માં સ્કંદિલાચાર્યના માર્ગદર્શન હેઠળ થયું. એ સ્પષ્ટ છે કે મથુરા લગભગ ૧૦૦૦ વર્ષ સુધી ઈ.સ. ૫૦૦ સુધી જૈનોનું મુખ્ય મથક હતું. જૈનોની ક્રિયાઓનું બીજું મુખ્યમથક ઉત્તરમાં ઉજ્જૈન હતું. જે મૌર્ય સમ્રાટ સંપ્રતિનું પાટનગર હતું. જૈન સાહિત્યમાં ઉજ્જૈનની નગરીના ઘણા સંદર્ભ મળે છે અને આ નગરે જૈન ધર્મના ઇતિહાસમાં Page 110 of 307 Page #127 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. મુસ્લિમ શાસનના સમય દરમિયાન જૈન ધર્મને રાજવી કે કોઈ મોટી સહાય મળી નહિ જેવી કે પહેલા મળી હતી. પરંતુ જૈન ધર્મ પોતે બચી રહેવા માટે બીજી કોઈ અડચણો વગર સફળ રહ્યો. આ સમય દરમિયાન મોટાભાગના જૈન મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો અથવા તો તેને મસ્જિદમાં ફેરવી કાઢવામાં આવ્યા. જૈનોને હસ્તલિખિત પ્રતો અને મંદિરોને પણ છુપાવી દેવા પડ્યા હતા. આવું જ એક જૈન મંદિર ગુજરાતમાં ઈ.સ. ૨૦૦૨માં કચરાના ઢગલાની નીચેથી મળી આવ્યું હતું. આ મંદિર ઈ.સ.૮૦૦ માં બંધાયા હોવાનું મનાય છે. જૈનો કેટલાક ઉદાર વલણવાળા મુગલ સમ્રાટો જેવા કે અકબર અને જહાંગીર પાસેથી તેમના પવિત્ર સ્થળો અને તેમના આચારો માટે કેટલીક છૂટછાટો મેળવવામાં સફળ રહ્યા. એવું નોંધવામાં આવ્યું છે કે સમ્રાટ અકબર જૈન ધર્મ પ્રત્યે ખુબ જ અનુકૂળ વલણ ધરાવતા હતા. ઈ.સ.૧૫૮૩માં તેમણે પર્યુષણ દરમિયાન પશુઓના કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના વિશાળ સામ્રાજ્યમાં તેને ગુનો દર્શાવ્યો હતો. જોકે આ મહાન મુગલની સહનશીલ નીતિનો શરૂઆતમાં તેના અનુગામાં જહાંગીર દ્વારા વિરોધ કરીને ઉઠાવી લેવામાં આવી હતી. જૈનોનું એક પ્રતિનિધિ મંડળ ૧૬૧૦માં તેને મળવા ગયો અને તેમણે ફરીથી જહાંગીરના શાસન પ્રત્યે અનુકૂળ વલણ મેળવ્યું અને પશુઓની કતલ ફરીથી પર્યુષણના દિવસો દરમ્યાન પ્રતિબંધિત કરવામાં આવી. મુગલ સામ્રાજ્ય દરમિયાન જો કે જૈન વસ્તી તેના પાડોશી રાજ્યો જેવાકે રાજપુતાના વગેરેમાં વધી હતી. ત્યાં જૈનોએ ઘણા મહત્ત્વના પદો સામાન્ય સેવકો અને મંત્રીના સ્વરૂપે સ્વીકાર્યા હતા. E.1.7.5 આધુનિક યુગમાં જૈન ધર્મ ભારત સરકારના ૨૦૧૧ ના સેન્સસ બ્યુરોના અહેવાલ પ્રમાણે • ભારતની ૨૦૧૧માં કુલ વસ્તી: ૧,૨૧૦,૮૫૪,૯૭૭ • જૈનોની વસ્તી: ૪,૪૫૧,૭૫૩ (૦.૪%) એ જૈનોની કુલ વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ જૈનો (૧૪૦૦૩૪૯) મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર બાદ જૈનોની વસ્તી રાજસ્થાનમાં (૬૨૨૦૨૩), ગુજરાતમાં (૫૭૯,૬૫૪), મધ્યપ્રદેશમાં (૫૬૭,૦૨૮), કર્ણાટક (૪૪૦,૨૮૦), ઉત્તરપ્રદે૧૩,૨૬૭૩ અને દિલ્હીમાં ૧૬૬,૨૩૧) છે. એ નોંધવું મહત્વનું છે કે મહારાષ્ટ્રના મોટાભાગના જૈનો મુંબઈમાં રહે છે અને તેમાંથી મોટાભાગના ગુજરાતી મૂળના છે. ૧૯મી અને ૨૦મી સદીમાં જૈન છાત્રવૃત્તિ, ભણતર અને લખાણ ખૂબ જ પ્રખ્યાત થયા. અને ભણેલા-ગણેલા લોકોને તેના વિશે જ્ઞાન આપવા માટે ઘણી વિદેશી ભાષાઓમાં પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. જૈનો એ બાબત પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે કે વધુ લોકો સુધી આ જ્ઞાન Page 111 of 307 Page #128 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) પહોંચવું જોઈએ. બીજા ધર્મોની જેમ આ ધર્મમાં રૂપાંતરિત થઇને સંખ્યા વધારવાના બદલે જૈનો તેમના ધર્મ વિશેનો જ્ઞાન અને તેના સિદ્ધાંતોને અનુસરવાનું પ્રોત્સાહન આપવામાં માને છે. વધુમાં જૈન ઇતિહાસમાં પ્રથમ વખત જૈન ધર્મ એ આફ્રિકા, યુરોપ અને નોર્થ અમેરિકામાં ફેલાયો છે જ્યાં ઘણા બધા જૈન સમુદાયો વસ્યા છે અને વિકસ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ ઉભી થઈ છે અને ધાર્મિક લખાણોના પ્રકાશનને સહાય કરવામાં આવે છે. કેટલીક ખાસ જૈન સંસ્થાઓ જેવી કે બીમાર પશુઓ માટેના આશ્રયસ્થાન વગેરે ચલાવવામાં આવે છે. હવે આપણે છેલ્લી એક સદી દરમ્યાન જૈન ધર્મ અને સિદ્ધાંતો માટે વિચાર કરનાર અને તેનો ફેલાવો કરનાર કેટલાક ખાસ વ્યક્તિઓના ઉદાહરણ જોઈએ. ઈ.સ.૧૮૯૩માં અમેરિકામાં વિશ્વ ધર્મ પરિષદ યોજવામાં આવી હતી અને તેના સંસ્થાપકને એક જૈન પ્રતિનિધિની જરૂર હતી. આ આમંત્રણ આચાર્ય આત્મરામજી પાસે આવ્યું. એક સાધુ તરીકે તેમના માટે સફર કરવી અશક્ય હતી. આથી આ કાર્ય તે સમયના ભારતના જૈન અસોસિએશનના માનનીય સેક્રેટરી શ્રી વીરચંદ ગાંધીના આવ્યું અને તેમના વિદ્વતાપૂર્ણ વક્તૃત્વ માટે તેમને પરિષદમાં સિલ્વર મેડલ આપવામાં આવ્યો. તેમણે ઇંગ્લેન્ડમાં પણ ઘણા પ્રવચનો આપ્યા. તેમણે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં થઈને કુલ ૫૩૫ પ્રવચનો આપ્યા. તેમના એક વિદ્યાર્થી હર્બર્ટ વોરન જેઓ જૈન સાહિત્ય અકાદમીના સેક્રેટરી બન્યા, જે વીરચંદ ગાંધીની મદદથી શરૂ કરવામાં આવી હતી. હર્બર્ટ વોરને જૈન ધર્મ સમજાવતી ઘણી પુસ્તકો સાદી ભાષામાં લખી. વીરચંદ ગાંધી ૩૭ વર્ષની ખુબ જ નાની વયે મૃત્યુ પામ્યા. ઈ.સ.૧૮૮૪ માં હર્મન જેકોબી જૈન ધર્મના સૂત્રોને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને બે પુસ્તકો લખી. તે જૈન ધર્મના આંતરરાષ્ટ્રીય જાગૃતતા માટે એક સીમાચિહ્ન રૂપ હતું. ૧૯૧૫માં અંગ્રેજ લેખક સિન્કલેર સ્ટીવન્સને 'ધ હાર્ટ ઓફ જૈનીઝમ' નામની એક પુસ્તક પ્રકાશિત કરી. તે જૈન ધર્મનું સહાનુભૂતિપૂર્ણ પુસ્તક હતું. પરંતુ તેમાં મજબૂત ખ્રિસ્તી મિશનરી દ્રષ્ટિકોણ હતા. ઈ.સ.૧૯૨૫માં હેલ્મેટ વોન ગ્લાસનેપે "જૈનીઝમ - એન ઇન્ડિયન રિલિજિયન ઓફ સાલ્વેશન" (જૈન ધર્મ - ભારતમાં મોક્ષ નો એક ધર્મ) નામે જર્મનમાં એક પુસ્તક લખ્યું. જે હવે અંગ્રેજીમાં અનુવાદ થઈને ઉપલબ્ધ છે. વધુ પ્રખ્યાત સ્તરે જૈન ધર્મનું જ્ઞાન અને જૈનો પશ્ચિમ સભ્યતામાં ધીરે-ધીરે પ્રવેશી રહ્યા છે. જૈન સમુદાયની અંદર જૈન ધર્મના સિદ્ધાંતોને વિશ્વ વ્યાપક બનવાની ઈચ્છા જીવે છે. E.1.8 ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનું પ્રદાન Page 112 of 307 Page #129 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) જૈનોએ ભારતીય સંસ્કૃતિના ઘણા બધા વિસ્તારો જેવા કે ભાષા અને સાહિત્ય, કળા અને સ્થાપત્ય(મંદિરો, મંદિરોની નગરી, ગુફા મંદિરો, સ્તૂપો શિલ્પો અને ચિત્રો), તત્વજ્ઞાન(અનેકાંતવાદ) નૈતિક મૂલ્યો, ધંધા, રાજનૈતિક વિકાસ, સ્ત્રીઓની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સમાનતા, આત્મનિર્ભરતા વગેરેમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. તેમનું સૌથી મહત્વનું પ્રદાન એ છે કે નાનામાં નાના પાયે પણ અહિંસા, શાબ્દિક તેમજ માનસિક રીતે અહિંસા આચરવી. જૈનો હંમેશા તેમની પ્રમાણિકતા માટે જાણીતા રહ્યા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અત્યારે ૨૧ મી સદીમાં જૈન ધર્મ સ્વસ્થ સ્થિતિમાં છે. જૈન ધર્મ ભારતની સીમાઓની બહાર વિકાસ પામ્યો છે અને તેના સિદ્ધાંતોમાં વિશ્વને બદલીને તેમાં કાયમી શાંતિ સ્થાપવાની ક્ષમતા રહેલી છે. Page 113 of 307 E.2 જૈન ધર્મ ગ્રંથો અને સાહિત્ય Page #130 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) E.2.1 જૈન ધર્મ ગ્રંથો અથવા આગમ સાહિત્ય જૈન શાસ્ત્રો જૈન આગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈનોમાં માત્ર એક જ ધર્મગ્રંથ નથી પરંતુ તેમના ઘણા બધા પુસ્તકો કે લખાણોને તેઓ તેમના ધર્મશાસ્ત્ર કે ધર્મગ્રંથ તરીકે માને છે. જુદા જુદા સંપ્રદાયના લોકો જુદા જુદા શાસ્ત્રોને પ્રમાણભૂત માન્યા છે. આગમ સુત્રો આચાર વિશેના શાશ્વત સત્ય, વૈશ્વિક લાગણી, મૈત્રી, તર્ક વિશે શાશ્વત સત્ય જેમકે સાપેક્ષવાદ અને અનેકાંતવાદ વગેરે શીખવે છે. તે બીજી પણ ઘણી બધી આધ્યાત્મિક વસ્તુઓ જેવી છે દરેક જીવો પ્રત્યે આદર, આત્મા, કર્મ, બ્રહ્માંડ, સાધુઓના કડક આચારો, શ્રાવકોના નિયમો, કરુણા, અહિંસા અને અપરિગ્રહ વગેરે શીખવે છે. ૪૨ વર્ષની વયે કેવળ જ્ઞાન મેળવ્યા બાદ ભગવાન મહાવીરે બીજા ૩૦ વર્ષ સુધી સ્થાનિક લોકોની ભાષા અર્ધમાગધી પ્રાકૃતમાં સામાન્ય જનતાને દેશના આપી. તેમના અનુયાયીઓ ગણધર તરીકે ઓળખાય છે, તેમણે મૌખિક રીતે આ દેશનાના સારને વ્યવસ્થિત કર્યો જે સૂત્ર તરીકે ઓળખાય છે. સુત્રોને ૧૨ મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે ૧૨ અંગ આગમ સૂત્ર કે ૧૨ અંગ- પ્રવિષ્ટ કે દ્વાદશાંગી (મુખ્ય શાસ્ત્ર) તરીકે ઓળખાય છે. ૧૨માં અંગ આગમ સૂત્રનું નામ દ્રષ્ટિવાદ છે. એવું માનવામાં આવે છે કે આ અંગ આગમ સૌથી પ્રથમ રચવામાં આવ્યું હતું. પરંતુ તે યાદ રાખવામાં સૌથી વધુ કઠિન હતું આથી સાધુઓ તેને સૌથી છેલ્લે ભણતા હતા. આ આગમમાં ૧૪ પૂર્વનો સમાવેશ થાય છે. બધા જ તીર્થંકરોના જીવન, તે સમયે હાજર બધા જ ગોત્ર કે જાતિનું વર્ણન, વિશેષ શક્તિઓ જેવી કે પાણીમાં ચાલવું કે હવામાં ઉડવું તે કેવી રીતે મેળવી શકાય તે બધું દર્શાવવામાં આવ્યું છે. બધા જ જૈન સંપ્રદાયમાં માને છે કે આ આગમ ઈ.સ. પૂર્વે બીજી સદીથી બીજી સદીના સમયગાળામાં લુપ્ત થયું છે (કોઈને યાદ નથી). આ ૧૨ અંગ-પ્રવિષ્ટ સુત્રો જે ગણધરોએ રચ્યા હતા. તેના ઉપરાંત બીજા કેટલાક સાહિત્ય (અંગ- બાહ્ય આગમ) આ ૧૨ અંગને મૂળભૂત માનીને શ્રુતકેવળી આચાર્યો (સ્થવિર કે મોટા સાધુઓ) દ્વારા સાદા સ્વરૂપમાં લોકોને સમજવા માટે રચવામાં આવ્યા છે. અને તેનો પણ જૈન આગમમાં સમાવેશ કરવામાં આવે છે. જૈન આગમોમાં ૧૨ અંગ-પ્રવિષ્ટ સૂત્રો (જેમાં ચૌદ પૂર્વ છે) અને અંગ-બાહ્ય આગમ (શ્વેતાંબર મૂર્તિપૂજક પ્રમાણે ૩૪, શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથીમાં ૨૧ અને દિગંબરમાં ૧૪ એવા) જુદી-જુદી પરંપરામાં છે. ઐતિહાસિક રીતે ગણધરો આગમ સૂત્રોને મૌખિક રીતે યાદ રાખતા હતા અને તેમના શિષ્યોને આ જ્ઞાન આપતા હતા. જેઓ તે યાદ રાખીને બીજી પેઢીમાં પસાર કરતા હતા. આ પ્રથા આચાર્ય Page 114 of 307 Page #131 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ભદ્રબાહુના સમય સુધી લગભગ ૧૬૦ વર્ષ સુધી ચાલી. આચાર્ય ભદ્રબાહુ પછીના આચાર્યોની માનસિક ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી ગઈ અને તેઓ આગમ સૂત્રોને સંપૂર્ણ રીતે યાદ રાખી શક્યા નહીં. જોકે શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ઈ.સ.૩૦૦ની આસપાસ એટલે કે મહાવીર ભગવાનના નિર્વાણના ૮૦૦ વર્ષ પછી આગમ સૂત્રોને યાદ કરીને તેને લખી દેવામાં આવ્યા. તે સમયે કોઈને ૧૨માં અંગ આગમના ચૌદ પૂર્વ યાદ ન હતા. બાકીના ૧૧ અંગ આગમો આંશિક રીતે યાદ હતા. દિગંબર પરંપરા મુજબ શ્વેતાંબર પરંપરામાં લખાયેલ આગમ સૂત્રોમાં ઘણી બધી ભૂલો છે. આથી તેમણે તે આ આગામોને ભગવાન મહાવીરના મૂળભૂત ઉપદેશ તરીકે નથી સ્વીકાર્યા. અને તેઓ માને છે કે મૂળભૂત આગમ સૂત્રો સમય સાથે લુપ્ત થયા છે. ભગવાન મહાવીરના નિર્વાણના કેટલાક સમય સુધી જૈન શ્રમણોએ આગમો કોઈ પુસ્તકમાં લખ્યા ન હતા. પરંતુ તેમણે તે યાદ રાખીને સાચવ્યા હતા. તેઓ માનતા હતા કે પુસ્તકમાં લખવાથી અપરિગ્રહ અને રાગ-દ્વેષથી પર રહેવાના નિયમનો ભંગ થશે. ત્યારબાદ એવો સમય આવ્યો જ્યારે તેમણે તેમનું વલણ પુસ્તકોના પરિગ્રહ વિશે સંપૂર્ણ રીતે બદલી નાખ્યું કેમકે જૈન આગમોનો નાશ થવાનો ભય હતો. ગમે તે ભોગે કે તે સમયે વિદ્યમાન જે પણ આગમો હતા તેમનું રક્ષણ કરીને તેમને સાચવી રાખવામાં આવ્યા. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતા પ્રમાણે ત્રણ પ્રકારના આગમો છે. જેમાં ૪૫ આગમો દિવાલ પર અથવા તો તામ્રપત્રો પર લખવામાં આવ્યા છે. તે પાલીતાણા, સુરત અને શંખેશ્વરમાં છે. એવી કેટલીક જગ્યાઓ (જ્ઞાન મંદિરો) અમદાવાદ, પાટણ, સુરત, ખંભાત, જેસલમેર, પિંડવાડા, મહેસાણા, રતલામ, આહોર, ગુદા અને સુરેન્દ્રનગરમાં આવેલા છે. જ્યાં બધા આગમો ઉપલબ્ધ છે. E.2.2 વાંચના (શ્વેતામ્બર પરંપરા મુજબ આગમના મહત્વના પુનરાવર્તન) જૈન શાસ્ત્રો અને બીજા જૈન સાહિત્યને સાચવવા માટે જૈનાચાર્યો ભૂતકાળમાં ત્રણ મહત્વની પરિષદો એટલે કે જૈન સાહિત્ય માટેની ત્રણ વાંચનાઓ યોજી હતી. જ્યારે આચાર્યોને એવું લાગ્યું કે મૌખિક પરંપરાથી શ્રુત જ્ઞાન ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યું છે અથવા તો તેમાં કોઈ અવ્યવસ્થા છે ત્યારે ત્રણ વખત તેઓએ આ વાંચના યોજીને બધું વ્યવસ્થિત કર્યું છે. પ્રથમ વાંચના દરમિયાન કોઈ પણ સાહિત્ય લખવામાં આવ્યું ન હતું, પરંતુ દ્વિતીય અને તૃતીય પરિષદ દરમ્યાન મોટાભાગના શાસ્ત્રો, ભાષ્યો અને બીજી કૃતિઓને લખવામાં આવી હતી. વાંચનાની જગ્યા Page 115 of 307 સમય Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ પાટલીપુત્ર વાંચના ૨ મથુરા અને વલ્લભી વાંચના 3 વલ્લભી વાંચના Compodium of Jainism - Part (II) ઇ.સ.પૂર્વે ૩૬૭ ઇ.સ.૩૦૩ ઇ.સ.૪૫૩ કોષ્ટક E.2.A E.2.2.1 પાટલીપુત્રમાં પ્રથમ વાંચના ભગવાન મહાવીરના નિર્વાણના ૧૬૦ વર્ષ બાદ આચાર્ય ભદ્રબાહુ જૈન સંઘના અગ્રણી હતા અને મગધ રાજ્યમાં નંદા વંશનું સામ્રાજ્ય હતું. મગધનું પાટનગર પાટલીપુત્ર તે શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર હતું. તે સમયે (ઈ.સ. પૂર્વે ૩૫૦) બાર વર્ષ દુષ્કાળ પડ્યો. આ સમય દરમિયાન અછત અને તંગીના કારણે જૈન સાધુઓ માટે ધર્મના આચારોને પાળવા મુશ્કેલ થઈ ગયા. આથી આચાર્ય ભદ્રબાહુએ તેમના ઘણા બધા અનુયાયીઓ સાથે દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું. આવા સંજોગોમાં તેઓ જૈન ધાર્મિક શાસ્ત્રો અને સાહિત્યને સંપૂર્ણ રીતે સાચવી શક્યા નહીં. દુષ્કાળ બાદ પાટલીપુત્રમાં આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ એક સંમેલન યોજવામાં આવ્યું. જેમાં દરેક જૈન સાધુઓને તેમને જે શાસ્ત્રો યાદ હતા તે પૂછીને સંકલિત કરવામાં આવ્યા. આવી રીતે ૧૨માંથી ૧૧ અંગનું સંકલન કરવામાં આવ્યું. પરંતુ દ્રષ્ટિવાદ જે ૧૨મું અંગ હતું તે કોઈને પણ યાદ ન હતું. આ સમયે આચાર્ય ભદ્રબાહુને એકલાને જ દ્રષ્ટિવાદનું જ્ઞાન હતું. પરંતુ તેઓ એક વિશેષ પ્રકારના યોગ માર્ગને અનુસરવા માટે નેપાળ ગયા હતા. આથી જૈન સંઘે આચાર્ય સ્થૂલિભદ્ર અને બીજા સંતોને વિનંતી કરી કે તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે જાય અને તેમની પાસેથી દ્રષ્ટિવાદને શીખે. દ્રષ્ટિવાદ બારમુ અંગ આગમ હતું જેમાં ચૌદ પૂર્વ-સૂત્ર હતા. આ સાધુઓમાંથી માત્ર સ્થૂલિભદ્ર જ આ જ્ઞાન મેળવવામાં સફળ રહ્યા. જોકે ૧૦ પૂર્વનું જ્ઞાન મેળવ્યા બાદ તેમણે આ જ્ઞાન દ્વારા મળેલી પોતાની જાદુઈ શક્તિનો દુરુપયોગ કર્યો. જ્યારે આચાર્ય ભદ્રબાહુને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સ્થૂલિભદ્રને શીખવવાનું બંધ કરી દીધું. જયારે સ્ફૂર્તિ અને સંધે ખુબ જ વિનંતી કરી ત્યારે આચાર્ય ભદ્રબાહુ તેમને બાકી રહેલા પૂર્વના માત્ર સૂત્રો શીખવવા માટે તૈયાર થયા. પરંતુ તેમણે સ્થૂલિભદ્રને આ ચાર પૂર્વ બીજા કોઈને પણ શીખવવાની મનાઈ ફરમાવી. જેના પરિણામ સ્વરૂપ આ ચૌદ પૂર્વ માત્ર સ્થૂલિભદ્ર સુધી જ સીમિત રહ્યા. તેમના કાળધર્મ બાદ સંઘ પાસે અગિયાર આગમ અંગના માત્ર દસ પૂર્વનું જ્ઞાન રહ્યું. સ્થૂલિભદ્ર ભગવાન મહાવીરના નિર્વાણના ૨૧૫ વર્ષ બાદ કાળધર્મ પામ્યા. ટૂંકમાં બાર આગમો જે ગણધરો એ રચ્યા હતા તેમાંથી ચાર પૂર્વને બાદ કરીને બાકીના અગિયાર આગમો આગમની પ્રથમ વાંચનામાં સંકલિત થઇ શક્યા. જોકે આ સંકલન જે સાધુઓએ દક્ષિણમાં સ્થળાંતર કર્યું હતું તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું નહીં. તેમણે એવી દલીલ કરી કે આ આવૃત્તિ અમાન્ય છે અને મૂળ આગમ સૂત્રો લુપ્ત થઇ ચુક્યા છે. ભગવાન મહાવીરના અનુયાયીઓમાં આ પ્રથમ મતભેદ હતો. Page 116 of 307 Page #133 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) E.2.2.2 મથુરા અને વલભીપુરમાં બીજી વાંચના પાટલીપુત્રના સંમેલન પછી પણ આગમો લેખિત સ્વરૂપમાં ન હતા અને ઉપદેશક દ્વારા તેમના શિષ્યોને મૌખિક રીતે જ શીખવાડવામાં આવતા હતા. યાદ રાખવાનું કાર્ય ધીરે ધીરે કપરું થતું ગયું. વધારામાં ઈ.સ. પૂર્વે ૧૫૦ માં મૌર્ય વંશના પતન બાદ પાટલીપુત્ર જૈન ધર્મની ક્રિયાઓનું મુખ્ય કેન્દ્ર રહી શક્યું નહીં કારણ કે મિત્ર વંશના રાજાઓ જૈન ધર્મ પ્રત્યે અનુકૂળ વલણ ધરાવતા ન હતા. આથી જૈન સાધુઓ અને શ્રાવકો ભુવનેશ્વર નજીક દક્ષિણ પૂર્વમાં ઉદયગીરીમાં તેમજ પશ્ચિમમાં મથુરા તરફ મોટે પાયે સ્થળાંતર કર્યું. આ બધા કારણોને લીધે ફરીથી આગમ સૂત્રોની આવૃત્તિઓમાં કેટલાક તફાવતો પડવા લાગ્યા. ભગવાન મહાવીરના નિર્વાણના ૮૩૦ વર્ષ બાદ ૧૨ વર્ષ લાંબા દુષ્કાળ પછી સાધુઓ મથુરામાં આર્ય સ્કંદિલની આગેવાની હેઠળ ભેગા થયા. ત્યાં તેમણે કાલિક સૂત્રના આધાર ઉપર જે તેઓ યાદ રાખી શક્યા અને બોલી શક્યા તે સૂત્રોને ભેગા કરીને વ્યવસ્થિત કર્યા. આ વાંચના મથુરામાં થઈ હોવાથી તેને માથુરી વાંચના કહેવામાં આવે છે. મથુરાની પરિષદની સાથે સાથે આચાર્ય નાગાર્જુન વલ્લી (સૌરાષ્ટ્ર)માં સાધુઓની પરિષદ બોલાવી અને આગમને યાદ કરીને તેમને વ્યવસ્થિત કર્યા. ત્યારબાદ આગમોને લખી રાખવામાં આવ્યા અને લાંબા ભાગના ભાવાર્થને સમજાવતી સમીક્ષા તૈયાર કરવામાં આવી આ વાંચનારાને નાગાર્જુન વાંચના પણ કહે છે. E.2.2.3 વલ્લભીપુરમાં તૃતીય વાંચના ઉપર મુજબની પરિષદ જે કંદિલ અને નાગાર્જુને મથુરા અને વલ્લભીમાં કરી હતી તેના ૧૫૦ વર્ષ બાદ ક્ષમા-શ્રમણ દેવર્ધિગણી દ્વારા સાધુઓની એક પરિષદ વલ્લભી (સૌરાષ્ટ્ર)માં યોજવામાં આવી. જેટલા પણ પ્રકીર્ણ સૂત્રો ઉપલબ્ધ હતા તેમને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને જેટલા અંગ આગમો અને બીજા સૂત્રો આગળની બે પરિષદમાં ભેગા થયા હતા તેને આ પરિષદમાં સંરક્ષિત કરવામાં આવ્યા. વધારામાં આ પરિષદ બધા સૂત્રોમાં એકરૂપતા લાવવા માટે અને શક્ય હોય તેટલા તફાવત કે ભેદો દૂર કરવા માટે પણ કરવામાં આવી હતી. સૌથી મહત્વના તફાવત કે ભેદો એ યુર્ણિ કે ટીકાઓમાં લખવામાં આવ્યા. આ કાર્ય ભગવાન મહાવીરના નિર્વાણના ૯૮૦ વર્ષ બાદ થયું. આ ઘટના બાદ મોટાભાગનું આગમ લખાણ જે આજના દિવસમાં ઉપલબ્ધ છે, તે ત્યારે નક્કી કરવામાં આવ્યા પ્રમાણે જ છે. E.2.3 જૈન આગમોનું વર્ગીકરણ Page 117 of 307 Page #134 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) શ્વેતાંબર અને દિગંબર બંને સર્વસંમતિથી માને છે કે આજના સમયે પૂર્વે લુપ્ત થઇ ચુક્યા છે. પરંતુ એવી કેટલીક કૃતિઓ છે જે પૂર્વોનો આધાર લઈને તૈયાર કરવામાં આવી છે. ષટખંડ આગમ અને કષાય પાહુડા પૂર્વના આધાર ઉપર દિગંબર આચાર્ય દ્વારા રચવામાં આવેલ ગ્રંથો છે. શ્વેતાંબર દ્વારા પણ માનવામાં આવતા આગમ સાહિત્ય પૂર્વને સ્ત્રોત તરીકે ગણીને રચવામાં આવ્યા છે. હાલના સમયમાં નીચે મુજબના ૪૫ આગમ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય દ્વારા માનવામાં આવે છે અને તે ઉપલબ્ધ છે. E.2.3.1 શ્વેતાંબર મૂર્તિપૂજક આગમનું વર્ગીકરણ • ૧૧ અંગ (૧૨ મું અંગ ઘણા સમય પહેલા લુપ્ત થઈ ચૂક્યું છે) . ૧૨ ઉપાંગ આગમ • ૬ છેદ સૂત્રો • ૪ મૂળ સૂત્રો • ર ચૂલિકા સૂત્રો અને • ૧૦ પ્રકીર્ણ સુત્રો E.2.3.2 દિગંબર આગમનું વર્ગીકરણ મૂળ આગમ સૂત્રોની ગેરહાજરીમાં દિગંબરો નીચે મુજબનું સાહિત્ય જે તેઓના મહાન આચાર્ય દ્વારા ઈ.સ.૧૦૦ થી ૧૦૦૦ સુધીમાં રચવામાં આવ્યું છે તેને આધાર માનીને જૈન ધર્મ અનુસરે છે. તેમાં - • ટખંડ આગમ (પ્રથમ મુખ્ય ગ્રંથ) • કષાય પાહુડા (દ્વિતીય ગ્રંથ) • ચાર અનુયોગ પ્રથમાનુયોગ ૦ ચરણાનુયોગ ગણિતનાનું ચીંગ અથવા કરણાનુયોગ અને ૦ દ્રવ્યાનુયોગ નોંધ - આ ચાર યોગમાં ૨૦થી પણ વધારે ગ્રંથો છે જેવા કે આચાર્ય કુન્દ કુન્દ દ્વારા રચિત સમયસાર અને પ્રવચનસાર, ઉમાસ્વાતિ દ્વારા રચિત તત્વાર્થ સૂત્ર, પદ્મપુરાણ, આદીપુરાણ, મૂળાચાર અને ગોમ્મતસાર, E.2.4 પૂર્વ પૂર્વ ૧૪ હતા અને તેઓ વિશાળ હતા. આગળ જણાવ્યા મુજબ આ ૧૪ પૂર્વે બારમા અંગ Page 118 of 307 Page #135 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આગમનો ભાગ હતા. પ્રથમ પૂર્વ એક હાથીના વજન જેટલા પ્રમાણની સ્યાહીથી લખવામાં આવ્યા હતા. બીજું પૂર્વ પ્રથમ પૂર્વ કરતા બમણું હતું અને ત્રીજું બીજા પૂર્વ કરતાં બમણું તેવી રીતે ચૌદ પૂર્વ સુધી માનવું. તેની યાદી અને તેના મુખ્ય વિષયો નીચે મુજબ છે: ક્રમાંક પૂર્વ નું નામ ૧ ઉત્પાદ પૂર્વ ૨ અસ્ત્રાયનીય પૂર્વ 3 વીર્યપ્રવાદ પૂર્વ ४ અસ્તિનાસ્તિ-પ્રવાદ પૂર્વ જ્ઞાન-પ્રવાદ પૂર્વ 6 ૬ સત્ય-પ્રવાદ પૂર્વ 9 આત્મ-પ્રવાદ પૂર્વ કર્મ-પ્રવાદ પૂર્વ પ્રત્યાખ્યાન-પ્રવાદ પૂર્વ C ૧૦ વિદ્યા-પ્રવાદ પૂર્વ ૧૧ કલ્યાણ પ્રવાદ પૂર્વ ૧૨ પ્રાણ-સિદ્ધવાય પૂર્વ ૧૩ ક્રિયા-વિશાળ પૂર્વ ૧૪ લોક-બિંદુસાર પૂર્વ કોષ્ટક E.2.B વિષય જીવ અજીવ અને તેના સ્વરૂપો (પર્યાય) નવ તત્વ, છ દ્રવ્ય (ષટ દ્રવ્ય) વગેરે આત્માને ઉર્જા ને લગતું, અજીવ વગેરે અનેકાંતવાદ, સપ્તભંગી વગેરે પાંચ પ્રકારના જ્ઞાન ત્રણ પ્રકારના અજ્ઞાન વગેરે સત્ય,સંયમ,મૌન,વાણી વગેરે આત્માના જુદા જુદા નયના દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કર્મ, તેનું બંધન, તેની પ્રકૃતિ, તેનું ફળ, સંતુલન વગેરે પચ્ચખાણ, સંયમ વીતરાગ વગેરે વિદ્યા, અપવાદરૂપ ક્ષમતાઓ, આચારો વગેરે આધ્યાત્મિક જાગૃતતા (અપ્રમાદ) અને આળસ પ્રમાદ ૧૦ પ્રકારના જીવ તત્વો (પ્રાણ) જીવન નું આયુષ્ય વગેરે કળા, સ્ત્રીઓની ૬૪ કળા અને પુરુષોની ૮૪ કળા વગેરે બ્રહ્માંડના ત્રણ ભાગ ગણિત વગેરે E.2.5 અંગ-પ્રવિષ્ટ આગમ જૈનોના કોઈ પણ સંપ્રદાયમાં એ બાબત વિશે મતભેદ નથી કે ગણધરો દ્વારા આગમ અંગના ૧૨ ભાગ રચવામાં આવ્યા હતા અને તે સંપૂર્ણ જૈન સાહિત્યનો આધાર છે. દિગંબર માને છે કે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ તેમણે જે આગમનો ઉપદેશ આપ્યો હતો તે જૈન શ્રમણો દ્વારા સંપૂર્ણ રીતે યાદ રાખવામાં આવ્યા ન હતા પરંતુ શ્વેતાંબરોએ તે આગમનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો અને તેને વ્યવસ્થિત કર્યા તેમને એ જ્ઞાન થયું કે ઘણી બધી વસ્તુઓ પ્રાચીન આચાર્યો દ્વારા મૌખિક પદ્ધતિથી શિખવવામાં આવી છે અને તેનો જૈન આગમમાં સમાવેશ કરવામાં આવ્યો. જૈન સંપ્રદાય દિગંબર કુલ અંગ-પ્રવિષ્ટ આગમો લુપ્ત સંરક્ષિત ૧૨ ૧૨ . Page 119 of 307 Page #136 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) શ્વેતાંબર મૂર્તિપૂજક ૧૨ ૧ ૧૧ શ્વેતાંબર સ્થાનકવાસી | ૧૨ ૧ ૧૧ શ્વેતાંબર તેરાપંથી ૧૨ ૧ ૧૧ કોષ્ટક E.2.K અંગ-પ્રવિષ્ટ માગમના વિષયો E.2.5.1 આચારાંગ સૂત્ર (આયારાંગ સુત્ત) આ આગમ સાધુ જીવનના આચારો અને તેમના વર્તનનું વર્ણન કરે છે. તેમાં ભગવાન મહાવીરના તપ વિષયનું પણ વર્ણન છે. આ ભાષાકીય દૃષ્ટિએ જોતાં સૌથી જુનામાં જુનું આગમ છે. E.2.5.2 સૂત્ર-કાંગ સૂત્ર (ચડોગ-સુન) આ આગમ અહીંસા, જૈન અધ્યાત્મ શાસ્ત્ર તેમજ બીજી ધાર્મિક થીયરી જેવી જે ક્રિયાવાદ, અક્રિયા વાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ વગેરેનું ખંડન કરે છે. E.2.5.3 સ્થાનાંગ સૂત્ર (ઠાણાંગ-સુત્ત) આ આગમ જૈન અધ્યાત્મ શાસ્ત્રના મુખ્ય વિષયો અને તેની સૂચિનો સમાવેશ કરે છે. E.2.5.4 સમવાયાંગ સૂત્ર આ સૂત્ર સ્થાનાંગ સૂત્રથી અલગ દ્રષ્ટિકોણથી જૈન ધર્મના મુખ્ય દ્રવ્યો અને તેની સૂચિનું વર્ણન કરે છે. E.2.5.5 વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ અથવા ભગવતી સુત્ર (વિયાહ-પણત્તિ) આ આગમ આત્મા, દ્રવ્ય અને બીજા તેને લગતા વિષયોના ગૂઢ જ્ઞાનને સમજાવે છે. તેમાં ૩૬૦૦૦ સવાલો અને જવાબો ચર્ચાના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ અગ્યાર અંગ-પ્રવિષ્ટ આગમમાં સૌથી મોટામાં મોટું છે. E.2.5.6 જ્ઞાતા ધર્મ-કથાગ સૂત્ર (ણાય ધમ કહા સુત્ત) આ આગમ જૈન સિદ્ધાંતોને ઉદાહરણ અને કથાઓ દ્વારા સમજાવે છે. ભગવાન મહાવીરના ઉપદેશની રીત ને સમજવા માટે આ ગ્રંથ ખૂબ જ અગત્યનો છે. E.2.5.7 ઉપાસક દશાંગ સૂત્ર Ğવાસગ સા Page 120 of 307 Page #137 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આ આગમ ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકના આચારોને સમજાવે છે. આ આગમ જૈન ધર્મ મુજબ શ્રાવકના આચારોને સમજવા માટે ખૂબ જ અગત્યનું છે. E.2.5.8 અંતકૃત દશાંગ સૂત્ર (અનગડદશાઓ) આ આગમ ૧૦ મહત્વના સાધુઓનો કર્મોનો નાશ કરીને મોક્ષ મેળવવાની કથાઓ કહે છે. E.2.5.9 અનુત્તરોપ-પાતિક દશાંગ સૂત્ર (અનુત્તરોવ-વાઇ-દસાઓ) આ આગમ બીજા દસ પવિત્ર સાધુઓ જેમણે ઉંચામાં ઉંચુ સ્વર્ગ જેને અનુત્તર વિમાન કહેવાય છે તેને મેળવ્યું છે તેની કથાઓ કહે છે. E.2.5.10 પ્રશ્ન-વ્યાકરણ સૂત્ર (પહવાગરણઇમ) આ આગમ જૈન ધર્મ મુજબ પાંચ મહાવ્રતો અને પાંચ ખરાબમાં ખરાબ પાપોનું વર્ણન કરે છે. E.2.5.11 વિપાક સૂત્ર (વિવાગ સુયમ) આ આગમ સારા ને ખરાબ કર્મોના ફળને જુદી જુદી વાર્તાઓ દ્વારા સમજાવે છે. E.2.5.12 દ્રષ્ટિવાદ સૂત્ર બારમુ અંગ પ્રવિષ્ટ આગમને બધા જ સંપ્રદાયો લુપ્ત થયેલું માને છે. બીજા જૈન સૂત્રોમાં મળતાં દ્રષ્ટિવાદના વર્ણન મુજબ આ અંગ પ્રવિષ્ટ આગમ બધા જ આગમ સૂત્રોમાં સૌથી મોટામાં મોટું હતું અને તેના પાંચ ભાગ હતા (૧)પરિક્રમા (૨) કર્મ સૂત્ર (૩)પૂર્વગત (૪) પ્રથમ અનુયોગ અને (૫) ચૂલિકા. ત્રીજા ભાગ પૂર્વગતમાં ૧૪ પૂર્વનો સમાવેશ થતો હતો. આ પૂર્વમાં જૈન ધર્મનો અદભુત અને અનંત ખજાનો હતો અને દરેક વિષય ઉપરનું જ્ઞાન હતું. E.2.6 અંગ બાહ્ય આગમ ૧૨ અંગ આગમો જે ગણધરો એ રચ્યા હતા. તે આગમોની ઉપર બીજા કેટલાક ધાર્મિક સાહિત્યની રચના કેટલાક સ્થવિર કે વડીલ સાધુઓએ કરી હતી જેનો પણ જૈન આગમ તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સ્થવિર સાધુઓ બે પ્રકારના હોઈ શકે: શ્રુતકેવળી - જેમણે 14 પૂર્વેનો અભ્યાસ કર્યો છે અને દસ પૂર્વી - જેમણે ૧૦ પૂર્વેનું જ્ઞાન મેળવ્યું છે. શ્રુતકેવળી આગમના સારને સમજવાના દ્રષ્ટિકોણથી વધુ જ્ઞાની હોય છે. E.2.6.1 જુદી જુદી પરંપરામાં અંગ બાહ્ય આગમ = Page 121 of 307 Page #138 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) દિગંબરો એ ૧૪ ગ્રંથોને, શ્વેતાંબરો એ ૩૪ ગ્રંથોને અને સ્થાનકવાસીઓએ ૨૧ ગ્રંથોને અંગ બાહ્ય આગમ તરીકે સ્વીકાર્યા છે. જૈન સંપ્રદાય કુલ અંગ બાહ્ય આગમ લુપ્ત સંરક્ષિત દિગંબર ૧૪ ૧૪ શ્વેતાંબર મૂર્તિપૂજક ૩૪ ° ૩૪ શ્વેતાંબર સ્થાનકવાસી ૨૧ ૨૧ શ્વેતાંબર તેરાપંથી ૨૧ ૦ ૨૧ કોષ્ટક E.2.D દિગંબરો ૧૪ ગ્રંથોને અંગ બાહ્ય આગમ તરીકે સ્વીકાર્યા છે. જોકે તેઓ એવું માને છે કે આ અંગ બાહ્ય આગમો ભગવાન મહાવીરના નિર્વાણના ૨૦૦ વર્ષ બાદ ધીરે ધીરે લુપ્ત થઈ ગયા છે. આથી તેમના મત મુજબ સંપૂર્ણ જૈન આગમ સાહિત્ય ભગવાન મહાવીરના નિર્વાણના થોડાક વર્ષો બાદ લુપ્ત થઇ ચૂક્યું છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ઉપાંગ સૂત્રો, છેદ સુત્રો, મૂળ સૂત્રો, ચૂલિકા સૂત્રો અને પ્રકીર્ણ સુત્રો અંગ બાહ્ય આગમો છે. E.2.6.2 શ્વેતામ્બર પરંપરા મુજબ અંગ બાહ્ય આગમના પેટા પ્રકારો અંગ બાહ્ય આગમનો પ્રકાર સ્થાનકવાસી અને તેરાપંથી શ્વેતાંબર મૂર્તિપૂજક ઉપાંગ આગમ ૧૨ ૧૨ છેદ સૂત્ર આગમ ૬ ૪ મૂળ સૂત્ર આગમ ४ 3 ચૂલિકા સૂત્ર આગમ ૨ ૨ પ્રકીર્ણ સૂત્ર આગમ ૧૦ O કુલ અંગ બાહ્ય આગમ ૩૪ ૨૧ કોષ્ટક E.2.E E.2.6.2.1 ઉપાંગ આગમ સૂત્ર અંગ પ્રવિષ્ટ આગમનો આધાર લઈને રચવામાં આવેલા શાસ્ત્રોને ઉપાંગ આગમ કહેવામાં આવે છે. તેઓ અંગ પ્રવિષ્ટ આગમ વિશેની વધુ સમજૂતી આપે છે. E.2.6.2.1.1 ઔપપાતિક સૂત્ર (ઉવવાઇયમ) આ આગમ રાજા કૂણિકના ભવ્ય વરઘોડાની વાત કરે છે. જ્યારે તે ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. તેમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ બીજા જન્મમાં સ્વર્ગ કેવી રીતે Page 122 of 307 Page #139 -------------------------------------------------------------------------- ________________ મેળવી શકે છે. Compodium of Jainism – Part (II) E.2.6.2.1.2 રાજપ્રજ્ઞપ્તિ સૂત્ર (રાચા-પસેણ-Ěજ્જ આ આગમ કેશી સાધુની વાર્તાનું વર્ણન કરે છે. કેશી સાધુ એ ભગવાન પાર્શ્વનાથના ગણધર હતા. તેમણે પ્રદેશી રાજાને આત્માના અસ્તિત્વ અને ગુણધર્મ વિશેના સંદેહો દૂર કરી અને તે રાજાને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા. તેમના મૃત્યુ બાદ રાજા સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. તેઓ સ્વર્ગમાંથી પ્રગટ થયા અને તેમણે ભગવાન મહાવીર પર અભૂતપૂર્વ ઠાઠમાઠ અને વૈભવની વર્ષા કરી. આ આગમમાં ૩૨ નાટકો લખાયેલા છે જે પ્રાચીન ભારતની નાટ્ય કલા પર પ્રકાશ ફેંકે છે. E.2.6.2.1.3 જીવાભિગમ સૂત્ર આ આગમ બ્રહ્માંડ અને તેમાં વસતા દરેક જીવાત્માના ગૂઢ રહસ્યની વાત કરે છે આ જીવ શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રના વિદ્વાનોને ખૂબ જ મહત્વની માહિતી પૂરી પાડે છે. E.2.6.2.1.4 પ્રજ્ઞાપના સૂત્ર (પદ્મવણા) આ આગમ જુદા જુદા દ્રષ્ટિકોણથી આત્માના સ્વરૂપ ને સમજાવે છે. E.2.6.2.1.5 સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (સુર્ય પન્નત્તિ) આ આગમ સૂર્ય, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિના સંદર્ભમાં સમજાવે છે. E.2.6.2.1.6 ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર આ આગમ ચંદ્ર, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિના સાપેક્ષમાં સમજાવે છે. આ બંને ઉપાંગો ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ એ જૂના સમયના જ્યોતિષશાસ્ત્ર સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. E.2.6.2.1.7 જંબુદ્વિપ-પ્રજ્ઞપ્તિ સૂત્ર આ આગમમાં જંબુદ્રીપનું વર્ણન છે. જંબુદ્રીપ જૈન ભૂગોળ શાસ્ત્ર મુજબ મધ્યલોકના કેન્દ્રમાં આવેલો મોટો દ્વીપ છે. આ આગમ કેટલાક પ્રાચીન રાજાઓ વિષે પણ માહિતી પૂરી પાડે છે. E.2.6.2.1.8 નીરયાવલી સૂત્ર આ આગમ ૧૦ રાજકુમાર ભાઈઓની વાર્તા વર્ણવે છે. આ દસ રાજકુમારો રાજા કૂણિકની મદદથી વૈશાલીના રાજા ચેટકની સામે લડાઈ કરે છે. અંતમા આ દસ રાજકુમારો યુદ્ધમાં મર્યા બાદ નરકમાં Page 123 of 307 Page #140 -------------------------------------------------------------------------- ________________ જાય છે. Compodium of Jainism – Part (II) E.2.6.2.1.9 કલ્પાવર્તસિકા સૂત્ર (કપ્પાવડમસીઆઓ) આ આગમ રાજા કૂણિકના પુત્રોની વાર્તા વર્ણવે છે. તેઓ રાજા ચેટકની સામે લડાઈમાં લડ્યા ન હતા. તેઓ સંસારનો ત્યાગ કરીને સાધુ બન્યા અને મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જાય છે. E.2.6.2.1.10 પુષ્પિકા સૂત્ર (પુધ્ધિાઓ) આ આગમ કેટલાક દેવતાઓની વાર્તા કહે છે જેમણે પોતાના પૂર્વ જન્મમાં મહાવીરની ભક્તિ કરી હતી. E.2.6.2.1.11 પુષ્પ ચૂલિકા સૂત્ર આ આગમ આગળના આગમ જેવી જ કેટલીક બીજી વાર્તાઓ કહે છે. E.2.6.2.1.12 વૃષ્ણિદાસૂત્ર (વન્ટિંસાઓ) આ આગમ વર્ણવે છે કે ભગવાન નેમિનાથે કેવી રીતે વૃષ્ણિના ૧૦ રાજાઓને જૈન ધર્મ અપનાવવા માટે મનાવ્યા હતા. E.2.6.2.2 છેદ સૂત્ર છેદ સૂત્રમાં લખવામાં આવેલ વાતો સાધુઓ માટે છે, શ્રાવકો માટે નથી. તે સાધુ જીવનના આચારો, તેની સજા તેને પશ્ચાતાપ વગેરેની માહિતી આપે છે. એ એવું પણ દર્શાવે છે કે સાધુઓ તેમણે કરેલી ભૂલો અને પાપ માટે કેવી રીતે પશ્ચાતાપ લઈ શકે છે. E.2.6.2.2.1 નિશીથ સૂત્ર આ આગમ જે સાધુ અને સાધ્વીઓએ નિયમોનો ભંગ કર્યો હોય તેમને સજાના રૂપમાં પ્રાયશ્ચિતની વિધિ સમજાવે છે. E.2.6.2.2.2 બૃહત કલ્પ સૂત્ર આ આગમ સમજાવે છે કે સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરેલા ખોટા કાર્ય માટે કયા પ્રકારના ૧૦ પ્રાયશ્ચિતો શક્ય છે. તેમાં સાધુ અને સાધ્વીના પાળવા લાયક આચારોનું પણ વર્ણન છે. E.2.6.2.2.3 વ્યવહાર સૂત્ર* Page 124 of 307 Page #141 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આ આગમમાં સાધુ અને સાધ્વીને આચાર પાળવામાં ભૂલ પડે તો તેની કબૂલાત વિશેની પ્રણાલી સમજાવવામાં આવી છે. તેમાં સાંભળનાર સાધુ કે સાધ્વીમાં કઈ વિશેષતાઓ હોવી જોઈએ, કઈ ભાવના સાથે કબૂલાત કે આલોચના કરવી જોઈએ. તેમજ સાધુઓએ કયું પ્રાયશ્ચિત લેવું જોઈએ, તેમાં સાધુ જીવનની બીજી મર્યાદાઓનું પણ વર્ણન છે. E.2.6.2.2.4 દસશ્રુતસ્કંધ સૂત્ર (આચારદશા) આ સૂત્રમાં ૧૦ પ્રકરણ આવેલા છે. તેમાં અસમાધિની ૨૦ જગ્યાઓ, આચારમાં નબળાઈ લાવતા ૨૧ મોટા કારણો, ગુરુની 33 પ્રકારની આશાતના, આચાર્યની ૮ સંપદા અને તેના પ્રકારો, ચિત્ત સમાધિની ૧૦ જગ્યાઓ, શ્રાવકની ૧૧ પ્રતિમા, સાધુ અને સાધ્વીજીઓની ૧૨ પ્રતિમાઓ, કલ્પસૂત્ર (પર્યુષણ દરમિયાન બોલવામાં આવે છે), મોહનીય કર્મ બંધના ૩૦ પ્રકારો અને ૯ નિદાન (નિયાણા) વિષેની માહિતી છે. E.2.6.2.2.5 પંચ કલ્પસૂત્ર* આ સૂત્ર સાધુ અને સાધ્વીઓ દ્વારા રોજિંદા જીવનમાં કરવાની વિધિઓનું વર્ણન કરે છે. આ આગમના માત્ર છુટાછવાયા પ્રકરણો આજે ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક પહેલાના સમયના સાધુઓ દ્વારા આ સૂત્ર પર લખવામાં આવેલા ભાષ્યો અને યુર્ણિ આજે પણ ઉપલબ્ધ છે. E.2.6.2.2.6 મહાનિશિથ સૂત્ર આ સૂત્ર સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી આલોચના અને પ્રાયશ્ચિત વર્ણવે છે. તે જો કોઈ સાધુ કે સાધ્વી બ્રહ્મચર્ય વ્રત ભંગ કરે તો કેટલા પ્રમાણમાં દુઃખ ભોગવવું પડે તેનું વર્ણન કરે છે. તે સારા અને ખરાબ સાધુના આચારનું પણ વર્ણન કરીને તેને સમજાવે છે. E.2.6.2.3 મૂળ સૂત્રો એવા સૂત્રો જે સાધુ જીવનના પ્રાથમિક તબક્કામાં સાધુ અને સાધ્વીજીઓ માટે ભણવા જરૂરી હતા તેને મૂળ સૂત્ર કહેવાયા. E.2.6.2.3.1 આવશ્યક સૂત્ર આત્માના શુદ્ધિકરણ માટે નિયમિત રીતે રાત કે દિવસ દરમ્યાન કરવામાં આવતી જરૂરી ક્રિયા કે વિધિઓને આવશ્યક કહેવાય છે. છ આવશ્યકનું વર્ણન આગમમાં કરેલું છે. આ છ આવશ્યકો: સામાયિક, ચતુર્વિશતી-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન છે. E.2.6.2.3.2 દશવૈકાલિક સૂત્ર Page 125 of 307 Page #142 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આ આગમ સાધુ જીવનના આચારનું ટુંકમાં વર્ણન કરે છે. E.2.6.2.3.3 ઉત્તરાધ્યયન સૂત્ર આ આગમનું જૈન ધર્મમાં એ જ સ્થાન છે જે ધમ્મપદનું બૌદ્ધ ધર્મમાં અને ગીતાનું હિન્દુ ધર્મમાં છે. તેમાં ધાર્મિક સિદ્ધાંતો અને આચારને લગતી ઘણી વાર્તાઓ, સંવાદો અને આ સિદ્ધાંતો અને આચાર ઉપરના ઉદાહરણ છે. E.2.6.2.3.4 ઓઘા નિર્યુક્તિ અથવા પિંડ નિર્યુક્તિ સૂત્ર* આ આગમમાં સાધુઓની સફરને લગતા. તેમના નિવાસને લગતા અને આહાર ગ્રહણ કરવાના અને શ્રાવક સાથેની જરૂરતને લગતા નિયમો અને ક્રિયાઓ છે. E.2.6.2.4 ચૂલિકા સુત્રો એવા શાસ્ત્રો જે અંગ પ્રવિષ્ટ આગમના અર્થને વધારે છે કે તેને શણગારે છે તેને ચૂલિકા સુત્રો અથવા તો ચૂલિકા કહેવામાં આવે છે. E.2.6.2.4.1 નંદી સૂત્ર આ આગમમાં તીર્થંકરો, ગણધરો અને પાંચ પ્રકારના જ્ઞાન: મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. E.2.6.2.4.2 અનુયોગ દ્વાર સૂત્ર આ સૂત્ર ઉપદેશને લગતી વિવિધ રીતોનું વર્ણન કરે છે. E.2.6.2.5 પ્રકીર્ણ સૂત્ર એવા શાસ્ત્રો જે જૈન ધર્મને લગતા કેટલાક સ્વતંત્ર અને છૂટા છવાયા વિષયોની ચર્ચા કરે છે તેને પ્રવીણ સૂત્ર કહે છે. E.2.6.2.5.1 ચતુ:શરણ* આ આગમ ચાર પરોપકારી લોકોની પ્રાર્થનાનો સમાવેશ કરે છે: ૧) અરિહંત - મનુષ્યના આદર્શ સ્વરૂપમાં રહેલા ભગવાન ૨) સિધ્ધ - શુદ્ધ ચેતનામાં રહેલા ભગવાન ૩) સાધુ અને ૪) ધર્મ. – E.2.6.2.5.2 આતુર પ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ)* Page 126 of 307 Page #143 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આ આગમ એક સમજદાર વ્યક્તિએ બીમારીના વિવિધ તબક્કામાં લેવા જોઈતા વ્રતનુ વર્ણન કરે છે. અને કેવી રીતે મરણ પથારીએ બ્રહ્માંડના દરેક જીવોને ક્ષમા યાચના કરવી જોઈએ તેનું વર્ણન કરે છે. E.2.6.2.5.3 ભક્ત પ્રતિજ્ઞા (ભત્ત પરિણણા)* આ આગમ ઉપવાસની પ્રક્રિયાનું અને મરણ પથારીએ શું ચિંતન કરવું જોઈએ તેનું વર્ણન કરે છે. E.2.6.2.5.4 સંસ્તારક (સંથારાગ)* આ આગમ પોતાની ઇચ્છા મુજબ અને ગૌરવ સાથે સંથારાની પ્રક્રિયાનું વર્ણન કરે છે. E.2.6.2.5.5 તંદૂલનૈનાલિક આ આગમ ગર્ભાવસ્થાની સ્થિતિનું વર્ણન કરે છે અને મનુષ્ય શરીર વિશે જ્ઞાન આપે છે. E.2.6.2.5.6 ચંદ્ર વૈદ્યક આ આગમ ધ્યાનનું વર્ણન કરે છે. E.2.6.2.5.7 દેવેન્દ્ર સ્તવ* આ આગમ દેવલોકમાં રહેતા દેવોના નામ, તેમની સત્તા અને તેમના નિવાસસ્થાનનું વર્ણન કરે છે. તે ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓનું પણ વર્ણન કરે છે. E.2.6.2.5.8 ગણિત વિદ્યા આ આગમ હસ્તરેખા શાસ્ત્રનું અને તે ભવિષ્ય (નિમિત્ત) ની આગાહી કરવા માટે કેવી રીતે ઉપયોગી છે તેનું વર્ણન કરે છે. E.2.6.2.5.9 મહા પ્રત્યાખ્યાન* આ આગમ ખરાબ પાપોને કેવી રીતે સંપૂર્ણપણે છોડી દેવા અને કરેલા પાપો માટે કેવી રીતે પ્રાયશ્ચિત કરવું તેનું વર્ણન કરે છે. E.2.6.2.5.10 વીરસ્તવ* આ આગમ ભગવાન મહાવીરની પ્રાર્થનાઓનું વર્ણન કરે છે. Page 127 of 307 Page #144 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) *નોંધ - સ્થાનકવાસી અને તેરાપંથી જૈન સંપ્રદાયો આ આગમમાં માનતા નથી. E.2.6.3 દિગંબર અંગ બાહ્ય આગમ દિગંબર માન્યતા મુજબ સ્થવિર કે વડીલ સાધુઓ ૧૪ અંગ બાહ્ય આગમોની રચના કરી હતી. જે બાર અંગ આગમથી અલગ હતા. તેઓ એમ પણ માને છે કે આ અંગ બાહ્ય આગમ પણ લુપ્ત થઇ ચૂક્યા છે. આ ૧૪ બાહ્ય આગમોના નામ નીચે પ્રમાણે છે: ૧ સામાયિક ૨ ચતુર્વિશનિ સ્તવ 3 વંદના ४ પ્રતિક્રમણ ૫ વનયિક ક્રિતીકર્મ દેસાવકાસિક ૮ ઉત્તરાધ્યાન કલ્પવ્યવહાર ૧૦ કલ્પકલ્પિક ૧૧ મહાકલ્પિક ૧૨ | ૧૩ મહાપુંડરિક ૧૪ નિશીથિક કોષ્ટક E.2.F સમતા વિશેનું વર્ણન ૨૪ તીર્થંકરો ના નામ, તેમના કલ્યાણકો, અતિશય (વિશિષ્ટ શક્તિઓ) અને સમૂહ તરીકે તેમની પ્રાર્થના કરવાની રીતો એક તીર્થંકરની તેમના મંદિરમાં પૂજા કરવાની વિધિ વગેરે પ્રતિક્રમણના સાત પ્રકારનું વર્ણન વિનયના પાંચ પ્રકારોનું વર્ણન અરિહંત સિદ્ધ આચાર્ય અને સાધુઓ ની ભક્તિ કરવાની રીતો સાધુઓને આહાર કે ગોચરી આપવાની રીત સાધુઓને કુદરતી આફતો સામે પ્રતિક્રિયા આપવાના રસ્તા અને ૨૪ પરીસહો સહન કરવાની રીતો સાધુઓ દ્વારા આચારમાં શિથિલતા સામે પશ્ચાતાપ કરવાના રસ્તા સાધુઓના આચારમાં વિષય ક્ષેત્ર અને ભાવના સંદર્ભમાં યોગ્ય અને યોગ્યતા સાધુઓની શરીરની શક્તિઓ અને સમયના સંદર્ભમાં સાધુઓની ક્રિયા (સંવહન) ચાર પ્રકારના નિર્વાણને પામવાના કારણો ઇન્દ્ર કે પ્રતિ ઇન્દ્ર બનાવાના વિશિષ્ટ પ્રકારના તપની સંદર્ભમાં કારણો વિવિધ પ્રકારના પશ્ચાતાપ ને લગતા આગમ E.2.7 આગમ પરની ટીકાઓ આગમ પર ટીપ્પણી પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. પ્રાકૃતમાં જે ટીકાઓ લખાયેલી છે તેને નિર્યુક્તિ, ભાષ્ય કે યુર્ણિ કહે છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્ય(પદો) ના સ્વરૂપમાં રચાયેલું છે. જ્યારે યુર્ણિ ગદ્ય(પાઠ) ના સ્વરૂપમાં રચાયેલી છે. હાલના સમયની બધી જ નિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુએ રચેલી છે. તેઓ વિક્રમ સંવત(વિ.સં) Page 128 of 307 Page #145 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પાંચમી અને છઠ્ઠી સદીમાં થઇ ગયા. તેમની નિયુક્તિમાં તેમણે ખૂબ જ આકર્ષક રીતે તત્વજ્ઞાનને લગતા વિષયોની ચર્ચા કરી છે. તેમણે પ્રમાણ, નય, વિક્ષેપ વગેરે વિષયો પર લખીને જૈન તત્વજ્ઞાનનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે. જો કોઈને કોઈ ચોક્કસ વિષયને સંપૂર્ણ રીતે સમજવો હોય તો તેણે ભાષ્ય વાંચવું જોઇએ કે જે આજના દિવસ સુધી તેમની રચનાઓનો સંદર્ભ લઈને સમજવામાં આવે છે. ભાષાના બીજા લેખોમાં સંઘદાસ ગણી અને જિનભદ્ર સૌથી વધારે પ્રખ્યાત છે તેઓ સાતમી સદીમાં થઇ ગયા. આપણી પાસે અત્યારે જે ચુર્ણિ ઉપલબ્ધ છે તે સાતમી અને આઠમી સદીમાં લખાયેલી છે. ચુર્ણિના લેખકોમાં જીનદાસ મહત્તર પ્રખ્યાત છે. આગમ પર લખાયેલી જૂનામાં જૂની સંસ્કૃત ટીકા આચાર્ચ હરિતદ્રસુરીએ લખેલી છે. તેઓ વિક્રમ સંવત ૭૫૭ થી ૮૫૭ ની વચ્ચે થઈ ગયા. હરિભદ્રસૂરિ મુખ્યત્વે પ્રાકૃત યુર્ણિઓની સંસ્કૃત આવૃત્તિ આપી છે. હરિભદ્રસૂરિ બાદ શિલાંક સુરી દસમી સદીમાં થઇ ગયા જેમણે સંસ્કૃત ટીકાઓ લખી. શિલાંક સુરી બાદ સન્ય આચાર્યએ ઉત્તરાધ્યયન સૂત્ર પર પ્રખ્યાત સંસ્કૃત ટીકા બૃહત-ટીકા લખેલી છે. તેમના બાદ ખૂબ જ પ્રખ્યાત ટીકાકાર અભય દેવ વિ.સં.૧૦૭૨ થી ૧૧૩૪ સુધીમાં થઈ ગયા. તેમણે નવ અંગ ઉપર સંસ્કૃત ટીકાઓ લખી છે. અહીં આપણે મલધારી હેમચંદ્ર આચાર્યનું નામ ચોક્કસ યાદ કરવું જોઈએ જેઓ સંસ્કૃત ટીકાકાર હતા. તેઓ ૧૨મી સદીના મહાન વિદ્વાન હતા. જોકે આગમ પરની સંસ્કૃત ટીકાઓના લેખકોમાં મલયગિરિનું નામ સૌથી મોખરે છે. તેઓ હેમચંદ્રાચાર્યના સમકાલીન હતા. બીજા સમકાલીન વિદ્વાનોએ ત્યારબાદ બાલાવબોધ ટીકાઓ લખવાની ચાલુ કરી જે અપભ્રંશ (જૂની ગુજરાતી) ભાષા છે તેમાં લખાયેલી છે. ૧૮મી સદીમાં થઈ ગયેલા ધરમસિંહ મુનિએ જૂની ટીકાઓના બધા અર્થોને અમાન્ય કર્યા અને તેમણે પોતાના નવા અર્થઘટનો લખ્યા. જોકે તેમના અર્થઘટનો એ તેમના સંપ્રદાયલોક ગચ્છ)ના સિદ્ધાંતો સાથે વધુ બંધબેસતા છે જે મૂર્તિપૂજાના વિરોધમાં ઉભો થયો હતો. E.2.8 દિગંબરોને માન્ય સાહિત્ય દિગંબર સંપ્રદાય માને છે કે મૂળભૂત ૨૬ આગમ સૂત્ર હતા (૧૨ અંગ પ્રવિષ્ટ + ૧૪ અંગ બાહ્ય આગમ). જોકે તે ભગવાન મહાવીરના નિર્વાણના ૧૫૦ વર્ષ બાદ ધીરે ધીરે ભૂલાતા ગયા. આથી દિગંબરો હાલના આગમ સૂત્રો (જે શ્વેતાંબર સંપ્રદાયના માને છે) તેને મૂળભૂત શાસ્ત્રો તરીકે માનતા નથી. Page 129 of 307 Page #146 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મૂળભૂત શાસ્ત્રની ગેરહાજરીમાં દિગંબરો બે મુખ્ય ગ્રંથ અને આ બે મુખ્ય ગ્રંથો પરની ટીકાઓ અને ચાર અનુયોગ જેમાં ૨૦ થી પણ વધુ ગ્રંથો છે. તેને ધાર્મિક તત્વજ્ઞાન અને આચારોના પાયા તરીકે માને છે. આ શાસ્ત્રો ઈ.સ. ૧૦૦ થી ૧૦૦૦ ની વચ્ચે મહાન આચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. તેઓએ મૂળ આગમ સૂત્રોનો આધાર લઈને તેમની કૃતિઓ રચી છે. E.2.8.1 દિગંબર ગ્રંથોની યાદી મૂળ શાસ્ત્રોની ગેરહાજરીમાં દિગંબર શાસ્ત્રની યાદી: શીર્ષક વર્ણન ષટખંડ આગમ અથવા મહા- મૂળ સૂત્ર કમ્મ-પયડી પાહુડા અથવા લેખક આચાર્ય પુષ્પદંત અને ભૂની વર્ષ ઈ.સ.૧૬૦ મહાકર્મ પ્રકૃતિ પ્રામૃત કષાય પાહુડા અથવા કષાય મૂળ સૂત્ર આચાર્ય ગુણધર પ્રાકૃત ધવલ-ટીકા ષટખંડ આગમના ૧ થી | વીરસેન ઈ.સ. ૭૮૦ ૫ ભાગની ટીકા મહા-ધવલ-ટીકા ષટખંડ આગમના ૬ઠ્ઠા વીરસેન ઈ.સ. ૭૮૦ ભાગ પરની ટીકા જયધવલ-ટીકા કષાય પાહુડા ઉપરની વીરસેન અને જિનસેન ઈ.સ. ૭૮૦ ટીકા કોષ્ટક E.2.G E.2.8.1.1 ષટખંડ આગમ ષટખંડ આગમને મહા-કમ્મ-પયડી પાહુડા અથવા મહાકર્મ પ્રકૃતિ પ્રાકૃત તરીકે પણ ઓળખાય છે. પુષ્પદંત અને ભૂતબલીના નામના બે આચાર્યોએ ઈ.સ. ૧૬૦ માં તે લખ્યું હતું. બીજું પૂર્વ આગમ અગરાયનીય તેના આધાર તરીકે વપરાયુ છે. આ ગ્રંથમાં છ ભાગ છે. આચાર્ય વીરસેને તેના પરની ટીકાઓ લખી છે. પ્રથમ પાંચ ભાગ ઉપરની ધવલ-ટીકા અને છઠ્ઠા ભાગ પરની મહાધવલ- ટીકા ઈ.સ.૭૮૦ માં લખાયેલી છે. E.2.8.1.2 કષાય પાહુડા અથવા કષાય પ્રાકૃત આચાર્ય ગુણધરે કષાય પાહુડા લખ્યું છે. પાંચમું પૂર્વ જ્ઞાન-પ્રવાદ આ ગ્રંથના આધાર તરીકે લેવામાં આવ્યું છે. આચાર્ય વીરસેન અને તેમના શિષ્ય જિનસેને જય ધવલ- ટીકા નામક ગ્રંથમાં તેની ઉપર ઈ.સ. ૭૮૦ માં ટીકાઓ લખી છે. E.2.8.1.3 ચાર અનુયોગ E.2.8.1.3.1 પ્રથમાનુયોગ ધર્મ કથા અનુયોગ આ અનુયોગમાં નીચે મુજબના ગ્રંથો જેમાં ધાર્મિક કથાઓ, કળા, સાહિત્ય, ઇતિહાસ કાવ્ય વગેરે Page 130 of 307 Page #147 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સાહિત્ય આવેલું છે. શીર્ષક લેખક વર્ષ પદ્મ પુરાણ રવિસેન ઈ.સ.૬૫૦ હરિવંશ પુરાણ જિનસેન ઈ.સ.૭૮૩ આદી પુરાણ જિનસેન ઈ.સ.૭૮૩ ઈ.સ.૮૭૯ ઉત્તર પુરાણ ગુણભદ્ર કોષ્ટક E.2.H E.2.8.1.32 ચરણ અનુયોગ આચાર) આ અનુયોગમાં આચારો, સિદ્ધાંતો, વર્તન અને તેને લગતું સાહિત્ય આવેલું છે. શીર્ષક લેખક મૂળાચાર વત્તુર | ત્રિવર્ણચાર વત્તુર રત્ન-કદંડ શ્રાવકાચાર સમંતભદ્ર કોષ્ટક E.2.E વર્ષ ઈ.સ.૬૦૦ ઈ.સ.૬૦૦ ઈ.સ.૬૦૦ E.2.8.1.3.3 કરણ અનુયોગ / ગણિત અનુયોગ (ગણિત) આ અનુયોગમાં ગણિતના દ્રષ્ટિકોણથી કેટલાક વિષયો સમજાવવામાં આવ્યા છે. તેમાં નીચે મુજબના ગ્રંથો છે જે ભૂગોળ, ગણિત, ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર વગેરેને લગતું સાહિત્ય પૂરું પાડે છે. શીર્ષક લેખક સૂર્ય પ્રજ્ઞપ્તિ અનામી ચંદ્ર પ્રજ્ઞપ્તિ અનામી જય-ધવલ-ટીકા ગોમ્મટસાર વીરસેન, જિનસેન નેમિચંદ્ર, સિદ્ધાંત ઈ.સ. ૭૮૦ ઈ.સ.૧૦૦૦ કોષ્ટક E.2.J વર્ષ શીર્ષક FEBE E.2.8.1.3.4 દ્રવ્ય અનુયોગ (તત્વજ્ઞાન) આ અનુયોગમાં નીચે મુજબના ગ્રંથો છે જે ધાર્મિક સિદ્ધાંતો, અધ્યાત્મ અને તત્વજ્ઞાનને લગતું સાહિત્ય ધરાવે છે. નિયમસાર લેખક વર્ષ ઈ.સ.૧૦૦ પંચાસ્તિકાય પ્રવચનસાર સમયસાર કુંદકુંદ ઈ.સ.૧૦૦ કુંદકુંદ ઈ.સ.૧૦૦ કુંદકુંદ ઈ.સ.૧૦૦ Page 131 of 307 Page #148 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) તત્વાર્થ સૂત્ર ઉમાસ્વાતિ ઈ.સ.૨૦૦ તત્વાર્થસૂત્ર પરની ટીકા સમંતભદ્ર ઈ.સ.૬૦૦ તત્વાર્થસૂત્ર પરની ટીકા પૂજ્યપાદ ઈ.સ.૭૦૦ નત્વાર્થસૂત્ર પરની ટીકા અકલંક ઈ.સ.૭૫૦ તત્વાર્થસૂત્ર પરની ટીકા વિદ્યાનંદ ઈ.સ.૮૦૦ આપ્ત મીમાંસા સમંતભદ્ર ઈ.સ.૬૦૦ આપ્ત મીમાંસા પરની ટીકા અકલંક ઈ.સ.૭૫૦ આપ્ત મીમાંસા પરની ટીકા વિદ્યાનંદ ઈ.સ.૮૦૦ કોષ્ટક E.2.K E.2.8 બિનમાગમ સાહિત્ય જૈન ધર્મમાં સેંકડો અને હજારો પુસ્તકો છે જે આગમ સાહિત્યનો ભાગ નથી અને આ સાહિત્ય આગમ સાહિત્ય પરની ટીકાઓ કે તેની સમજૂતી અથવા આચાર્યો અને વિદ્વાનો દ્વારા રચાયેલી કેટલીક સ્વતંત્ર કૃતિઓનો પણ સમાવેશ કરે છે. આ કૃતિઓ ઘણી બધી ભાષા જેવી કે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ (જૂની ગુજરાતી), જુની મરાઠી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી, કન્નડ, તમિલ, જર્મન અને અંગ્રેજીમાં લખાયેલી છે. દિગંબર બિનઆગમ ગ્રંથોની વાત આપણે આગળ દિગંબર સાહિત્ય વિભાગમાં જોઈ ગયા. કેટલાક શ્વેતાંબર બિનઆગમ ગ્રંથોના ઉદાહરણ આ મુજબ છે: તત્વાર્થ સૂત્ર, શ્રી સન્મતિ તર્ક, શ્રી પ્રમાણ નય, શ્રી સ્યાદ્વાદ રત્નાકર, શ્રી વિશેષ આવશ્યક મહાભાષ્ય, શ્રી તત્વ લોકાલંકાર, શ્રી કમ્મ- પયડી, શ્રી ધર્મ-પરીક્ષા, શ્રી ધર્મ સંગ્રહણી, શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય, શ્રી યોગશાસ્ત્ર, શ્રી યોગબિંદુ, શ્રી અનેકાંત જય પતાકા, શ્રી શાસ્ત્ર વાર્તા સમુચ્ચય,શ્રી જ્ઞાનસાર, શ્રી અધ્યાત્મસાર, શ્રી અધ્યાત્મ- આત્મ-પરીક્ષા, શ્રી અન્યયોગ વ્યવદીકા, શ્રી શાંત સુધારસ વગેરે. E.2.10 કેટલાક પવિત્ર ગ્રંથો બધા જ જૈન સંપ્રદાયો સર્વસંમતિથી શ્રી તત્વાર્થ સૂત્રને આજે મુખ્ય જૈન ગ્રંથ ગણે છે. આ વિભાગમાં આપણે શ્રી તત્વાર્થ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (શ્વેતાંબર શાસ્ત્ર) અને શ્રી સમયસાર (દિગંબર નો પવિત્ર ગ્રંથ) ની થોડી ઝલક જોઈશું. આજના સમયમાં આ ત્રણે જૈન ધર્મના મુખ્ય પુસ્તક છે. E.2.10.1 ઉત્તરાધ્યયન સૂત્ર (આગમ સાહિત્ય) ઉત્તરાધ્યયન સૂત્ર સૌથી મહત્વના શાસ્ત્રોમાંનું એક છે અને ત્રીજું મૂળ આગમ સૂત્ર છે. પારંપરિક રીતે તેમાં ભગવાન મહાવીરની છેલ્લી દેશના હોવાનું કહેવાય છે. ઘણાં વિદ્વાનો માને છે કે આજના Page 132 of 307 Page #149 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) સમયમાં ઉપલબ્ધ આવૃત્તિમાં જુદા જુદા સમયના કાર્યનું સંકલન છે. જો કે તે મૂળભૂત શાસ્ત્રોનો સમકાલીન એક જૂનામાં જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં જૈન સિદ્ધાંનો શીખવવાની જુદી જુદી રીનો છે. તેમાં દ્રષ્ટાંતો, રૂચકાઓ, ધારાવાહિકો અને ઐતિહાસિક વાર્તાઓના સ્વરૂપમાં ઉદાહરણો આપેલા છે. તેમાં ૩૬ પ્રકરણો આપેલા છે. જેના ત્રીજા ભાગના પ્રકરણમાં ઐતિહાસિક વાર્તાઓ અને ઘટનાઓ છે. કેટલાક આગળના પ્રકરણમાં દ્રષ્ટાંતો અને જૈન ધર્મના જુદા જુદા વિષયો છે. જુદા જુદા પ્રકારની રીતો આ ગ્રંથને ખુબ જ ઉદાહરણ રૂપ અને રસપ્રદ બનાવે છે. આ ગ્રંથ ઉપર નવમી સદીથી શરૂ કરીને ઘણી જ લાંબી કે ટૂંકી ટીકાઓ લખાયેલી છે. તેનું પ્રથમ અંગ્રેજી અનુવાદ છેક ઇ.સ.૧૮૯૫ માં પ્રકાશિત થયો હતો. આ ગ્રંથ હવે ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થઈને ઉપલબ્ધ છે જેવીકે જર્મન, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વગેરે. અનુવાદની મદદથી કોઈ પણ માણસ તેને વાંચી અને સમજીને આ ગ્રંથનું મૂલ્ય આંકી શકે છે. ચાલો હવે આપણે આ ગ્રંથના મહત્વના વિષયોને જોઈએ. આ ગ્રંથ કહે છે કે મનુષ્યજીવન ખૂબ જ દુર્લભ છે અને મનુષ્ય જીવન થકી જ શાશ્વત સુખ મેળવી શકાય છે. આથી મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જરૂરી છે. દરેકે પોતાનું જીવન સારા આદર્શોથી અને સમજણપૂર્વક જીવવું જોઈએ. તે લોકોને સાધુ જીવન તરફ વળવાની પ્રેરણા આપે છે જે આંતરિક સુખનો રસ્તો છે. આ સૂત્ર કહે છે કે નીચે પ્રમાણેની ચાર વસ્તુઓ ખૂબ જ દુર્લભ છે: • મનુષ્યભવ • જિનવાણી શ્રવણ (ધર્મશ્રવણ) • સમ્યગ દર્શન (શ્રદ્ધા) • સમ્યક ચારિત્ર (સંયમ) આપણે એ નોંધવું જોઇએ કે મહાવીર તેમના સમયના સાધુઓમાં સૌથી મોખરે હતા. તેમના સાચી શ્રદ્ધા અને સમજવાળા ઘણા અનુયાયીઓ હતા. તેમણે ઘણા બધા લોકોને બાહ્ય અને આંતરિક સુખની પ્રાપ્તિ માટે આ માર્ગની પ્રેરણા આપી હતી. તેમણે સાધુ જીવન, વીતરાગતાનો માર્ગ વગેરે ઉપર પણ ભાર મૂક્યો. જ્યાં ૨૨ પ્રકારના પરિષહો સહન કરવા પડે છે. વ્યક્તિએ પોતાની જાતને સાધુ બનાવવા માટે શારીરિક અને માનસિક કઠીનાઈઓનો પણ સામનો કરવો પડે છે. ઉત્તરાધ્યયન સૂત્ર આપણને કપિલ, નમી, મૃગપુત્ર, સંજય રથનેમી, જયઘોષ, વિજયઘોષ અને બીજી ઘણી વાર્તાઓ દ્વારા સાધુ જીવનના ઘણા બધા મુદ્દાઓ શીખવે છે. તે બતાવે છે કે સાધુ જીવન આગળના સારા કર્મોના પરિણામ સ્વરૂપે મળે છે. વ્યક્તિએ દરેક સમયે સારું વિચારવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ. એક પ્રકરણમાં એક સાધુની વાત આવે છે, જેને ઉંચી જાતિના લોકો દ્વારા યોગ્ય માન મળ્યું ન હતું. પાછળથી તેમની દેશનાએ તેમને આ માન અપાવ્યું. Page 133 of 307 Page #150 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મહાવીર કહે છે કે સાધુ બનવા માટે અને તેના ગુણો કેળવવા માટે કોઈ એક ચોક્કસ જાતિની જરૂર નથી. આ જૈન ધર્મની મૂળભૂત વૈશ્વિકતા છે. આ સૂત્ર એવું સૂચવે છે કે બેકાળજી અને બેદરકારી સારા નથી. તેમજ વધારે પડતો રાગ અને ભોગવિલાસ પણ ખરાબ છે. મનુષ્યની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ અસીમ છે. જે અસંતોષની લાગણી ઊભી કરીને જીવનને દુખી બનાવે છે. વ્યક્તિએ સારા ગુણો કેળવીને ખરાબ ક્રિયાઓ અને વિચારોથી દૂર રહેવું જોઈએ. સારા એવા પ્રકરણો જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને શીખવે છે. આ સિદ્ધાંતનો અભ્યાસ કરવાથી આંતરિક અને બાહ્ય શુદ્ધિ થાય છે. કર્મનો સિદ્ધાંત જૈન દર્શનનો સાર છે. સમતાનો અભ્યાસ (સામાયિક) અને ધ્યાનની પણ ચર્ચા આ સૂત્રમાં થયેલી છે. લેશ્યા (મન અને કર્મ બંધન મુજબની અવસ્થા) વિશેની થીયરી એક ખૂબ જ મહત્વના માનસિક સિદ્ધાંત તરીકે દર્શાવવામાં આવી છે. જે વ્યક્તિની વિચાર પ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. જૈન દર્શન ક્રિયા લક્ષી ધર્મ છે. જોકે આ સૂત્ર એવું કહે છે કે ક્રિયાના ફળ ત્યારે જ મળે છે, જ્યારે તે નેક ઈરાદા સાથે અને ક્ષતિઓ અને ભૂલથી દુર રહીને કરવામાં આવે. છેલ્લું પ્રકરણ દુનિયાના જીવ અને અજીવ તત્વની સમજ આપે છે. તે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વિશેની માહિતી આપે છે. સાધુના જુદા જુદા ગુણ અને વ્રત વિશેના પ્રકરણમાં અહિંસા વિશેની સમજ મળે છે. E.2.10.2 કલ્પસૂત્ર (આગમ સાહિત્ય) પારંપરિક રીતે શ્વેતાંબર સંપ્રદાયમાં સૌથી મહત્વનું શાસ્ત્ર કલ્પસૂત્ર છે. જે પર્યુષણના ચોથાથી આઠમા દિવસ સુધી વાંચવામાં આવે છે. કલ્પ એટલે એવી ક્રિયા જે ધાર્મિક જ્ઞાન, આચાર અને સંયમને વધારે. આ શાસ્ત્ર કે જે વર્ષાઋતુ દરમ્યાન સાધુ જીવનના નિયમોની સમજ આપે છે. તે દશશ્રુતસ્કંધ નામના અંગ બાહ્ય આગમનું આઠમું પ્રકરણ છે. આ પ્રકરણ ઉપરથી એક અલગ પુસ્તક બનાવવામાં આવ્યું છે. જેમાં તીર્થંકરોના જીવનચરિત્ર અને ગણધરોની પાટ પરંપરા વિશેની માહિતી છે. આચાર્ય ભદ્રબાહુએ અર્ધમાગધી ભાષામાં ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં આ ત્રણ પ્રકરણ (૧૨૧૬ પદો)ની રચના કરી હતી જેને કલ્પસૂત્ર કહેવાય છે. ઈ.સ.૪૫૪માં વલભીપુર વાંચના દરમિયાન સૌપ્રથમ વખત તેને તાડપત્ર પર લખવામાં આવ્યું. ઐતિહાસિક રીતે સાધુઓની વચ્ચે પર્યુષણ દરમ્યાન જ તેને વાંચવામાં આવતું. પરંતુ લગભગ ૧૫૦૦ વર્ષથી જ્યારથી દેવર્ધિગણીએ વલ્લભીના રાજા ધ્રુવસેન સમક્ષ તેના પુત્રના મૃત્યુનું દુઃખ ઓછું કરવા તે વાંચ્યું. ત્યારથી તે જાહેરમાં શ્રાવકો સમક્ષ પણ વાંચવામાં આવે છે. ઇ.સ.૧૮૭૯ માં હર્મન જેકોબી નામના એક જર્મન Page 134 of 307 Page #151 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) વિદ્વાને તેનો અનુવાદ કરીને પ્રથમ વખત કલ્પસૂત્રને પ્રકાશિત કર્યું. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જીવનના પ્રસંગોનું જીવંત વર્ણન, તેમજ તેમના ૨૭ પૂર્વ ભવોનું વર્ણન છે. ત્રિશલા માતાના સ્વપ્નનું કાવ્યાત્મક વર્ણન, તીર્થંકર મહાવીરનો જન્મ મહોત્સવ, તેમના બાળપણના કેટલાક કિસ્સાઓ, દીક્ષાનો વરઘોડો, તેમની છદ્મસ્થ અવસ્થામાં થયેલા ઉપસર્ગો અને કેવળ જ્ઞાન તથા નિર્વાણનું વર્ણન સાંભળનારના મનમાં તેનું ચિત્રાત્મક દ્રશ્ય ઉભું કરે છે. તીર્થંકર ઋષસદેવ, નેમિના અને પાર્ષનાથના જીવન ચરિત્રોનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. સંવત્સરીના દિવસે આખું શાસ્ત્ર ખૂબ જ આદરપૂર્વક વાંચવામાં આવે છે. E.2.10.3 શ્રી સમયસાર (બિન આગમ સાહિત્ય) આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામીએ શ્રી સમયસાર ઈ.સ.૧૦૦ માં લખ્યું હતું. તેના ૮૦૦ વર્ષ પછી દસમી સદીમાં શ્રી અમૃતચંદ્ર આચાર્યએ સમયસાર પર આત્મખ્યાતિ નામે ટીકા લખી. શ્રી જયસેન અને અમૃતચંદ્ર આચાર્યએ સંસ્કૃતમાં પણ ટીકા લખી છે. આ સદીમાં શ્રીકાનજી સ્વામીએ સમયસાર વિશેની વિસ્તૃત સમજ તેમની ગુજરાતી પ્રવચન માળામાં આપી છે, જે ઘણા બધા શ્રાવકો માટે સમજવા માટેની સરળ ભાષા છે. સમયસારનું ઘણી ભાષાઓ જેવી કે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, કન્નડ, અંગ્રેજી વગેરેમાં પણ અનુવાદ થયેલો છે. આ ગ્રંથ મુખ્યત્વે આત્મા વિશેના જૈન સિદ્ધાંતોને સમજાવે છે. તે નવ તત્વોને સાપેક્ષતાથી સમજાવે છે. આ ગ્રંથ કહે છે કે આત્માના આ બંધનો કર્મના કારણે નથી પરંતુ પોતાના જ પુરુષાર્થમાં ખોટને કારણે છે. જ્યારે વ્યક્તિ પોતે પુરુષાર્થ કરે ત્યારે આત્માને મોક્ષ મળે છે. શાસ્ત્રો અને પ્રબુદ્ધ ઉપદેશકો આત્માને સાચી દિશા તરફ માર્ગદર્શન આપે છે. કુંદકુંદ સ્વામીએ કહ્યું કે અનંત સમયથી આત્મા પોતાનો મૂળ સ્વભાવ ભૂલી ગયો છે. તેમણે આત્માની વિશેષતા બીજા દ્રવ્યો, તેના પર્યાયો વગેરેના સંદર્ભમાં સમજાવી છે. અને સમ્યગ શ્રદ્ધા ઉપર ભાર મૂક્યો છે. આ ગ્રંથ કહે છે કે સાચી શ્રદ્ધા તે સમ્યગ દર્શન અને મોક્ષ તરફનું પ્રથમ પગથિયું છે. વ્રતો, નિયમો, તપ, પૂજા પ્રાર્થના વગેરે સમ્યગ દર્શનની પાછળ પાળવામાં આવતા સમ્યક આચાર છે. તે એ વાત પર ભાર મૂકે છે કે આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે પ્રથમ મિથ્યાત્વથી દૂર થવું જોઈએ. નિશ્ચય દ્રષ્ટિએ આત્મા શુદ્ધ છે પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ તેની સાથે પ્રાથમિક કે સહાયક કારણોથી કર્મો બંધાયેલા છે. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે અને દરેક જીવાત્મા દ્વારા તે અનુભવી શકાય છે. આ વાત ઉપર ખુબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ૪૧૫ સૂત્રો છે જેને નવ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે: • જીવ અને અજીવ ♦ કર્મ બંધના કારણો અને તેની ક્રિયા Page 135 of 307 Page #152 -------------------------------------------------------------------------- ________________ ♦ પુણ્ય અને પાપ . આશ્રવ • સંવર • નિર્જરા ♦ બંધ • મુક્તિ . સંપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન Compodium of Jainism – Part (II) જો કોઇ આ ગ્રંથ સમજી શકે કે જે સાપેક્ષતાની દ્રષ્ટિએ મુખ્યત્વે લખવામાં આવ્યો છે, તો તેની આત્માના સાચા સ્વભાવ વિષેની સમજ વધુ વિસ્તૃત થશે. ત્યારબાદ તે સમજી શકશે કે છેવટે પુણ્ય અને પાપ બંનેને છોડવાના છે. જેથી સાચી શ્રદ્ધા પ્રાપ્ત થઈ શકે અને છેવટે મોક્ષ મેળવી શકાય. અંતિમ લક્ષ્ય આત્માને તેના મૂળ સ્વભાવ કે શુદ્ધ સ્વભાવમાં લાવવાનું છે. આ લક્ષ્યને મેળવવા માટે આપણે વ્રત-તપ, પ્રાર્થના વગેરે જેવા સમ્યક આચારની મદદ લેવાની છે પરંતુ તેના ઉપર સંપૂર્ણ આધાર રાખવાનો નથી. વધુ માહિતી માટે જો 5 બાચાર્ય કક E.2.10.4 તત્વાર્થ સૂત્ર (બિન આગમ સાહિત્ય) મોટાભાગના જૈન પવિત્ર સાહિત્ય મૂળભૂત રીતે અર્ધ-માગધી ભાષામાં લખાયેલા છે. અર્ધ-માગધી તે સમયે લોકોની સ્થાનિક ભાષા હતી. પરંતુ ધીરે ધીરે સમય બદલાતો ગયો અને સંસ્કૃત રાજવી અને ભદ્ર ભાષા બની રહી. જૈન વિદ્વાનોએ પણ ધાર્મિક અને કેટલાક બીજા ગ્રંથો સંસ્કૃતમાં લખવાની શરૂઆત કરી. તત્વાર્થ સૂત્ર આવો પ્રથમ ગ્રંથ છે જે સૂત્રમય કથનના સ્વરૂપમાં છે. તેના બીજા બે નામ છે: તત્વાર્થ અધિગમ સૂત્ર (તત્વના મૂળ સ્વભાવ વિષયનું જ્ઞાન આપતું પુસ્તક) અને મોક્ષ શાસ્ત્ર (મોક્ષના સિદ્ધાંતો). જોકે પ્રખ્યાત રીતે તત્વાર્થસૂત્રના નામથી જ ઓળખાય છે. તત્વાર્થ સૂત્ર ત્રણ સંસ્કૃત શબ્દોનો બનેલો શબ્દ છે: તત્વ (સાચો સ્વભાવ), અર્થ (વસ્તુઓ કે વાસ્તવિકતા) અને સૂત્ર (કેટલાક શબ્દોનો સમૂહ). આથી તેને તેના વિષયને અનુલક્ષીને તત્વના સાચા સ્વભાવ વિશેનું સૂત્ર પણ કહેવાય છે. આ ગ્રંથ ક્યારે રચાયો તેની કોઇ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ભવ્ય સૂત્રોની કે કાવ્યોની રચના કરવાના યુગમાં રચાયો હશે. ઈસુની આગળની સદીઓમાં પૂર્વના મોટા ભાગના ધર્મના તત્વજ્ઞાનના સિદ્ધાંતો સાદી અને સરળ રીતે લખવામાં આવ્યા હતા. બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર, વૈશેષિક સૂત્ર, ન્યાય સૂત્ર વગેરે જુદી-જુદી માન્યતાની સૂત્રમય રચનાઓ છે. તત્વાર્થ । જૈન દર્શનની રચના છે. તે ઈ.સ. ૨૦૦ થી ૪૦૦ ની વચ્ચે રચાયેલું હોવું જોઈએ. સૂત્ર Page 136 of 307 Page #153 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આચાર્યશ્રી ઉમાસ્વાતિ(શ્વેતાંબર માન્યતા પ્રમાણે) અથવા ઉમાસ્વામી (દિગંબર માન્યતા પ્રમાણે) ની રચના તત્વાર્થ સૂત્ર બધાજ સંપ્રદાયો દ્વારા આજના સમયમાં માનવામાં આવતું એવું જૈન શાસ્ત્ર છે. જેમાં ઉમાસ્વાતિના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં નયોગ઼ધિક ગામમાં જમ્યા હતા. તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ વત્તી હતું. તેમણે આચાર્ય ઘોષનંદી (શ્વેતામ્બર પરંપરા મુજબ) અથવા આચાર્ય કુંદકુંદ (દિગંબર પરંપરા મુજબ) પાસેથી દીક્ષા લીધી હતી. પુરાતત્વ વિભાગના વિશેષજ્ઞોને મળેલા પુરાવા મુજબ તેઓ બીજી સદીની શરૂઆતમાં અથવા તો પ્રથમ સદીના અંતમાં થઇ ગયા હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તેઓ હિન્દુ, વેદિક અને બૌદ્ધ તત્વજ્ઞાનના ઘણા મોટા પંડિત હતા અને તેમને ભૂગોળશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, આત્મા, જીવન વગેરે વિશે પણ ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન હતું. ઈતિહાસકારો તેમને સંસ્કૃત ભાષાના સૌથી મોટામાં મોટા વિદ્વાન જણાવે છે. જૈન વિદ્વાનો માને છે કે સંસ્કૃત ભાષામાં લખનાર તેઓ પ્રથમ હતા. તત્વાર્થ સૂત્રની રચના વિષે એક કથા પ્રચલિત છે. સિધ્ધય નામે શાસ્ત્રોના એક મોટા વિદ્વાન હતા. તેમણે એક કાગળના ટુકડા પર લખ્યું કે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે. ત્યારબાદ તેઓ કોઇ કારણોસર ઘરથી બહાર ગયા. ઉમાસ્વાતિ ગોચરી લેવાના માટે સંજોગોવશાત તેમના ઘરે જ આવ્યા અને તેમણે તે વિદ્વાન દ્વારા લખેલા શબ્દો જોયા અને તેની આગળ સમ્યગ એવો શબ્દ લખ્યો. એટલે કે સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે. જ્યારે સિધ્ધય પાછા આવ્યા ત્યારે તેમણે તેમની માતાને પૂછ્યું કે તેમના વાક્યની આગળ આ શબ્દ કોણે ઉમેર્યો? ઉમાસ્વાતિ વિષે તેમની માતા પાસેથી જાણ્યા બાદ તેઓ આચાર્ય પાસે ગયા અને તેમણે મોક્ષ અને તેને મેળવવાના માર્ગો વિશે પૂછ્યું. આ પ્રશ્નોના જવાબ તત્વાર્થસૂત્રની રચનાનો આધાર છે. તત્વાર્થ સૂત્રમાં ૩૪૪ થી ૩૫૭ જેટલાં સૂત્રો છે. જે ૧૦ પ્રકરણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ગ્રંથમાં સૌપ્રથમ વખત જૈન દર્શનના બધા જ સૈદ્ધાંતિક અને વ્યવહારિક મુદ્દાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ નાનો ગ્રંથ છે પરંતુ તે જૈન દર્શનના બધા જ મૂળભૂત વિષયોનું વર્ણન કરે છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારના જૈન સિદ્ધાંતોનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સફળ જીવનનું અંતિમ લક્ષ એ કાયમી આંતરિક સુખ અથવા તો મોક્ષ મેળવવાનું છે. આ લક્ષ્ય આપણે તો જ મેળવી શકીએ જો આપણે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના માર્ગ ઉપર ચાલીએ. આ માર્ગ પર ચાલવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણી પાસે તત્વો વિષેનું યોગ્ય જ્ઞાન ન હોય. આ જ્ઞાન અંતઃસ્ફુરણાથી મળી શકે અથવા તો શાસ્ત્રોને વાંચવાથી, સાંભળવાથી અને તેને સમજવાથી અને આધ્યાત્મિક ગુરુની મદદથી મળી શકે. આ માપદંડ તો જ સફળતાપૂર્વક પાર કરી શકાય જો કોઈ જ્ઞાનને, જ્ઞાનના દરેક પ્રકારને જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજી શકે. આ જ પ્રક્રિયાનો આપણે આજે પણ જ્ઞાન મેળવવા ઉપયોગ કરીએ છે. Page 137 of 307 Page #154 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) આ ગ્રંથ માત્ર બાહ્ય દુનિયાનું જ જ્ઞાન મેળવવા માટેની રીતોનું વર્ણન કરતો નથી. પરંતુ તે અંતરની દુનિયાનું પણ જ્ઞાન મેળવવાના રસ્તાઓનું વર્ણન કરે છે. તેના માટે તપ અને ધ્યાન દ્વારા મન, વચન અને શરીરની શુદ્ધિ કરવી જરૂરી છે. આ ગ્રંથ સાત પ્રકારના શાબ્દિક અને અશાબ્દિક દ્રષ્ટિકોણ અને અનેકાંતવાદના સિદ્ધાંત વિશે પણ સમજ આપે છે. તે સમ્યગ જ્ઞાન મેળવવા માટે પાયાની સમજ છે. સમ્યગ જ્ઞાનની સાથે સમ્યગ દર્શન આવે છે. સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન જો સાથે હોય તો સમ્યક આચાર પણ તેની પાછળ આવે છે. ઉમાસ્વાતિને આ સિદ્ધાંતોને માનવીય માનસશાસ્ત્ર મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે ચોક્કસથી માન આપવું જોઈએ. આગળના શાસ્ત્રો ક્રમની દ્રષ્ટિએ થોડાક ફેરફારો દર્શાવે છે. ઉમાસ્વાતિએ જૈન પ્રણાલીના તાર્કિક ક્રમ મુજબ તેને વ્યવસ્થિત કર્યા છે. આ સૃષ્ટિમાં અસંખ્યાત જીવો છે, અને દરેક જીવને સુખી થવું છે. જોકે દરેક જીવના સુખી થવાના રસ્તા સરખા નથી હોતા. મોટાભાગના સુખી થવા માટે ભૌતિક સાધનો ઉપર આધાર રાખે છે. તેઓ બાહ્ય વસ્તુઓની મદદ લઇને પોતાની ઈચ્છાઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે. આ એક ક્ષણિક સુખ છે, જ્યાં દુઃખ અને બીજી વધુ ઇચ્છાઓ તેની પાછળ આવે છે. પુરુષાર્થનો ઉપયોગ અર્થ એટલે કે ધન કમાવા થાય છે જેથી પોતાની ઇચ્છાઓને માણસ સંતોષી શકે. આપણા મહાન આચાર્યોએ આવા પ્રકારના જીવોને ઓછા વિકસિત જીવો કહ્યા છે. ત્યારબાદ એવા લોકો હોય છે જેઓ સુખી થવા માટે આધ્યાત્મિક રસ્તા (આંતરિક સાધનો) પર આધાર રાખે છે. આ રસ્તાઓ સ્વનિર્ભર છે અને તેમાં પુરુષાર્થ ધર્મ કરીને કાયમી સુખ કે મોક્ષ મેળવવા વપરાય છે. આવા જીવોને વધુ વિકસિત જીવો કહે છે. આથી આ શાસ્ત્રનો વિષય કાયમી સુખ (મોક્ષ) છે, અને તેના પ્રથમ પ્રકરણના પ્રથમ સૂત્રમાં ત્રણ આવશ્યક વસ્તુઓ જે કાયમી સુખ કે મોક્ષ મેળવવા માટે જરૂરી છે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે: सम्यग्दर्शन ज्ञान चरित्राणि मोक्ष मार्ग: तत्त्वार्यसूत्र (11) – 'સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ આ જૈન દર્શનનો સાર છે. તેનો અર્થ થાય છે કે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર ત્રણે સાથે મોક્ષનો માર્ગ છે. ત્યારબાદના બીજા ત્રણ પદો સાત તત્વોની વાત કરે છે. પ્રથમ પ્રકરણના બાકીના સૂત્રોમાં જુદા જુદા પ્રકારના જ્ઞાન અને તર્કની પ્રક્રિયા સમજાવે છે. સમ્યક ચારિત્ર વિષેની વાત આઠમા અને નવમા પ્રકરણમાં સમાવવામાં આવી છે. • બીજું, ત્રીજું અને ચોથું પ્રકરણ જીવ વિશે સમજાવે છે. ૦ બીજું પ્રકરણ જીવ વિશે સમજાવે છે. છે. ત્રીજું પ્રકરણ નર્ક, નારકી જીવ,મનુષ્યજીવો, પ્રાણીઓ અને ભૂગોળ વિશે સમજાવે છે. Page 138 of 307 Page #155 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ૦ ચોથું પ્રકરણ સ્વર્ગ અને દેવતાઓ વિશે સમજાવે છે. • પાંચમું પ્રકરણ અજીવ તત્વ વિશે સમજાવે છે • છઠ્ઠું, સાતમુ અને આઠમું પ્રકરણ જુદા જુદા પ્રકારના કર્મ અને તેના ફળ વિશે તેમ જ આશ્રવ અને બંધ વિશે સમજાવે છે. • નવમું પ્રકરણ કર્મની નિર્જરા અને સંવર વિશે સમજાવે છે. • દસમું પ્રકરણ આત્માની સંપૂર્ણ મુક્તિ કે મોક્ષ વિશે સમજાવે છે. E.2.10.5 સમણ સુત્તમ સમણ સુત્તમ સમગ્ર જૈન ધર્મના સિદ્ધાંતોનું અને જૈન દર્શનનું સંકલન છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષ બાદ ઈ.સ.૧૯૭૪માં તેનું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલન શ્વેતાંબર જૈન આગમો, દિગંબર શાસ્ત્ર અને કેટલાક જૂના ગ્રંથો પર આધારિત છે. તેમાં ૭૫૬ સૂત્રો કે પદો છે. આ પુસ્તકમાં મુખ્ય ચાર વિભાગો છે અને ૪૪ પેટાવિભાગો છે. જૈન ધર્મના સિદ્ધાંતોનો સામાન્ય પરિચય આપવાના હેતુથી આ ગ્રંથમાં જીવનમાં ક્રમે ક્રમે આધ્યાત્મિક પ્રગતિ કરવાની પદ્ધતિ, નીતિમય આચાર અને પરંપરાગત ભક્તિમય રીતભાતને વ્યાપક સ્થાન આપેલ છે. E.2.11 સારાંશ જૈન સાહિત્ય જે ગણધરો અને શ્રુત કેવળીઓ દ્વારા રચવામાં આવ્યું હતું તેને આગમ સાહિત્ય કહે છે. આ સાહિત્ય જૈન ધર્મના પવિત્ર ગ્રંથો છે. જૈન આગમમાં ૧) ૧૪ પૂર્વો, ૨) ૧૨ અંગ પ્રવિષ્ટ આગમ અને ૩) અંગ બાહ્ય આગમ (શ્વેતાંબર મૂર્તિપૂજક પ્રમાણે ૩૪, શ્વેતાંબર સ્થાનકવાસી પ્રમાણે ૨૧ અને દિગંબરો પ્રમાણે ૧૪) છે. બધા સંપ્રદાયના લોકો માને છે કે ૧૪ પૂર્યો અને દ્રષ્ટિવાદ જે ૧૨ મું અંગ પ્રવિષ્ટ આગમ છે તે લુપ્ત થઈ ચૂક્યું છે. દિગંબરો માને છે કે બધા જ જૈન આગમ લુપ્ત થઈ ચૂક્યા છે જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના લોકો માને છે ભગવાન મહાવીરનો ઉપદેશ શીખવતા જૈન આગમો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક ૩૪ અંગ બાહ્ય આગમમાં જ્યારે શ્વેતાંબર સ્થાનકવાસી એમ માને છે ૨૧ અંગ બાહ્ય આગમો અસ્તિત્વ ધરાવે છે. આ શાસ્ત્રો રચવાનો હેતુ શ્રોતાઓને કાયમી સુખ કે મોક્ષનો માર્ગ બતાવવાનો છે. આગમ સૂત્રો ચારિત્ર, સમતા, વૈશ્વિકતા, મૈત્રી અને સાપેક્ષવાદ અને અનેક તવાદના માધ્યમથી વિચાર પ્રક્રિયા વિશે શાશ્વત સત્યો શીખવે છે. તે આપણને દરેક જીવ પ્રત્યે આદર રાખવાનું, આત્મા, કર્મ, બ્રહ્માંડ, સાધુ જીવનના આચારો, શ્રાવકના આચારો, કરુણા, અહિંસા અને અપરિગ્રહ વિશે પણ શીખવે છે. E.2.12 જૈન આગમ સાહિત્યના નામ Page 139 of 307 Page #156 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) પ્રકાર | પૂર્વ પૂર્વ પૂર્વ ક્રમ સંસ્કૃત નામ પ્રાકૃત નામ બીજા નામ ૧ ઉત્પાદ પૂર્વ ગાયનીય પૂર્વ ૩ વીર્ય-પ્રવાદ પૂર્વ પૂર્વ ૪ અસ્તિનાસ્તિ-પ્રવાદ પૂર્વ | પૂર્વ ૫ જ્ઞાન-પ્રવાદ પૂર્વ પૂર્વ ૬ સત્ય-પ્રવાદ પૂર્વ પૂર્વ و આત્મ-પ્રવાદ પૂર્વ પૂર્વ ૮ કર્મ-પ્રવાદ પૂર્વ ૯ | પૂર્વ પૂર્વ પૂર્વ ૧૦ વિદ્યા-પ્રવાદ પૂર્વ પ્રત્યાખ્યાન-પ્રવાદ પૂર્વ વિદ્યાનુવાદ-પૂર્વ ૧૧ | કલ્યાણ પ્રવાદ પૂર્વ કલ્યાનુવાદ-પૂર્વ પૂર્વ ૧૨ પ્રાણ સિદ્ધાય પૂર્વ પૂર્વ ૧૩ | ક્રિયા-વિશાળ પૂર્વ પૂર્વ ૧૪ લૌક બિંદુસાર પૂર્વ અંગ આગમ ૧ આચારાંગ સૂત્ર અંગ આગમ ૨ |સૂત્ર-કૃતાંગ સૂત્ર ત્રિલોક બિંદુસાર પૂર્વ આયારાંગ સુત્ત યોગ-સુન અંગ આગમ ૩ સ્થાનાંગ સૂત્ર ઠાણાંગ-સુત્ત અંગ આગમ ૪ સમવાયાંગ સૂત્ર અંગ આગમ ૫ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ વિયાહ-પણત્તિ અંગ આગમ ૬ જ્ઞાતા-ધર્મ-કથાન્ગ ણાય-ધર્મી-કહા-સુત્ત વકખ-પણત્તિ ણાયસુય અંગ આગમ ૭ | ઉપાસક-દશાંગ ઉવાસગદસાઓ ઉવાસગ-દાંગ-સુત્ત અંગ આગમ ૮ | અંતકૃત દશાંગ સૂત્ર અંતગડદસાઓ અંગ આગમ ૯ | અનુત્તરોપ-પાતિક દશાંગ અનુત્તરોવ-વાઇ-દસાઓ અંગ આગમ ૧૦ | પ્રશ્ન-વ્યાકરણ પહવાગરણઇમ પણ્ડવાગરના અંગ આગમ ૧૧ વિપાક સૂત્ર વિવાગ સુયમ અંગ આગમ ઉપાંગ આગમ | ૧ ૧૨ દ્રષ્ટિવાદ સૂત્ર | ઔપપાતિક ઉપાંગ આગમ | ર રાજપ્રજ્ઞપ્તિ ઉપાંગ આગમ | ૩ | જીવાભિગમ ઉપાંગ આગમ | ૪ પ્રજ્ઞાપના ઉપાંગ આગમ |૫ સૂર્યપ્રાપ્તિ ઉવવાઇયમ રાયા-પસેણ-ઈજ્જ જીવાજીવાભિગમ સૂત્ર પન્નવણા સુર પત્તિ પણ વયાઓ સુરીય પતિ રાયપમેણઈચ Page 140 of 307 Page #157 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ઉપાંગ આગમ |૬ ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ઉપાંગ આગમ | ૭ | જંબુદ્વિપ-પ્રજ્ઞપ્તિ ઉપાંગ આગમ | ૮ નીરયાવલી ચંદ-પ્રજ્ઞપ્તિ જંબુદાદીવ પ્રાપ્ત નીરયાવલીયાનમ ઉપાંગ આગમ | ૯ | કલ્પાવર્તસિકા કચ્ચે વામન આખો કવચી ખાનમ ઉપાંગ આગમ | ૧૦ | પુષ્પિકા પુષ્પિઆઓ ઉપાંગ આગમ | ૧૧ | પુષ્પ ચૂલિકા ઉપાંગ આગમ | ૧૨ વૃષ્ણિદશા પુષ્પમૂનિઓ હિંદુસાઓ છેદ સૂત્રો ૧ નિશીથ છેદ સૂત્રો ૨ બૃહત કલ્પ નિસિહ બુહન-પો કમ્પ છેદ સૂત્રો 3 વ્યવહાર છેદ સૂત્રો ૪ | દસશ્રુતસ્કંધ છેદ સૂત્રો ૫ પંચ કલ્પ છેદ સૂત્રો ૬ મહાનિશા મૂળ સૂત્રો ૧ આવશ્યક સૂત્ર | મૂળ સૂ ૨ દશવૈકાલિક સૂત્ર મૂળ સૂત્રો 3 ઉત્તરાધ્યયન સૂત્ર વ્યવહાર આચરાદસા પંચકપ્પ મનસ આવસ્મય દશવેયાલીય ઉત્તરજઝયન વવહાર દસાસુયકખાંધ જિયાકપ્પ મૂળ સૂત્ર ૪ ઓઘા નિર્યુક્તિ અથવા ઓહનીજજુત્તિ અથવા પિંડ નિર્યુક્તિ પિંડની ત | નંદીસૂયમ અનુયોગઠાર ચારણ ચૂલિકા સુત્રો ૧ ચૂલિકા સુત્રો ૨ નંદી સૂત્ર અનુયોગ-દ્વાર ચતુ:શરણ આતુર પ્રત્યાખ્યાન ભક્ત પ્રતિજ્ઞા પ્રકીર્ણ આગમ | ૧ પ્રકીર્ણ આગમ ૨ પ્રકીર્ણ આગમ |૩ પ્રકીર્ણ આગમ ૪ સંસ્તારક પ્રકીર્ણ આગમ ૫ તંદૂલવૈતાલિક પ્રકીર્ણ આગમ |૬ ચંદ્ર વૈદ્યક પ્રકીર્ણ આગમ |૭ દેવેન્દ્ર સ્તવ પ્રકીર્ણ આગમ | ૮ ગણિત વિદ્યા પ્રકીર્ણ આગમ | ૯ મહા-પ્રત્યાખ્યાન પ્રકીર્ણ આગમ | ૧૦ | વીરસ્તવ આઉર-પચ્ચખાણ ભત્ત પરિણણા સંથારાગ નંદુખીયાલીય ચંદાવિજ્યહા દેવિન્દથાય ગણીવિજા મહા- પચ્ચખાણ વીરત્તથવ કોષ્ટક E.2.L Page 141 of 307 Page #158 -------------------------------------------------------------------------- ________________ પૂર્વનય તત્વ, છ દ્રવ્ય (ષટ દ્રવ્ય) વગેરે અગરાયનીય પૂર્વઅનેકાંતવાદ, સપ્તભંગી વગેરે પૂર્વસત્ય,સંયમ,મૌન,વાણી વગેરે Compodium of Jainism – Part (II) ચૌદ પૂર્વ ( દિગંબર) અસ્તિનાસ્તિ-પ્રવાદ સત્ય-પ્રવાદ કર્મ-પ્રવાદ પૂર્વકર્મ, તેનું બંધન, તેની પ્રકૃતિ, તેનું ફળ, સંતુલન વગેરે વિદ્યા-પ્રવાદ પૂર્વવિદ્યા, અપવાદરૂપ ક્ષમતાઓ, આચારો વગેરે પ્રાણ-સિદ્ધવાય પૂર્વ ૧૦ પ્રકારના જીવ તત્વો (પ્રાણ) જીવન નું આયુષ્ય વગેરે પૂર્વબ્રહ્માંડના ત્રણ ભાગ ગણિત વગેરે Page 142 of 307 લોક-બિંદુસાર ઉત્પાદ પૂર્વ જીવ અજીવ અને તેના સ્વરૂપો (પર્યાય) વીર્ય-પ્રવાદ પૂર્વઆત્માને ઉર્જા ને લગતું, અજીવ વગેરે જ્ઞાન-પ્રવાદ પૂર્વર્વાચ પ્રકારના જ્ઞાન, ત્રણ પ્રકારના અજ્ઞાન વગેરે આત્મ-પ્રવાદ પૂર્વઆત્મા ના જુદા જુદા નયના દ્રષ્ટિકોણથી વિશ્લેષણ પ્રત્યાખ્યાન-પ્રવાદ પૂર્વપચ્ચખાણ, સંયમ વીતરાગ વગેરે કલ્યાણ પ્રવાદ પૂર્વઆધ્યાત્મિક જાગૃતતા (અપ્રમાદ) અને આળસ પ્રમાદ ક્રિયા-વિશાળ પૂર્વકળા, સ્ત્રીઓની ૬૪ કળા અને પુરુષોની ૮૪ કળા વગેરે Page #159 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) શ્વેતાંબર આગમનું વર્ગીકરણ * = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય અંગ-પ્રવિષ્ટ આગમ ૧ આચારાંગ સૂત્ર ૧૧ અંગ આગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે) ૨ સૂત્ર-કૃર્તાગ સૂત્ર ૩ સ્થાનાંગ સૂત્ર ૪ સમવાયાંગ સૂત્ર ૫ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ અથવા ભગવતી સુત્ર ૬ જ્ઞાતા-ધર્મ-કથાન્ગ ૭ ઉપાસક-દાંગ ૮ અંતકૃત દશાંગ સૂત્ર ૯ અનુત્તરોપ-પાતિક દર્શાગ ૧૦ ૫૧-વ્યાકરણ ૧૧ વિપાક સૂત્ર ૧૨ દ્રષ્ટિવાદ સૂત્ર Page 143 of 307 ૧૨૩પાંગ આગમ ૬ છેદ સૂત્રો અંગ બાહ્ય આગમ ૧ ઔપપાતિક ર રાજપ્રજ્ઞપ્તિ ૩ વાભિગમ ૪ પ્રજ્ઞાપના ૫ સૂર્ય-પ્રજ્ઞપ્તિ ૬ ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૭ જંબુદ્વિપ-પ્રજ્ઞપ્તિ ૮ નીરયાવી ૯ કલ્પાવતસિકા ૧૦ પુષ્પિકા ૧૧ પુષ્પ ચૂલિકા ૧૨ વૃદિશા ૧ નિર્શીય ૨ બૃહત કલ્પ ૩ વ્યવહાર ૪ દસશ્રુતસ્કંધ ૫ પંચ કલ્પ ૬ મહાનિશિથ ૧ આવશ્યક સૂત્ર ૨ દશવૈકાલિક સૂત્ર ૪ મૂળ સૂત્રો ૩ ઉત્તરાધ્યયન સૂત્ર ર ચૂલિકા સુત્રો ૧૦ પ્રકીર્ણ આગમ ૪ ઓધા નિર્યુક્તિ અથવા પિંડ નિયુક્તિ ૧નંદી સૂત્ર રઅનુયોગ-દ્વાર ૧ ચતુઃશરણ ર આતુર પ્રત્યાખ્યાન ૩ ભક્ત પ્રતિજ્ઞા ૪ સંસ્તારક ૫ તંદૂલવૈતાલિક ૬ ચંદ્ર વૈદ્યક ૭ દેવેન્દ્ર સ્તવ ૮ ગણિત વિદ્યા હું મહા-પ્રત્યાખ્યાન ૧૦ વીરક્તવ Page #160 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ૧૧ અંગ આગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે. ૧આચારાંગ સૂત્ર રસૂત્ર-કૃત્તાંગ સૂત્ર સ્થાનત્ર સૂત્ર ૪ સમવાયોગ સૂત્ર ૫ વ્યાખ્યા-પ્રાપ્તિ અથવા ભગવતી સુત્ર ૬ જ્ઞાના-ધર્મ-કથા[ ૭ ઉપાસક-દશાંગ ૮ અંતકૃત દર્શાગ સૂત્ર શ્વેતાંબર આગમનું વર્ગીકરણ હ અનુત્તરોપ-પાતિક દર્શાગ ૧૩ પ્રશ્ન-વ્યાકરણ ૧૧ વિપાક સૂત્ર ૧૨ દ્રષ્ટિવાદ સૂત્ર * = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય અંગ-પ્રવિષ્ટ આગમ આ આગમ સાધુ જીવનના આચારો, તેમના વર્તન અને ભગવાન મહાવીરના તપ વિષયનું પણ વર્ણન છે આ આગમ અહીંસા, જૈન અધ્યાત્મ શાસ્ત્ર તેમજ બીજી ધાર્મિક થીયરી જેવી જે ક્રિયા વાદ, અક્રિયા વાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ વગેરેનું ખંડન કરે છે. આ આગમ જૈન અધ્યાત્મ શાસ્ત્રના મુખ્ય વિષયો અને તેની સૂચિ નો સમાવેશ કરે છે. આ સૂત્ર સ્થાનિંગ સૂત્ર થી અલગ દ્રષ્ટિકોણ થી જૈન ધર્મના મુખ્ય દ્રવ્યો અને તેની સૂચિ નું વર્ણન કરે છે. આ આગમ એ આત્મા, દ્રવ્ય અને બીજા તેને લગતા વિષયોના ગૂઢ જ્ઞાન ને સમજાવે છે. તેમાં ૩૦૦૦ સવાલો અને જવાબો એ ચર્ચા ના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ આગમ જૈન સિદ્ધાંતોને ઉદાહરણ અને કથાઓ દ્વારા સમજાવે છે. આ આગમ ભગવાન મહાવીરનાં ૧૦ શ્રાવકના આચારોને સમજાવે છે. આ આગમ એ ૧૦ મહત્વના સાધુઓનો કર્મોનો નાશ કરીને મોક્ષ મેળવવાની કથાઓ કહે છે આ આગમ બીજા દસ પવિત્ર સાધુઓ જેમણે ઉંચામાં ઉંચુ સ્વર્ગ જેને અનુત્તર વિમાન કહેવાય છે તેને મેળવ્યું છે તેની કથાઓ કહે છે આ આગમ એ જૈન ધર્મ મુજબ પાંચ મહાવ્રતો અને પાંચ ખરાબમાં ખરાબ પાપો નું વર્ણન કરે છે આ આગમ સારા ને ખરાબ કર્મોના ફળ ને જુદી જુદી વાર્તાઓ દ્વારા સમજાવે છે બારમુ અંગ પ્રવિષ્ટ આગમ ને બધાજ સંપ્રદાયો લુપ્ત થયેલું માને છે અંગ બાહ્ય આગમ ૧૨ ઉપોગ આગમ ૬ છેદ સૂત્રો ૪ મૂળ સૂત્રો ૨ ચૂલિકા સુત્રો ૧૦ પ્રકીર્ણ આગમ Page 144 of 307 Page #161 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) અંગ-પ્રવિષ્ટ આગમ ૧૧ અંગ આગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે) શ્વેતાંબર આગમનું વર્ગીકરણ * = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય ૧૨ ઉપાંગ આગમ અંગ બાહ્ય આગમ ઔપપાતિક ૨ રાજપ્રજ્ઞપ્તિ જીવાભિગમ ૪ પ્રજ્ઞાપની ૫ સૂર્ય-પ્રજ્ઞપ્તિ ૬ ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૭ જંબુદ્વિપ-પ્રજ્ઞપ્તિ દ નીરાવલી ૯ કલ્પાવતંસિકા ૧૦ પુષ્પિકા ૧૧ પુષ્પ ચૂલિકા ૧૨વૃણિદશા ૬ છંદ સૂત્રો ૪ મૂળ સૂત્રો આ આગમ રાજા ણિકના ભવ્ય વરઘોડાની વાત કરે છે જ્યારે તે ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. તેમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ બીજા જન્મમાં સ્વર્ગ કેવી રીતે મેળવી શકે છે. આ આગમ કેશી સાધુ ની વાર્તા નું વર્ણન કરે છે. કેશી સાધુ એ ભગવાન પાર્શ્વનાથ ના ગણધર હતા. આ આગમ બ્રહ્માંડ અને તેમાં વસતા દરેક જીવાત્માના ગૂઢ રહસ્ય ની વાત કરે છે. આ આગમ જુદા જુદા દ્રષ્ટિકોણથી આત્માના સ્વરૂપ ને સમજાવે છે. આ આગમ સૂર્ય, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિ ના સંદર્ભમાં સમજાવે છે. આ આગમ ચંદ્ર, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિ ના સાપેક્ષમાં સમજાવે છે. આ આગમમાં જંબુદ્વીપનું વર્ણન છે. આ આગમ ૧૦ રાજકુમાર ભાઈઓ ની વાર્તા વર્ણવે છે. આ આગમ રાજા કૃણિક ના પુત્રોની વાર્તા વર્ણવે છે. આ આગમ કેટલાક દેવતાઓની વાર્તા કહે છે જેમણે પોતાના પૂર્વ જન્મમાં મહાવીર ની ભક્તિ કરી હતી. આ આગમ આગળ ના આગમ જેવી જ કેટલીક બીજી વાર્તાઓ કહે છે. આ આગમ વર્ણવે છે કે ભગવાન નેમિનાથે કેવી રીતે વૃષ્ણિના ૧૦ રાજાઓને જૈન ધર્મ અપનાવવા માટે મનાવ્યા હતા. Page 145 of 307 ૨ ચૂલિકા સુત્રો ૧૦ પ્રકીર્ણ આગમ Page #162 -------------------------------------------------------------------------- ________________ અંગ-પ્રવિષ્ટ આગમ ૧૧ અંગ ગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે) Page 146 of 307 Compodium of Jainism – Part (II) શ્વેતાંબર આગમનું વર્ગીકરણ * = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય અંગ બાહ્ય આગમ ૧૨ ઉપાંગ આગમ ૧ નિશીય સૂત્ર ૬ છેદ સૂત્રો ૪ મૂળ સૂત્રો ૨ ચૂલિકા સુત્રો ૧૦ પ્રર્કી આગમ' ૨ બૃહત કલ્પ સૂત્ર ૩ વ્યવહાર સૂત્ર ૪ દશ્રુતસ્કંધ સૂત્ર ૫ પંચ કલ્પસૂત્ર ૬ મહાનિશિથ સૂત્ર ૧ આવશ્યક સૂત્ર ૨ દશવૈકાલિક સૂત્ર ૩ ઉત્તરાધ્યયન સૂત્ર આ આગમ જે સાધુ અને સાધ્વીઓ એ નિયમોનો ભંગ કર્યો હોય તેમને સજાના રૂપમાં પ્રાયશ્ચિતની વિધિ સમજાવે છે, ૪ ઓધા નિયુક્તિ અથવા પિંડ નિયુક્તિ સૂત્ર આ આગમ સમજાવે છે કે સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરેલા ખોટા કાર્ય માટે કયા પ્રકારના ૧૦ પ્રાયશ્ચિતો શક્ય છે, આ આગમમાં સાધુ અને સાધ્વી ને આચાર પાળવામાં ભૂલ પડે તો તેની કબૂલાત વિશેની પ્રણાલી સમજાવવામાં આવી છે, આ સૂત્રમાં સાધુ અને શ્રાવકોના ૧૦ પ્રકરણ આવેલા છે આ સૂત્ર સાધુ અને સાધ્વીઓ એ રોજિંદા જીવનમાં કરવાની વિધિઓ નું વર્ણન કરે છે, આ સૂત્ર સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી આલોચના અને પ્રાયશ્ચિત વર્ણવે છે, આત્માના શુદ્ધિકરણ માટે નિયમિત રીતે રાત કે દિવસ દરમિયાન કરવામાં આવીક જરૂરી ક્રિયા કે વિધિઓને આવશ્યક કહેવાય છે. છ આવશ્યકનું વર્ણન આગમમાં કરેલું છે. આ આગમ સાધુ જીવનના આચાર નું ટુંકમાં વર્ણન કરે છે. આ આગમમાં ધાર્મિક સિદ્ધાંતો અને આચારને લગતી ઘણી વાર્તાઓ, સંવાદો અને આ સિદ્ધાંતો અને આચાર ઉપરના ઉદાહરણ છે, આ આગમ માં સાધુઓની સફર ને લગતા, તેમના નિવાસને લગતા અને ખોરાક ગ્રહણ કરવાના અને શ્રાવક સાથેની જરૂરત ને લગતા નિયમો અને ક્રિયાઓ છે, Page #163 -------------------------------------------------------------------------- ________________ અંગ-પ્રવિષ્ટ આગમ ૧૧ અંગ આગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે) Page 147 of 307 Compodium of Jainism – Part (II) શ્વેતાંબર આગમનું વર્ગીકરણ * = કુક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય અંગ બાહ્ય આગમ ૧૨ ઉપોગ આગમ ૬ છેદ સૂત્રો ૪ મૂળ સૂત્રો ૧ નદી સૂત્ર ર ચૂલિકા સુત્રો ૧૦ પ્રકીર્ણ આગમન ર અનુયોગ દ્વાર સૂત્ર ૧ ચતુ:શરણ ૨ આતુર પ્રત્યાખ્યાન ૩ ભક્ત પ્રતિજ્ઞા ૪ સેસ્તારક ૫ તંદુલવૈતાલિક ૬ ચંદ્ર વૈદ્યક ૩ દેવેન્દ્ર સ્તવ ૮ ગણિત વિદ્યા હું મહા પ્રત્યાખ્યાન ૧૦ વીરસ્તવ આ આગમ માં તીર્થંકરો, ગણધરો અને પાંચ પ્રકારના જ્ઞાન: માટી, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાન નું વિસ્તૃત વર્ણન છે. આ સૂત્ર ઉપદેશ ને લગતી વિવિધ રીતો નું વર્ણન કરે છે. આ આગમ ચાર પરોપકારી લોકોની પ્રાર્થનાનો સમાવેશ કરે છે. આ આગમ એક સમજદાર વ્યક્તિએ બીમારીના વિવિધ તબક્કામાં લેવા જોઈતા વ્રતનું વર્ણન કરે છે અને કેવી રીતે મરણ પથારીએ બ્રહ્માંડના દરેક જીવોને ક્ષમા યાચના કરવી જોઈએ તેનું વર્ણન કરે છે. આ આગમ ઉપવાસની પ્રક્રિયાનું અને મરણ પથારીએ શું ચિંતન કરવું જોઈએ તેનું વર્ણન કરે છે. આ આગમ પોતાની ઇચ્છા મુજબ અને ગૌરવ સાથે મારવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે. આ આગમ ગર્ભાવસ્થાની સ્થિતિનું વર્ણન કરે છે અને મનુષ્ય શરીર વિશે જ્ઞાન આપે છે. આ આગમ ધ્યાન નું વર્ણન કરે છે જે રાધાવેધના વર્ણન મુજબ દરેકે કરવું જોઈએ. આ આગમ દેવલોકમાં રહેતા દેવો ના નામ, તેમની સત્તા અને તેમના નિવાસસ્થાન નું વર્ણન કરે છે, તે ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓ નું પણ વર્ણન કરે છે. આ આગમ હસ્તરેખા શાસ્ત્ર નું અને તે ભવિષ્ય નિમિત્ત)ન આગાહી કરવા માટે કેવી રીતે ઉપયોગી છે તેનું વર્ણન કરે છે. આ આગમ ખરાબ પાપી ને કેવી રીતે સંપૂર્ણપણે છોડી દેવા અને કરેલા પાપો માટે કેવી રીતે પ્રાયશ્ચિત કરવું તેનું વર્ણન કરે છે. આ આગમ ભગવાન મહાવીર ની પ્રાર્થનાઓ નું વર્ણન કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બરમાં મુખ્ય સાહિત્ય ષટખંડ આગમ Page 148 of 307 Compodium of Jainism – Part (II) ધવલ ટીકાટખંડ આગમ ના ૧ થી ૫ માગની ટીકા મહા-ધવલ-ટીકાષાખંડ આગમ ના ૬ઠ્ઠા ભાગ પરની ટીકા કષાય પાહુડા ચાર અનુયોગ જયધવલ ટીકાકષાય પાહુડા ઉપરની ટીકા પ્રથમાનુયોગ પદ્મ પુરાણ લેખક રવિસેન ઈ.સ.૧૫૦ હરિવંશ પુરાણ લેખક જિનસેન ઈ.સ.૩૮૩ આદી પુરાણ લેખક જિનસેન ઈ.સ.૭૮૩ ઉત્તર પુરાણ લેખકગુણભદ્ર ઈ.સ.૮૭૯ મૂળાચાર લેખક વતુર ઈ.સ.૬૦૦ ચરણ અનુયોગ(આચાર) ત્રિવર્ણચાર લેખક વતુર ઈ,સ,૬૦૦ રત્ન-કરડ શ્રાવકાચાર લેખક સમ્મતભદ્ર ઈ.સ.૬૦૦ સૂર્ય પ્રજ્ઞપ્તિ કરણ અનુયોગ ગણિત અનુયોગ ચંદ્ર પ્રજ્ઞપ્તિ જય-ધવલ-ટીકા લેખક વીરસેન, જિનસેન ઈ.સ. ૩૮૦ દ્રવ્ય અનુયોગ ગોમટસાર લેખક નેમિચદ્ર, સિદ્ધાંત ઈ.સ.૧૦૦૦ નિયમસાર લેખક કુંદકુંદ ઈ.સ.૧૦૦ પંચાસ્તિકાય લેખક કુંદકુંદ ઈ.સ.૧૦૦ પ્રવચનસાર લેખક કુંદકુંદ ઈ.સ.૧૦૦ સમયસાર લેખક કુંદકુંદ ઇ.સ.૧૦૦ તત્વાર્થ સૂત્રલેખક ઉમાસ્વાતિ ઈ.સ. ૨૦૦ આપ્ત મીમાંસા લેખક સમંતભદ્ર ઈ.સ. તત્વાર્થસૂત્ર પર ની ટીકા લેખક સમ્મેનદ્ર ઈ,સ,૬૦૦ તત્વાર્થસૂત્ર પર ની ટીકા લેખક પૂજ્યપાદ ઈ.સ.૭૦૦ તત્વાર્થસૂત્ર પર ની ટીકા લેખક કલંક ઈ.સ. ૭૫૦ તત્વાર્થસૂત્ર પર ની ટીકા લેખક વિદ્યાનંદ ઈ.સ.૮૦૦ આપ્ત મીમાંસા પરની ટીકા લેખક એક ઈ,સ,૭૫૦ આપ્ત મીમાંસા પરની ટીકા લેખક વિદ્યાનંદ ઈ.સ.૨૦૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) દિગંબર અંગ બાહ્ય આગમ ૧ સામાયિક સમતા વિશેનું વર્ણન ૨ ચતુર્વિશતિ સ્તવ ૪ તીર્થંકરો ના નામ, તેમના કલ્યાણકો, અતિશય (વિશિષ્ટ શક્તિઓ) અને સમૂહ તરીકે તેમની પ્રાર્થના કરવાની રીતો ૐ વંદના એક તીર્થંકરની તેમના મંદિરમાં પૂજા કરવાની વિધિ વગેરે ૪ પ્રતિક્રમણ પ્રતિક્રમણ ના સાત પ્રકારનું વર્ણન ૫ વૈનયિક ૬ કિતી કર્મ વિનયના પાંચ પ્રકારોનું વર્ણન અરિહંત સિદ્ધ આચાર્ય અને સાધુઓ ની ભક્તિ કરવાની રીતો હ દેસાવાસિક સાધુઓને આહાર કે ગોચરી આપવાની રીત ૮ ઉત્તરાધ્યાન સાધુઓને કુદરતી આફતો સામે પ્રતિક્રિયા આપવાના રસ્તા અને ર૪ પરીસહો સહન કરવાની રીતી હું કલ્પવ્યવહાર ૧૦ કલ્પકલ્પિક સાધુઓ દ્વારા આચારમાં શિઘિલતા સામે પશ્ચાતાપ કરવા ના રસ્તા સાધુઓના આચારમાં વિષય ક્ષેત્ર અને ભાવ ના સંદર્ભમાં યોગ્ય અને યોગ્યતા ૧૧ મહાકલ્પિક ૧૨ પુંડરિક સાધુઓની શરીરની શક્તિઓ અને સમયના સંદર્ભમાં સાધુઓની ક્રિયા (સંવહન) ચાર પ્રકારના નિર્વાણ ને પામવા ના કારણો ૧૩ મહાપુંડરિક ઇન્દ્ર કે પ્રતિ ઇન્દ્ર બનાવાના વિશિષ્ટ ૧૪ નિશીથિક પ્રકારના તપની સંદર્ભમાં કારણો વિવિધ પ્રકારના પશ્ચાતાપ ને લગતા આગમ Page 149 of 307 Page #166 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) F.1 તીર્થંકર મહાવીર F.2 તીર્થંકર પાર્શ્વનાથ F.3 તીર્થંકર નેમિનાથ F.4 તીર્થંકર મલ્લિનાથ F.5 તીર્થંકર આદિનાથ Section F : તીર્થંકરની વાર્તાઓ Page 150 of 307 Page #167 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) F.1.1 પૂર્વ ભવો F.1 તીર્થકર મહાવીર ભગવાન મહાવીરના પૂર્વ ભવોની ગણતરી તેઓના નયસારના ભવથી કરવામાં આવે છે. જે ભવમાં ભગવાન મહાવીરને સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું. ભગવાન મહાવીરના મહત્વપૂર્ણ ભવોમાં નયસાર (ભવ-૧), મરીચિ (ભવ-૩), વિશ્વભૂતિ (ભવ-૧૬), ત્રિપૃષ્ટ વાસુદેવ (ભવ-૧૮), પ્રિયમિત્ર ચક્રવર્તી (ભવ-૨૩) અને નંદન મુનિ (ભવ-૨૫) છે. નંદન મુનિના ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ પ્રાપ્ત કર્યું હતું. તે પછી તેઓ દેવ તરીકે જન્મ્યા હતા. નંદન મુનિના ભવ પછી ત્રીજા ભવમાં તેમણે વર્ધમાન મહાવીર તરીકે જન્મ લીધો હતો. F.1.2 જન્મ અને બાળપણ આશરે ૨૬૦૦ વર્ષ પહેલા ભારતમાં ધર્મનું સ્વરૂપ વિકૃત થઈ ગયું હતું. સમાજમાં મૂળ ચાર વર્ણ વ્યવસ્થા હતી - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તે લગભગ ભાંગી પડવાને આરે હતી. બ્રાહ્મણો જ શિક્ષિત હતા અને પોતાની જાતને શ્રેષ્ઠ માનતા હતા. તો બીજી બાજુ શૂદ્રો પાસે હલકામાં હલકું કામ કરાવીને પણ સમાજની સેવા કરાવતા. વર્ણભેદ, લિંગભેદ, અંધશ્રદ્ધા, ક્રિયાકાંડ, શોષણ વગેરે દૂષણો ખૂબ હતા. તેઓ બીજો કોઈ કામધંધો કરી શકે નહિ. યજ્ઞો ત્યાગના પ્રતિકના બદલે હિંસામય બન્યા હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે પશુનો ભોગ આપવો એ તો સર્વસામાન્ય ઘટના હતી. ઈશ્વર પ્રસન્ન થઈ તેમની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરશે તેવું માનતા. આવી સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિના સમયે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. એમ મનાય છે કે બધા તીર્થંકર ક્ષત્રિય (રાજવી) પરિવારમાં જન્મે છે કારણકે એ વાતાવરણ, ભૌતિક વસ્તુમાં શાશ્વત-કાયમી સુખ નથી એવું સમજવામાં તીર્થંકરને મદદરૂપ છે. અન્ય તીર્થંકરોની માતાની જેમ રાણી ત્રિશલાએ ૧૪ સ્વપ્ન જોયા (શ્વેતાંબેર પરંપરા પ્રમાણે). જે હતા: સિંહ, હાથી, વૃષભ, લક્ષ્મી, માળા, પૂર્ણ ચંદ્ર, સુર્ય, ધ્વજ, કળશ, પદ્મ સરોવર, રત્નાકર, આકાશી વિમાન, રત્નનો ઢગલો અને ધુમ્રહિન અગ્નિ. દિગંબર પરંપરા પ્રમાણે તેમણે મીન યુગલ અને ઉચ્ચ સિંહાસન પણ જોયું (દિગંબર પ્રમાણે ૧૬ સ્વપ્ન). જ્યારે તેમના પતિ રાજા સિદ્ધાર્થે સ્વપ્નના અર્ધઘટનકારો અને વિધ્વાનોને સ્વપ્નના અર્થ પૂછ્યા ત્યારે તેઓએ જાહેર કર્યું કે રાણી ત્રિશલા તીર્થંકરને જન્મ આપશે. ભગવાન મહાવીર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને તકલીફ ન થાય તે માટે તેમણે હલનચલન બંધ કરી દીધું હતું. પરંતુ આનાથી માતા ત્રિશલા ચિંતિત થઈ ગયા. પોતાના માટે Page 151 of 307 Page #168 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) માતાને ચિંતિત જોઈ ભગવાન મહાવીરે ગર્ભમાં જ માતાપિતાના જીવ્યા સુધી દીક્ષા ન લેવાનો અને પરિવારને ન છોડવાનું નક્કી કર્યું હતું. ભારતીય કેલેન્ડર મુજબ મહાવીર ભગવાનનો જન્મ ૫૯૯ બી.સી.માં ચૈત્ર સુદ તેરસના દિને થયો હતો. આ દિવસ એપ્રિલ મહિનામાં આવે છે અને આપણે આ દિવસ મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક તરીકે ઉજવીએ છીએ. ભગવાન મહાવીરને નંદિવર્ધન નામે એક મોટા ભાઈ હતા અને સુદર્શના નામે એક બહેન હતી. તેમના જન્મ પછી તરત જ ઇન્દ્ર મહારાજ (દેવતાઓના રાજા) બાળક તીર્થંકરને મેરુ પર્વત પર લઈ ગયા. હર્ષોઉલ્લાસ અને આનંદ સાથે તેમનો જન્માભિષેક કર્યો. તે પછી ઇન્દ્ર મહારાજ બાળકને પાછા માતા ત્રિશલા પાસે મૂકી ગયા. આખા દેશમાં આનંદ ફેલાયો. જે ક્ષણથી ભગવાનના આત્માએ ગર્ભમાં પ્રવેશ કર્યો તે જ ક્ષણેથી તે રાજ્યના સુખ, સંપતિ, ગૌરવ, આરોગ્ય અને ખ્યાતિમાં સતત વૃદ્ધી થઈ હતી અને પરિવારના આદર અને પ્રતિષ્ઠામા વધારો થયો હતો. આજ કારણથી બાળકનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું જેનો અર્થ છે “સતત વધતી સમૃદ્ધિ.” વર્ધમાન બાલ્ય અવસ્થા અને યુવા અવસ્થા દરમ્યાન તેમની હિંમત, નિર્ભયતા અને તેમની ક્ષમાની અસંખ્ય ઘટનાઓ બની હતી. એક દિવસ આઠ વર્ષના રાજકુમાર વર્ધમાન તેમના રાજ્ય પરિવારના મિત્રો સાથે નગરની સીમમાં રમતા હતા. ત્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રએ રાજકુમાર વર્ધમાનની હિંમત અને નિર્ભયતાની પ્રશંસા કરી. બીજા એક સ્વર્ગીય દેવે આ નિવેદનને પડકાર ફેક્યો. તેઓ માનતા હતા કે બધા મનુષ્યોમાં ભયના લક્ષણ હોય જ છે. તેમણે વર્ધમાનની હિંમતની કસોટી કરવાનું નક્કી કર્યું. તેમણે ભયાનક નાગનું સ્વરૂપ ધારણ કર્યું અને બાળકો જયાં રમત હતા ત્યાં ગયા. બધા બાળકો ડરીને ચીસો પાડી ભાગવા લાગ્યા પરંતુ વર્ધમાન ત્યાં શાંતિથી અને નિર્ભયતાથી ઊભા રહ્યા. તેમણે કોમળતાથી નાગને હાથમાં લઈ અને બાજુમાં ઘાસમાં મૂકી દીધો. નાગના રૂપમાં રાજકુમાર વર્ધમાનને ડરાવવામાં નિષ્ફળ થયેલ દેવે ફરી એકવાર તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એક સામાન્ય બાળકનું સ્વરૂપ ધારણ કરી તે બાળકોના જૂથમાં જોડાઈ ગયા અને એક લક્ષ્ય બનાવેલા વૃક્ષ સુધીની દોડની સ્પર્ધાનું સૂચન કર્યું. જીતનાર હારનાર પર સવાર થઈ જ્યાંથી સ્પર્ધા ચાલુ થઈ હતી ત્યાં પાછા ફરવું એવી શરત મૂકી. સ્વર્ગીય દેવ રમત હારી ગયા અને તેમણે રાજકુમાર વર્ધમાનને ખભા પર ઊચકીને લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. રાજકુમારને ખભા ઉપર મુક્તાની સાથે જ એ દેવે વિશાળ રૂપ ધારણ કર્યું. પરંતુ ભય વિના રાજકુમાર વર્ધમાને તેમના ખભા પર બંધ મુઠીથી ફટકો આપ્યો હતો. દેવ આ ફટકો સહન ન કરી Page 152 of 307 Page #169 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) શકયા અને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને રાજકુમારને વંદન કરીને સ્વર્ગમાં પાછા ફર્યા. ઇન્દ્ર અને અન્ય તમામ સ્વર્ગીય દેવોએ રાજકુમાર વર્ધમાનની પ્રશંસા કરી અને કહ્યું કે આ તો મહાવીર જ્યારે વર્ધમાન ૯ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતાએ વિચાર્યું કે હવે ઔપચારિક શિક્ષણ આપવાનો સમય આવી ગયો છે. તેઓ ઇચ્છતા હતા કે, ક્ષત્રિય રાજકુમારને અનુરૂપ શિક્ષા રાજકુમાર શીખે અને તેમણે રાજકુમારને નિશાળે મૂકવાનું નક્કી કર્યું. વર્ધમાન જ્યારે નિશાળે ગયા ત્યારે તેમણે સામાન્ય બાળકની જેમ શિક્ષકનો પણ આદર કર્યો. સ્વર્ગમાંથી ઇન્દ્રદેવે આવીને વર્ધમાનને થોડા શ્લોકોનુ પઠન કરવા કહ્યું, ત્યારે અગાઉ શીખેલા ન હોવા છતાં વર્ધમાને શ્લોકોનું અસ્ખલિતપણે પઠન કર્યું. શિક્ષકને તરત જ સમજાઈ ગયું કે વર્ધમાન તેમના કરતા વધારે જાણકાર છે. વર્ધમાને ત્યાં શિક્ષણ પૂર્ણ કર્યું અને મહેલમાં પાછા ફર્યા. F.1.3.ત્યાગ F.1.3.1 દીક્ષાની તૈયારી યુવાનીમાં રાજકુમાર વર્ધમાન ખૂબજ સરળ અને શિસ્તબદ્ધ જીવન જીવતા હતા. તેઓ શાશ્વત સુખની શોધમાં દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છતા હતા. પરંતુ માતાના ગર્ભમાં જ તેમણે નક્કી કર્યું હતું કે માતા-પિતાના જીવન પર્યંત કુટુંબનો ત્યાગ ન કરવો. ૨૮ વર્ષની ઉંમરે તેમના માતા-પિતા મૃત્યુ પામ્યા. એટલે હવે તેઓ દીક્ષા લેવા તૈયાર હતા. તેથી તેમણે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનને દીક્ષાની પરવાનગી આપવાની વિનંતી કરી. રાજકુમાર વર્ધમાનનું ગૃહસ્થ જીવનનું એક વર્ષ બાકી હતું, ત્યારે તેમણે પોતાની તમામ સાધન, સામગ્રી અને સંપતિ જરૂરિયાતમંદોને દાન આપવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ અનેક સોનાના સિક્કાઓ, જવેરાત, કીમતી રત્નો અને વસ્ત્રો દાનમાં આપતા. આ અનન્ય અને અભૂતપૂર્વ દાનથી લોકોના મનમાં પ્રભાવ પડ્યો કે દાન જેઓ આપે છે અને જેને દાન મળે છે તે બંને માટે આશીર્વાદરૂપ છે. ઉદારતાપૂર્વક વિતેલા વર્ષના અંતે રાજકુમાર વર્ધમાને અપરિગ્રહવ્રત ગ્રહણ કર્યું. બધા રાગ અને સંપતિથી મુક્તિ સ્વતંત્રતા મેળવી તે સાધુ વન માટે પૂર્ણપણે તૈયાર હતા. તેમના મોટા ભાઈ નંદીવર્ધને દીક્ષા માટેની વિસ્તૃત તૈયારીઓ કરી હતી અને સમગ્ર દેશમાં ભારે ઉતેજના ફેલાઈ હતી. ઇન્દ્ર મહારાજાએ અને અન્ય સ્વર્ગીય દેવતાઓએ પણ સમારોહમાં ભાગ લીધો હતો. સોના- Page 153 of 307 Page #170 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ચાંદીના ઘડાઓમાં વિવિધ પવિત્ર સ્થળોના પાણી ભરાયા હતા. રાજકુમારને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું અને સુગંધિત લેપથી અલંકૃત કરવામાં આવ્યા. શાહી વસ્ત્રો પહેરાવીને કીમતી જવેરતોથી સજ્જ કરવામાં આવ્યા. માગશર માસની વદ દશમના દિવસે શુભ મુહૂર્ત રાજકુમાર વર્ધમાને ઇન્દ્ર અને અન્ય દેવો દ્વારા વહન કરવામાં આવેલી પાલખીમાં હંમેશ માટે મહેલ છોડી દીધો. F.1.3.2 દીક્ષા પાલખીમાંથી ઉતર્યા પછી રાજકુમાર વર્ધમાને તેમના બધા વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કર્યો અને તેઓ એક અશોક વૃક્ષ નીચે ઊભા રહ્યા. હજારો લોકોની હાજરીમાં દીક્ષાનું ગૌરવપૂર્ણ વ્રત લીધું. ત્યારબાદ તેઓએ પંચ મુષ્ટિ લોચ કર્યો. તેઓએ પાંચ મહાવ્રત – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ લીધા. જેથી નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મોનો નાશ થાય. દીક્ષા પછી તરત જ ભગવાન મહાવીરને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત કર્યું જેનાથી બધા જીવની લાગણીઓ અને વિચારોની અનુભૂતિ કરી શકતા હતા. F.1.3.3 ઇન્દ્રના રક્ષણને નકારવું સંપૂર્ણ ત્યાગ, રાગ-દ્વેષ રહિત અને અહિંસા પરાયણ એવા ભગવાન મહાવીર એકવાર કુમારગ્રામ નામના ગામની સીમમાં પહોચ્યા. તેઓ એક વૃક્ષ નીચે હલનચલન વગર સ્થિર, મૌનવ્રત સહિત પ્રગાઢ ધ્યાનમાં ઊભા હતા. ત્યારે એક ગોવાળ તેમની પાસે ગયો અને બળદોની સંભાળ રાખવાનું કહીને ત્યાંથી જતો રહ્યો. પરંતુ ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ હોવાથી ભગવાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં. જ્યારે ગોવાળ પાછો ફર્યો ત્યારે તેને તેના બળદો ત્યાં ન દેખાયા તેથી તેણે ભગવાન મહાવીરને બળદો વિષે પૂછ્યું પરંતુ મૌનવ્રતના કારણે ગોવાળને કોઈ જવાબ મળ્યો નહીં. રાતભર ગોવાળ બળદોને શોધતો રહ્યો પણ તેને બળદ મળ્યા નહીં તેથી તે કંટાળીને પાછો જયાં ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો તો ત્યાં તેણે ભગવાનની આસપાસ તેના બળદોને બેઠેલા જોયા. ગોવાળ ગુસ્સે ભરાયો અને વિચારવા લાગ્યો આ કોઈ સાધુ વેશમાં ચોર છે અને ચાબુક લઈ ભગવાનને મારવા દોડયો. પરંતુ તે સમયે ઇન્દ્ર દેવ હાજર થયા અને ગોવાળને સમજવ્યું કે આ સંત કોઈ સામાન્ય, ભટકતા ભિક્ષુક નથી પણ આ તો રાજા સિદ્ધાર્થના પુત્ર રાજકુમાર વર્ધમાન છે અને એમણે હાલમાં જ દીક્ષા લીધી છે. ઇન્દ્ર દેવે ભગવાન મહાવીરને ભવિષ્યની આવી ઘટનાઓ વખતે સુરક્ષા આપવા માટેનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ભગવાન મહાવીરે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું કે, આધ્યાત્મિક માર્ગ પર સંન્યાસી પોતાની રીતે હિમંત અને શિસ્તતાથી શુદ્ધિના લક્ષ સુધી પહોંચે છે. સ્વર્ગીય દેવતાઓ કે મનુષ્યની મદદ વિના વ્યક્તિએ પોતાના કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ સાંભળી ઇન્દ્ર દેવ આદર પૂર્વક વંદન કરી ત્યાંથી ચાલ્યા ગયા. Page 154 of 307 Page #171 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) F.1.3.૪ શૂલપાણી દ્વારા કષ્ટ વિચરતા વિચરતા ભગવાન મહાવીર જ્યારે અસ્થિકાગ્રામ નામના ગામમાં આવ્યા ત્યારે તેઓ શૂલપાણી નામના યક્ષના મંદિરમાં રાત્રિ પસાર કરવા માંગતા હતા. ગામવાળાઓએ તેમને ચેતવણી આપી કે દુષ્ટ યક્ષ રાત્રિ પસાર કરવાવાળા કોઈપણ મુસાફીરને મોતને ઘાટ ઉતારશે. પરંતુ મહાવીરે જરા પણ ડગ્યા વગર ત્યાં જ રાત્રિ પસાર કરવાનો આગ્રહ કર્યો. તેમની શક્તિઓ માટે આ એક પડકાર છે એમ માની યક્ષ બહુ જ ક્રોધિત થયા. તેણે ભૂત, હાથી, સાપ અને સિંહના વિવિધ સ્વરૂપો ધારણ કરીને ભગવાન મહાવીરને ડરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો. ત્યારબાદ તેણે ભગવાનની આંખો, કાન, નાક, માથા, નખ અને પીઠને વીંધવા લાગ્યો પરતું આ આત્યાંતિક વેદના પણ ભગવાનના મનની શાંતિને વિંધવામાં નિષ્ફળ રહી. આ નિષ્ફળતાથી શૂલપાણી પોતાની રાક્ષસી શક્તિથી હતાશ થયો અને એક દિવ્ય આધ્યાત્મિક પ્રકાશથી પ્રકાશિત થયો. ધીરે ધીરે તેનો ગુસ્સો ઓછો થયો, ભય ઓગળી ગયો અને સદ્ ભાવનની લાગણી છવાઈ ગઈ. તેણે મહાવીરના પગે પડી નમ્રતાથી તેમની માફી માંગી. F.1.3.પ ચંડકૌશિક અસ્થિકાગ્રામ છોડીને મહાવીર વચાલા શહેરની દિશામાં આગળ વધ્યા. આ શહેરનો માર્ગ એક ગાઢ, નિર્જન વનમાંથી પસાર થતો હતો. જ્યારે કેટલાક ભરવાડોએ મહાવીરને જંગલમાં પ્રવેશતા જોયા ત્યારે તેમણે મહાવીરને તે માર્ગમાં રહેતા કાળા નાગ વિષે ચેતાવણી આપી. આ સાપના ફૂંફાડા અને ત્રાટક શક્તિ છોડ અને વૃક્ષને બાળી નાખતા અને ઉડતા પક્ષીઓ અને સ્થાયી મનુષ્યોનું મૃત્યુ કરતા એમ મનાતું હતું. પોતાના અવધિ જ્ઞાનથી ભગવાન પરિસ્થિતિને જાણતા હતા. પોતાના સાર્વત્રિક પ્રેમથી નાગને પ્રકાશિત કરવા (જ્ઞાન આપવા) ભગવાન જંગલમાં પ્રવેશી નાગ જ્યાં રહેતો હતો તે સ્થાનની નજીક સ્થિર હલનચલન વિના ધ્યાન મુદ્રામાં ઊભા રહ્યા. અભિમાની નાગ ફૂંફાડો મારતો ભગવાન મહાવીરની સામે જોતાં પોતાના બિલમાંથી બહાર નીકળ્યો. પરંતુ ભગવાન મહાવીર સ્થિર, અચલ ઊભા રહ્યા. આનાથી ક્રોધિત થયેલા ચંડકૌશિક નાગે ભગવાન મહાવીર તરફ ત્રણ વખત ઝેર ફેલાવ્યું. આ ઝેરની ન તો ભગવાન મહાવીર પર કંઈ અસર થઈ કે ન તેમના ધ્યાનમાં ખલેલ પહોચી શકી. ક્રોધમાં અંધ નાગે પોતાની ફેણ વડે સઘળું ઝેર ભગવાન મહાવીરના પગમાં ઓકયું. પરંતુ લોહીના બદલે ભગવાનના પગમાંથી દૂધ (દૂધ જેવો સફેદ પદાર્થ) ની ધાર વહેવા લાગી. ભગવાન મહાવીરે કરુણા સભર નમ્ર નજર નાગ ઉપર નાખી. તેમણે ચંડકૌશિકને ક્રોધ પર કાબૂ રાખવા અને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રકાશિત(જ્ઞાન આપવા) કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે નાગ મહાવીર ભગવાનની અનિમેષ દ્રષ્ટિને મળ્યા ત્યારે તેમણે પોતાના અંતરમાં સુખ શાંતિની લહેર અનુભવી. નાગે ચિંતન કરવાનું શરૂ કર્યું અને તેમને જાતિ સ્મરણ જ્ઞાન (ભૂતકાળના ભવનું) જ્ઞાન થયું અને સમજાયું કે તેના પાછલા બે Page 155 of 307 Page #172 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ભવો દરમિયાન ભારે ગુસ્સો અને તીવ્ર રાગને લીધે તે ખૂબજ પીડા અને અધોગતિ સહન કરી રહ્યો હતો. તે પસ્તાવાની લાગણી અનુભવી રહ્યો હતો. તેમણે આખી જિંદગી કોઇની તરફ ન જોવાનું અને ખાવા-પીવાના ત્યાગનું વચન લીધું. તેમણે છેલ્લા ત્રણ જન્મો દરમિયાન કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા અને ભવિષ્યના સુધાર માટે સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચંડકૌશિકે શાંતિપૂર્વક પોતાનું માથું બિલની અંદર અને શરીરનો એક ભાગ બિલની બહાર રાખ્યો. થોડા સમય પછી જ્યારે લોકોએ સાંભળ્યું કે ચંડકૌશિક હવે કોઈ માટે હાનિકારક નથી ત્યારે તેઓ જિજ્ઞાસાથી એને જોવા બહાર આવ્યા. તેઓએ તેને શાંતિથી પડેલા જોયા અને કેટલાક લોકો દૂધ અને ભોજન આપી તેની ઉપાસના કરવા લાગ્યા જ્યારે બીજા લોકો ગુસ્સે હતા કારણકે તેમના કુટુંબીઓને તેણે માર્યા હતા. તે બધાએ તેના પર પત્થર ફેંકી અને લાકડાની લાકડીઓ વડે માર માર્યો. તેના લોહી, દૂધ અને ખોરકના કારણે ત્યાં કિડીઓ આકર્ષાઈ પરંતુ ચંડકૌશિકે ક્રોધિત થયા વિના શાંતિપૂર્વક સ્વેછાએ કિડીઓનો ડંખ અને માર સહન કર્યો. થોડા દિવસ પછી તેમનું મૃત્યુ થયું. આત્મ સંયમ અને ભાવનાઓના નિયંત્રણથી (રાગ-દ્વેષ રહિત પણું) તેમના ઘણા પાપ કર્મોનો નાશ થયો. તેથી જીવનના અંત બાદ તેમનો જન્મ સ્વર્ગમાં થયો. F.1.3.6 ચંદનબાળા - દીક્ષા પછીના બારમાં વર્ષ દરમિયાન ભગવાન મહાવીર લાંબી તપસ્યા પછી કૌશંબી શહેરમાં પ્રવેશ્યા. મનમાં નક્કી કરેલો અભિગ્રહ પૂરો થાય પછી જ ભિક્ષા સ્વીકારવી એવું તેમણે નક્કી કર્યું હતું. એ અભિગ્રહ હતો – પ્રવેશદ્વાર પર એક પગ અંદર અને એક પગ બહાર હોય એવી વ્યક્તિ દ્વારા ટોપલીના ખુણામાંથી આપવામાં આવેલા અડદના બાલુડા વહોરશે સ્વીકારશે તેમજ તે વ્યક્તિ રાજકુમારી હોવી જોઈએ, જેના હાથ અને પગ સાંકળેથી બાંધેલા હોય, તેણે અઠ્ઠમ તપ (ત્રણ દિવસના ઉપવાસ)ની આરાધના હોય અને આંખોમાંથી અશ્રુ વહેતા હોય. પાંચ મહિના અને ૨૫ દિવસ વીતી ગયા પરંતુ એમનો અભિગ્રહ પૂરો થતો ન હતો. એક દિવસ તેઓ ચંદનબાળા પાસે આવ્યા. જે એક ધાર્મિક વેપારીને ત્યાં ગુલામ તરીકે વેચાએલ રાજકુમારી હતી. તે વેપારીની ઈર્ષાળુ પત્ની દ્વારા તેનું મુંડન કરવામાં આવ્યું હતું. તેણે ભગવાન મહાવીરના બધા અભિગ્રહણશરતો) પૂરા કર્યા તેથી ભગવાને ભિક્ષાનો સ્વીકાર કર્યો. ચંદનબાળાની સંપૂર્ણ વાર્તા પછીના વાર્તા વિભાગમાં વિસ્તારથી જોઈશું. F.1.3.7 છેલ્લી યાતના : કાનમાં ખીલા ચિંતનના તેરમાં વર્ષ દરમિયાન ચર્મીની ગામની સીમમાં ભગવાન મહાવીર ગૂઢ ધ્યાનમાં લીન ઊભા હતા. એક ગોવાળ તેમની પાસે ગયો અને બળદોની સંભાળ રાખવાનું કહીને ત્યાંથી જતો રહ્યો. પરંતુ ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ હોવાથી ભગવાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં. Page 156 of 307 Page #173 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જ્યારે ગોવાળ પાછો ફર્યો ત્યારે તેણે તેના બળદો ત્યા ન દેખાયા તેથી તેણે ભગવાન મહાવીરને બળદો વિષે પૂછ્યું પરંતુ ભગવાન ધ્યાનમાં લીન હોવાથી કોઈ જવાબ ગોવાળને મળ્યો નહીં. ગોવાળ ગુસ્સે થઈ ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકયા. ભગવાન મહાવીરે આ દર્દ ધૈર્યથી સહન કર્યું. ત્યાંથી ભગવાન મહાવીર પાવા ગયા. ભિક્ષા માટે તેઓએ સિદ્ધાર્થ નામના સમૃદ્ધ વેપારીના ઘરમાં પ્રવેશ કર્યો. તે વેપારી ખારક નામના ચિકિત્સક સાથે બેઠો હતો. ભગવાન મહાવીરના ચહેરાની અભિવ્યક્તિથી તેઓ તીવ્ર પીડામાં છે એવું ચિકિત્સક સમજી ગયા. ખૂબ જ મુશ્કેલીથી મહાવીરને તેનો ઈલાજ કરાવવા સમજાવ્યા. તેમને તેલથી ભરેલા ટબમાં બેસાડી મસાજ કરવામાં આવ્યો અને ત્યારબાદ ઔષધીય કાંટા વડે ખીલા કાઢી નાખવામાં આવ્યા. દુ:ખાવો એટલો તીવ્ર હતો કે ભગવાન મહાવીરથી પણ વેદનાની ચીસ નીકળી ગઈ. પછી ચિકિત્સકે પાટાપિંડી કરી, ત્યારે પણ ભગવાન શાંત ચિતે ધ્યાનમાં રહ્યા. છેલ્લી યાતનાની સંપૂર્ણ વાર્તા પછીના વાર્તા વિભાગમાં વિસ્તારથી જોઈશું. F.1.3.8 કેવળ જ્ઞાન અને નિર્વાણ મહાવીર સ્વામીએ સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી અને ઊંડા ધ્યાનમાં રહ્યા. આ સમય દરમિયાન તેમણે જંગલો, નિર્જન સ્થળોએ નિવાસ કર્યો. એક દિવસથી લઈને છ મહિનાના ઉપવાસ કર્યા. બધા અવરોધોનો અને કષ્ટોનો ધૈર્ય અને હિંમતપૂર્વક સહન કરી તેઓ ધ્યાનના ઉચ્ચતમ તબક્કે પહોંચ્યા. તેઓ જમ્ભીકા ગામે પહોંચી ત્યાંની ઋજુવાલીકા નદીના કાંઠે રોકાયા. તે સમયે તેમને બે દિવસના ઉપવાસ હતા. બાકી રહેલા કર્મોનો ક્ષય કરવા તેઓ ગોદુલીકા આસનમાં બેઠા હતા. વૈશાખ સુદ દશમના દિવસે ઉચ્ચતમ ધ્યાનસ્થ અવસ્થામાં સર્વ ઘાતિ કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાનને કેવળજ્ઞાન થયું તે સમયે ઈન્દ્ર અને બીજા સ્વર્ગીય દેવોનું સિંહાસન ચલાયમાન થયું. ભગવાનના ચોથા કલ્યાણકનો પવિત્ર પ્રસંગ ઉજવવા બધા દેવો ભેગા થયા. તેમણે ભગવાન મહાવીરના પ્રથમ ઉપદેશ માટે સમવસરણનું નિર્માણ કર્યું. ભગવાન મહાવીરે પ્રથમ ઉપદેશ રાત્રે આપ્યો જ્યારે ફક્ત દેવો જ હાજર હતા. પછી ભગવાને પાવપૂરીની યાત્રા કરી અને મહાસેન નામના બગીચામાં રોકાયા. અહી અશોક વૃક્ષની નીચે બેસી ભગવાન મહાવીરે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. F.1.3.8.1 અગિયાર જ્ઞાની બ્રાહ્મણો બન્યા ગણધર અનેક અતિશય અથવા ગુણોથી સંપન્ન ભગવાન મહાવીરે દેવતાઓ, મનુષ્યો અને પ્રાણીઓની સભામાં આત્મલક્ષી અને હ્રદયસ્પર્શી ઉપદેશ આપ્યા. તે સમયે નગરના અન્ય ભાગમાં એક મહાન બલિદાન યજ્ઞ ચાલતો હોવા છતાં વિશાળ ટોળા યજ્ઞની વિપરીત દિશામા સમવસરણ તરફ જતાં Page 157 of 307 Page #174 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જોવા મળ્યા. બલિદાનના મુખ્ય પૂજારી ગૌતમ ગૌત્રના ઇન્દ્રભૂતિએ આ ટોળા કયા જાય છે તેની પૂછપરછ કરી અને તેમને ખબર પડી કે બધા ભગવાન મહાવીરના સમવસરણમા જાય છે. ભગવાન મહાવીર લોકોને આકર્ષિત કરે છે તે જાણી ઇન્દ્રભૂતિનો અહમ ઘવાયો અને સર્વજ્ઞ ગણાતા ભગવાનનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના શિષ્યો સાથે સમવસરણમાં જવાનું નક્કી કર્યું. ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિને નામથી બોલાવી પૂછ્યા વગર આત્મા વિષેની તેમની શંકાઓનું સમાધાન કર્યું. તેથી ઇન્દ્રભૂતિએ પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. આ સાંભળીને યજ્ઞ પાસેના બાકીના દસ વિદ્ધવાનો સમવસરણમાં આવ્યા અને તેમની શંકાઓનું સમાધાન થયા પછી ૪૪૦૦ શિષ્યો સાથે દીક્ષા સ્વીકારી. આ રીતે ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને મુક્તિ માર્ગનો ઉપદેશ આપ્યો. ૧૧ બ્રાહ્મણો તેમના મુખ્ય શિષ્યો બન્યા જે ગણધર તરીકે ઓળખવામાં આવ્યા. F.1.3.8.2 ભગવાન મહાવીરની પાવપુરીમાં અંતિમ દેશના અને મોક્ષ એક તીર્થંકર તરીકેના તેમના જીવનના ત્રીસ વર્ષ દરમ્યાન ભગવાન મહાવીરે લાખો લોકોને અહિંસાનો ઉપદેશ આપ્યો અને હજારો લોકોને દીક્ષા આપી. ૫૨૭ બી.સી માં ૭૨ વર્ષની ઉંમરે તેમનું અંતિમ ચોમાસું પાળવા પાવપુરી આવ્યા. આસો માસમાં ખોરાક અને પાણી લીધા વિના બે દિવસના ઉપવાસ કર્યા. સુવર્ણ કમળ પર કમળ મુદ્રામાં બેસી ચતુર્વિધ સંઘ સમક્ષ પોતાનો છેલ્લો અને સૌથી લાંબો ઉપદેશ આપ્યો જે ૪૮ કલાક ચાલ્યો. (આ ઉપદેશ પછીથી જૈન શાસ્ત્રમાં સંકલિત કરાયો હતો અને તેને ઉત્તરાધ્યાન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે.) અમાસની વહેલી સવારે, ભગવાન મહાવીરના બાકી રહેલા ચાર અઘાતિ કર્મોનો ક્ષય થયો આ રીતે આઠે કર્મોનો ક્ષય કરીને ભગવાન મહાવીરનો આત્મા લોકના શિખર પર પહોંચ્યો અને સિદ્ધોના કાયમી નિવાસસ્થાન સિદ્ધશીલા પર ગયા. આ રીતે ભગવાન મહાવીર મુક્તિને પામ્યા. F.1.3.8.3 સ્વર્ગીય દેવો અને માનવો દ્વારા અંતિમ સંસ્કાર ભગવાન મહાવીરના નિર્વાણ સમયે વિવિધ રાજ્યોના ૧૮ શાસકો હાજર હતા. ભગવાનનો જ્ઞાન દિપક જ્યારે વિશ્વમાંથી બુજાયો ત્યારે તેઓએ માટીના અસંખ્ય દીપકો પ્રગટાવ્યા. આ રીતે દિવાળીના પર્વની શરૂઆત થઈ. ભગવાન મહાવીરના પાંચમા કલ્યાણકની જાણ પછી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ઉજવણી કરવા પૃથ્વી પર આવ્યા. તેમણે ભગવાનના શરીરને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો, કીમતી વસ્ત્રોથી સજ્જ કર્યા, તાજ અને અન્ય આભૂષણોથી શણગાર્યા. તેમને પાલખીમાં લઈ જવામાં આવ્યા. લાખો લોકો શોભા યાત્રામાં જોડાયા. વાજિંત્રો Page 158 of 307 Page #175 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પર ગૌરવપૂર્ણ સંગીત વાગી રહ્યું હતું, સુગંધિત ચંદનના લાકડા ઉપર પાલખી મૂકવામાં આવી. અંતિમ પ્રાર્થના કર્યા પછી અગ્નિ પ્રગટાવવામાં આવી. પછીથી અગ્નિ બુઝાવવા અત્તરયુક્ત પાણી છાંટવામાં આવ્યું. તેમના દાંત અને હાડકાં દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. F.1.3.9 ઉપદેશ ભગવાન મહાવીરના ઉપદેશોનું તેમના શિષ્યો દ્વારા ૧૨ પુસ્તકોમાં સૂત્રોના રૂપમાં મૌખિક રીતે સંકલન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકો અંગ આગમ સૂત્ર તરીકે ઓળખાયા. અનેક વિદ્ધવાન આચાર્યો (શ્રુત કેવલી સાધુઓ) એ અંગ આગમ સૂત્રોને વધુ સમજાવવા ઘણા પુસ્તકોનું સંકલન કર્યું હતું. આ બધા પુસ્તકો ગમ અથવા આગમ સૂત્રો કહેવામાં આવે છે અને તે જૈન ધર્મમાં શાસ્ત્ર તરીકે માનવામાં આવે છે. આ આગમ સૂત્રો સમયની સાથે સાથે મૌખિક રીતે સાધુઓની પેઢી દર પેઢી પસાર કરવામાં આવ્યા હતા. સમય જતાં આ આગમ સૂત્રોમાંથી કેટલાક ખોવાઈ ગયા. લગભગ એક હજાર વર્ષ પછી યાદ રહેલા આગમ સૂત્રોનું સંકલન કરવામાં આવ્યું હતું અને તાડપત્રી પર લખવામાં આવ્યું હતું. બોધ : દરેક ઘટનામાં તીર્થંકર મહાવીરના મન અને આત્મા તેમની શારીરિક વેદના અને યાતના ઉપર જીતી જાય છે એ આપણને આ ઘટનાઓથી જણાય છે. તેમણે ધ્યાન અને તપસ્યાથી આત્માનું કિરણ કર્યું લોક, રેક વસ્તુઓને પોતાના ખાસ અલગ કોઈ ભેદ ના અને અમર આત્માની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિશેષતાઓ : પાછલા ભવો : નયસાર (ભવ ૧, સ્મયકત્વની પ્રાપ્તિ) મરીચિ (ભવ ૩) વિભૂતિ (ભવ ૧૬) ત્રિપુષ્ટ વાસુદેવ (ભવ ૧૮) પ્રિય મિત્ર ચક્રવર્તી (ભવ ૨૩) અને નંદન મુનિ (ભવ ૨૫ તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ, મહાવીર તરીકેના જન્મ પહેલા ૩ જીવન) ૫૯૯ બી.સી. સમયે રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા જેમણે ૧૪ કે ૧૬ સ્વપ્નો જોયા હતા ભાઈ - નંદીવર્ધન, બહેન – સુદર્શના. હિમંત અને ધ્યાનના પ્રસંગો – બાળપણમાં નાગ, ગાયનું ધણ, શૂલપાણી રાક્ષસ, ચંડકૌશિક, કાનમાં ખીલા. મહત્વપૂર્ણ સંકળાયેલા નામ - ચંદનબાળા, ૧૧ ગણધર (ગૌતમ સ્વામી). ઉપદેશો : આગમ સૂત્ર (૧૨ અંગ) નિર્વાણભૂમિ - પાવપુરી, દિવાળી તહેવાર Page 159 of 307 Page #176 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) F.2 તીર્થંકર પાર્શ્વનાથ આશરે ૩૦૦૦ વર્ષ પહેલા ભારતના ગંગાકિનારે આવેલા વારાણસીમાં (બનારસ) અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા. રાણી વામાદેવી સાથે અશ્વસેન રાજા શાંતિપૂર્વક જીવન જીવતા તથા પણ ખૂબ જ લોકપ્રિય હતા. માગશર વદ ૧૦ (લગભગ ડિસેમ્બર મહિનો) ના દિવસે વામાદેવીએ રાજકુંવરને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસ બાજુમાંથી સાપ પસાર થતો જોયો હતો, તે સાપની છાપ વામાદેવીના મન પર બહુ ઘેરી થઈ તેથી જન્મેલા બાળકનું નામ પાર્શ્વકુમાર પાડ્યું. સંસ્કૃત અર્થ પ્રમાણે ધાર્યા કેટલે નજીકનું ખૂબ જ સમૃદ્ધિ વચ્ચે ઉછરતા પાર્શ્વકુમાર મોટા થતાં ખૂબ જ આકર્ષક યુવાન બન્યા. તે ખૂબ જ વિવેકી, બહાદુર તથા કુશળ યોદ્ધા હતા. આજુબાજુના રાજાઓ તેનાથી પ્રભાવિત થઇ પોતાની કન્યાને પાર્શ્વકુમાર સાથે પરણાવવા આતુર હતા. પાર્શ્વકુમારના લગ્ન પાડોશના રાજાની રાજકુંવરી પ્રભાવી સાથે ખૂબ જ ધામધુમથી થયા. પાર્શ્વકુમાર પોતાનું પરણીત જીવન સુખેથી પસાર કરતા હતા. તે સમયે બાળપણમાં જ માતા પિતા ગુમાવેલ અનાથ ભિક્ષુક કમઠ ત્યાં વારાણસીમાં પંચાંગ્નિ હવન કરવા માટે આવ્યો. એ ક્રિયાકાંડી હતો. તેની પાસે કોઈ પ્રકારની મૂડી નહોતી. લોકોની દયા પર જીવતો હતો. તેના વિધિ-વિધાનથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને તેની ભક્તિ કરવા લાગ્યા. કમઠના યજ્ઞ વિશે જ્યારે પાર્શ્વકુમારે જાણ્યું ત્યારે અગ્નિથી થતી હિંસાને લીધે તેઓ તેને તેમ ન કરવા સમજાવવા લાગ્યા પણ કમઠ કોઈ હિસાબે માન્યા નહીં. અતીન્દ્રિયના જ્ઞાનથી પાર્શ્વકુમારે યજ્ઞમાં બળતા લાકડામાં રહેલા સાપને જોયો. પોતાના માણસોને તે લાકડું બહાર કાઢી લઇ સાપને બચાવવા કહ્યું. સેવકે અડધો બળેલ સાપ બહાર કાઢ્યો. કોઈને સાપ દેખાયો નહોતો. તેથી પાર્શ્વકુમારે સાપને જોયો તેનાથી બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. મરતા સાપને નવકાર સંભળાવ્યો. સાપ ક્ષણવારમાં મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ તે સાપે સ્વર્ગમાં રહેતા નાગકુમારોના રાજા ધરણેન્દ્ર ના રૂપે ફરી જન્મ લીધો. પોતાના યજ્ઞના અગ્નિથી સાપ મર્યો તેનો પસ્તાવો થવાને બદલે કમઠ પાર્શ્વકુમાર ઉપર ગુસ્સે થયા. બદલો લેવાની તક શોધ્યા કરતા કમઠે આકરી તપશ્ચર્યા કરીને મરીને વરસાદના દેવ મેઘમાળી તરીકે બીજા ભવમાં જન્મ લીધો. સંસારી જીવોનું દુઃખ જોઈ પાર્શ્વ કુમારને વૈરાગ્ય આવ્યો. તેથી સાંસારિક સુખો અને સંબંધો છોડી વીસ વર્ષની ઉંમરે તેઓ સાધુ બની ગયા. પરમ સત્યને શોધવા માટે તેમણે બાકીનું જીવન Page 160 of 307 Page #177 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ધ્યાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઊંડી ધ્યાનસ્થ અવસ્થામાં રહેવા લાગ્યા પાછળથી તેઓ પાર્શ્વનાથ તરીકે ઓળખાયા. એકવાર તેઓ કાઉસગ્ગ અવસ્થામાં હતા ત્યારે વરસાદના દેવ મેઘમાળીએ તેમને જોયા. પાર્શ્વકુમારે પોતાના યજ્ઞમાં દખલગીરી કરી હતી તે પૂર્વભવનો બનાવ તેમને યાદ આવ્યો અને બદલો લેવાની વૃત્તિ થઈ. પોતાની દેવી શક્તિથી હાથી, સિંહ, ચિત્તો તથા નાગ એમ ચારેય પ્રકારના હિંસક પ્રાણીઓ પાર્શ્વકુમાર ને મારવા માટે મોકલ્યા પણ પાર્શ્વનાથ ને જોઈને તેઓ શાંત થઈ ગયા. પછી મેઘમાળીએ ભારે વરસાદ વરસાવ્યો. પાર્શ્વનાથ તો ધ્યાનમાં હતા વરસતો વરસાદ છેક તેમના ગળા સુધી આવી ગયો. તે વખતે સ્વર્ગમાં રહેતા રાજા ઘરણેન્દ્રએ જોયું કે મેઘમાળીના ઉપદ્રવથી પૂરના પાણીમાં પાર્શ્વનાથ તણાઇ જશે. તરત જ એ તેમણે કમળનું ફૂલ તેમના પગ નીચે મુક્યુ જેના કારણે પાર્શ્વનાથ પાણીની સપાટી ઉપર આવી ગયા. પોતાની ફેણ તેમના માથા પર છત્રીની જેમ ધરી અને વરસાદથી તેમનું રક્ષણ કર્યું. મેઘમાળીને કડક શબ્દોમાં તેના અધમ કાર્યો તથા વરસાદ ને રોકવા કહ્યું. મેઘમાળીના પાર્શ્વનાથને હેરાન કરવા ના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આવા દયાળુ ભગવાન જેવા માણસને પોતે હેરાન કર્યા તેનો તેને ખૂબ જ પસ્તાવો થયો. પોતાની તમામ દેવી શક્તિ પાછી ખેંચી લીધી અને પોતાના દુષ્કૃત્યોની માફી માંગતો તેમના પગમાં પડી ગયો. શારીરિક યાતનાના આ સમગ્ર સમય દરમિયાન પાર્શ્વનાથ ઊંડા કાઉસગ્ગમાં જ હતા. તેથી તેમને મેઘમાળીનો ઉપદ્રવ કે ઘરણેન્દ્રનુ રક્ષણ એ બંને પ્રસંગો સમાન હતા. સંપૂર્ણ સમતાનો ગુણ વિકસાવ્યો હોવાથી ધરણેન્દ્ર પ્રત્યે પક્ષપાત ન હતો કે ન હતી મેઘમાળી પ્રત્યે ધૃણા. આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાને વિકસાવતા તેઓ આખરે પોતાના સંસાર ત્યાગના ૮૪ માં દિવસે કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ બન્યા. આ દિવસ ફાગણ વદ (એપ્રિલ માસ) ચોથ હતી. તેઓએ હવે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સાચા ધર્મનો સહુને ઉપદેશ આપ્યો. તેઓ જૈન ધર્મના ૨૩મા તીર્થંકર બન્યા. તેમના ઘણા અનુયાયીઓ હતા. દસ ગણધર હતા. તેમના માતા-પિતા તથા પત્ની પણ સંસારનો ત્યાગ કરી સાધુ સાધ્વી થયાં. બિહારમાં આવેલા જૈનોના પવિત્ર સ્થળ એવા સમેતશિખરમાં ૧૦૦ વર્ષે તેઓ નિર્વાણ પામ્યા. ભૌતિક પદાર્થ નું પરિગ્રહણ તથા સાંસારિક સંબંધો પ્રત્યેના રાગ સામે તથા લોકો સાથેના વૈરાગ્ય અને અહિંસાના ઉત્કૃષ્ટ પાલનનું ઉદાહરણ ભગવાન પાર્શ્વનાથનું જીવન છે. આત્મ સાક્ષાત્કાર માટે આ પાયાના ગુણો છે. મિત્ર અને દુશ્મન માટે દિલમાં માધ્યસ્થ ભાવ કેમ રાખવો તે આચરણમાં કરી બતાવ્યું. કોઈનું આપણા તરફનું ખરાબ વર્તન આપણાં પુર્વ કર્મોનુ પરિણામ હશે એમ વિચારીએ તો આપણને એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ ન થાય. Page 161 of 307 Page #178 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) વિશેષતા: પાર્શ્વનાથના માતા-પિતા : વામાદેવી અને અશ્વસેન. પત્ની : પ્રભાવતી. યજ્ઞ જેણે કરાવ્યો હતો : કમઠ (પુનઃજન્મ : મેઘમાળી, વરસાદના ભગવાન તરીકે). સાપ જે યજ્ઞમાંથી મળ્યો હતો : પુનઃજન્મ : ધરણેન્દ્ર, નાગકુમારનો રાજા. Page 162 of 307 Page #179 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) F.૩ ભગવાન નેમિનાથ ભારતમાં ઉત્તર પ્રદેશમાં યમુના નદીના કિનારે આવેલ મથુરા તથા સૌરીપૂરમાં યાદવ વંશના રાજા સમુદ્ર વિજય રાજ્ય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી તથા નેમકુમાર નામે રાજકુમાર હતો. તે નેમકુમાર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટ નામના કાળા હીરાના ચક્રની નેમી અર્થાત ધાર જોઈ હતી તેથી તેમને અરિષ્ટનેમી પણ કહે છે. મથુરાના રાજા વાસુદેવ સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેમને રોહિણી અને દેવકી નામે બે રાણી હતી. રોહિણીએ બલરામને તથા દેવકીએ શ્રી કૃષ્ણને જન્મ આપ્યો હતો. જૈન પરંપરા પ્રમાણે બલરામ અને શ્રીકૃષ્ણ નવમા બલદેવ અને વાસુદેવ ગણાય છે. જયારે હિન્દુ પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. આ સમયમાં શિકાર અને જુગારને બહુ પ્રિય પ્રવૃત્તિઓ ગણવામાં આવતી. ધર્મના નામે પશુનો બલી અપાતો હતો અને લોકો માંસાહાર પણ કરતા. આખું મધ્ય ભારત એકબીજા સાથેના અનેક કાવાદાવાથી ભરેલા રાજ્યોમાં વહેંચાયેલું હતું. તેમાં રાજા કંસ અને મગધનો રાજા ખૂબ જ દુષ્ટ અને ઘાતકી સ્વભાવના હતા. જૈન પરંપરા પ્રમાણે જરાસંઘ પ્રતિવાસુદેવ તરીકે ઓળખાય છે. રોજના આ રાજાઓના ત્રાસથી પ્રજાને બચાવવા રાજા સમુદ્રવિજય, રાજા વાસુદેવ, રાજા ઉગ્રસેન તથા શ્રી કૃષ્ણ અને બલરામ ગુજરાતના પશ્ચિમ કિનારે આવી વસ્યા. શ્રીકૃષ્ણએ રૈવતક (ગિરનાર) પર્વતની નજીક દરિયા કિનારે મોટી અને સુંદર દ્વારિકાનગરી વસાવી અને એના મજબૂત અને ભવ્ય સ્થાપત્યને કારણે તે નગરી સ્વર્ગ સમી સુંદર લાગતી. ગિરનારની બીજી બાજુએ આવેલ જૂનાગઢમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેમની પત્ની ધારિણીને રામની અથવા રાજુલ નામે દીકરી હતી. તે સુંદર રાજવુંવરીને અનેક રાજકુંવરો પરણવા ઇચ્છતા હતા. નેમકુમારના ગુણો સાંભળીને રાજીમતી તેમની સાથે પરણવા તૈયાર થઈ ગઈ. ઉગ્રસેને કહેણ મોકલ્યું. મિત્રો તથા વડીલોએ નેમકુમારને ખૂબ સમજાવ્યા. ઘણી આનાકાની બાદ સંસારથી વિરક્ત નેમકુમાર રાજુલ સાથે પરણવા તૈયાર થયા. નેમ-રાજુલ નું આદર્શ જોડું બનશે તેવું બધા માનવા લાગ્યા. ઉગ્રસેન પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવા તૈયારી કરવા લાગ્યા. શ્રીનેમકુમાર, સાજન-મહાજન, ઢોલ-નગારા સાથે ભવ્ય જાન જોડી પરણવા નીકળ્યા. રસ્તામાં તેમણે ચિત્કાર કરતા પશુઓને પાંજરામાં જોયા. પશુઓના રુદનનું કારણ તેમણે સારથીને પૂછ્યું. તમારા લગ્નના જમણવારમાં આ પ્રાણીઓનું માંસ પીરસાશે એમ સારથીએ જણાવ્યું. તેમણે સારથીને બધા પાંજરા ખોલીને પશુઓને મુક્ત કરવા જણાવ્યું. આવી હિંસા કેવી રીતે રોકી શકાય તે વિચારવા લાગ્યા. શું દરેક જીવ માટે શાંતિ અને સલામતી ભર્યા રસ્તો નહીં હોય? જેમ જેમ તેઓ વિચારતા ગયા તેમ તેમ તેમને સહુના શ્રેય માટેના રસ્તા સમજાતા ગયા. લગ્ન કરીને Page 163 of 307 Page #180 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સંસારમાં ઓતપ્રોત થયા પછી કદાચ તેને છોડવું અઘરું બને તેથી સત્ય અને સુખના રસ્તે પોતાને તથા અન્યને દોરી જવા માટે આ જ યોગ્ય સમય છે એં વિચાર્યું. અને તેમણે લગ્ન નહીં કરવાનું નક્કી કર્યુ. તેમના આ નિર્ણયથી કન્યા પક્ષ વાળા સહુ અચંબામાં પડી ગયા. સગાવહાલા અને મિત્રોએ તેમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે શાંતિથી સહુને સમજાવ્યું કે તેમનો ઉદ્દેશ જીવમાત્રને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરવાનો છે. પાંજરામાં બંધાયેલા આ પ્રાણીઓને જેમ આપણે પણ આ આપણા ગાઢ કર્મોથી બંધાયેલા છીએ. પ્રાણીઓ મુક્ત થવાથી ઘણો જ આનંદ અનુભવે છે. બંધન કરતા મુક્તિમાં જ સુખ રહેલું છે. કર્મના બંધનને કાપીને પરમ સુખ મેળવવા માટેના માર્ગે હું જવા ઇચ્છું છું માટે મને રોકશો નહીં અને સારથીને રથ તરત પાછો વાળવા જણાવ્યું. પોતાના રાજ્યમાં પાછા ફર્યા બાદ નેમકુમાર એક વર્ષ સુધી ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થયા. ત્યારબાદ પોતાનો રાજમહલ છોડીને રૈવત ઉપવનમાં રહેવા લાગ્યા. સાધુ બનેલા નેમકુમાર ધ્યાન અવસ્થામાં સાચા સુખનું ચિંતન કરતા સ્થિર ઊભા રહ્યા. અજ્ઞાનને કારણે બુદ્ધિગમ્ય જ્ઞાન સત્યથી વેગળું રહે છે. પરિણામે ખોટા પગલાં ભરતા દુઃખને દર્દ જ મળે છે. તેથી તે આત્મામા ઊંડા ઊતરી ચિંતન કરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર ૫૪ દિવસ સુધી અધ્યાતમ ધ્યાનમાં પસાર કર્યાં બાદ નેમિનાથે પોતાના આત્માના સહજ સ્વરૂપ અને અનંત શક્તિઓના રુંધનારા પોતાના ઘાતી કર્મનો સંપૂર્ણ નાશ કર્યો અને આત્મા અંગે જે ધૂંધળું અને અસ્પષ્ટ જ્ઞાન હતું તે સત્ય રૂપે પ્રાપ્ત થયું. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને સર્વજ્ઞ બન્યા. ચતુર્વિધ ધાર્મિક વ્યવસ્થાની સ્થાપના કરી. જૈન ધર્મના બાવીસમાં તીર્થંકર બન્યા. ત્યાર બાદ બાકીનું લાંબું આયુષ્ય સામાન્ય જન સમુદાયને મુક્તિના માર્ગરૂપ ઉપદેશ આપવામા વિતાવ્યું. જ્યારે નેમિનાથે આ ભૌતિક દુનિયાને છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે રાજુલની સખીઓ તેની મશ્કરીઓ કરતી હતી. અને નેમિનાથ વરરાજા રૂપે પધારે તે ઘડીઓની આતુરતા પૂર્વક રાહ જોતી હતી. અચાનક નેમકુમાર પરણવાને બદલે બારણેથી પાછા ફર્યા છે તેવા સમાચાર મળ્યા. કોઈ નેમકુમારના આ નિર્ણયને સમજી ના શક્યા. રાજુલ ઊંડા દુઃખમાં સરી પડી. તેની સખીઓ તેને કલાકો સુધી આશ્વાસન આપવા લાગી. કેટલીક સખીઓ નેમકુમારને શાપ આપવા લાગી. કેટલીક રાજુલ ને સમજાવવા લાગી કે ખરેખર નેમકુમાર તારે યોગ્ય હતાં જ નહીં. એમનાથી પણ ઉત્તમ વર શોધી કાઢીશું, પણ રાજુલે નેમકુમારને મનોમન પતિ માની લીધા હતા, તેથી કોઈ નેમકુમાર વિરુદ્ધ કંઈપણ બોલે તેનાથી સહન થતુ નથી. રાજુલ પણ આધ્યાત્મિક સ્વભાવવાળી હતી. નેમકુમારનું પાછા ફરવાનું સાચું કારણ જાણ્યું ત્યારે તે પણ દુખમાંથી બહાર આવી અને વિચારવા લાગી કે નમકુમારનો ઉમદા હેતુ તેણે પણ સ્વીકારવો જોઈએ. રાજુલ પણ નેમકુમારને પગલે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગી. Page 164 of 307 Page #181 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) નેમનાથને કેવળ જ્ઞાન થયાનું જાણીને સમવસરણમાં તે પોતાની સખીઓ સાથે ગઈ અને ત્યાં જ દીક્ષા લીધી. બાકીનું જીવન સાધ્વી બનીને ધ્યાન અને સાધનામાં પસાર કર્યું. તેના સર્વ કર્મોનો ક્ષય થતાં ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવી. ભગવાન નેમિનાથનું જીવન પ્રાણીઓ પ્રત્યેની કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાણીઓના વધ અને અસહ્ય પીડાનું નિમિત્ત પોતે છે તે સમજાતા દુઃખમાંથી આત્યંતિક નિવૃત્તિ એટલે કે મોક્ષ માટેની તેમની ઉત્કંઠા પ્રબળ બની ન આવી સજા પણ આનંદ તેમાંમારા સત્ય અને મોટા ર્ગને અનુસ વિશેષતા: નેમિનાથના માતા-પિતા : શિવાદેવી અને સમુદ્રવિજય બીજા નામો : અરિષ્ટનેમિ જન્મ સ્થળ : સૌરીપૂર પોતાના લગ્નના જમણવારમા પશુઓનું માંસ પીરસાસે એ સાંભળી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને આ દુખમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતવાનું નક્કી કર્યું રાજકુમારી રાજુલે પણ નેમિનાથના પગલે દીક્ષા લીધી. Page 165 of 307 Page #182 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) F.4 તીર્થકર મલ્લીનાથ ઘણા વર્ષો પહેલા જંબુદ્વિપના મહાવિદેહમા વીતશોકા શહેરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને છ લંગોટિયા મિત્રો હતા. આ સાતેય મિત્રોની મિત્રતા એટલી ગાઢ હતી કે કોઈ કોઈને પૂછ્યા વગર કશું કરતા નહીં. એકવાર ધર્મઘોષસૂરિ નામના ખૂબ જાણીતા આચાર્ય વીતશોકા શહેરમાં આવ્યા. રાજા મહાબલ અને તેના મિત્રો તેમનો ઉપદેશ સાંભળવા ગયા અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મહાબલને સમજાયું કે આ ભૌતિક જીવન દુઃખોથી ભરેલું છે. એમણે ભૌતિક સુખો છોડવાનું નક્કી કર્યું. તેમના મિત્રોને પણ તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો. અને રાજા મહાબલ અને છ મિત્રોએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુ થઈને સાતે મિત્રો સંયમ અને તપની સાધના સાથે જ કરતા હતા. મહાબલ પોતાની મુક્તિની સાથે સાથે જગતના જીવ માત્રને દુ:ખોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છતા હતા. કરુણાની આવી તીવ્ર ભાવનાથી તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. મહાબલ અને તેના છ મિત્રો આત્મસંયમને માર્ગે આગળને આગળ વધી રહ્યા હતા. તેઓના મૃત્યુ બાદ તેઓને સ્વર્ગના સુખો મળ્યા. સ્વર્ગનો સમય પસાર કર્યા બાદ તેઓએ જુદી જુદી જગ્યાએ મનુષ્ય તરીકે અવતાર લીધો. આ સમયે ભારતના મીથિલા શહેરમાં કુંભ નામે રાજા રાજ્ય કરતો હતા. તેમની પ્રભાવતી નામની રાણીએ ગર્ભાવસ્થા દરમિયાન તીર્થંકરના આત્માના અવતરણરૂપે પવિત્ર ૧૪ સ્વપ્ન (દિગંબર ફિરકા પ્રમાણે ૧૬ સ્વપ્ન) જોયા. યથા સમયે પ્રભાવતીએ સુંદર રાજકુંવરીને જન્મ આપ્યો. જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. (દિગંબર માન્યતા પ્રમાણે તીર્થંકર મલ્લિનાથ પુરુષરૂપે જ અવતર્યા હતા.) થોડા વર્ષ બાદ રાણીએ એક દીકરાને પણ જન્મ આપ્યો જેનું નામ મલ્લદિન રાખવામાં આવ્યું. બાકીના છ મિત્રો હસ્તિનાપુર, અયોધ્યા, ચંપા, કાશી, કાંપિલ્યપૂર અને શ્રાવસ્તીમા રાજકુંવર તરીકે જન્મ્યા. આ બધા શહેરો આજના ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલા છે. કુસ અને પ્રભાવતી પોતાના બંને સંતાનોનો ઉછેર પ્રેમપૂર્વક કરતા હતા. રાજકુંવરી મલ્લી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. મલ્લદિન પોતાની બહેનનું ખૂબ જ માન જાળવતો. રાજા કુંભ પોતાના બંને સંતાનોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા. તેઓ વિવધ કલાઓમાં પારંગત થાય તે હેતુથી સારા ખૂબ કેળવાયેલા શિક્ષકો રાખ્યા હતા. રાજકુંવરી મલ્લી વિવધ કલાઓમાં પારંગત થઈ. મલ્લદિન સુંદર સશક્ત રાજકુંવર બન્યો અને કુશળ રાજ્યકર્તા થયો. રાજા કુંભે મિથિલામાં કલાભવન સ્થાપવાનું નક્કી કર્યું. આ માટે તેમણે ઉત્તમ પ્રકારના મકાનનું Page 166 of 307 Page #183 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) નિર્માણ કર્યું અને સિદ્ધહસ્ત પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરના એક કલાકાર પાસે આગવી સૂજ અને અસામાન્ય શક્તિ હતી. તે કોઈપણ વ્યક્તિના શરીરના એક અંગને જોઈને તેની આબંબ છબી બનાવી શકતો. એકવાર રાજકુંવરી મલ્લીના એક અંગૂઠાને જોઈને દીવાલ પર તેનું નખશીખ આબેહૂબ ચિત્ર દોર્યું. તેના ભાઈ મલ્લદિને તેનું આ ચિત્ર જોયું ત્યારે ઘડીભર તો તેને થયું કે અહી ખરેખર મારી બહેન મલ્લી જ ઊભી છે હમણાં તેની જોડે વાતો કરશે એટલે એને બે હાથ તેને નમસ્કાર કર્યા. પણ જ્યારે તેણે જોયું કે આ તો ખાલી ચિત્ર જ છે ત્યારે તેને નવાઈ લાગી કે બહેનના શરીરની જીણામા જીણી માહિતી આ કલાકારને કેવી રીતે મળી? ખરેખર ક્લાકારમા રહેલી આગવી આવડત અને તેની અસામાન્ય શક્તિથી ચિત્ર બન્યું હતું. પણ આવી શક્તિનો ભવિષ્યમાં થનારો ખોટો ઉપયોગ પણ તે સમજી શકતો હતો. તેથી પોતાની રાજવી તરીકેની સત્તાનો ઉપયોગ કરી કલાકારની કલા પર પ્રતિબંધ મૂક્યો. ભવિષ્યમાં થનારો તેનો દુરુપયોગ અટકાવવા માટે તેના જમણા હાથનો અંગુઠો કાપી લેવામાં આવ્યો. કલાકાર ખૂબ નિરાશ થઈ ગયો અને બદલાની આગમાં ફરવા લાગ્યો. ગુસ્સે ભરાયેલો કલાકાર હસ્તિનાપુર ગયો. ત્યાં તેના કલાકાર મિત્ર પાસે રાજકુંવરી મલ્લીનું મોટા કદનું ચિત્ર દોરાવ્યું. પહેલાં કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક ચિત્ર બનાવીને હસ્તિનાપુરના રાજાને ભેંટ આપ્યું. જે રાજા આગલા ભવમાં મલ્લીનો મિત્ર હતો. રાજા તે ચિત્ર જોઈ ખૂબ પ્રસન્ન થયા અને કુમારી મલ્લીના પ્રેમમાં પડી ગયાં. તેને પોતાની પત્ની બનાવવાનું નક્કી કર્યું. મિચિયાના રાજા અને તેણે લગ્નનું ઋણ મોં, એ જ પ્રમાણે અયોધ્યા, ચંપા, શ્રી કાંપીલ્યપૂર અને શ્રાવસ્તીના રાજાઓ પણ કુમારી મલ્લીના રૂપથી પાગલ બન્યા અને કુંભને લગ્નનું કહેણ મોકલ્યું. રાજા કુંભને આ એકેય રાજા રાજકુંવરી મલ્લીને લાયક ન લાગ્યા. તેથી તેણે કોઈનું કહેણ ન સ્વીકાર્યું. કુંભનો જવાબ સાંભળીને બધા રાજાઓ ખૂબ જ ગુસ્સે ભરાયા અને કુમારી મલલીને મેળવવા મિથિલા સામે યુદ્ધ જાહેર કર્યું. રાજા કુંભે બધાને બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ છ રાજાઓની શક્તિ સામે હિંમત હારી ગયા. તેણે પોતાના શહેરના દરવાજા બંધ કરી દીધા. છ રાજ્યના રાજાઓનો સામનો કરવો મિથિલા માટે દુષ્કર હતો. રાજકુમારી મલ્લીને જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેણે આ પ્રશ્નનો ઊંડો વિચાર કર્યો. છઠ્ઠી ઈન્દ્રિય ના પ્રતાપે તે જાણી શકી કે આ પ્રશ્ન પોતાની પાછલી જિંદગી સાથે જોડાયો છે. તેણે પાછલા ભવનું જ્ઞાન થતાં જ ખ્યાલ આવ્યો કે પોતે મહાબલ હતી અને આ છ રાજાઓ તેના મિત્રો હતા. એકબીજા માટે ઉંડા પ્રેમ ભાવના કારણે તેઓ સહુ આજુબાજુ નજીક જ હતા. કુમારી મલ્લીએ નક્કી કર્યું કે, આ પ્રશ્ન પોતાની લીધે ઉભો થયો છે તો તેનું નિરાકરણ પણ પોતે જ લાવશે. તેણે પોતાના પિતાને નિશ્ચિંત થવા કહ્યું અને પોતે આનો નિવેડો લાવશે તેવું જણાવ્યું. મહેલના મોટા ઓરડા ને છ બારણા હતા. દરેક બારણા પાછળ ખુબ જ સરસ શણગારેલા ઓરડા બનાવ્યા. દરેક બારણામાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે ઓરડામાં દરેક જણ મોટા ઓરડામાં શું Page 167 of 307 Page #184 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બની રહ્યું છે તે જોઇ શકે પણ બીજા ઓરડામાં ન જોઈ શકે. રાજકુમારીએ પોતાની અસલ પ્રતિકૃતિ જેવું આબેહૂ પૂતળું બનાવ્યું. પૂતળું અંદરથી ખાલી ખોખા જેવું હતું. માથાનો ઉપરનો ભાગ ખુલતો હતો. મોટા ઓરડાની વચ્ચોવચ્ચ પૂતળું મૂકાવ્યું અને દાસીઓ ને દિવસમાં બે વખત મોના ઉપરના ભાગથી ખોરાક નાખવાનું કહેવામાં આવ્યું અને તરત ઉપરનો ભાગ બંધ કરી દેવામાં આવતો. પછી કુમારી એ પોતાના પિતાને જણાવ્યું કે છ એ રાજાઓ મને મળવા ભલે આવે દરેક રાજાને તેમના નક્કી કરેલા ઓરડામાં બેસાડવામાં આવે. તેમણે કાચમાંથી કુમારી મલ્લીને જોઈ. પહેલાં કરતાં પણ વધુ સ્વરૂપવાન લાગી અને વધુ પ્રેમ અનુભવવા લાગ્યા. કુમારી મલ્લી ગુપ્ત દરવાજેથી આવીને પેલા પૂતળા પાછળ ઉભી રહી ગઇ. તેણે પૂતળાનું મોં ખોલી નાખ્યું જેથી અંદર એકઠા થયેલા વાસી ખોરાકની ખરાબ વાસ આવવાને કારણે બધા જ રાજાઓ પોતાના નાક પર કપડું દબાવીને ઉભા રહ્યા. કુમારીએ આગળ આવીને રાજાઓને પૂછ્યું કે તમે જેને જીવથી પણ અધિક પ્રેમ કરો છો છતાં તેની પાસે કેમ ઊભા રહી શકતા નથી. તેઓએ કબૂલ્યું કે તેઓ તેની ગંદી વાસ સહન કરી શકતા નથી. કુમારી મલ્લીએ સમજાયું કે કુદરતી રીતે ખાધેલો ખોરાક શરીરમાં સડો ઉત્પન્ન કરે છે અને લોહીના માંસના લોચા બને છે. તેણે રાજાઓને પૂછ્યું, “આવા સડેલા શરીરની તમને માયા છે? ખરેખર તો જે શાશ્વત છે તેની શોધ કરો. રાજકુમારી મલ્લીએ પાછલા ભવની વાતો યાદ કરાવી અને તેઓ સાથે મિત્રો ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતા તે સમજાવ્યું. તેઓને પણ પૂર્વભવનું જ્ઞાન થયું અને બધું જ ત્યાગીને અધ્યાત્મને માર્ગે વળી ગયા. રાજકુમારી મલ્લીએ સાંસારિક જીવન છોડી દીધું. તેઓ સહસ્રામ્ વનમાં આત્મજ્ઞાન માટે પહોંચી ગયા. આકરી તપશ્ચર્યા દ્વારા તેમણે તમામ ઘાતી કર્મોનો નાશ કર્યો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જૈન ધર્મના તેઓ ૧૯ માં તીર્થંકર થયા. ગામે-ગામે ફરીને સૌને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. અંતે તેઓ સમેતશિખરના પર્વત પર મોક્ષ પામ્યા. શ્વેતાંબર જૈન પંથ એમ માને છે કે તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા. બાકીના તીર્થંકરો પુરુષ હતા. તીર્થંકરની પ્રતિમા આખરે તો અરિહંતના ગુણોને દર્શાવે છે, નહીં કે તેમના સ્થૂળ શરીરને. માટે તમામ તિર્થંકરોની પ્રતિમાઓનું ભૌતિક દેખાવ એકસરખો સ્ત્રી-પુરુષના ભેદ રહિત નો હોય છે. આ શરીર આત્માને ધારણ કરનાર પાત્ર છે. જન્મ-મરણના ફેરામાંથી જેને મુક્તિ નથી મળી તેવા આત્માઓ મૃત્યુ બાદ બીજા શરીરમાં વાસ કરે છે. આ શરીર જે ચામડી, હાડકા અને માંસનું બનેલું છે તે તો નાશવંત છે. શારીરિક દર્ય ણક અને છેતરામણ છે. રાજકુમારીએ મલીએ આ વાત પોતાના પુતળા અને ખોરાક દ્વારા સમજાવી. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી એ જ માનવજીવનનું હાર્દ છે. જીવનની ભૌતિક દ્રષ્ટિથી ઉપર લઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ સાધવી જોઈએ એ થકી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. Page 168 of 307 Page #185 -------------------------------------------------------------------------- ________________ વિશેષતા: Compodium of Jainism – Part (II) છેલ્લા ભવમાં રાજા મહાબલ અને તેના ૬ ખાસ મિત્રો. રાજા કુંભ અને રાણી પ્રભાવતીને ત્યાં જન્મ લીધો, તેમના ભાઇનું નામ મલ્લદીન હતું. ૬ મિત્રો આ ભવમાં રાજા તરીકે જન્મ્યા જે મલ્લી સાથે પરણવા માંગતા હતા, પણ રાજકુમારી મલ્લીએ આ ક્ષણિક શરીરના સૌંદર્યને પોતાના પુતળા અને ખોરાક દ્વારા સમજાવ્યું. LADY Page 169 of 307 બીજાની Page #186 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) દ.ક તીર્થકર આદિનાથ સમય આદિ અને અંત વિનાનો છે. વિકાસના યુગથી શરૂ કરી વિનાશ સુધી સતત વિસ્તરતો રહે છે. જૈન પરંપરા પ્રમાણે વિકાસના યુગને ઉત્સર્પિણી અથવા ચઢતા પરિમાણનો સમય કહેવાય છે, જેમાં દીર્ઘ આયુષ્ય, અઢળક સંપત્તિ તથા તમામ પ્રકારના સુખ સમયે-સમયે વધતા જોવા મળે છે. બીજી બાજુ પડતીના સમયને અવસર્પિણી કાળ અથવા ઉત્તરતા પરિમાણનો સમય કહેવામાં આવે છે. જેમાં જીવનનો કાળ ટૂંકો થતો જાય છે અને સામાન્ય રીતે તમામ પ્રકારના દુઃખો વધતા જોવા મળે છે. આ બે પ્રકારના યુગથી સમયચક્ર ચાલે છે. જૈન ધર્મની કાળમીમાંસા (બ્રહ્માંડમીમાંસા) પ્રમાણે દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ છ આરામાં વહેંચાયેલો હોય છે. અત્યારનો સમય અવસર્પિણી કાળનો પાંચમો આરો ગણાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે તેને કળિયુગ કહે છે. અવસર્પિણી કાળના ત્રીજા આરા સુધી લોકો વધુ સાહજિક અને સાદુ જીવન જીવતા હતા. વસ્તી ઓછી હતી. કુદરત લોકોની તમામ જરૂરિયાત પૂરી કરતી હતી તેથી માણસને તે માટે વધુ મહેનત નહોતી કરવી પડતી. વૃક્ષ રહેવા માટે મકાન તથા પાંદડા વસ્ત્રો પુરા પાડતા. વળી ભૂખ લાગે તો ફળ ફૂલથી તૃપ્ત થતા. નહાવા-ધોવા પાણી પણ પૂરતું મળી રહેતું. ટૂંકમાં જીવન નિર્વાહ માટે તેમને સંઘર્ષ નહોતો કરવો પડતો. શાંતિથી જીવન ચાલતું હતું. આ સમય હજારો કે કરોડો વર્ષ પહેલાનો ગણાય છે અને તે વખતે મનુષ્યનું આયુષ્ય લાખો વર્ષોનું હતું. તેઓ ટોળામા રહેતા. તેમના નાયકને કુલકર અથવા રાજા કહેતા. આ અરસામાં નાભિરાયા કુલકરની આગેવાનીમાં શાંતિમય જીવન વ્યતિત કરતા હતા. તેમને મરૂદેવી નામની રાણી તથા ઋષભ નામનો પુત્ર હતા. ઋષભના જન્મ પછી રાજ્યમાં વસ્તીનો વધારો થયો પણ તેના પ્રમાણમાં કુદરતે સાથ ન આપ્યો. તેથી લોકોને પોતાની રોજિંદી જરૂરિયાત માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. લોકોમાં ઇર્ષા અને વેરભાવ વધી પડ્યા. રાજા તરીકે નાભિરાયાએ લોકોની જરૂરિયાત પૂરી પાડવા ખૂબ જ પ્રયત્નો કર્યા. ઋષભ બહાદુર, ચતુર અને ખૂબ જ ઉત્સાહિત યુવરાજ હોવાથી નાભિરાયાએ તેમના પર વિશ્વાસ મૂકી રાજ્યનો કારભાર તેમને સોંપ્યો. ઋષભ દીર્ઘદ્રષ્ટિ વાળા હતા. વિચારક અને તકલીફમાંથી રસ્તા કાઢનારા હતા. જીવવા માટેના સંઘર્ષને નિવારવા માટે કોઈ ચોક્કસ યોજનાઓ જરૂરી હતી. તેમણે લોકોને અનાજ કેમ ઉગાડવું તથા કાપડ કેમ બનાવવા તે શીખવ્યું. જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે તેમણે લોકોને વાસણો બનાવતા, રસોઈ બનાવતા, ઘર બાંધતા, કાપડ વણતા તથા પશુપાલન જેવા વ્યવસાયો કરતા શીખવ્યું. પથ્થર, ધાતુ તથા લાકડામાંથી સુંદર વસ્તુઓ બનાવતા શીખવ્યું. આમ વિનીતા જે પાછળથી અયોધ્યા નામે જાણીતું બન્યું તે નગરનું નિર્માણ થયું. Page 170 of 307 Page #187 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ઋષભ લગ્ન સંસ્થા અને કુટુંબ જીવન વ્યવસ્થિત કર્યા. સામાજિક નીતિ-નિયમો અમલમાં આવ્યા. હવે ઋષભ ઋષભદેવ તરીકે ઓળખાયા. એમણે ઘણો લાંબો સમય રાજ કર્યું. તેમના રાજ્યકાળ દરમિયાન સહુએ સમાનતા, શાંતિ અને સલામતી અનુભવ્યાં. સહુ ઋષભદેવને ખૂબ જ પ્રેમ કરતા. ઋષભદેવને બે રાણીઓ હતી સુમંગલા અને સુનંદા, ઋષભદેવને ૧૦૦ દીકરા તથા બાહ્મી અને સુંદરી નામે બે દીકરીઓ હતી. પણ સૌથી મોટા બે ભરત અને બાહુબલી જ જાણીતા છે. આ ચાર ભાઈ-બહેન અનેક કલા ઉધ્યોગમા પ્રવીણ હતા. ભરત બહાદુર સૈનિક અને કાબેલ રાજા હતા. એક એવો પણ મત છે કે ભારત દેશનું નામ પણ એમના નામ પરથી પડ્યું હશે. બાહુબલી પણ નામ પ્રમાણે જ ગુણવાળા હતા. બાહુ એટલે બાવડા અને બલી એટલે તાકાતવાળા. બાહુબલી તેમના અદ્વિતીય બાહુબળ માટે જાણીતા હતા. બ્રાહ્મી ખૂબ જ વિદ્વાન હતી. લિપી લખવાની કળામાં પારંગત હતી. તેના નામ પરથી બ્રાહ્મી લિપી અસ્તિત્વમાં આવી હતી. સુંદરી ગણિતશાસ્ત્રમાં પારંગત હતી. ઋષભદેવને પોતાની સિદ્ધિઓ માટે સંતોષ હતો. પણ એક બનાવ એવો બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એકવાર તેઓ નૃત્યનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ને નર્તકી એકાએક મૂર્છિત થઈ અને મૃત્યુ પામી. આ ઘટનાને તેમને વિચારતા કરી મૂક્યા. તેઓ મૃત્યુ વિશે સતત વિચારતા રહ્યા. વિશ્વની દરેક વસ્તુ અને દરેક પરિસ્થિતિ સતત બદલાયા કરે છે, કશું જ શાશ્વત નથી. આવું વિચારીને તેમણે ભૌતિક સુખોનો પરમ શાશ્વત સુખ માટે ત્યાગ કર્યો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને વહેચી દીધું. ભરતને વિનીતા નગરી (અયોધ્યા) અને બાહુબલીને તક્ષશિલા આપ્યું. બાકીના 98 ને પોતાના વિશાળ રાજ્યના ભાગો આપ્યા. અંતિમ સત્યની શોધ માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. એમના ચાર હજાર સાથીદારો એમના ધર્મ માર્ગના અનુયાયી બન્યા. સાધુ જીવનના નિયમ પ્રમાણે ઋષભદેવ લોકોના ઘરે ગોચરી માટે જતા પણ પોતાના વહાલા રાજાને શું આપવું તેની સમજ ન હોવાથી તેઓ ઋષભદેવને પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઘરેણા, પોતાના ઘર તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ લેવા આગ્રહ કરવા લાગ્યા. પણ ભોજનનો આગ્રહ કરતા નહીં કારણકે ભોજન જેવી સામાન્ય વસ્તુ મહાન રાજાને ન અપાય એમ સમજતા હતા. પરિણામે ઋષભદેવની દિવસો સુધી ઉપવાસ કરવા પડ્યા. આમ આશરે ૪૦૦ દિવસના ઉપવાસ થયા. એક દિવસ હસ્તિનાપુર પાસેના શેરડીના ખેતરમાંથી પસાર થતા હતા જે તેમના પ્રપૌત્ર શ્રેયાંશનું ખેતર હતું. તેણે પોતાના પ્રપિતામહને શેરડીનો રસ સ્વીકારવા કહ્યું. આમ શેરડીના રસથી લાંબા ઉપવાસનું પારણું થયું. આ વૈશાખ સુદ ૩ નો દિવસ હતો જેની આપણે અક્ષય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. આ દિવસ મે મહિનામાં આવે છે. આ બનાવને અનુસરીને જૈનો આશરે ૪૦૦ દિવસનું વર્ષિતપનું તપ કરે છે. સળંગ ઉપવાસ સામાન્ય માનવી માટે શક્ય ન હોઈ તેઓ આંતરે દિવસે ઉપવાસ કરી અક્ષય તૃતીયાને દિવસે શેરડીના રસથી પારણું કરે છે. Page 171 of 307 Page #188 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સાધુ બન્યા પછી ઋષભદેવ ઘણા સ્થળોએ ફર્યા. ખોરાક પાણીની પરવા કર્યા વિના ધ્યાનસ્થ અવસ્થામાં સતત રહેવા લાગ્યા. પણ એમના અનુયાયીઓ સાધુ જીવન કેમ પસાર કરવું તે જાણતા નહોતા. વળી તેઓ ઋષભદેવની જેમ ઉપવાસ વગેરે કરી નહોતા શકતા. તેઓ સંસારમાં પાછા ફરવા નહોતા ઈચ્છતા. પાસેના જંગલમાંથી ફળફળાદી લાવીને ખાતા અને પોતાની સમજ પ્રમાણે જીવવા લાગ્યા. થોડા સમય બાદ ઋષભદેવને તેમને દયનીય પરિસ્થિતિ ધ્યાનમાં આવી. જૈન સાધુ જાતે ફળફળાદી તોડીને વાપરી ન શકે. પણ સમાજના લોકોના ઘેરથી ખોરાક લાવી ને વાપરી શકે. તેથી સાધુએ કેમ જીવવું તે તેમણે શીખવ્યું. અનેક વર્ષોની ઉગ્ર ધ્યાન તપશ્ચર્યા અને સત્ય પ્રાપ્તિની સાધનાને અંતે ઋષભદેવ ને ફાગણ વદ ૧૧ ના દિવસે વડના વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જે આખરી પરમ સિદ્ધિ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કહેવાય છે. સામાન્ય માનવીને સાચા રસ્તે વાળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની ધર્મ વ્યવસ્થા શરૂ કરી જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા નો સમાવેશ થાય છે. રાજા ભરતનો પુત્ર ઋષભસેન મુખ્ય વડીલ સાધુ અને બ્રાહ્મી તથા સુંદરી સાધ્વી સમુદાયની વડી સાધ્વી બન્યાં. ધર્મતીર્થના સ્થાપક તરીકે ઋષભદેવ હાલના અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર હોઈ તેઓ આદિનાથ (આદિ એટલે પહેલા અને નાથ એટલે ઈશ્વર) કહેવાય છે. સંન્યસ્ત જીવન દરમિયાન ભગવાન ઋષભદેવે સાંસારિક - શ્રાવક જીવન ઉદાર અને નૈતિક રીતે જીવતા શીખવ્યું. જૈન ધર્મમાં જાણીતા વરસીતપ તરીકે ઓળખાતી આશરે 400 દિવસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા ભગવાન ઋષભદેવને થયેલા ઉપવાસની યાદમાં કરાય છે. શ્રાવક કે સામાન્ય માનવી માટે પંચમહાવ્રતધારી સાધુને શુદ્ધ ગોચરી વહોરાવવી એ ઉમદા કર્તવ્ય છે. આ પ્રમાણે આપણે સંન્યાસી જીવન ન સ્વીકારી શકીએ તો સાધુને ખોરાક વહોરાવીને આપણે તેમના પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરી શકીએ. આપણા શાસ્ત્રોમાં શ્રેયાંસના આ દાનધર્મની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. વિશેષતા: રાજા નાભિરાયા અને રાણી મરૂદેવાના પુત્ર. ત્રીજા આરાના અંતમાં જન્મ થયો. આ કાળના પ્રથમ તીર્થંકર. ૧૦૦ પુત્રો, સૌથી મોટા પુત્રો ભરત અને બાહુબલી. બે પુત્રીઓ બ્રાહ્મી(લિપિ) અને સુંદરી (ગણિત). શ્રેયાંશકુમારે વર્ષિતપના પારણા શેરડીના રસથી કરાવ્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. Page 172 of 307 Page #189 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) G.1 ગૌતમ સ્વામી વિભાગ G : ગણધર અને આચાર્યની કથાઓ G.2 ગણધર સુધર્મા સ્વામી G.3 કેવલી જંબુસવામી G.4 આચાર્ય સ્થૂલીભદ્ર G.5 આચાર્ય કુંદકુંદ G.6 આચાર્ય હરિભદ્રસૂરિ G.7 આચાર્ય હેમચંદ્ર Page 173 of 307 Page #190 -------------------------------------------------------------------------- ________________ G.1 ગૌતમ સ્વામી Compodium of Jainism - Part (II) ઈ.સ.પૂર્વે ૬૦૭ માં મગધ રાજ્યના ગોબર નામે પ્રદેશમાં વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ નામે એક બ્રાહ્મણ યુગલ રહેતું હતું. તેમને ત્રણ પુત્રો હતા: ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણેય પુત્રો હિન્દુ શાસ્ત્રો(વેદ) ના જાણકાર હતા અને હિન્દુ વિધિ અને ક્રિયામાં નિષ્ણાત હતા.તેઓ ખુબ નાની વયમાં પ્રખર વિદ્વાન હતા અને તે દરેકને ૫૦૦ શિષ્યો હતા. G.1.1. સૌમિલનો યજ્ઞ એ વખતે નજીકના અપાપા નામે નગરમાં સૌમિલ નામના બ્રાહ્મણે એક યજ્ઞ રાખ્યો હતો. લગભગ ૪૪૦૦ જેટલા બ્રાહ્મણો આ યજ્ઞ માટે જોડાયા હતા. ૧૧ સૌથી પ્રખ્યાત વિદ્વાનોમાં ઈંદ્રભૂતિ મુખ્ય હતા જે યજ્ઞની વિધિ કરવાના હતા. આખું નગર આ પ્રસંગ માટે ઉત્સાહિત હતું જેમાં નિર્દોષ ઘેટાં અને બકરાની બલી ચઢવાની હતી. ઈંદ્રભૂતિ જેવા યજ્ઞની શરૂઆત કરવા ગયા ત્યારે લોકોએ દેવલોકમાંથી કેટલાક દેવ-દેવીઓને યજ્ઞની જગ્યા બાજુ ઉતરતા જોયા. ઈંદ્રભૂતિને આ જોઈને અત્યંત ખુશી થઈ. તેમણે વિચાર્યું કે આવો યજ્ઞ પેહલા ક્યારેય નહી થયો હોય. તેમણે લોકોને કહ્યું કે, "જુઓ, દેવતાઓ પણ આપણને આશીર્વાદ આપવા આવ્યા છે." બધાએ આતુરતાથી આકાશ તરફ જોયું અને તેમના આગમનની રાહ જોવા લાગ્યા. બધાના આશ્ચર્ય વચ્ચે દેવતાઓ ત્યાં રોકાયા નહિ અને તે જગ્યાને પસાર કરીને આગળ મહાસેન વન બાજુ આગળ વધ્યા. ઈંદ્રભૂતિને ખબર પડી કે દેવતાઓ યજ્ઞ માટે નહિ પરંતુ ભગવાન મહાવીર કે જેમને કેવળ જ્ઞાન થયેલું છે અને જે તેમની પ્રથમ દેશના અર્ધમાગધી કે પ્રાકૃતમાં આપવાના છે તેમના મહોત્સવ માટે આવ્યા હતા. ઈંદ્રભૂતિને ગુસ્સો આવ્યો કે દેવતાઓએ તેમના યજ્ઞનો આદર ન કર્યો. એમને ગુસ્સામાં વિચાર્યું કે કોણ છે આ મહાવીર? એને તો સંસ્કૃત પણ નથી આવડતું. તે તો પ્રવચન આપવા સ્થાનિક અર્ધમાગધી ભાષાનો ઉપયોગ કરે છે. ઈંદ્રભૂતિ દેવતાઓને સાબિત કરવા કે પોતે મહાવીરથી વધારે જ્ઞાની છે, તેઓ પોતાના ૫૦૦ શિષ્યો સાથે યજ્ઞ છોડીને ભગવાન મહાવીર સાથે ચર્ચા કરવાનું નક્કી કરે છે. તેઓ પહેલા ક્યારેય મળ્યા ન હોવા છતાં ભગવાન મહાવીર તેમને નામથી બોલાવીને આવકાર આપે છે. પેહલા તો ઈંદ્રભૂતિને આશ્ચર્ય થાય છે પણ પછી તે વિચારે છે, "હું એટલો મોટો વિદ્વાન છું Page 174 of 307 Page #191 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) તો મહાવીરને તો મારું નામ ખબર જ હશે." પરંતુ ભગવાને તો પોતાના કેવળજ્ઞાનની મદદથી તે બ્રાહ્મણ અને તેમના વિચારોને જાણ્યા હતા. મહાવીરને તો એ પણ ખબર હતી કે તે તેમની સાથે ચર્ચા કરવા આવ્યા હતા.એમને એ પણ જાણમાં આવ્યું કે ઈંદ્રભૂતિને આત્માના અસ્તિત્વ વિશે સંદેહ હતો. મહાવીરે પૂછ્યું, "ઈંદ્રભૂતિ, તમને આત્માના અસ્તિત્વ વિશે સંદેહ છે?" અને પછી તેમને સમજાયું કે આત્મા છે અને તે શાશ્વત છે. તેમને હિન્દુ શાસ્ત્રો(વેદ)ના અર્થઘટન સમજાવ્યા અને ઈંદ્રભૂતિને આત્માના અસ્તિત્વ વિશે ખાતરી કરાવી. ઈંદ્રભૂતિને આશ્ચર્ય થયું કે મહાવીરને એમના સંદેહ વિશે અને એમના શાસ્ત્રો વિશે પણ ખબર હતી. ઈંદ્રભૂતિને પોતાનું જ્ઞાન અપૂર્ણ લાગ્યું અને તેઓ સજાગ બન્યા અને તેમણે ૫૦ વર્ષની વયે મહાવીર સ્વામી પાસેથી દીક્ષા લીધી અને તે એમના પ્રથમ ગણધર થયા. ત્યારથી એ ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા કેમ કે એ ગૌતમ પરિવારથી આવ્યા હતા. આ બાજુ સૌમિલ અને બીજા ૧૦ વિદ્વાનો ચર્ચાના વિજેતા ઈંદ્રભૂતિની યજ્ઞ વિધિની જગ્યા એ રાહ જોતા હતા. પરંતુ ઈંદ્રભૂતિ મહાવીરના શિષ્ય બની ગયા એ જાણી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. બીજા ૧૦ વિદ્વાનો પણ પોતાના શિષ્યો સાથે મહાવીર સ્વામી સાથે ચર્ચામાં ઉતર્યા અને તેઓ પણ તેમના ગણધર બન્યા. નિરાશ થઈને સૌમિલે યજ્ઞ વિધિ મોકૂફ રાખી અને બધા પશુઓને મુક્ત કર્યા. આ ૧૧ વિદ્વાનો પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્યો બન્યા અને તે એમના ગણધર તરીકે ઓળખાયા. આ બનાવ બન્યો ત્યારે મહાવીર સ્વામી ભગવાન ૪૨ વર્ષના હતા અને તેમને ત્યારે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. ત્યાર બાદ તેઓ ૩૦ વર્ષ સુધી જીવ્યા અને દેશના અનેક ભાગમાં ફરીને તેમણે કરુણાનો ઉપદેશ આપ્યો અને લોકોને મુક્તિનો માર્ગ ચીંધ્યો. G.1.2. આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતો અને બધા આચારનું પાલન કરીને જૈન સાધુનું જીવન જીવતા હતા. એક વખત ગૌતમ સ્વામી ગોચરી લઇને પાછા ફરતા હતા ત્યારે તેમને અમુક લોકોને આનંદ શ્રાવકને ત્યાં જતા જોયા. આનંદ શ્રાવકને વિવિધ તપ અને સાધનાના ફળ સ્વરૂપે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થયી હતી. આનંદ શ્રાવક પ્રભુ મહાવીરના અનુયાયી હતા. ગૌતમ સ્વામીએ તેમને મળવા જવાનું નક્કી કર્યું. જયારે આનંદ શ્રાવકે ગૌતમ સ્વામીને આવતા જોયા ત્યારે તે બહુ ખુશ થયા. તપથી અશક્ત હોવા Page 175 of 307 Page #192 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) છતાં તેમણે ઉભા થઇને ગૌતમ સ્વામીનું સ્વાગત કર્યું. ગૌતમ સ્વામીએ તેમના સ્વાસ્થ્ય અને તેમના વિશિષ્ટ જ્ઞાન વિષે પૃચ્છા કરી. આનંદ શ્રાવકે સન્માન પૂર્વક કહ્યું, "હે આદરણીય ગુરુ! મને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તેનાથી હું પહેલા સ્વર્ગલોકથી માંડીને પહેલા નર્ક સુધી જોઈ શકું છું. ગૌતમ સ્વામી એ કહ્યું કે એક શ્રાવકને અવધિજ્ઞાન થઇ શકે છે પરંતુ એટલા પ્રમાણમાં થવું શક્ય નથી. તમારે એવું માનવા બદલ પ્રાયશ્ચિત લેવું જોઈએ. આનંદ શ્રાવકને મૂંઝવણ થઇ. તેમને ખબર હતી કે એ સાચા છે પરંતુ ગુરુએ એમની સત્યતા પર સંદેહ કરીને એનું પ્રાયશ્ચિત લેવા કહેતા હતા. માટે તેમણે નમ્રતાપૂર્વક ગૌતમ સ્વામીને પૂછ્યું કે શું કોઈને સાચું બોલવા બદલ પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ? હવે ગૌતમ સ્વામીને પણ મૂંઝવણ થઈ. તેમણે કહ્યું કે કોઈ એ સત્ય બોલવા બદલ પ્રાયશ્ચિત લેવાની જરૂર નથી. પોતે મહાવીર સ્વામી પાસેથી ખાતરી કરશે એમ વિચારીને એમણે આનંદ શ્રાવકની રજા લીધી. પાછા ફરીને ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને આનંદ શ્રાવકના અવધિજ્ઞાન વિષે પૂછ્યું. પ્રભુ મહાવીરે કહ્યું કે "ગૌતમ આનંદ સાચું કહેતો હતો. તે પહેલા સ્વર્ગથી માંડીને પેહલા નર્ક સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. કોઈ શ્રાવકને ભાગ્યે જ એવું અવધિજ્ઞાન મળે છે. તે એની પર સંદેહ કર્યો એ બદલ તારે એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ." ગૌતમ સ્વામી ગોચરી બાજુ પાર મૂકીને તરત જ આનંદ શ્રાવકના ઘરે ગયા અને એમની ક્ષમા માંગી. G.1.3 ૧૫૦૦ તાપસો ને પારણાં બીજા એક પ્રસંગમાં ગુરુ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર ૨૪ તીર્થંકરોના દર્શન માટે જાય છે. આ પર્વત ચઢવો ખુબ જ અઘરો છે. આ પર્વતની તળેટીએ ૧૫૦૦ તાપસો હતા જે પર્વત ચઢવા આયા હતા, પણ ચઢવામાં સફળ ન હતા. ગૌતમ સ્વામીને આ મુશ્કેલ સફરેથી પાછા ફરતા જોઈને તાપસો તેમનાથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમણે ગૌતમ સ્વામીના ત્યાં અને એ જ સમયે શિષ્ય બનવાનું નક્કી કર્યું. ગુરુ ગૌતમ સ્વામીએ તેમને સાચા ધર્મ અને આચારનો ઉપદેશ આપ્યો અને તેમને પોતાના અનુયાયી તરીકે સ્વીકાર્યા. ૧૫૦૦ તાપસોએ જૈન સાધુધર્મ અંગીકાર કર્યો. ગૌતમ સ્વામીને ખબર પડી કે તાપસો ભૂખ્યા હતા અને એ લોકોને તેમણે એક પાત્રમાંથી ખીર આપી. તે લોકોને થયું કે ગૌતમ સ્વામી આ એક નાના પાત્રમાંથી બધાને કેવી રીતે ખીર આપશે. પરંતુ ગૌતમ સ્વામીએ તેમને બેસી જવા અનુરોધ કર્યો. તેમની પાસે અક્ષિણ મહાનાસિ લબ્ધી હોવાના લીધે તેમને એક જ પાત્રમાંથી બધાને ખીર આપી. ખીર આપતી વખતે તેમણે તેમનો અંગુઠો પાત્રની અંદર રાખ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે એ નાનું પાત્ર બધાની ભૂખ સંતોષવા માટે પૂરતું થઇ રહ્યું. Page 176 of 307 Page #193 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ઉ.1.4 ગૌતમ સ્વામીનું કેવળજ્ઞાન જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગૌતમ સ્વામીના બધા શિષ્યોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા લાગી. જો કે ગૌતમ સ્વામી કેવળજ્ઞાન મેળવવા હજી સુધી અસમર્થ હતા. તેમને એવું લાગ્યું કે કદાચ આ ભવમાં તેમને કેવળજ્ઞાન નહિ મળી શકે. એક દિવસ ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછ્યું, "જયારે મેં તમારી પાસે દીક્ષા લીધી ત્યારે મારી સાથે બીજા ૧૦ વિદ્વાનોએ દીક્ષા લીધી. એમાંથી ૯ ને કેવળજ્ઞાન મળી ગયું છે. મારા બધા અનુયાયીઓને પણ કેવળજ્ઞાન મળી ગયું છે. હું જ કેમ એવો અભાગીયો છું કે મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નથી થઇ રહી?" ભગવાન મહાવીર એ જવાબ આપ્યો કે,"ગૌતમ, એ એટલા માટે કે તને મારા પ્રત્યે ખુબ જ રાગ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બધા જ રાગથી દૂર થવું જરૂરી છે; તમારા ગુરુ પ્રત્યેના રાગથી પણ." જ્યાં સુધી તું મારા ઉપરનો રાગ નહિ છોડે ત્યાં સુધી તને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય. જે દિવસે મહાવીર સ્વામીને નિર્વાણની પ્રાપ્તિ થવાની હતી તે દિવસે તેમણે ગૌતમ સ્વામીને નજીકના નગરમાં એક દેવશર્મા નામે વ્યક્તિને બોધ કરવા મોકલ્યા. પાછા ફરતી વખતે તેમને ખબર પડી કે પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું છે. તેમને દુઃખ સાથે આઘાતની લાગણી થઇ. " પ્રભુ મહાવીરને ખબર હતી કે આ પૃથ્વી પર તેમનો આખરી દિવસ હતો તે છતાં તેમણે મને કેમ દૂર મોકલી દીધો?" એમના આંસુ અટકવાનું નામ નતા લેતા. તેમણે એ પણ વિચાર્યું કે, "મહાવીર સ્વામી જીવિત હતા ત્યારે મને કેવળજ્ઞાન ન મળ્યું. હવે જયારે એ નથી ત્યારે તો મને કેવળજ્ઞાન મળવાની કોઈ આશા જ નથી." જો કે થોડા સમય પછી એમને એમની ભૂલ સમજાઈ અને તેમણે વિચાર્યું, "કોઈ અમર નથી. કોઈ સંબંધ કાયમી નથી. હું પ્રભુ મહાવીર સાથે આટલો બધો કેમ જોડાયેલો છુ?" એમને ખબર પડી કે એ પોતે ખોટા હતા અને તેમણે પ્રભુ મહાવીર સાથેનો લગાવ છોડી દીધો. આ ગહન ચિંતનની સ્થિતિમાં તેમના બધા ઘાતી કર્મોનો નાશ થયો અને તેમને ૮૦ વર્ષની વયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ અને ૯૨ વર્ષની વયે તેમનું નિર્વાણ થયું. જૈન હિંદુ પંચાંગના છેલ્લા દિવસે એટલે કે દિવાળી એ પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું અને એના પછીના દિવસે એટલે કે બેસતા વર્ષે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. બોધ: ગૌતમ સ્વામી જન્મથી બ્રાહ્મણ હતા અને ખુબ જ પ્રખ્યાત પંડિત હતા. જયારે તે મહાવીરને મળ્યા ત્યારે તેમણે જાણ્યું કે મહાવીર એમના કરતા ખુબ વધારે જ્ઞાની હતા અને આધ્યાત્મિકતાના શિખરે હતા. તેમણે તરત જ પોતાનો અહંકાર છોડી દીધો અને મહાવીરના શિષ્ય બની ગયા. પ્રભુ મહાવીર સત્યની કિંમત કરતા હતા અને પોતાના અનુયાયીની છાપ સારી રાખવા કોઈ દિવસ એમની ભૂલ છુપાવતા ન હતા. ગૌતમ સ્વામી પણ પોતાનો અહંકાર બાજુ પર મૂકી ને બીજા પાસે પોતાની ભૂલની માફી માંગતા અચકાતા ન હતા. Page 177 of 307 Page #194 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) તેમના મહાવીર સ્વામી પ્રત્યેના લગાવના કારણે તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવામાં ખુબ વાર લાગી. જો કે તેમના ઘણા અનુયાયીઓને તેમની પહેલા જ કેવળજ્ઞાન મળી ગયું હતું. જૈન ધર્મમાં કોઈની પણ પ્રત્યેના લગાવને કષાય માનવામાં આવે છે. કેવળજ્ઞાન મેળવવા બધા કષાયોની ઉપર ઉઠવાનું હોય છે. જયારે ગૌતમ સ્વામી આ સમજ્યા અને બધા લગાવથી મુક્ત થયા ત્યારે તેમને કેવળજ્ઞાન મળ્યું. મુખ્ય મુદ્દાઓ: • ગૌતમ સ્વામીના માતા પિતા: વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ ઝૈનમ સ્વામીના ૨ ભાઈશ્રી. અગ્નિભૂતિ અને વાયુભૂતિ • મૂળ નામ: ઈંદ્રભૂતિ ગૌતમ • ભગવાન મહાવીરના ૧૧ ગણધરમાં પ્રથમ ગણધર • આનંદ શ્રાવકનું અવધિ જ્ઞાન આ મણવીર સ્વામીનું નિર્વાણ દિવાળીના દિવસે અને ગૌતમ સ્વામીનું કેવળદાન બેસતા વર્ષના દિવસે થયું. Page 178 of 307 Page #195 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ઉ.2 ગણધર સુધર્મા સ્વામી ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના એક માત્ર ગણધર ન હતા. જયારે ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યાર બાદ એમના ૧૧ ગણધર હતા. ભગવાનના નિર્વાણ સમયે તેમાંથી બે ગણધર જીવિત હતા : ગૌતમ સ્વામી અને પાંચમા ગણધર સુધર્મા સ્વામી. એ બેમાંથી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના બીજા દિવસે જ કેવળજ્ઞાન મળ્યું. જૈન પરંપરાનો એવો નિયમ છે કે કેવલી સાધુ કે સાધ્વી હંમેશા ધ્યાનની અવસ્થામાં રહે છે અને સાધુઓની આગેવાની કરતા નથી. આથી સુધર્મા સ્વામી સમગ્ર સાધુ પરિવાર અને જૈન સમાજના આગેવાન બન્યા. સુધર્મા સ્વામી કોલાગ, અત્યારના કોલુઆ નામે બિહાર રાજ્યના નગરમાં ધમ્મિલ નામે બ્રાહ્મણ પંડિત અને તેમની પત્ની ભદ્દિલાના પુત્ર હતા. બંને લાંબા સમયથી એક બાળકને ઝંખતા હતા અને ભદ્દિલાએ દેવી સરસ્વતીની ખુબ શ્રદ્ધાથી ભક્તિ કરી. એવું કહેવાય છે કે ભદ્દિલાની ભક્તિથી પ્રભાવિત થઇને સરસ્વતી દેવી એ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તે એક ઉત્તમ ગુણયુક્ત બાળકને જન્મ આપશે. થોડાક જ સમયમાં ભદ્દિલા ગર્ભવતી થઇ અને યોગ્ય સમયે સુધર્મા નામે પુત્રને જન્મ આપ્યો. તે ઈ.સ.પૂર્વે ૬૦૭ માં જન્મ્યા હતા. આ રીતે તેઓ મહાવીર સ્વામીથી ૮ વર્ષ મોટા હતા. સુધર્મા તેમના માતા-પિતા સાથે પ્રેમભર્યા વાતાવરણમાં ઉછર્યા. યોગ્ય સમયે તેમને આશ્રમમાં મુકવામાં આવ્યા. જ્યાં તેમણે વેદો, ઉપનિષદો અને અન્ય હિન્દુ શાસ્ત્રોનો ઊંડાણમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે પોતાનો આશ્રમ શરુ કર્યો જે શિક્ષણનું કેન્દ્ર બની રહ્યો. આખા દેશમાંથી ૫૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી આશ્રમમાં શિક્ષા મેળવતા હતા. એક પ્રખ્યાત બ્રાહ્મણ તરીકે સૌમિલ દ્વારા ગૌતમ સ્વામીના નેતૃત્વ નીચે થનાર યજ્ઞમાં સુધર્મા સ્વામીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઈંદ્રભૂતિ મહાવીર સાથે ચર્ચા કરવા ગયા બાદ એક પછી એક તેમના ભાઈઓ અને અન્ય વિદ્વાનો પણ મહાવીર સ્વામી પાસે જતા ગયા અને તેમના અનુયાયી બનતા ગયા. થોડાક જ સમયમાં સુધર્માનો પણ વારો આવ્યો. સુધર્માની માન્યતા હતી કે દરેક જીવ મૃત્યુ પછી એ જ યોનીમાં જન્મે છે. બીજા શબ્દોમાં મનુષ્ય બીજા જન્મમાં મનુષ્ય તરીકે જ જન્મે છે. તેમની આ સમજ વનસ્પતિના જીવન પર આધારિત હતી. એક સફરજનના વૃક્ષમાંથી જે બીજ નીકળે છે તેમાંથી બીજું સફરજનનું જ ઝાડ ઉગે છે. તેમ મનુષ્ય બીજા જન્મમાં મનુષ્ય તરીકે જ જન્મે છે. Page 179 of 307 Page #196 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ભગવાન મહાવીરે તેમને પણ આવકાર આપ્યો અને તેમના વિચારો સમજ્યા. તેમણે શાંતિથી સુધર્માને સમજાવ્યું કે મનુષ્ય પોતાના કર્મના આધારે દેવ, નારકી કે તિર્યંન્ય ગતિમાં પણ જઈ શકે છે. તેમણે સુધર્માના બધા સંદેહો દૂર કર્યા અને તેમને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. સુધર્માએ ભગવાન મહાવીરની વાણીમાં વિદ્વત્તા જોઈ અને તેમની સમજાવટથી સંતુષ્ટ થઇને પોતાના ૫૦૦ અનુયાયીઓ સાથે ભગવાનના શિષ્ય બન્યા. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્મા સ્વામી તરીકે ઓળખાયા. પછીના વર્ષોમાં તેઓ પ્રથમ હરોળમાં બેસીને ભગવાન મહાવીરની દેશના સાંભળતા. ઈ.સ.પૂર્વે પ૨૭માં પ્રભુ મહાવીરના નિર્વાણ પછી જૈન સંઘનું સુકાન સુધર્મા સ્વામીના કાર્યમાં આવ્યું. તેમને જૈન સંઘની સેવા કરતા કરતા ભગવાનનો સંદેશો દૂર દૂર સુધી ફેલાવ્યો. શ્વેતાંબર પરંપરા પ્રમાણે તેઓ ૨૦ વર્ષ સુધી અને દિગંબર પરંપરા પ્રમાણે તેઓ ૧૨ વર્ષ સુધી આચાર્ય રહ્યા. શ્વેતાંબર પરંપરા પ્રમાણે આ ૨૦ વર્ષમાં સુધર્મા સ્વામીએ ભગવાન મહાવીરની વાણીને ૧૨ શાસ્ત્રો કે જે અંગ આગમો તરીકે ઓળખાય છે તેમાં સંકલિત કરી. તેને દ્વાદશાંગી પણ કહે છે. દ્વાદશ એટલે કે ૧૨ અને અંગ એટલે કે ભાગ. ઘણા આગમો પ્રશ્ન-ઉત્તરના સ્વરૂપે છે. સુધર્મા સ્વામીના શિષ્ય જંબુસ્વામી પ્રશ્ન પૂછે છે અને સુધર્મા સ્વામી ભગવાન મહાવીરની વાણીને અનુસરતા ઉત્તર આપે છે. જો કે આ આગમો કંઠસ્થ સ્વરૂપે હતા. સુધર્મા સ્વામીને ઈ.સ.પૂર્વે ૫૧૫માં કેવળજ્ઞાન મળ્યું અને ઈ.સ.પૂર્વે ૫૭ માં તેમનું ૧૦૦ વર્ષની વયે તેમનું નિર્માણ થયું. તેમને કૈવાળાન મળ્યા બાદ જૈન સંઘનું સુકાન સુધર્મા સ્વામીના મુખ્ય શિષ્ય જંબુસ્વામીને સોંપવામાં આવ્યું. બોધ: જૈન ધર્મના મૂળ ખુબ જ ઊંડા છે અને કેટલીયે પેઢીઓ થી ચાલ્યા આવતા શાસ્ત્રોના કથનના આધાર પર આપણે જૈન ધર્મ અનુસરીએ છે. ભગવાન મહાવીરની વાણીને અનુસરીને બનાવેલા શાસ્ત્રોને આપણે આગમ તરીકે ઓળખીએ છે. આ જમાનામાં આપણી પાસે ગૌતમ સ્વામી કે સુધમાં સ્વામી કવા સૂર તો નથી પરંતુ આપણી પાસે તેમના લખેલા રો છે. માટે આપણે પરંપરાથી આવેલા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. મુખ્ય મુદ્દાઓ: • પ્રભુ મહાવીરના નિર્વાણ પછી તેઓ જૈન સંઘના આચાર્ય બન્યા અને પછી તેમને પણ વળાન થયું. • શ્વેતાંબર પરંપરા મુજબ અંગ આગમની રચના કરી . શિષ્ય:જંબુસ્વામી Page 180 of 307 Page #197 -------------------------------------------------------------------------- ________________ Page 181 of 307 Compodium of Jainism - Part (II) Page #198 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) G.૩. કેવલી જંબુસ્વામી ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહી નામે નગરમાં ઋષભદત્ત નામે એક પૈસાદાર શેઠ રહેતા હતા. ઈ.સ.પૂર્વે ૫૨૪માં તેમની પત્ની ધારિણીએ એક ખુબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો જેનું નામ જંબુ રાખવામાં આવ્યું. એ મોટો થઇને ખુબ જ તેજસ્વી બન્યો અને બધાને એ ખુબ જ ગમતો. જયારે તેણે યુવાવયમાં પ્રવેશ કર્યો ત્યારે ઘણા પરિવાર જંબુને પોતાની કન્યાને પરણાવવા ઉત્સુક બન્યા. તે સમયે એકથી વધારે પત્નીઓ રાખવાનું સામાન્ય હતું. જંબુના માતા-પિતાએ તેના માટે ૮ પ્રતિષ્ઠિત ઘરની કન્યાઓને પસંદ કરી. જંબુના બધાની સાથે વિવાહ નક્કી કર્યા. એ બધા માટે ખુશીનો સમય હતો. એક વખત ભગવાન મહાવીરના ગણધર સુધર્મા સ્વામી રાજગૃહીમાં દેશના આપવા આવ્યા અને જંબુ પણ તે સાંભળવા ગયા. તેમની દેશના સાંભળ્યા બાદ જંબુને દુન્યવી વસ્તુઓ અને સંસાર પ્રત્યે વૈરાગ્યનો ભાવ જાગ્યો. તેમણે સંસાર છોડીને દીક્ષા લેવાનું નક્કી કર્યું. આટલી યુવાન વયમાં દીક્ષા લેવાની તેમની વાત સાંભળીને જંબુના માતા-પિતાને ખુબ જ આઘાત લાગ્યો. જે ૮ કન્યાઓના વિવાહ તેમની સાથે નક્કી થયા હતા, તેમના માતા-પિતાને પણ આ વાત સાંભળીને ચિંતા થઇ. તેમને થયું કે જંબુ સાથે વિવાહ થઇ ગયા હોવાથી હવે બીજું કોઈ તેમની કન્યા સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય. એ બધાએ જંબુસ્વામીને સાધુ બનવાના વિચારો છોડી દેવા સમજાવ્યું અને કીધું કે સાધુ જીવનના તપ અને આચાર ખુબ કડક છે અને એ તેના માટે ખુબ જ અઘરું થઇ પડશે. તેમણે જંબુને આરામદાયક ગૃહસ્થ જીવન જીવવા સમજાવ્યું અને ભવિષ્યની ૮ પત્નીઓ પ્રત્યે તેમની જવાબદારી સમજાવી. જંબુએ શાંતિથી બધાની વાત સાંભળી પરંતુ પોતાના દીક્ષાના વિચાર પ્રત્યે અણનમ રહ્યા. છેવટે તેમના માતા-પિતાએ તેમને મનાવવા માટે એક છેલ્લો પ્રયત્ન કર્યો. તેમણે વિચાર્યું કે લગ્નગ્રંથીથી બંધાયા પછી કદાચ જંબુ તેનો વિચાર બદલી નાખશે. એટલે એમણે તેને કહ્યું કે અમે તને દીક્ષા માટે આશીર્વાદ આપીએ એ પહેલા તારે લગ્નગ્રંથિથી જોડાવું પડશે. જંબુ લગ્ન માટે એક શરતે તૈયાર થયો કે લગ્નના બીજા જ દિવસે તે દીક્ષા લઇ લેશે. એમના માતા-પિતાએ એ શરત માન્ય રાખી કેમ કે તેમને થયું કે લગ્ન પછી જંબુ તેની પત્નીઓના પ્રેમમાં પડી જશે અને દીક્ષાનો વિચાર છોડી દેશે. ખુબ ધામધૂમથી લગ્ન સમારોહ કરવામાં આવ્યો. જંબુના અને આઠેય કન્યાઓના માતા-પિતા એ પોતાની સમૃદ્ધિ દેખાડવા પૂરતા પ્રયત્નો કર્યા. ખુબ મોટા મહેમાનો એ પ્રસંગમાં હાજરી આપી. Page 182 of 307 Page #199 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) હાજર રહેલા બધાને ઈર્ષા ઉપજાવે એ રીતે નવ-પરિણીતો પર મોંઘા આભૂષણો અને ઝવેરાતોની વર્ષા થઇ. રાજગૃહીમાં આવી જાહોજલાલી કોઈએ પહેલા જોઈ ન હતી. બધાએ જંબુને આવી સુંદર પત્નીઓને પરણવા બદલ અભિનંદન આપ્યા અને તેના માટે સુખની કામના કરી. જંબુ એ તે રાત સુંદર રીતે શણગારેલા રૂમમાં પોતાની પત્નીઓ સાથે વ્યતીત કરી. પરંતુ તે લગ્નની ઝાકમઝોળ અને પત્નીઓની સુંદરતાથી અલિપ્ત રહ્યા. તે બીજા દિવસે પોતાના દીક્ષા લેવાના નિર્ણયમાં અડગ હતા અને તેમણે આ રાત પત્નીઓને ધાર્મિક સમજ આપવા માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. તેમણે પત્નીઓને જીવનની અનિત્યતા અને સંબંધોના ભયાનક સ્વભાવ વિષે સમજાવાનું નક્કી કર્યું. જયારે તે પત્નીઓ સાથે ધાર્મિક ચર્ચા કરવામાં મશગુલ હતા ત્યારે પ્રભવ નામે લૂંટારો પોતાના ૫૦૦ સાથીદારો સાથે મહેલમાં પ્રવેશ્યો. એક વખતનો વિંધ્ય રાજ્યનો રાજકુમાર પ્રભવ પોતાના માતા-પિતા સાથે ખટરાગ થવાથી પોતાનો મહેલ છોડીને લૂંટારો બન્યો હતો અને ૫૦૦ વફાદાર સાથીઓનો આગેવાન હતો. પ્રભવ પાસે તેના કામમાં મદદમાં આવે એવી ખાસ આવડત હતી. તે કોઈને પણ ગાઢ નિંદ્રામાં મૂકી શકતો હતો અને કોઈ પણ તાળું ખોલી શકતો હતો. જંબુના લગ્ન પ્રસંગ વિષે સાંભળીને તે આ નગરમાં અદભુત ખજાનાની ચોરી કરવા આવ્યો હતો. તેણે પોતાની આવડતનો ઉપયોગ કરીને મહેલમાં બધાને ગાઢ નિંદ્રામાં મૂકી દીધા અને બધા તાળા ખોલી દીધા. પછી તે પોતાના ૫૦૦ સાથીદારો સાથે ચોરી કરવા માટે ઝડપથી મહેલમાં પ્રવેશ્યો. પણ તે જેવો જંબુના રૂમની નજીક આવ્યો, તેણે જંબુને પોતાની પત્નીઓ સાથે ચર્ચા કરતો સાંભળ્યો. તેમની વાતો ધ્યાનથી સાંભળવા તે દરવાજાની વધારે નજીક આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે જંબુ દીક્ષા અને સંસારની અસારતા વિષે ચર્ચા કરી રહ્યા હતા. તેમના શબ્દો એટલા પ્રભાવશાળી હતા કે પ્રસરે સાંભળવાનું ચાલુ રાખ્યું. તેણે વિચાર્યું કે જે ખજાના ને લૂંટવા માટે હું આટલા પ્રયત્નો કરું છું એનો મલિક તો એ છોડીને દીક્ષા લેવાની વાત કરે છે. જંબુએ પત્નીઓને સમજ આપવાની ચાલુ રાખી અને પ્રભવે એ વાર્તાલાપ સાંભળ્યો. પ્રભવના બીજા સાથીદારો મહેલનો બીજો સમાન લૂંટીને પાછા આવ્યા ને પ્રભવને પણ જંબુના રૂમનો સમાન લઇ લેવા કીધું કે જેથી ચોકીદારો જાગે એ પહેલા એ લોકો ભાગી શકે, પરંતુ ત્યાં સુધીમાં પ્રણવને ધનની કોઈ લાલચ રહી ન હતી અને તેણે લૂંટારાની જિંદી છોડીને સુધરવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાના સાથીદારોને કહ્યું કે એણે લૂટારાની જિંદગી છોડવાનું નક્કી કર્યું છે. એ લોકો પોતાની રીતે જઈ શકે છે. પરંતુ સાથીદારોએ કહ્યું કે એ લોકો પ્રભવ વિના ક્યાંય નઈ જાય. જો તેણે લૂંટ અને ચોરી છોડી દીધી છે તો એ લોકો પણ છોડી દેશે. Page 183 of 307 Page #200 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જયારે જંબુ અને તેની પત્નીઓની ચર્ચા પૂર્ણ થઇ ત્યારે તેમની આઠેય પત્નીઓ પણ તેમની સાથે સંસાર છોડવા તૈયાર થઇ ગઈ અને પ્રભવ પણ ત્યારે અંદર આવ્યો અને તેણે કહ્યું કે તે અહીં ચોરી કરવા માટે આવ્યો હતો પણ જંબુ અને તેની પત્નીઓની ચર્ચા સાંભળીને તે અને તેના ૫૦૦ સાથીદારો પણ સંસાર છોડવા ઈચ્છે છે. પ્રભવ અને તેના ૫૦૦ સાથીદારો જંબુના અનુયાયી બનવા તૈયાર થઇ ગયા. બીજા દિવસે તે નગર જંબુ અને તેની પત્નીઓ તથા પ્રખ્યાત ચોર પ્રભવ અને તેના સાથીદારોના સંસાર છોડવાનાના આશ્ચર્યજનક સમાચાર વચ્ચે જાગ્યું. જંબુના માતા-પિતાને પહેલા તો આ સાંભળીને દુઃખ થયું કે તેમના ઉપાયો કારગત ન નીવડ્યા પરંતુ પાછળથી જંબુની વાતોની અસર થતા તેમણે પણ જંબુ સાથે જોડાવાનું નક્કી કર્યું. આ સમાચાર સાંભળીને અને સમજણ આવતા આઠેય કન્યાઓના માતા-પિતા પણ સંસાર છોડવા તૈયાર થયા. એક અદભુત વરઘોડામાં આ બધા જંબુ સાથે જોડાયા અને સુધર્મા સ્વામી પાસે પહોંચ્યા. જંબુ એ સુધર્મા સ્વામીને નમન કર્યા અને તેમનો શિષ્ય બન્યો. પ્રભવ અને તેના સાથીદારો પણ જંબુના શિષ્યો બન્યા. જંબૂસ્વામી ભગવાન મહાવીરના બધા જ ઉપદેશોને ભણ્યા. મોટા ભાગના જૈન મૂળ શાસ્ત્રો (૧૨ અંગ આગમો) સુધર્મા સ્વામીને જંબૂસ્વામી વચ્ચેના સંવાદ સ્વરૂપે છે. જયારે સુધર્મા સ્વામીને કેવળજ્ઞાન મળ્યું ત્યારે જંબૂસ્વામી જૈન સંઘના આગેવાન બન્યા. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તે ૪૪ વર્ષ સુધી અને દિગંબર પરંપરા મુજબ ૩૮ વર્ષ સુધી તેમણે જૈન સંઘનું સુકાન સંભાળ્યું અને પછી તેમને કેવળદાનની પ્રાપ્તિ થઇ. તેમનું ૮૦ વર્ષની વયે નિર્વાણ થયું. બોધ: જે સમયે જંબૂસ્વામી એ સુધર્મા સ્વામીની દેશના સાંભળી એ સમયથી જ તેઓ સંસાર છોડવા માંગતા હતા. વાસ્તવમાં તેમના વિચારો એટલા પ્રબળ હતા કે તેમણે બીજા સેંકડો લોકોને મુક્તિના પથરૂપી શ્રમણ પરંપરામાં જોડ્યા. તેમને ખબર હતી કે ભૌતિક સુખ અને શારીરિક સુંદરતા ફક્ત એક ભ્રમ છે અને અનિત્ય છે. તે લૂંટારાનો પણ શુદ્ધતા તરફ જવાનો નિર્ણય નોંધપાત્ર છે. આત્માની શુદ્ધિ પર ધ્યાન આપીને બીજાને પણ એ જ તરફ દોરવાનો અહીં ચાવીરૂપ વે છે. મુખ્ય મુદ્દાઓ: •જમ્બુસ્વામી અને તેમની પત્નીઓ(૮), પ્રભવ અને તેના સાથીદારો(૫૦૦), જંબુસ્વામીના માતા-પિતા અને તેમની પત્નીઓના માતા-પિતા(૧૬) - આ બધા એ જંબુના લગ્ન પછી સંસાર છોડ્યો. (કુલ ૫૧૮) • સુધર્મા સ્વામીના મુખ્ય શિષ્ય અને તેમના નિર્વાણ પછી જૈન સંઘના સુકાની . જંબૂસ્વામી આ કાળચક્રના આખરી કેવલી હતા. Page 184 of 307 Page #201 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) G.4. આચાર્ય સ્થૂલિભદ્ર બિહાર રાજ્યની રાજધાની મગધનો ખુબ જ લાંબો અને રોચક ઇતિહાસ રહ્યો છે. મહાવીરના સમયમાં ત્યાં શિશુનાગ વંશના રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. આ વંશનો રાજા શ્રેણિકના પ્રપોત્ર ઉદાયી સાથે અંત થયો. ત્યાર બાદ ત્યાં નંદ વંશનું સામ્રાજ્ય હતું. નવ પેઢી પછી ધનાનંદ નામે રાજા ત્યાં રાજ્ય પર આવ્યો. આ મહાવીર નિર્વાણના ૨૦૦ વર્ષ પછી ઈ.સ.પૂર્વે ૩૦૦ ની વાત છે. ધનાનંદ બિલકુલ કિંમા કે ન્યાર્થી રાજા ન હતો. તેણે પૂર્વજોએ છુપાવેલા ખજાના વિષે સાંભળ્યું હતું અને એ ખજાનો મેળવવા માટે તે મથતો હતો. ખજાનો ક્યાં છુપાવ્યો છે એના સ્થાન વિષે ધનાનંદને કઈ જ ખબર ન હતી, પરંતુ તે એ જાણતો હતો કે શકતાલ નામે જુના પ્રધાનમંત્રી કે જે તેને પિતાના રાજ્યમાં હતા તેમને ખજાના વિષે ખબર હતી. એટલા માટે ધનાનંદે શકતાલ પાસેથી માહિતી નિકાળવાના પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા, પરંતુ શકતાલે ખજાના વિષે કોઈ પણ પ્રકારની માહિતી આપવાની ના પાડી દીધી. આથી રાજા એ તેમને નિવૃત્ત કરી દીધા અને કારભાર બીજા મંત્રીઓના હાથમાં સોંપી દીધો. શકતાલ રાજ્યનો ખુબ જ સમજદાર અને પ્રતિષ્ઠિત મંત્રી હતો. રાજ્યના વિદ્વાનો અને ઉચ્ચ અધિકારીઓ મહત્વની વાતોમાં હંમેશા શકતાલની સલાહ લેતા. જોકે તેઓએ હવે શકતાલ સાથે રાજાના ભયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. શકતાલને સાત પુત્રીઓ અને સ્ફુલિભદ્ર અને શ્રીચક નામે બે પુત્રો હતા. સ્થૂલિસ સુંદર, હોશિયાર અને તેજસ્વી હતો પરંતુ તે મહત્વકાંક્ષી ન હતો. ખુબ જ યુવાન વયથી તે મગધની રાજધાની પાટલીપુત્રમાં રહેતી એક નર્તકી કોશાને જોવા જતો હતો. તે બંને પ્રેમમાં પડયા. તેમના પરિવારનો વિરોધ હોવા છતા તે માત્ર ૧૮ વર્ષની વયે ઘર છોડીને કોશા સાથે રહેવા જતો રહ્યો. તેણે કોશાના મોહમાં પોતાની કારકિર્દી કે પરિવાર તરફ પણ ધ્યાન ન આપ્યું. ધનાનંદ રાજાએ સ્થૂલિભદ્રને રાજ્યમાં ઉંચો હોદ્દો આપ્યો પરંતુ એ તેણે સ્વીકાર ન કર્યો. આથી રાજાએ આ હોદ્દો તેના નાના ભાઈ શ્રીયકને આપી દીધો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ધનાનંદના શાસનનો ખરાબ સમય આવવા લાગ્યો. મગધના લોકોએ મોટી રાજનૈતિક ઉથલપાથલ અને ગરબડો જોઈ. લોકોમાં વર્તમાન પરિસ્થિતિને લઇને ખુબ જ અસંતોષની લાગણી થઇ અને નંદ સામ્રાજ્યનો અંત આવે એવું લોકો ઇચ્છવા લાગ્યા. ધનાનંદ પોતાને અસુરક્ષિત માનવા લાગ્યો અને શ્રીયક અને એના પિતા શકતાલ સહીત બધા મંત્રીઓ પર શંકા કરવા લાગ્યો. Page 185 of 307 Page #202 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) શકતાલને રાજાની શંકા વિષે ખબર હતી આથી તેને પોતાના નાના પુત્રના ભવિષ્ય અંગે ચિંતા થઇ. આથી તેમણે શ્રીયકની રાજા પ્રત્યેની વફાદારી સાબિત કરવા પોતાના જીવનનું બલિદાન આપવા વિચાર કર્યો. તેમણે શ્રીયકને રાજા અને બીજા મંત્રીઓની હાજરીમાં પોતાનું ખૂન કરવા સમજાવ્યું. તેમણે શ્રીયકને સમજાવ્યું કે તે પોતાને રાજા સામે મારે તે પેહલા એ પોતે ઝેર ખાઈ લેશે આથી પોતાના પિતાના મૃત્યુ માટે તે (ધાર્મિક કે નૈતિક) રીતે જવાબદાર રહેશે નહિ. પરંતુ રાજાને લાગશે કે શ્રીયક તેમને ખુબ જ વફાદાર છે કેમ કે તેણે મારા માટે પોતાના જ પિતાનું ખૂન કર્યું. આમ કાકાતનું પોતાના પુત્રની વફાદારી બિન કરવા તેના હાથે જ મૃત્યુ થયું. જયારે સ્થૂલિભદ્રએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમને આઘાત લાગ્યો. તે ૧૨ વર્ષથી કોશા સાથે રહેતા હતા. આ સમય દરમ્યાન તેમણે બીજા કોઈની કાળજી લીધી ન હતી. તેમના પિતાના મૃત્યુએ એમની આંખો ખોલી નાખી અને તેમણે પોતાના ભૂતકાળ વિષે વિચાર્યું., "મારી યુવાવયના ૧૨ લાંબા વારસો ! મેં આ ૧૨ વર્ષોમાં શું કર્યું?" સ્યુલિભદ્ર એ વિચાર્યું કે તેમણે પોતાની યુવાનીમાં એવું કઈ નથી કર્યું કે જે મારી સાથે રહે. તેમના પિતાના કરુણ મૃત્યુએ તેમને એ વાસ્તવિકતા સમજાવી કે દરેકના જીવનનો અંતતો આવે જ છે. "એવો કોઈ ઉપાય નથી કે જેથી મૃત્યુને નિવારી શકાય?" એમણે પોતાની જાતને પૂછ્યું. "જિંદગીનું સ્વરૂપ શું છે? હું કોણ છું અને મારા જીવનનો ધ્યેય શું છેત્ર" આ વિચારોમાં ઊંડા ઉતરીને એમણે સમજાયું કે આ શરીર અને બીજા દુન્યવી સુખો કાયમી નથી. આ ભૌતિક સુખો કાયમી આનંદ આપી શકતા નથી. તેમણે પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોયું અને એમાં તેમના ચેહરા પર વાસનાભર્યા જીવનની સ્પષ્ટ રેખાઓ દેખાઈ. પોતે પોતાની યુવાની બરબાદ કરે છે એ સમજાયા બાદ એમણે કાયમી સુખ શોધવાનું નક્કી કર્યું. તેઓ કોશાને છોડીને સીધા આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચ્યા કે જે ભગવાન મહાવીરના ૬ઠ્ઠા અનુગામી હતા. પોતાની શરણાગતિ સ્વીકારતા તેમણે કહ્યું કે તે વાસનાભ જીવની ખિન્ન હતા અને પોતાનું જીવન સાર્થક થાય એવું કંઈક તેમને કરવું હતું. આચાર્યએ તેમની વિનંતી માનપૂર્વક સ્વીકારી. અહીં એક ૩૦ વર્ષનો યુવાન માણસ હતો જે પોતાની જુવાનીનું જોમ ખોઈ ચુક્યો હતો. એના વાસનાભર્યા જીવને એના શરીરની ખરાબ હાલત કરી હતી. પરંતુ તેના મુખ પર તેજસ્વી પિતાનું તેજ હજી ચમકી રહ્યું હતું. સ્થૂલિભદ્રના અડગ મન અને વિનમ્ર સ્વભાવને જોઈને વિદ્વાન આચાર્યને તેમાં જિનશાસનનું ઉજ્જવળ ભવિષ્ય દેખાયું અને તેમણે એમનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. Page 186 of 307 Page #203 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સ્થૂલિભદ્ર નવા જીવનમાં ખુબ ઝડપથી અનુકૂળ થઇ ગયા. યુવાનીમાં જે મહત્વાકાંક્ષાની અછત હતી તે પુખ્તાવસ્થામાં તેમનામાં ઉભરી આવી. વીતેલા વર્ષોની ખોટ ભરપાઈ કરવા માટે તેમણે પોતાની બધી શક્તિ આધ્યાત્મિક વિકાસમાં વાપરી નાખી. તેમણે ખુબ જ ખંતથી મેહનત કરી અને ટૂંક જ સમયમાં એમના ગુરુનો ભરોસો જીતી લીધો. તેમણે પોતાની વાસના અને ઇન્દ્રિયોના વિકાર પર સફળતાપૂર્વક કાબુ મેળવીને પોતાના અંતર શત્રુઓને જીતી લીધા. હવે તેમની શ્રદ્ધાની કસોટી કરવાનો સમય હતો. ચોમાસુ આવવાની તૈયારી હતી. બધા સાધુઓએ વર્ષાઋતુ દરમ્યાન એક જ જગ્યાએ રોકાવાનું હોય છે. આ ઋતુ ભારતમાં લગભગ ૪ મહિના ચાલે છે. સ્થૂલિભદ્ર અને બીજા ૩ સાધુઓ જેમણે ખૂબ સમતા પ્રાપ્ત કરી હતી તેમણે ખૂબ જ પ્રતિકૂળ જગ્યા એ રોકાઈને પોતાની શ્રદ્ધાની કસોટી કરવી હતી. દરેકે પોતાના માટે ખૂબ જ પ્રતિકૂળ જગ્યાઓ નક્કી કરી. એકે સિંહની ગુફાના દ્વાર પાસે ચાતુર્માસ કરવાની પોતાના આચાર્ય પાસે પરવાનગી માંગી. બીજાને સાપના દર પાસે પોતાનો સમય પસાર કરવો હતો. ત્રીજાને કુવાની સપાટી પર ચાતુર્માસ પસાર કરવો હતો. આચાર્યને ખબર હતી કે તેઓ આ પ્રતિકૂળતાઓ સામે ટકી શકો આથી તેમણે પરવાનગી ખાપી સ્થૂલિભદ્રએ કોશાની ચિત્રશાળા પાસે ચાતુર્માસ પસાર કરવાની નમ્રતાપૂર્વક પરવાનગી માંગી. આચાર્યને ખબર હતી કે આ પરીક્ષા સ્થૂલિભદ્ર માટે અત્યંત કઠિન હતી પરંતુ તેમને સ્થૂલિભદ્રની દ્રઢતા પર પણ વિશ્વાસ હતો અને તેમને એ પણ ખબર હતી કે આ પરીક્ષામાં સફળ થયા વગર આધ્યાત્મિક વિકાસ કરવો અશક્ય હતો. આથી તેમણે સ્થૂલિભદ્રને કોશાના ઘરે ચાતુર્માસ કરવાની પરવાનગી આપી. સ્થૂલિભદ્ર કોશાના ઘરે ગયા અને તેની પાસે એની ચિત્રશાળામાં ચાતુર્માસ પસાર કરવાની પરવાનગી માંગી. કોશાને તેમને જોઈને ખૂબ આશ્ચર્ય થયું. સ્થૂલિભદ્ર કોશાને એવી અસમંજસ ભરી પરિસ્થિતિમાં છોડીને ચાલ્યા ગયા હતા કે કોશાએ કદી વિચાર્યું ન હતું કે એ તેમને જોઈ શકશે. ગમે તે હોય કોશા એમને ખૂબ જ યાદ કરતી હતી અને એ તેમને જોઈ ને ખૂબ જ ખુશ થઇ. જો કે એને તેમનો પાછા ફરવાનો સાચો આશય ખબર ન હતી. એ ચાતુર્માસમાં તે બંનેના અલગ અલગ ધ્યેય રહ્યા. કોશા પોતાની બધી આવડતોનો ઉપયોગ કરીને તેમને પોતાના જીવનમાં પાછા લાવવાની કામના કરતી રહી. તેને લાગ્યું કે સાક્ષાત સ્થૂલિભદ્રનું તેની ચિત્રશાળામાં હોવું એ તેના માટે ફાયદાજનક છે. એનાથી ઉલટું સ્થૂલિભદ્રનું ધ્યેય કોશાના તીવ્ર આકર્ષણમાંથી બહાર આવવાનું હતું. કોણ જીતશે? સ્થૂલિભદ્રની મજબૂત શ્રદ્ધા અને દ્રઢતા આ કસોટી દરમ્યાન તેમની સાથે રહી. એમણે એમના ચિત્તને અધ્યાત્મિક ધ્યાનમાં, વસ્તુઓના ક્ષણિક સ્વભાવ ઉપર અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવા ઉપર કેન્દ્રિત કર્યું. છેવટે કોશાને પોતાની જિંદગી નકામી જતી લાગી અને તે Page 187 of 307 Page #204 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પણ સ્થૂલિભદ્રની અનુયાયી બની ગયી અને સ્થૂલિભદ્ર આ અનુભવ પછી આધ્યાત્મિક રીતે વધુ મજબૂત થયા. ચાતુર્માસ પૂરો થતા ચારેય સાધુઓ પાછા ફર્યા અને પોતપોતાના અનુભવો વર્ણવ્યા પહેલા ત્રણ સાધુઓએ પોતાની સફળતા વર્ણવી અને આચાર્યે તેમને અભિનંદન આપ્યા. જયારે સ્થૂલિભદ્રએ પોતાની સફળતાની વાત કરી ત્યારે આચાર્ય પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા અને એવું દુય કાર્ય પૂરું પાડવા માટે તેમના ખૂબ જ વખાણ કર્યા. બીજા સાધુઓને ઈર્ષા થઇ. સ્થૂલિભદ્રનું કાર્ય પોતાના કાર્ય કરતા આટલું વધારે પ્રશંસનીય કેવી રીતે હોઈ શકે? તેમણે તો ચાતુર્માસ ખૂબ જ શારીરિક તકલીફો વેઠી ને પસાર કર્યો હતો. જયારે સ્થૂલિભદ્ર તો આરામથી સુરક્ષા વચ્ચે રહ્યા હતા. આચાર્યએ સમજાવ્યું કે એ બીજા કોઈના માટે પણ અશક્ય કાર્ય હતું. પ્રથમ સાધુ એ બડાઈ હાંકતા કહ્યું કે આવનારા ચાતુર્માસમાં તે એ કામ આસાનીથી કરી શકશે. આચાર્યએ એમને એવું ન કરવા સમજાવ્યા કેમ કે તેઓ એ જાણતા હતા કે આ કામ તેમની ક્ષમતાની બહાર છે. તે સાધુ પોતાની આધ્યાત્મિક ક્ષમતા સાબિત કરવા માંગતા હતા અને આચાર્ય પાસે વારંવાર માંગણી કરીને આવનારા ચાતુર્માસ માટે પરવાનગી લઇને રહ્યા. આવતા વર્ષે ચાતુર્માસમાં એ સાધુ કોશાના ઘરે ગયા. કોશાની ચિત્રશાળામાં રહેલા ચિત્રો જ તેમને ઉત્તેજિત કરવા માટે પૂરતા હતા. જયારે તેમણે કોશાને સાક્ષાત જોઈ ત્યારે તેમનો રહ્યો સહ્યો સંયમ પણ ઓગળી ગયો. તેમણે કોશા પાસે તેના પ્રેમની ભીખ માંગી. સ્થૂલિભદ્રના પવિત્ર જીવન પરથી કોશા સાધુ જીવનની મહત્તા સમજી હતી. કોશાએ સાધુને પાઠ ભણવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે જો તે નેપાળથી કે જે પાટલીપુત્રથી ૨૫૦ કી.મી. દૂર આવેલું હતું ત્યાંથી રત્નજડિત વસ્ત્ર લાવી આપે તો જ તે એમને પ્રેમ કરવા સહમત થશે. એ સાધુ કોશાથી એટલા આકર્ષિત થયા હતા કે તરત જ નેપાળ જવા રવાના થયા. તેઓ એ પણ ભૂલી ગયા કે ચાતુર્માસ દરમ્યાન સફર કરી ન શકાય. ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને તેઓ એ રત્નજડિત વસ્ત્ર ખરીદીને કોશાનો પ્રેમ મેળવવાના વિશ્વાસ સાથે પાટલીપુત્ર પાછા ફર્યા. કોશાએ તે વસ્ત્ર પર પોતાના પગ લૂછ્યા અને તેને કચરામાં ફેંકી દીધું. તે સાધુ આશ્ચર્યચકિત થઇ ગયા. તેમણે કહ્યું, "કોશા તું પાગલ તો નથી થઇ ગઈને? આટલી મુશ્કેલીઓ વેઠીને લાવેલ મોંઘી ભેટને તે ફેંકી કેમ દીધી?” કોશા એ જવાબ આપ્યો, "તમે આટલી મહેનતથી મળેલા સાધુજીવનને કેમ ફેંકી દો છો?" તે વિનમ્ર સાધુને પોતાની મુર્ખામી સમજાઈ ગઈ અને તરત જ તેમણે આચાર્ય પાસે જઈને પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો. તે દિવસથી સમગ્ર Page 188 of 307 Page #205 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સંઘમાં સ્ફુલિભદ્ર માટે ખૂબ જ માન વધી ગયું. પછીના વર્ષોમાં મ્યુલિભદ્ર એ જૈન શાસ્ત્રો, તેમાં પણ મુખ્યત્વે ૧૨ અંગ ખાગમો અને ૧૪ પૂર્વાન સાચવવા માટે ખૂબ જ પાયાની ભૂમિકા ભજવી. જૈન ઇતિહાસ બતાવે છે કે આચાર્ય સંભુતિવિજયના અનુગામી આચાર્ય ભદ્રબાહુ એ છેલ્લા આચાર્ય હતા જેમને સંપૂર્ણ જૈન શાસ્ત્રોનું જ્ઞાન હતું. આચાર્ય સંભૂતિવિજય અને આચાર્ય ભદ્રબાહુ બંને આચાર્ય યશોભદ્રના શિષ્ય હતા. એ જમાનામાં ગુરુ મૌખિક રીતે શાસ્ત્રો શીખવાડતા અને શિષ્યો યાદ રાખતા, તે ક્યાંય લખવામાં આવતા ન હતા. ભદ્રબાહુના નેતૃત્વ નીચે સ્થૂલિભદ્ર એ ૧૨ માંથી ૧૧ અંગ આગમોનો અભ્યાસ કર્યો. જો કે લંબાયેલા દુષ્કાળે સ્ફુલિભદ્રને ૧૨મુ અંગ આગમ ભણતા રોક્યા કે જેમાં ૧૪ પૂર્વેનો સમાવેશ થતો હતો. દુષ્કાળના સમયે ભદ્રબાહુએ પોતાના ૧૨૦૦૦ શિષ્યો સાથે દક્ષિણમાં સ્થળાંતર કર્યું. જે લોકો પાટલીપુત્રમાં રોકાયા તે સાધુ સમાજના આગેવાન સ્ફુલિભદ્ર બન્યા. દુષ્કાળના લીધે સાધુઓને તેમના આચાર સરખી રીતે પાળવામાં મુશ્કેલી પાડવા લાગી. વધારામાં ઘણા સાધુઓની યાદશક્તિ નબળી પડી ગઈ અને ઘણા શાસ્ત્રો ભુલાઈ જવા લાગ્યા. આ દુષ્કાળ ૧૨ વર્ષ ચાલ્યો. દુષ્કાળ પછી સ્થૂલિભદ્રએ બધા જૈન શાસ્ત્રો વ્યવસ્થિત કરવા વિચાર્યું. સ્થૂલિભદ્રના નેતૃત્વ નીચે પાટલીપુત્રમાં એક સંમેલન રાખવામાં આવ્યું. આ સંમેલનમાં ૧૨ માંથી ૧૧ અંગ આગમોને યાદ કરવામાં આવ્યા અને લખવામાં આવ્યા. પરંતુ કોઈ પણ સાધુ ૧૨ મું અંગ આગમ કે તેના ૧૪ પૂર્વોને યાદ ન કરી શક્યું. ફક્ત આચાર્ય ભદ્રબાહુ પાસે જ આ જ્ઞાન હતું પરંતુ તેઓ હવે દક્ષિણ ભારત છોડીને નેપાળના પર્વતોમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં ખાસ પ્રકારના તપ અને ધ્યાનમાં મગ્ન હતા. આથી જૈન સંઘે સ્થૂલિભદ્ર અને બીજા વિદ્વાન સાધુઓને ભદ્રબાહુ પાસે જઈ ને ૧૨મું આગમ અને ૧૪ પૂર્વે શીખવા માટે વિનંતી કરી. એક વખત સ્થતિશનની બહેનો કે જે જૈન સાધ્વીઓ હતી તેમણે મ્યુલિભદ્રને મળવા નેપાળ જવાનું નક્કી કર્યું. આ સમયે સ્થૂલિભદ્ર ૧૪ માંથી ૧૦ પૂર્વે શીખી ચુક્યા હતા. તેમને એવો વિચાર આવ્યો કે તેમને ૧૦ પૂર્વે અને ૧૨માં આગમના જ્ઞાનથી જે જાદુઈ શક્તિ પ્રાપ્ત થઇ છે તે બતાવીને પોતાની બહેનોને પ્રભાવિત કરશે. આથી તેમણે પોતાના શરીરને સિંહના સ્વરૂપમાં પરિવર્તિત કરી દીધું અને તેમના આવવાની રાહ જોવા લાગ્યા. જયારે તેમની બહેનોએ પ્રવેશ કર્યો ત્યારે તેમણે પોતાના ભાઈના બદલે એક સિંહને જોયો. પોતાના ભાઈને શું થયું હશે એ વિચારે ગભરાઈને તેઓ તરત જ ભદ્રબાહુ પાસે ગયા. આચાર્ય ભદ્રબાહુ સમજી ગયા કે શું થયું છે અને તેમની બહેનોને પાછા ગુફા તરફ જવા સમજાવ્યું. આ વખતે સ્ફુલિભદ્રએ પોતાનું સાચું સ્વરૂપ પાછું મેળવી લીધું હતું. તેમની બહેનો એમને જીવંત Page 189 of 307 Page #206 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) અને સ્વસ્થ જોઈને ખૂબ જ ખુશ થઇ. જોકે આચાર્ય ભદ્રબાહુ આ વાતથી ખુબ જ નિરાશ થયા કેમ કે સ્પલિસનએ એક નજીવા હેતુ માટે પોતાની શક્તિઓનો દુરુપયોગ કર્યો હતો. તેમને લાગ્યું કે સ્યુલિભદ્ર સા આધ્યાત્મિક પ્રગતિ માટે પરિપક્વ નથી અને તેમણે બાકીના ૪ પૂર્યો ભણાવવાની તેમને ના પડી દીધી. શિસ્તબદ્ધ સ્થૂલિભદ્ર એ તેમને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આચાર્ય ભદ્રબાહુ દ્રઢ હતા. જયારે જૈન સંઘે આચાર્ય ભદ્રબાહુને સ્થૂલિભદ્રને બાકીના ૪ પૂર્વે ભણાવવા વિનંતી કરી ત્યારે આચાર્ય ભદ્રબાહુએ સ્ફુલિભદ્ર માટે નીચેની બે શરતો રાખી: તે મ્યુલિભદ્રને બાકીના ૪ પૂર્વીનો અર્થ નહિ સમજાવે Úશિશ્ન આ ૪ પૂર્વે બીજા કોઈ સાધુને નહિ શીખવી શકે, સ્થૂલિભદ્રએ શરતો માન્ય રાખી અને બાકીના ૪ પૂર્વે શીખ્યા. જૈન શાસ્ત્રો ક્યાંય લિખિત સ્વરૂપમાં ન હતા અને આચાર્ય સ્થૂલિભદ્ર સ્વામીએ દુષ્કાળ દરમ્યાન તેને બચાવવાના ખુબ પ્રયત્નો કર્યા, આથી જૈન ઇતિહાસમાં તેમનું ખુબ માનવંતુ સ્થાન છે. આજની તારીખમાં પણ તેમનું નામ શ્વેતામ્બર પરંપરામાં ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામી પછી લેવામાં આવે છે. બોધ: ઉંચા ધ્યેય રાખવાની કોઈ ઉમર નથી હોતી અને જો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો તો કોઈ પણ મુશ્કેલી અઘરી નથી કે તેમાંથી બહાર ન આવી શકાય. તે ૩૦ વર્ષના હતા અને તેમણે જીવનના ૧૨ વર્ષો વેડફી દીધા હતા તો પણ તેમણે સંસાર છોડી દીધો અને સાધુ જીવનના આચારોનું સારી રીતે પાલન કર્યું. દ્રઢતાપૂર્વક તેમણે પોતાના ઈચ્છા રૂપી અંતર શત્રુને પણ એ જગ્યાએ જઈને પરાસ્ત કર્યા જે જગ્યાએ તેમની ઈચ્છાઓ ચરમસીમા પર હતી. છેવટે એ એક એવા સાધુ બન્યા જેમને તેમના અદભુત ધાર્મિક કાર્યો માટે આજે પણ પ્રાર્થનામાં યાદ કરવામાં આવે છે. મુખ્ય મુદ્દાઓ • સ્થૂલિભદ્રએ પોતાના પ્રલોભનો પર પોતાની પૂર્વ પ્રેમિકાની જગ્યાએ જઈને વિજય મેળવ્યો અને તે માટે તેઓ એક આદરલાયક સાધુ બન્યા. • દુષ્કાળ બાદ અમુક સાધુઓએ દક્ષિણમાં સ્થળાંતર કર્યું અને આગમોના લુપ્ત થવાનો ભય હતો ત્યારે સ્થૂલિભદ્ર એ પાટલીપુત્રમાં પ્રથમ વખત સંમેલન રાખીને આગમોની વાચના કરી. • આચાર્ય ભદ્રબાહુ પાસેથી આગમો ભણ્યા, છેલ્લા શ્રુત કેવલી(જેને આગમોનું સંપૂર્ણ જ્ઞાન હતું); શક્તિઓના દુરુપયોગના લીધે છેલ્લા ૪ પૂર્વે બીજા કોઈ સાધુને ભણાવી ન શક્યા. Page 190 of 307 Page #207 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સાધુ કોશાની સુંદરતા જોઈને તેની તરફ આકર્ષિત થયા વિના રહી શકતા નથી અને તેનો પ્રેમ મેળવવા પોતાના આચારો ભૂલી જાય છે Page 191 of 307 Page #208 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ઉ.5 કુંદ આચાર્ય મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણિ ! મલ કુંદકુંદો, જૈન ધમોનું જંગલ ભગવાન મહાવીર શુભ છે; ગણધર ગૌતમ સ્વામી શુભ છે; આચાર્ય કુંદકુંદ શુભ છે; જૈન ધર્મ શુભ છે. કુંદકુંદ આચાર્ય જૈન ધર્મના ખુબ જ પ્રખ્યાત આચાર્યોમાંથી એક છે. આચાર્ય ભદ્રબાહુના અનુગામી એવા આચાર્ય કુંદકુંદનો જન્મ ૧લી સદીની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશની કોન્ડા-કોન્ડા નામની જગ્યાએ થયો હતો. કુંદકુંદ "નંદી" સંઘ નામે એક પ્રાચીન સંઘના સભ્ય હતા કે જ્યાં બધા સાધુઓના નામમાં છેલ્લે "નંદી" એવો શબ્દ આવતો. દીક્ષા લીધા પછી તેમનું નામ પદ્મનંદી હતું, પરંતુ તેઓ પોતાના જન્મ સ્થળના નામ પરથી વધારે પ્રચલિત થયા. પુનિયા શ્રાવકની કથામાં કોશા કહે છે કે તેમના પૂર્વભવમાં કુંદકુંદ એક ગોવાળિયા હતા અને તેમણે પ્રાચીન પ્રતોને સાચવીને એક વિચારતા સાધુના આશીર્વાદ મેળવ્યા. તેઓ ૧૧ વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા અને ૩૩ વર્ષની સાધના અને તપ બાદ ૪૪ વર્ષની વયે તેમને આચાર્યની પદવી આપવામાં આવી. તેઓ ૯૫ વર્ષ સુધી જીવ્યા અને તેમનું આચાર્ય પદ તેમના અનુયાયી ઉમાસ્વામી દિગંબર પરંપરા, ને આપ્યું. કુંદકુંદ આચાર્યના ઊંડા અભ્યાસ અને નૈતિક ચરિત્રએ રાજા શિવ કુમાર જેવા રાજશાહી શિષ્યોને પણ તેમની તરફ આકર્ષ્યા હતા. કુંદકુંદ આચાર્યની કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે - એવું કહેવાય છે કે તેઓ હવા પર ચાલી શકતા હતા. પરંતુ તેમનો પ્રભાવ જૈન ધર્મથી આગળ પણ ફેલાયેલો છે. પ્રાચીન ભારતમાં ધાર્મિક ચર્ચાઓએ બુદ્ધિમત્તા ભરી જીવન શૈલીનું એક અગત્યનું પાસું હતું. તેમાં કુંદકુંદ આચાર્યે જૈન શાસ્ત્રો રચીને સભાન અને બંધારણીય બદલાવ લાવ્યો. તેમણે શાબ્દિક માળખાઓનો ઉપયોગ કરીને વિજ્ઞાનના અદ્યતન સિદ્ધાંતો જેવા કે અણુનું બંધારણ, બ્રહ્માંડના પરિમાણો, બ્રહ્માંડની રચનાઓ અને મનોવિજ્ઞાન વિષે સમજાવ્યું. હિન્દુ અને બૌદ્ધ ચિંતકોને એમના જૈન આચાર અને તત્વજ્ઞાન સમજાવવા પડકાર ફેંકવામાં આવ્યો. આમ આચાર્ય કુંદકુંદ ભારતવર્ષમાં થતી ધાર્મિક ચર્ચાઓને વિદ્વત્તાના નવા શિખરો પર લઇ ગયા. જૈન તત્વજ્ઞાનના ખુબ જ અઘરા વિષયોના મહાન આયોજક કુંદકુંદ આચાર્ય એ પાંચ પ્રખ્યાત પુસ્તકો લખી છે: · સમયસાર (આત્માના સાચા સ્વભાવ વિષેનો ગ્રંથ) • પ્રવચનસાર (પ્રવચન વિષેનો ગ્રંથ) Page 192 of 307 Page #209 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ♦ નિયમસાર (આચરણના નિયમો વિષેનો ગ્રંથ) • પંચાસ્તિકાય (પાંચ દ્રવ્યો વિષેનો ગ્રંથ) • અષ્ટ-પહુડા (આઠ પગલાં - આઠ લખાણોનો સમૂહ) તેમણે આ બધું કાર્ય પ્રાચીન અર્ધમાગધી પ્રાકૃતના જેવી શૌરસેની પ્રાકૃત નામે સ્થાનિક બોલીમાં લખ્યા છે. જૈન સિદ્ધાંતોના અમુક સંબંધો અને માળખાઓ જે આજના સમયમાં ખુબ આસાનીથી સમજી શકાય છે તે તેમના પ્રયત્નોનું ફળ છે. તેમનો આ વિચાર એટલો અસાધારણ હતો કે ત્યાર બાદ તેમના શિષ્યો અને બીજા વિદ્વાનો દ્વારા લખાયેલા અનેક પુસ્તકો અને ગ્રંથો માટે તેઓ જ મૂળ સ્તોત્ર હતા. દિગંબર પરંપરામાં મંગલાચરણમાં ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામી પછી તેમના જ યાદ કરવામાં આવે છે. દિગંબર પરંપરાના અમુક જૈનો પોતાને કુંદકુંદ અન્વય (કુંદકુંદ ના સંઘ) તરીકે ઓળખાવે છે. જોકે દરેક સમુદાયના વિદ્વાનો તેમના ગ્રંથોને ખુબ જ આદર સાથે ભણે છે. કુંદકુંદ આચાર્યને આ 'અંધારયુગનો પ્રકાશ' કહેવાય છે. સમયસારના ઘણા ભાષ્યોનું સંસ્કૃત અને બીજી આધુનિક ભાષાઓમાં ભાષાંતર થયેલું છે. આજના સમયમાં બનારસીદાસ, તરણસ્વામી, શ્રીમદ રાજચંદ્ર અને ગુરુદેવ શ્રી કાનજી સ્વામી જેવા ઘણા વિદ્વાનો અને નેતાઓ સમયસારથી પ્રભાવિત થયેલા છે. આચાર્ય જયસેન સમયસાર વિશેની પોતાની ટીકામાં લખે છે કે પોતાની આધ્યાત્મિક શક્તિની મદદ થી તેઓ પોતાના ઔદારિક શરીરનો ઉપયોગ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જતા અને સીમંધર સ્વામી ભગવાનની દેશના સાંભળીને જ્ઞાન મેળવતા. આજે દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં પોન્નુર મલાઈ નામે ટેકરી પર એક ચંપાના વૃક્ષની નીચે તેમની ચરણપાદુકાના દર્શન થાય છે. આ ચરણપાદુકા એક એવા ચિંતકનુ પ્રતીક છે કે જેમણે ૨૦૦૦ વર્ષ પહેલા જૈન ધર્મના સૌથી પ્રભાવશાળી ગ્રંથો લખ્યા. Page 193 of 307 Page #210 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ઉ.૪. આચાર્ય હરિભદ્રસૂરિ છઠ્ઠી સદીમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ પંડિત હતા. તે દરેક ધર્મના તત્વજ્ઞાનમાં ખુબ જ વિદ્વાન અને નિપુણ હતા. તેમની ઘણી બધી પ્રતિભાઓમાંથી એક હતી કે તેમને હરીફની દલીલોનો પહેલેથી જ અંદાજ આવી જતો હતો. તે સમયમાં વિદ્વાનો માટે બીજા પ્રદેશમાં જઈને બીજાને ચર્ચામાં ઉતારીને પોતાના જ્ઞાનને વધારવાની પ્રથા સામાન્ય હતી. માટે હરિભદ્રએ પણ ઘણી જગ્યાએ સફર કરીને ઘણા વિદ્વાનો સાથે ચર્ચા કરી હતી. બીજા વિદ્વાનો તેમની સાથે દલીલમાં જીતી શકતા નહિ. તેઓ તેમની પ્રતિભાથી દરેક દલીલને જીતી લેતા હતા. થોડાક જ સમયમાં તેમની પ્રતિષ્ઠા ખુબ જ ફેલાઈ ગઈ અને વિદ્વાનો તેમની સાથે ચર્ચા કરવાનું ટાળવા લાગ્યા. જયારે કોઈ તેમની સાથે ચર્ચા કરવા આગળ ન આવ્યું ત્યારે તેમણે માની લીધું કે આખા દેશમાં તેમનો કોઈ હરીફ નથી. કોઈ પણ વિષયમાં ચર્ચા કરવાની પોતાની આવડતમાં આત્મવિશ્વાસ હોવાને લીધે તેમણે જાહેરમાં પડકાર ફેંક્યો કે જો કોઈ પણ તેમને એવો વિષય કહે કે જે તે ન સમજી શકે તો તે તરત જ એ વ્યક્તિના શિષ્ય બની જશે. એક વખત તેઓ એક ગામમાંથી પસાર થતા હતા ત્યારે સામે એક શાહી હાથી તેમની સામે આવ્યો. હાથી ખુબ જ ગુસ્સામાં હતો અને આથી કાબુ બહાર હતો. મહાવત તેને કાબુમાં લેવા ખુબ પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તે કાબુમાં આવતો જ ન હતો. તે હાથી હરિભદ્રની સામે જ ધસી આવતો હતો. હરિભદ્ર હાથીથી કચડાઈ જવાની બીકથી તેનાથી બચવા માટે આસપાસમાં સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા અને તેમણે એક જૈન મંદિર જોયું. મદોન્મત હાથીથી બચીને એકદમ સમયસર તેઓ જૈન મંદિરમાં પ્રવેશ્યા. તેઓ અંદર શ્વાસ ખાવા ઉભા રહ્યા અને પછી મંદિર પર અનાદરથી નજર નાખી. હરિભદ્રને જૈન ધર્મ પ્રત્યે બિલકુલ આદર ન હતો. તેમના આ પક્ષપાતના લીધે તેઓ જૈન તત્વજ્ઞાનથી સાવ અજાણ રહ્યા હતા. તે સમયમાં બ્રાહ્મણો કટ્ટર શિવભક્ત રહેતા અને જૈન ધર્મને માનની દ્રષ્ટિ એ જોતા નહિ. તેઓ આસપાસ નજર કરતા હતા ત્યાં તેમણે પ્રભુ મહાવીરની આરસની પ્રતિમા તેમની સન્મુખ જોઈ. તીર્થંકરની આંખોમાંથી વરસતી કરુણા જોવાને બદલે હરિભદ્રની નજર તેમના પેટ પર ગઈ કે જે એક તપસ્વી સાધુના કૃશ પેટની સાક્ષી પૂરતું ન હતું. તેમણે એવું માન્યું કે જૈન તીર્થંકરો ચોક્કસ મીઠાઈઓનું સેવન કરતા હશે. માટે તેમણે આવી ટીકા રચી કે: Page 194 of 307 Page #211 -------------------------------------------------------------------------- ________________ વાતાવવાને Compodium of Jainism - Part (II) મ મા-જેતાબેન* "તમારું પેટ એ વાત ની સાક્ષી પુરે છે કે તમને મીઠાઈઓ ખાવી ખુબ ભાવે છે." જયારે હાથી જતો રહ્યો ત્યારે તેઓ સાચવીને મંદિરની બહાર નીકળ્યા અને રસ્તામાં એક સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થયા. તેમણે યાકીની મહત્તરાના મુખેથી નીચે મુજબનો શ્લોક સાંભળ્યો: ચક્કીના હરીપણાના પણાગામ કી આ દેશોં ચક્કી કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેશી યા ચક્કી યા મહત્તરા આ અવસર્પિણી કાળમાં ચક્રવર્તી અને વાસુદેવ કયા ક્રમમાં જન્મ્યા એ સમજાવતા હતા. જૈન તત્વજ્ઞાન એક પછી એક ચાલતા લાંબા કાળચક્રમાં માને છે. આ ચક્રનો અડધો ભાગ ઉત્સર્પિણી એટલે કે ચઢતો ક્રમ કહેવાય છે જ્યાં સતત સુધારા આવતા જાય છે અને બીજા અડધા ભાગને અવસર્પિણી એટલે કે ઉતરતો ક્રમ કહેવાય છે જ્યાં સતત ખરાબ પરિસ્થિતિ આવતી જાય છે. પરંપરાથી એવું પણ માનવામાં આવે છે કે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીખો, હું વામદેવ કે નાસયણ હ પ્રનિવાસુદેવ કે પ્રતિનારાયણ વાસુદેવના કામનો અને ૯ બળદેવ થાય છે. એક વિદ્યાર્થી તરીકે હરિભદ્રએ જૈન તત્વજ્ઞાનનો થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. જોકે તેમણે ગહન અભ્યાસ કર્યો ન હતો અને આથી મહત્તરા સાધ્વીજી જે બોલી રહ્યા હતા તે તેઓ સમજી ન શક્યા. હરિભદ્ર હારી ચુક્યા હતા. છેવટે એમને એક એવો વિષય મળ્યો જેમાં તેમનું પ્રભુત્વ ન હતું અને તેમાં વધારે જ્ઞાન મેળવવા સાધ્વી મહત્તરાના વિદ્યાર્થી બનવાની જરૂર હતી. હરિભદ્રમાં ભલે ઘમંડ હતો પરંતુ તે તેમના વચનના પાક્કા હતા. સહેજ પણ ખચકાયા વિના તે તરત જ સાધ્વી મહત્તરાની સામે આવ્યા. તેમણે પોતાની શરત વિષે સમજાવ્યું અને તેમને પોતાના શિષ્ય બનાવવા વિંનંતી કરી. મહત્તરા એ સમજાવ્યું કે જૈન સાધ્વી એક પુરુષને વિદ્યાર્થી તરીકે ન સ્વીકારી શકે. તેમણે હરિભદ્રને પોતાના ગુરુ જિનમસુરી પાસે જવાની સલાહ આપી. તેમણે કીધું કે તેઓ આ પંક્તિનો અર્થ સમજાવી શકશે અને હરિભદ્ર તેમના વિદ્યાર્થી પણ બની શકશે. તેમની સલાહ મુજબ હરિભદ્ર જિનભટ્ટસુરી પાસે ગયા જેમણે એ પંક્તિનો બરાબર અર્થ સમજાવ્યો. આચાર્ય પાસેથી એ પંક્તિની સમજ લીધા બાદ હરિભદ્ર ને જૈન ધર્મની વધારે સમજ લેવાની ઈચ્છા થઇ અને તેમણે આચાર્યને એમને શિષ્ય તરીકે સ્વીકારવાની વિનંતી કરી. જિનભટ્ટસુરીએ તેમનો શિષ્ય તરીકે સ્વીકાર કરવાની તો જ હા પડી જો તે તેમના પરિવાર અને નજીકના સગા- વ્હાલા પાસેથી પરવાનગી લઇને આવે. હરિભદ્ર જાણતા હતા કે જૈન ધર્મ શીખવાની મંજૂરી લેવું એ Page 195 of 307 Page #212 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) અગ્નિપરીક્ષા જેવું હતું અને ખરેખર તેમના પરિવારે તરત જ તેમનો વિરોધ કર્યો. તેમના પિતાએ કહ્યું કે, "તે બ્રાહ્મણ પંડિત બનવા માટે આટલા પ્રયત્નો કર્યા છે હવે તારે એ કેમ છોડી દેવું છે?" તેમના બીજા સગા-વ્હાલા કે જે તેમની ખ્યાતિથી ખુબ ખુશ હતા તેમણે કહ્યું, "આખા દેશમાં તને ચર્ચામાં કોઈ જીતી શકતું નથી. હવે તું શુ બનીશ?" પરંતુ હરિભદ્રએ પોતાનો પ્રતિકાર ચાલુ રાખ્યો. તેમણે સમજાવ્યું કે જૈન ધર્મનો વિસ્તૃત અભ્યાસ કર્યા વિના તેમનું જ્ઞાન અધૂરું રહેશે. આ હેતુથી અને પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા પણ તેમના માટે જૈન સાધુ બનવું અનિવાર્ય છે. છેવટે પરિવારજનોની મંજૂરી લેવામાં તે સફળ રહ્યા. તેમણે સંસાર છોડી દીધો અને આચાર્ય જિનભદ્રસૂરિના શિષ્ય બન્યા. તેઓએ જૈન શાસ્ત્રો અને બીજા પવિત્ર પુસ્તકોનો ખંતથી અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિમત્તા અને દ્રષ્ટિકોણના સમન્વયથી તેઓએ ખુબ જ ઓછા સમયમાં જૈન શાસ્ત્રોમાં પ્રાવીણ્ય મેળવી લીધું. જૈન આગમોની મદદથી તેઓ સત્યની શોધ માટે જૈન તત્વજ્ઞાનના ઊંડાણને સમજ્યા. જયારે તેમણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો અને જયારે તેમના ગુરુ જિનભટ્ટસૂરિને તેમની શ્રદ્ધા પર પાક્કો વિશ્વાસ બેસી ગયો ત્યારે તેમણે હરિને ખાચાર્યની પદવી આપી. એક જૈન આચાર્ય તરીકે તેમણે જૈન સંઘની જવાબદારીઓ ખુબ જ સારી ક્ષમતાથી અને અસરકારક રીતે નિભાવી. તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાનની મદદથી તેમણે ઘણા લોકોને જૈન ધર્મ તરફ આકર્ષિત કર્યા. તેમાંથી ઘણા સંસાર છોડીને તેમના શિષ્ય બન્યા. તેમની આગેવાની હેઠળ જૈનધર્મે લોકપ્રિયતાના નવા શિખરો સર કર્યા. તેમના ઘણા શિષ્યો વચ્ચે બે શિષ્યો હતા: હંસ અને પરમહંસ જેઓ તેમની બહેનના પુત્રો હતા. તેઓ ખુબ જ તેજસ્વી હતા અને હરિભદ્રસૂરિને તેમનાથી ઘણી આશાઓ હતી. એક વખત હંસ અને પરમહંસે આચાર્ય હરિભદ્રસૂરિ પાસે એક જાણીતા બૌદ્ધ મઠમાં જઈ ને તેમની ખામીઓને સમજવા માટેની પરવાનગી માંગી. જેથી તેઓ બૌદ્ધ સાધુઓને ચર્ચામાં હરાવી શકે. શરૂઆતમાં હરિભદ્રસૂરિ એ મંજૂરી ન આપી પરંતુ તેમના વારંવાર આગ્રહ કરવાના લીધે તેમને મંજૂરી આપવી પડી. તેઓ બૌદ્ધ સાધુના વેશમાં મઠમાં ગયા પરંતુ તેમનું આ રહસ્ય લાંબા સમય સુધી છૂપું ન રહી શક્યું. તેઓ એ વેશમાં જ મઠ છોડીને નીકળી ગયા પરંતુ બૌદ્ધ લોકો એ તેમનો પીછો કરીને તેમને પકડી પડ્યા અને છેવટે તેમને પોતાની જાનથી હાથ ધોવા પડ્યા. જયારે હરિભદ્રસૂરિને પોતાના ભત્રીજાઓના કરુણ અંત વિષે ખબર પડી ત્યારે તેમને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેમણે બૌદ્ધ સાધુઓને તેમની ક્રૂરતા માટે પાઠ ભણાવાનું નક્કી કર્યું. તેમણે તેમને શાહી દરબારમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો અને શરત રાખી કે જે ચર્ચામાં હારશે તેને ફાંસીની સજા કરવામાં આવશે. હરિભદ્રસૂરિના તેમના ભત્રીજાઓના મૃત્યુ પર આવા હિંસક પ્રતિભાવ જોઈને જિનભટ્ટસૂરિ અને સાધ્વી મહત્તરાને દુઃખ થયું. હરિભદ્રસૂરિ મુકાબલો જીતી ગયા. નસીબજોગે Page 196 of 307 Page #213 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મહત્તરાએ તેમણે કોઈના મૃત્યુનો વિચાર મુલતવી રાખવા સમજાવી દીધા હતા. આ બનાવ પરથી હરિભદ્રસૂરિ સમજી ગયા કે હંસ અને પરમહંસના લગાવને કારણે તેઓ હિંસાભર્યું પગલું લેવા તૈયાર થઇ ગયા હતા. તેમણે જિનભટ્ટસૂરિને પ્રાયશ્ચિત આપવા માટે આજીજી કરી અને ગુરુ જિનભટ્ટસૂરિ એ તેમને એવી રચનાઓ લખવા પ્રેરણા આપી કે જે લોકોની શ્રદ્ધાને સાચા માર્ગ પર દોરી શકે. આ તેમના જીવનનો બીજો અગત્નો વળાંક બની રહ્યો. હરિભદ્રસૂરિ અત્યંત પ્રભાવશાળી લેખક હતા. તેમણે જૈન ધર્મના જુદા જુદા વિષ્યો પર ૧૪૪૪ ગ્રંથો લખ્યા. સંજોગોવસાત તેમાંથી માત્ર ૧૭૦ ગ્રંથો જ આજની તારીખમાં સુલભ છે. દશવૈકાલિક સૂત્ર, તત્વાર્થ સૂત્ર, પંચસૂત્ર અને આવશ્યક સૂત્ર પરની ટીકાઓ તેમની ખુબ જ પ્રખ્યાત રચનાઓમાંથી છે. આ ઉપરાંત તેમણે લલિત-વિસ્તાર, ધર્મ સંગ્રહિણી, ઉપદેશપદ, શોડાષ્ટક, ધર્મ બિંદુ અને અનેકાંત જયપતાકા લખી છે. યોગ વિષે લખનાર કદાચ એ પ્રથમ જૈન વિદ્વાન હતા. યોગબિન્દુ, યોગ-વીંશીકા, યોગ-શતક અને યોગદૃષ્ટિ સમુચ્ચય આવી કેટલીક રચનાઓ છે. આવી રચનાઓના કારણે હરિભદ્રસૂરિને તેમના જૈન સાહિત્યના અમૂલ્ય યોગદાન માટે કાયમ યાદ કરવામાં આવશે. બોધ: હરિભદ્રસૂરિનું આખું જીવન તેમના જ્ઞાન પ્રત્યેના ઊંડા રસની સાક્ષી પુરે છે. તે એક મહાન બ્રાહ્મણ પંડિત હોવા છતા એક સામાન્ય જૈન સાધ્વી પાસેથી શીખવા માટેની તેમનામાં સરળતા હતી. આ નમ્રતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. જ્ઞાન મેળવવા માટે અભિમાનને વચ્ચે આવા દેવું જોઈએ નહિ. જૈન આગમ જૈન સિદ્ધાંતોને સરળ અને તાર્કિક રીતે રજુ કરે છે. જૈન આગમોનો ગહન અભ્યાસ તમને જૈન સિદ્ધાંતોને વધારે દ્રઢતાથી અને શ્રદ્ધાપૂર્વક અનુસરવાની પ્રેરણા આપે છે. હરિભદ્રસૂરિની રચનાઓ ખુબ જ કિંમતી છે અને તે આપણને ખુબ જ જટિલ પરંતુ માળખાબદ્ધ અને તાર્કિક ધર્મને સારી રીતે સમજવા મદદ કરે છે. Page 197 of 307 Page #214 -------------------------------------------------------------------------- ________________ Page 198 of 307 Compodium of Jainism – Part (II) હરિભદ્રસૂરિ - યાકીની મહત્તરાને જૈન તત્વજ્ઞાન સમજાવતા સાંભળે છે 11] E_FOLDE કરિના સૂર બજારે જનસૂર પાસે માધ સ્વીકારે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) G.7 આચાર્ય હેમચંદ્ર આચાર્ય હેમચંદ્ર ઈ.સ. ૧૦૮૮માં ગુજરાતમાં અમદાવાદથી ૬૦ માઈલ દૂર આવેલા ધંધુકા નગરમાં મોઢ વણિક જાતિમાં જન્મ્યા હતા. ચાંચદેવ તેમના પિતા અને પાહિનીદેવી તેમની માતા હતા. પાહિની દેવી જયારે ગર્ભવતી હતા ત્યારે તેમણે એક સુંદર સ્વપ્ન જોયું. તેમણે પોતાનું આ સ્વપ્ન આચાર્ય દેવસૂરિને કહ્યું કે જે એ સમયે ધંધુકામાં હતા. આચાર્ય દેવસૂરિએ આગાહી કરી કે તે એક ખુબ જ તેજસ્વી પુત્રને જન્મ આપશે કે જે આધ્યાત્મિકતા, આચાર અને તર્કના ક્ષેત્રમાં ખુબ જ પ્રગતિ કરશે. જયારે તેમને પુત્ર થયો ત્યારે તેનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. ફરીથી જયારે આચાર્ય દેવસૂરિ ધંધુકા આવ્યા ત્યારે તેમણે પાફિનને પુત્રી સાથે જોયો. તેમણે પાહિનીને કહ્યું ,"આ તેજસ્વી પુત્રની સંભાળ મને રાખવા દે. તેનામાં મહાન આધ્યાત્મિક ગુરુ બનવાની ક્ષમતા છે." શરૂઆતમાં તો પાહિની દેવીએ તેમનો પુત્ર સોંપી દેવાની ના પડી દીધી પરંતુ આચાર્ય દેવસૂરિ એ સતત સમજાવ્યું કે આ પુત્ર એક મહાન આચાર્ય બનીને જૈન સંઘની મહિમા વધારી શકે છે. આચાર્ય એ પાહિનીને પોતાના પુત્ર પ્રત્યેનો મોહ અને સ્વાર્થને છોડવા જણાવ્યું અને માનવજાતના કલ્યાણ માટે વિચારવા સમજાવ્યું. છેવટે પાહિનીદેવી માન્યા અને તેમના પુત્રને આચાર્યને સોંપ્યો. તેમણે ચાંગદેવનો જૈન સાધુધર્મમાં પ્રવેશ કરાવ્યો અને તેમનું સોમચંદ્ર એવું નામ રાખવામાં આવ્યું. સોમચંદ્ર ખુબ જ હોશિયાર હતા અને થોડા જ સમયમાં તત્વજ્ઞાન, તર્ક, શાસ્ત્રો, નય, વ્યાકરણ એવા દરેક વિષયમાં નિષ્ણાત થઇ ગયા. સાથે સાથે તેમનામાં સહનશીલતા, સમતા, પવિત્રતા, સાદગી, શિસ્ત, દયા અને કરુણા જેવા ગુણો પણ કેળવાતા ગયા. સોમચંદ્ર વહીવટકુશળતા અને કાર્યક્ષમતામાં અનુપમ હતા.તેઓ માત્ર ૨૧ વર્ષના હતા ત્યારે દેવસૂરિએ તેમને આચાર્યની પદવી આપી અને તેમનું નામ હેમચંદ્ર આચાર્ય રાખ્યું. હેમચંદ્ર આચાર્યના જ્ઞાનની સુવાસ ચારે દિશામાં ફેલાઈ ગઈ. હેમચંદ્રના પ્રયત્નોને લીધે ગુજરાતના રાજા સિદ્ધરાજના રાજ્યમાં સંસ્કાર અને સંસ્કૃતિના ઊંચા ધોરણો સ્થાપિત થયા. જયારે સિદ્ધરાજ મૃત્યુ પામ્યા ત્યારે કુમારપાળ રાજા બન્યા. રાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય જીવનભર ગુરુ- શિષ્યના સુંદર સંબંધમાં રહ્યા. આ આધ્યાત્મિક સંબંધના બીજ પહેલેથી જ વવાઈ ચુક્યા હતા. હેમચંદ્ર આચાર્ય એ સાત વર્ષ પહેલા જ આગાહી કરી હતી કે કુમારપાળ રાજા બનશે. વધારામાં એમને ભવિષ્યના થનાર રાજાનો એક વખત જીવ પણ બચાવ્યો હતો. આથી કુમારપાળ હેમચંદ્રાચાર્યને આધ્યાત્મિક ગુરુ અને શુભચિંતક માનતા અને તેમને ખુબ જ માનવંતુ સ્થાન આપતા. કુમારપાળ રાજ્યના વિકાસ માટેના બધા નિર્ણયોમાં હેમચંદ્રાચાર્યની સલાહ લેતા અને થોડાક જ સમયમાં ગુજરાત એ અહિંસા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન બની રહ્યું. Page 199 of 307 Page #216 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) હેમચંદ્રાચાર્ય કોઈ દિવસ પોતાના ફાયદા માટે વિચારતા ન હતા પરંતુ માત્ર પ્રજાજનોના હિતનો જ વિચાર કરતા. જોકે અમુક બ્રાહ્મણોને આ વાત ખટકતી અને તે હેમચંદ્રાચાર્ય અને જૈન ધર્મનું નીચું દેખાય તેવા પ્રયત્નો કરતા. તેમણે કુમારપાળ રાજાને કહ્યું કે હેમચંદ્રાચાર્ય એ ખુબ જ અભિમાની છે અને હિન્દુ દેવતાઓનું સમ્માન કરતા નથી. રાજા કુમારપાળ પોતાના ગુરુ પરના આવા આરોપો માનવા તૈયાર ન હતા. આથી બ્રાહ્મણોએ રાજાને વિનંતી કરી કે તે પોતાના ગુરુ ને શિવ ભગવાનના મંદિરમાં બોલાવે. તેમણે વિચાર્યું કે તેઓ રાજાની હાજરીમાં હેમચંદ્રાચાર્યનું અપમાન કરશે કેમ કે તે શિવ ભગવાનના મંદિરમાં જઈને તેમને નમશે નહિ. જયારે હેમચંદ્રાચાર્ય મળ્યા ત્યારે રાજા કુમારપાળે તેમને કહ્યું કે આપણે શિવ ભગવાનના મંદિરમાં જઇશુ. હેમચંદ્રાચાર્યએ કોઈ પણ ખચકાટ વગર તેમની વાત માની લીધી. બ્રાહ્મણો તેમના કાવતરાને સફળ થતું જોઈને ખુબ જ ખુશ થયા. તેમના આશ્ચર્ય વચ્ચે હેમચંદ્રાચાર્ય ભગવાન શિવને નમ્યા અને બોલ્યા, " ભવબીજાન્કુર જનના રાગદ્વેષમ્યહં ક્ષયમુપાગતાઃ યસ્ય, બ્રહ્મા વા વિષ્ણુરવા હરો જીનો વા નામસ્તસ્મૈ" “જેણે સંસાર વધારાનારા એવા પોતાના રાગ અને દ્વેષ જીત્યા છે તે પછી ભલે બ્રહ્મા હોય વિષ્ણુ હોય શિવ હોય કે જિન હોય, તેને હું નમન કરું છું.” હેમચંદ્રાચાર્યએ પોતાની આ વિનમ્ર વર્તણુકથી બીજા ધર્મ પ્રત્યે પોતાના આદરનો અને અન્ય દેવતાઓ પ્રત્યે સન્માનનો પરિચય આપ્યો. જૈન ફિલસૂફીમાં આ ઉદાર વર્તાવ સહજ છે. જૈન દર્શન પોતાને બીજા ધર્મ કરતા ઊંચું માનતું નથી પરંતુ બધા સાથે શાંતિપૂર્વક સહજીવનથી રહેવામાં માને છે. હેમચંદ્રાચાર્યના પ્રભાવથી રાજા કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો અને પોતાના રાજ્યમાં પ્રાણીઓના વધ કરવાની મનાઈ ફરમાવી અને બીજા પણ એવા ઘણા નિયમો બનાવ્યા જેનાથી જૈન ધર્મને પ્રોત્સાહન મળ્યું. શાકાહાર માત્ર જૈનોમાં જ નહિ પરંતુ ગુજરાતના લોકોમાં પણ પ્રચલિત બન્યું. હેમચંદ્રાચાર્યએ ઘણી સાહિત્યિક રચનાઓ પણ રચી.તેઓ અહિંસાને રાજકીય ફલક પર મુકનારા પ્રથમ આચાર્ય હતા અને ગુજરાતની મહાન સંસ્કૃતિ અને એકતાના ઘડવૈયા હતા. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેઓ યોગી હતા. યોગ-શાસ્ત્ર - તેમના યોગના વિવરણ વિષેનો ગ્રંથ ખુબ જ પ્રખ્યાત છે. લોકો તેમને 'કલિકાલસર્વજ્ઞ' એટલે કે 'આ કળિયુગમાં બધું જ જાણનાર' એવું કહીને સંબોધતા. તેઓ ઈ.સ.૧૧૭૩માં ૮૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. હેમચંદ્રાચાર્યના પ્રયત્નોના લીધે જ જૈન સમાજ આજે પણ ગુજરાતમાં દમદાર સ્થાન ધરાવે છે. Page 200 of 307 Page #217 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) બોધ: માતા પાહિનીનો તેમના પુત્ર પ્રત્યેના પ્રેમનો ત્યાગ ખુબ જ વખાણવાલાયક છે કેમ કે તેમણે પોતાના સ્વાર્થ અને મોહથી ઉપર ઉઠીને સમાજની સેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. હેમચંદ્રાચાર્યના ગુરુ તરીકેના પ્રભાવના લીધે કુમારપાળ રાજાએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો. આ કારણે ગુજરાતમાં જૈન ધર્મ અને શાકાહારને પ્રોત્સાહન મળ્યું. હેમચંદ્રાચાર્યનું સાહિત્યિક કાર્ય આપણા માટે ખજાનારૂપ છે. ફક્ત એ પુસ્તકો વાંચવા થકી જ આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી શકીશુ. મુખ્ય મુદ્દાઓ: • • ઈ.સ. ૧૦૮૮ માં માતા પાહિની દેવીના કુખે ચાંગદેવ જન્મ્યા. આચાર્ય દેવસૂરિએ તેમને બીજું નામ આપ્યું. પહેલા રાજા સિદ્ધરાજ અને પછી વધારે અગત્ય રાજા કુમારપાળ સાથેના સંબંધના લીધે ગુજરાતમાં જૈન ધર્મ અને શાકાહાર પર પ્રભાવ પડ્યો. • હિન્દુ દેવતાઓના ગુણોને નમન કર્યું, અને જૈનોની બીજા ધર્મના લોકો સાથે શાંતિપૂર્વક સહજીવનથી રહેવાની રીતનો પરિચય આપ્યો. Page 201 of 307 " દ્વા Page #218 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) વિભાગ H : તીર્થંકર મહાવીરના સમય પહેલાંની કથાઓ H.1 ભરત અને બાહુબલી H.2 રાજા મેઘરથ H.3 સાધુ નંદીષેણ H.4 રાજા શ્રીપાલ અને મયણાં સુંદરી H.5 ઈલાચીકુમાર H.6 સાધુ કુરગુડુ Page 202 of 307 Page #219 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) H.1 ભરત અને બાહુબલી ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ સંસારને છોડ્યા પહેલા રાજા ઋષભ દેવ તરીકે ઓળખાતા હતા. તેમને સુમંગલા અને સુનંદા નામની રાણી હતી. સુમંગલાથી ૯૯ પુત્રો થયા હતા. જેમાં ભરત સૌથી મોટો અને સુવિખ્યાત હતો તથા બ્રાહ્મી નામે એક દીકરી હતી. સુનંદાને બાહુબલી નામે એક દીકરો અને સુંદરી નામે એક દીકરી હતી. સૌને તમામ પ્રકારના વ્યવસાય અને કળામાં યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. ભરત મહાન યોદ્ધો અને કુશળ રાજકારણી બન્યા. બાહુબલી ઊંચો મજબૂત બાંધાનો સંસ્કારી યુવક હતો. બાહુ એટલે બાવડા અને બલી એટલે તાકાતવાન. જેના બાવડામાં ખૂબ જ તાકાત છે તે બાહુબલી. બ્રાહ્મી સાહિત્ય કળામાં ખૂબ જ પ્રવીણ હતી. તેણે બ્રાહ્મી નામની લીપી પ્રચલિત કરી હતી. સુંદરી ગણિત વિદ્યામાં કાબીલ હતી. ભગવાન ઋષભદેવ સર્વજ્ઞ બન્યા એટલે બંને દીકરીએ પણ સંસારનો ત્યાગ કરી તેમની શિષ્યા થઈ ગઈ. રાજા તરીકે ઋષભદેવના માથે વિશાળ રાજ્યની જવાબદારી હતી. સર્વજ્ઞ થયા પછી વિનીતા શહેર જે પછીથી અયોધ્યા તરીકે ખોળખાનું ને ભરતને આપ્યું અને તર્જિલા દિગંબર સ્તપ્રત પ્રમાણે પોતનપુર) બાહુબલીને આપ્યું. બાકીના દીકરાઓને વિશાળ રાજ્યના જુદા-જુદા ભાગો આપ્યા. ભરત ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. તે આખા વિશ્વનો સમ્રાટ બનવા માંગતો હતો. આ હેતુથી તેણે સુદઢ સૈન્ય વિકસાવ્યું અને યુદ્ધ માટેના આધુનિક સાધનો વિકસાવ્યા. તેની પાસે ચક્રરત્ન નામનું અલૌકિક સાધન હતું જે કદાપિ નિશાન ચૂકતું નહીં. કોઈની પાસે તેના જેવું કસાયેલું સૈન્ય ન હોવાથી તેણે એક પછી એક વિનીતાની આજુબાજુના રાજ્યો સહેલાઇથી જીતી લીધા. તેના ૯૮ ભાઈઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા સમજાવ્યા. તેઓ ભગવાન ઋષભદેવ પાસે શું કરવું તેની સલાહ માટે આવ્યા. ભગવાને સમજાવ્યું કે બહારના દુશ્મનોને જીતવાનો કોઈ અર્થ નથી, ખરી જીત તો અંદરના દુશ્મનો ઉપર મેળવવાની છે. સાચું સામ્રાજ્ય મુક્તિમાં રહેલું છે તેમ સમજાવ્યું. ભાઈ સાથેના યુદ્ધની નિરર્થકતા તેઓને સમજાઈ ગઈ, અને પોતાના તમામ રાજ્યો ભરતને સુપરત કરી દીધા. રાજપાટ તેમજ સંસાર છોડીને તેઓ ભગવાન ઋષભદેવના શિષ્ય બની ગયા. હવે એકલા બાહુબલીને જ જીતવાનો બાકી હતો. તે કોઈપણ સંજોગોમાં તાબે થવા તૈયાર ન હતા. પિતા તરફથી મળેલું રાજ્ય યોગ્ય રીતે ચલાવવા તેના આગવા દ્રષ્ટિકોણ હતા. તેનામાં દુશ્મનો સામે લડવાની તાકાત અને શક્તિ હતા. તેથી જ્યારે ભરત તરફથી આશ્રિત રાજવી તરીકે રહેવાનું કહેણ આવ્યું તો તે ન સ્વીકારતા યુદ્ધ કરવાની તૈયારી કરી. બન્ને ભાઈઓ તાકાતવાન હતા, તેથી યુદ્ધ લાંબુ ચાલશે અને મોટાપાયે લોહી રેડાશે તેવી આશંકાથી બંને પક્ષના સલાહકારોએ આ મહાન સંગ્રામ અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર ન હતા. Page 203 of 307 Page #220 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) છેલ્લા પ્રયત્ન રૂપે તેમના સલાહકારોએ સૂચવ્યું કે તમારા બેમાંથી કોણ શ્રેષ્ઠ છે એ જ જો નક્કી કરવાનું હોય તો બિનજરૂરી લોહી વહેવડાવ્યા વિના તમે બંને લડાઈ કરો અને વિજેતાને સર્વોપરી બનાવો. બંનેને લાગ્યું કે આ ઉત્તમ વિચાર છે અને તેથી બંને સહમત થયા. બંનેએ દ્વન્દ્વ યુદ્ધનાં નિયમો જાણ્યા અને કબૂલ કર્યા. યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો. ભરતે અનેક જાતના શસ્ત્રોથી બાહુબલીને હંફાવવા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ભરતને પોતાની બહાદુરીનું ખૂબ જ અભિમાન હતું. તેથી પરાજય કેટલો શરમજનક લાગશે તે વિચારવા લાગ્યો. જો તે હારી જશે તો આખા વિશ્વ પર રાજ્ય કરવાની તેની મહત્વાકાંક્ષા પૂર્ણ નહીં થાય. તે ખૂબ જ હતાશ થઈ ગયો. તેણે તેના અલૌકિક શસ્ત્ર ચક્રરત્નનો ઉપયોગ કર્યો, અને જાણી જોઈને દ્વન્દ્વ યુદ્ધનાં નિયમનો ભંગ કર્યો. પરંતુ તે શસ્ત્રની મર્યાદા હતી કે, લોહીનો સંબંધ હોય તેને નુકસાન ન કરી શકે. તેથી છોડેલું ચક્ર ભરત પર પાછું આવ્યું અને બાહુબલી બચી ગયા. દ્વન્દ્વ યુદ્ધનાં નિયમોના ભંગ બદલ બાહુબલી ખૂબજ ગુસ્સે થયા. પોતાના શક્તિશાળી મુક્કાથી મોટાભાઈને છૂંદી નાખવાનો વિચાર આવ્યો. તે હેતુથી ઉંચકાયેલી મુઠ્ઠી જોઈને લોકો ભરતના ભયાનક મૃત્યુના વિચારથી ડરી ગયા. * બાહુબલી ગુસ્સામાં આવીને મૂકો ઉગામવામાં જતા હતા ત્યાં જ મનમાં વિચાર આવ્યો, “ અરે! હુ આ શું કરું છું? હું ગાંડો તો નથી થઈ ગયો ને, જે રાજ્ય મારા પિતાશ્રીએ છોડી દીધું અને મારા બાકીના ભાઈઓ એ જતું કર્યું તેને માટે હું મોટા ભાઈને મારવા તૈયાર થયો છું?” ભાઈના ભયાનક મૃત્યુના વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠ્યા. તે જ ક્ષણે તેમણે વિચાર બદલ્યો. માન આપવા લાયક ભાઈને મારવાના ખરાબ ફળના વિચારે મારવા માટે ઊંચી થયેલી મુઠ્ઠી નીચે કરવાને બદલે પોતાના માથાના વાળ ખેંચી લીધા. (સાધુ દીક્ષા સમયે લોચ કરે તેમ) અને સર્વસ્વનો ત્યાગ કરીને પોતાની જાતે સાધુ થયા. જ પણ હજુ બાહુબલીનું અહમ અને અભિમાન ગયા ન હતા. જો તેઓ ભગવાન પાસે જાય તો તેમનાથી પહેલા તેમના ૯૮ નાના ભાઈઓ જે સાધુ થયા છે તેમને નમસ્કાર કરવા પડે. જે તેમને તેમના અભિમાનના કારણે મંજૂર ન હતું. તેઓએ વિચાર કર્યો કે પોતે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જો ભગવાન પાસે જાય તો પછી કોઈને પણ નમસ્કાર ન કરવા પડે. તેથી બાહુબલી પોતાની જાતે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા જ્યાં ઊભા હતા ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે ધ્યાનમાં એવા ઊંડા ઊતરી ગયા કે કેટલો સમય પસાર થઈ ગયો તે પણ તેમને ખબર ન પડી. ભોંય પરના વેલાઓ તેમના પગ પર ચડવા લાગ્યા. આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું પણ તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ કારણકે અભિમાન છોડ્યા વગર કેવળ જ્ઞાન થાય નહીં. તેમને સાચા રસ્તે લાવવા માટે આખરે ભગવાન ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યા. તેઓએ જોયું તો બાહુબલી એક ખડક જેવા અચળ ઉભા ઉભા ધ્યાન કરી રહ્યા છે. બંને બહેનોએ શાંતિથી Page 204 of 307 Page #221 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બાહુબલીને સમજાવ્યું કે હાથી પર સવાર થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. તે માટે તો નીચે ઊતરવું પડે. બહેનોનો પરિચિત અવાજ કાને પડતા તેમણે આંખો ખોલી. તે હાથી પર તો બેઠા હતા નહીં. ઘડીવાર તો તેમને બહેનોની વાત સમજાય નહીં પછી તેમને ખ્યાલ આવ્યો કે અભિમાન રૂપી હાથીની આ વાત છે. તરત જ મનમાંથી અભિમાન કાઢી નાખ્યું અને ભગવાન ઋષભદેવ પાસે જઈ ૯૮ નાના ભાઈઓને વંદન કરવાનું વિચાર્યું. હવે અભિમાન ઓગળી ગયું. અને નમ્રતાએ તેનું સ્થાન લીધું. કેવળજ્ઞાનની તરત જ પ્રાપ્તિ થઇ અને તેઓ સર્વજ્ઞ બન્યા. દિગંબર પરંપરા પ્રમાણે આ યુગમાં સંસારથી મુક્તિ મેળવનારા બાહુબલી પ્રથમ હતા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે ઋષભદેવના માતા મરૂદેવી આ યુગના સૌ પ્રથમ સંસારમાંથી મુક્તિ મેળવનાર હતા) આ બનાવની સ્મૃતિમાં દક્ષિણ ભારતમાં બેંગ્લોર નજીક શ્રવણવેલગોડામાં બાહુબલીની પ૭ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. જેના ઉપર દર ૧૨ વર્ષે મહા અભિષેક કરવા દેશ- પરદેશથી હજારો જૈનો ત્યાં આવે છે. આ શિલ્પ એક જ પથ્થરમાંથી બનાવેલું લગભગ હજાર વર્ષ જૂનું છે. યાત્રીઓ અને મુલાકાતીઓ આ અદભુત મૂર્તિને જોવા આવે છે. ખુલ્લા આકાશ નીચે હોવા છતાં હજુ આ મૂર્તિ અણીશુદ્ધ ઉભી છે. આ સમય દરમિયાન ભરત વિશ્વના ચક્રવર્તી બન્યા. આ અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી હતી. ભારત તે સમયે ભારતવર્ષ તરીકે જાણીતું બન્યું. ભરત પણ બધી જ રીતે સુખી હતા. તેમણે ઘણો લાંબો સમય રાજ્ય કર્યું. એકવાર એમના હાથની આંગળી પરથી વીટી નીકળીને નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી શોભતી નહોતી. જીજ્ઞાસા ખાતર તેમણે શોભા આપતા બધા જ આભૂષણ તથા રાજમુગટ કાઢી નાખ્યા. અરીસામાં જોયું તો તે પહેલા જેવા સુંદર નહોતા લાગતા. આથી એમના મગજમાં વિચારની હારમાળા ચાલવા લાગી. “હું મારી જાતને સુંદર અને સશક્ત માનું છું પણ એ શોભા તો આ દાગીનાના પ્રતાપે છે, જે શરીરનો ભાગ નથી અને શરીર પણ કેવળ હાડમાંસનું જ બનેલું છે. તો પછી એ શરીરની આટલી બધી માયા શા માટે? આ શરીર કાયમ રહેવાનું નથી. બધું પાછળ છોડી જ દેવાનું છે. કાયમ રહે એવું તો એક આત્મા જ છે.” એમણે એક મહત્વનો નિર્ણય કર્યો. “આ ક્ષણભંગુર નાશવંત વસ્તુઓનો ત્યાગ કરી પિતાની જેમ શાશ્વત આત્માને કેમ ન આરાધું?” આમ દુનિયાના સુખો પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે એમની વિચારધારા ઉતરોતર શુદ્ધ થતા એમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તે જ સમયે તેમને કેવળજ્ઞાન થયું. દિગંબર પરંપરા પ્રમાણે સંસારનો ત્યાગ કરી સાધુ થયા અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આયુષ્ય પૂરું થતાં મુક્તિ મળી ગઈ. Page 205 of 307 Page #222 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) બોધ: અહંકાર અને આત્મસાક્ષાત્કાર પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. અભિમાન અને અહંકાર થી માણસ નકારાત્મક કર્મો બાંધે છે અને તે આ વાર્તામાં બતાવ્યા પ્રમાણે સંહારક વર્તન કરે છે. અહંકાર ગુસ્સાનું કારણ બને છે અને તે અબૌદ્ધિક કાર્ય કરવા પ્રેરાય છે. આત્મસાક્ષાત્કાર અને સર્વજ્ઞતા ના માર્ગ પર અહંકાર અને અભિમાન પર વિજય મેળવવો પડે છે. જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત નમ્રતાનો ગુણ સહુએ કેળવવો જોઈએ. Page 206 of 307 નવ Page #223 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) H.2 રાજા મેઘરથ સ્વર્ગના દેવ ઇન્દ્રએ દેવીની સભામાં પૃથ્વી પરના રાજા વૈધરયની બહાદુરી અને દયાળુપણાની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે, રાજા મેઘરથ પોતાના શરણે આવેલાને રક્ષણ આપવા માટે પોતાના પ્રાણ આપતા પણ અચકાય નહીં. બે દેવોએ ઈન્દ્રની વાતોનો વિરોધ કર્યો. તેથી ઇન્દ્રએ તેમને પૃથ્વી પર જઈને જાતે જ જોઈ લેવા જણાવ્યું. તેઓ એવી સ્પષ્ટતા કરી એકે કબુતરનું તથા બીજાએ શિકારી બાજ પક્ષીનું રૂપ લીધું. પૃથ્વી પર રાજા મેઘરથ સભામાં તેમના રાજવી પરિવાર સાથે બેઠા હતા. અચાનક ખુલ્લી બારીમાંથી એક કબૂતર બેઠા હતા ત્યાં ધસી આવ્યું અને ગોળ ગોળ આંટા મારવા લાગ્યું. રાજાના આશ્ચર્ય વચ્ચે કબુતર તેમના ખોળામાં આવીને બેસી ગયું. તે ભયનું માર્યું ખૂબ ધ્રુજતું હતું. રાજાને લાગ્યું કે કબૂતર કોઈ ભયથી ફફડી રહ્યું છે મહેલમાં તે આશ્રય શોધતું આવ્યું છે. એટલામાં એક બાજ પક્ષી ઉડતું ઉડતું રાજસભામાં આવ્યું. તેણે રાજાને કહ્યું, “આ કબૂતર મારો ખોરાક છે, તે મને આપી દો.” રાજાએ તો બાજ પક્ષીની વાત સાંભળી જવાબ આપ્યો કે, “આ તારો ખોરાક છે એ સાચું પણ તે અત્યારે મારી શરણમાં રક્ષણ માટે છે. હું તને આ કબૂતર નહીં આપુ એના બદલામાં તારે જે જોઈએ તે ખોરાક આપું.” રાજાએ ચાકરોને ટોપલા ભરીને શાકભાજી તથા ફળફળાદી લાવવા કહ્યુ. બાજ પક્ષી એ કહ્યું, “હું કાંઈ માણસ નથી કે શાકાહારી પણ નથી. મને તો ખોરાક તરીકે માંસ જ જોઈએ.રાજા મેઘરથ એ કહ્યું, "કબૂતરના બદલામાં હું તને મારું માંસ આપું.” રાજાની વાત સાંભળી દરબારીઓએ માંસને બદલે બજારમાંથી કસાઈ પાસેથી માંસ લાવવાનું સૂચવ્યું. રાજાએ મનાઈ કરી કહ્યું, “કસાઈ માંસ માટે બીજા પ્રાણીને મારશે. આ કબૂતર મારા શરણે આવ્યું છે અને તેનું રક્ષણ મારી જવાબદારી છે. સાથે બીજા કોઈ પ્રાણીને ઈજા ન થવી જોઈએ. તેથી હું મારું માંસ આપીશ.” આટલું કહીને રાજાએ છરી હાથમાં લીધી અને પોતાની સાથળનું માંસ કાપીને બાજને આપ્યું. આખો દરબાર સ્તબ્ધ થઇ ગયો. બાજે કહ્યું, “મારે તો કબૂતરના વજન જેટલું જ માંસ જોઈએ." રાજાએ સભામાં ત્રાજવા મંગાવ્યા. એક પલ્લામાં કબુતર મુક્યો અને બીજા પલ્લામાં રાજાનું માંસ મુકયું. રાજા કાપી કાપીને માંસ મૂકતાં જ ગયા પણ કબુતરનું પલ્લું ભારે જ રહ્યું. અંતે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકવાની તૈયારી બતાવી. અજાણ્યા પક્ષી માટે રાજા પોતાના પ્રાણ આપવા તૈયાર થયા તે જોઈ આખી સભા સ્તબ્ધ થઇ ગઈ. રાજા તો શરણે આવેલા પક્ષીને બચાવવા પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજા તો સામેના પલડામાં આંખો બંધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયા. Page 207 of 307 Page #224 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જેવું ધ્યાન શરૂ કર્યું કે કબૂતર અને બાજ તેમના અસલ દેવ સ્વરૂપમાં પ્રગટ થયા. બંને જણા રાજાને નમી પડ્યા અને કહ્યું, “ હે મહાન રાજવી, ઇન્દ્રએ તમારા જે વખાણ કર્યા હતા તે યથાર્થ જ હતા. અમે કાન પકડી કબૂલ કરીએ છીએ કે તમે મહાન દયાળુ રાજા છો.” ફરી ફરી રાજાની પ્રશંસા કરતા રાજાને પ્રણામ કરીને ચાલ્યા ગયા. આખો દરબાર આનંદિત થઈ ગયો અને ઘોષણા કરવા લાગ્યો, રાજા મેઘરથ ઘણું જીવો" આ રાજા મેઘરથનો જીવ ત્રીજા ભવમાં સોળમા તીર્થંકર શાંતિનાથ બન્યા. # બોધ: આ વાર્તા શીખવે છે કે કમનસીબ દુ:ખી લોકોનું રક્ષણ કરવાની આપણી મુખ્ય ફરજ છે. કોઈનું દુઃખ દર્દ જોઈને આપણને દયા આવે એટલું જ નહીં પણ તેની પીડા ઓછી કરવાના પ્રયત્ન કરીએ તોજ સાચા દયાળુ કહેવાઈએ. સાચો દયાળુ ગરીબોને આર્થિક સહાય કરે અને ભૂખ્યા તથા જરૂરીયાત વાળાને ખાવાનું આપે. દયાળુ માણસ પોતાની જિંદગી બચાવવા બીજાને નુકસાન ન કરે, પરંતુ બીજાને જીવન માટે પોતાની જિંદગીનો ભોગ આપે. Page 208 of 307 BATEIN Avy ગીર સો Page #225 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) મ.૩ સાધુ નદીષેણ સાધુ નંદિષેણ મહાન જ્ઞાની અને સેવાભાવી સાધુ હતા. એમના સેવાભાવની સ્વર્ગમાં પણ પ્રશંસા થતી. એક દિવસ ઇન્દ્રએ પોતાની સભામાં પોતાના દેવો સમક્ષ નંદિષણની પ્રશંસા કરી. ઈન્દ્ર દ્વારા કરાયેલી નંદિષણની પ્રશંસાથી શંકાશીલ બનેા બે દેવોએ મંદિષણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. દૈવી શક્તિને કારણે દેવો ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકતા અને ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકતા. બે દેવો,એક ઘરડા અને યુવાન સાધુનું રૂપ લઈને નંદિષણ જે ગામની બહારની વાડીમાં હતા ત્યાં આવી પહોંચ્યા. આજે નંદિષણને ઉપવાસનું પારણું હતું. હમણાં જ ગોચરી લઈને આવ્યા હતા અને પારણું કરવા બેસતા હતા. નંદિષણ ને જોતા જ વૃદ્ધ સાધુ તાડૂકી ઉઠયા, “ઓ,મહાનાલાયક હું અહીં પિડાઈ રહ્યો છું અને તું મારી કોઈ દરકાર જ નથી કરતો?" નંદિષેણ સહનશીલ અને ક્ષમાવંત હોવાથી સાધુના ગુસ્સાનો કોઈ જવાબ ન આપ્યો. ખુબ જ શાંતિથી કહ્યું, “ગુરુવર્ય, મને માફ કરો, હું આપના માટે પાણી લાવ્યો છું." નંદિષેણે વૃદ્ધ સાધુને પાણી પાયું. તેમનું મોઢું, કપડા વગેરે સાફ કર્યા અને બેસવા માટે મદદ કરી. વળી પાછા વૃદ્ધ સાધુ ગુસ્સે થયા, “હું અશક્ત છું મારાથી બેસાતું નથી અને તું મને બેસાડે * નંદિષેણે કહ્યું, “હું આપને બેસવામાં મદદ કરીશ. ચિંતા ન કરશો. આપ ઈચ્છો તો હું આપને વધુ સગવડ લાગે તે માટે ઉપાશ્રયમાં લઈ જાઉં. સાધુએ જવાબ આપ્યો, “મને પૂછવાની શી જરૂર? તને ઠીક લાગે તો મને લઈ જા.” સાધુ નંદિષેણે સાચવીને વૃદ્ધ સાધુને પોતાના ખભા પર બેસાડીને ધ્યાનપૂર્વક સંભાળીને પગલાં ભરતાં ઉપાશ્રય તરફ લઇ જવાનું શરૂ કર્યું. વૃદ્ધ સાધુ નંદિષેણની વધુ પરીક્ષા કરવા ઇચ્છતા હતા. તેથી તેમણે પોતાનું વજન ધીમે ધીમે વધારવા માંડ્યું. વજન વધવાને કારણે નંદિષેણ થાકી જવા લાગ્યા અને પડવા જેવા થઈ જતા. તેથી વૃદ્ધ સાધુએ ગુસ્સે થઇને કહ્યું, "શું થયું છે તને? જોઈને સંભાળપૂર્વક ચલાતું નથી? મારું આખું શરીર હલાવી નાખે છે. માંદા માણસને આવી રીતે લઈ જવાય?” સાધુના કડવા અને ગુસ્સા ભર્યા શબ્દો સાંભળવા જતા નંદિષણ ખૂબ જ સ્વસ્થ રહ્યા અને કહ્યું, “માફ કરો, હવે હું ખૂબ જ ધ્યાન રાખીશ." સાધુની ખોટી ખોટી ટીકાઓ સાંભળવા છતાં નંદિષણ ખૂબ જ કાળજીથી ચાલવા લાગ્યા અને સાધુને કેવી રીતે સારા કરવા તે વિચારવા લાગ્યા. Page 209 of 307 Page #226 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) અંતે વૃદ્ધ સાધુને લઈને નંદિષેણ ઉપાશ્રય આવી ગયા. આખા રસ્તે વૃદ્ધ સાધુએ જોયું કે ગમે તેટલા અપમાનિત કરવા છતાં નંદિષણ ખૂબ જ સમતામાં રહ્યા. વૃદ્ધ સાધુએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને નંદિષણને નમી પડ્યા અને કહ્યું, “ખરેખર, તમે સાચા સાધુના ઉદાહરણરૂપ છો. ઇન્દ્રએ તમારી પ્રશંસા કરી હતી તેને માટે તમે યોગ્ય જ હતા. હું પણ ખૂબ જ પ્રસન્ન છું. તમે જે માંગશો તે સર્વ તમે પ્રાપ્ત કરી શકશો.” “અરે દેવ, આ માનવ અવતાર ઘણો કીંમતી છે. માનવ અસ્તિત્વથી કીમતી બીજું કાંઈ નથી. મને જે મળ્યું છે તેનાથી સંતોષ છે. મારી કોઈ ઈચ્છા નથી.” દેવ નંદિષણના પગમાં પડી ગયા અને પોતાના સ્થાને પાછા વળી ગયા. બોધ: આ વાર્તા શીખવી છે કે સહનશક્તિ, શિસ્ત અને સંતોષ એ જૈન ધર્મના પાયાના મૂલ્યો છે. પહેલી અને અતિ મહત્વની વાત એ હતી કે સંત નંદિષેણે પોતાની જિંદગી સાધુની સેવા કરવા માટે સમર્પી દીધી. આ ઉત્તમ કાર્ય વધારેમાં વધારે ત્યાગ અને શિસ્ત માંગે છે. નંદિષણની સહનશીલતાની કસોટી ગંધર્વ કરી રહ્યા છે તે જાણ્યા વિના તેઓ સૌની સેવા કરતા એ મહત્વનો મુદ્દો છે. એનો અર્થ એ છે કે તેઓ સાધુઓની સેવામાં સંપૂર્ણ સમર્પિત હતા. પોતે જે કરતા હતા તેમાં અતૂટ શ્રદ્ધા હતી. જ્યારે ગંધર્વોએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પણ તેમણે પોતાના જીવનમાં પૂર્ણ સંતોષ છે તે બતાવ્યું. આમાં પણ તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત સૂચક બને छे Page 210 of 307 Page #227 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) H4 રાજા શ્રીપાલ અને મયણાં સુંદરી ચંપા નગરના રાજા સિંહરથ અને રાણી કમલ પ્રભાને શ્રીપાલ નામનો એક દીકરો હતો. શ્રીપાલ પાંચ વર્ષનો હતો ત્યારે રાજાનું અવસાન થયું. રાજા સિંહરથનો ભાઈ અજીતસેન મહત્વાકાંક્ષી હતો, તેથી આ તકનો લાભ લઇ રાજ્ય લઈ લીધું. પોતાના રાજ્ય પદ માટે શ્રીપાલ કાંટા બરાબર હતો. માતા કમલ પ્રભાને અજીતસેનના ખરાબ ઈરાદાની જાણ થઈ એટલે કુંવરને લઈને રાજ છોડી જતી રહી. આ વાતની જાણ અજિતસેનને થઈ એટલે તેના વિશ્વાસુ સિપાઈઓને તેની પાછળ દોડાવ્યા. એક સ્ત્રી બાળકને ઉચકી દોડતી કેટલી દૂર જઈ શકે? સિપાઈઓ તેની નજીક આવી ગયા. ત્યાંથી કોઢીયાઓનું ટોળું જતું હતું તેમાં તેમની સાથે જોડાઈ ગઈ. તેઓએ બાળકને કોઢના રોગનો ચેપ લાગશે તેવી ચેતવણી આપી પણ બાળકને બચાવવા આટલું જોખમ તો ઉઠાવવું પડે તેમ હતું. શ્રીપાલ ઘણો બહાદુર અને દેખાવડો હતો. તેથી કોઢિયાઓ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. છતાં શ્રીપાળને પણ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. શ્રીપાળ યુવાન થયો એટલે તેને પોતાના નેતા બનાવ્યા અને તેને ઉંમરરાણા નામે ઓળખવા લાગ્યા. ફરતા ફરતા એક દિવસ તેઓ માળવાની રાજધાની ઉજ્જૈનીમાં આવી ચડ્યા. ઉજ્જૈનીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૌભાગ્ય સુંદરી તથા રૂપસુંદરી નામે બે રાણી હતી. સૌભાગ્ય સુંદરીને સુરસુંદરી અને રૂપસુંદરીને મયણાસુંદરી નામે દીકરી હતી. તે ખૂબ સુંદર અને ચતુર હતી. રાજાને બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. બંનેના યોગ્ય અને ઉત્તમ ઘડતર માટે ખાસ સગવડ કરી હતી. બંને દીકરીઓ બધી કળામાં પારંગત થઈ ગઈ એટલે રાજાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. બંનેને દરબારમાં બોલાવી રાજાએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા તેના સરસ જવાબો આપ્યા. અંતે છેલ્લા પ્રશ્ન રૂપે રાજા એ પૂછ્યું કે, આ બધી સાહ્યબી તથા સગવડો તમને કોના પ્રતાપે મળી? ખૂબ જ નમ્રતાપૂર્વક સુરસુંદરીએ રાજાની મહેરબાનીથી મળ્યું છે તેમ જણાવ્યું. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્નો પૂછી જ્ઞાનની ચકાસણી કરી અંતમાં તેને પણ પૂછ્યું કે કોના પ્રતાપથી આ બધું મળ્યું છે? એવા પ્રશ્નના જવાબમાં મયણાસુંદરીએ જણાવ્યું, “પિતાજી! આપને પ્રણામ! પણ મને મળેલ આ રાજવી વૈભવ મારા પૂર્વજન્મનાં પુણ્ય કર્મોનું જ ફળ છે. દરેકને પોતાના ભાગ્યમાં નિર્માયેલું જ મળે છે. કોઈ કોઈને કંઈ આપી કે લઈ શકતા નથી.” રાજા તો મયણાસુંદરીનો જવાબ સાંભળીને ડઘાઈ જ ગયા. ફરી ફરી મયણાને એ સવાલ પૂછ્યો પણ તેણે તો નમ્રતાપૂર્વક પોતાના કર્મનું જ ફળ છે તેમ જણાવ્યું, રાજકુંવરી તરીકેનો જન્મ પણ કર્મના પરિણામે જ છે તેમાં કોઈ મેખ મારી ન શકે. Page 211 of 307 Page #228 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા. કર્મ વિશે તેઓ કંઈ પણ માનવા તૈયાર જ ન હતા. તેથી મયણાસુંદરીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેના માણસોને તદ્દન કદરૂપા ગરીબ માણસ શોધી લાવવાનું કહ્યું. માણસો કોઢિયા ઉંમરરાણાને લઈ આવ્યા અને રાજાએ વિચર્યા વગર જ મયણાસુંદરીને તેની સાથે પરણાવી દીધી. જરૂરી સાધનસામગ્રીથી સજ્જ નાનું સરખું ઘર આપી મયણાને કર્મના સહારે મોકલી દીધી. તેની માતા રૂપસુંદરી રાજાના નિર્ણયથી ખુબ દુખી થયા. બીજી બાજુ સુરસુંદરીને શંખપુરીના રાજકુંવર અરીદમન સાથે પરણાવી મયણા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી. ઉંમરરાણાના વેશમાં રહેલા શ્રીપાલને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો અને તેની સેવા કરવા લાગી. પતિ સાથે તે દેરાસરમાં ભક્તિ કરતી તથા સાધુના મુખેથી પવિત્ર ઉપદેશ સાંભળતી. એક દિવસ મયણા અને તેનો પતિ વિદ્વાન આચાર્ય મુનીચંદ્રને વંદન કરવા ગયા, અને પોતાના પ્રશ્નો તથા પતિના કોઢની પૃચ્છા કરી. તેમણે નવપદની આયંબિલની ઓળીની આરાધના કરવા કહ્યું. સાડા ચાર વર્ષ એટલે કે નવ ઓળી કરવી પડે. ઓળીના નવ દિવસ હોય છે અને તે સમય દરમિયાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ( પંચ પરમેષ્ઠી) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ નવપદની આરાધના કરવી પડે. આયંબિલ એટલે દિવસમાં એક જ વાર એકદમ સાદું, મરી મસાલા, ઘી, તેલ, દૂધ, મીઠા વગેરેનો ત્યાગ કરી લૂખું જમવાનું. વર્ષમાં ચૈત્ર અને આસો એમ બે વાર ઓળી આવે. મયણા અને શ્રીપાલે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઓળીનું તપ શરૂ કર્યું. ઓળીમાં સળંગ નવ દિવસ સુધી એક ટાઈમ લુખ્ખો આહાર લેવાનું પરિણામ આશ્ચર્ય પમાડે તેવું હતું, શ્રીપાદતની ચામડી પરથી ડાઘા ધીમે ધીમે જતા રહેવા લાગ્યા. એમ કરતા પહેલા જેવી કાંતિમય ચામડી થઈ ગઈ. ચામડી પરના સમગ્ર ડાઘા જતાં રહ્યા. હવે તે રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. મયણા પોતાના કર્મને ધન્યવાદ આપવા લાગી. નવપદની ઓળી નવ વાર થઈ જવા છતાં તેઓએ ચાલુ જ રાખી. એકવાર તેઓ દેરાસરમાં હતા ત્યાં મયણાની માતા રૂપસુંદરી તેમને અચાનક મળ્યા. મયણાને કોઈ કોઢીયાને બદલે સુંદર રાજકુમાર સાથે જોઈને તેમને ધ્રાસકો પડ્યો. મયણાએ વિગતવાર બધી વાત કહી. રૂપસુંદરી વાત જાણી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે જઈને રાજાને વાત કરી કે મયણાની કર્મ વિશેની વાતો સાચી ઠરી છે. રાજાએ પણ સત્ય જોયું. મનમાં ને મનમાં પોતાની જાતને ધિકકરવા લાગ્યા કે મેં મારી લાડકી દીકરીને દુઃખી કરી. હવે તેમણે દીકરી-જમાઇને પોતાના ઘેર આવવા તેડું મોકલ્યું. શ્રીપાલ વાસ્તવમાં કોણ છે તેની બધાને જાણ થઈ. નસીબજોગે શ્રીપાલની માતા પણ મહેલમાં આવીને સાથે રહેવા લાગ્યા. એકવાર રાજાની સવારી નીકળી હતી તે સમયે શ્રીપાલ પ્રજાપાલ રાજા સાથે હાથી પર બેઠો હતો. કોઈએ શ્રીપાલ તરફ હાથ કરીને તે રાજાનો શું સગો છે તેમ પૂછ્યું. તે રાજાનો જમાઈ છે એવો જવાબ મળ્યો જે શ્રીપાલે સાંભળ્યું. સસરાના નામથી ઓળખાવું શ્રીપાલને ગમ્યું નહીં. હું Page 212 of 307 Page #229 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) મારી જાતે મારી ઓળખ ઉભી કરું અને સૌની પરવાનગી લઈને તે નીકળી પડ્યો. ચારે બાજુ ઘણા સ્થળોની મુલાકાત લીધી. ગમે તેવી અગવડો વચ્ચે પણ નવપદની આરાઘના ભૂલ્યો નહોતો. એ સમયના રિવાજ મુજબ પોતાના બુદ્ધિ બળે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી. ઘણા તેના વિચારોને અનુસર્યા- અનુયાયીઓ બન્યા. પાછા ફરીને ઉજ્જૈનની બહાર પડાવ નાખ્યો. સૈન્ય વિશાળ હોવાને લીધે જાણે આખા શહેરને ઘેરો ઘાલ્યો હોય તેવું લાગ્યું. રાજા પ્રજાપાલે વિચાર્યું કે કોઈ દુશ્મન ચડી આવ્યો છે. પણ જ્યારે જાણ્યું કે તે પોતાના જમાઈ છે ત્યારે તેને મળવા તંબુમાં ગયા. કોઈ મહાન સન્માન સાથે ગામમાં પ્રવેશ્યા. તેમને જોઈને તેમની માતા તથા મયણાં ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. શ્રીપાલે પોતાની અતિ પ્રિય પત્ની મયણાં સાથે લાંબો સમય વિતાવ્યો. હવે તેમણે પોતાનું અસલ રાજ્ય ચંપા નગર પાછું મેળવવાનો વિચાર કર્યો. એમણે કાકા અજીતસેનને રાજ્ય પાછું આપી દેવાનો સંદેશો મોકલ્યો. અજીતસેને રાજ્ય પાછું આપવાની ના પાડી. શ્રીપાલે પોતાના વિશાળ સૈન્યની મદદથી અજીતસેનને બંદીવાન બનાવી ચંપા નગર પર વિજય મેળવ્યો. અજીતસેનને માફ કર્યો. અજીતસેન સમજી ગયા કે પોતાના દિવસો ભરાઈ ગયા છે. તેમણે સંસાર છોડવાનો નિર્ણય કર્યો. ચંપા નગરનો રાજા બનીને શ્રીપાલ એ પોતાનો રાજ વહીવટ સરસ રીતે ચલાવ્યો. શ્રીપાલ રાજા અને મયણાસુંદરીએ જીવનભર નવપદજીની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું બોધ : મયણાસુંદરીની આ વાર્તા કર્મવાદમાં શ્રદ્ધા અને નવપદ પ્રત્યેના ભક્તિભાવની છે. પોતાનું ભાગ્ય બદલવાના તેના પ્રયત્નોનું મહત્વ બતાવવામાં આવ્યું છે. મયણા કર્મના સ્વભાવને જાણતી હતી. પોતે પોતાના ભાગ્યથી સંતુષ્ટ ન હતી. તે અને તેનો પતિ પ્રાર્થના અને પ્રયત્નોથી પોતાની પરિસ્થિતિ બદલવા તનતોડ મહેનત કરવા લાગ્યા. અંતે તેઓને સફળતા મળી. કર્મ એજ તેમને વર્તમાન પરિસ્થિતિમાં મુક્યા હતા તે તેમણે સ્વીકારી લીધું હતું. તેઓ જાણતા હતા કે જો તેઓ સારા કર્મો પ્રાપ્ત કરે અને ખરાબ કર્મોનો નાશ કરે તો તેઓ પોતાનું ભાવિ બદલી શકે. સુખ અથવા દુખ એ મનની સ્થિતિ છે. તમે જો દુઃખી છું એવું વિચારો તો તમારી જાતને દુઃખી જ જુઓ. કર્મની સત્તામાં પૂરેપૂરો વિશ્વાસ રાખી સુખ અને સંતોષ મેળવવા જરૂરી છે. Page 213 of 307 Page #230 -------------------------------------------------------------------------- ________________ Page 214 of 307 Compodium of Jainism - Part (II) Page #231 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) H.5 ઈલાચીકુમાર ઈલાવર્ધન શહેરમાં ધનદત્ત નામનો મોટો વેપારી રહેતો હતો. તેની પત્ની ઈલાચીએ ખુબ સુંદર પુત્રને જન્મ આપ્યો. એકનો એક દીકરો હોવાથી જીવિત રહે તેવી માન્યતાથી તેનું નામ પાડ્યું ન હતું. પણ તે ઇલાચીનો દીકરો હોવાથી સહુ તેને ઇલાચી પુત્ર કહીને બોલાવતા. એને ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવ્યો. કોઈ વાતની કમી ન હતી. સુંદર નવયુવાન બન્યો એટલે સહુ તેને ઈલાચી કુમાર કહીને બોલાવતા. તેના માતા-પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. ઈલાચી કુમારનું કુટુંબ ખૂબ જ સુખી અને ખાનદાની હતું. ઈલાચીકુમાર દેખાવે સુંદર હોવાને કારણે ઘણાં માતા- પિતા પોતાની દીકરી એની સાથે પરણાવવા ઉત્સુક હતા. એક દિવસ ઈલાવર્ધનમાં નટનો ખેલ કરતી ટોળી આવી. તેઓ ખુલ્લી જગ્યામાં વાંસ ખોડીને દોરડા બાંધીને ખેલ બતાવતા. ઢોલ વગાડી પોતાના આવ્યાની અને ખેલ શરૂ થવાની જાહેરાત કરતા. આખું ગામ ખેલ જોવા ભેગું થતું. નટ વારાફરતી દોરડા ઉપર ચઢીને ચાલતા ચાલતા નૃત્ય કરતા કરતા એક છેડેથી બીજે છેડે પહોંચતા. તેમની એક કળા જોઇને સહુ પ્રેક્ષક વર્ગ આફરીન પોકારી ઉઠતો. ઈલાચીકુમાર પણ આ ખેલ જોવા ગયો. નટના સરદારની ખુબ જ સુંદર અને સરસ નૃત્ય કરતી છોકરી ઇલાચી કુમારને ખૂબ જ ગમી ગઈ. તેની નજર તેના પર જ ચોટી ગઈ હતી. ખેલ પૂરો થયા પછી નટ દોરડા, વાંસ વગેરે સંકેલીને ત્યાં ભેગા થયેલા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા. સારી એવી રકમ ભેગી કરીને તેઓ તેમના તંબૂમાં રાત રોકાતા. ખેલ પૂરો થતાં સહુ પોતપોતાને ઘેર ગયા. ઈલાચી કુમાર પણ સ્વગૃહે પાછા ફર્યા. પણ તેના મગજમાંથી નટની સુંદર છોકરી ખસતી નહોતી. રાત્રે જમવાના સમયે પણ તે સૂનમૂન બેસી જ રહ્યા. પિતાએ ઘણું પૂછ્યું પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. છેવટે રાત્રે તેની માતાએ ખૂબ જ પ્રેમપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે નટની છોકરી સાથે લગ્ન કરવા છે તેવું જણાવ્યું. તેની માતાને આ સાંભળી આઘાત લાગ્યો. આપણા સમાજમાંથી ઉચ્ચ કોમની ખાનદાની ખૂબ જ સુંદર અને સુીલ છોકરીઓ સાથે તને પરણાવી, તે ફ્લા કુળની છોકરીને નું ભૂલી જા,પણ ઈલાચીકુમાર પોતાના વિચારોમાં મક્કમ હતો. જ્યારે ધનદત્તે આ વાત જાણી તો તેમને પણ આઘાત લાગ્યો. ધનદત્તે ખૂબ જ સમજાવ્યું પણ તે એકનો બે ન થયો. ધનદત્ત ખૂબ જ સમજુ હતાં. પોતાની આબરુના ભોગે પોતે દીકરાને ગુમાવવા તૈયાર ન હતા. તેથી નટના નાયકને બોલાવી ઈલાચી કુમાર માટે તેની દીકરીનો હાથ માંગ્યો. પોતાની જાતિની બહાર લગ્ન ન કરી શકાય એવો નિયમ હોવાથી નટે પોતાની દીકરીના લગ્ન ઈલાચી કુમાર સાથે કરવાની ના પાડી. ધનદત્તને લાગ્યું કે તેને દીકરીના બદલામાં પૈસા જોઈતા હશે એટલે માંગે તે આપવા તૈયાર થયા પણ નટ માન્યો નહીં. ધનદત્તે તેમની જાતિનો રિવાજ Page 215 of 307 Page #232 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) પૂછ્યો. નટે જણાવ્યું કે અમારી જાતિમાં છોકરો રાજાને પોતાની નટને લગતી અવનવી કળાથી પ્રસન્ન કરે અને રાજા પ્રસન્ન થઈ એને ઇનામ આપે તો જ અમે તેને અમારી દીકરી પરણાવી શકીએ. અને ઈનામના પૈસાથી અમે નાત જમાડીએ. ધનદત્ત નિરાશ થઈ ગયા કારણ કે પોતાનો દીકરો એવી કોઈ કળા જાણતો જ નથી. ધનદત્તે પત્નીને બધી વિગતવાર વાત કરી. તેમણે દીકરાને સમજાવ્યું કે પારંગત નટ જ એ છોકરીને પરણી શકે માટે તું એને ભૂલી જા. ઈલાચી કુમાર ઉપરથી શાંત હતો પણ તેના મગજમાં તો વિચારોના ઘોડા દોડતા હતા. એ છોકરી વિના પોતે સુખી નહીં થઈ શકે માટે જે ભોગ આપવો પડે તે આપવા એ તૈયાર થયો. તેના મૌનનો માતા-પિતાએ ખોટો અર્થ ઘટાવ્યો. મને લાગ્યું કે સમય જતા ભૂલી જશે. તેઓ તેનું મન બીજે વાળવા પ્રયત્ન કરવા લાગ્યા. ઈલાચી કુમારે ઉપર ઉપરથી તેમને સહકાર આપતો હોય તેવો દેખાવ કર્યો પણ મનથી તે મક્કમ હતો. નટની મંડળી એ જ્યારે ઈલાવર્ધન છોડીને જવાનું નક્કી કર્યું ત્યારે ઈલાચી કુમારે માતા-પિતાથી છાનામાના ઘર છોડી દીધું અને નટની ટુકડીમાં ભળી ગયો. એણે નટનો પહેરવેશ અપનાવી લીધો. નટવિદ્યા શીખવાની શરૂ કરી. નટની છોકરી પણ ઈલાચી કુમારના પ્રેમમાં ગળાડૂબ હતી તેથી તે પણ ઈલાચી કુમારને મદદ કરવા લાગી. અંતે તે કુશળ નટ બની ગયો. જ્યારે તેઓ બેનાતટ નગરમાં ગયા ત્યારે ઈલાચી કુમારે છોકરીના પિતાને કહ્યું કે મને તમારા રાજા પાસે હાજર કરો. હું મારી કળાથી તેમને ખુશ કરીશ. નટના નાયકે રાજાને વિનંતિ કરી કે યુવાન નટના ખેલ જોઇને તેને યોગ ઈનામ આપો. રાજાએ કબૂલ કર્યું અને યોગ્ય સમયે આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. તેમને નમસ્કાર કરી ઈલાચી કુમાર દોરડા પર ચડી કૂદકા મારતો નૃત્ય કરતો સિફતથી સરકી રહ્યો હતો. જોખમી ખેલ દ્વારા પ્રેક્ષકોનું મન જીતી લીધું. છતાથી કુમારને લાગ્યું કે તેણે યોગ્ય મહેનત મા પોતાની કળા સારી રીતે રજૂ કરી છે. નીચે ઉતરી રાજાને નમસ્કાર કરી યોગ્ય ઇનામની જાહેરાત કરવા વિનંતી કરી. આ સમય દરમિયાન રાજાનું ધ્યાન ઇલાચી કુમારના જોખમી ખેલ કરતા તે સુંદર છોકરી તરફ વધારે હતું. તે ઈલાચી કુમારને પ્રેમથી પ્રોત્સાહન આપ્યાં કરતી હતી. નટના નાયકે રાજાને ઇલાચી કુમારની કલાથી આનંદ આવ્યો કે કેમ તે પૂછ્યું? રાજાએ ઢોંગ કરી ખોટું ખોટું કહ્યું કે રાજ્યના અનેક પ્રશ્નોમાં મારું મન એટલું વ્યગ્ર હતું કે મેં બરાબર ખેલ જોયો જ નથી. તેણે ઈલાચી કુમારને ફરીવાર ખેલ કરવા જણાવ્યું. ઈલાચી કુમારે ફરીવાર બમણા ઉત્સાહથી અવનવા ખેલ કરી રાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. ફરિવાર પણ રાજાએ ખોટું બહાનું કાઢી ફરી ખેલ કરવા કહ્યું . ઈલાચી કુમારને ગળે રાજાની વાત ન ઊતરી. તેને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં તે સુંદર છોકરીને પામવા ફરી પોતાનો ખેલ બતાવવા તૈયાર થયો. Page 216 of 307 Page #233 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જ્યારે તે ફરી ખેલ કરવા દોરડા પર ચડ્યો ત્યારે તેણે ચારે બાજુ નજર દોડાવી. તેણે જોયું કે સામેના મકાનમાં એક સુંદર યુવાન સ્ત્રી યુવાન સાધુને ગોચરીમાં મીઠાઈ વ્હોરાવી રહી છે. આશ્ચર્ય વચ્ચે ઇલાચી કુમારે નોંધ્યું કે તે સાધુ નીચી નજરે ઊભાં છે અને તે સ્ત્રીની સુંદરતા સામે નજર પણ કરતા નથી. તેનાથી પોતાની જાતની સરખામણી થઈ ગઈ. એક સુંદર છોકરી ખાતર તેણે પોતાની આખી જિંદગી બદલી નાખી અને આ સાધુ આવી સુંદર સ્ત્રી સામે હોવા છતાં વિચલિત થતા નથી, જોતા પણ નથી. સાધુનો આત્મસંયમ અને તે સ્ત્રી તરફની ઉપેક્ષા વૃત્તિ તે જોઈ જ રહ્યો. સાધુના મુખ પર પરમ શાંતિ હતી. સાધુની આવી વૃત્તિ ઈલાચી કુમારના મનને સ્પર્શી ગઈ. શા માટે હું આ સુંદર છોકરીની ઉપેક્ષા નથી કરી શકતો? વળી વિચારવા લાગ્યો કે રાજા શા માટે વારંવાર ખેલ કરવાનું કહે છે? ચોક્કસ રાજા આ સુંદર છોકરીથી આકર્ષાયો છે, અને હું દોરડા પરથી પડી જાઉ તેની જ રાહ જુએ છે. હું દોરડા પરથી પડી જાઉં તો ખૂબ જ ઘવાઇ જાઉં અને ફરિવાર આવા ખેલ કરવા શક્તિમાન ન રહ્યું અને એ સંજોગોમાં હું આ સુંદર છોકરીને જેના માટે મેં મારા માતા-પિતા તથા સમાજ અને ધર્મ છોડ્યા તેને પરણી ન શકું. એ સમજી ગયો કે તે જેને સુખ માને છે તે એક ભ્રમણા છે. એને પોતે આચરેલા ધર્મના સિદ્ધાંતો યાદ આવ્યા. શરીરમાં રહેલો આત્મા અને તેની અનંત શક્તિની વાત એ સારી રીતે સમજતો હતો. નટ તરીકેની કુશળતા તેને આંતરિક શક્તિને કારણે જ પ્રાપ્ત થઈ હતી. સાધુ આ બધાથી પર રહી શક્યા કારણ કે તેઓ ખૂબ જ જાગૃત અને સાવધ હતા. નટ તરીકે દોરડા પર ચાલતા મારે ખૂબ સાવચેત રહેવું પડે છે નહીં તો ઉંચે થી પડી જવાય અને કદાચ મૃત્યુ પણ આવે. તો શા માટે આવી જાગૃતિ રાખીને આધ્યાત્મિક વિકાસ માટે પ્રાણ ન આપું? આ ભવ પહેલાની જિંદગીમાં તેણે ઘણો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. તે સંસ્કાર ઊંડે ઊંડે આત્મા સંઘરાયેલા હતા. સાધુએ ઉદીપકનું કામ કર્યું. તે સંપૂર્ણ જાગૃત થઈ ગયા અને આત્માને ઉદ્ધારે તે જ સાચું બાકી બધું ભ્રામક છે એમ સમજાઈ ગયું. દોરડા પર ચાલતા ચાલતા જ તે પોતાના આત્મામાં ઊંડા ઊતરી ગયા અને ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થાંભલા પરથી નીચે ઉતરી સૌની વિદાય લઈને તે સ્થાન છોડી ચાલ્યા ગયા. બોધ: આ વાર્તા વૈરાગ્યના સિદ્ધાંતને કેન્દ્રિત કરે છે. ભૌતિક ચીજો, માણસો અથવા તેમની પ્રત્યે રાગનું આકર્ષણ જ આપણા માટે કે બીજા માટે દુઃખનું કારણ બને છે. બાહ્ય દુનિયા પ્રત્યેનું આપણું આકર્ષણ ઓછું કરવાના પ્રયત્ન કરવા જોઈએ અને આપણા આત્મા પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું. આત્મ સાક્ષાત્કારના માર્ગમાં મોહમાયા નડતરરૂપ છે. સાધુનો સુંદર સ્ત્રી સામે નજર સુદ્ધા ન કરવી એ ઇલાચી કુમારને સાચા રસ્તે દોરે છે. Page 217 of 307 Page #234 -------------------------------------------------------------------------- ________________ Page 218 of 307 Compodium of Jainism - Part (11) Page #235 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) H.6 સાધુ કુરગુડુ જૂના સમયમાં ધનદત્ત નામનો ખૂબ જ ધાર્મિક વૃતિનો વેપારી હતો. તેનો દીકરો પણ તેના જેવો જ ધાર્મિક હતો. એ ગામમાં એક દિવસ મોટા આચાર્ય ધર્મઘોષસૂરિ પધાર્યા. ધનદત્ત અને તેનો દીકરો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યની વાતોથી ધનદત્તના દીકરાએ તેમના શિષ્ય બનવાનું નક્કી કર્યું. બધું જ છોડીને યુવાન સાધુ બની ગયો. આચાર્ય આ જુવાન જૈન સાધુમાં રહેલી અગાધ શક્તિને ઓળખી ગયા. તેને કલાગુરુ એવું નામ આપ્યું. ત્યાંની ગ્રામ્ય ભાષામાં તેને કુરગડુ(ઘડો ભરીને ભાત ખાનારા) કહેવા લાગ્યા. કુરગડુએ બધા પવિત્ર ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને તેના સારને યોગ્ય રીતે પુસ્તકરૂપે ઉતાર્યા.માનવ જીવનમાં કર્મની સત્તા મહત્વનો ભાગ ભજવે છે એ તેને સાચા અર્થમાં સમજાઈ ગયું. તેથી તે ઉચ્ચ જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સાધુના તમામ ગુણો તેમનામાં જોવા મળતા, પણ એક મૂંઝવણ તેમને કાયમ સતાવતી. તે ભૂખ્યા ન રહી શકતા અને તેથી તે ઉપવાસ કરી ન શકતા. દિવસમાં એકવાર તો ખાવા જોઈએ જ. પર્યુષણ પર્વના દિવસમાં તે એકાદ ઉપવાસ પણ ન કરી શકતા. તે પોતે પોતાની જાતને ઉપવાસ ન કરી શકવા બદલ ઠપકો આપ્યા જ કરે. આ બધું પોતાના કોઈ કર્મનો જ ઉદય હોય તેમ લાગતુ. અન્ય સાધુ ઉપવાસ કરે તો તેમની સેવા તે ઉત્તમ રીતે કરતા અને મનમાં વિચારતા કે કોક દિવસ પોતે પણ આ પ્રમાણે ઉપવાસ કરી શકશે. એકવાર ચોમાસામાં એવો બનાવ બન્યો કે તેમની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. ચોમાસામાં જૈન સાધુ પ્રવાસ ન કરતા એક જ સ્થાનમાં રહે છે. પર્યુષણ પણ આ દિવસોમાં જ આવે. તે સમયે આચાર્ય ધર્મઘોષસૂરિ પોતાના કુરગડુ સહિત અનેક શિષ્યો સાથે શહેરમાં હતા. ઘણા શિષ્યો લાંબા ઉપવાસ કરતા. કોઈ તો મહિનાના ઉપવાસ કરતા. પોતે એક પણ ઉપવાસ કરી નથી શકતા તેનું કુરગડુને ખૂબ જ દુઃખ હતું. સંવત્સરીના દિવસે તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. મનમાં પસ્તાવો કરતા રહ્યા, ઉપવાસ કરવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો, પણ બપોર થતાં થતાં તો તીવ્ર ભૂખથી પીડાવા લાગ્યા અને તેમને લાગ્યું કે હવે ભૂખ્યા નહીં રહેવાય. મનમાં પસ્તાવો કરતા રહ્યા એવા તે કેવા પોતાના ગાઢા ચીકણા કર્મો છે કે એક ઉપવાસ પણ ન કરી શકાય? ખચકાટ સાથે તેમણે ગુરુ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માગી. ગુરુએ ખૂબ જ સમજાવ્યા. કુરગડુએ કહ્યું કે હું પણ ઉપવાસ કરવા ઈચ્છું છું અને મારી ઉપવાસ નહીં કરી શકવાની શક્તિને કારણે હું પણ ઘણું દુખ અનુભવું છું. ગુરુને તેના ભાગ્ય પર દયા આવી અને ગોચરી માટે જવાની રજા આપી. કુરગડુ જે કાંઈ મળ્યું તે વહોરીને પાછા આવ્યા. આવીને નમ્રપણે સાધુના નિયમ પ્રમાણે ગુરુને ગોચરી બતાવી અને વાપરવાની આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી બીજા સાધુઓ તેની ટીકા કરવા લાગ્યા કે સંવત્સરીના દિવસે પણ પોતે ખાઈ રહ્યા છે અને મોટું કર્મ બાંધી રહ્યા છે. બીજા Page 219 of 307 Page #236 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સાધુઓ ધૃણાની દ્રષ્ટિથી જોઈ રહ્યા કે જાણે તે સાધુ બનવાને લાયક નથી. કુરગડુ ચૂપચાપ બધું સાંભળી રહે છે અને એક ખૂણામાં જઈને ગોચરી વાપરવા બેસી જાય છે. કેટલાક તપસ્વી સાધુ તિરસ્કારથી તેમના પાત્રમાં થૂંક્યા તો પણ સમતા રાખી તેમના તપથી પ્રશંસા કરવા લાગ્યા. કુરગડુ પોતાની આ અશક્તિથી દુઃખી થાય છે અને તેને માટે તે પોતાના કોઈક જન્મના કર્મનો દોષ ગણે છે, પોતાના આત્માના ગુણોથી પોતે વાકેફ છે એટલે તે સમજે છે કે આ કર્મો પણ એક દિવસ પૂરા થઈ જશે. તેમણે મનમાં દૃઢ નિર્ધાર કર્યો કે મારે આ જીવનમાં જ મારા કર્મ ખપાવી દેવા છે. શરીરની અને મનની કમજોરીના દુખને પાર કરીને તેઓ આત્માના વિચારમાં લીન થઈ ગયા અને ધીમે ધીમે તેમના કર્મોનો ક્ષય થવા લાગ્યો. ભોજન લેતા લેતા જ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે કોઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સ્વર્ગના દેવો તેને વંદન કરવા પધારે છે. સ્વર્ગના દેવોને આવતા બીજા સાધુએ જોયા ત્યારે તેઓ એમ માનવા લાગ્યા કે અમારી આકરી તપશ્ચર્યાને બિરદાવવા આવી રહ્યા છે. પણ તેઓ તો કુરગડુ પાસે ગયા, અને તેમને વંદન કરવા લાગ્યા. સર્વ સાધુ સમુદાય મૂંઝવણમાં મુકાઈ ગયો. પોતે આટલી આકરી તપશ્ચર્યા કરી છે તો અમને તેનું કોઈ જ ફળ નહીં, અને તે કુરગડુ કંઈ જ કરતા નથી છતાં દેવો વંદન કરે અને એમને પૂર્ણ જ્ઞાન મળે! આવી મૂંઝવણ અનુભવતા તેઓ આચાર્ય ધર્મઘોષસુરી પાસે શું બન્યું તે જાણવા ગયા. આચાર્યએ કહ્યું કે તમને બધાને તમારી આકરી તપશ્ચર્યાનું અભિમાન હતું અને કુરગડુને ઉપવાસ નહીં કરી શકવાને કારણે બિનજરૂરી ઉતારી પાડતા હતા. પણ આ બધું પાછલા કોઈ કર્મનું જ પરિણામ છે એમ તે સમજતા હતા. ક્ષમા ગુણ હોવાને કારણે બધું જ સહન કરી લેતા હતા. વર્તમાન જીવનમાં ઉદયમાં આવેલા કર્મ ખપાવવા, તે આત્માને જાગૃત કરવા જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તમે બધાએ કુરગડુને ખોટી રીતે મૂલવ્યાં છે. પોતાના પૂર્વના કર્મોનો કોઈપણ પ્રકારનું બંધન વધાર્યા વગર નાશ કરવામાં તેઓને આ સમતા મદદરૂપ બની. તેઓ ધર્મના હાર્દને સમજયા છે. પૂર્વના સંચિત કર્મો તેમની તપસ્યામાં બાધારૂપ બન્યા હતા. તેઓને તે અંગે દુઃખ હતું. ઉદયમાં આવેલ કર્મોને નિષ્ઠાપૂર્વકના પશ્ચાતાપથી ખપાવ્યા છે. તે કર્મો બદલ દિલગીર હોવા છતાં તે કર્મોની અસર તરફ તેઓ સમતાવાળા હતા. ઉદયમાં આવેલા કર્મોને વધાવીને તેઓને સમ્યગદર્શન પ્રાપ્ત થયું અને આખરે નવા કર્મો ન બાંધતા અને જૂના કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ન બોધ: બધા જ સાધુઓ સમજી ગયા કે સાચું જ્ઞાન મેળવવા પોતાનું બિનજરૂરી મિથ્યાઅભિમાન નડતરરૂપ હતું. આચાર્ય એ પણ સમજાવ્યું કે આત્માને શારીરિક સ્થિતિ કે પ્રવૃત્તિ જોડે કાંઈ લેવાદેવા નથી. શરીર તો બાંધેલા કર્મોને ભોગવવા માટે મળેલું છે. કર્મના સાચા સ્વભાવને જાણવા માટે કેવળ એક સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેનો યોગ્ય ઉપયોગ થાય તો તે અસરકારક સાધન છે. આત્માનુ સાચું સ્વરૂપ સમજી લેવું એ ધર્મનો સાર છે, અને તે જ એકમાત્ર આ જીવનમાં કરવા યોગ્ય છે. કોઈ સંયમ કે પ્રાયશ્ચિત ન કરી શકતા હોય અથવા ધર્મના સિદ્ધાંતો ન Page 220 of 307 Page #237 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ને પાળી ન શકતા હોય તેઓ તરફ અણગમો કરવાની જરૂર નથી. આવા માણસોને નીચા પાડ્યા વગર તેમને પ્રાયશ્ચિત માટેની સહાનુભૂતિપૂર્વક હિંમત આપવી જોઈએ. જેથી તેને સમજાય કે પોતાના કર્મોને કારણે તે કંઈ કરી શકતો નથી. તપશ્ચર્યા કરનારે કદી પોતાની તપશ્ચર્યાનું અભિમાન ન કરવું. L La Page 221 of 307 Page #238 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) વિભાગ । ભગવાન મહાવીરના જીવનકાળના સમયની વાર્તાઓ 1.1 મહાવીરસ્વામી અને ગોવાળ 1.2 ચંડકૌશિક 1.3 ચંદનબાલા 1.4 કાનમાં ખીલા – ભગવાન મહાવીરનો છેલ્લો ઉપસર્ગ 1.5 મેઘ કુમાર 1.6 અઈમૂત્તા મુનિ 1.7 આનંદ શ્રાવક 1.8 પૂણિયા શ્રાવક 1.9 શાલીભદ્ર 1.10 રાજા શ્રેણિક અને રાણી ચેલણા 1.11 રાજા શ્રેણિક અને અનાથી મુનિ 1.12 રાજા શ્રેણિકનું ભાગ્ય 1.13 સાધુ પ્રસન્નચંદ્ર 1.14 અભયકુમાર અને ચોર રોહીણેય Page 222 of 307 Page #239 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1 મહાવીર સ્વામી અને ગોવાળ એક વખત મહાવીર સ્વામી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓ એક ઝાડ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે સમયે એક ગાયોનો ગોવાળ ગાયો સાથે ત્યાં આવ્યો. તેને કોઈ કામ માટે જવાનું હોવાથી તેની ગાયોનું કોઈ ધ્યાન રાખે તે જરૂરી હતું. તેણે ધ્યાનસ્થ ઉભેલા મહાવીર સ્વામીને થોડો સમય પોતાની ગાયોનું ધ્યાન રાખવાનું કહ્યું. પરંતુ મહાવીર સ્વામી ધ્યાનમાં હોવાથી તેને કોઈ જવાબ આપ્યો નહીં. ગોવાળે માની લીધું કે મેં કહ્યું છે એટલે તે ગાયોને સાચવશે. ગાયો ઘાસની શોધમાં આગળ પાછળ ફરવા લાગી. થોડા સમય પછી ગાયોનો ગોવાળ પાછો આવ્યો અને જોયું તો તેની ગાયો ત્યાં હતી જ નહીં. તેણે મહાવીર સ્વામીને પૂછ્યું, “મારી ગાયો ક્યાં ગઈ? તમે તેનું શું ધ્યાન રાખ્યું?” મહાવીર સ્વામી તો હજુ પણ ધ્યાનમાં જ હતા તેથી તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. ગોવાળે ચારેબાજુ તપાસ કરી પણ ગાયો ક્યાંય ન મળી. એ ગાયોની શોધવા ગયો હતો તે દરમ્યાન ગાયો મહાવીર સ્વામી જ્યાં ધ્યાન ધરતા હતા ત્યાં પાછી આવીને ઊભી રહી ગઈ. ગોવાળ ચારેબાજુ રખડી રખડીને પાછો આવ્યો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે ગાયો ત્યાં જ ઉભી હતી. ગોવાળ મહાવીર સ્વામી પર ખુબ જ ગુસ્સે થયો કારણ કે તેણે એવું માન્યું કે તેમણે ગાયોને ક્યાંક સંતાડી દીધી હતી. ગુસ્સામાં તેણે પોતાનો દોરડું હાથમાં લીધું અને મહાવીર સ્વામીને મારવા જતો રહ્યો. એટલામાં સ્વર્ગમાંથી એક દેવદૂત આવ્યો અને તેનું દોરડું પકડી લીધું અને ઠપકો આપતાં કહ્યું, “તું જોઈ નથી શકતો કે મહાવીર સ્વામી ઊંડા ધ્યાનમાં છે” ગોવાળે કહ્યું, “પણ તેણે મને છેતર્યો છે.” દેવદૂતે કહ્યું, “એ ઊંડા ધ્યાનમાં છે માટે તે જે કંઈક કહ્યું હશે તે તેમણે સાંભળ્યું જ નથી. એ સાધુ બન્યા પહેલા રાજકુંવર વર્ધમાન હતા. એમને તારી ગાયોનું કોઈ કામ નથી. એમને મારીને તું ભારે કર્મ બાંધીશ.” ગોવાળને ખ્યાલ આવી ગયો કે પોતે મોટી ભૂલ કરી રહ્યો હતો. તેણે મહાવીર સ્વામીની માફી માંગી અને ચાલ્યો ગયો. દેવદૂતે મહાવીર સ્વામીને નમસ્કાર કર્યા અને વિનંતી કરી, “હે ભગવાન, તમારી આધ્યાત્મિક સફર દરમ્યાન મને તમારી સેવામાં રહેવા દો.” મહાવીર સ્વામીએ જવાબ આપ્યો, “આધ્યાત્મિક પ્રગતિમાં કોઈ કોઈને મદદ ના કરી શકે અને કેવળ જ્ઞાન પણ ન પામી શકે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અને અરિહંત બનવા માટે જાતે જ પુરુષાર્થ કરવો પડે અને તો જ સર્વજ્ઞ બનાય અને મુક્તિ મળે." મહાવીર સ્વામીને તેમની મુશ્કેલીમાં મદદરૂપ થવાના સંતોષ સાથે દેવદૂત સ્વર્ગમાં પાછા ફર્યા. મહાવીર સ્વામીને ગોવાળ પર તો શું પણ કોઈના પર પણ દુર્ભાવ ન હતો. Page 223 of 307 Page #240 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બોધ : આપણે ક્યારેય ઉતાવળે કોઈ નિર્ણય ન કરવો કારણ કે આપણે ક્યાંય ખોટા પણ હોઈ શકીએ. કોઈપણ નિર્ણય લેતા પહેલા ચારે બાજુનો વિચાર કરવો. બીજું આપણે ક્યારેય કોઈ કારણસર કોઈને દુ:ખ ન પહોંચાડવું પણ ગુસ્સે થયા વિના ક્ષમા આપવી જોઈએ. આ રીતે આપણે આપણા આત્માને લાગતા ખરાબ કર્મો ને રોકી શકીએ. Page 224 of 307 1.2 ચંડકીક Page #241 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ભગવાન મહાવીર જ્યારે સાધુ હતા ત્યારની આ વાત છે. તેઓ ઉપવાસ કરતા, ધ્યાન કરતાં અને તપ કરતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે તથા એક ગામથી બીજે ગામ ખુલ્લા પગે જતા. એકવાર તેઓએ વાચાલા ગામે જવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે તેમણે જંગલ પસાર કરવાનું હતું. તે જંગલમાં મહા ઝેરી ચંડકૌશિક સાપ રહેતો હતો. તે કોઈ માણસ કે પ્રાણી સામે નજર કરે તો પણ તેમનું તાત્કાલિક મૃત્યુ થતું તેવું કહેવાતું. તે જંગલ પાસેના ગામના લોકો ભયભીત બનીને જીવતાં હતાં. ગામના લોકોએ જ્યારે જાણ્યું કે ભગવાન મહાવીર આ જંગલના રસ્તેથી જવાના છે તો તેઓએ ભગવાન મહાવીરને જંગલ છોડીને લાંબા રસ્તેથી જવાનું સૂચવ્યું, પણ ભગવાન મહાવીરને તો કોઈ પ્રકારનો ડર ન હતો. તેઓને કોઈના પ્રત્યે તિરસ્કાર ન હતો. કારણ કે ભય અને તિરસ્કારને તેઓ હિંસા ગણતા હતા. તેઓ અહિંસામાં માનનારા હતા. તેઓ પોતે શાંત હતા અને બીજા પ્રત્યે શાંતિ રાખનારા હતા. તેમના મુખ પર દયા અને શાંતિના ભાવ જ દેખાતા, તેથી તેમણે ગામલોકોને ગભરાવાનું કોઈ કારણ નથી તેમ સમજાવ્યું અને જંગલના રસ્તેથી જવાનું નક્કી કર્યું. થોડે આગળ ગયા અને બળેલું ઘાસ દેખાયું. જંગલ આખું રણ જેવું લાગતું હતું. ઝાડ તથા છોડવા સુકાઈ ગયા હતા. ભગવાન મહાવીરને લાગ્યું કે ચંડકૌશિક નજીકમાં જ હોવો જોઈએ. ભગવાન મહાવીર ત્યાં ધ્યાન માટે રોકાયા. ભગવાન મહાવીરના હૃદયમાં દરેક માટે શાંતિ, દયા અને કરુણાના ભાવ જ રહેતા. ચંડકૌશિકને ખ્યાલ આવ્યો કે પોતાના દર નજીક કોઈ આવ્યું છે એટલે તે દરમાંથી બહાર આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે કોઈ માણસ ત્યાં ઊભો હતો. તે ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો, “અહીં મારી જગ્યામાં આવવાની તેની હિંમત કેમ ચાલે?” ચંડકૌશિક ભગવાન મહાવીરને ગભરાવવા ફુફાડા મારવા લાગ્યો. તેને ભગવાન મહાવીરની સ્વસ્થતાની ખબર ન હતી. તે ગુસ્સે થયો નજીક આવીને ફેણ ચડાવીને તેમને ડંખ મારવા તૈયાર થયો. તેણે જોયું કે આ માણસ તો ગભરાતો પણ નથી કે નાસી પણ નથી જતો, તેથી તે વધુ ગુસ્સે થયો અને ત્રણ વાર ઝેરી ડંખ માર્યા. ભગવાન મહાવીરને તેમના ઝેરની કોઈ અસર ન થઈ ન તો તેઓ ધ્યાનભંગ થયા. હવે ચંડકૌશિક વધુ અકળાયો અને તેમના અંગુઠે ડંખ માર્યો. ફરીથી તેણે તે માણસ તરફ નજર કરી તો તેના આશ્ચર્ય વચ્ચે તેમણે જોયું કે તે માણસને કંઈ થયું નથી. બલકે તેના અંગૂઠામાંથી લોહીને બદલે દૂધ નીકળવા લાગ્યું. મહાવીર સ્વામીના મુખ પર ભય કે ગુસ્સો ન હતા, પણ કરુણા હતી. તેમણે આંખ ઉઘાડી ચંડકૌશિક સામે જોયું અને કહ્યું, “હે ચંડકૌશિક શાંત થા, શાંત થા, તું શું કરે છે તે સમજ.” આ શબ્દોમાં પ્રેમ અને લાગણી હતા. ચંડકૌશિક શાંત થયો અને મનમાં જાણે પ્રકાશ થયો કે આવા જ સાધુ એણે પહેલાં ક્યાંક જોયા છે. અને તેને અચાનક પોતાના પાછલા બે ભવ યાદ આવ્યા. તેને જીવનનું Page 225 of 307 Page #242 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) સત્ય સમજાયું અને ગુસ્સો તથા અભિમાનને કારણે થયેલું નુકસાન યાદ આવ્યું. તેણે મહાવીર સ્વામીને ખૂબ જ આદર સાથે માથું નમાવ્યું. ચંડકૌશિક શાંતિથી પોતાના દરમાં જતો રહ્યો. લોકોએ જાણ્યું કે ચંડકૌશિક હવે કોઇને નુકસાન કરે તેવો નથી રહ્યો. તેઓ જિજ્ઞાસાથી પ્રેરાઈને તેને જોવા આવ્યા. તેને શાંતિથી પડેલો જોયો. કેટલાક તો તેને દૂધ તથા ખોરાક આપીને તેની પૂજા કરવા લાગ્યા, જેના સગાઓને તેણે મારી નાખ્યા હતા તેઓ હજુ પણ તેના પર ગુસ્સે થયા હતા, અને પથ્થર તથા લાકડી વડે તેને મારતા હતા. લોહી, ખોરાક તથા દૂધ ને કારણે ત્યાં કીડીઓ ઉભરાઈ છતાં ચંડકૌશિક ગુસ્સે થયા વિના, હાલ્યા ચાલ્યા વિના એમ જ શાંત પડી રહ્યો. થોડા દિવસ બાદ તે મરણ પામ્યો. જાત ઉપરના તથા ક્રોધ પરના કાબુ ને કારણે તેના ખરાબ કર્મોનો નાશ થયો અને તે સ્વર્ગમાં ગયો. બોધ : ભય, તિરસ્કાર અને અહમ એ અન્ય પ્રત્યે નહીં પણ પોતાના પ્રત્યે ની હિંસા છે. પોતાના પાછલા ભવમાં કરેલા ગુસ્સા અને અભિમાનનો હુબહુ ચિતાર ચંડકૌશિક ના વર્તમાન જીવનમાં જોવા મળે છે. ભગવાન મહાવીરે તેને જે આત્મજ્ઞાન કરાવ્યું તેનાથી તેને પોતાની ભૂલ સમજાઈ અને પોતાના કાર્યો માટે પસ્તાવો થયો. તેના ખરાબ કર્મોનો નાશ થયો અને તેને સ્વર્ગ તરફ દોરી ગયા. આ વાર્તામાંથી આપણે એટલું જ શીખવાનું છે કે ગુસ્સો ત્યજીને શાંત રહેવું જોઈએ. ગભરાયા વગર તેના તરફ સમ્યક વલણ દાખવવું જોઈએ. Page 226 of 307 Page #243 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.3 ચંદનબાળા ભારતના બિહાર રાજ્યમાં આવેલ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારીણીની વસુમતી નામે સુંદર દીકરી હતી. એક દિવસ કોસંબી પાસે રાજા દધિવાહન અને પાડોશી રાજા શતાનીક વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં રાજા દધિવાન ારીને નામ ગયા.જ્યારે રાણી ધારિણી અને કુંવરી વસુમતીને આ હારની ખબર પડી તો તેઓ પણ નાસી છૂટ્યા. તેઓ મહેલથી થોડે દૂર ગયા ત્યાં તો દુશ્મનના સૈનિકે તેમને પકડી લીધા, બન્ને ગભરાઇ ગયા. હવે તેઓ નું શું થશે તેની ચિંતા કરવા લાગ્યા. સૈનિકે ધારીણીને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું અને વસુમતીને વેચી દેવા તૈયાર થયો. આ સાંભળીને રાણી ત્યાંને ત્યાં જ આઘાતથી મૃત્યુ પામ્યા. તે સૈનિક વસુમતીને લઈને કોસંબી ગયો. તે વસુમતીને વેચવા બજારમાં ઊભો હતો તે સમયે ધનાવહ નામના શેઠ ત્યાંથી પસાર થયા. તેમણે વસુમતીના ભોળા તથા ગભરાયેલા મુખને જોઈ વિચાર્યું કે આ કોઈ ખાનદાન ઘરની છોકરી છે. કોઈ ગુલામ કન્યા નથી. આ ચોક્કસ તેના માતા પિતાથી છૂટી પડી ગઈ હશે. તેને ગુલામ તરીકે વેચી દેવાશે તો તે અત્યંત દુઃખી થશે. આ લાગણીથી પ્રેરાઈને ધનાવહે વસુમતીને પોતે ખરીદી લીધી અને પોતાને ઘેર લઈ ગયો. રસ્તામાં તેણે વસુમતીને તે કોણ છે? તેના માતા પિતા કોણ છે? વગેરે વિગતો પૂછી પણ વસુમતીએ કોઈ જવાબ ન આપ્યો. ધનાવહે તેને હિંમત આપીને કોઈ ગભરાવાનું કારણ નથી તેમ સમજાવ્યું. ધનાવહ શેઠે ઘેર જઈને તેની પત્ની મૂલાને કહ્યું, “પ્રિયે, આ છોકરીને હું આપણા ઘેર લાવ્યો છું. બહુ પૂછવા છતાં તેણે પોતાના વિશે કંઈ કહ્યું નથી. તેને દીકરી ગણીને રાખજે.” વસુમતિને શાંતિ થઈ. ખૂબ જ આદરથી તેણે તે વેપારી તથા તેની પત્નીનો આભાર માન્યો. વેપારીનું કુટુંબ તેનાથી ખૂબ જ ખુશ હતું. વસુમતીએ પોતાનું સાચું નામ કહ્યું ન હતું તેથી તેઓએ તેનું નામ ચંદનબાળા રાખ્યું. ચંદનબાળા તે વેપારીના ઘરમાં તેની પુત્રીની જેમ જ રહેવા લાગી. ચંદનબાળાના આવવાથી વેપારી ધનાવહ ખૂબ જ ખુશ હતો. બીજી બાજુ મુલાને ચંદનબાળા અને પોતાના પતિની વર્તણૂક પર શંકા રહેતી. તે ખૂબ જ સુંદર હોવાને કારણે ધનાવહ કદાચ તેની સાથે લગ્ન કરશે તેથી ચંદનબાળાનું ઘરમાં હોવું તેને ગમતું ન હતું. એકવાર ધનાવહ કામ-ધંધેથી ઘરે આવ્યા ત્યારે તેના પગ ધોવડાવનાર નોકર હાજર ન હતો. તેથી પિતાતુલ્ય ધનાવહના પગ ધોવડાવવા ચંદનબાળા આવી. તે નીચે નમી પગ ધોવડાવતી હતી ત્યારે તેના વાળ નીચે સરી પડતા હતા. ધનાવહ શેઠે જોયું કે આના આવા સુંદર લાંબા વાળ નીચે પડીને મેલા થશે એટલે પકડીને ઊંચા કર્યા. મુલાએ આ જોયું અને તે ગુસ્સે Page 227 of 307 Page #244 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) થઈ. તેને લાગ્યું કે તેની શંકા સાચી જ છે. જેમ બને તેમ જલ્દી ચંદનબાળાથી છુટકારો મેળવવો જોઈએ. એકવાર ધનાવહ શેઠ વેપાર અર્થે ત્રણ દિવસ બહારગામ ગયા ત્યારે મુલાએ આ તક ઝડપી લીધી. એણે હજામને બોલાવીને ચંદનબાળાના સુંદર વાળ કપાવી નાખ્યા અને મુંડન કરાવી નાખ્યું. ભારે સાંકળોથી તેના પગ બાંધીને તેને મકાનના ભોયરામાં પૂરી દીધી. નોકરોને કડક સૂચના આપી કે ધનાવહ શેઠ આવે ત્યારે ચંદનબાળા ક્યાં છે તે તમારે નહીં કહેવાનું. નહીં તો તમારા હાલ પણ ચંદનબાળા જેવા થશે. મુલા તરત જ પોતાના પિયર ચાલી ગઇ. ધનાવહ જ્યારે પ્રવાસેથી પાછા આવ્યા ત્યારે તેમણે ચંદનબાળા કે મુલાને ન જોયા. તેમણે નોકરોને પૂછ્યું ત્યારે નોકરોએ મુલા પિયર ગઈ છે એમ જણાવ્યું. પણ મુલાની બીકે ચંદનબાળા ક્યાં છે તે કહ્યું નહીં ચિંતાતુર વદને તેમણે નોકરોને વારંવાર પુછ્યા કર્યું, "મારી દીકરી ચંદનબાળા ક્યાં છે? મને તમે જે જાણતા હોવ તે સત્ય કહો.” છતાં કોઈએ એક શબ્દ સુધ્ધા ન કહ્યો. તેઓ ખુબ ખિન્ન થઇ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા.એક ઘરડી નોકરબાઈ વિચારવા લાગી, “હું તો ઘરડી છું, લાંબુ જીવવાની નથી, મુલા કરી કરીને મને શું કરશે? બહુ તો મને મારી નાખશે.” આમ વિચારી ચંદનબાળા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને મૂલાએ ચંદનબાળા સાથે શું કર્યું અને અત્યારે ચંદનબાળા ક્યાં છે તે વિગતવાર કહ્યું. તે શેઠને ચંદનબાળાને જ્યાં પુરી હતી ત્યાં લઈ ગઈ. ધનાવહે ભોયરાના તાળાં ખોલ્યા અને ચંદનબાળાને જોઈને તેમને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે ચંદનબાળા ને કહ્યું, “મારી વહાલી દિકરી, હું તને અહીંથી બહાર કાઢીશ, તું ખૂબ ભૂખી તરસી હોઈશ, પહેલા મને તારા માટે ખાવાનું લાવવા દે.” તેઓ રસોડામાં ગયા પણ ત્યાં કંઈ જ ખાવાનું ન હતું. એક વાસણમાં બાફેલા અડદ હતા. તે લાવીને ચંદનબાળા ને ખાવા આપ્યા. તેની બેડીઓ તોડાવવા માટે તેઓ લુહારને બોલાવવા ગયા. ચંદનબાળા વિચારવા લાગી કે તેનું જીવન કેવું બદલાઈ ગયું છે. ભાગ્ય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે? ક્યાં હું સુખી ઘરની રાજકુમારી અને ક્યાં મારી આ અસહાય દશા? તેણે કોઈ સાધુ કે સાધ્વીને પોતાને મળેલ ભોજનમાંથી કંઈક વ્હોરાવ્યા બાદ જ પોતે ખાશે તે વિચાર્યું. તે ઉઠી, બારણા પાસે ગઈ અને એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉબરાની અંદર રાખીને બેઠી. તેના આશ્ચર્ય વચ્ચે ભગવાન મહાવીર સ્વામીને તેની તરફ આવતા જોયા. તેમને જોતાં જ ચંદનબાળા ભાવવિભોર થઇ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. આંખમાં આંસુ સાથે તેણે કહ્યું, “હે પૂજ્ય ગુરુવર્ય, મારા આ બાકુડા સ્વીકારો. "ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો હતો. તે અભિગ્રહ પ્રમાણેની વ્યક્તિ પાસેથી જ ગોચરી વહોરી શકે. તેમનો અભિગ્રહ હતો કે, ખોરાક વહોરાવનાર રાજકુંવરી હોવી જોઈએ, તેને માથે મુંડન હોવું જોઈએ, તેના પગમાં બેડીઓ હોવી જોઈએ, એક Page 228 of 307 Page #245 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર રાખી અડદ લઈને બેઠી હોય તે જ વહોરાવે. તેની આંખમાં આંસુ હોવા જોઈએ. ભગવાન મહાવીરે જોયું કે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું બરાબર છે. અભિગ્રહની તમામ શરતો પૂર્ણ થતા મહાવીરે ખુશ થઈને ચંદનબાળાના બાકડા વ્હોર્યા. અભિગ્રહને કારણે મહાવીરને પાંચ માસ અને ૨૫ દિવસના ઉપવાસ થયા હતા. પારણું થવાથી સ્વર્ગના દેવતા પણ ખુશ થયા. ત્યાં જ ચમત્કાર થયો અને ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથાના વાળ ઊગી ગયા અને રાજકુંવરી જેવા વસ્ત્રોમાં તે શોભી રહી. દેવદુંદુભિના નાદથી રાજા શતાનીક વિચારમાં પડ્યા. તે પોતાના રાજ પરિવાર તથા ગામલોકો સાથે ચંદનબાળાને મળવા આવ્યા. પોતાના પિતાના સમયના ચાકરે ચંદનબાળાને ઓળખી. તે ચંદનબાળા પાસે ગયો અને નમસ્કાર કરી રડી પડ્યો. રાજાએ પૂછ્યું, “અરે ભાઈ, તું શા માટે રડે છે?” ત્યારે સમપુલ નામના સેવકે જવાબ આપ્યો, “રાજાજી, આ ચંપાપુરીના રાજા દધિવાહન અને ધારીણીની દીકરી વસુમતી છે.” રાજા રાણી હવે એને ઓળખી ગયા અને પોતાની સાથે રહેવા બોલાવી. જ્યારે ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે તે સમયે ચંદનબાળાએ દીક્ષા લીધી અને પ્રથમ સાધ્વી બન્યાં. શ્રાવિકાઓના જૈન સંઘમાં તેઓ મુખ્ય વડા સાધ્વી બન્યાં. પાછળથી તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને જન્મ- મરણના ફેરામાંથી મુક્તિ મેળવી બોધ: આ વાર્તા દ્વારા અનેક સારી વર્તણૂક વિશે શીખવા મળે છે. મુલાના મનમાં ભારોભાર ઈર્ષાથી ભરેલી છે. તેથી તે ચંદનબાળાની દીકરી તરીકેની વર્તણૂંક સમજી ન શકી અને તેના પતિના પિતા તરીકેના પ્રેમને ઓળખી ના શકી. તેણે ચંદનબાળાને ભયંકર ત્રાસ આપ્યો અને નીચ કર્મ બાંધ્યા. આ ઉપરથી આપણે ઈર્ષાની વિનાશકારી શક્તિ જોઈ શકીએ છીએ અને તેનાથી દૂર રહેવું જોઈએ તે સમજાય છે. વૃદ્ધ દાસીએ નિસ્વાર્થ ભાવે જે કંઈ બન્યું હતું તે જણાવ્યું, તેણે આ કેવળ દયા ભાવથી પ્રેરાઇને જ કર્યું જેના કારણે મુલાના હાથે તેને ઘણું સહન કરવું પડ્યું હતું. આ સારું કાર્ય તેના આત્માને સારા કર્મોથી ભરે છે જેને પુણ્ય કહીએ જે જૈન ધર્મનો મહત્વનો સિદ્ધાંત છે. તેજ પ્રમાણે ધનાવહનો દયાભાવ અને ચંદનબાળાને પિતૃ ભાવથી આધાર આપવો તથા અનાથને મદદ કરવાની ઈચ્છા આપણને તેવી દયા રાખવા જણાવે છે. છેલ્લે ચંદનબાળાનો પોતાની દયાજનક સ્થિતિ હોવા છતાં ભગવાન મહાવીર સ્વામીને ભિક્ષા આપવી એ અંતરમાંથી પ્રગટેલો નિસ્વાર્થ પૂજ્યભાવ છે. જૈન ધર્મના આ સિદ્ધાંતોનું પાલન ચંદનબાળાને મોક્ષના માર્ગ તરફ લઈ ગયા. Page 229 of 307 Page #246 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.4 કાનમાં ખીલા : ભગવાન મહાવીરનો છેલ્લો ઉપસર્ગ તીર્થંકર મહાવીરે ૧૨ વર્ષ ધ્યાન અને તપમાં સફળતાપૂર્વક પસાર કર્યા. તેમનું જીવન ઉદાહરણ રૂપ હતું. એમણે અત્ય, અહિંસા, ક્ષમા, દયા, નિÁયપણું, યોગ અને સાચા જ્ઞાનને ઉદાહરણરૂપે અપનાવ્યા. તેરમાં વર્ષમાં એક નવી આફત આવી. છમ્માણી ગામ પાસે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં ઉભા હતા. તે સમયે એક ગાયોનો ગોવાળ પોતાના બળદ તેમની દેખરેખ નીચે મૂકીને ગામમાં કામે ગયો. તીર્થંકર મહાવીર તો ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેઓએ ગોવાળને કાંઈ પણ જવાબ આપ્યો ન હતો. ગામમાં ગયેલો ગોવાળ મોડેથી પાછો આવ્યો. બળદો ચરતાં ચરતાં ક્યાંક દૂર જતા રહ્યા હતા. તેના બળદ નહીં મળવાથી તેણે સાધુને પૂછ્યું, “એ સાધુ, મારા બળદ ક્યાં ગયા?” ભગવાન મહાવીર ઊંડા ધ્યાનમાં હતા, તેથી આ બધા થી સાવ અજાણ હતા. ગોવાળે ફરી પૂછ્યું પણ ફરી પણ કોઈ જવાબ ન મળ્યો. તે અકળાયો અને બૂમો પાડીને પૂછવા લાગ્યો, “હે ઢોંગી સાધુ, તું બહેરો છે કે તને કંઈ સંભળાતું નથી?” તીર્થંકર મહાવીરે હજુ પણ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ગોવાળ ખૂબ જ ગુસ્સે થયો. “હે ઢોંગી સાધુ, તારા બંને કાન નકામા થઈ ગયા છે કે શું? જરા વાર થોભ, તારા બંને કાનનો ઉપાય કરું છું. "તેણે બાજુમાં પડેલા ઘાસની અણીદાર શૂળો કાનમાં પથ્થરથી ઊંડે સુધી ઠોકી દીધી. કોઈ કાડી ના શકે એ માટે બહારનો ભાગ કાપી નાખ્યો. આવા તીવ્ર કષ્ટદાયક પ્રસંગે પણ મહાવીર તેમની ધ્યાનસ્થ અવસ્થામાં જ રહ્યા. એમણે ન તો પીડાનો અનુભવ કર્યો કે ન તો ધ્યાનમાંથી જાગૃત થયા. ધ્યાન પૂર્ણ કરી ગોચરી માટે ગામમાં ગયા. તેઓ સિદ્ધાર્થ નામના વેપારીના ઘેર ગયા. તે સમયે વેપારી સાથે તેમના વૈદ મિત્ર બેઠેલા હતા. બંનેએ મહાવીર સ્વામીને ગોચરી વ્હોરાવી. *. વૈદે સિદ્ધાર્થને કહ્યું, “ મિત્ર, સાધુના મુખ પર દૈવી તેજ હતું પણ દુઃખની છાયા પણ હતી. કોઈ અંદરનું દુઃખ તેની આંખોમાં દેખાતું હતું. આ મહાન સાધુ કોઇ દર્દથી પીડાય છે.” સિદ્ધાર્થે જવાબ આપ્યો, “આવા મહાન સાધુને કોઈ દર્દ હોય તો આપણે તરત જ ઉપાય કરવો જોઈએ.” ગોચરી લઈને ભગવાન મહાવીર સ્વામી પાછા ફર્યા. વૈદ અને સિદ્ધાર્થ તેમની પાછળ પાછળ તેઓ જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા. તેમને તપાસતા તેમના કાનમાં ઘાસની અણીદાર શૂળો ખોસેલી જોઈ. તેમણે જરૂરી દવાઓ તથા ઉપચારના સાધનોની સગવડ કરી. શૂળો કાઢવામાં સરળતા રહે તે માટે Page 230 of 307 Page #247 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ભગવાનને તેલથી ભરેલા કુંડામાં બેસાડી તેલથી આખા શરીરે માલિશ કરીને કાનની શૂળો ખેંચી કાઢી. અસહ્ય વેદનાને કારણે મહાવીર સ્વામીથી ચીસ પડાઇ, વૈદે ઘા પર દવા લગાવી. તીર્થંકર મહાવીર ત્યાં જ તરત જ શાંતિથી અને સ્થિરતાથી ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા. બોધ: મુસીબતના દરેક પ્રસંગે શારીરિક કષ્ટ અને પીડા ઉપર મહાવીરના મન અને આત્માનો વિજય દેખાય છે. તેમનું ધ્યાન અને પ્રાયશ્ચિત તેમના આત્માને શુદ્ધ કરે છે. આને લીધે તેઓ પોતાની જાતને ભૌતિક ક્ષણ ભંગુર ચીજોથી અલગ કરી શાશ્વત એવા આત્માની મુક્તિ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. Page 231 of 307 Page #248 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.5 મેઘકુમાર ભારતના બિહાર રાજ્યમાં આવેલા મગધ પ્રાંતમાં રાજા શ્રેણીક તેની સુંદર પત્ની ધારીણી સાથે રાજ્ય કરતો હતો. એક વખત રાણી સુતા હતા ત્યારે તેના મોંમાં સફેદ હાથી પ્રવેશ્યો તેવું સ્વપ્ન આવ્યું. તે તરત જ જાગી ગઈ અને તેણે રાજાને પોતાને આવેલા સપનાની વાત કરી. રાજા શ્રેણિક જાણતા હતા કે તે માંગલિક સપનું હતું. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સ્વપ્નનો અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે થોડા જ સમયમાં રાણી સુંદર અને હોશિયાર પુત્રને જન્મ આપશે. રાજા અને રાણી આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા. ગર્ભાવસ્થાના ત્રણ માસ પછી રાણીને આકાશમાં વાદળો છવાયેલા હોય, વીજળીના કડાકા થતા હોય અને વરસાદ પડતો હોય તેવા વાતાવરણમાં રાજાની સાથે હાથી પર બેસીને ફરવાની તીવ્ર ઇચ્છા થઈ. ભારતમાં લગભગ જૂનથી ઓકટોબર દરમિયાન ચોમાસું હોય છે અને તે દિવસોમાં વરસાદ પડતો હોય છે. ધારિણીની ઇચ્છા થઇ ત્યારે ચોમાસાની ઋતુ ન હતી. તેથી તેની ઈચ્છા પૂર્ણ કરી શકાય તેમ ન હતું. ગર્ભવતી રાણીની ઈચ્છા ન સંતોષાય તો તેની અસર તેના તબિયત પર અને ન જન્મેલા બાળક ઉપર થાય એટલા માટે રાજ્યના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળતા મોટા દીકરા અલયકુમારને તેના ઉકેલ માટે કહ્યું. અક્ષયકુમારનો એક મિત્ર ચમત્કાર કરી જાણતો હતો. મિત્રએ રાણીની ઇચ્છા મુજબનું વાતાવરણ ઊભું કર્યું અને રાજા રાણી સાથે હાથી ઉપર સવારી કરી શકયા. યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. વરસાદને મેઘ પણ કહેવાય છે. રાણીને ગર્ભાવસ્થા દરમ્યાન વરસાદમાં હાથી પર ફરવાની ઈચ્છા થઈ હતી તેથી તેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. ૮ વર્ષની ઉંમરે તેને નિશાળે બેસાડવામાં આવ્યો. યુવાન થતાં તે ૭ર જાતની કલાઓ તથા ઉદ્યોગોમાં કુશળ થયા. યોગ્ય ઉંમરે તેના લગ્ન થયા અને દુનિયાના તમામ સુખો આનંદપૂર્વક ભોગવ્યા. એક વખત મહાવીર સ્વામી મગધની રાજધાની રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉપાશ્રયમાં પધાર્યા. શહેરના લગભગ બધા જ લોકો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. મેઘકુમાર પણ મહાવીર સ્વામીના દર્શને ગયા. મેઘકુમાર પર તેમના ઉપદેશની ઊંડી અસર થઈ. આ દુનિયાના ક્ષણભંગુર સુખોને છોડી દેવાનું નક્કી કર્યું. તેમના માતા-પિતા તેમની ઇચ્છા જાણીને ખુબ દુખી થયા. દુનિયાના સુખોનો ત્યાગ કરવાનાં તેમના નિર્ણયને અટકાવવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા પણ તે મક્કમ હતા. માતા-પિતાને સંતોષ આપવા માટે ફક્ત એક દિવસ માટે રાજા થવા તૈયાર થયા, અને રાજ્યાભિષેકની તમામ વિધિ કરી તાજ પહેરી રાજા બન્યા. તરત જ બધું છોડીને જગતના તમામ સુખોનો ત્યાગ કરીને તે ભગવાન મહાવીરના શિષ્ય બની સાધુ થયા. Page 232 of 307 Page #249 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) એક રાત્રે તે નવદીક્ષિત નાના સાધુ હોવાથી તેમને બારણા પાસે સૂવાની જગ્યા મળી. રાત દરમિયાન બીજા સાધુઓ લઘુશંકા જવા માટે તેમને કૂદીને જતા. ઉપાશ્રયમાં રાત્રે દીવો ન હોવાથી જનાર સાધુના પગ તેમને અડી જતા. વૈભવમાં ઉછરેલા મેઘકુમાર આખી રાત ઊંઘી ન શક્યા. તેમનું શરીર અને સંથારો ધૂળથી ભરાઈ ગયા. તેમને લાગ્યું કે તે આવી કઠોર જિંદગી પોતે ની નકી નાકે. અને તેથી સાધુપણું છોડી દેવાનું વિચાર્ય સવારે તેઓ ભગવાન મહાવીર પાસે ઘરે પાછા જવાની આજ્ઞા માંગવા ગયા. રાતના મેઘકુમારને પડેલી તકલીફોથી ભગવાન માહિતગાર હતા તેથી તેમણે કહ્યું, “મેઘકુમાર, તમને યાદ નથી પણ પાછલા ભવમાં તમે ઘણી તકલીફો વેઠી છે.” “પાછલી જિંદગીમાં તમે મેરુપ્રભુ નામે હાથીઓના રાજા હતા. એકવાર જંગલમાં ભયંકર આગ લાગી હતી ત્યારે તેમાંથી તમે મહા મહેનતે છટકી શક્યા હતા. તમે વિચાર્યું કે જંગલમાં ફરી આગ લાગે તો બધા પ્રાણીઓને આશરો મળે તેવું કરવું જોઈએ આના માટે તમે જંગલની ઘણી બધી જમીન પરથી ઝાડપાન દૂર કરી દીધા. ત્યાં આજુબાજુ ઉગેલું ઘાસ પણ કાઢી નાખ્યું.” “એકવાર જંગલમાં ફરી ભયાનક દાવાનળ ફાટી નીકળ્યો. બધા પ્રાણીઓ દોડીને તમે સાફ કરેલી જગ્યા પર આશરો લેવા આવી પહોંચ્યા. તમે પણ ત્યાં જ હતા. પગ પર ખણજ આવવાથી પગ ઊંચો કર્યો. તે સમયે એક સસલું તમારા પગ નીચેની જમીન પર આશરો લેવા દોડી આવ્યું. સસલાને રક્ષણ આપવા તમે તમારો પગ ઊંચો જ રાખ્યો. બે આખા અને ત્રીજા અડધા દિવસ બાદ આગ બુઝાઈ. આ બધા જ સમય દરમિયાન તમે પગ ઊંચો રાખીને ઉભા હતા.” “આગ બુઝાઇ ગયા પછી બધા પ્રાણીઓ પાછા ફર્યા ત્યારે તમે પગ નીચે મુકવાનો પ્રયત્ન કર્યો. પણ પગ એવો અકળાઈ ગયો હતો કે તમે તમારા સંતુલન ન જાળવી શક્યા અને પડી ગયા. અસહ્ય વેદનાને કારણે તમે ઉભા ન થઈ શકયા. ત્રણ દિવસ અને રાત તમે અસહ્ય પીડામાં પડી રહ્યા. એમને એમ તમારું મૃત્યુ થયું. સસલા પ્રત્યેની દયાને કારણે રાજા શ્રેણિકના પુત્ર તરીકે જન્મ્યા. એક સસલા માટે તમે આટલું બધું સહન કર્યું તો બદલામાં આ જન્મે કીમતી માનવ અવતાર મળ્યો, તો પછી અજાણતાં જ સાથી સાધુઓના પગ લાગી જવું કે ધૂળ આવી જવી કેમ સહન નથી કરી શકતા? આ દુનિયાના સુખોનો ત્યાગ કરી સાધુ બનવું મુક્તિ તરફનું પહેલું પગલું છે. દુઃખ સહન કરવા કે સુખ પ્રાપ્ત કરવા એ આપણા કર્મોનું પરિણામ છે. આ સુખ દુઃખ તો ક્ષણિક છે કાચી સુખ તો મુક્તિમાં રહેલું છે." મેઘકુમાર મંત્ર મુગ્ધ બનીને ભગવાનની વાણી સાંભળી રહ્યા. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. તેમણે ભગવાનને વિનંતી કરી કે સંસારમાં પાછા જવાની તીવ્ર ઈચ્છા પ્રગટ કરીને મેં સાધુત્વની પ્રતિજ્ઞા તોડી છે તો ફરી મને સ્વીકારી જ્ઞાન આપો. ભગવાન મહાવીરે તેમની Page 233 of 307 Page #250 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ઈચ્છાને પૂર્ણ કરી ત્યારથી તેઓ મેધમુનિ તરીકે ઓળખાયા અને તેઓ કડકપણે અતિ સંયમી જીવન જીવ્યા. પોતાના કર્મ ખપાવવા ઘણા દિવસો સુધી ધ્યાનમાં જ રહેતા અને તેથી તમને ઘણા દિવસોના ઉપવાસ થયા. આમ કરતાં તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા. તપ કરવાની કોઈ શક્તિ ન રહી ત્યારે મૃત્યુપર્યંત ઉપવાસ કરવાનું નક્કી કર્યું. માને સૌખના વ્રત કહેવાય છે. રાજગૃહી નજીક આવેલા વૈભવ ગિરિ પર્વત પર તેઓ ઉપવાસી થઈ બેસી ગયા. મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જનમ્યા. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે સ્વર્ગીય જિંદગી પૂરી થશે એટલે એ ફરી માનવ તરીકે જન્મ લેશે અને પછી મુક્તિ મેળવશે. બોધ: આ વાર્તા કરુણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાના જીવને બચાવવા હાથી અગવડ તથા કષ્ટ સહન કરે છે. આપણે વધુ વિકસિત અને વધુ બુદ્ધિશાળી છીએ તો એકબીજાને મદદરૂપ થવાનું આ પ્રાણી પાસેથી શીખવું જોઈએ. વધારેમાં કોઈ સાધુ જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે તો તેને દુનિયાની સુખોમાં પાછા લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સુખ ભોગનો ત્યાગ કરનારનું જીવન કઠોર અને કષ્ટદાયક હોય છે. જેનાથી તે આત્માના સાચા સ્વરૂપને સમજી શકે છે. આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દુનિયાના સુખોને કાયમ માટે એક બાજ મૂકી દેવા પડે કારણ કે તે વસ્તુને વિકૃત રૂપે રજૂ કરે છે, મુશ્કેલીઓ આવશે કારણ કે પાછલા કર્મો છે તેને સમતાપૂર્વક સહન કરવા જોઈએ અને તે સમયે આપણી દ્રષ્ટિ આત્માના સાક્ષાત્કાર ઉપર જ કેન્દ્રિત કરવી જોઈએ. Page 234 of 307 Page #251 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.6 અઈમુત્તા મુનિ એક વખત ભારતના પોલાસપુર ગામની શેરીમાં છ વર્ષનો અઈમુત્તા તેના મિત્રો સાથે રમતો હતો. તે રાજા વિજય અને રાણી શ્રીમતીનો કુંવર હતો. રમતા રમતા તેણે સાધુને જોયા. તે મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમ સ્વામી હતા. તેમને માથે મુંડન હતું અને ખુલ્લે પગે હતા. તેઓ ગોચરી માટે એક ઘરેથી બીજા ઘરે જતા હતા. તેણે દોડતા જઈને સાધુને કહ્યું કે જો આપ મારા મહેલમાં ગોચરી માટે પધારો તો મને તથા મારી માતાને આનંદ થશે. ગૌતમ સ્વામી તેના મહેલમાં જવા તૈયાર થઈ ગયા. અઈમુત્તાની માતા રાણી શ્રીમતી ઝરૂખામાં ઉભા ઉભા બગીચો જોતા હતા. તેમણે પોતાના પુત્ર તથા ગૌતમ સ્વામીને પોતાના મહેલ તરફ આવતા જોઈ ખૂબ ખુશી થઈ અને તેમને આવકારવા ગઈ. ભક્તિભાવથી તેમનો સત્કાર કર્યો અને કહ્યું, “મત્થેણ વંદામિ.” તેમણે અઈમુત્તાને પોતાને ભાવતા ખોરાક ગૌતમ સ્વામી માટે લઇ આવવા કહ્યું, તે લાડુ લઈ આવ્યો અને ગૌતમ સ્વામીના પાત્રમાં મુકવા જ લાગ્યા. ગૌતમ સ્વામીએ કહ્યું કે આટલા બધા લાડુની જરૂર નથી. અઈમુત્તા સાધુને ગોચરી વહોરાવવાથી ખુશ થયો. ગૌતમ સ્વામી ત્યાંથી પાછા ફર્યા ત્યારે અઈમુત્તાએ કહ્યું, “આપની ઝોળી બહુ ભારે છે, મને ઉચકવા દો. સૌનમ સ્વામીએ કહ્યું. “અદમુત્તા, મેં હું બ્રેઈને ઉંચકવા માટે ન આપી શકું સિવાય કે જેણે દીક્ષા લીધી હોય અને સાધુ થયા હોય તે જ ઉચકી શકે.” તેણે પૂછ્યું, “દીક્ષા એટલે શું?” ગૌતમ સ્વામીએ સમજાવતા કહ્યું કે જેણે જગતના તમામ સુખો, કુટુંબ તથા સગાવહાલા તેમજ સામાજિક અને વ્યાપારી સંબંધોનો ત્યાગ કર્યો હોય તે જ દીક્ષાનો સંકલ્પ કરી શકે, અને તો જ તે સાધુ થઈ શકે. લોકો પોતાના જુના કર્મ ખપાવવા અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવવા દીક્ષા લે છે. રોજિંદા જીવનમાં માણસ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા કર્મ બાંધે છે. બીજી બાજુ સાધુ તથા સાધ્વી આવી કોઈ પ્રવૃત્તિઓ ન કરતા હોવાથી તેઓ નવા કર્મો બાંધતા નથી. # અઈમુત્તાને જિજ્ઞાસા થઈ અને તેણે પૂછ્યું, ગુરુદેવ! તમે પાપ કરતાં જ નથી? તમારે ખાવા જોઈએ, રહેવા જોઈએ, આ બધી પ્રવૃત્તિથી તમે ખરાબ કર્મો બાંધો જ છો.” બાળકની વધુ જાણવાની ઉત્કંઠા જોઈને ગૌતમ સ્વામી ખુશ થયા. તેમણે કહ્યું, “અમે ખોરાક લઇએ ખરા પણ ખાસ અમારા માટે બનાવ્યા હોય તેવો ખોરાક અમે લેતા નથી. અમે ઉપાશ્રયમાં રહીએ ખરા પણ તે અમારી માલિકીનો ન હોય. ત્યાં અમે થોડા જ દિવસ રહી શકીએ. અમે પૈસા પણ ન રાખીએ અને કોઈ ધંધાકીય વ્યવસ્થામાં પણ અમે ભાગ ન લઈએ. આમ એક સાધુ પાપ થાય તેવી કોઇ પ્રવૃત્તિમાં ભાગ ન લે.” Page 235 of 307 Page #252 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) અઈમુત્તાએ કહ્યું, “ ગુરુદેવ, તો મારે દીક્ષા લેવી છે.” અઈમુત્તા અને ગૌતમ સ્વામી જ્યાં મહાવીરસ્વામી ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયા. અઈમુત્તા જ્યાં બીજા સાંભળવા બેઠા હતા ત્યાં બેસી ગયો. ઉપદેશમાં મહાવીરે સમજાવ્યું કે જીવન શું છે અને કોઈ કેવી રીતે જીવનના દુઃખોનો ત્યાગ કરી શકે. અઈમુત્તાએ પોતાની સાધુ થવાની ઇચ્છા મહાવીર સ્વામી પાસે પ્રગટ કરી. મહાવીરસ્વામીએ કહ્યું, “તારા માતા પિતાની આજ્ઞા વિના અમે તને દીક્ષા ન આપી શકીએ.” અઈમુત્તાએ કહ્યું, “આ તો બહુ સહેલી વાત છે, હું ઘરે જઈને તેઓની આજ્ઞા લઇ આવું છું.” અઈમુન્ના ધરે ગયો, તેણે તેની માતાને કહ્યું, “મા, હું દીકા લેવા ઇચ્છું છું. તમે જ કહો છો કે આપણી ઘરેલુ જિંદગી અનેક પાપો તથા હિંસાચારથી ભરેલી છે. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી પણ તેમ જ કહે છે. મારે પાપમાંથી મુક્ત થવું છે તેથી મહેરબાની કરીને મને દીક્ષા લેવાની અનુમતિ આપો.” અઈમુત્તાની માતા આ સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ. પોતે ધાર્મિક વૃત્તિની હોવાથી અઈમુત્તાનો પાપનો ડર અને દીક્ષા લેવાની ઇચ્છા જાણીને મનથી ખુશ થઈ. દીક્ષા લેવી એનો અર્થ તે બરાબર સમજ્યો છે કે કેમ તેઓ ચકાસવા માંગતા હતા. તેથી તેમણે કહ્યું, “દીકરા,દીક્ષા લેવી એ ઘણી અઘરી વાત છે. કેમ બહુ શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. ત્યાં તારી સંભાળ લેવા માતા-પિતા નહીં હોય. બધા કષ્ટ તું કેવી રીતે સહન કરીશ?” અઈમુત્તાએ કહ્યું, "માતા, આ ઘરેલુ જીવનમાં પણ ઘણી તકલીફ હોય છે. સાધુ થવાથી જે કઈ તકલીફ પડશે તે કર્મનો નાશ કરશે અને મુક્તિ તરફ લઇ જશે.” આ સાંભળીને તેની માતા ખુશ થયાં, છતાં તેના દીક્ષા લેવાના નિર્ણયને વધુ ચકાસવા માંગતા હતા. તેમણે કહ્યું, “દીકરા, શા માટે દીક્ષા લેવાની ઉતાવળ કરે છે? થોડા વર્ષ થોભી જા. અમારા ઘડપણને સાચવ અને તારા પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવું પડશે ને!” અઈમુત્તાએ કહ્યું, “માતાજી, મહાવીર સ્વામીના ઉપદેશમાંથી હું શીખ્યો છુ કે, કોઈ જુવાન નથી કે કોઈ ઘરડું નથી. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કોણ પહેલું મરશે કે પછી મરશે તે પણ ખબર નથી. તો પછી શા માટે રાહ જોઈને મને આજે મળેલી તક જવા દેવી?” હવે માતાને ખાતરી થઇ ગઈ કે દીકરાને દીક્ષા લેવાનો અર્થ બરાબર ખબર છે અને તેથી તેઓ ખુશ થયા. Page 236 of 307 Page #253 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) તેમણે દીકરાને કહ્યું, “દીકરા, ખૂબ અભિનંદન! મને તારા માટે ગર્વ થાય છે. તું સારો સાધુ બની શકીશ. તારું ધ્યેય મુક્તિ છે તે તુ ભુલીશ નહીં. આખી જિંદગી અહિંસાનું પાલન કરજે. હું તને દીક્ષા જૈવાની અનુમતિ આપે છે. મુત્તાએ કહ્યું. મુખ્ય માતા, આપનો ખુબ ખુબ આભાર. તમારી સોનેરી સલાહ હું કાયમ યાદ રાખીશ.” અઈમુત્તાના માતાએ તેમને આશીર્વાદ આપ્યા અને નવા જીવનની સફળતા ઇચ્છી. પછી તેમણે પિતાશ્રી રાજા વિજય પાસેથી પણ અનુમતિ અપાવી. અઈમુત્તા થોડા દિવસ પછી દીક્ષા લઈને સાધુ બન્યા. સહુ તેમને બાલમુનિ અઈમુત્તા કહેતા હતા. એક દિવસ બાલમુનિએ કેટલાક છોકરાઓને ખાબોચિયામાં કાગળની હોડી બનાવી રમતા જોયા. તેને રમવાની તીવ્ર ઇચ્છા થઇ. તે ભૂલી ગયો કે સાધુ થઈને પાણી સાથે રમાય નહીં. તે દોડતો છોકરાઓ પાસે ગયો અને રમવાની ઈચ્છા પ્રગટ કરી. બાળકો પણ એક સાધુ પોતાની સાથે રમવા આવ્યા છે તે જાણી ખૂબ ખુશ થયા. એમણે એમનાં પાત્રાનું ઢાંકણ ખોલી નાખ્યું અને એ જાણે કે હોડી હોય તેમ રમવા લાગ્યા. તેમણે બધાને કહ્યું, “જુઓ, મારી હોડી પણ તરે છે.” એટલામાં બીજા સાધુઓ ત્યાં આવ્યા અને જોયું તો બાલમુનિ પાણી સાથે રમતા હતા. તેમણે કહ્યું, “બાલમુનિ! આ શું કરો છો? સાધુ થઈને પાણીથી ન રમાય તે ભૂલી ગયા? પાણી સાથે રમવાથી પાણીના જીવને દુઃખ થાય. સાધુ તરીકે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કોઈ પણ જીવને દુઃખ નહિ આપીએ. તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને ખરાબ કર્મો બાંધ્યા.” બાલમુનિ અઈમુત્તાને પોતાની ભૂલ સમજાઈ. એમણે તરત જ પ્રાયશ્ચિત કરવા માંડ્યું. “અરે! મેં આ શું કર્યું?” મેં મારી માતાને વચન આપ્યું હતું કે પાપ લાગે એવું કોઈ કાર્ય હું નહીં કરું. આ સાધુઓ ઘણા દયાળુ છે કે મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું. જો આ સાધુઓ ન આવ્યા હોત તો મારું શું થાત? તે બીજા સાધુઓ સાથે ઉપાશ્રયમાં પાછા ફર્યા. સાધુ બહારથી પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે તેમને રસ્તામાં થયેલી હિંસાના પ્રાયશ્ચિત માટે ઇરિયાવહીયં કરવું પડે. આ બનાવ અઈમુત્તાની સાત વર્ષની ઉંમરે બન્યો હતો. ત્યારપછી તેમણે વડીલ મુનિઓ પાસે ૧૧ અંગ આગમનો અભ્યાસ કર્યો ૧૩ વર્ષની ઉંમરે એક વખત ઇરિયાવહીય બોલતા બોલતા તેઓ પાણકકમી, બિયામણે, હરિયમ, ઓસા તંત્ર, પગ દગ મી બોલતા દગ શબ્દ પર વિચારતા પૂર્વના પ્રસંગનું સ્મરણ થતાં વિચારવા લાગ્યા જો મેં કોઈપણ પાણી, લીલોતરી, અથવા માટીમાં થતાં જીવંત જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માગું છું. તેના પ્રાયશ્ચિત્તનો કોઈ છેડો ન હતો. પોતે જે કંઈ કર્યું તેને માટે તેઓ દુઃખી હતા. તેઓ વિચારવા લાગ્યા, “મેં આ શું કર્યું? કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવો ને દુઃખ પહોંચાડયું? હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ? હે જીવો, હું તમારા દુ:ખનું નિમિત્ત બન્યો છું. મારા પાપો માટે મને માફ કરો. ફરી Page 237 of 307 Page #254 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આવું પાપ હું ક્યારેય નહીં કરું. "સાચા પ્રાયશ્ચિતના કારણે તેમના બધા જ ખરાબ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તેઓ કેવળ મુનિ કહેવાયા. પછી કેવલી અઈમુત્તામુનિ મહાવીરસ્વામીની સભામાં ગયા અને જ્યાં કેવલી સાધુઓ બેઠા હતા ત્યાં બેસવા ગયા. કેટલાક સાધુઓએ આ જોયું અને કહ્યું, “અઈમુત્તા તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલી મુની માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો.” મહાવીર સ્વામીએ તરત જ કહ્યું, “સાધુઓ, કેવલી મુનિનું અપમાન ન કરો. તે હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના બધા ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલી બન્યા છે." સાધુઓને તેમની ભૂલ સમજાય અને તેમને વંદન કરવા લાગ્યા.અને વિચાર્યું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો. અંતે બાલમુનિ અઈમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી. બોધ: જૈન ધર્મ સમજવા અને તેના પાલન માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. તેને માટે સાચી શ્રદ્ધા, સમજ અને જૈન ધર્મના સિદ્ધાંતો સમજવા અને અમલમાં મૂકવા માટેની ધીરજ મહત્વના છે. આપણે ભૂલો કરીએ છીએ અને ખોટા કર્મો બાંધીએ છીએ. તે ભુલો પછી સહેતુક હોય કે અજાણતા થતી હોય. શક્ય છે કે કર્મોને લીધે અજાણતા થયેલી ભૂલોને સાચા અને હૃદય પૂર્વકના પ્રાયશ્ચિતથી સુધારી શકીએ. ગમે તેમ પણ પાછળથી પ્રાયશ્ચિત કરી ભૂલો સુધારીશું તેમ માનીને કોઇ એ જાણી જોઈને સહેતુક ભૂલો ન કરવી જોઈએ આવું પ્રાયતિ વ્ય છે. Page 238 of 307 Page #255 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.7 આનંદ શ્રાવક ભારતના વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ ગામમાં આનંદ નામે એક સમૃદ્ધ સુખી ગૃહસ્થ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. એની પાસે ૪૦ લાખ સોનાના સિક્કા, એટલું જ નગદ નાણું, ધંધામાં રોકેલી એટલી જ મુડી, દર દાગીના અને બીજી ઘણી બધી સ્થાવર-જંગમ મૂડી હતી. તેની પાસે ૪૦ હજાર ગાયો પણ હતી. રાજા તથા વાણિજ્ય ગામની પ્રજા તેને ખૂબ માન આપતા હતા. એકવાર ભગવાન મહાવીરસ્વામી તે ગામમાં ઉપદેશ આપવા પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળ્યા પછી આનંદે જૈન ધર્મ સ્વીકારી શ્રાવકના બાર વ્રતોનો નિયમ લીધો. આનંદે આ નિયમો ૧૪ વર્ષ સુધી પાળ્યા અને તે દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરી. એક દિવસ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની આગવી શક્તિ તપ, સંયમ અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થઇ. અહીં મળેલું અવધિજ્ઞાન અન્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા સામાન્ય માણસ કરતા વધુ શુદ્ધ અને શક્તિશાળી હતું. આ સમયે ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વગેરે તેમના શિષ્યો સહિત તે શહેરમાં વિચરતા હતા. જ્યારે ગૌતમસ્વામી ગોચરી લઈ પાછા ફરતા હતા ત્યારે જોયું કે લોકો અવધિજ્ઞાન પ્રાપ્ત કરેલ આનંદ શ્રાવકને વંદન કરવા જતાં હતા. તેમણે પણ તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આનંદ પોતાના આધ્યાત્મિક ગુરુ ગૌતમસ્વામીને જોઈ ને ખુશ થયા. તપને કારણે તે ખૂબ જ અશક્ત હોવા છતાં ગૌતમ સ્વામીને પ્રેમથી આવકાર્યા. ગૌતમ સ્વામીએ તેને શાતા પૂછી. પછી તેને મળેલી ખાસ આગવી અવધિજ્ઞાનની શક્તિ વિશે પૂછ્યું. આનંદે ખૂબ વિવેકથી જવાબ આપ્યો, “આદરણીય ગુરુદેવ, મને જે આગવી શક્તિ મળી છે તેને આધારે હું ઉપર સૌથી પહેલું સ્વર્ગ અને નીચે સૌથી પહેલું નર્ક જોઈ શકું છું.” ગૌતમ સ્વામીએ આનંદને સમજાવ્યું, “સામાન્ય માણસ અવધિજ્ઞાનની આગવી શક્તિ મેળવે તો પણ આટલું વ્યાપક જોઈ ન શકે, માટે આવા વિશાળ દર્શન ની કલ્પના તું કરે છે પણ સત્ય ન હોય તે માટે તારે પ્રાયશ્ચિત કરવું પડે.” આનંદ મૂંઝાયો, પોતે સમજે છે કે એણે જે કહ્યું છે તે સત્ય છે, છતાં ગુરુદેવ તેના પર વિશ્વાસ નથી કરતા અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે. તેણે ફરી ખૂબ જ નમ્ર ભાવે ગૌતમસ્વામી ને પૂછ્યું, “કોઈએ સત્ય બોલવા માટે પ્રાયશ્ચિત કરવું પડે?” ગૌતમ સ્વામી પણ મૂંઝાયા અને જવાબ આપ્યો, “સત્ય બોલવા માટે કોઈએ પ્રાયશ્ચિત ન જ કરવાનું હોય.” તેઓ આનંદના ઘરેથી નીકળીને ભગવાન મહાવીર સ્વામીને પુછવા માટે ચાલ્યા. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે આવીને વંદન કરીને આનંદની આગવી શક્તિ વિશે પૂછ્યું. ભગવાન મહાવીરે જણાવ્યું, “ગૌતમ, આનંદ સાચું જ કહે છે. એણે સાચા અર્થમાં વ્યાપક સ્વરૂપમાં અવધિજ્ઞાન મેળવ્યું છે. સામાન્ય માણસ ભાગ્યે જ આવી શક્તિ અને જ્ઞાન Page 239 of 307 Page #256 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મેળવી શકે માટે તારે તારી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવું પડે.” ગૌતમ સ્વામીએ પોતાની ગોચરી એક બાજુ મુકીને તરત જ આનંદ પાસે તેની પ્રમાણિકતા અને સચ્ચાઈ માટે શંકા કરી તેની માફી માંગવા પાછા ગયા. જૈન ધર્મની એવી ખાસીયત છે કે ગુરુ પણ શિષ્ય પ્રતિ ભૂલ કરે તો શિષ્યની માફી માંગે અને સાધુ સામાન્ય માણસ પ્રત્યે ભૂલ કરે તો તેમને સામાન્ય માણસની પણ માફી માંગવી પડે. પાછલી જિંદગીમાં મૃત્યુ ન આવે ત્યાં સુધી આનંદ ઉપવાસ પર જ રહ્યા. મૃત્યુ બાદ સ્વર્ગમાં સૌધર્મ દેવલોકમાં જનમ્યા. સ્વર્ગની અવધિ પૂરી કરશે એટલે તે ફરી માનવ જન્મ લેશે અને મુક્તિ મેળવશે. બોધ: જૈન ધર્મના આચારના નિયમો પ્રમાણે માનવ જીવનમાં આપણે ૧૨ વ્રતનું પાલન કરવું જોઈએ. ગૃહસ્થ શ્રાવકને સત્યમાં રહેલી દૃઢ શ્રદ્ધાની આ વાર્તા છે. વળી આ વાર્તા બતાવે છે કે ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના સાદા, નમ્ર અને સાચા અનુયાયી હતા. જ્યારે ભગવાને તેમની ભૂલ બતાવી ત્યારે સહેજ પણ અચકાયા વગર તે આનંદ પાસે ગયા અને પોતે મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય હોવા છતાં આનંદ શ્રાવકની માફી માંગી. ભગવાન મહાવીર પણ કેટલા ભેદભાવ રહિત હતા તે પણ આ વાર્તા પરથી જાણી શકાય છે. કારણ કે ગૌતમ સ્વામી પટ્ટ શિષ્ય હોવા છતાં તેમની ભૂલોને છાવરતા નથી. પણ સત્યનો પક્ષ લઈ ગૌતમસ્વામીને એમની ભૂલ સમજાવે છે. Page 240 of 307 ||" Page #257 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.8 પૂણિયા શ્રાવક પુણિયા શ્રાવક તથા તેની પત્ની ખૂબ જ ગરીબ હતા. તેઓ એક ગામડામાં માટી અને ઘાસથી બનાવેલી ઝૂંપડીમાં રહેતા હતા. પુણિયાને નિયમ હતો કે જીવવાને માટે ઓછામાં ઓછી જરૂરિયાન જેટલું જ કમાવવું. એ સમયે બાર દોકડા રૂપિયાનો આઠમો ભાગ) એક દિવસ માટે જોઇએ જે તે રૂ કાંતિને તેને વેચીને કમાઈ લેતો. બીજો એવો નિયમ હતો કે કોઈ સદગુણી માણસને રોજ જમાડવો. રોજ જમાડવાની શક્તિ ન હોવાથી તે એક દિવસ ઉપવાસ કરે તો બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે. ગરીબ હોવા છતા તેઓ સાધર્મિક મહેમાનગતિ કરતા. આ રીતે આ દંપતી જરૂરિયાતવાળાને મદદ કરતા. પુણિયા શ્રાવક દરરોજ સામાયિક કરતા. એક દિવસ સામાયિક દરમ્યાન તેઓ બરાબર ધ્યાન ન ધરી શક્યા. આજે શા માટે ધ્યાનમાં રહેવાતું નથી તેનો બહુ વિચાર કર્યો પણ કારણ ન શોધી શક્યા. એટલે તેણે તેની પત્નીને પૂછ્યું, “આજે એવું તે શું બન્યું છે કે હું બરાબર ધ્યાન ન કરી શક્યો?” પહેલા તો તેની પત્ની કંઈ જ વિચારી ન શકી. બહુ વિચારતા તેને ખ્યાલ આવ્યો કે બજારમાંથી પાછા ફરતા શેરીમાંથી રસોઇ કરવા માટે છાણાં લાવ્યા હતા. આ વિશે તેણે પુણિયાને વાત કરી. પોતાના રોજ કમાયેલા પૈસામાંથી જ કંઈપણ લાવવું જોઈએ એ સિવાય આપણે કંઈ પણ ન લઈ શકીએ. શેરીમાં પડેલા સુકાઈ ગયેલા ગાયના છાણની કિંમત નથી અને તેની માલિકી પણ કોઈની ન હોય છતાં આપણે તેને લઈ ન શકીએ. આ રીતે આપણા ઘરમાં મફત આવેલ વસ્તુના હિસાબે મારાથી ધ્યાન બરાબર ન થઈ શકયું. પુણિયાના જીવન ધોરણો ખૂબ જ ઉચ્ચ હોવાથી તે સાચું સામાયિક કરી શકતો હતો. મહાવીર સ્વામી પણ તેમના વ્યાખ્યાનમાં પુણિયાના વિધિપૂર્વકના સામાયિકની પ્રશંસા કરતા. શ્રેણિક રાજાએ આવતા જન્મમાં નરક જવાનું કર્મ બાંધેલું હતું. બીજા જન્મમાં નરકની યાતનાઓ ન ભોગવવી પડે તે માટે પોતાના ખરાબ કર્મો બદલવા માટે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર સ્વામીને જણાવ્યું મારે બીજા જન્મમાં નરકની યાતના ભોગવવી ન પડે તે માટે હું મારું સમગ્ર રાજય આપી દેવા તૈયાર છું. પરંતુ આયુષ્ય કર્મનો સિદ્ધાંત એવો છે કે બાંધેલું આયુષ્ય કર્મ કોઈપણ સંજોગોમાં બદલી શકાતું નથી. તેથી ભગવાન મહાવીર સ્વામીએ આ વાત રાજાને બરાબર સમજાવવા માટે કહ્યું, “તમારે પુણ્ય કર્મ એટલે કે સારી ગતિવાળા કર્મ કમાવવા હોય તો પુણિયા શ્રાવકના સામાયિકને ખરીદો અને તો જ તમે તમારા આયુષ્ય કર્મને બદલી શકો. રાજા શ્રેણિક પુણિયા શ્રાવકના ઘરે ગયા. પુણ્ય કર્મ માટે તેમની કરેલી એક સામાયિકનું પુણ્યકર્મ આપવા વિનંતી કરી. બદલામાં શ્રેણિક રાજા પોતાનું આખું સામ્રાજ્ય આપવા તૈયાર હતા. પુણિયા શ્રાવકે કહ્યું, “ રાજા, મારે પૈસા નથી જોઈતા. અમારી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તમે આપી છે. હું મારી માલિકીનું બધું જ મારા જીવન સહિત આપને આપવા તૈયાર છું. તમે ખૂબ જ મહાન Page 241 of 307 Page #258 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) દયાળુ રાજા છો. પણ માત્ર સામાયિકનું પુણ્યકર્મ આપને કેવી રીતે આપવું તે હું જાણતો નથી. સારા કર્મો ખરીદી શકાતા નથી, એતો દરેકે જાતે જ કરવા પડે છે.” રાજા શ્રેણિક સમજી ગયા કે પોતાની ગમે તેટલી સંપત્તિ પણ પુણિયા શ્રાવકના સામાયિક દ્વારા મળતા પુણ્ય કર્મને મેળવવાં પૂરતી નથી. પોતાના રાજ્યમાં પોતે સૌથી ગરીબ માણસ છે એવું તે અનુભવવા લાગ્યા. રાજા શ્રેણિક નિરાશ થવા છતાં પુણિયાની શ્રદ્ધાની અનુમોદના કરતા ત્યાંથી ચાલ્યા ગયા. અને મનમાં દૃઢ સંકલ્પ કર્યો કે પુણિયા જેવી ધર્મ શ્રદ્ધા હું પણ કેળવીશ. બોધ: આ વાર્તા બતાવે છે કે મર્યાદિત આવકમાં પણ સંતોષથી જીવી શકાય. પણ અણહકનું આપણાથી કંઈ પણ ગ્રહણ કરી શકાય નહીં જીવવા માટે જરૂર કરતાં વધુ પડતા પૈસાનો સંગ્રહ ન કરો. સંકલ્પો કે ધર્મ સંબંધી ક્રિયાઓ આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે નહીં કે આર્થિક લાભ માટે. સામાયિક અને ધ્યાનની બીજી ક્રિયાઓ તથા પ્રેમ દ્વારા મળતા લાભ અંતર આત્માનું પ્રેરક બળ છે નહીં કે સંઘર્ષ તરફ પ્રેરે તેવા ઉદેશયોનું. Page 242 of 307 Page #259 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.9 શાલીભદ્ર એક ગરીબ સ્ત્રી તેના દીકરા સાથે એક ગામમાં રહેતી હતી. એકવાર કોઇ મોટા ઉત્સવ નિમિત્તે પેલા ગરીબ છોકરા સહિત ગામના બધા છોકરા સાથે રમતા હતા. રમી લીધા પછી ગરીબ છોકરા સિવાય બધા છોકરાઓ ઘરેથી લાવેલી ખીર ખાવા બેઠા. ગરીબ છોકરા પાસે ખાવા માટે ખીર ન હતી. તેને બહુ જ ખરાબ લાગ્યું અને તે તેની મા પાસે દોડી ગયો. માને કહેવા લાગ્યો કે બીજા છોકરાઓ ખીર ખાઈ છે તેવી તમે પણ મને ખીર બનાવી આપો. માએ કહ્યું બેટા, આપણે ખીર બનાવી શકીએ તેમ નથી. મે જે રાંધ્યું છે તે તું ખાઈ લે. ખીર નહીં મળવાને લીધે તે રડવા લાગ્યો. તેની મા તેને રડતો જોઇ ન શકી. તેથી તે પાડોશી પાસેથી ઉછીનું દૂધ, ખાંડ અને ચોખા લાવી અને દીકરા માટે ખીર બનાવી. ખીર ઠંડી કરવા વાડકામાં કાઢીને કુવે પાણી ભરવા ગઈ. છોકરો જેવો ખીર ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ “ધર્મલાભ” (જૈન સાધુ-સાધ્વી ગોચરી માટે જાય ત્યારે આશીર્વાદ સૂચક આવા શબ્દો બોલે) શબ્દો તેના કાને પડ્યા. તેણે જોયું તો બારણામાં જૈન સાધુ ઊભા હતા. તરત જ તે ભૂખ્યા છોકરાએ સાધુને ઘરમાં આવકાર્યા અને ખીર લેવાનો આગ્રહ કર્યો. તેણે પોતાના વાડકાની બધી જ ખીર સાધુના પાત્રામાં વ્હોરાવી દીધી. પોતાને માટે જરા પણ ખીર ન રાખતાં સાધુને બધી જ ખીર વ્હોરાવીને તે છોકરો ખૂબ જ ખુશ થયો. તેનો ઉમદા હેતુ અને પવિત્ર કાર્યને કારણે તેણે સારા કર્મો બાંધ્યા. બીજા જન્મમાં તે શ્રીમંત કુટુંબમાં શાલીભદ્ર નામે જન્મ્યો. સુખ તો જાણે સ્વર્ગમાં હોય તેવું હતું. તેના માતા-પિતા ભદ્રા શેઠાણી અને ગોભદ્ર શેઠ હતા. શાલીભદ્ર યુવાન થયો ત્યારે તેના પિતા સંસાર છોડી સાધુ થયા હતા. તેની માતા તેને સંપૂર્ણ સુખ સાહ્યબીમાં રાખતા. તેમને ડર હતો કે આ પણ ક્યાંક તેના પિતાની જેમ સાધુ ન થઈ જાય તેથી તેને મહેલની બહાર ક્યાંય જવા ન દેતા. સ્વર્ગના દેવતાઓને પણ શાલીભદ્રના સુખની અદેખાઈ આવતી. યોગ્ય ઉંમરે તેના બત્રીસ સુંદર છોકરીઓ સાથે લગ્ન થયા. એકવાર નેપાળના વેપારીઓ કિંમતી હીરા જડેલી શાલો વેચવા માટે ગયા. પણ રાજાએ આવી કિંમતી શાલ ખરીદવાની અશક્તિ દર્શાવી. વેપારીઓ ખૂબ જ નિરાશ થઈ ગયા. રાજાએ આટલી કિંમતી શાલો ખરીદવાની અશક્તિ દર્શાવી તો લોકો પાસે તો આ ખરીદવાની સંપત્તિ ન જ હોય. તેથી આ શહેરમાંથી કોઈ આ શાલ ખરીદી નહીં શકે એમ માની પાછા ફરવાનું નક્કી કર્યું. ભદ્રા શેઠાણીએ આ વાત જાણી તો માણસ મોકલીને વેપારીઓને પોતાને ઘરે તેડાવ્યા. તેઓની જવાની જરા પણ ઈચ્છા ન થઇ કારણકે તેઓ વિચારવા લાગ્યા કે રાજા આવી કિમતી શાલ ન ખરીદી શકયા તો ગામનો સામાન્ય માણસ તો કેવી રીતે ખરીદી શકે? તેઓ જ્યારે ભદ્રા શેઠાણી પાસે ગયા ત્યારે શેઠાણીએ પૂછ્યું, “તમારી પાસે કેટલી શાલ છે?” વેપારીએ જણાવ્યું કે ૧૬ શાલ Page 243 of 307 Page #260 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) છે. શેઠાણીને કહ્યું, “બસ ૧૬ જ છે! મારે તો ૩૨ શાલ જોઈએ છે કારણકે મારી ૩૨ પુત્રવધૂઓ છે.” વેપારી લાગ્યું કે આ મારી મશ્કરી કરે છે. એક ખરીદે તો પણ સારું. શેઠાણીને કહ્યું, “જાઓ, શાલ લઇ આવો.” તેમણે સહેજ પણ વિચાર્યા વિના ૧૬ શાલ ખરીદી લીધી. વેપારીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. આથી વધુ નવાઇ તો એમને ત્યારે થઈ જ્યારે શેઠાણીએ દરેક શાલના બે કટકા કરી નાખ્યા, અને દરેક પુત્રવધૂને તેમના પગ લૂછવા આપ્યા. વેપારીઓ તો આશ્ચર્યથી દિગ્મૂઢ થઇ ગયા, પણ રાજી થતા ચાલ્યા ગયા. પુત્રવધુઓએ પગ લૂછી તે કટકા ફેંકી દીધા. માર્નિશનના મહેલના નોકરોમાંથી એક નોકરાણી રાણીને જાણની હતી. તેથી માલનો એક કટકો રાણી માટે લઇ લીધો. એક બાજુ રાણી મૂંઝાયા પણ સાથે પોતાના રાજ્યમાં આવા શ્રીમંતો પણ છે તે જાણી આનંદ થયો. તેમણે રાજા શ્રેણિકને શાલ વિશેની વાત કરી અને રાજા પણ પોતાના રાજ્યમાં આવા સુખી માણસો વચ્ચે છે. જેનાથી રાજ્યની કીર્તી વધે તે જાણી ગર્વ અનુભવ્યો. તેમણે શાલિભદ્રને બિરાદાવવા પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. ભદ્રા શેઠાણીએ જાણ્યું તો તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે મારો દીકરો ખૂબ શરમાળ પ્રકૃતિનો છે આ માટે આપ અમારા મહેલ પધારો, શ્રેણિક રાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને શાલિભદ્રના મહેલ પર ગયા. શ્રેણિક રાજાએ શાલિભદ્રનો મહેલ જોયો તો તેમને લાગ્યું કે આની સરખામણીમાં મારો મહેલ તો કંઈ જ નથી. ભદ્રા શેઠાણીએ તેમને બેસવા જણાવ્યું અને શાલિભદ્રને નીચે આવી રાજાને માનપાનથી આવકારવા જણાવ્યું. શાલિભદ્રને તો રાજા કે રાજ્ય વિશે કંઈ જ ખબર ન હતી. એટલે એને તો એમ થયું કે કોઈ વેપારી આવ્યો હશે અને તેનો માલ જોવા મને બોલાવે છે એટલે એણે કહ્યું, “મારે કંઈ જોવું નથી તમને યોગ્ય લાગે તો તમે ખરીદી લો.” તેની માતાએ કહ્યું, “આ કોઈ વેપારી નથી, તે આપણા રાજા છે, આપણા માલિક છે એટલે તારે નીચે આવવું જોઈએ, તેમને માનથી આવકારવા જોઈએ.” માલિક શબ્દ એના કાનમાં ગુંજવા લાગ્યો. તેને નવાઈ લાગી, “મારા ઉપર વળી મારો માલિક કેમ? હું જ મારી જાતનો માલિક છું.” આવું વિચારતા વિચારતા તે નીચે આવ્યો. રાજાને માનથી બેસાડ્યા. પણ તે લાંબો સમય ત્યાં ઊભા રહ્યા. તેના માટે રાજાએ માલિક છે એવું જાણતાં એના મગજમાં ‘હું સ્વતંત્ર વ્યક્તિ નથી' એ જ વિચારો ચાલવા લાગ્યા. એને એના પિતાના વિચારો આવ્યા જે સાધુ બન્યા હતા અને જિંદગીનો સાચો અર્થ સમજાયો. એમણે એ જ ક્ષણે સાધુ બનવાનું નક્કી કર્યું અને પોતાના કુટુંબને પોતાના નિર્ણયની જાણ કરી. એમની માતાએ અને પત્નીઓએ તેને થોડો વધુ સમય રોકાઈ જવા સમજાવ્યા. તેમણે સંસાર છોડવાનો તો નક્કી કર્યું હતું. પણ પોતાના કુટુંબનો તાત્કાલિક ત્યાગ કરવાને બદલે ૩૨ પત્નીઓ સાથે એક એક દિવસ રહેવાનું નક્કી કર્યું. બત્રીસમાં દિવસ પછી સાધુ બની જશે. એ જ દિવસથી તેમણે તેનો અમલ શરૂ કરી દીધો. Page 244 of 307 Page #261 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) શાલિભદ્રને સુભદ્રા નામની બહેન હતી જે ધન્ના શેઠને પરણી હતી. ધન્ના શેઠને આઠ પત્નીઓ હતી. એક દિવસ સુભદ્રા ધન્ના શેઠને સ્નાન કરાવતી હતી. એકાએક ધન્ના શેઠના શરીર પર સુભદ્રાના આંસુ પડ્યા. શા માટે રડે છે? એમ પૂછતા સુભદ્રા એ કહ્યું કે મારો ભાઈ બધું છોડીને સાધુ થવાનો છે. એ દરેક પત્ની સાથે એક એક દિવસ પસાર કરીને ૩૨ માં દિવસે સાધુ થશે. ધન્નાએ મશ્કરી કરી અને સુભદ્રાને કહ્યું, “તારો ભાઈ કાયર અને ડરપોક છે, અને સાધુ થવું જ છે તો શા માટે ૩૨ દિવસની રાહ જોવી?” આ સાંભળીને સુભદ્રા દુઃખી થઇ અને તેના પતિને કહ્યું, “કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.” આ સાંભળીને ધન્નાના મગજમાં ઝબકારો થયો અને પત્નીને કહ્યું, “હું આ ક્ષણે જ આઠે પત્નીઓનો ત્યાગ કરીને સાધુ થઈ જાવ છું.” સુભદ્રાને નવાઈ લાગી, તેને લાગ્યું કે તેનો પતિ મશ્કરી કરે છે. ઘન્નાએ કહ્યું, "હવે ઘણું મોડું થાય છે, મેં સાધુ થવાનું મક્કમપણે નક્કી કર્યું છે. તમારે પણ મારી સાથે જોડાવું હોય તો બહુ આનંદની વાત છે.” ધન્ના શેઠની મક્કમતા જોઇને સુભદ્રા તથા બીજી સાત પત્નીઓ પણ સાધ્વી થવા તૈયાર થઈ. ધન્ના શેઠ પછી ત્યાંથી તેના સાળા શાલિભદ્રના મહેલે ગયા અને પડકારતા કહ્યું, “હે શાલિભદ્ર, જો તું તારા કુટુંબને અને અન્ય વસ્તુઓને છોડવા માંગતો હોય તો શેની રાહ જુએ છે! કાળનો ભરોસો ન રાખ ચાલ મારી સાથે જોડાઈ જા.” શાલિભદ્ર એ તેની વાત સાંભળી અને તેનો પડકાર સ્વીકારી લીધો. એણે એની પત્નીઓને તથા કુટુંબના અન્ય સભ્યોને કહ્યું, “હું તમારા બધાનો ત્યાગ આજે જ કરું છું.” તે નીચે ગયો અને તેના બનેવી સાથે નીકળી પડ્યો. તેની પત્નીઓ પણ તેની સાથે થઈ. બધા મહાવીર સ્વામી પાસે ગયા દીક્ષા લઈ સાધુ-સાધ્વી બની ગયા. સાધુ તરીકે આકરી તપશ્ચર્યા કર્યાં બાદ ધન્ના અને શાલિભદ્રનો નવો જન્મ સ્વર્ગમાં થયો. ત્યાંનો સમય પૂરો થતાં ફરી નવો માનવ જન્મ ધારણ કરશે અને મુક્તિ મેળવશે. બોધ: નિસ્વાર્થ સેવા હંમેશા સાચું સુખ આપે છે. પાડોશીની મદદએ સમાજની સેવા કે દરકાર છે. દયા તથા પરોપકારનો ગુણ જીવનમાં એ નાના બાળકને અનેક ગણો બદલો આપે છે. પરિણામે તે સહેલાયથી બધું છોડી શકે છે. સત્કાર્યો હંમેશા આપણા આત્મા ઉપર પોતાની છાપ અંકિત કરે છે. સત્કાર્યો અને પ્રાયશ્ચિત આત્માને મુક્તિ ભણી લઇ જાય છે. Page 245 of 307 Page #262 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 10 રાજા શ્રેણિક અને રાણી ચેરણા ભગવાન મહાવીરના સમયની વાત છે. તે વખતે વૈશાલીનો રાજા ચેટક હતો. તેને ચેલણા નામે સુંદર રાજકુમારી હતી. એક વખત એક ચિત્રકારે ચેલણાનું ચિત્ર દોર્યું અને મગધના રાજા શ્રેણિકને બતાવ્યું. ચેલણાની સુંદરતા જોઈ શ્રેણિક તેના પ્રેમમાં પડી ગયા. એક વખત ચેલણા મગધ આવી હતી. જ્યાં તેણે શ્રેણિકને જોયો અને તે પણ તેના પ્રેમમાં પડી ગઈ. બંનેના બહુ જલ્દી લગ્ન પણ થઇ ગયા. રાણી ચલણા જૈન ધર્મને બહુ ચુસ્ત રીતે માનતી હતી. જ્યારે શ્રેણિક બૌદ્ધ ધર્મને માનતો હતો. આમ તો રાજા ઉદાર અને વિશાળ હ્રદયનો હતો છતાં કોણ જાણે કેમ તેને ચેલણા જૈન સાધુઓ પ્રત્યે ભક્તિ રાખતી તે ગમતું નહીં. જૈન સાધુઓ ઢોંગી હોય છે તેવું તે સાબિત કરવા માંગતા હતા. રાજા શ્રેણીક દૃઢ પણે માનતા હતા કે જૈન સાધુ જૈન તત્વજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે જાત પરનો સંયમ તથા અહિંસાનું પાલન પૂર્ણપણે કરી શકતા જ નથી. તેઓનો મનની શાંતિ અને સ્થિતપ્રજ્ઞ જેવો વ્યવહાર ઉપર છલ્લો જ હોય છે. ચેલણા રાજાના આ વલણથી ખૂબ વ્યથિત રહેતી. એકવાર રાજા શ્રેણિક શિકાર કરવા ગયા હતા. ત્યાં તેમણે જૈન સાધુ યમધરને ઊંડા ધ્યાનમાં જોયા. શ્રેણીકે પોતાના શિકારી કુતરા સાધુ પાછળ છોડ્યા પણ તેઓ તો શાંત અને ઊંડા ધ્યાનમાં જ રહ્યા. સાધુની સ્વસ્થતા અને શાંતિ જોઈને કુતરા પણ શાંત થઇ ગયા. રાજા શ્રેણીક ગુસ્સે થયા અને વિચારવા લાગ્યા કે સાધુએ કોઈ જાદુ કર્યો લાગે છે તેથી તેમણે સાધુ તરફ તીર છોડવા માંડ્યા પણ તીર ધાર્યા નિશાન પર જતા ન હતા, તેથી રાજા શ્રેણિક બહુ અસ્વસ્થ થયા. અંતે મરેલા સાપ યમધરના ગળા ફરતે ભરાવીને તેઓ મહેલમાં પાછા આવી ગયા. રાજાએ મહેલ પર આવીને રાણી ચેલણાને આખો બનાવ વિગતવાર કહ્યો. રાણીને યમધર માટે બહુ દુખ થયું. તેઓ જ્યાં યમધર સાધુ ધ્યાન કરતા હતા ત્યાં રાજાને લઈ ગયા. મરેલા સાપને કારણે કીડીઓ અને બીજા જીવ જંતુ સાધુના શરીર પર ચડી ગયા હતા પણ સાધુ સહેજ પણ ડગ્યા ન હતા. એ દંપતી સાધુની અમર્યાદિત શક્તિના સાક્ષી બન્યા. રાણીએ ખૂબ સાચવીને સાધુના શરીર પરથી કીડીઓ વગેરે દૂર કર્યા અને તેમના શરીર પરથી મરેલા સાપને દૂર કર્યો. કીડીઓને કારણે લાગેલા ઘા સાફ કર્યા. ચંદનનો મલમ લગાવ્યો. થોડા સમય પછી સાધુએ આંખો ખોલી અને બંનેને આશીર્વાદ આપ્યા. પોતાને તકલીફ આપનાર રાજા કે પોતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરનાર રાણી બંને વચ્ચે કોઈ ભેદભાવ ન જોયો. આ જોઈ રાજા શ્રેણિક તેમનાથી ખુબ જ પ્રભાવિત થયા અને કબૂલ કર્યું કે જૈન સાધુ કોઈ પણ પ્રકારના બંધન કે ગમા-અણગમાથી પર હોય છે. આમ રાણી ચેલણા સાથે રાજા શ્રેણીક પણ જૈન ધર્મ અને ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. Page 246 of 307 Page #263 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બોધ: જો ઉચ્ચકક્ષાની તપશ્ચર્યા અને ભક્તિ ન કરી શકતા હોય તો જે વધુ ધર્મિષ્ઠ છે તેના મનોબળ અને ભક્તિમાં શંકા ન કરવી જોઈએ.ખરેખર તો આવી વ્યક્તિ પ્રત્યે ઊંચો આદરભાવ હોવો જોઈએ. આવા માણસોને પીડા અને તકલીફો આપવા કરતા તેમની સેવા કરવી તથા મદદરૂપ થવું મહત્વપૂર્ણ છે. આ કાર્ય તમારા ખરાબ કર્મોને અટકાવશે. બીજાના સદગુણો ને સ્વીકારો અને તેની કદર કરો. Page 247 of 307 ame= Page #264 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.11 રાજા શ્રેણિક અને અનાથી મુનિ મગધના રાજા શ્રેણિક ઘોડા પર જંગલ ફરવા નીકળ્યા. જ્યારે તે મડીકુલી બગીચામાં પ્રવેશ્યા ત્યારે તેમણે એક સાધુને એક ઝાડ નીચે ધ્યાનમાં જોયા. ચમકતા કપાળવાળા આવા સુખદ ચહેરાને જોઈને તે આશ્ચર્ય પામ્યો અને સાધુથી પ્રભાવિત થયો. રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે સાંસારિક જીવનના કયા હૃદયસ્પર્શી અને આઘાતજનક અનુભવોથી તે યુવા જીવનની ખુશીઓ અને આનંદને છોડી શકે છે અને તપસ્યાને સમર્પિત સાધુ જીવનનો આશરો લઈ શકે છે. રાજાએ સાધુ સમક્ષ પ્રણામ કર્યા અને નમ્રતાથી પૂછ્યું, "હું તમને વિનંતી કરું છું કે મારા મનમાં ઉદભવતી શંકાનું સમધાન કરો. તમને આ યુવાવસ્થામાં દીક્ષા લેવા માટે કોણે દબાણ કર્યું છે? જ્યારે હું તમારા શરીરની અસામાન્ય સુંદરતા અને તમારી યુવાનીની ઉંમર જોઉં છું, ત્યારે મારા મનમાં પ્રશ્ન થાય છે કે તમને આટલી નાની ઉંમરે તમારા કુટુંબ, સંપત્તિ અને પ્રિયજનોનો ત્યાગ કરવાની કેમ ફરજ પડી છે?” પ્રેમાળ સ્વરમાં સાધુએ કહ્યું, “હે રાજા, હું આ દુનિયામાં એકલો અને લાચાર હતો. ન તો કોઈ રક્ષક હતો, ન કોઈ મિત્ર. આવી લાચારીને કારણે મેં સાંસારિક જીવનનો ત્યાગ કર્યો. ” રજા શ્રેણિક હસ્યા અને કહ્યું, "ઓ સાધુ, જો તમે અસુરક્ષિત અને અનાથ અનુભવો છો, તો હું તમારો રક્ષક (નાથ) બનીશ. તદુપરાંત, તમારા રક્ષક તરીકે મારા જેવી વ્યક્તિથી તમને નિષ્ઠાવાન મિત્રો, નજીકના લોકો અને પ્રિયજનોને રાખવામાં કોઈ સમસ્યા નહીં હોય. તેમના સથવારાથી તમે સંપત્તિ, શક્તિ અને ક્રાંતિ જેવા તમામ આનંદોને માણી શકશો. યુવાનીમાં સ્વીકૃત આ સાધુત્વનો ત્યાગ કરો અને મારી સાથે મારા સ્થળ પર આવો. ” આ માટે સાધુએ કહ્યું, "હે મગધના રાજા, જ્યારે તમે પોતે અસુરક્ષિત છો ત્યારે તમે મારા રક્ષક કેવી રીતે બનશો? તમારી જેમ મારી પાસે અમૂલ્ય સંપત્તિ હતી, પરંતુ એકવાર જ્યારે મારી આંખોમાં તીવ્ર પીડા અને મારા અંગોમાં બળતરા થતી હતી, ત્યારે કોઈ મને મદદ કરી શક્યું નહીં. ન તો મારા પિતાની સંપત્તિ, ન કોઈ તબીબી મદદ કે ન તો મારી માતાનો મધુર પ્રેમ. મારી સમર્પિત પત્નીએ તમામ આભૂષણોનો ત્યાગ કર્યો અને મારા ભાઈઓ અને બહેન રડ્યા. હું લાચાર હતો. તેઓ પણ લાચાર હતા. આવી લાચારીથી બચવા માટે, મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું, જે મને લાગ્યું કે મારી બધી પીડાઓનો અવિરત ઉપાય છે. મારા સંપૂર્ણ આશ્ચર્યમાં તે પીડા તરત જ શમી જવાની શરૂઆત થઈ. દિવસ ઉગ્યો ત્યાં સુધીમાં, પીડા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ. હું સંપૂર્ણ સ્વસ્થ હતો. પહેલાની રાતના મારા નિર્ણય મુજબ, મેં દીક્ષા લીધી અને આમ એક સંપૂર્ણપણે અસુરક્ષિત અનાથને ભગવાન મહાવીરમાં તેનો રક્ષક (નાથ) મળ્યો. અનાથી મુનિના ઉપદેશથી ખૂબ પ્રભાવિત થઈને રાજા શ્રેણિકે ભગવાન મહાવીરનું શરણ લેવાનું નક્કી કર્યું. Page 248 of 307 Page #265 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બોધ: અનાથી મુનિની આ વાર્તા બતાવે છે કે દુન્યવી પીડા અને યાતનાઓથી પીડિત વ્યક્તિ, તેના નજીકના અને પ્રિયજનો અને અપાર ધન હોવા છતાં, અસુરક્ષિત અને અસહાય પણ અનુભવી શકે છે. જે વ્યક્તિ પોતાનો આત્મા જાગૃત કરે છે તે ખરેખર સનાથ છે, કાયમ માટે સુરક્ષિત વ્યક્તિ છે. શાસ્ત્રો કહે છે કે આધ્યાત્મિક આનંદની અંતિમ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી, અનાથી મુનિએ સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું, જે આનંદમાં રહેવાની કાયમી સ્થિતિ છે. Page 249 of 307 Page #266 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.12 રાજા શ્રેણિકનું ભાગ્ય એકવાર, રાજા શ્રેણિકના તેના આગામી જન્મ વિશેના પ્રશ્નના જવાબમાં, ભગવાન મહાવીરે કહ્યું કે તે આગામી ભવમાં નરકમાં જશે. એના કારણની વધુ પૂછપરછમાં, ભગવાન મહાવીરે નીચેની ઘટના તરફ ધ્યાન દોર્યું જેના દ્વારા રાજા શ્રેણિકે તે પ્રકારનું આયુષ્ય કર્મ મેળવ્યું હતું. એકવાર રાજા શિકાર માટે ગયો હતો. તેણે ભાગી રહેલા હરણને જોયું. રાજાએ તેના ઘોડાને ઉશ્કેર્યો અને તેનો પીછો કર્યો. તેણે પોતાની તમામ શક્તિથી પોતાનું બાણ ચલાવ્યું. તીરે હરણના શરીરને વીંધી નાંખ્યું જેથી હરણ તેમજ તેના શરીરમાં અજાત બાળકની હત્યા થઈ, હિંસા માટે દિલગીર થવાને બદલે, રાજાને તેની શક્તિઓ પર ગર્વ અને ખૂબ આનંદ થયો. હિંસા માટે અતિશય ઘમંડની લાગણીએ તેના માટે નર્ક જીવન જીવવાનું કર્મ પ્રાપ્ત કર્યું હતું. રાજાને એ ઘટના યાદ આવી. તે સમયે જે બન્યું તેના માટે તેને ખૂબ જ દુખી થયા. તે કર્મનો નાશ કરવા માટે તે બેચેન હતો અને ભગવાન મહાવીરને પૂછ્યું કે તે આ બાબતમાં શું કરી શકે? ભગવાન મહાવીરે ધ્યાન દોર્યું કે તેમનું કર્મ અવિનાશી છે આવા તીવ્ર કર્મોને ફળ આપ્યા વિના ભૂંસી શકાતા નથી. કર્મનું શાસન સર્વોચ્ચ છે, અને તેની કામગીરી પર કોઈને કોઈ અધિકાર નથી. રાજા શ્રેણિક ભાગ્ય સાથે સમાધાન કરી શક્યા નહીં. તેણે વારંવાર ભગવાન મહાવીરને નરકમાં જવાથી બચવા માટે કોઈ રસ્તો પૂછ્યો. ભગવાન મહાવીરે કહ્યું કે ટાળવાના રસ્તાઓ છે, પરંતુ રાજા તેમના કર્મોના અવિભાજ્ય સ્વભાવને કારણે તેમાંથી કોઈપણનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકશે નહીં. રાજાએ રીતો વિશે જાણવાનો આગ્રહ કર્યો, ભગવાન મહાવીરે તેમને નીચેના ચાર વિકલ્પો સૂચવ્યા: I.12.1 ૪ પર્યાય ૧) રાજગૃહીમાં પૂણિયા શ્રાવક તરીકે ઓળખાતા એક અત્યંત ધાર્મિક ગૃહસ્થ હતા. તેમણે બધી ઈચ્છાઓ છોડી દીધી હતી અને સંપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવી રહ્યા હતા. પોતાની આજીવિકા માટે તે રૂ કાંતવાના વ્યવસાય પર નિર્ભર હતો. તેથી તેઓ પુણિયા શ્રાવક તરીકે જાણીતા હતા. તેણે તેમાંથી ખૂબ ઓછી કમાણી કરી પરંતુ તે જે પણ મેળવી શકે તેનાથી સંતોષ અનુભવે છે. તે મોટા ભાગનો સમય સામાયિકમાં વિતાવતો હતો. ભગવાન મહાવીરે રાજાને સૂચવ્યું કે પુણિયા શ્રાવક પાસેથી એક સામાયિકની યોગ્યતા મેળવો. રાજાએ વિચાર્યું કે તે ખૂબ જ સરળ છે. તેણે તે માણસનો સંપર્ક કર્યો અને માત્ર એક જ સામાયિકની યોગ્યતા માટે વિનંતી કરી. પુણિયાએ કહ્યું કે તેને કોઈ વાંધો નથી, પરંતુ તે એ કેવી રીતે કરી શકે કારણકે Page 250 of 307 Page #267 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) સારા કર્મ ખરીદી શકાતા નથી તે તો દરેકે જાતે જ કરવા પડે છે. રાજા તે સાંભળી નિરાશ થયા. ૨) રાજા પાસે કપિલા નામની દાસી હતી. તેણીએ ક્યારેય કોઈને ભિક્ષા આપી ન હતી. ભગવાન મહાવીરે રાજાને સૂચવ્યું કે તેને ઓછામાં ઓછા એક દિવસ ભિક્ષા આપવા માટે તેને મનાવો. તેથી રાજાએ તેણીને તે પ્રમાણે કરવા કહ્યું. જોકે તેણે જવાબ આપ્યો કે તે ભિક્ષા આપવા માટે તેના હાથમાં કંઈ લેશે નહીં. તેથી રાજાએ તેના હાથમાં એક વાટકો બાંધવાની વ્યવસ્થા કરી અને તેને ભિક્ષા આપવા કહ્યું. આમ કરતી વખતે, નોકરાણીએ બડબડાટ કર્યો કે રાજાનો વાટકો ભિક્ષા આપી રહ્યો છે, હું નહીં. આ યોજના પણ નિષ્ફળ ગઈ. ૩) રાજા પાસે કાલસૌરિક નામનો એક કસાઈ હતો જે પ્રાણીઓની કતલ કરવાનું પસંદ કરતો હતો. ભગવાન મહાવીરે રાજાને સૂચવ્યું કે ખાતરી કરો કે કસાઈ કાલસૌરિક ઓછામાં ઓછા એક દિવસ કતલ ન કરે. રાજાને આ બહુ સરળ લાગતું હતું. તેણે કાલૌરિકને બીજા દિવસે કતલ ન કરવાનો આદેશ આપ્યો. કસાઈએ જવાબ આપ્યો કે તેને પ્રાણીઓની કતલ કરવાની એટલી આદત છે કે તે એક દિવસ પણ કતલ કર્યા વગર રહી શકતો નથી. રાજાએ તેના માણસોને આદેશ આપ્યો કે કસાઈને કૂવામાં ઊંધો લટકાવી દો જેથી તે કતલ કરવાની કોઈ ક્રિયા ન કરી શકે. જો કે, કાલસૌરિક એટલી આદત ધરાવતો હતો કે તેણે કલ્પના કરી અને પ્રાણીઓને કૂવાના પાણીમાં ચિતર્યા અને તેમની કતલ કરી. આમ, રાજા રોકી શક્યો નહીં અને તે પ્રયાસ નિષ્ફળ ગયો. ૪) ભગવાન મહાવીરે પછી રાજાને એક નવકારશીના નિયમનું પાલન કરવાનું કહ્યું જેમાં સૂર્યોદય પછી ૪૮ મિનિટ સુધી કોઈએ કંઈ ખાવાનું કે પીવાનું નથી. રાજા બીજા દિવસે આમ કરવા સંમત થયા. જોકે સવારે તે તેના મનપસંદ બગીચામાં ગયો અને પાકેલા જાંબુ જોયા. તે નવકારશીને ભૂલી ગયો અને તેને જાંબુ ખાવાનો વિચાર આવ્યો. તેથી, માત્ર ખાવાનો વિચાર કરીને, તેણે સંયમ તોડ્યો. બોધ: આ કથા આપણને જણાવે છે કે કેવી રીતે રાજા શ્રેણિકે તેનું આયુષ્ય કર્મ પ્રાપ્ત કર્યું, જે અવિનાશી હતું. એકવાર તે હસ્તગત કર્યા પછી, તેને બદલી 3d an Page 251 of 307 Page #268 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) I.13 સાધુ પ્રસન્નચંદ્ર એક દિવસ રાજા પ્રસન્ના વાદળોનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને તરત જ બધા વાદળો આકાશમાંથી ગાયબ થઈ ગયા. આમ, રાજાએ જીવનની પ્રકૃતિને સમજી અને વિચાર્યું કે જીવન વાદળો જેવું છે, જે ગમે ત્યારે સમાપ્ત થઈ શકે છે. જન્મ અને મૃત્યુનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી. આમ, તેણે પોતાના સાંસારિક આનંદોનો ત્યાગ કરવાનું નક્કી કર્યું અને સાધુ બનવાનું નક્કી કર્યું. તેણે તેની શાહી સત્તા તેના પુત્રને સોંપી, જે ફ્ક્ત કિશોર હતો. એકવાર, પ્રસન્નચંદ્ર, જે હવે સાધુ છે, ભગવાન મહાવીર સાથે રાજગૃહીમાં આવ્યા. એક પગ પર ઉભા રહીને, હાથ ઉચા કરીને, તેઓ સમવસરણની બહાર ધ્યાનમાં મગ્ન હતા. રાજા શ્રેણિક સહિત મોટી સંખ્યામાં લોકો ભગવાન મહાવીરને જોવા માટે તેમના ધ્યાનમાં ખલેલ પાડ્યા વગર પસાર થયા. પ્રસન્નચંદ્રનો શાંત ચહેરો, ધ્યાનની સ્થિતિમાં મગ્ન જોઈ રાજા શ્રેણિકના મંત્રી દુરમુખને ઈર્ષ્યા થઈ તેણે સાધુની શાંતિમાં ખલેલ પહોંચાડવા ટોણો માર્યો, "તમારા એક સગીર પુત્રને, તમારા રાજ્યની બાબતોના સુકાન પર છોડીને, તમે નચિંત સાધુ બન્યા છો. શું તમે જાણો છો કે તમારો યુવાન પુત્ર આવી પરિસ્થિતિમાં કેટલો ભયભીત છે? દુશ્મનોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો છે! રાજ્ય અને તેનું જીવન બંને દાવ પર છે! જો તમારી પાસે કોઈ રસ્તો હોય તો બતાવો. તમારા બાળકને આ જોખમોથી બચાવવાની તમારી ફરજ છે, ત્યારબાદ તમારે આધ્યાત્મિક સિદ્ધિઓ વિશે વિચારવું જોઈએ." બહારથી, પ્રસન્નચંદ્ર સ્વસ્થ હતા, પરંતુ અંદરથી, તેમનું મન અશાંત થઈ રહ્યું હતું. તેણે તેના યુવાન, અસહાય પુત્રના ડરી ગયેલા ચહેરાની કલ્પના કરી અને તેના પુત્રની સુરક્ષા માટે માનસિક રીતે પોતનપુર ખાતે હાજર હતો. માનસિક રીતે, તેણે સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો અને તેની સેનાને આદેશનું પાલન કરતા જોયા. તે પણ, યુદ્ધના મેદાનમાં હથિયારો સાથે આવ્યો અને જેણે તેના પુત્રને નુકસાન પહોંચાડવાની ધમકી આપી તે બધાને ઘાયલ અથવા જેલમાં કેદ કર્યા. હિંસા અને ભયથી ભરેલી મનની આ પીડાદાયક સ્થિતિ શાંતિપૂર્ણ બાહ્ય સ્વભાવની વિરુદ્ધ હતી જે તે પ્રગટ કરી રહી હતી. નવા વિચારો તેના મનમાં ક્રોધ અને વેરની આગ સળગાવી રહ્યા હતા. જો કે, તેમણે એક નમ્ર સામાન્ય માણસના પ્રશંસાપાત્ર શબ્દો સાંભળ્યા હતા જેણે તેમની અનુકરણીય જીવનશૈલી માટે તેમનો આભાર માન્યો હતો. "તમામ સાંસારિક સુખ -સુવિધાઓ છોડીને સાધના કરવી ખરેખર ઉમદા છે". સાધુ ખરેખર વિચારવા લાગ્યા: કોનો દીકરો? કોનું સામ્રાજ્ય? હું શું વિચારું છું? આ ધરતીનું ધ્યાન મને શા માટે પીડાય છે? અન્ય માટે નુકસાનની ઇચ્છા કરવાથી શું સારું થઈ શકે? મારે Page 252 of 307 Page #269 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) જીત અને હારની આવી અસ્પષ્ટ લાગણીઓને નકારવી જોઈએ. આવા અતાર્કિક પુરુષોના વિચારો છે. હું આવી બાબતોથી અળગો રહેવા માંગુ છું. તેમના વિચારો હવે યોગ્ય દિશા તરફ દોરવામાં આવ્યા હતા. પ્રસન્નચંદ્ર પાસે શુદ્ધ વિચારો અને નવા દર્શન હતા. માનસિક દુશ્મનો અદૃશ્ય થઈ ગયા. ભ્રાંતિનો અંત આવ્યો. આમ તેના તમામ અવરોધોનો માર્ગ સાફ થયો. સર્વજ્ઞતા પ્રાપ્ત થયી. જ્યારે પ્રસન્નચંદ્ર સર્વજ્ઞતા પ્રાપ્ત કરતા પહેલા માનસિક રીતે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પૂછ્યું "જો સાધુ પ્રસન્નચંદ્ર અત્યારે મૃત્યુ પામશે તો તેનો આત્મા ક્યાં જશે?" ભગવાન મહાવીરે જવાબ આપ્યો, "હે રાજા! જો પ્રસન્નચંદ્ર હવે મૃત્યુ પામશે, તો તે સાતમા નરકમાં પુનર્જન્મ લેશે! ” આ જવાબથી રાજાને આશ્ચર્ય થયું. 15 તેણે ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો, ત્યાં સુધીમાં પ્રસન્નચંદ્રએ પોતાનો વિચાર સાફ કરી લીધા હતા, અને મહાવીરે જવાબ આપ્યો કે જો હવે સાધુ મરી જશે, તો તે ૧૨ મા સ્વર્ગમાં પુનર્જન્મ પામો હવે રાજા શ્રેણિક આ જવાબોથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, અને ટૂંક સમયમાં તેણે આનંદના અવાજો સાંભળ્યા. તેણે ભગવાન મહાવીરને આ વિચિત્ર અવાજો વિશે પૂછ્યું, અને ભગવાન મહાવીરે જવાબ આપ્યો, “હે રાજા! સાધુ પ્રસન્નચંદ્ર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છે!” પછી ભગવાન મહાવીરે રાજાને સમજાવ્યું, "જ્યારે તમે મને પૂછ્યું કે તે પ્રથમ વખત ક્યાં જશે, ત્યારે મેં જવાબ આપ્યો કે તે સાતમા નરકમાં પુનર્જન્મ પામશે કારણ કે તે સમયે તે માનસિક રીતે લડતો હતો અને સેનાને મારી રહ્યો હતો. પછી તેણે પોતાના મનને કાબૂમાં રાખ્યું અને તમારા મંત્રી દુર્મુખના કારણે તેના ખરાબ ચિંતન માટે પસ્તાવો કરી રહ્યો હતો. તે સમયે, તમે ફરીથી મને પૂછ્યું કે જો તે તાત્કાલિક મૃત્યુ પામશે તો તેનો જન્મ ક્યાં થશે, અને મેં જવાબ આપ્યો કે તે ૧૨ માં સ્વર્ગમાં જન્મશે. પછી સાધુએ તેના વિચારોને શુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું, અને તેણે આખરે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અને તમે ઉજવણીના અવાજો સાંભળ્યા! ” બોધ: વિચારો આપણને નરકમાં લઈ જઈ શકે છે અને વિચારો આપણને સ્વર્ગ તરફ પણ લઈ જઈ શકે છે. વિચારો આત્માને મુક્તિ તરફ પણ દોરી શકે છે. Page 253 of 307 T Page #270 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) 1.14 અભયકુમાર અને ચોર રોહિણેય મહાવીર સ્વામીના સમયમાં લોહખુર નામનો ચોર હતો. રાજગૃહી નગરમાં વૈમાગીરી પર્વતની ખૂબ દૂર દૂરની ગુફામાં તે રહેતો હતો. તે પોતાના ધંધામાં ખુબ જ પાવરધો હતો. ચોરી કર્યા પછી પાછળ કોઈ નિશાન છોડતો નહીં. તે અને તેની પત્ની રોહિણીને રોહિણેય નામનો દીકરો હતો. તે જેમ મોટો થતો ગયો તેમ તે પણ તેના પિતાનો ધંધો શીખી ગયો અને ઘરફોડ ચોરીમાં હોશિયાર બની ગયો. ચબરાકપણું અને ચતુરાઇમાં તે તેના પિતા કરતાં પણ સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં હોય તો તેને ઓળખવો પણ અઘરો પડતો. કોઈ તેનો પીછો કરે તો તે ક્યાંય ભાગી જતો. એ સુખી અને સમૃદ્ધ માણસોને લૂંટતો અને કોઈ અજાણી જગ્યાએ ખજાનો છુપાવી દેતો. તેણે પ્રાપ્ત કરેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણા બધા તેનો ઉપકાર માનતા અને તેનાથી ખુશ રહેતા.અને રાજ્ય સરકારને રોહિણેયને પકડવામાં મદદ ન કરતા. લોહખુર હવે ઘરડો થયો હતો. તેને પોતાની જિંદગીનો અંત નજીક દેખાતો હતો. મરણ પથારીએ પડેલા લોહખુરે રોહિણેયને બોલાવીને કહ્યું કે આપણા ધંધામાં તારી હોશિયારી અને બાહોશ જોઇને મને ખૂબ જ સંતોષ થાય છે. પોતે પોતાની જિંદગીમાં સફળ થયો હોવાથી તેણે તેના દીકરાને શિખામણ આપી કે ક્યારેય મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળવા ન જઈશ કારણ કે તેમની વાતો આપણા ધંધાની વિરુદ્ધની હોય છે. રહિય પિતાને વચન આપ્યું કે હું તમારી શિખામણ બરાબર પાળીશ. લોહખુરના મરણ પછી રોહિણ પોતાનું ચોરીનો ધંધો એટલો વિસ્તારી દીધો કે સુખી માણસોને જો તેઓ ક્યાંક બહારગામ જાય તો પોતાની સંપત્તિની સલામતી ન લાગતી. તેઓ સતત ભયથી ફફડતા રહેતા કે આપણી ગેરહાજરીમાં રોહિણેય આપણા ઘરેથી દર-દાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરી જશે. કેટલાક લોકો રોહિણેયની ચોરીથી બચવા માટે રક્ષણ મેળવવા રાજા શ્રેણિક પાસે ગયા. મોટા મોટા પોલીસ અધિકારી પણ કંઈ ન કરી શક્યા. તેથી રાજાએ પોતાના બાહોશ મુખ્યમંત્રી અભય કુમારને રોહિણેયને પકડવાનું શ્રમ સોંપ્યું. એકવાર રોહિણેય છાનો છુપાતો જગૃહી તરફ જતો હતો ત્યાં રસ્તામાં મહાવીર સ્વામીનું સમવસરણ આવતું હતું. તેને મહાવીર સ્વામીના ઉપદેશ નહી સાંભળવો તેવી પિતાની શિખામણ યાદ આવી. તેણે તેના કાન પર હાથ દાબી દીધો. એ જ વખતે તેનો પગ અણીદાર કાંટા પર પડ્યો, અને કાંટો પગમાં ઊંડે સુધી ખૂટી ગયો. એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઇ લેવા પડ્યા આટલા સમય દરમ્યાન તેણે ભગવાન માનવીનો નીચે જણાવેલ ઉપદેશ સાંભળ્યો. “બધી જ જિંદગીમાં માનવ જીવન ઉત્તમ છે. માણસ તરીકે જ મુક્તિ મેળવી શકાય. કોઈપણ માણસ જાત, ધર્મ કે રંગના ભેદભાવ વિના મોક્ષ મેળવી શકે છે. સારા કાર્યોથી માણસ સ્વર્ગ મેળવી શકે છે. જ્યાં જીવનના તમામ સુખો મળે છે.” Page 254 of 307 Page #271 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) “સ્વર્ગના દેવતા ચાલતા તેમના પગ ધરતી ને ના અડે, તેમનો પડછાયો ના પડે, તેમની આંખો પલકારા ન કરે અને તેમના ગળાની ફૂલોની માળા કરમાતી નથી. સ્વર્ગની જિંદગી મોક્ષ અપાવતી નથી એટલે જ સ્વર્ગના દેવતા પણ માનવજીવન ઝંખે છે.” આ સમય દરમિયાન રોહિણેયે પગનો કાંટો કાઢી નાંખ્યો હતો અને ફરીથી કાન બંધ કરી દીધા અને તે શહેર તરફ ચાલવા લાગ્યો. અભયકુમારે છૂપા વેશમાં લશ્કરી માણસોને શહેરના બધા દરવાજે ગોઠવી દીધા હતા. પોતે પણ દેખરેખ રાખી રહ્યા હતા. રોહિણેય છુપા ખેડૂતના વેશમાં હતો છતાં કેળવાયેલા સૈનિકો તેને તરત જ ઓળખી ગયા. સૈનિકોએ અભયકુમારને સંદેશો મોકલ્યો કે કોઈ અજાણ્યો માણસ શહેરમાં પ્રવેશ્યો છે. અભયકુમાર સજાગ થઈ ગયા. છુપાઈને ઉભેલા અભયકુમારે પસાર થતા રોહિણેયને જોઈ લીધો. છૂપા વેશમાં હોવા છતાં તે ઘરફોડ ચોરને તે ઓળખી ગયા. તેના માણસોને રોહિણેયને ઘેરી લેવા કહ્યું. ચબરાક એવો રોહિણેય આવેલા ભયને ઓળખી ગયો. તે કિલ્લાની દિવાલ બાજુ દોડ્યો, કમનસીબે ત્યાં સૈનિકો હાજર જ હતા. તેને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો. બીજે દિવસે તેને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યો. ગુપ્ત વેશમાં હોવાથી તે જ રોહિણેય છે તે નક્કી કરવું અઘરું હતું. અભયકુમારને ખાતરી હતી કે તે રોહિણેય છે પણ ચોક્કસ પુરાવા વિના તેની ઓળખ થાય નહીં અને તેને સજા પણ ન કરાય. જ્યારે રાજાએ તેને તેની ઓળખ આપવા જણાવ્યું ત્યારે તેણે કહ્યું કે પોતે શાલીગ્રામ ગામનો દુર્ગાચંદ્ર નામનો ખેડુત છે. તે રાજગૃહીની મુલાકાતે આવ્યો હતો અને અત્યારે તે પાછો ફરતો હતો ત્યારે ચોકીદારો એ મને પકડી લીધો. રોહિણેયે ગામના લોકોને પોતાની નવી ઓળખાણ માટે શીખવાડી રાખ્યું હતું. જ્યારે શાલીગ્રામ તપાસ અર્થે માણસો મોકલ્યા તો ગામના લોકોએ રોહિણેયે જે કહ્યું હતું તે જ કહ્યું. પરંતુ રોહિણેય પાસેથી તેની ચોરીની કબુલાત કરાવવા અલયકુમારે એક છટકું ગોઠવ્યું. રોહિણેય દારૂ પીવાનો ખૂબ શોખીન હતો. તેથી તેને હદ કરતા વધારે શરાબ પીવડાવવામાં આવી. વધારે પડતા દારૂના સેવનથી તે ભાન ભૂલવા લાગ્યો. હવે તેને ચોખ્ખો કરી સરસ ખુશ્બદાર કપડાં પહેરાવી કીમતી ઘગીનાથી શણગારી તૈયાર કર્યો. તેને પાછું ભાન આવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે પોતે સ્વર્ગમાં છે. શ્વાસ થંભી જાય તેવું સુંદર દ્રશ્ય આજુબાજુ હતું. દિવાલ, છત અને જમીન જાણે સ્ફટિકની બનેલી હોય તેવું લાગે. સુંદર દાસીઓ હીરા જડેલા પંખા વડે સુગંધિત હવા નાખતી હતી. પાછળથી ખૂબ જ મધુર ધીમું સંગીત વાગતું હતું. પરી જેવી સુંદર છોકરીઓ સંગીતના તાલે નૃત્ય કરતી હતી. દૈવી સંગીત સમ્રાટો સંગીતના જલસા માટે તૈયાર હતા. રોહિણેયને ઘડીભર તો લાગ્યું કે પોતે ક્યાં છે? એણે એક છોકરીને પૂછ્યું કે પોતે ક્યાં છે અને શા માટે બધા મારી સેવામાં હાજર છો? છોકરીએ જવાબ આપ્યો કે આ તો સ્વર્ગ છે અને તે એમનો નવો રાજા છે. એને બધી સ્વર્ગીય સગવડો પૂરી પાડવામાં આવશે, જે હવે તેની પોતાની જ છે અને સ્વર્ગના રાજવી ઇન્દ્ર જેવું જીવન તે સ્વર્ગની તરુણીઓ સાથે આનંદથી જીવી શકશે. Page 255 of 307 Page #272 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) એણે એની જાતને પુછ્યું, “ચોર માટે આ બધું શક્ય હોઈ શકે?” તેને યાદ આવ્યું કે તે ગરીબો અને જરૂરતમંદોને મદદ કરતો હતો તેથી તેને લાગ્યું કે ભગવાન બધું કરી રહ્યા છે. પછી એણે વિચાર્યું કે આ કદાચ અભયકુમારની કોઈ યોજના તો નહીં હોયને? ખરેખર સત્ય શું છે તે નક્કી કરવું તેના માટે અઘરૂં થઇ પડ્યું. થોડીવારમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ માણસ એક હાથમાં પુસ્તક અને સોનાનો દંડ લઈને આવ્યો. અને તરુણીઓને પૂછ્યું, “તમારા નવા સ્વામી જાગ્યા કે નહીં?” તરુણીએ જવાબ આપ્યો, “તેઓ હમણાં જ ઉઠ્યા છે અને તેઓ સ્વર્ગમાં આવ્યા તેના માનમાં અમે દેવી ઉત્સવ કરવાના છે.” “એમના આગમન અંગે તમે જે તૈયારીઓ કરી છે તે બરાબર છે કે નહીં તે મને ચકાસી લેવા દો. તેમની પાસેથી સ્વર્ગના અધિકારીઓને જોઈતી માહિતી જાણી લેવા દો." આટલું કહીને તેઓ રોહિણેય પાસે આવ્યા. ચોપડી ખોલીને તેને સ્વર્ગની પરમ શાંતિ ભોગવવા પાછલી જીંદગીમાં કરેલા કાર્યો કહેવા કહ્યું. રોહિણેય ચારેબાજુ જોયા કરતો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તેનો પગ કાંટા ઉપર પડ્યો હતો ત્યારે મહાવીરસ્વામીના ઉપદેશમાં સ્વર્ગના દેવો કેવા હોય તેણે સાંભળ્યું હતું. અત્યારે તે વાતો તે સમજવા મથી રહ્યો હતો. એણે જોયું કે આ બધા તો જમીન પર જ ચાલે છે. તેમના શરીરનો પડછાયો પડે છે અને તેમની આંખો સામાન્ય માણસની જેમ પલકારા મારે છે. તે તરત જ સમજી ગયો કે આ સ્વર્ગ નથી પણ અભયકુમારે મારા ચોરીના પુરાવા ભેગા કરવા ભ્રમથી ઉભુ કરેલુ સ્વર્ગ છે. તેથી તેણે જવાબ આપ્યો કે પાછલી જિંદગીમાં મેં યોગ્ય કામ માટે પૈસાનું દાન કર્યું છે, મંદિરો બાંધ્યા છે, પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા કરી છે અને જરૂરિયાતવાળાને મદદ કરી છે. જે માણસ તેની વાતો નોંધ કરના હતા તેઓએ કહ્યું કે જે કોઈ ખોટું કામ કર્યું હોય તે પણ જણાવો. રોહિણી કહ્યું કે હું કાળજીપૂર્વક ખોટા કામથી દૂર રહેતો હતો. અને તેથી જ હું સ્વર્ગમાં જન્મયો છું. આમ અભચકુમારની તેને પકડવાની ચોજના સફળ ન થઈ. રોહિણેયને નિર્દોષ ખેડુત માનીને છોડી મૂકવામાં આવ્યો. રોહિણેય છૂટી તો ગયો પણ ખરેખર જે બન્યું તે અંગે તેને સતત વિચારો આવ્યા હતા. એને સમજાઈ ગયું કે આકસ્મિક રીતે સાંભળેલા મહાવીરસ્વામીના શબ્દોએ તેને બચાવી લીધો તો પછી પિતાએ આપેલી શિખામણમાં પિતા સાચા કેવી રીતે ઠરે? મહાવીર સ્વામી ખરેખર મહાન વ્યક્તિ છે. આકસ્મિક સાંભળેલા શબ્દો જો આટલી મદદ કરે તો વિચારો કે તેમનો ઉપદેશ શું કરે? મહાવીર સ્વામીનો ઉપદેશ ન સાંભળીને તેણે પોતાના વર્ષો વેડફી નાખ્યા છે. લાંબી લાંબી વિચારણાના અંતે તેણે નક્કી કર્યું કે મહાવીરસ્વામીના ચરણોમાં જ રહેવું. તે તેમની સભામાં પહોંચી ગયો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું.. સાધુ થવાની પોતાની ઈચ્છા જણાવી. Page 256 of 307 Page #273 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મહાવીરસ્વામીએ કહ્યું, “તું તારી સાચી ઓળખ જણાવ અને સંસાર છોડતા પહેલા રાજા પાસે જઈને ભૂતકાળમાં કરેલા પાપની કબુલાત કર.” પોતાની સાચી ઓળખ સભામાં હાજર રહેલા રાજાને આપી યોગ્ય શિક્ષા કરવા કહ્યું. તેણે અભયકુમારને વિનંતી કરી કે ચોરી દરમ્યાન પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ તેઓ સ્વીકારી લે. રોહિણેય પોતાની બધી ચોરી કબૂલ કરી છે અને જે કંઈ મેળવ્યું છે તે પાછું આપવા પણ તૈયાર છે તે જોઈ રાજાએ તેને માફ કર્યો અને સાધુ થવા માટે મંજૂરી આપી. રોહિણેયને ખરેખર પોતે જે કંઈ ભૂતકાળમાં કર્યું હતું તેનો ખૂબ જ પસ્તાવો થતો હતો. પોતાના ખોટા કાર્યો દ્વારા પ્રાપ્ત કરેલા કર્મોને ખપાવવા તેણે તપ કરવાનું શરૂ કર્યું. વૃદ્ધાવસ્થામાં એણે મહાવીરસ્વામીની આજ્ઞા લઈ સંલેખના વ્રત લીધું અને મરીને તેઓ સ્વર્ગમાં ગયા. બોધ: પ્રમાણિકતા અને અચૌર્યના સિદ્ધાંતો આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. કોઈનું ચોરીને તેં ધન ગરીબોને સખાવત રૂપે આપવું ન જોઈએ ભલે તમે ધનનો અન્ય ક્ષેત્રમાં સારા કામ રૂપે ઉપયોગ કરો તો પણ ખોટું ખોટું જ છે. ખરાબ કર્મોનો ક્ષય કરવા માટે પસ્તાવો જરૂરી છે અને પછી આચરણ બદલવાનું. બીજી વાત આ વાર્તામાં જણાય છે કે માનવ અવતારમાં જ મોક્ષ શક્ય છે. સ્વર્ગીય દેવોને પણ મોક્ષ મેળવવા માનવ અવતાર લેવો પડે છે. માનવ તરીકે જન્મ મળે એટલે આપણે નસીબદાર અને તેથી તેનો સાચો ઉપયોગ કરી શક્ય તેટલા ખરાબ કર્મોનો ક્ષય કરવા પ્રયત્ન કરવા જોઈએ. ભગવાનમહાવીરના ઉપદેશની શક્તિ પણ જુઓ. ઉપદેશના થોડા શબ્દો એ પણ સહિરના આખા જીવનને બદલી નાખ્યો તો તેના સંપૂર્ણ ઉપદેશને સાભળો તો? દુર્ભાગ્યવશ આપણે તેમના ઉપદેશ તેમના મુખથી સાંભળી શકતા નથી પરંતુ આપણે ઉપદેશ આગમ દ્વારા મેળવી શકીએ છીએ. શક્ય એટલું આગમનો અભ્યાસ કરો અને તેને સમજવાનો પ્રયત્ન કરો જેથી રોહીણેયની જેમ આપણે પણ આપણું જીવન વધુ સારું કરી શકીએ. Page 257 of 307 Page #274 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) J.1 વ્રજકુમાર વિભાગ – J ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ J.2 રાજા સંપ્રતિ ૭.૩ દેલવાડાના મંદિરો J.4 ઉદ્દયન મંત્રી અને તેમના પુત્રો આંબડ અને બાહડ J.5 સવાચંદ અને સોમચંદની ખાનદાની Page 258 of 307 Page #275 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) J.1 વ્રજકુમાર તુંબીવન શહેરમાં ધનગીરી નામનો પૈસાદાર બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામે સુંદર પત્ની હતી. તેઓ ખૂબ જ આનંદી જીવતાં હતાં, સુનંદા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એણે એક સુંદર સ્વપ્ન જોયું હતું. તેના વિદ્વાન પતિને તેણે સ્વપ્નની વાત કરી. તેના પતિએ કહ્યું કે તું સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપશે. એક દિવસ સિંહગીરી નામના જૈનાચાર્ય તે શહેરમાં આવ્યા. ધનગીરી અને તેની પત્ની સુનંદા તેમનું વ્યાખ્યાન સાંભળવા નિયમિતપણે જતા. આચાર્યનો ઉપદેશ સાંભળી ને ધનગીરીનો આત્મા જાગૃત થઈ ગયો અને તેને સંપત્તિ, કુટુંબ તથા જગતના તમામ સુખોમાંથી રસ ઊડી ગયો. તેને સંસાર છોડીને સાધુ થવાનું નક્કી કર્યું. તેણે પોતાની પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો, તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે પોતાના પતિને સાથે જ રહીને જિંદગી વિતાવીએ તેમ સમજાવ્યું. આપણને જ્યારે બાળક આવવાનું છે તો આપણે બંને સાથે જ બાળકનો ઉછેર કરીએ. પણ ધનગીરી કોઈ હિસાબે પોતાનો નિર્ણય છોડવા તૈયાર ન હતા. તેણે પોતાના કુટુંબને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. સુનંદા ધર્મિષ્ઠ વેપારી ધનપાલની દીકરી હતી તેથી તેને ધર્મમાં ઊંડી સમજ હતી, તેથી તેણે ધનગીરીનો નિર્ણય સ્વીકારી લીધો. પોતે એક સદગુણી માણસની પત્ની હતી તેમાં પોતાની જાતને આશ્વાસન આપ્યું. થોડા સમય બાદ સુનંદાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તે ખૂબ જ હસમુખો હોવાથી સૌને વહાલો હતો. જોતા વેત જ સૌને ગમી જતો. સુનંદાએ તેના જન્મ પ્રસંગની આનંદથી ઉજવણી કરી. દીકરાને ઉછેરવાનું સુખ તેને મળ્યું પણ લાંબો સમય ન ટક્યું. એકવાર પાડોશમાંથી મળવા આવેલી સ્ત્રીઓ તેના પતિ વિશે વાતો કરવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, “જો ધનગીરીએ દીક્ષા ન લીધી હોત તો પુત્ર જન્મની ઉજવણી ધામધૂમથી કરી હોત.” બાળક નાનું હોય તો પણ દીક્ષા શબ્દ સાંભળતા વિચારમાં પડી ગયો. એને એમ લાગ્યું કે દીક્ષા શબ્દ પહેલાં ક્યાંક સાંભળ્યો છે. વિચાર કરતા કરતા એકાએક તેને તેનો પાછલો ભવ યાદ આવ્યો. એને સમજાયું કે તે સાચા આધ્યાત્મિક માર્ગ પર છે. તેણે નક્કી કર્યું કે મને માનવ અવતાર મળ્યો છે તો એનો હું મારા આત્માના ઉદ્ધાર માટે પૂરેપૂરો ઉપયોગ કરીશ. એ પણ એના પિતાની જેમ સાધુ થશે. પોતાની માતા તેને દીક્ષા નહીં લેવા દે એ પણ તેને સમજાઈ ગયું, કારણ કે એ જ એનું સર્વસ્વ હતો, તેથી માતાની આજ્ઞા મેળવવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યો. અને તેણે એવું નક્કી કર્યું કે, માતા તેને મનથી હા નહીં પાડે તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરો કે તેનાથી કંટાળીને તેને જવા દે. તે પારણાંમાં સૂતો નાનો બાળક હતો અને એ વિચારવા લાગ્યો, "હું સતત રડયા જ કરીશ તો મારાથી કંટાળી જશે અને છુટકારો મેળવવા પ્રયત્ન કરશે.” તેણે પોતાનો વિચાર બીજી જ પળે અમલમાં મૂક્યો. તેણે જોરથી રડવાનું શરૂ કર્યું. તેની માતાએ આવીને તેને શાંત કરવા માંડ્યો પણ તે શાંત ન થયો. તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા, તે તેને વૈદ પાસે Page 259 of 307 Page #276 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) લઈ ગઈ પણ તેમની દવાથી પણ કંઈ ફરક ન પડ્યો. બાળકની યુક્તિ કારગત નીવડી. બાળકને ખુબ પ્રેમ કરતા પાડોશીઓ પણ બાળકના રડવાથી કંટાળી ગયા. તેની માતા બાળકનું શું કરવું તે નક્કી ન કરી શકી. બાળક છ મહિનાનું હતું ત્યારે સાધુ ધનગીરી (બાળકના પિતા) અને આચાર્ય સિંહગીરી ફરી તે નગરીમાં આવ્યા. સુનંદાએ જ્યારે જાણ્યું ત્યારે તેણે બાળક તેના પિતાને આપવાનું વિચાર્યું. રોજના ગોચરીના સમય પ્રમાણે ધનગીરી મુનિએ ગોચરી માટે આચાર્યની આજ્ઞા માંગી. આચાર્ય સિંહગીરીએ કહ્યું, “ધનગીરી આજે કોઈ તમને જીવંત વસ્તુ આપે તો પણ તમે સ્વીકારજો.” આચાર્ય પાસે અગમ્ય શક્તિ હતી અને તેમને ખબર હતી કે ધનગીરી શું વહોરીને લાવશે. રોજ જુદા જુદા ઘરે ગોચરી લેવા જતા ખારું સુનૈદ્યના ધરે પહોંચ્યા, "ધર્મલાભ તમને યોગ્ય ધર્મનો લાભ થાઓ)” કરીને ઊભા રહ્યા. સુનંદા અવાજને ઓળખી ગઈ. તેમણે મુનિ ધનગીરીને આવકાર્યા અને આનંદ વ્યક્ત કર્યો અને ગોચરી માટે ઘરમાં પધારવા કહ્યું. એ નાના છોકરાએ પણ મુની ધનગીરીનો ધર્મલાભ' શબ્દ સાંભળ્યો. તેણે વિચાર્યું કે પોતાની યુક્તિ માટે આ ઉત્તમ સમય છે. તેથી તેણે જોરજોરથી રડવા માંડ્યું. આ રડવાના અવાજથી તેની માતા અકળાઈ ગઈ અને સાધુને કહ્યું, “તમે તમારા આત્માના ઉદ્ધાર માટે નસીબદાર છો પણ હું તમારા આ દીકરા થી કંટાળી ગઈ છું, તે રડવા સિવાય કંઈ જ કરતો નથી. તે મને આરામ પણ કરવા દેતો નથી, હું તો ખૂબ દુઃખી થઈ ગઈ છું. મહેરબાની કરીને તમે આને સ્વીકારો તો ઘરમાં શાંતિ થાય.” બાળકે આ શબ્દો સાંભળ્યા અને મનથી ખૂબ જ પ્રસન્ન થયો. મુની તેની માતાની દરખાસ્ત સ્વીકારશે તેવી તેને આશા બંધાઈ. ગોચરી સમયે તેઓ જ્યારે ગુરુની આજ્ઞા લેવા ગયા હતા ત્યારના ગુરુના શબ્દો તેમને યાદ આવ્યા. હવે ગુરુનો ઈરાદો તેમને સમજાયો. તેમણે કહ્યું, “સુનંદા, તું ખરેખર આ બાળકને મને આપી દેવા માંગતી હોય તો હું એનો સ્વીકાર કરીશ પણ બરાબર વિચારી લે. એકવાર મને વહોરાવી દઈશ તો તું પાછો નહીં મેળવી શકે. પછી બાળક પર તારો કોઈ હક્ક દાવો રહેશે નહીં.” આ સાંભળતા વળી બાળક જોર જોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “આ એનો રડવાનો અવાજ હવે મારે સાંભળવો નથી, હું તેનાથી ખૂબ જ કંટાળી ગઈ છું. હવે એને હું મારી આજુબાજુ પણ ઈચ્છતી નથી. તમે ખુશીથી એને લઇ જાવ.” તેણે બાળકને ઊંચકીને મુનિની ઝોળીમાં નાખી દીધો. બાળક જેવું મુનિની ઝોળીમાં પડ્યું કે તરત જ રડવાનું બંધ કરીને હસવા લાગ્યો. સુનંદાને બહુ જ નવાઈ લાગી અને તે બાળકને જોઈ જ રહી, પણ તેણે તેને આપી દેવાનું જ નક્કી કર્યું હતું. મુનિ બાળકને લઈ ઉપાશ્રયમાં પહોંચી ગયા. આચાર્ય સિંહગીરીએ જોયું કે મુની ધનગીરી કંઈક વજનદાર વસ્તુ લાવ્યા હોવાને કારણે આચાર્યશ્રીએ તે બાળકનું નામ વ્રજ કુમાર રાખ્યું. આચાર્ય સિંહગીરીએ કોઈ ચુસ્ત જૈન શ્રાવકને એ જૈન ધર્મના સિદ્ધાંતો બરાબર શીખવશે એવી ખાતરી સાથે વ્રજકુમારની દેખરેખનું કામ સોંપ્યું. જેથી તેનામાં રહેલી ભાવિ આચાર્ય થવાની Page 260 of 307 Page #277 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) સુષુપ્ત શક્તિ વિકસે. શ્રાવકે વ્રજકુમારને પોતાને ઘેર લઈ જવા પોતાની પત્નીને સોંપી આચાર્યની ઇચ્છા જણાવી. તે પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તેથી આચાર્યની આજ્ઞાને ખુશીથી સ્વીકારી. તેને બાળક એટલો બધો વહાલો હતો કે એને એકલો ક્યાં જવા ન દેતી. તે દરરોજ તેને ઉપાશ્રય સાધ્વીજીને વંદન કરવા લઈ જતી. તે ખૂબ જ નાનો હોવા છતાં સાધ્વીજી જે સૂત્રો બોલતા તે બધા તે યાદ રાખી લેતો. તે ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે ૧૧ અંગ આગમ શીખી લીધા. તે બહુ વિવેકી અને ચબરાક હતો. એક દિવસ સુનંદાની સખી એના ઘરે આવી અને કહ્યું, “તારો જે દીકરો આખો દિવસ રડયા જ કરતો હતો તે તેના દિવસનો મોટા ભાગનો સમય અમારા ઉપાશ્રયમાં પસાર કરે છે. મેં એને ક્યારે રતો જોયો નથી. એ બહુ વાતો અને પ્રેમાળ છોકરો છે." શરૂઆતમાં તો સુનંદાએ સખીની વાત ને ગંભીરતાથી ન લીધી પણ અંતે તો એ વ્રજકુમારની મા હતી. તેને પણ દીકરાને ફરી જોવાની ઈચ્છા હતી, તે વિચારવા લાગી, “મેં વળી આવી ભયંકર ભૂલ કેમ કરી? મેં મારા વહાલા દીકરાને મુનિને કેમ આપી દીધો? ગમે તેમ પણ એ મારું બાળક છે. મારે તેને પાછો મેળવવો જોઈએ.” થોડા દિવસ પછી આચાર્ય સિંહગીરી અને ધનગીરી ફરીથી તે નગરી માં આવ્યા. તે ઉપાશ્રય ગઈ અને ધનગીરીને મળી અને કહ્યું, “મહેરબાની કરી મને મારો દીકરો પાછો આપો. હું તેના વિના હવે રહી શકતી નથી.” મુની ધનગીરીએ કહ્યું, “મેં તમને એ જ સમયે કહ્યું હતું કે એકવાર આપ્યા પછી તમને એ પાછો નહિ મળે. યાદ કરો, તમે કહ્યું હતું કે મારે કોઈ સંજોગોમાં એ જોઈતો નથી. એકવાર અમે લીધેલું પાછું ન આપી શકીએ.” સુનંદાએ કહ્યું, “મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું હતું? હું મારા દીકરા વિના નથી રહી શકતી તે મને પાછો મળે તેવો રસ્તો શોધો.” આચાર્ય સિંહગીરી અને મુનિ ધનગીરીએ તેને સમજાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા પણ તે તો પુત્રને પાછો મેળવવા મક્કમ હતી. અંતે તે રાજા પાસે ગઈ અને વિનંતી કરી, “મહેરબાની કરીને મને મારો દીકરો પાછો મેળવવા મદદ કરો. મારા પતિ સાધુ થઈ ગયા છે અને હું એકલી જ છું. એ મારું એકનું એક સંતાન છે. તેમને કહો કે મારો દીકરો મને પાછો આપે.” રાજાએ સુનંદા પાસેથી આખી વાત સાંભળી. તેણે કહ્યું, “શું બન્યું છે તે મને જાણવા દો. હું તમને થોડા સમયમાં જણાવીશ.” રાજાએ પરિસ્થિતિની તપાસ કરી તો જાણવા મળ્યું કે પોતાનો દીકરો સતત રડયા કરતો હતો તેથી સુનંદાએ પોતાની ઇચ્છાથી પોતાનું બાળક આપી દીધું હતું. રાજાએ સુનંદાને બોલાવી અને કહયું, “સુનંદા, જ્યારે મુનિ ધનગીરી તારી પાસે ગોચરી માટે આવ્યા હતા ત્યારે તે તારી પોતાની ઇચ્છાથી જ બાળક આપી દીધું હતું કારણ કે તું તારા બાળકથી કંટાળી ગઈ હતી. એકવાર તમે આપી દીધેલી વસ્તુ પાછી ના મળે.” Page 261 of 307 Page #278 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) * સુનંદાએ કહ્યું, “ અરે રાજાજી, આમ વાત નથી, આ મારું પોતાનું લોહી માંસ છે અને તે એક જ મારી આશા છે. કંઈક કરો અને મને મારું બાળક પાછું અપાવો. હું તેના વિના રહી નહીં શકું." રાજા તેના અવાજમાં રહેલી માની મમતા તથા નિષ્ઠા સમજી શકતા હતા. એ પણ ગુંચવાઈ ગયા. અંતે તેમણે સુનંદાને કહ્યું, "હું તને અને મુનિ ધનગૌરીને દરબારમાં બોલાવીશ, વજ્રકુમારને જેની સાથે રહેવું હશે તે જ નક્કી કરશે, બરાબર છે ને?” સુનંદાએ કહ્યું, “હા સરકાર.” બીજા દિવસે દરબાર હકડેઠઠ ભરાઈ ગયો. સૌને બાળકનું શું થશે તે જાણવાની ઈંતેજારી હતી. સુનંદા વ્રજકુમારને આકર્ષવા રમકડા, મીઠાઇ તથા અનેક અવનવી વસ્તુઓ લઈને આવી. રાજા અને તેના પ્રધાનો પણ આવી ગયા. મુની ધનગીરી બીજા સાધુઓ સાથે આવી ગયા. દરબારમાં રહેલા રાજા સહિત તમામ દરબારીઓએ સાધુને પ્રણામ કર્યા, વ્રજકુમાર પણ આવ્યો. રાજાએ વ્રજકુમારને કહ્યું, “વ્રજકુમાર, તમે ખૂબ નાના છો પણ ખૂબ જ ચતુર છો.” એની મા તરફ આંગળી ચિંધીને કહ્યું, “આ તમારી માતા છે. ઘણી માયાળુ અને પ્રેમાળ છે. એની પાસે તમારા માટે ઘણા બધા રમકડા, મીઠાઈ તેમજ સુંદર કપડાં છે. એ તમને પાછા એમની સાથે લઈ જવા ઈચ્છે છે.” બીજી તરફ સાધુ ધનગીરી તરફ આંગળી ચિંધીને કહ્યું, “ત્યાં એક સાધુ છે જેણે સંસાર છોડી દીધો છે. તેણે પોતાની તમામ વૃત્તિઓને સંયમમાં રાખી જિંદગીના સુખોનો ત્યાગ કર્યો છે. તે સદગુણી અને વંદનને લાયક છે. એ પણ તમને પોતાની પાસે રાખી આધ્યાત્મિક જીવનની તાલીમ આપવા માંગે છે. હવે તારે નક્કી કરવાનું છે કે તું તારી માતા સાથે જવા માંગે છે કે સાધુ સાથે? ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હતી. દરેક જણ વ્રજકુમાર શું નિર્ણય જાહેર કરે છે તે સાંભળવા ઉત્સુક હતા. તે ઊભો થઈ ચાલવા માંડ્યો. તેણે એક નજર માતા સામે નાખી તો એક નજર મુનિ ધનગીરી સામે કરી. સુનંદા મોટેથી બોલવા લાગી, “દીકરા, આમ આવ, જો હું તારા માટે રમકડા, મીઠાઈ, નવા કપડાં વગેરે લાવી છું. મહેરબાની કરીને મારી પાસે આવી જા.” આ બાજુની ધનગીરી પાસે ઓઘા સિવાય કશું ન હતું. તેઓ તેને ઓઘો બતાવવા લાગ્યા. વજ્રમારે ઓધો લઇ લીધો અને તેનાથી ક્રમનો હસતો નૃત્ય કરવા લાગ્યો. તેણે મુનિ ધનગીરી સાથે બેસી જવાનું નક્કી કર્યું. દરબારમાં હાજર રહેલા સહુ કોઈ રાજા તથા સુનંદા પણ બાળકની મોજશોખની જિંદગીને બદલે સાધુત્વની દુનિયાની પસંદગી જાણી અચંબામાં પડી ગયા. સુનંદાએ વજ્રકુમારના નિર્ણયને વધાવી લીધો અને સફળતાના આશીર્વાદ આપ્યા. તેણે આનંદ અને ઉત્સાહથી વ્રજકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. પાછળથી વ્રજકુમાર મોટા આચાર્ય બન્યા. બોધ: ગમે તે ઉંમરે મનુષ્યનો આત્મા ધર્મના ઉચ્ચ મૂલ્ય તથા શ્રદ્ધા ધરાવવા શક્તિમાન છે. Page 262 of 307 Page #279 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) વ્રજકુમારની વાર્તા આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે, ધર્મની ક્રિયાઓ તથા ધર્મની મહત્તા શીખવા માટે ઉંમરનો બાધ ક્યારે આવતો નથી. મુખ્ય મુદ્દાઓ • વ્રજકુમારનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં ધનગીરી અને સુનંદાને ત્યાં થયો હતો. • જૈનાચાર્ય સિંહગીરી ના વ્યાખ્યાન સાંભળીને ધનગીરી એ દીક્ષા લીધી હતી. • . • • . . જ્યારે વ્રજકુમાર નાના હતા ત્યારે તેમને દીક્ષા શબ્દ સાંભળ્યો અને તેમને પોતાનો પાછલો ભવ યાદ આવ્યો અને તેમણે તરત જ નક્કી કર્યું કે એ દીક્ષા લેશે પરંતુ એ જાણતા હતા કે તેની માતા આ વાત માટે નહીં માને. તેથી તેમણે જોર જોરથી રડવાનું ચાલુ કર્યું અને રડવાનું ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી તેની માતા તેનાથી કંટાળી ન ગઈ અને તેની માતાએ કંટાળીને સાધુ ધનગીરી ને આ બાળક વહોરાવી દીધું. થોડા વર્ષો પછી વ્રજકુમાર મોટા થયા ત્યારે તેની માતાને તેમના દીકરાને પાછો મેળવવાની ઈચ્છા થઈ. તે રાજા પાસે ગઈ અને એમને વિનંતી કરી કે વ્રજકુમાર તેમને પાછો મળવો જોઈએ. રાજાના દરબારમાં વ્રજકુમાર કોની પાસે રહેશે તેનો નિર્ણય વ્રજકુમાર પર જ રાખ્યો. વ્રજકુમારની સામે તેની માતાએ ઘણા બધા રમકડા, નવા કપડા વગેરે રાખ્યું અને બીજી બાજુ તેમના પિતા પાસે ઓઘો હતો. વજકુમારે ઔવાને લીધો અને તેની માતાએ તેના આ નિર્ણયને વધાવી લીધો. Page 263 of 307 Page #280 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) J.2 રાજા સંપ્રતિ ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીના પાછલા ભાગમાં અને બીજી સદીની શરૂઆતમાં મહાન જૈન રાજા સંપ્રતિ થઈ ગયા. તે મહાન રાજા અશોક નો પૌત્ર અને રાજા કુણાલનો પુત્ર હતો. જૈન ઇતિહાસ તેમના જીવનની કેટલીક વિગતો આપે છે. બૌદ્ધ સાહિત્ય તેમનો ઉલ્લેખ પ્રાકૃત નામ સંપદીથી કરે છે. તેમના નામનો ઉલ્લેખ કેટલાક હિંદુ પુરાણોમાં પણ જોવા મળે છે. જ્યાં તેમનું નામ સંપ્રતિ, સંપત્તિ અને સપ્તતિ વગેરે મળે છે. વળી ચલણી સિક્કા પર તેમનું નામ અને અર્ધચંદ્રકાર મળે છે. સિક્કા ઉપરની અર્ધચંદ્રાકાર છાપ જૈન ધર્મનું સિદ્ધશિલાનું પ્રતિક છે. નીચે આપેલ ત્રણ ટપકાં જૈન ધર્મના પ્રતીકાત્મક સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર સૂચવે છે. કેટલાક સિક્કા ઉપર ત્રણ ટપકાંની નીચે સાથીઓ જોવા મળે છે. આ એમનો જૈન રાજા હોવાનો નક્કર પુરાવો છે. રાજા સંપ્રતિનો ઉછેર અને અભ્યાસ અવંતિ નગરીમાં થયા હતા. ઈ.સ. પૂર્વે ૨૩૨ માં તેઓ અવંતી નગરીના રાજા થયા. એ રાજકુમાર હતા ત્યારે એમણે જૈન પરંપરાના મુખ્ય આચાર્ય સુહસ્તિસુરી દ્વારા દોરવાતો જૈન વરઘોડો જોયો હતો. આચાર્યને જોઈને રાજા સંપ્રતિને લાગ્યું કે પહેલા મેં ક્યાંક તમને જોયા છે. બહુ વિચારને અંતે તેમને જ્ઞાન થયું કે મારા પહેલાના ભાવમાં આ આચાર્ય મારા ગુરુ હતા. રાજા સંપ્રતિએ ગુરૂને વંદન કર્યા અને તેમને પૂછ્યું કે આપ ગયા ભવમાં મારા ગુરુ હતા તે આપ જાણો છો? થોડી વાર વિચારીને આચાર્યને યાદ આવ્યું કે રાજા સંપ્રતિ ગયા ભવમાં તેમના શિષ્ય હતા. કે આચાર્ય સુહસ્તિસુરી જ્યારે કૌસંબીમાં હતા ત્યારે ભયંકર દુકાળ પડયો હતો. દુકાળ દરમિયાન જૈન સાધુને ગોચરી મેળવવામાં બહુ જ કલીક પડતી હતી. જૈન ગૃહસ્થો સાધુને ગોચરી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખતા. તે સમયે એક ખૂબ જ ગરીબ માણસ ભુખે મરતો હતો. એણે જોયું કે આવા ભયંકર દુકાળમાં પણ સાધુને પૂરતું ખાવાનું મળી રહે છે. તેણે પોતાના ખોરાક માટે આચાર્યને વિનંતી કરી. એ માણસ પછીના ભવમાં બહુ મોટો જૈન શ્રાવક થશે તેવી તેની શક્તિ છે એવું જાણતા તેમણે તેને સાધુ થાય તો ખાવા મળે તેમ કહ્યું. ગરીબ માણસતો તરત જ તૈયાર થઈ ગયો. નિયમ પ્રમાણે એને દીક્ષા આપી અને તેને ખાવાનું મળ્યું. કેટલાય દિવસનો ભૂખ્યો હોવાથી તેણે ભૂખ કરતાં વધારે ખાધું. તરત જ તેને પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. વધુ પડતું ખાવાને લીધે તે પોતાની જાતને શાપવા લાગ્યો. બીજા સાધુએ તેની ખૂબ જ ચાકરી કરી પણ દુખાવો ઓછો ન થયો, બલ્કે વધતો જ ગયો. અને અંતે નવ દીક્ષિત સાધુ તે જ રાત્રે મરણ પામ્યા. સાધુ થવાને કારણે તેમણે પોતાની જાત પર સંયમ રાખીને પીડા શાંતિથી સહન કરી તેથી તે મહાન રાજા અશોકના પૌત્ર તરીકે જનમ્યો. Page 264 of 307 Page #281 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આચાર્યએ આ આખો બનાવ તેને કહી સંભળાવ્યો. એ સાંભળીને સંપ્રતિ ખૂબ ખુશ થયા અને થોડા સમય માટે પણ જૈન ધર્મ સ્વીકારવાથી થયેલા લાભને સમજી શક્યા. એમણે શ્રદ્ધાથી આચાર્યને પોતાના ગુરુ બનાવીને જૈન ધર્મ સ્વીકાર્યો. જ્યારે તે રાજા થયા કે તેમણે પોતાનું આખું રાજ્ય ગુરુને ચરણે ધર્યું કારણ કે તેમની કૃપાને કારણે તેમને આ બધું મળ્યું હતું. જૈન સાધુ પોતાની માલિકીનું કાં રાખે નહીં તેથી આચાર્યએ તે સ્વીકારવાની ના પાડી. તેમણે જણાવ્યું કે રાજા તરીકે સંપ્રતિએ જૈન ધર્મને પોતાના રાજ્યમાં ફેલાવો જોઇએ અને લોકોને તે ધર્મ પાળવા પ્રોત્સાહિત કરવા જોઈએ. સંપ્રતિએ આચાર્યની સલાહ માની લીધી. એ ચુસ્ત જૈન બની ગયા. તે ખૂબજ બળવાન રાજા હોવાથી તેણે દક્ષિણમાં વિધ્યાચલ સુધી અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેમણે ઘણાં જૈન મંદિરો બંધાવ્યા એટલું જ નહીં પણ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશના રાજાઓને મંદિરો બાંધવા પ્રોત્સાહિત કર્યા. જૈન પરંપરા જણાવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન તેમણે સવા કરોડ આરસની તથા એક લાખ કરતા વધુ તીર્થંકરની ધાતુની પ્રતિમાઓ ભરાવી અને ૩૬ હજાર જેટલા મંદિરો બંધાવ્યા તથા જીણોદ્ધાર કરાવ્યા. આ ધર્મકાર્યમાં ફેલાવવા માટે તેમણે પોતાના સેવકોને અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાં તા. ચીન મોકલ્યા રાજા અશોકએ પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો આ રીતે કર્યો હતો. તેથી ઇતિહાસકાર વિન્સેટ સ્મિથ સંપ્રતિને જૈન અશોક જો કહે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. જૈન ધર્મીઓ પ્રત્યે ખૂબ જ ઉદાર ભાવના રાખતા હતા. અને તેમને બધી રીતે મદદરૂપ થતા. તેમણે સ્પષ્ટ પણે પોતાના આગલા ભવનો ભૂખમરો યાદ હોવાથી તે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખતા અને તેમની ભૂખ્યા ન રહેવું પડે તેનું ખાસ ધ્યાન રાખતા. તેમણે ૭૦૦ જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી જ્યાંથી લોકોને મફત જમવાનું મળતું. સંપ્રત્તિને કોઈ સંતાન નહોતું. આને પણ તે પોતાના આગલા કર્મોને કારણભૂત માનતા. જૈન ધર્મના બધા જ સિદ્ધાંતોને બરાબર અનુસરીને ૫૩ વર્ષ વિશાળ રાજ્ય પર રાજ કર્યા બાદ ઈ.સ. પૂર્વે ૧૭૯ માં તેમનું અવસાન થયું. પછી તેઓ સ્વર્ગમાં જન્મ્યા અને ત્યાંથી મનુષ્ય ભવમાં જઈ મોક્ષે જશે. બોધ: બીજાની સેવા કરવી એ જૈન ધર્મને અનુસરવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે. રાજા સંપ્રતિ એ આ ગુણ બતાવ્યો છે. તેમણે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યા તથા નવા મંદિર બંધાવ્યા. એટલું જ નહીં પણ ગરીબોને તેમના દુખ દર્દ દૂર કરવામાં પણ મદદરૂપ થયા છે. આપણે બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. થોડા સમય માટે પણ કરેલા ધાર્મિક કાર્યો અનેકગણું પરિણામ આપે છે, તેવું એમના જીવન દ્વારા જાણવા મળે છે. Page 265 of 307 Page #282 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મુખ્ય મુદ્દાઓ: • . તેમના પાછલા ભવના પુણ્ય કર્મને કારણે રાજા સંપ્રતિએ રાજા અશોકના પૌત્ર તરીકે જન્મ લીધો હતો. તેમણે પાછલા ભવના બનાવ વિશે તેમના ગુરુ આચાર્ય સુહસ્તિસૂરિએ જણાવ્યું હતું. • તેઓ ચુસ્ત જૈન બની ગયા હતા અને જૈન ધર્મના બધા સિદ્ધાંતોનું પાલન કરતા હતા. • તેમણે સવા કરોડ આરસની તથા એક લાખ કરતા વધુ તીર્થંકરની ધાતુની પ્રતિમાઓ ભરાવી અને ૩૬ હજાર જેટલા મંદિરો બંધાવ્યા તથા જીણોદ્ધાર કરાવ્યા હતા. Page 266 of 307 Page #283 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) J.૩ દેલવાડાના મંદિરો રાજસ્થાનમાં પર્વતની ટોચ પર માઉન્ટ આબુ નામનું સુંદર શહેર આવેલું છે. શહેરની બાજુમાં બે ભવ્ય દેલવાડાના જૈન દેરાસર આવેલાં છે. આ બંને દેરાસરોની કોતરણી શ્વાસ થંભાવી દે તેવી છે. મંદિરની આરસની છતની કોતરણી એવી બારીક અને ગૂંચવણ ભરેલી છે કે એની નકલ કાગળ પર કરવી પણ અઘરી છે. આ દેરાસરો ‘આરસમાં કાવ્ય' તરીકે ઓળખાય છે. વિમલશાએ પહેલું મંદિર ઈ.સ.ની ૧૧મી સદીમાં ૧૮૦૦ લાખ રૂપિયા ખર્ચીને બંધાવેલું. બીજું જે લૂણીગ વસહિ તરીકે ઓળખાય છે તે વસ્તુપાલ-તેજપાલ નામના બે ભાઇઓએ તેમના મોટાભાઈ લૂણીંગની મૂર્તિમાં ઈ.સ.ની તેરમી સદીમાં ૧૨૦૦ લાખ રૂપિયા ખચીને બંધાવેલું. આ બંને મંદિરના નિર્માતાઓની વાર્તા અહીં રજૂ કરવામાં આવી છે. J 3.1 વિમલશા ભારતના ગુજરાત રાજ્યમાં જ્યારે રાજ્યની સત્તા અને સંપત્તિ એની ટોચ પર હતા ત્યારે એ સોલંકી યુગનો સુવર્ણયુગ હતો. ગુજરાતની આ સ્થિતિનો જશ મુખ્યત્વે તે સમયના રાજાના સલાહકાર અને સેનાપતિ જેના હાથમાં આ પરિસ્થિતિનું સુકાન હતું તેઓને જાય છે. તે સમયના ઘણા બધા સલાહકારો અને સેનાપતિઓ જૈન હતા. વિમલશા કેટલેક અંશે એક શક્તિશાળી, સમર્થ, અને પ્રસિદ્ધ સેનાપતિ હતા. તે સમયના સોલંકી યુગના રાજા મૂળરાજના સલાહકાર વીરમહત્તમ હતા. તેની પત્નીનું નામ વીરમતી હતું. તેમને નેધ, વિમલ અને ચાહિલ એમ ત્રણ સંતાન હતા. તેઓ ત્રણે નાના હતા ત્યારે જ તેમના પિતા આ સંસારના સુખો છોડી સાધુ થયા હતા. તેથી તેની માતા પોતાના પિયર ચાલી ગઇ હતી અને ત્યાં જ ત્રણે દીકરાઓનો ખૂબ કાળજીથી ઉછેર કર્યો. નેધ ખૂબ જ ચતુર અને ડહાપણ વાળો હતો. જ્યારે વિમલ બહાદુર અને ચબરાક હતો. એને ઘોડે સવારી અને તીરંદાજીનો શોખ હતો. એ કલાઓમાં પાવરધો થયો અને પ્રખ્યાત નિપુણ તીરંદાજ બન્યો. દીકરાઓ મોટા થતાં તેમની માતા તેમને રાજધાની પાટણમાં પાછા લઈ આવ્યા. જેથી તેઓ તેમની પસંદગી પ્રમાણે કામ કરી શકે. તે પોતાના રસ પ્રમાણે નેધ રાજ દરબારમાં અને વિમલ સૈન્યમાં જોડાયા. બંને ખૂબ જ ઝડપથી પોતાની કુશળતાથી ખૂબ આગળ આવી ગયા. અને તેમની આગવી આવડત માટે ખૂબ જાણીતા બન્યા. વિમલ ખુબ સુંદર અને બહાદુર હોવાથી પાટણના ધનિક શેઠ જેમને શ્રીદેવી નામે સુંદર દીકરી હતી તેઓ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે વિચાર્યું કે શ્રીદેવી માટે વિમલ બિલકુલ યોગ્ય પતિ છે. શ્રીદેવી અને વિમલના લગ્ન થઈ ગયા. નસીબ બંને ભાઇઓ પર મહેરબાન હતું. ઈ.સ.૧૦૨૧માં ભીમદેવ ગાદી પર આવ્યા. તેમના રાજ્યકાળ દરમિયાન નેધ રાજાનો સલાહકાર અને વિમલ સેનાપતિ બન્યા. વિમલ નસીબદાર હતો Page 267 of 307 Page #284 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) કે નાની ઉંમરમાં જ સુંદર પ્રેમાળ પત્ની પામ્યો અને સૈન્યમાં પણ ખૂબ ઊંચી પદવી પામ્યો વળી તેના મળતાવડા સ્વભાવને લીધે તે સૌને પ્રિય થઈ પડયો. અને તેથી વિમલશા નામથી જાણીતો થયો. કેટલાક વિઘ્નસંતોષી લોકોને વિમલશાની પ્રગતિ સહન ન થઈ. તેઓ તેની ઈર્ષા કરવા લાગ્યા અને તેના દૂષણો શોધવા લાગ્યા. તેમણે જોયું કે વિમલશા કોઈને નમન કરતો નથી, રાજાને પણ નહીં. કેવળ સર્વજ્ઞ એવા જૈન તીર્થંકરને જ નમન કરે છે. તેઓએ ભીમદેવના કાન ભંભેરવા માંડ્યા કે વિમલશાહ બહુ ઉદ્ધત થઈ ગયા છે. તે રાજાને પણ નમન કરતા નથી. એની મહત્વાકાંક્ષાને કોઈ સીમા નથી. કદાચ તે આપનું રાજ્ય પણ છીનવી લે. ભીમદેવ એ લોકોની વાતોમાં આવી ગયા અને વિમલશા પ્રત્યે શંકાશીલ રહેવા લાગ્યા. જ્યારે વિમલશાએ રાજાને અસંતુષ્ટ જાણ્યો ત્યારે તેણે પાટણ છોડવાનું નક્કી કર્યું. તેણે માઉન્ટ આબુ (જે તે સમયે ચંદ્રાવતી નામે જાણીતું હતું) પોતાના સાથીદારો સાથે જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને તેને ખબર પડી કે ચંદ્રાવતીનો રાજા ધંધુક સર્વશ્રેષ્ઠ રાજા ભીમદેવથી સ્વતંત્ર થવાની ઇચ્છા રાખે છે. વિમલશાએ પોતાના સાથીદારો સાથે હુમલો કર્યો અને ધંધુક સામનો ન કરી શકયો અને હારી ગયો. આમ વિમલશાએ ચંદ્રાવતી મેળવી લીધું. તેણે રાજા બનવાની કોઈ મહત્વાકાંક્ષા ન હતી તેથી ચંદ્રાવતી તેણે રાજા ભીમદેવના નામ પર લીધું અને ત્યાં તે ત્યાંનો ગવર્નર બનીને રહ્યો. વિમલા ચંદ્રવતીમાં પોતાની પત્ની સાથે સુખેથી રહેતો હતો. શ્રીદેવી ઘણી લાગણીશીલ સ્ત્રી હતી. અને વિમલશાને બધી રીતે સુખી કરતી હતી. તેને કોઈ બાળકો ન હતા. ધાર્મિક પ્રકૃતિના હોવાથી તેઓ તેને પોતાના કર્મનું ફળ માનતા.એક વખત તેઓ એ સમયના જાણીતા આચાર્ય ધર્મઘોષસુરીને મળ્યા. વિમલશા નિયમિતપણે તેમનું વ્યાખ્યાન સાંભળવા જતા અને તેથી તેઓ વધુ ધાર્મિક વૃત્તિના બન્યા. ભૂતકાળમાં લડેલા યુદ્ધ યાદ કરતા તેઓ પોતાની જાતને હિંસા અને પાપ માટે ગુનેગાર માને છે. સાચા દિલથી તે પ્રાયશ્ચિત કરે છે. સાચા પ્રાયશ્ચિતરૂપે આચાર્યએ તેને ચંદ્રાવતીમાં જૈન મંદિરો બંધાવવા કહ્યું જેથી ચંદ્રાવતી મોટું યાત્રાધામ બને. આ સૂચન સાંભળીને વિમલશા પ્રસન્ન થયા અને એણે ભવ્ય દેરાસર બનાવવાનું નક્કી કર્યું. તેઓ ભગવાન શ્રીનેમિનાથની સેવામાં રહેતા તેમજ અંબિકાદેવીના પણ ભક્ત હતા. તેમના આશીર્વાદ માટે તેમણે તેમનું આહવાન કર્યું હતું. તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવીએ તેમને શું જોઈએ છે તે પૂછ્યું. તેમણે દીકરો માંગ્યો અને ચંદ્રાવતીમાં મંદિરના નિર્માણ માટેની શક્તિ માંગી. દેવીએ બેમાંથી એક જ પસંદ કરી માંગવા કહ્યું. વિમલશાએ મંદિરની પસંદગી કરી અને દેવી એ તેમની ઇચ્છા મંજૂર કરી. Page 268 of 307 Page #285 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પછી વિમલશાએ પર્વતની ટોચ પર મંદિર માટે જગ્યા પસંદ કરી અને ૪,૫૩,૬૦,૦૦૦ સોનાના સિક્કા આપી ખરીદી લીધી. પૂર્ણ શ્રદ્ધાથી પાયાના પથ્થર મૂક્યા. ગમે તેમ પણ મંદિર નિર્માણનું કામ સરળ ન હતું. સ્થાનિક કારીગરો મળતા ન હતા. તળેટીથી ટોચ પર જવા માટે કોઈ રસ્તા પણ ન હતા. આરસ ઘણો દૂરથી લાવવાનો હતો. આ કામ ગમે તે ભોગે પાર પાડવા વિમલશા મક્કમ હતા. માલ-સમાન પર્વતની ટોચ પર પહોંચાડવા માટે તેમણે વાહન વ્યવહારની સગવડ કરી અને દેશના ખૂણે ખૂણેથી કારીગરો તથા સ્થપતિઓ એકઠા કર્યા. કારીગરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની શક્ય એટલી તકેદારી રાખવામાં આવતી તથા હાથમાં લીધેલા કામમાં કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ તેનું ધ્યાન રાખતા. ૧૪ વર્ષે મંદિર નિર્માણનું કામ ૧૮,૫૩,૦૦,૦૦૦ સોનાના સિક્કાની કિંમત એ પૂર્ણ થયું. ધર્મઘોષસુરી, વર્ધમાનસુરી તેમજ અન્ય આચાર્યોની દોરવણી હેઠળ મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ મોટા આનંદ અને ઉત્સાહ વચ્ચે કરવામાં આવી. તે વિશાળ આરસનું ભવ્ય મંદિર છે. તેના ગુંબજ, કમાનો તથા દીવાલો પર સુંદર કારીગરી કરેલી છે. તેનું સ્થાપત્ય ઉત્તમ છે. જે ઝીણવટ અને ચોકસાઈ જોવા મળે છે તે મીણમાં પણ અશક્ય લાગે તેવી છે. કલાકારોએ જે કોતરણી આરસમાં કંડારી છે તે અદભૂત છે અને મુલાકાતીઓનું તત્કાળ સાનંદાશ્ચર્ય ધ્યાન ખેંચે છે. એના જેવી કોતરણી આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. એવું કહેવાય છે કે વિમલશાએ કલાકારોને કોતરણી દરમિયાન આરસની જે ભૂકી અને કરચો પડતી તેનું વજન કરી ને તેના બદલામાં તેટલું સોનું આપતા. તેમની ઉદારતા અને મંદિરના સૌંદર્ય એ વિમલશાને અમર બનાવી દીધા. તે ખરેખર દુનિયાની એક અજાયબી છે. પછીથી વિમલશા પાલીતાણાના શત્રુંજય પર્વત પર જૈન સંઘને ૪૦૦ લાખ સોનાના સિક્કા ખર્ચીને લઈ ગયા. ત્યાં તેમણે વિમલવસહિ મંદિર બંધાવ્યું. પર્વતના મુખ્ય મંદિરમાં જવાના રસ્તા પર આવેલું છે. તે નાનું પણ ખૂબ જ ભવ્ય મંદિર છે. તે ભુલભુલામણી મંદિર તરીકે જાણીતું છે. ગુજરાતની ઉત્તર સરહદે આવેલ આરાસુરની ટેકરીઓ પર ખૂબ જાણીતું કુંભારિયાજીનું દેરાસર પણ બંધાવ્યું. રાજધાની પાટણમાં પણ ખૂબ સુંદર મંદિરો બંધાવ્યાનો જશ એમને જ છે. એક સફળ પણ ટૂંકી બોધ દાયક વાર્તા તેમની પાછલી જિંદગી સાથે સંકળાયેલી છે. એવું કહેવાય છે કે શ્રીદેવીના સ્વપ્નમાં દેવી આવ્યા હતા. દેવીએ શ્રીદેવીને તેના પતિ સાથે ખાસ દિવસે અડધી રાતે મંદિરમાં જઈને જે જોઈએ તે માંગવા કહ્યું હતું. બન્ને જણાને એક દીકરાની ખૂબ ઈચ્છા હતી. ત્યાં પહોંચીને તેઓ અડધી રાતની પ્રતીક્ષામાં બેઠા હતા. ત્યાં તેઓને તરસ લાગી વિમલશા બાજુમાં આવેલા કુવામાંથી પાણી લેવા ગયા. કૂવાની અંદર પાણી સુધીના પગથિયાં હતાં. તે પગથિયા ઉતરીને પાણી માટે જઈ રહ્યા હતા ત્યાં કોઈએ કે તેને પાણી માટે જકાત આપવા કહ્યુ. વિમલશાને એ સાંભળી આશ્ચર્ય થયું અને પીવાના પાણી માટે જકાત કેમ માંગે છે એમ પૂછ્યું. આ કૂવો બનાવનારનો હું વંશજ છું. પોતે ગરીબ હોવાને કારણે કુવાનું પાણી વાપરનારા પાસેથી Page 269 of 307 Page #286 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જકાત લે છે. આ સાંભળીને વિમલ શાહ પાછા ફર્યા. પોતાની જાતને પુછ્યું, “એક દિવસ મારા પોતાનો વંશજ પણ મેં બંધાવેલા મંદિર માટે જકાત લેશે તો શું થશે?” આ વિચાર માત્રથી તે કંપી ઉઠયા. તેમણે મનોમન નક્કી કર્યું કે આવા સંજોગોમાં બાળક ન હોય તે જ સારુ. તેઓ ઉપર ગયા અને પત્નીને આ બનાવની જાણ કરી. પત્ની પતિના વિચારો સાથે સંમત થઈ. અડધી રાત્રે જ્યારે દેવીએ આવીને તેમને શું જોઇએ છે તેવું પૂછ્યું તો શ્રીદેવીએ તેઓને હવે બાળક નથી જ જોઇતું તેમ જણાવ્યું, વિમલાએ પોતાને કૂવામાં જ અનુભવ થયો હતો તે વર્ણવ્યો અને કહ્યું આ જ કારણે તેઓ નિઃસંતાન રહેવા ઈચ્છે છે. J 3.2 વસ્તુપાલ અને તેજપાલ ગુજરાતના રાજા વીર ધવલના દરબારમાં વસ્તુપાલ તેજપાલ નામના બે ભાઈઓ હતા. તેજપાલ સૈન્યનો ખૂબ જ જાણીતો સૈનિક હતો. બંને ભાઇઓએ પોતાના પરાક્રમ અને નિષ્ઠાથી નામના મેળવી હતી. તેઓ રાજાને દુશ્મનોને જીતવા માટે તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા હતા. તેજપાલની પત્ની અનુપમા દેવી ખૂબ ડાહી અને બાહોશ સ્ત્રી હતી. તે હંમેશા તેના પતિને કુટુંબની વાતોમાં મદદરૂપ થતી. તે ધાર્મિક પ્રકૃતિની અને દયાળુ સ્વભાવની હતી. તેજપાલ હંમેશા તેની વાત માનતો હતો. એકવાર બન્ને ભાઈઓનું કુટુંબ તથા બીજા ઘણા બધા યાત્રાએ નીકળ્યા. તેઓ એક નાના ગામમાં આવ્યા. યાત્રાળુઓ માટે આ રસ્તો સલામત ન હતો. ચોર ડાકુ અવારનવાર ત્યાં ત્રાટકતા હતા. પોતાને પણ રસ્તામાં ચોર ડાકુ મળી જાય તો? એવા વિચારોથી પ્રેરાઈને બંને ભાઈઓએ પોતાની સાથેની સંપત્તિને ક્યાંક છુપાવવા અથવા ક્યાંક દાટી દેવાનું વિચાર્યું. યોગ્ય સ્થળે તેઓએ ખોદવાનું શરુ કર્યું. તો તેમના આશ્ચર્ય વચ્ચે જમીન માંથી જવેરાત તથા સોનાના સિક્કા ભરેલા ચરુ મળ્યા. આ મળેલા ધનનું શું કરવું તે તેઓને સમજાયું નહીં. બંને ભાઈઓએ માઉન્ટ આબુ પર મંદિરો બંધાવાનું નક્કી કર્યું. તે મંદિરો લૂણીગ વસહીના મંદિરો તરીકે ઓળખાય છે. તીર્થંકર ભગવાન નેમિનાથના સમવસરણની રચના પણ ત્યાં કરવામાં આવી છે. તેજપાલે બંને ભાઈઓની પત્નીઓની યાદગીરી માટે સુંદર ગોખલા બનાવવાનું નક્કી કર્યું. આ ગોખલા ‘દેરાણી-જેઠાણીના ગોખલા' તરીકે ઓળખાય છે. ૫૨ દેવ કુલીકા(બાવન જિનાલય) પણ મુખ્ય દેરાસરની આજુબાજુ બનાવવામાં આવી જેમાં તીર્થંકરની મૂર્તિ રાખવામાં આવી છે. માઉન્ટ આબુ પર આરસ પહોંચાડવા માટે હાથીનો ઉપયોગ થતો. મંદિર બાંધવામાં હાથીઓનો મહત્વનો ફાળો હતો તે બતાવવા મંદિરના પરિસરમાં હસ્તિશાળા બાંધવામાં આવી હતી. તેમણે ઘણા મંદિરો બંધાવ્યા પણ હાલમાં ફક્ત દેલવાડાના દેરા (મંદિરો) અને ગિરનાર પરનાં Page 270 of 307 Page #287 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) નેમીનાથજીનાં દેરાસર અસ્તિત્વમાં છે. બોધ: વિમલશા, વસ્તુપાલ અને તેજપાલે જૈન મંદિરોની બાંધણીમાં આપેલો ફાળો ખૂબ જ પ્રેરણાદાયી છે. પોતાના ધર્મ પ્રત્યેનો સમર્પણ ભાવ, તેની ધીરજ અને નમ્રતા ખરેખર પ્રશંસાને પાત્ર છે. જૈન મંદિરોની બાંધણીને કારણે તેમનો આ ફાળો આપણો અમૂલ્ય વારસો છે. મહત્વના મુદાઓ: . . . • • • • . વિમલ વિરમતી અને વીર મહતમ (સોલંકી વંશના સ્થાપક રાજા મુલરાજના સલાહકાર) ના પુત્ર હતા. વિમલ બહુ હોશિયાર હતા. તેને ઘોડેસવારી અને તીરંદાજી પસંદ હતી. તેમણે તે કળાઓમાં નિપુણતા મેળવી અને સમય જતાં જાણીતા અશ્વારોહણ અને કુશળ તીરંદાજ બન્યા. વિમલના પિતાએ દીક્ષા લીધી અને તેની માતાએ તેને અને તેના બે ભાઈઓને ઉછેર્યા. વિમલ રાજાની સેનામાં જોડાયો. તેમણે શ્રીદેવી નામની પાટણની એક કરોડપતિની પુત્રી સાથે લગ્ન કર્યા હતા તેમને કોઈ સંતાન નહોતું અને તેણે તીર્થંકર નેમિનાથની સેવામાં દેવી અંબિકા દેવીનું આહ્વાન કરવાનું નક્કી કર્યું અને તેના માટે આશીર્વાદ માંગ્યા. દેવી પ્રસન્ન થયા અને તેને પૂછ્યું કે તે શું ઇચ્છે છે. તે માત્ર એક જ ઇચ્છા માંગી શકતો હોવાથી, તેણે પુત્રને બદલે ચંદ્રાવતી ખાતે ભવ્ય મંદિર બનાવવાની ક્ષમતા માંગી. પછી વિમલશાએ એક પર્વતની ટોચ પર મંદિર માટે એક સ્થળ પસંદ કર્યું અને ૪૫, ૩૬૦,૦૦૦ સોનાના સિક્કાઓ માટે જમીન ખરીદી. મંદિર પૂર્ણ કરવામાં ૧૪ વર્ષ લાગ્યા અને મંદિર ૧૮૫,૩૦૦,૦૦૦ સોનાના સિક્કાના ખર્ચે બનાવવામાં આવ્યું. • વિમલશા અને તેની પત્નીને હજુ પણ એક બાળક જોઈતું હતું, પરંતુ પછીની એક ઘટનાના કારણે તેમણે તે ઈચ્છા છોડી દીધી. . બે ભાઈઓ, વાસ્તુપાલ અને તેજપાલ, ગુજરાતમાં રાજા વીર-ધવલના દરબારમાં મંત્રી હતા. • એકવાર તેમની પોતાની સંપત્તિ છુપાવવા માટે ખોદકામ દરમિયાન તેઓને એક મોટો ખજાનો મળ્યા. તેજપાલની પત્ની અનુપમા-દેવીએ તેમને કહ્યું કે આ સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ તે પર્વતની ટોચ પર મંદિર બનાવવા માટે ખર્ચ કરશે. . ભાઈઓએ લૂણગીવસહી મંદિર તરીકે ઓળખાતા માઉન્ટ આબુ પર મંદિર બનાવવાનું નક્કી કર્યું. Page 271 of 307 Page #288 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) તેજપાલે તેમની બંનેની પત્નીઓ માટે બે ગોખલા પણ બનાવ્યા હતા,જેને "દેરાણી-જેઠાણી ના ગોખલા" તરીકે ઓળખાય છે. Page 272 of 307 ..... પૃષ્ઠ:yt Page #289 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) J 4.1 ઉદયન મંત્રી J.4 ઉદ્દયન મંત્રી અને તેમના પુત્રો આંબડ અને બાહડ સોલંકી યુગના રાજા કુમારપાળના રાજ્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સમૃદ્ધિ સર્વોચ્ચ શિખર પર હતી. તે તેનો સુવર્ણયુગ હતો રાજ્યની આ કક્ષાએ પહોંચાડવામાં તેના મંત્રીઓનો ફાળો મહત્વનો હતો. સોલંકી યુગના મંત્રીઓ મોટેભાગે જૈન હતા. રાજા કુમારપાળના રાજ્યને વૃદ્ધિ અને સફળતામાં ઉદયન મંત્રી અને તેના બે દીકરા આંબડ અને બાહડનો મહત્વનો ફાળો હતો. ઉદયન રાજસ્થાનના ઝાલોર શહેરની બાજુમાં આવેલા વાગરા ગામનો સામાન્ય વેપારી હતો. તેની જિંદગી બહુ તકલીફો વચ્ચે પસાર થઈ હતી. બે છેડા માંડ ભેગા થતા હતા. તેની પત્ની સુહાદેવીએ વેપારની દ્રષ્ટિ વિકસિત હોય તેવા માળે રહેવા જવા સુચવ્યું. એ સમયે ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ હતું. અને તેની જાહોજલાલી કૂદકેને ભૂસકે વધી રહી હતી. ઉદયને ગુજરાતમાં જવાનું વિચાર્યું તે સમયે સિદ્ધાર્જ ગુજરાતમાં પૌતાના પિતા કર્ણદેવની સ્મૃતિમાં કર્ણાવતી અમદાવાદ) નામનું નવું શહેર વસાવ્યું હતું. કર્ણાવતી ઝડપી વિકસતું શહેર હોવાથી ઉંદયને ત્યાં જવાનું વિચાર્યું. ત્યાં કોઈને ઓળખતો ન હતો તેથી ત્યાં જૈન મંદિરમાં તે ગયો. ઉદયન ત્યા ગયો ત્યારે ધાર્મિક વૃત્તિવાળી લચ્છી નામની સ્ત્રી ત્યાં ભક્તિ કરતી હતી. તે મંદિરની બહાર આવી ત્યારે અજાણ્યા દંપતીને જોઈ તેઓ ક્યાંથી આવ્યા છે તેવી પૂછપરછ કરી. ઉદયને જણાવ્યું કે તે ધંધાર્થી રાજસ્થાનથી આવ્યો છે. લચ્છી દયાળુ સ્ત્રી હતી. આવનાર દંપતી જૈન છે એમ માનતા સાધર્મિક ભક્તિ માટે બે ચાર દિવસ માટે તેમને પોતાને ઘેર લઈ ગયા. તેમને રહેવા માટે પોતાનું જૂનું ઘર આપ્યું. ઉદયને ત્યાં રહી નાનો સરખો ધંધો શરૂ કર્યો. નીતિથી ધંધો કરતા ટૂંકાગાળામાં તેનો ધંધો સારો ચાલવા માંડ્યો અને થોડી બચત થતા જૂના ઘરનું સમારકામ કરાવ્યું. ઘરની જમીન ખોદાતી હતી ત્યારે જમીનમાંથી દાટેલું ધન મળ્યું. તે ખુબ જ પ્રમાણિક હોવાથી તે ધન લઈને તે ઘર લચ્છીનું હોવાથી તેને આપવા ગયો. હવે તે મિલકત ઉદયની હોવાથી તે ધન પણ ઉદયનું જ ગણાય એમ કહીને તેણે ધન લેવાની ના પાડી. ઉદયન પાસે હવે મોટી મૂડી ભેગી થવાથી મોટો ધંધો શરૂ કર્યો. ધંધામાં તે ઘણું કમાયો અને કર્ણાવતીનો સૌથી ધનિક માણસ ગણાવા લાગ્યો. સજાએ પણ તેને કર્ણાવતીના પહેલા નાગરિકનો દરજ્જો આપ્યો. તેણે પણ કર્ણાવતીના લોકોની ઉત્તમ સેવા કરી. એ સમયે ખંભાત પશ્ચિમ ભારતમાં ખુબજ મહત્વનું ઉપયોગી બંદર હતું. રાજકારણીઓ શહેરના ગવર્નર થવા પડાપડી કરતા. ઈ.સ.૧૧૨૦ની સાલમાં ઉદયનની યોગ્યતા અને શક્તિ જોઈને Page 273 of 307 Page #290 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) તેમને ખંભાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. ઉદયને ઘણા લાંબા સમય સુધી તે પદ સારી રીતે શોભાવ્યું. તેમના સેવાકાળ દરમિયાન બે મહત્વના બનાવો શહેરમાં બન્યા. ૧. રાજમાતા મીનળદેવીના સૂચનથી ભોલાદનો યાત્રાળુઓ કર માફ કર્યો. ૨. પાંચ વર્ષના ચાંગદેવ નામના બાળકને જેનામાં મહાન સાધુ થવાની સુષુપ્ત શક્તિ હતી તેને દિક્ષા આપવામાં દેવચંદ્રસૂરિ મહારાજને સહાય કરી. (પાછળથી ચાંગદેવ જૈનાચાર્ય હેમચંદ્ર બન્યા). રાજા પ્રત્યેની ઉદયનની નિષ્ઠા નિર્વિવાદ હતી. તેથી રાજા સિદ્ધરાજથી ગામેગામ છુપાતા ફરતા કુમારપાળને મદદ કરવા માટે તેમને દ્વીધા હતી. છતાં જ્યારે આશ્રયની શોધમાં કુમારપાળ ખંભાત આવ્યા તો હેમચંદ્રાચાર્યએ ઉદયનને મદદ કરવા કહ્યું. આચાર્ય પ્રત્યેના અહોભાવને લીધે તેમણે કુમારપાળને પોતાના ઘરના ભોયરામાં છુપાવી દીધા. થોડા જ સમયમાં સિધ્ધરાજનું અવસાન થયું અને કુમારપાળ ગુજરાતના રાજા બન્યા. રાજા કુમારપાળે ઉદયનને એમની જગ્યા પર જ ખંભાતના રાજ્યપાલ તરીકે ચાલુ રાખ્યા.થોડા જ વખતમાં પાટણમાં પોતાના અંગત સલાહકાર તરીકે નીમ્યા. પોતાના ખરાબ વખતમાં સહાય આપનાર પોતાના જૈન ધર્મને ઉદયન ભૂલ્યા ન હતા. તેથી જૈન ધર્મની પ્રભાવના કરવા માટે તેમણે પોતાની પદવી અને પૈસાનો ઉપયોગ કર્યો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રૂપે તેમણે કેટલાક જૈન મંદિરો બંધાવ્યા. તેમાંના ત્રણ તો જૈન ઇતિહાસમાં નોંધાયેલા છે. એક તો કર્ણાવતીમાં આવેલું ઉદયન વિહાર, બીજું દાવહી ધોળકામાં (કર્ણાવર્તીની નજીકમાં આવેલું અને ત્રીજું ખંભાતમાં હતું. જીવનના પાછલા ભાગમાં કુમારપાળે ઉદયનને સૌરાષ્ટ્રના તોફાની હુમલાખોર સુમવારને પકડવા મોકલ્યા. આ કામ માટે તેમણે પાલીતાણામાંથી પસાર થવું પડે. તેમણે શત્રુંજય પર્વત પર આવેલા તીર્થધામોના દર્શને જવાનું નક્કી કર્યું. તીર્થધામમાં પોતાની જાત્રાની સ્મૃતિરૂપે એક ઊંટ પર બેસાડેલું પોતાનું પૂતળું દેરાસરના મુખ્ય સંકુલમાં જવાના રસ્તામાં મુકાવ્યું. હાલમાં તે પાપ પુણ્યની બારી તરીકે ઓળખાય છે. તે સમયે પર્વત પર લાકડાનું મંદિર હતું. જ્યારે ઉદયન ત્યાં ભગવાનની ભક્તિ કરવા બેઠા હતા ત્યારે એક ઉંદર સળગતી રૂની વાટ મોમાં લઈને આજુબાજુ ફર્યા કરતો હતો. તેમણે ઉંદરના મોમાંથી વાટ તો લઈ લીધી પણ તેમને થયું કે કોક દિવસ આ ઉંદરને કારણે આગ લાગે, તેથી તેમણે ત્યાં નવું આરસનું મંદિર બનાવવાનું નક્કી કરેલ. સુમવારને પકડવામાં તેઓ સફળ થયા પણ ઝપાઝપીમાં તેઓ બહુ જ ખરાબ રીતે ઘવાયા અને મોત સામે ઝઝૂમ્યા. મરણ પથારીએ પડેલા ઉદયને પોતાના દીકરાઓને શત્રુંજયની ટેકરી ઉપર Page 274 of 307 Page #291 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) આવેલા મંદિરનો જીર્ણોધાર કરવાનું કહ્યુ. તેઓએ પિતાને તેમની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું. પોતાની ઈચ્છા પરિપૂર્ણ થશે એમ જાણતા ઉદયનનું ખુબ જ શાંતિથી મૃત્યુ થયું. J 4.2 આંબડ અને બાહુડ ઉદયનને ચાર દીકરા હતા. આંબડ, બાહડ, ચાહદ અને સોલ્લક. આંબડ કવિ અને બહાદુર યોદ્ધા હતો. તે રાજા કુમારપાળનો અમલદાર બન્યો. એણે શત્રુંજયની ટેકરીના પશ્ચિમ વિભાગે પગથી (રસ્તો) બનાવી, જે આજે ઘેટીની પાય તરીકે ઓળખાય છે. એણે ઘોળકામાં આવેલા ઉદવસી દહેરાસરનો વિસ્તાર કર્યો, અને ભરૂચમાં આવેલા શુકનીક વીહારનો જાણીતાર કર્યો. આંબડે રાજા કુમારપાળને વચન આપ્યું હતું કે રાજ્યની સેવા નિષ્ઠા અને નીતિથી કરીશ. રાજા પછી તેના વારસદાર રાજા અજયપાલ ગાદી પર આવ્યા. તેણે રાજા કુમારપાળની તમામ નીતિઓ બદલી નાખી. અજયપાલે આંબડને તાબે કરવા ટુકડીને મોકલી. આંબડ અજયપાલને તાબે ન થયો. અને લડતા લડતા મૃત્યુ પામ્યો. બીજો દીકરો બાહડ (જે વાહદ તરીકે પણ ઓળખાતો) મુત્સદ્દી અને રાજકારણી હતો. તેણે પહેલા રાજા સિદ્ધરાજ સાથે કામ કર્યું અને રાજા કુમારપાળના અમલ દરમિયાન તેમનો વિશ્વાસુ જમણો સાય બનીને રહ્યો. જ્યારે કુમારપાળે સોમનાથના મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું તો આખું કામ બાહડને સોંપવામાં આવ્યું જે એને ખૂબ જ સિફત પૂર્વક પાર પાડ્યું. પિતાએ આપેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા તેણે શત્રુંજય પર્વત પર દેરાસર બાંધવાનું કામ ઈ.સ. ૧૫૫૫માં શરૂ કર્યું. એકવાર તીવ્ર વંટોળિયાને કારણે દેરાસરનો એક ભાગ તૂટી પડ્યો. બાહડે ભવિષ્યમાં ગમે તેવો વંટોળ આવે તો પણ તૂટી ન પડે તે પ્રમાણે મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરના બાંધકામ પાછળ એક રસિક ટૂંકીવાર્તા સંકળાયેલી છે. બાહડે જ્યારે મંદિરનું કામ હાથમાં લીધું ત્યારે ઘણા લોકો તેમનો ફાળો આ કામમાં આપવા માંગતા હતા. સખાવત કરનારની યાદી તૈયાર કરવામાં આવી. એ સમયે ભીમ નામનો ઘી વેચતો ગરીબ માણસ તે ગામમાં રહેતો હતો. જ્યાં યાદી બનતી હતી તે જગ્યાએ એક દિવસે તે પહોંચી ગયો. તેને પણ આ કામમાં ફાળો આપવાની તીવ્ર ઈચ્છા હતી. પણ એ દિવસે તેને ફક્ત એક જ સિક્કો મળ્યો હતો. લોકો જ્યાં લાખો સિક્કા આપતા હોય ત્યાં પોતાના એક સિક્કાની કિંમત શું? બાહડ તેની ઉત્કંઠા જાણી ગયો. તેને એક બાજુ બોલાવ્યો. એણે ખૂબ જ નમ્રતાથી એ જે કંઇ આપવા ઇચ્છે તે આપવા કહ્યું. ભીમને ખૂબ જ સંકોચ થયો. છતાં તેણે કહ્યું, “આજના દિવસે એ જે સિક્કો કમાયો છે તે ફાળામાં આપવા ઈચ્છે છે." બાહડે સિક્કો સ્વીકાર્યો એટલું જ નહીં પણ ભીમનું નામ દાતારની યાદીમાં ટોચ પર લખ્યું. બીજા બધાએ એમ કરવાનો ખુલાસો માગ્યો હતો તો બાહડે જણાવ્યું કે, બીજા ફાળો આપનાર -પોતે સુદ્ધાં પોતાની મૂડીનો થોડો ભાગ આપે છે જ્યારે ભીમે તો સમગ્ર મૂડી આમાં આપી છે. Page 275 of 307 Page #292 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ભીમ ઘરે ગયો ત્યારે તેની પત્ની ગાયને બાંધવા માટે લાકડાનો થાંભલો લગાવવા કહ્યું. તે ખોદી રહ્યો હતો ત્યાંથી જમીનમાં દાટેલી લાકડાની પેટી મળી. તેણે પેટી ખોલી તો તેમાં સોનાના સિક્કા અને બીજી ક્રીમની વસ્તુઓ હતી. તેણે વિચાર્યુ કે મેં મંદિરમાં ફાળો આપ્યો તેનું આ પરિણામ છે. તે ખજાનો ભરેલી પેટી બાહડ પાસે લઇ ગયો અને મંદિરના નિર્માણમાં આપી દીધી. મંદિર નિર્માણનું કામ ઈ.સ.૧૧૫૭ માં બે કરોડ ૯૭ લાખ સિક્કાના ખર્ચે પૂર્ણ થયું અને તેનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી હેમચંદ્રની હાજરીમાં ઉજવવામાં આવ્યો. બોધ: ધર્મિષ્ઠ, સખત મહેનતુ શ્રાવક ઉદયનની વાર્તા સહુને પ્રેરણા આપે તેવી છે. તે ખુબજ નમ્ર હતા અને પોતાના પર ઉપકાર કરનારને ક્યારેય પણ ભૂલતા નહિ. આંબડ અને બાહડના નામે ખૂબ જ ગુણિયલ જૈન સંઘના હીરા જેવા બે દીકરાઓને તેમણે ઉછેર્યાં. ભીમની ઉદારતા પણ ખૂબ જ વખાણવા લાયક હતી. દાતાઓની યાદીમાં ભીમનું નામ સૌથી ઉપર મુકવાનું બાહડનું કામ બીન પક્ષપાતી નેતૃત્વ અને ધર્મની સાચી સમજ સૂચવે છે. મુખ્ય મુદ્દાઓ: • ઉદયન રાજા કુમારપાલનો મંત્રી હતો. • • • . . એ જ્યારે ખંભાતના ગવર્નર હતા ત્યારે તેમણે રાજા કુમારપળને આશ્રય આપ્યો હતો. પાછળથી તે તેમના મંત્રી બન્યા હતા. તેણે તેના પુત્ર પાસે રોત્રુંજય પર આરસનું મંદિર બનાવવાનું વચન લીધું હતું કારણકે તે મંદિર લાકડાનું હતું જેમાં ક્યારે પણ આગ લાગી શકે છે. એના પુત્ર બાહડે એક મંદિર ઈ.સ. ૧૧૫૫ માં બંધાવ્યું હતું ત્યારે વંટોળિયાને લીધે મંદિરનો એક ભાગ પડી ગયો હતો. એણે એ મંદિર ફરીથી બંધાવ્યું અને તેનું કામ ઈ.સ. ૧૧૫૭માં પૂર્ણ થયું. ગરીબ ભીમનું નામ દાતાઓના લિસ્ટમાં સૌથી ઉપર લખવામાં આવ્યું હતું કારણકે એણે એની બધી જ મૂડી દાન કરી હતી (ભલે પછી એ એક સિકકો હતો). Page 276 of 307 Page #293 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) J.5 સવાચંદ અને સોમચંદની ખાનદાની જૈનોના તીર્થધામોમાં શત્રુંજય પર્વત ઘણો જ પવિત્ર ગણાય છે. ગુજરાતનાં અમદાવાદથી લગભગ ૨૪૦ કી.મી. દૂર આવેલા પાલિનાણા શહેરમાં તે ખાવેલો છે. તે તેની નવ ટૂંક માટે જાણીતો છે. તેમાંની એક પર્વતની ટોચ પર ચૌમુખજી ટૂંક આવેલી છે. અહી ત્યાં બંધાયેલા મંદિરોની રસપ્રચુર વાર્તા રજૂ થાય છે. ૧૬ મી સદીની વાત છે. જ્યારે મોગલ સમ્રાટ અકબર ભારત પર રાજ્ય કરતો હતો ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના નાના શહેરમાં સવાચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. તેનો વેપાર ઘણો મોટો હતો. ઇન્ડોનેશિયા અને બીજા દેશોમાં માલની નિકાસ કરવા ઘણા વહાણનો ઉપયોગ કરતો. મુસાફરી દરમિયાન એક દેશમાંથી માલ ખરીદતો અને બીજા બંદરે સારા નફાથી વેચતો. કીમતી માલ સામાન સાથે એક વખત તેમનો બાર વહાણનો કાફલો નીકળ્યો. તેમના માણસોએ પરદેશના બંદરે બધો માલ વેચી દીધો અને પાછા ફરતાં એવો જ કીમતી માલ ખરીદતા આવ્યા. પાછા ફરતા સમુદ્રના પ્રચંડ તોફાનમાં તેઓ ફસાયા અને એક ટાપુ પર રોકાઈ જવું પડ્યું. એ સમય દરમિયાન ચોમાસુ બેસી જવાથી ટાપુ પર મહિનાઓ સુધી તેઓને રોકાઈ જવું પડયું. લાંબા સમય સુધી વહાણો પાછા ન ફરવાને લીધે સવાચંદના વહાણ વિભાગના પ્રતિનિધિ વહાણો ક્યાં અટવાયા છે. તેની તપાસ શરૂ કરી. ઘણા પ્રયત્નો કરવા છતાં વહાણનો કાફલો ક્યાં છે તે જાણી નહિં શકવાથી તેમણે વહાણો ગુમ થયા તેની જાણ સવાચંદને કરી. સવાચંદને આ ઘણું મોટું નુકસાન હતું. તેણે પર દેશના વેપાર માટે ઘણી મૂડી રોકી હતી અને વહાણો પાછા ફરતા મોટો વેપાર કરી સારું એવું મેળવીને આવશે એવી આશા હતી. વહાણોને કારણે જે નુકસાન થયું તે ઘણું મોટું હતું. તેને પૈસાની તંગી વર્તાવા લાગી. લેણદારોને પૈસા પાછા આપવાની પણ મુશ્કેલી પડવા લાગી. વહાણો ગુમ થયાના સમાચાર લોકોમાં ફેલાયા તેની સાથે લોકો સવાચંદએ બધું ગુમાવી દીધું છે તેવી વાતો કરવા લાગ્યા, અને પોતાની મૂડી ન ડૂબે તે હેતુથી કડક ઉઘરાણી કરવા લાગ્યા. સવાચંદ ખૂબ જ પ્રામાણિક અને ધાર્મિક પ્રકૃતિનો માણસ હતો. તેની પાસે જે કંઈ બચ્યું હતું તેમાંથી શક્ય એટલું તેમની મૂડી પાછી આપવાનો પ્રયત્ન કર્યા. વંથળીની નજીક આવેલા માંગરોળનો રાજકુમાર પણ તેમાંનો એક હતો. તેણે રૂપિયા એક લાખ સવાચંદને ત્યાં મુક્યા હતા. આ ઘણી મોટી મૂડી કહેવાય કારણ કે ત્યાંરના એક રૂપિયા બરાબર આજના રૂપિયા અઢીસો થાય. જ્યારે રાજકુમારે સવાચંદના વહાણો ડૂબી ગયાનું જાણ્યું ત્યારે તે પણ અધીરો થઇ ગયો અને પોતાની મૂડી પાછી માંગી.સવાચંદ આવડી મોટી રકમ તાત્કાલિક આપી શકે તેમ ન હતો. એણે રાજકુમારને પોતે પૈસા મેળવી શકે ત્યાં સુધી થોભવા કહ્યું. પણ રાજકુમારને નૌ તાત્કાલિક પૈસા Page 277 of 307 Page #294 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જોઈતા હતા. સવાચંદનું નામ અને આબરૂ અત્યારે દાવ પર હતા. પોતાની આબરૂ બચાવવા એણે રાજકુમારને પૈસા આપવાનો રસ્તો શોધવાનો હતો. તે સમયે અમદાવાદમાં સોમચંદ અમીચંદ નામનો સાધર્મિક વેપારી રહેતો હતો. સવાચંદને એની સાથે કોઈ ધંધાદારી સંબંધ ન હતો. પણ તેણે સોમચંદની પેઢી વિશે અને તેની ખાનદાની વિશે સાંભળ્યું હતું. તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. રાજકુમારને સોમચંદની પેઢીના નામે એક હૂંડી લખી આપવી જેથી રાજકુમારને શાંતિ થાય. રાજકુમાર તો આ રીતે પણ પૈસા મળતા હોય તો કબૂલ હતો. સોમચંદની મંજૂરી વગર તેણે રાજકુમારને સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી. કોઈ ધંધાદારી સંબંધ ન હોવાને કારણે સવાચંદને એવો કોઈ હક ન હતો તેથી તે ખૂબ ઉદાસ થયો અને તેની આંખોમાંથી આંસુ નીકળી ને ગાલ પર રેલાવા લાગ્યા. આંસુના થોડા ટીપાં લખેલી હૂંડી પર પડીને ફેલાયા. ભારે હૈયે સવાચંદે તે હૂંડી રાજકુમારના હાથમાં આપી અને સોમચંદની પેઢી પર જઈને વટાવવા કહ્યું. રાજકુમાર ઘડીનો પણ સમય બગાડ્યા વગર પહોંચી ગયો, અને સોમચંદની પેઢી પર હૂંડી વટાવવા માટે આપી. ખજાનચી એ હૂંડી હાથમાં લઈને હાથ નીચેના કારકુનને સવાચંદનો હિસાબ જોવા કહ્યું. માણસે આખો ચોપડો ઉથલાવી જોયો પણ ક્યાંય સવાચંદ નામનું ખાતું ન હતું. કારકુને જણાવ્યું કે સવાચંદને કોઈ ધંધાદારી સંબંધ નથી. ખજાનચી સોમચંદ પાસે ગયો અને જણાવ્યું કે વંથળીના સવાચંદે હૂંડી લખીને વટાવવા મોકલી છે પણ આપણે તેમ કરી શકે તેમ નથી. આ જાણીને સોમચંદ મૂંઝવણમાં પડી ગયો. સવાચંદ વંથળીનો બહુ મોટો વેપારી છે અને તેનું નામ બહુ મોટું છે એવું તે જાણતો હતો. સવાચંદને મારી પેઢી સાથે કોઈ ધંધાકીય સંબંધ ન હોવા છતાં આટલી મોટી રકમની હુંડી કેમ લખી હશે તે તેને સમજાતું નથી. એ હૂંડી હાથમાં લઈને જોયું તો સવાચંદના આંસુથી અક્ષરો ખરડાયેલા હતા. આંસુના ટીપા પડવાથી તે સમજી ગયા કે સવાચંદ કોઈ મોટી મુસીબતમાં હશે અને બહુ શરમજનક સ્થિતિમાં નિરાશ બનીને આ હૂંડી લખી હો. સવાચંદે મારામાં આંધળો વિશ્વાસ મૂકીને આ હૂંડી લખી છે તેવું સોમચંદ સ્પષ્ટપણે સમજી ગયા.હવે મારે એ વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવવાનો છે. આવી આપત્તિમાં આવી પડેલા ખાનદાન માણસને મદદ કરવા માટે મારી મૂડી કામ ન આવે તો તે મારી સંપત્તિ શા કામની? એણે મદદ કરવાનું નક્કી કર્યું અને ખજાનચીને હૂંડીના નાણાં ચૂકવી આપવા કહ્યું. ખજાનચી મૂંઝાયો. સવાચંદનું ખાતું તો હતું નહીં તો આ મૂડી કયા ખાતામાં ઉધારવી? સોમચંદએ પોતાના વ્યક્તિગત ખાતામાં એ મૂડી ઉધારવા કહ્યું. હૂંડી સ્વીકારી અને રાજકુમારને તેમના પૈસા મળી ગયા. ખરેખર તો રાજકુમારને પૈસાની અત્યારે કોઈ જરૂરિયાત જ ન હતી પણ સવાચંદની આર્થિક સધ્ધરતામાં શંકા પડવાથી જ આમ કર્યું હતું. Page 278 of 307 Page #295 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) એને સવાચંદની આબરૂ માટે જે શંકા કરી તેનો પસ્તાવો થવા લાગ્યો. ઘરે જતા રસ્તામાં સવાચંદની પેઢી પર જઈ પોતાની મૂડી અમદાવાદથી મળી ગઈ છે તે જણાવ્યું. સવાચંદે ખરા હૃદયથી સોમચંદનો આભાર માન્યો. આ બાજુ વર્ષાઋતુ પૂરી થતા વહાણ નો કાફલો બધા માલસામાન સાથે પાછો ફર્યો. સવાચંદ ઘણો જ ખુશ થયો અને નિરાંતનો શ્વાસ લીધો. એ માલ સામાન વેચીને એણે મોટી મૂડી ઊભી કરી. વહાણો ગુમ થયા પૂર્વે જે આબરુ હતી તેના કરતાં પણ તેની આબરૂ અનેક ગણી વધી ગઈ. સોમચંદને પૈસા પાછા આપવાનો હવે એનો સમય હતો. આ હેતુથી તે અમદાવાદ ગયો અને એક લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા વળ્યા. સોમચંદના ચોપડામાં સવાચંદના ખાતે કોઈપણ રકમ બાકી બોલતી ન હતી તેથી તેણે તે પૈસા સ્વીકારવાની ના પાડી. દેવું ચૂકવ્યા વિના ઘરે પાછા પણ કેમ જવાય? એણે સોમચંદ ને ખૂબ દબાણ કરીને તે જે રકમ કહેશે તે આપવાની તૈયારી બતાવી. વધુમાં કહ્યું કે જો તે આપવામાં નિષ્ફળ જશે તો હૂંડી લખ્યાનો અફસોસ થશે. સોમચંદે જવાબ આપ્યો કે આંસુના બદલામાં હૂંડી ખરીદી હતી. એ આંસુના બે ટીપા વાળો માણસ રૂપિયા બે લાખ કરતાં પણ વધુ કિંમતી હતો. મે તો રાજકુમારને રૂપિયા એક લાખ જ આપ્યા હતા, બાકી રૂપિયા એક લાખ આપવાના તો હજુ બાકી છે. પણ સવાચંદ એ કેમ સ્વીકારી શકે? સોમચંદ પોતાની હુંડી સ્વીકારી પોતાના પર કૃપા કરી છે તેથી તે તો તેનો ઋણી હતો. સોમચંદ કહે તેટલી રકમ તે આપવા તૈયાર હતો. રકમ સ્વીકારવાને બદલે સોમચંદ તો સામેથી રૂપિયા એક લાખ તેને હજુ આપવા માંગતો હતો. સવાચંદ વારંવાર હૂંડીની રકમ સ્વીકારવા કાલાવાલા કરતો હતો. તો સોમચંદ કહેતો કે મારા ચોપડામાં તમારા નામની બાકી રકમ છે નહીં તો હું કેમ સ્વીકારું? એક રીતે જોઈએ તો સોમચંદ સાચો હતો કારણકે હૂંડીની રકમ એણે પોતાના વ્યક્તિગત ખાતામાંથી આપી હતી. રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે રામ અને ભરત બન્નેમાંથી કોઇ રાજ્ય સ્વીકારવા તૈયાર નથી ત્યારે બંને એકબીજાને રાજ્ય સ્વીકારવા સમજાવે છે. એના જેવો ઘાટ અહીં સવાચંદ અને સોમચંદ વચ્ચે થયો છે. બંને જણા બહુ મોટી રકમ એક બીજાને આપવા ઇચ્છે છે પણ બે માંથી કોઈ તે સ્વીકારવા તૈયાર નથી. સવાચંદ હૂંડીની રકમ સ્વીકારવાની વાત સતત ચાલુ રાખી તો સોમચંદે ના તો પાડી પણ હવે તો બાકીના એક લાખ રૂપિયા પણ સવાલ જ નથી સ્વીકારી લેવા જોઇએ તેવી જીદ કરી. છેવટે જૈન સંઘને લવાદ તરીકે નીમી તે જેમ કહે તેમ કરવું તે નક્કી કર્યું. અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓએ બંનેને સાથે જ બોલાવ્યા. બંનેને શાંતિથી સાંભળ્યા પછી નક્કી કર્યું કે બંનેમાંથી કોઈને તે રકમ સ્વીકારવી નથી તો તે પૈસા સારા ઉમદા કામમાં વાપરવા જોઈએ. બંને જણા સહમત થતાં તે રકમમાં સારી એવી રકમ ઉમેરી શત્રુંજય પર્વત પર મંદિરો બંધાવવા. વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું નક્કી કર્યું. મંદિરનું કામ પૂર્ણ થતા ઈ.સ. Page 279 of 307 Page #296 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ૧૬૧૯માં ખૂબ ધામધૂમથી તેની પ્રતિષ્ઠા વિધિ કરાવવામાં આવી. તેમની સ્મૃતિમાં તે મંદિર આજે પણ સવા-સોમની ટૂંક તરીકે ઓળખાય છે. બોધ: જીવનમાં તેમજ વેપારમાં પ્રમાણિકતા ઘણું વળતર આપે છે. સોમચંદની ઉદારતા પ્રશંસાને પાત્ર છે. દુઃખમાં ફસાયેલ માણસનો તે ખોટો લાભ નથી ઉઠાવતા. આપેલું કશું જ પાછું મેળવવાની અપેક્ષા રાખ્યા વિના અજાણ્યા માણસને પણ તેઓ મદદરૂપ થતા. મુખ્ય મુદ્દાઓ: • • . • • • • . • ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના શહેરમાં સવાચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. એકવાર એમના કીમતી માલ સામાન સાથેનો વહાણોનો કાફલો દરિયાના તોફાનમાં ગાયબ થઈ ગયો અને બધાને લાગ્યું કે તે કાફલો પાછો આવશે કે નહીં. લેણદારો સવાચંદ પાસેથી પૈસા પાછા માંગવા લાગ્યા. તેમાંથી એક રાજકુમારે હમણાં ને હમણાં પૈસા પાછા માગવાની જીદ કરી. સવાચંદે સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી. સોમચંદ સવાચંદને જાણતો હતો પરંતુ કોઈ ધંધાકીય સંબંધ ન હતા. પણ જ્યારે સવાચંદના આંસુથી ખરડાયેલી હૂંડી જોઈ ત્યારે સોમચંદને થયું સવાચંદ ખરેખર કોઈ મોટી મુસીબતમાં છે અને આ ઠંડી પણ તેણે બહુ નિરાશ બનીને લખી છે. જ્યારે સવા ચંદના વહાણોનો કાફલો પાછો ફર્યો ત્યારે તે સોમચંદને તે હૂંડીના પૈસા પાછા આપવા ગયા પરંતુ સોમચંદે તે લેવાની ના પાડી. સવાચંદ એ પૈસા પોતાની પાસે રાખવા ના પાડતા હતા અને સોમચંદ પૈસા લેવાની ના પાડતા હતા. અંતે બંનેએ તે પૈસા કોઈ સારા કામમાં વાપરવાનું નક્કી કર્યું અને તેમણે કોનુંજય પર મંદિરો બંધાવ્યા અને આજે પણ એ સવા-સોમની ના નામે ખાપરા પા ક ઓળખાય છે. Page 280 of 307 Page #297 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) K.1 શ્રીમદ રાજચંદ્ર વિભાગ – K સમકાલીન જૈન વિભૂતિઓ K.2 વિરચંદ આર. ગાંધી K.3 દિગંબર અને શ્વેતાંબર પરંપરાના મહાન આચાર્યો Page 281 of 307 Page #298 -------------------------------------------------------------------------- ________________ K.1 શ્રીમદ રાજચંદ્ર Compodium of Jainism - Part (II) K.1.1 પરિચય શ્રીમદ રાજચંદ્ર મહાન દ્રષ્ટા અને આધુનિક યુગના એક સુપ્રસિદ્ધ સંત હતા. તેઓએ જૈન તત્વજ્ઞાન તથા સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ મહાન તત્વવેત્તા, કવિ, સમાજસુધારક, વિચારક અને આત્મસાક્ષાત્કાર કરનાર સંત હતા. મહાત્મા ગાંધીજી શ્રીમદના આધ્યાત્મિક જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. શ્રીમદનું લખાણ તેમના આત્મ અનુભવનો સાર હતો. અત્યારે પણ આધ્યાત્મિક જાગૃતિ અને આત્મસાક્ષાત્કારની શોધમાં ઘણા જૈન અને હિન્દુ સાધકો તેમના ઉપદેશને અનુસરે છે. K.1.2 જન્મ અને બાળપણ શ્રીમદ રાજચંદ્રનો જન્મ નવેમ્બર ૧૦, ૧૮૬૭ એટલે કે વિક્રમ સવંત ૧૯૨૪ના કારતક મહિનાની પવિત્ર પૂનમ (દેવ- દિવાળી) ને દિવસે ગુજરાતમાં આવેલા મોરબી જિલ્લાના વવાણીયા ગામમાં થયો હતો. તેમના પિતા રવાભાઈ અને માતા દેવબા હતું. જન્મનું તેમનું નામ લક્ષ્મીનંદન હતુ પણ ચાર વર્ષ પછી તેમનું નામ બદલીને રાજચંદ રાખ્યું. પાછળથી તેઓ રાજચંદ્રના નામથી જાણીતા બન્યા. રાજચંદ્રના પિતા તથા દાદા વૈષ્ણવ(હિન્દુ) ધર્મ પાળતા હતા. તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તેમના માતા દેવબા જૈન કુટુંબના હતા. આમ બાળક રાજચંદ્ર જૈન અને હિંદુ એમ બેવડા સંસ્કારથી મોટા થયા. બાળવયમાં રાજચંદ્રને જાત જાતનાં પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. એક વખત તેમણે જૈન પ્રતિક્રમણ સૂત્ર વાંચ્યું. તેમાં વર્ણવવામાં આવેલી પ્રાણી માત્ર પ્રત્યે કરુણાની ભાવના તથા રોજની પ્રતિક્રમણની ક્રિયા દરમ્યાન તેમજ પર્યુષણ દરમ્યાન ખરા હૃદયની ક્ષમાની ભાવનાની વાતો તેમને બહુ અસર કરી ગઈ. જૈન ધર્મ આત્મજ્ઞાન, સંયમ, પરમ શાંતિ, ત્યાગ કરવો, દુનિયાના સુખથી દૂર રહેવું તથા ધ્યાન કરવું એવી ક્રિયા ઉપર ભાર મૂકે છે. તેથી તેમની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધી ગઈ. સંપૂર્ણ સત્યની શોધમાં જૈન ધર્મનું તત્વ જ્ઞાન તથા સંસ્કાર જ અંતિમ સત્ય તથા પરમ શાંતિ અપાવશે તે શ્રીમદને સમજાઈ ગયું. સાત વર્ષની ઉંમરે એવો બનાવ બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એક પ્રૌઢ અંગત પરિચયવાળા ભાઈ શ્રી અમીચંદભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યા. બાળક રાજચંદ્રએ પોતાના દાદાને પૂછ્યું, “મરી જવું એટલે શું?” તેના વહાલાદાદા એ સમજાવ્યું, “તેમનો આત્મા તેમનું શરીર છોડી ચાલ્યો ગયો. હવે તે ખાઈ શકે નહીં કે હાલી ચાલી પણ ન શકે. તેમના શરીરને ગામ બહાર લઈ જઈને બાળી મુકવામાં આવશે.” રાજચંદ્ર ચૂપચાપ સ્મશાને પહોંચ્યા અને મૃત શરીરને બળતું Page 282 of 307 Page #299 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જોયું. તેઓ ઊંડા ચિંતનમાં પડી ગયા. અચાનક જાણે મન પરના પડળો ખસી ગયા અને પાછલા જન્મના ભવ યાદ આવવા લાગ્યા. એક જીવનથી બીજા જીવનના જન્મ-મરણના ફેરાનો તેમને સાક્ષાત્કાર થયો. આ બનાવ તેમની આધ્યાત્મિક જાગૃતિનું નિમિત્ત બન્યો અને તેમણે કર્મના બંધન તથા દુઃખને ભવ બંધનના ફેરામાંથી જીવનને મુક્ત કરવાનું નક્કી કર્યું. સાત વર્ષની ઉંમરે તેઓ નિશાળે ગયા. જોયેલું, સાંભળેલું કે વાંચેલું અક્ષરશ: યાદ રાખવાની તેમની આગવી શક્તિના બળે શાળાનો સાત વર્ષનો અભ્યાસ લગભગ બે વર્ષમાં પુરો કર્યો. ગામની શાળામાં તો સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હોવાથી તેમના શાળાકીય શિક્ષણનો અંત આવ્યો. પણ તેમણે પોતાની જાતે ચોપડીઓ વાંચીને શીખવાનું ચાલુ રાખ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેમણે તેમના પિતાનો ધંધો પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરવા માંડ્યો. એમણે ૮ વર્ષની ઉંમરે પ્રથમ કાવ્ય રચના કરી પછી તેમણે સામાજિક બનાવોને સ્પર્શતા કાવ્યો લખ્યાં અને તે કાવ્યો સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયા. ઉંમરમાં નાના હોવા છતાં તેમણે સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળ લગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા. ઘણી નાની ઉંમરે ભવિષ્યમાં શું બનશે તે જોવાની અલૌકિક શક્તિ તેમને હતી. તેથી ઘણા લોકોને આવી પડનારી તકલીફોમાં મદદ કરી હતી. ૧૬ વર્ષની ઉમરે તેમણે જૈન માર્ગને મુક્તિનો સાચો માર્ગ બતાવતી “મોક્ષ માળા” નામે પુસ્તક લખી. અઢાર વર્ષની ઉંમરે તેઓ નિષ્ણાંત જ્યોતિષી બન્યા. તેઓ ચોપડી ખાલી અડીને ઓળખી બતાવતા તથા રસોઈ ચાખ્યા વિના તેના સ્વાદ વિશે કહી શકતા. આવી બધી અસામાન્ય શક્તિઓના વિકાસની સાથે સાથે તેઓ પ્રાણીમાત્ર તરફ દયાળુ અને અહિંસાના ચુસ્ત આગ્રહી બન્યા. ૪.૧.૩ કુટુંબ ૨૦ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૮ માં વિ.સ.૧૯૪૪ માં રાજચંદ્રના લગ્ન ઝબકબેન સાથે થયા. ઝબકબેન રાજચંદ્રના ધંધાદારી ભાગીદાર શ્રી રેવાશંકર ભાઈના મોટાભાઈ પોપટલાલ જગજીવનદાસની દીકરી હતા. તેમને ચાર સંતાનો હતા. બે દીકરા શ્રી છગનલાલ અને શ્રી રતિલાલ તથા બે દીકરીઓ શ્રીમતી જવલબેન અને શ્રીમતી કાશીબેન. શ્રીમદને મનસુખભાઈ નામે નાનો ભાઈ હતો. ૨૦ વર્ષની ઉંમરે (ઈ. સ. ૧૮૮૮) શ્રીમદ રાજચંદ્ર મુંબઈમાં હીરાના ધંધામાં ભાગીદાર થયા. ધંધાના તમામ વ્યવહારમાં તેઓ બિલકુલ નૈતિક, પ્રામાણિક અને દયાળુ હતા. ધંધાકીય સુઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો. સત્ય માટેનું માંન, નૈતિક મૂલ્યો માટેની પ્રીતિ તથા યોગ્ય હોય તે કરવાની મક્કમતાએ બીજાને પણ તેમ કરવાની Page 283 of 307 Page #300 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પ્રેરણા આપી. ઈ.સ. ૧૮૯૦ (વી.૪.૧૯૫૫)માં ૩૧ વર્ષની ઉંમરે તેમણે ધંધામાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઇ લીધી. K.1.4 અવધાન શક્તિ ૧૭ વર્ષની ઉંમરે શ્રીમદે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ જોયો જેણે અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને બાવન અવધાન એક સાથે કરવા શક્તિમાન બન્યા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે મુંબઈના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા મહાનુભવોની હાજરીમાં તેમને આવધાનના પ્રયોગ માટે આમંત્રણ આપવામાં આવ્યુ. તેમણે ૧૦૦ અવધાન ક્રિયાઓ સફળતાપૂર્વક કરી બતાવ્યા જે શતાવધાનના નામે ઓળખાય છે. ૧૦૦ અવધાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જેવીકે પાના રમવા, ચેસ રમવી, ધંટના અવાજ ગણવા, ગણિતના સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરવા,જુદા-જુદા વિષયો પર કાવ્યો રચવા, અંગ્રેજી, ગ્રીક, એરેબિક જેવી ૧૬ જુદી જુદી ભાષાઓના શબ્દો ગોઠવવા વગેરેનો સમાવેશ થતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે શ્રીમદ એ પ્રાથમિક શાળાના ગુજરાતી સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. આ એક માની ન શકાય તેવી મોટી સિદ્ધિ હતી, અને મુખ્ય સમાચાર પત્રો જેવા કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, પાયોનીયરમાં તેમની સિદ્ધિની જાહેરાત થઈ. શ્રીમદને પોતાની અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો કારણ કે જૈન ધર્મના ધોરણો પ્રમાણે ત્યા રેહેવું અઘરું પડે અને આધ્યાત્મિક પ્રગતિનો પોતાનો મુખ્ય હેતુ માર્યો જાય. ૨૦ વર્ષના થતા થતા તો તેમની કીર્તિ આખા ભારતમાં ફેલાઈ ગઈ, પણ તેમને સમજાયું કે પોતાની આગવી શક્તિને કારણે તેઓ જે મેળવી રહ્યા છે તે કેવળ સ્થૂળ લાભ જ છે જે તેઓનું ધ્યેય ન હતું. તેમણે આ બધી પ્રવૃત્તિ સદંતર છોડી દીધી અને આત્મસંયમ, દુનિયાદારીના સુખોનો ત્યાગ, ચિંતન મનન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પર જ મનને સ્થિર કર્યું જેથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવી શકાય. K.1.5 શ્રીમદ રાજચંદ્રનું સાહિત્ય તેમના શરૂઆતના વર્ષોમાં શ્રીમદે કાવ્યો લખ્યા અને સામાજિક સુધારણા માટે લેખો લખ્યા, જેનાથી દેશપ્રેમ જાગૃત થાય. તેમણે ૧૪ વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતા જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૧૬ વર્ષની ઉંમરે એમણે મોક્ષમાળા લખી અને એનો જ સંક્ષિપ્ત ગ્રંથ ભાવના બોધ' લખ્યો. Page 284 of 307 Page #301 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જેનો સાહિત્યક અર્થ ‘મુક્તિનો હાર' એવો થાય. તેના નામ પ્રમાણે જ એ મુક્તિના માર્ગ તરફ જવાની સમજ આપે છે. તે સાદી સરળ ભાષામાં લખાયેલ છે પણ જૈન ધર્મની સંપૂર્ણ માહિતી આપે છે. તેમણે માત્ર ત્રણ દિવસમાં જ તેના ૧૦૮ પાઠની રચના કરી હતી. અમદાવાદ પાસેના નડિયાદમાં તેઓ નિવૃત્તિ અર્થે રોકાયા હતા ત્યારે તેઓએ સ. ૧૯૫૨ના આસો વદ-૧ના રોજ સાંજના સમયે આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા શાસ્ત્ર શિરોમણી આ મહાકાવ્યની રચના કરી હતી. એક પવિત્ર સાંજે ફક્ત ૯૦ મિનિટમાં તેમણે આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૪૨ શ્લોકની રચના એકી બેઠકે કરી હતી. શ્રીમદ આવું વિસ્તીર્ણ છતાં બધું જ સમાવી લેવાય તેવું કામ ટૂંક સમયમાં કર્યું તે જ તેમની આધ્યાત્મિક શક્તિનો પરચો આપે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિષય આત્માના છ શાસ્ત્રીય લક્ષણો છે - આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કરતા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માની કર્મથી મુક્તિ છે અને કર્મોથી આત્માની મુક્તિના ઉપાય છે. તે જૈન ધર્મના તત્વજ્ઞાનને વ્યાપક રીતે વર્ણવે છે અને જૈન ધર્મનો અનેકાંતવાદ અન્ય ભારતીય દર્શન ને કેવી રીતે સમાવી લે છે તે બતાવે છે. ‘અપૂર્વ અવસર' એ એમનું અતિ મહત્વનું કાવ્ય છે. એ દૈવી કાવ્યમાં અંતિમ મુક્તિ માટેની આધ્યાત્મિક પ્રગતીના ૧૪ ક્રમશઃ પગથિયા વર્ણવ્યા છે. અપૂર્વ અવસર કાવ્યને મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમની પ્રાર્થનાની આશ્રમ ભજનાવલી ચોપડીમાં સમાવી લેવામાં આવ્યું છે. શ્રીમદનું સંપૂર્ણ સાહિત્ય ૩૫ થી વધુ કાવ્યો તથા તેમના પરિચયમાં આવેલા મહાનુભાવોને લખેલા લગભગ ૯૫૦ પત્રોમાં સમાયેલું છે, જે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત' નામે ઓળખાય છે. તેમના લખાણમાં ઊંચી કક્ષાની આધ્યાત્મિકતા જોવા મળે છે. કોઈ તેમના સાહિત્યમાં ઊંડા ઊતરીને જુએ તો જણાશે કે એમનું લખાણ આત્મસાક્ષાત્કાર દ્વારા મુક્તિનું ઉત્તમ સંભાષણ છે. મહાત્મા ગાંધી શ્રીમદ રાજચંદ્રના દૈવી ગુણોથી ભરેલા જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને પુરા માન અને આદર સાથે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માન્યા હતા.જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાંના તેમના ખ્રિસ્તી તથા મુસ્લિમ મિત્રોએ તેમના ધર્મને અપનાવવા ખૂબ જ દબાણ કર્યું હતું. તેમણે માર્ગદર્શન માંગતો શ્રીમદને પત્ર લખ્યો. શ્રીમદ રાજચંદ્રએ તેમને પોતાનો હિંદુ ધર્મ જ આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ થશે તે સમજાવ્યું. ગાંધીજીએ ખૂબ જ આદરપૂર્વક શ્રીમદ વિશે પોતાની આત્મકથામાં લખ્યું છે અને ઘણી પ્રસંગે તેમનો મહિમા વધારતી અંજલિ આપી છે. તેમજ વારંવાર કહ્યું છે કે દયા અને અહિંસા વિશે એમને શ્રીમદ પાસેથી શીખવા મળ્યું છે. ગાંધીજીના જીવન પર શ્રીમદનું આધ્યાત્મિક જીવન અને તેમના આધ્યાત્મિક લખાણે ટોલ્સ્ટોય અને રસ્કિન કરતાં વધુ અસર કરી છે. K.1.6 આધ્યાત્મિક વિકાસ શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સાત વર્ષની ઉંમરે જ્યારે Page 285 of 307 Page #302 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) તેઓને પોતાની પાછલી જિંદગીના ભવ યાદ આવી ગયા ત્યારે ભગવાન મહાવીર સ્વામી સાથેનો સમાગમ તેમને સ્પષ્ટ યાદ આવ્યો. ઈ.સ. ૧૮૯૧માં (વિ.સ. ૧૯૪૭) ૨૩ વર્ષની ઉંમરે શ્રીમદ્ ને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો. પોતાની પ્રગતિ સાધવા માટે ધીમે ધીમે દુનિયાથી દુર થઈ ધર્મ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા, સદગુણો કેળવતા, દુનિયાના સુખોને ઓછા કરતા અને લાંબો સમય સુધી ધ્યાનમાં જ રહેતા. મહિનાઓ સુધી મુંબઈથી દુર એકાંત જગ્યામાં જઈને રહેતા. શરૂઆતમાં પોતાના માર્ગમાં ઘણી મુસીબતો આવતી કારણ કે ઘર તથા ધંધા તરફ ની કેટલીક જવાબદારીઓ ઉભી હતી. ઈ.સ ૧૮૯૬ માં (વિ.સ. ૧૯૫૨) તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવિઠામાં ઘણા મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. ૨૮ વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ધંધામાંથી ૩૧ વર્ષની ઉંમરે ઈ.સ ૧૮૯૯ માં (વિ.સ. ૧૯૫૫) માં સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા. માતા પાસે સંસારને કાયમ માટે છોડીને સાધુ થવાની આજ્ઞા માંગી પણ પ્રેમ અને લાગણીને લીધે માએ ના પાડી. બે વર્ષ સુધી માને ઘણું દબાણ કર્યું અને તેમને આશા હતી કે મા સાધુ થવાની પરવાનગી આપશે પણ એ સમય દરમિયાન તેમની તબિયત બગડી જતી હતી અને તે વધુને વધુ બગડતી ગઈ. ઈ.સ ૧૯૦૧ ચૈત્ર વદ ૫ (વિ.સ. ૧૯૫૭)માં ૩૩ વર્ષની નાની ઉંમરે રાજકોટમાં એમનું અવસાન થયું. 6.1.7 અનુયાયીઓ શ્રીમદ એ તેમની આધ્યાત્મિક જિંદગી બધાથી અંગત રાખવા પ્રયત્ન કર્યો હતો છતાં તેમને ઓળખ મળી છે અને ઘણા લોકો અંતિમ મુક્તિ માટે તેમને તેમના માર્ગદર્શક માનતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમના કેટલાક અંગત અનુયાયીઓ નીચે પ્રમાણે હતા. K.1.7.1 શ્રી સોભાગભાઈ ૯૫૦ પત્રોમાંથી ૩૫૦ પત્રો તો શ્રીમદ્ રાજચંદ્રએ શ્રી સોભાગભાઈને જેઓ તેમનાથી ૪૦ વર્ષ મોટા હતા તેમણે લખ્યા હતા. પહેલી જ મુલાકાતમાં સોભાગભાઈએ શ્રીમદને આત્મજ્ઞાની માણસ તરીકે ઓળખ્યા હતા અને તેમને સાચા ગુરુ માન્યા હતા. તેઓ વર્તનમાં બહુ સાદા હતા અને ભક્તિમાં ખૂબ જ ગંભીર હતાં. તેઓ રાજકોટ નજીક આવેલા સાયલાના રહેવાસી હતા. તેમની વિનંતીને માન આપીને શ્રીમદે ગેય મહાકાવ્ય આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. જેથી તેને યાદ કરવું ખૂબ સરળ બને. તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમાધિ અવસ્થામાં જ તેમનું મૃત્યુ થયું. Page 286 of 307 Page #303 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) K.1.7.2 શ્રી લઘુરાજ સ્વામી શ્રી લઘુરાજ સ્વામી સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમદના ઘણા ભક્તોમાના એક અનુયાયી હતા. તેઓ સાધુ હોવાને કારણે સંસારી શ્રીમદ પ્રત્યેની ભક્તિના લીધે જૈન સમુદાય તરફથી તેમને ઘણા મોટા પ્રશ્નો ઊભા થયા હતા. શ્રીમદ રાજચંદ્રની હાજરીમાં જ એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયેલું અને વડોદરાની નજીક અગાસ આશ્રમની તેમણે સ્થાપના કરાવી. શ્રીમદ રાજચંદ્રના બધા લખાણો સાચવવાનો અને મોટાપાયે લોકો સુધી પહોંચાડવાનો જશ આ આશ્રમને જાય છે. શ્રીમદ રાજચંદ્રના અનુયાયીઓ માટે અગાસ મહત્વનું સ્થાન છે. આજે પણ ભારતમાં અને ભારતની બહાર શ્રીમદ્ રાજચંદ્રના ૫૦ કરતાં પણ વધુ આશ્રમો છે. જ્યાં શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ ભક્તિ કરે છે અને શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કરે છે. K.1.7.3 શ્રી અંબાલાલભાઈ ખંભાતના રહેવાસી શ્રી અંબાલાલભાઈ એક નિષ્ઠાવાન શિષ્ય હતા. જેઓએ પોતાની ઝળહળતી વકીલાત શ્રીમદ રાજચંદ્રની સેવા માટે છોડી દીધી. શ્રીમદ રાજચંદ્ર તેમને તેમની અસામાન્ય શક્તિને કારણે ધર્મગ્રંથોની નકલ કરવાનું તથા પોતાના પત્રોના ઉતારાનું કામ સોંપ્યું હતું. તેઓ અને શ્રીમદ રાજચંદ્રના નાના ભાઈ મનસુખભાઈ શ્રીમદ રાજચંદ્રના પત્રો, સાહિત્ય ભેગું કરતા અને તેને છપાવવાનું કામ સંભાળતા. શ્રીમદ પછી ચાર વર્ષે ઈ.સ.૧૯૦૫(વી. સં. ૧૯૬૧) માં અંબાલાલભાઈ ને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને સમાધિ અવસ્થામાં જ નાની ઉંમરે મૃત્યુ પામ્યા. K.1.7.4 શ્રી જુઠાભાઇ શ્રીમદ્ રાજચંદ્રના દૈવીતત્ત્વને પિછાણનારા સૌપ્રથમ જુઠાભાઇ હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. તેમના સંબંધો ગાઢ હતા. જુઠાભાઇ ૧૮૯૦ (વી.સં. ૧૯૪૬)માં ૨૩ વર્ષની નાની ઉંમરે પોતાનું આત્મકલ્યાણ સાધી સમાધિ મૃત્યુને વર્યા. K.1.8 શ્રીમદ રાજચંદ્રનો ઉપદેશ અને તેમનું પ્રદાન રાજચંદ્રનું તમામ સાહિત્ય ભગવાન મહાવીરના ઉપદેશ પર આધારિત છે. તેમણે આદેશ કાવ્યને ગદ્યના રૂપમાં સરળ ગુજરાતી તથા હિન્દી ભાષામાં રજૂ કર્યું છે. આપણે શ્રીમદ્ રાજચંદ્રના લખાણોનો ઊંડો અભ્યાસ કરીશું તો જણાશે કે તેમણે સાચી આધ્યાત્મિકતાને નવો પ્રકાશ આપવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. અંધવિશ્વાસ દૂર કરી સાચી આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં તેઓ સફળ પણ થયા હતા. બાહ્ય વર્તન અને પહેરવેશ પરથી જ કોઈને ગુરુ માનવાની ભૂલ છે એવું લોકોને સમજાવ્યા. આજ તેમનું મોટું યોગદાન હતું. આધ્યાત્મિક સફર અયોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા Page 287 of 307 Page #304 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) થતા શિષ્ય જિંદગીના ચક્ર વધારીને દુ:ખ અને પીડા જ પામે છે. તો બીજી બાજુ સાધક સદગુરૂ દ્વારા અપાતા ઉપદેશને જાણીને, સમજીને સાચી સ્વતંત્રતા અને મોક્ષ મેળવી શકે છે. K.1.8.1 નૈતિકતા સારી રીતભાત, સારી પ્રવૃત્તિઓ અને સારી વર્તણૂક પવિત્રતાનું પ્રતિક છે. દરેક જીવંત વ્યક્તિ સમાન છે. તેથી કોઈ આત્માને દુઃખ ન પહોંચાડો. દરેક આત્માની ક્ષમતા અને તાકાતથી વધુ કામ ન લેવું. K.1.8.2 માનવજીવન જીવંત અસ્તિત્વ ધરાવતા તમામ જીવ કાયમી સુખ ને ઝંખે છે. એમાં કોઈ અપવાદ નથી. આ ઇચ્છા કેવળ માનવ જીવનમાં જ પૂર્ણ કરી શકાય. માનવી દુઃખની જ પસંદગી કરે છે. મોહનીય કર્મના ઉદયને કારણે તે દુન્યવી ઈચ્છાઓ અને માલિકીમાં પણ સુખ જુએ છે જે ખરેખર તેનો ભ્રમ છે. k.1.૪.૩ દુન્યવી સુખોથી વિમુખ થવું . વૈરાગ્ય દુન્યવી અને ભૌતિક સુખો તથા કૌટુંબિક સંબંધોથી મુક્ત થવું તેને વૈરાગ્ય કહેવાય છે. જે શાશ્વત સુખ માટે ખૂબ જ મહત્વનું છે. સાચો ત્યાગ આત્માના સાચા જ્ઞાનથી જ પ્રગટે છે. તે વિના આત્મજ્ઞાન મળવું અસંભવ છે. કોઈ સર્વસ્વ ત્યાગમાં જ અટકીને આત્મજ્ઞાનની ઈચ્છા જ ન રાખે તો તેનો માનવ અવતાર વેડફાઈ જાય છે. K.1.8.4 જ્ઞાન અને ડહાપણ યોગ્ય જ્ઞાન દ્વારા આપણે દુનિયાના પદાર્થોના ગુણ અને બદલાતા પર્યાય જાણી શકીએ છીએ. જૈન ધર્મ ગ્રંથ “ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેવી જ રીતે ધર્મને રસ્તે ચાલનારા જ્ઞાની મનુષ્ય આ દુનિયામાં ખોવાતો નથી.” સાચું જ્ઞાન એ જ છે જે બાહ્ય લાગણીઓ પર કાબૂ રાખે, કુટુંબ જીવન તથા દુનિયાના સુખો તરફનો લગાવ ઘટાડે, અને સાચું સત્ય પ્રગટાવે. જો તમે તમારી જાતને જાણો તો જાણી શકો. પણ જો તમારી જાતને ન જાણ્યું તો તમારું જ્ઞાન અર્થહીન છે. K.1.9 ઉપસંહાર શ્રીમદ રાજચંદ્ર મહાન સંત હતા અને આત્મસાક્ષાત્કાર પામેલ ગુરુ હતા. આગવા શિક્ષણવિદ્ હતા, Page 288 of 307 Page #305 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) જન્મજાત કવિ હતા, તેમની યાદશક્તિ અદ્વિતીય હતી, સમાજસુધારક હતા, અહિંસાના ઉપાસક અને પ્રચારક હતા, અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવવાળા હતા. બીજા મહાન પુરુષોની જેમ જ શ્રીમદ રાજચંદ્રની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા કારણ કે તેમણે જૈન સમાજની યોગ્ય સમજ અને હેતુ રહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ તેમની મહાનતાની પિછાણ લોકોને થઈ. આધ્યાત્મિક વિકાસ અને આખરી મોક્ષ માટે જીવનમાં સદગુરુની જરૂરિયાત પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. શ્રીમદ હંમેશા માનતા હતા કે તેઓએ દીક્ષાગ્રહણ કરેલ ન હોવાથી મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માટે તેઓ અધિકારી નથી. તેથી પોતાનામાં વિશાળ જ્ઞાન હોવા છતાં તેઓ લોકોને ઉપદેશ આપતા નહીં. તેમને આશા હતી કે પાછલી જિંદગીમાં તેઓ સાધુ બનશે અને યોગ્ય સમય આવે જૈન સમુદાયને યોગ્ય ઉપદેશો આપશે. જૈન ધર્મમાં પ્રવેશેલા અયોગ્ય ક્રિયાકાંડને તિલાંજલિ આપવા સમજાવશે. બોધ: શ્રીમદ રાજચંદ્ર પોતાના અંગત સત્સંગ પ્રતિ લખેલું લખાણ તથા વ્યક્તિગત ટિપ્પણીમાં જૈન ધર્મનું તત્વ જોવા મળે છે. પત્ર, નિબંધ અને કાવ્યો તથા મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર અને બીજા ઘણા આધ્યાત્મિક લખાણ તેમની અમૂલ્ય ભેટ છે. ટૂંકમાં 33 વર્ષની ઉંમર દરમ્યાન તેમણે શાશ્વતનો મહિમા સમજાવતો આધ્યાત્મિક સંદેશો આપ્યો. ભગવાન મહાવીરના ઉપદેશને સરળ વાણીમાં સમજાવ્યો. તેમનો આ ઉપદેશ સામાન્ય માનવી સહેલાઈથી મેળવી શકે છે. આપણને સાચા આત્મસાક્ષાત્કાર પામેલા માનવીને સમજવાની અદ્વિતીય તક તેમના લખાણો દ્વારા પ્રાપ્ત થાય છે. મુખ્ય મુદ્દાઓ: • શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ કાર્તિક મહિનાની પૂર્ણિમા દેવદિવાળી)ના શુભ દિવસે નવેમ્બર,૧૮૬૭) ગુજરાતના મોરબી જિલ્લાના વવાનીયા ગામમાં થયો હતો. • પિતા રવજીભાઈ (હિન્દુ) અને માતા દેવબા(જૈન) હતા. • તેમણે આઠ વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા રચી હતી · ૧૬ વર્ષની ઉંમરે, તેમણે "મોક્ષમાળા" અને તેનું સંકલન "ભાવાના-બોધ" લખ્યું. • ૨૦ વર્ષની ઉંમરે, રાજચંદ્રએ ઝબકબેન સાથે લગ્ન કર્યા. • ૨૩ વર્ષની ઉંમરે, શ્રીમદ્ ને સમ્યકદર્શન સમજાયું . તેમણે સફળતાપૂર્વક ૧૦૦ અવધાન કર્યા જેથી તેઓને શતાવધાની તરીકે ઓળખવામાં આવે છે Page 289 of 307 Page #306 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) • . • . • • . • ૧૮૯૬માં "આત્મસિદ્ધિશાસ્ત્ર" નામે એક મહાકાવ્ય ગુજરાતીમાં શ્રીમદ્ દ્વારા લખવામાં આવ્યું. અપૂર્વ અવસર તેમના છેલ્લી મુખ્ય સંકલન હતી. લગભગ ૩૫૦ જેટલા પત્રો શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા શ્રી સોભાગભાઈ માટે લખવામાં આવ્યા હતા શ્રી લઘુરાજસ્વામી એક સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમદ્ ના સૌથી પ્રખર અનુયાયીઓમાંથી એક હતા. અંબાલાલભાઈ, ખંભાતના મૂળ વતની, શ્રીમદ્ રાજચંદ્રના ખૂબ સમર્પિત શિષ્ય હતા. જુઠાભાઈ પ્રથમ વ્યક્તિ હતા જેમણે શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક ગણાવ્યા શ્રીમદ્ ની આધ્યાત્મિકતા ઓળખી અને તેને સ્વીકારી હતી. શ્રીમદએ આધ્યાત્મિક પ્રગતિ અને આખરે મુક્તિ મેળવવા માટે જીવનમાં એક સદગુરુની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો છે શ્રીમદ્ હંમેશા કહેતા કે તેમણે દીક્ષાનું વ્રત લીધું ન હોવાથી, તેઓ મુક્તિના માર્ગનો ઉપદેશ આપવા માટે લાયક નથી. Page 290 of 307 Page #307 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) K.2.1 જીવન અને કવન K.2 વિરચંદ આર. ગાંધી (ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ થી ઓગસ્ત ૭, ૧૯૦૧) સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩નો એ યાદગાર દિવસ હતો. શિકાગો નામ અને કલા સંસ્થાનો (આર્ટ ઇન્સ્ટિટયૂટ શિકાગો) કોલંબસ હોલ જુદા જુદા દેશ અને ધર્મના લગભગ ૩૦૦૦ પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલો હતો. જગતના ધર્મોની પરિષદનો એ ઉદઘાટનનો દિવસ હતો. માનવ ઇતિહાસમાં આવી પરિષદ આ પ્રથમ વખત જ ભરાઈ હતી. આ પરિષદનો હેતુ જગતના જુદા જુદા ધર્મોનું જ્ઞાન ફેલાવવાનો અને અનુયાયીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વિકસાવવી જગતની શાંતિ કાયમ રાખવાનો હતો. આ પરિષદ ૧૭ દિવસ ચાલી હતી. આ બધામાં તેમના ભારતીય પોશાક અને પાઘડી પહેરેલા બે જુવાન માણસો ખાસ આકર્ષણનું કેન્દ્ર હતા. તેમાંથી એક જગ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ જેઓએ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બીજા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેઓએ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે યુ.એસ.એની પરિષદ દરમિયાન ધર્મ સભામાં પોતાના વક્તવ્ય અને વ્યક્તિત્વથી સૌને પ્રભાવિત કર્યા અને તેથી તેમને યુ.એસ.એ.માં વધુ રોકાઈને જુદાજુદા શહેરોમાં ભાષણ યોજવા જણાવ્યું. ત્યાં હાજર રહેલા સભાસદો ૨૯ વર્ષના યુવાન શ્રી વીરચંદ ગાંધીના વક્તવ્યથી જ પ્રભાવિત થયા એટલું જ નહીં પણ તેમના જ્ઞાનથી પણ પ્રભાવિત થાય. જૈન ધર્મનું સમગ્ર દ્રષ્ટિકોણ અને તે રજુ કરવાની વાક્છટાથી સભાસદ ચકિત થઈ ગયા. અમેરિકન છાપામાં છપાયુ કે, “પૂર્વીય તમામ વિદ્વાનોમાં જૈન ધર્મની શ્રદ્ધા અને રીત રસમ અંગેના આ યુવાનનું ભાષણ ખુબ જ સરસ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યું." શ્રી વીરચંદ ગાંધી ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ માં ગુજરાતમાં ભાવનગરની નજીક આવેલા મહુવામાં જન્મ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું કર્યા બાદ તેઓ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયા. તેમણે બીએ.હોનર્સની ડીગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૮૮૪માં મેળવી. સમગ્ર જૈન સમાજમાં તેઓ પ્રથમ જ ગ્રેજ્યુએટ હતા. તેઓ બૌદ્ધ ધર્મ, વેદાંત, તત્વજ્ઞાન, યોગ, ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમના તત્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર હતા. તેમણે ઘણા બધા ધર્મના તત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો જેને લીધે જુદા જુદા વિષયો પર ખૂબ જ પ્રભુત્વ અને વિશ્વાસી ભાષણ આપી શકતા. તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત, સૈન્ય જેવી ૧૪ ભાષાનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૮૫માં ૨૧ વર્ષની ઉંમરે શ્રી વીરચંદ ગાંધી સર્વપ્રથમ જૈન ધર્મ સભાના માનદ મંત્રી બન્યા. મંત્રી તરીકે તેઓએ પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાતમાં આવેલા પાલિતાણા પાસેના શત્રુંજય પર્વત પર લેવામાં આવતા યાત્રાળુ વેરાને નાબૂદ કરાવ્યો. એ દિવસોમાં શાસન કરતા Page 291 of 307 Page #308 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) સામે વિરોધ નોંધાવવો એ આખરી સજાને પાત્ર અથવા મૃત્યુને આમંત્રણ આપવા સમાન ગણાતા. તેમણે સમાધાન માટે શરતો નક્કી કરી. તે સમયના મુંબઈના રાજ્યના ગવર્નર લોર્ડ રે તથા સરકારી અધિકારી વોટસન સાથે નકકર દલીલો દ્વારા યાત્રાળુઓ તથા ધાર્મિક સ્થળોની સુરક્ષા પેટે વાર્ષિક ચોક્કસ રકમ રૂ. ૧૫૦૦૦ ના બદલામાં માથાદીઠ વેરો તેમણે માફ કરાવ્યો. ઈ.સ. ૧૮૯૧માં બોડમ નામના એક અંગ્રેજે ભારતના બિહાર રાજ્યમાં આવેલા કલકત્તા નજીકના પવિત્ર તીર્થધામ સમેત શિખર પર્વત પર ફક્કરને મારીને તેમાંથી ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. શ્રી વીરચંદ ગાંધી પવિત્ર યાત્રાસ્થળ પરના કારખાને બંધ કરાવવા કલકત્તા પહોંચ્યા. તેઓ ત્યાં છ મહિના રોકાયા, બંગાળી શીખ્યા અને કારખાના વિરુદ્ધ કેસ તૈયાર કર્યો અને ચુકાદો મેળવ્યો. "સમેત ખર જૈનોનું પવિત્ર યાત્રાનું સ્થળ છે અને ત્યાં કોઈપણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરી ન શકાય.” અંતે કારખાનું બંધ કરાવ્યુ. ખૂબ નાની ઉંમરે તેઓ સામાજિક સુધારક બન્યા. ૨૨ વર્ષની નાની ઉંમરે એમણે સમાજના દૂષણ દૂર કરતો લાંબો લેખ લખ્યો અને ખોટા રિવાજો સામે સતત લડતા રહ્યા. કેટલાક રિવાજોને તો સંપૂર્ણપણે નાબુદ કર્યા. ઈ.સ ૧૮૯૩ માં વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા અમેરિકા સ્વામી વિવેકાનંદ સાથે ગયા. ધર્મ પરિષદ પત્યા પછી પણ તેઓ અમેરિકામાં લગભગ બે વર્ષ રહ્યા અને શિકાગો, બોસ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન જેવા શહેરોમાં ભાષણો આપ્યા. તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની અને યુરોપના બીજા દેશોની મુલાકાત પણ લીધી. પરદેશમાં તેઓ લાંબો ઝભ્ભો પહેરતા, ખભા પર સફેદ શાલ નાખતા, સોનેરી કિનારી વાળી કાઠીયાવાડી પાઘડી અને દેશી બુટ પહેરતા. આ પહેરવેશમાં તેમની ભારતીયતાની છાપ ઉપસી આવતી હતી. તેમણે જૈન ધર્મ, યોગ, ભારતીય તત્વજ્ઞાનની શાખાઓ, ભારતીય સંસ્કૃતિ, તંત્ર વિદ્યા તથા આધ્યાત્મિકતાના વિષયો પર લગભગ ૫૩૫ થી વધુ ધાર્મિક પ્રવચનો આપ્યા. લર્ડનની કોર્ટે તેમને બેરિસ્ટરની ડીગ્રી આપી પણ પૈસા કમાવવા માટે તેમણે ક્યારેય તેનો ઉપયોગ ન કર્યો. ન શ્રી વીરચંદ ગાંધી જૈન ધર્મના સિદ્ધાંતોને એવી સરસ અને સરળ રીતે સમજાવતા કે ત્યાંના અમુક છાપાવાળાઓ તેમના ભાષણને સંપૂર્ણપણે છાપતા. જૈન ધર્મના અઘરામાં અઘરા પારિભાષિક શબ્દો તેઓ ખૂબ જ સરળ રીતે સમજાવતા. તેમની પાસે પોતાની વાતને સુસંગત અને તાર્કિક રીતે સમજાવવાની આગવી શક્તિ હતી જેથી પરિષદમાં જૈન ધર્મના સિદ્ધાંતોને ટૂંકમાં છતાં સ્પષ્ટ રીતે રજુ કરતા. તેમણે જૈન ધર્મ અને તત્વજ્ઞાન, જૈન ધર્મની જીવન જીવવાની રીત તથા જૈન ધર્મના સિદ્ધાંતોને બહુ જ સ્પષ્ટપણે સમજાવ્યા. શ્રી વીરચંદ ગાંધીના જૈન ધર્મના ભાષણોની આગવી ઢબ હતી કે તેઓ બીજા કોઈ ધર્મની ટીકા કરતા નહીં. સાંપ્રદાયિકતાના ગમા-અણગમાથી પર રહીને પોતાના વિચારોને બિન પક્ષપાતી રીતે Page 292 of 307 Page #309 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) વ્યક્ત કરવાથી તેઓ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ આચરનાર એક આદર્શ જૈનની પ્રતિભા પ્રગટ કરતા હતા. જૈન ધર્મની પ્રમાણભૂત અને બૌદ્ધિક ધાર્મિક પરંપરાઓને તેઓ જાગૃત અમેરિકનો આગળ રજૂ કરતા અને તેની પ્રતીતિ તેઓ પોતાના વક્તવ્યમાં ઉત્તમ રીતે કરાવતા. તેમના ભાષણો શહેરના આગળ પડતા છાપાઓમાં ખાસ જગ્યા શોભાવતા. શ્રી વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મહાન પથ દર્શક હતા. જૈન ધર્મના પ્રકાંડ પંડિત હતા. ધર્મ પરિષદમાં તેમણે આપેલા ભાષણમાં ભારતની સંસ્કૃતિનો સાચો પડઘો જોવા મળતો. અમેરિકામાં એવી છાપ હતી કે ભારત તો વાઘ, સાપ, જાદુગર તથા રાજાઓનો દેશ છે. ખ્રિસ્તી પાદરીઓ એ પણ ભારતનું બેહુદુ ચિત્ર લોકો સમક્ષ દોર્યું હતું. શ્રી વીરચંદ ગાંધી અને સ્વામી વિવેકાનંદે પરદેશમાં ભારતનું સાચું ચિત્ર રજૂ કરવાના પ્રયાસો કર્યા. પરદેશીઓને ભારતીય સંસ્કૃતિની સમજ આપતા કહ્યું કે, “પરદેશીઓ એ વારંવાર ભારત પર હુમલા કર્યા છે. છતાં તેનો સામનો કરતાં ભારતની પ્રજાનો આત્મા જીવંત અને સાવધાન છે. તેની વર્તણુંક અને ધર્મ સલામત છે. આખી દુનિયા ભારત તરફ મીટ માંડીને બેઠી છે એ આશ્ચર્યજનક સત્ય છે.” શ્રી વીરચંદ ગાંધી હઠાગ્રહી વ્યક્તિ ન હતા. તેઓ જૈન તરીકે ભાષણ આપતાં પણ પરિષદમાં વિદેશીઓના પ્રહારથી હિંદુ ધર્મનો બચાવ કરતા કારણ તેઓ જૈન કરતા પ્રથમ ભારતીય હતા. તેમણે અમેરિકા અને બીજા દેશોમાં ક્લબ, સાહિત્યિક અને ધાર્મિક મંડળો, તત્વજ્ઞાનની શાળાઓ અને આધ્યાત્મિક સંગઠનો દ્વારા શ્રેષ્ઠ કદરદાની અને પ્રેમાળ આવકાર પ્રાપ્ત કર્યો. પોતાના ભાષણોમાં પશ્ચિમના લોકોને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓનું જ્ઞાન આપ્યું. ભારતની આઝાદીના પાંચ દાયકા પહેલા શ્રી વીરચંદ ગાંધીએ ભવિષ્ય દર્શન થયેલું. તેમણે તેના એક ભાષણમાં કહ્યું હતું, “મારા ભાઈઓ અને બહેનો તમે જાણો છો કે આપણું રાષ્ટ્ર સ્વતંત્ર નથી આપણે મહાન રાણી વિક્ટોરિયાના તાબા હેઠળ છીએ, પણ આપણી પોતાની જ સરકાર અને પોતાના જ શાસન કરતા હોય તો આપણે આપણા કાયદા અને સંસ્થાનો મુક્ત અને સ્વતંત્રપણે વહીવટ કરી શકીએ. તો હું ખાતરી આપું છું કે આપણે જગતના તમામ રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધો સ્થાપી શકીએ.” શ્રી વીરચંદ ગાંધી માત્ર તત્વજ્ઞાની વિચારક જ ન હતા પણ દિલથી રાષ્ટ્રના હિત ચિંતક પણ હતા. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ૧૮૯૬માં ભારતમાં દુકાળ પડયો હતો. તે સમયે રૂપિયા ૪૦૦૦૦ ના અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યા હતા. અમેરિકામાં વીરચંદ ગાંધીએ જુદા જુદા મંડળો શરૂ કર્યા હતા. • શ્રી ગાંધી તત્વજ્ઞાન મંડળ. . પૌર્વાત્ય (પૂર્વીય) તત્વજ્ઞાન શાળા • ભારતીય સ્ત્રીઓનું શિક્ષણ મંડળ. Page 293 of 307 Page #310 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) મિસ્ટર હાવર્ડ આ સંસ્થાઓના મંત્રી હતા જેઓ શુદ્ધ શાકાહારી હતા. રોજ સામાયિક કરતા અને જૈન ધર્મના નીતિ-નિયમોનો ચુસ્તપણે પાલન કરતા. તેમણે ઇંગ્લેન્ડમાં જૈન સાહિત્ય મંડળની શરૂઆત કરી અને જૈન ધર્મ શીખવ્યો. મિસ્ટર હાર્બર્ટ વોરન નામના ઉત્સાહી ધર્મપ્રચારક એ શુદ્ધ શાકાહાર અપનાવ્યો અને જૈન ધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીના ભાષણોનો સારાંશ કાઢી પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા જે હર્બટ વોરનનો જૈન ધર્મ' ના નામથી પ્રસિદ્ધ થયો. તેઓ જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે એકાએક એમની તબિયત બગડી, તેઓ ભારત પાછા ફર્યા. ૭ ઓગસ્ટ, ૧૯૦૧માં ૩૭ વર્ષની નાની ઉંમરે મુંબઈમાં શ્રી વીરચંદ ગાંધી અવસાન થયું. શ્રી વીરચંદ ગાંધીનું સાહિત્ય . પ્રાશનનું વર્ષ ભાષા પાના જૈન તત્વજ્ઞાન ૧૯૦૭ અંગ્રેજ ૩૭૫ કર્મનું તત્વજ્ઞાન ૧૯૧૩ અંજા ૨૨૧ યોગનું તત્વજ્ઞાન ૧૯૧૨/૧૯૯૩ અંજા ૩૦૯ ભારતીય દર્શનો ૧૯૭૦/૧૯૯૩ અંગ્રેજી ૧૮૮ વી.આર.ગાંધીના ચૂંટેલા ૧૯૬૩ અંગ્રેજ ૮૫ પ્રવચનો જૈન ધર્મ અને તત્વજ્ઞાન ૧૯૯૩ અંગ્રેજી ૨૬૪ નિબંધ – રડવા ફૂટવાની ૧૮૮૬ ગુજરાતી ૩૭ હાનિકારક ચાલ - ધ્યાન 12 ભાષણ ૧૯૧૬ અંગ્રેજ જ જીસસ ક્રાઈસ્ટની અજ્ઞાત ૧૮૯૪ અંજા ૧૨૮ જી સવીર્ય ધ્યાન ૧૯૦૨/૧૯૮૯ ગુજરાતી ૧૫૮ હર્બર્ટ વોરનનો જૈન ધર્મ ૧૯૬૧/૧૯૮૩ અંગ્રે ૧૬૪ Page 294 of 307 Page #311 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બોધ: પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર તેમણે ઉત્તમ પ્રકારે કર્યો. તેઓ તેજસ્વી, સંપૂર્ણ આશાવાન, ધર્મ અને સમાજની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવનાર હતા. તેનું નામ ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મમાં પ્રબળ પ્રચારક તરીકે સદાય અમર રહેશે. મુખ્ય ધર્મો- . . શ્રી વિરચંદ આર. ગાંધીનો જન્મ ૨૫ ઓગસ્ટ, ૧૮૬૪ ના રોજ ગુજરાતના ભાવનગર નજીક મહુવા ગામમાં થયો હતો. તેમણે ૨૧ વર્ષની વયે ૧૮૮૫માં ભારત જૈન એસોસિયેશનના પ્રથમ માનદ્ સેક્રેટરી બન્યા. • તેઓ ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ સાથે વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા યુએસ ગયા. . . . તેમણે જૈન ધર્મ, યોગ, ભારતીય તત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃતિ, ગુપ્તવાદ અને અધ્યાત્મવાદ પર ૫૩૫થી વધુ પ્રવચનો આપ્યા. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ૧૮૯૬ માં ભારતમાં દુકાળ પડયો હતો. તે સમયે રૂપિયા ૪૦૦૦૦ ના અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યા હતા. ૭ ઓગસ્ટ, ૧૯૦૧ ના રોજ મુંબઈમાં ૩૭ વર્ષની નાની ઉંમરે તેમનું અવસાન થયું. Page 295 of 307 Page #312 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) K.૩ દિગંબર અને શ્વેતાંબર પરંપરાના મહાન આચાર્યો આચાર્ય કુંદ કુંદ દ્વારા લખાયેલ મહાન લખાણો જે લગભગ ૨૦૦૦ વર્ષ જૂના છે, જેને તમામ દિગંબર તેમજ અન્ય ઘણા જૈનો દ્વારા આદરણીય મનાય છે. આચાર્ય પુષ્પદંત અને ભૂતબલી દ્વારા લિખિત ષટખંડઆગમ દિગંબર દ્વારા સ્વીકૃત સૌથી પ્રાચીન (૫૦-૮૦AD) શાસ્ત્રોમાંથી એક છે. આચાર્ય ઉમાસ્વાતી દ્વારા લિખિત તત્વાર્થ-સૂત્ર શ્વેતામ્બર અને દિગમ્બર બંને મુખ્ય પરંપરાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર જે રાજા વિક્રમાદિત્યના સમયમાં થયા હતા અને તેમણે જૈન ધર્મના ઘણા પાસાઓ વિશે લખ્યું હતું. તેમનું સંમતિતર્ક એક સિદ્ધ ગ્રંથ માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં પણ વિદ્વાનો દ્વારા ઉત્સાહપૂર્વક તેનો અભ્યાસ કરવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ-સ્વામી ૫ મી કે ૬ઠ્ઠી સદીમાં, અને આચાર્ય ગુણધરના કષાય-પાહુડા, આગમના સંકલન પછી લખાયેલી કેટલીક મુખ્ય કૃતિઓ છે, સાથે જ આચાર્ય હરિભદ્રસૂરીનું ષડદર્શન સમુચ્ચય અને યોગ દ્રષ્ટિ સમુચ્ચય ૮ મી સદીમાં લખાયેલું છે. તે સમય સુધીમાં, મૂર્તિ પૂજા નિશ્ચિતપણે સ્થાપિત થઈ ગઈ હતી, અને ઘણા મંદિરો સ્થાપવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિએ મૂર્તિઓને સાચવવા અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવા માટે કુશળ લોકોની મદદની જરૂર હતી. શ્વેતાંબર સંપ્રદાયમાં, આ યતિ તરીકે ઓળખાતા સાધુઓનો ઉદય થયો. તેઓ મંદિરોમાં રહેતા હતા અને તેથી ચૈત્યવાસી તરીકે ઓળખાયા. તેઓ સમૃદ્ધિમાં રહેતા હતા અને જીવનની તમામ સુખ-સુવિધાઓનો લાભ લેતા હતો. હરિભદ્રસૂરીએ તેમના અતિરેકની પ્રથમ ટીકા કરી હતી. જો કે, તે પછી પણ આ પ્રથા ચાલુ જ રહી. આ સમયગાળા પછી મહાપુરાણ દિગંબર આચાર્ય જિનસેન દ્વારા(૭૭૦-૮૫૦) અને ત્રિષષ્ટિ શલાકાપુરુષ હેમચંદ્રાચાર્ય (૧૦૮૮-૧૧૭૩) દ્વારા લખવામાં આવ્યા. આ બંને કૃતિઓ વિશાળ છે અને તીર્થંકરો અને અન્ય પ્રખ્યાત હસ્તીઓના જીવન સાથે સંકળાયેલી છે. આ સમયગાળા દરમિયાન,વર્ધમાનસૂરી દ્વારા ૧૧મી સદીમાં અતિરેકને ઘટાડવા માટે નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમના અનુગામીઓ જિનેશ્વરસૂરી અને જિનદત્ત-સૂરીએ પ્રયાસ ચાલુ રાખ્યો હતો. ત્યાર બાદ, જે દાદા ગુરુદેવ તરીકે જાણીતા છે, તેમણે લગભગ ૧૧૫૦ માં ખડતર ગચ્છ (શુદ્ધ સંપ્રદાય) ની સ્થાપના કરી હતી. જોકે, યતીઓની અતિરેકતા આનથી પણ બચી ગઈ હોવાનું જણાય છે. હીરવિજયસુરી ૧૬ મી સદીના જાણીતા આચાર્ય હતા. તેમણે મુગલ બાદશાહ અકબરને પણ Page 296 of 307 Page #313 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) પ્રભાવિત કર્યા હતા. જેમણે અમુક દિવસ માટે પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું બહાર પાડ્યું હતું. આગામી બે જાણીતા વ્યક્તિઓ યોગી આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજી છે. આનંદઘનજીનું સાચું નામ લખાનંદજી હતું, પરંતુ તેઓ આત્માના સ્વભાવમાં સમાઈ ગયા હોવાથી, તેઓ લોકપ્રિય રીતે આનંદઘનજી તરીકે ઓળખાય છે. તેમણે ઘણા સરસ પદો લખ્યા; સૌથી જાણીતા તેમાં આનંદઘનજી ચોવીસી છે જેમાં તમામ ૨૪ તીર્થંકરોની પ્રશંસામાં ભક્તિ ગીતો છે. ઉપાધ્યાય યશોવિજયજી પણ એક ઉત્કૃષ્ટ લેખક હતા. તેમણે જૈન ધર્મના લગભગ દરેક પાસા વિશે સંસ્કૃત, પ્રાકૃત અને જૂના ગુજરાતીમાં લખ્યું છે. K.3.1 કાનજી સ્વામી શ્રી કાનજી સ્વામી (૧૮૮૯-૧૯૮૦ એડી), જન્મથી શ્વેતાંબર સ્થનકવાસી હતા. ખૂબ જ નાની ઉંમરે સ્થાનકવાસી સાધુ તરીકે તેમણે શરૂઆત કરી હતી. ૩૦ વર્ષની ઉંમરે, તેમણે "સમયસાર"નો અભ્યાસ કર્યો. તેમણે "સમયસાર" પર પ્રવચનો આપ્યા અને મોટા પાયે દક્ષિણ ભારતના મહાન દિગમ્બર જૈન સંત આચાર્ય કુંદ કુંદના જૂના પવિત્ર ગ્રંથોને લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા. તેઓ ૪૫ વર્ષની ઉંમર સુધી ખૂબ જ પ્રખ્યાત સ્થાનકવાસી સાધુ તરીકે રહ્યા, અને પછી તેમણે દિગમ્બર શ્રાવક બનવાનું નક્કી કર્યું. તેઓ દરેક લોકોને ખાસ કરીને શિક્ષિત જનતાને સૌથી મુશ્કેલ જૈન સિદ્ધાંતોનો અભ્યાસ કરવાની ક્ષમતા માટે ઉત્તેજીત કરે છે જે તેઓની સૌથી મોટી ક્રાંતિ છે. તેમને લગભગ ૯૫ મંદિરોના પંચ કલ્યાણક (તીર્થંકર મૂર્તિનો દીક્ષા સમારોહ) માટે શ્રેય આપવામાં આવે છે. આચાર્ય કુંદકુંદના લખાણોનું અર્થઘટન કરતી વખતે, કાનજી સ્વામીએ સામાન્ય ગૃહસ્થોને વ્યવહારુ અને નિરપેક્ષ દ્રષ્ટિકોણ સમજાવ્યા અને વ્યવહાર નયના, વ્યવહારુ દૃષ્ટિકોણ કરતાં નિશ્ચય નયના (આત્માના દૃષ્ટિકોણ) ને વધુ મહત્વ આપ્યું. તેમણે ૧૯૩૪માં શરૂ કરેલી ચળવળ, બાહ્ય ધાર્મિક વિધિને બદલે આંતરિક વિચાર પર ભાર મૂકે છે, જે તેમના અનુયાયીઓને આકર્ષિત કરે છે. Page 297 of 307 Ächärya Scripture Upadhyay Page #314 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (ll) L.1 રાજા હંસ વિભાગ – L બોધ કથાઓ L.2 કમલસેન L.૩ વિપુલ અને વિજન L.4 બે દેડકાઓ Page 298 of 307 Page #315 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) L.1 રાજા હંસ રાજપુર નામના શહેરમાં હંસ નામે અતિ સુંદર રાજા રાજ્ય કરતો હતો. તેની સત્ય અને અહિંસા પ્રત્યેની ભક્તિને કારણે તે લોકોમાં જાણીતો હતો. રાજપુર શહેરથી બહુ જ દૂર આવેલ રત્નગ પર્વતની ટોચ પર બનાવેલું સુંદર જૈન મંદિર જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને અર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાની પૂનમે લોકો દૂર-દૂરથી તે મંદિરમાં પૂજા માટે આવતા. એકવાર રાજાએ તે મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પોતાની લાંબી ગેરહાજરીના કારણે તેમના પ્રધાનોને રાજ્યની દેખભાળ રાખવાનું સોંપ્યું. અને આધ્યાત્મિક હેતુસર રાજવી પરિવાર સાથે ઊપડી ગયા. રાજા હંસને ગયાને થોડા દિવસ થયાને પાડોશી રાજ્યના રાજા અર્જુને રાજ્ય પર હુમલો કર્યો. જોરદાર મુકાબલો કરવા છતાં રાજા હંસની સૈન્ય હારી ગયું. મોટા મહારથીઓ યુદ્ધમાં માર્યા ગયા. અર્જુને રાજ્ય અને પ્રજા પર પોતાની સત્તા સ્થાપી દીધી. અર્જુને રાજ્ય સિંહાસન મેળવી લીધું. સમગ્ર રાજ્ય પર તેની આણ વરતાવા લાગી. મંદિર જતા રસ્તામાં રાજા હંસે પોતાના સૈન્યના હારના સમાચાર જાણ્યા. રાજાના સલાહકાર નિરાશ થઈ ગયા અને પાછા ફરવાની સલાહ આપી. રાજાએ કહ્યું, “હવે મે રાજય તો ગુમાવી દીધું છે. આપણે આધ્યાત્મિક હેતુસર જઈ રહ્યા છીએ તો આપણે તે અંગે વિચારવું જોઈએ. તેથી આપણે પૂજા માટે મંદિરે જઈએ.” રાજાના નિર્ણયથી બધા દરબારી નિરાશ થયા અને પોતાના કુટુંબીજનોની સલામતીની ચિંતા કરવા લાગ્યા. એક પછી એક બધા દરબારી વિખૂટા પડવા લાગ્યા. છેવટે એકલો છત્ર પકડનાર સેવક જ રાજા સાથે રહ્યો. મંદિર જવા માટે રસ્તામાં ભયાનક જંગલમાંથી પસાર થવું પડ્યું. રાજાએ તેમનો રાજવી પોશાક તથા અલંકારો ઉતારી કાઢ્યા અને નોકરને આપી દીધા. જંગલમાંથી પસાર થતી વખતે નોકર પણ રાજાથી છૂટો પડી ગયો. રસ્તામાં રાજાને એક હરણ દેખાયું અને દોડીને અદ્રશ્ય થઈ ગયું. એક શિકારી હાથમા ધનુષબાણ લઈ દોડતો ત્યાં આવ્યો અને રાજાને હરણ વિશે પૂછવા લાગ્યો. રાજા સમજતા હતા કે જો તેઓ સત્ય કહે તો શિકારી હરણને પકડીને મારી નાખજો. એણે મનમાં નક્કી કર્યું કે તે શિકારીને કોઈ જવાબ આપશે નહીં. શિકારી સાથે અસંબંધ વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું પોતે રાજપુરથી આવે છે. શિકારી એની વાત સાંભળ્યા વગર ફરીથી હરણ વિશે પૂછવા માંડ્યો. તેણે જવાબ આપ્યો પોતે રાજા છે. શિકારી રાજાના જવાબથી ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાંને ગુસ્સામાં તે ચાલ્યો ગયો. તે દરમ્યાન રાજા ખૂબ જ થાકી ગયા હોવાથી એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કર્યો. ત્યાં ઝાડીમાંથી તેમણે લૂંટારુંઓ વાર્તાલાપ સાંભળ્યો કે આ રસ્તેથી બે દિવસ દરમિયાન પસાર થનાર સાધુઓને તેઓ લૂંટી લેશે. આ વાત સાંભળી રાજા સાધુઓની સલામતી માટે ચિંતિત થયા. રાજા વિચારવા લાગ્યા કે તે આમાં શું કરી શકે? તે વિચારતો હતો તે દરમિયાન સૈનિકો ત્યાં આવ્યા. Page 299 of 307 Page #316 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) ગુંડા જેવા લાગતા કોઈ માણસ જોયા છે કે કેમ તે પૂછવા લાગ્યા. તેમણે કહ્યું, “એ માણસો ખૂબ ખતરનાક છે અને રસ્તેથી પસાર થતા પવિત્ર માણસોને હેરાન કરે છે તેથી અમે તેઓને પકડવા આવ્યા છે. જરૂર પડશે તો પવિત્ર માણસોના રક્ષણ માટે તેઓને ગોળીથી ઉડાડી દઈશું.” રાજાને ફરી એકવાર સત્ય કહેવું કે ના કહેવું તે અંગે દ્વિધા થઈ. રાજાએ વિચાર્યું કે જો તે પોલીસોને લૂંટારૂઓ વિશે સાચું કહેશે તો તેઓ તેમને પકડીને સજા કરશે અને નહીં કહે તો લૂંટારૂઓ સાધુને હેરાન કરશે. રાજાએ વિચાર્યું કે જો સત્ય કહેવાથી કોઈને નુકસાન થવાનું હોય તો સત્ય સાચી પસંદગી નથી. સત્ય રક્ષણ માટે છે, કોઈને નુકસાન કરવા માટે નથી, તેણે પોલીસને કહ્યું, “મિત્રો, તમે સાધુને રક્ષણ આપવા માંગો છો તો લૂંટારુઓની ચિંતા કર્યા વગર સાધુને બચાવવા એમની સાથે જ રહો.” પોલીસે તેની વાત સાથે સહમત થયા અને સાધુઓ સાથે જોડાઈ ગયા. ઝાડીમાં છુપાયેલા લૂંટારુઓએ આ બધી વાત સાંભળી. આ અજાણ્યા માણસે બતાવેલી દયાથી તેઓને નવાઈ લાગી. તેઓ ઝાડીમાંથી બહાર આવ્યા અને પોતાની જિંદગી બચાવી તેથી આભાર માન્યો, કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું. રાજાએ કહ્યું, “મિત્રો, લોકોને ત્રાસ આપવાનું છોડી દો. આ નાસભાગની જીદગી કરતા સારા નાગરિક બનીને રહો.” લૂંટારુઓએ સાધુઓને કોઈ રીતે હેરાન નહીં કરે તેની ખાતરી આપી અને સારા નાગરિક બનવાનું વચન આપ્યું. આટલું પૂરતું ન હોય તેમ કેટલાક સૈનિકો ત્યાં આવ્યા અને રાજા હંસ અંગે પૂછવા લાગ્યા. રાજાએ પૂછ્યું, “તમારે રાજાસ નું શું કામ છે?” તેમણે કહ્યું, “અમે રાજા અર્જુનના વિશ્વાસુ માણસો છે અને જો અમે રાજાહંસને પકડીએ કે મારી નાખીએ તો અમને ઘણો મોટો બદલો મળે.” રાજાહંસે ક્ષણવાર વિચાર કર્યો અને કહ્યું, “હું જ રાજાહંસ છું. તમારા રાજાએ કહ્યા પ્રમાણે તમે તમારી ફરજ બજાવો.” આટલું કહીને તે આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરતા ઊભા રહી ગયા. એટલામાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, “હે રાજા, તારા જેવા સત્યવાદી અને દયાળુથી હું જીતી ગયો છું, રાજા અર્જુનને બંદીવાન બનાવીને મેં પકડી લીધો છે. તમારું રાજ્ય તમારા પ્રધાનોને પાછું સોંપી દીધું છે. ભગવાનની પ્રાર્થના માટે આજનો દિવસ ઉત્તમ છે પણ મંદિર અહીંથી દૂર છે અને ત્યાં તમે સમયસર પહોંચી શકો તેમ નથી. મારો રથ તમારી સેવામાં હાજર છે તેમાં હું તમને ત્યાં લઈ જઈશ.” રાજા આ ચમત્કારિક બનાવથી આશ્ચર્યમાં મુકાઈ ગયા. રત્નશૃંગ પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં તે દેવની સાથે સમયસર પહોંચી ગયા. પછી દેવે રાજાને પોતાના રાજ્યમાં પહોંચાડી દીધા. રાજા હંસે અર્જુનને માફ કરી દીધો અને તેના સૈનિકોને મુક્ત કરી દીધા. દેવદૂતે રાજા હંસની અને તેના રાજ્યની સલામતી માટે ચાર પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા અને પછી તે ચાલ્યા ગયા. રાજાહંસે ફરીથી રાજપુર પર રાજ્ય કર્યું અને લોકોને સુખી કર્યા. Page 300 of 307 Page #317 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) બોધ: સત્ય અને અહિંસા અને તેની વચ્ચેના સંબંધનો મહત્વ સમજાવવાનો જૈન દર્શનના સિદ્ધાંત આ વાર્તાના મુખ્ય મુદ્દો છે. કેટલીકવાર એક જૈન્ સિદ્ધાંતનો અમલ કરતા બીજા સિદ્ધાંતને હાનિ પહોંચાડીએ છીએ. જેનો રાજા હંસને સામનો કરવો પડ્યો. દરેક પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરીને બીજા કોઈ સિદ્ધાંતને કે બીજા કોઈને હાનિ ન પહોંચે તે રીતે સુંદર રચનાત્મક સારો અને લાભ થાય તેવો ઉકેલ તેઓ મેળવતા. આમાંથી આપણને તેમના જૈન ધર્મ પરની ભક્તિ અને સિદ્ધાંતોને વળગી રહેવાપણું જોવા મળે છે. છેલ્લે જ્યારે અર્જુનના સૈનિકોનો સામનો કરવો પડયો ત્યારે સત્ય બોલવાથી જીવ જોખમમાં હોવા છતાં કોઈ ન કરી શકે તેવું સત્યનું પાલન કર્યું. તેમને કદાચ તેઓ મારી પણ નાખે છતાં સત્ય બોલવાના જૈન સિદ્ધાંતને વળગી રહ્યા. મુખ્ય મુદ્દાઓ • • • • • રાજા હંસ પોતાના જીવના જોખમે પણ જૈન સિદ્ધાંતોને હંમેશા વળગી રહ્યા. એમણે શિકારીને જવાબ ન આપીને એક હરણનો જીવ બચાવ્યો હતો. પોલીસને ચોરની પાછળ જવાને બદલે સાધુની સાથે રહી રક્ષા કરવા કહ્યું અને એમણે ચોરોને પણ બચાવ્યા હતા. જ્યારે સૈનિકો રાજા હંસને શોધતા શોધતા આવ્યા ત્યારે પણ તેમણે સત્ય કહ્યું કે હું જ રાજા હંસ છું. આ બધું જોઈને રાજા હંસની મદદે દેવદૂત આવ્યા. Page 301 of 307 G Page #318 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) L.2 કમલસેન એકવાર શ્રીપત શેઠ અને તેમના પત્ની સુંદરી આચાર્યશ્રીશીલંધરસૂરિને વંદન કરવા ગયા. આચાર્યએ તે બંનેને કહ્યું, “તમે નમસ્કાર મહામંત્ર ગણવાનું, નવકારશી કરવાનું તથા દરરોજ સામયીક કરવાનો નિયમ કરો,” તેઓએ તેમ કર્યું પણ તેમનો દીકરો કમલ આમાંનું કંઈ કરતો નહીં. કમલસેનના માતા-પિતા દીકરાની ભક્તિ અને આધ્યાત્મિકતાની શ્રદ્ધા ન હોવાને કારણે દુઃખી હતા. તેમણે આચાર્યને પોતાના દીકરાને શીખામણ આપવા કહ્યું. જેથી તે આ જન્મમાં તો સુખી થાય પણ પછીનો જન્મ પણ સારો જાય. સાધુએ તેમ કરવાની તૈયારી બતાવી. ઘેર ગયા પછી વેપારીએ પોતાના દીકરાને કહ્યું, “મારા ડાહ્યા દીકરા, સાંભળ, આપણા શહેરમાં બહુ મહાન ગુરુ આવ્યા છે, એ ખૂબ જ વિદ્વાન છે અને તેમના પ્રવચનો સાંભળવા જેવા છે.” બીજા દિવસે તેઓ દીકરાને સાથે લઈને ગુરુનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યને વંદન કર્યા પછી તેઓ તેમને સાંભળવા બેસી ગયા. આચાર્યએ સ્વર્ગ, નરક, દયા, દુઃખ તથા કેવળજ્ઞાન વિશે વાતો કરી. માતા-પિતાએ કમલસેનને આચાર્યના વ્યાખ્યાન વિશે પૂછ્યું. કમલસેને જવાબ આપ્યો, “હું તો ખાચાર્યનું ગળું કેટલું ઊંચુંનીચું થતું હતું ને જતો હતો." તેના માતા-પિના નાહિંમત થયા અને નિરાશ થઈ ઘરે ગયા. થોડા દિવસ પછી મહાન સંત આચાર્ય ગુણસાગરસૂરિ શહેરમાં આવ્યા અને કમલસેન તથા તેના માતા-પિતા ગુરુને વંદન કરવા તથા તેમનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યએ શ્રોતાઓને બહાદુરી, હાસ્ય, દુઃખ તથા કુટુંબને સ્પર્શતી વાર્તાઓ ધાર્મિક સંદેશા સાથે કહી. કારણકે આવી વાર્તા લોકોને જલ્દી આકર્ષી શકે. કમલસેનને આચાર્યની વાર્તાઓમાં રસ પડ્યો તેથી તે દરરોજ તેમને રસપૂર્વક સાંભળવા જવા લાગ્યો. થોડા દિવસ પછી આચાર્યએ શહેર છોડીને જવાની તૈયારી બતાવી. કમલસેન પણ અન્ય લોકોની સાથે તેમને વિદાય આપવા પહોંચી ગયો. ઘણા માણસો આચાર્ય પાસેથી કોઈને કોઈ નિયમ લેતા હતા. આચાર્યએ કમલસેનને પણ કોઈ નિયમ લેવા કયું. તેણે કહ્યું, “હું દિવસ કે રાત સિવાય જૂઠું નહીં બોલું. હું આખું તરબૂચ નહીં ખાવ, ગાયનું છાણ નહીં ખાવ.” કમલસેનના નિયમ અર્થહીન હતા. એટલે ગુરુએ બીજો કોઈ નિયમ લેવાનું કહ્યું. તેણે કહ્યું, “હું ગામના ટાલિયા કુંભાર સીમેલાને જોયા વિના જમીશ નહિ.” નિયમ વિચિત્ર હતો છતાં આચાર્ય ખુશ થયા. એકવાર સિમેલો જંગલમાં માટી લેવા ગયો હતો. કમલસેન તેની માતા સાથે જમવા બેસતો હતો. માતાએ તેને તે નિયમ યાદ કરાવ્યો. એ તુરત જ ટાલિયા સિમેલાને શોધવા જંગલ તરફ દોડ્યો. તેણે જોયું કે તે જમીન ખોદી રહ્યો હતો. ખોદતાં ખોદતાં તેને કિંમતી રત્નો અને હીરા ભરેલા Page 302 of 307 Page #319 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) ચરૂ મળ્યા. જેવો કમલસેન ત્યાં આવી પહોંચ્યો કે સીમેલા એ તરત જ માટીથી તે ચરૂ સંતાડવાનો પ્રયત્ન કર્યો તે જોઈ કમલસેને મોટેથી કહ્યું, “હું જોઈ ગયો છું.” (ખરેખર તેણે ટાલીયા કુંભારને જોયો છે એમ કહ્યું હતું.) કુંભારને લાગ્યું કે તે કિંમતી રત્નોથી ભરેલો ચરુ જોયું છે. તે કોઈને જ ચરુમાંથી ભાગ આપવા રાજી ન હતો. એટલે તેણે કમલસેનને કહ્યું કે આ ચરૂ અંગે કોઇને કશું કહીશ નહિ. આપણે બંને અડધા ભાગે વહેંચી દેશું. શરૂઆતમાં તો સિમેલો શું કહે છે તેની કમલસેનને કંઇ સમજ ન પડી. પણ પછી તેને સમજાઈ ગયું. તેથી ખજાનાનો અડધો ભાગ લઇ લીધો અને ઘરે પાછો આવી ગયો. ઘરે પાછા આવીને તે ઉંડા વિચારમાં પડી ગયો. “એક સાદો નિયમ જે કેવળ મજાકમાં જ લીધો હતો તેનાથી પણ મને આટલી બધી સંપત્તિ મળી. જો મેં ગંભીરનાપૂર્વક કોઈ નિયમ લીધો હોત તો મને વધુ મોટો લાભ થયો હતો.” આ બનાવથી કમલસેનની આખી જિંદગી બદલાઈ ગઈ. પછી તો તેને ઘણા નિયમો લીધા અને તે ખૂબ સુખી થયો. બોધ: જ્યારે કોઈ કંઈ કરવાની પ્રતિજ્ઞા કરે છે તો તેને પાર પાડવા ત્યારે જૈન ધર્મ દર્શન સુસંગત સાચી ભક્તિ અને શિસ્ત જરૂરી છે. વળી જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ત્યાગ કરવાની તૈયારી જોઈએ. ધર્મ સંગત ન હોય તેવા કાર્યોની પ્રતિજ્ઞા કરવી અર્થહીન છે. પ્રતિજ્ઞા લેવી અને તેનું યોગ્ય રીતે પાલન કરવું કોઈના આત્માના લાભાર્થે છે. આ લાભ કદાચ આ જન્મમાં પણ મળે અથવા આગળના કોઈ બીજા ભવમાં પણ મળે. ગમે તેમ પણ કરેલી પ્રતિજ્ઞાઓ તમારા વર્તમાન જીવનને શિસ્તબદ્ધ બનાવે છે. Page 303 of 307 Page #320 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) L.૩ વિપુલ અને વિજન પ્રતિષ્ઠાનપૂરના જંગલમાં એક પ્રખ્યાત વનવાસી સંન્યાસી રહેતા હતા. તેઓ ભવિષ્યના બનાવો વિષે કહી શકતા હતા. ઘણી વખત ગામના લોકો તેની આજુબાજુ ભેગા થઈ જતા અને તેમના જીવનમાં હવે શું બનવાનું છે તે પૂછતા. જોકે તે સંન્યાસી હંમેશા તેમની જિજ્ઞાસા સંતોષી શકતો નહીં. તે સંન્યાસી લોકોથી બચવા જંગલમાં ખૂબ દૂર ગયા. બે મિત્રો - વિપુલ અને વિજન પ્રતિષ્ઠાપુરના જંગલમાં ભૂલા પડ્યા. અંધારું થવાને લીધે તેમને મોતનો ડર લાગવા માંડ્યો. આશ્રય માટે આજુબાજુ જોવા લાગ્યા. મોડી રાત્રે તેમને દૂર એક ઝૂંપડી દેખાય અને ગભરાતા ગભરાતા ત્યાં પહોંચ્યા. તેમણે ઝૂંપડીના ડોકિયું કરી અને જોયું તો સંન્યાસી ધ્યાનમાં બેઠેલા હતા. તેમણે માન્યું કે આ એક સંન્યાસી લાગે છે જે તેમના ભવિષ્ય કથન માટે જાણીતા છે. તેઓ તેમનું ધ્યાન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા અને પછી જંગલમાં ભૂલા પડ્યાનો આખો બનાવ કહ્યો. સંન્યાસીએ તેમની વાત સાંભળી અને તેને ખાવા માટે ફળફળાદી આપ્યા. દયાળુ સંન્યાસીએ તેને આરામ કરવા કહ્યું. બીજે દિવસે સવારે તે સન્યાસીએ તેમના એક શિષ્યને તેઓને ગામનો રસ્તો બતાવવા મોકલ્યા. વિપુલ અને વીજન જતા જતા બે હાથ જોડીને સંન્યાસીને પોતાનું ભવિષ્ય કથન કહેવા વિનંતી કરી. સંન્યાસીએ ખૂબ જ નમ્રતાથી જણાવ્યું કે ભવિષ્ય જાણવું એ ડહાપણભર્યું નથી. વળી કોઈ વાર ભવિષ્યકથન ખોટું પણ પડે. છતાં બંને મિત્રોએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે સંન્યાસીએ તેમનું ભવિષ્ય કહ્યુ. તેમણે વિપુલ સામે જોયું અને કહ્યું કે એકાદ વર્ષમાં તું રાજા બનીશ જ્યારે બીજાની સામે જોઈ ને કહ્યું કે એજ સમય દરમ્યાન કોઈ ક્રુર માણસના હાથે તારુ મૃત્યુ થશે. કુદરતી રીતે જ જંગલમાંથી બહાર નીકળતા વિપુલ આનંદથી પાગલ થઇ ગયો જ્યારે વિજન ખૂબ જ નિરાશ અને ખિન્ન થઈ ગયો. શહેરમાં પાછા આવ્યા બાદ વિપુલ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે જો તમે કોઈ અશિષ્ટ વર્તન કરશો તો જ્યારે હું રાજા થઈશ ત્યારે તમારું માથું છૂંદી નાખીશ.ગામના બધા જ લોકો તેનાથી ગભરાવા લાગ્યા. તે સમય દરમિયાન શિક્ષક બનેલો વિજન તેનો સમય ભક્તિભાવથી પ્રાર્થના કરવા માટે સમાજના કામોમાં પસાર કરવા લાગ્યો. તે બધા પ્રત્યે ખુબજ નમ્ર હતો અને ઉદાસીમાંથી બહાર આવવા પ્રયત્ન કરતો. તે મૃત્યુથી ગભરાતો ન હતો. હવે પોતાની જાતને નસીબને ભરોસે રાખી હતી. છ મહિના પછી વિપુલે વિજનને પોતાના મહેલ માટે જગ્યા પસંદ કરવા મદદ કરવા જણાવ્યું. તેઓ કોઈ ઉજ્જડ પ્રદેશને જોઈ તપાસી માપતા હતા તે દરમિયાન વિપુલને અનાયાસે સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને વિજનને કહ્યું આ સિક્કાથી પોતે તાજ ખરીદશે. તરત જ તે ચરૂ ઝૂંટવી લેવા ઝાડની ઘટા પાછળથી લૂંટારો તૂટી પડયો. વિશ્વન પોતાના મિત્રને છોડાવવા ગયો. લૂંટારુઓએ કટારથી તેના પર હુમલો કર્યો. વિજન બચાવ કરવાની યુક્તીઓ જાણતો હોવાથી લૂંટારૂને ભગાડયા. પણ લૂંટારૂઓ તેના ખભા પર કટારનો ઘા Page 304 of 307 Page #321 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) કરતા ગયા. પોતાને બચાવ્યો તેથી આભાર વશ થઈ વિપુલે ચરૂમાંથી અડધા ભાગના સિક્કા વિજનને આપવાનું નક્કી કર્યું. પણ વિશ્વને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું મૃત્યુ નજીક છે તેથી સોનાની મારે કોઈ જરૂર નથી. વિપુલે મળેલા ધનને ખાવા-પીવામાં વેડફવા લાગ્યો. એક આખું વર્ષ પસાર થઈ ગયું પણ નહોતો વિપુલ રાજા થયો ન તો વિજન મર્યો. બંને મિત્રો પાછા જંગલમાં તે વનવાસી સંન્યાસી પાસે ખુલાસો માગવા ગયા. સંન્યાસી ધ્યાનમાં હતા. તેમણે કહ્યું, “તારા વર્ષ દરમિયાનના વિચાર્યા વગરના કાર્યોથી તારું ભાગ્ય બદલાઈ ગયું. જે તાજ તારા માટે જ નિર્માયો હતો તે કેવળ જમીન માંથી મળેલા સોનાનો બનીને રહી ગયો.” તેમણે વિજનને કહ્યું, "તારી પ્રાર્થનાઓ, માનવતા અને ધર્મ પ્રત્યેના વિશ્વાસને કારણે તારું ભાગ્ય પણ બદલાઈ ગયું જે ખૂનીને હાથે તારું મોત થવાનું હતું તે નાના સરખા ઘા થી પૂરું થઈ ગયું. બંને મિત્રો પોતાના કાર્યો તથા તેના પરિણામનો વિચાર કરતા જિંદગીનો હેતુ સમજીને ગામમાં પાછા કર્યા બોધ: દરેકના ભાગ્યને તેમનું કર્મ ચલાવે છે અથવા આ જન્મમાં પાછલા કોઈ જન્મમાં કરેલા સારા કાર્ય અને ઉમદા વિચારો તમારા કર્મને ચલાવે છે. પોતાનું ભાવિ જાણીને વિપુલ તથા વિશ્વને તેમનું વર્તન બદલી નાખ્યું એકની વર્તણૂક ખરાબ થઈ તો બીજાની સારી થઈ. ઉદ્ધતાઈ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગને કારણે વિપુલના ખરાબ કર્મ બંધાયા. જેથી તેની અવળી ગતિ થઈ. સામે પક્ષે માનવતા, પ્રાર્થના અને દૈવી તત્વમાં વિશ્વાસને કારણે વિજનના સારા કર્મ બંધાયા. જેને લીધે તેનું ભાવિ સારુ બન્યું. આપણે સહુ સારી વર્તણૂક દ્વારા વર્તમાન તથા ભવિષ્ય કજળ કરી આવીએ એ Page 305 of 307 Page #322 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism - Part (II) L.4 બે દેડકાં દેડકાની એક ટુકડી ખેતરમાં રમતી હતી. તોફાન મસ્તી કરતા તેમાંના બે દેડકા દૂધ ભરેલા ઘડામાં પડી ગયા. પોતાના સાથીદારોને બહાર કાઢવા શું કરી શકાય તે વિચારતા બાકીના દેડકાઓ ઘડાની આસપાસ ભેગા થઈ ગયા. તેમણે જ્યારે જાણ્યું કે ઘડો ઘણો ઊંડો છે અને તેમને બચાવવા અશક્ય છે એટલે તેઓ નિરાશ થઈ ગયા અને બંને દેડકાઓને કહ્યું કે હવે તમે તમારા ભાગ્યના ભરોસે બેસી રહો કારણ કે મૃત્યુ લગભગ નિશ્ચિત છે. પોતાના ક્રુર ભાગ્યને સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. પોતાની બધી તાકાત એકઠી કરી તેઓ બહાર નીકળવા કૂદકા મારવા લાગ્યા. પહેલેથી જ જવાબદારી પૂર્વક ધ્યાન રાખ્યું હોત તો આવી દશા ન થઈ હોત. હવે કૂદાકૂદ કરવી એ વ્યર્થ છે. એમ ઘડામાં મોં નાખી કેટલાક દેડકા બૂમો પાડીને કહેવા લાગ્યા. કૂદાકૂદ કરવાને બદલે પોતાની શક્તિ બચાવી જેટલું જીવાય એટલું જીવવા પ્રયત્ન કરવો કારણ કે મૃત્યુ નિશ્ચિત જ છે. એમ બીજા દેડકાઓએ દુઃખી બની બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. પણ બંને દેડકાએ પોતાની તમામ તાકાત એકઠી કરી કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં થોડી વારમાં તેઓ થાકી ગયા. અંતે એક દેડકો પોતાના સાથી મિત્રોની વાત સાંભળી શાંતિથી પોતાના નસીબને ભરોસે બેસી રહ્યો અને ઘડાના તળિયે ડૂબીને મરી ગયો. જ બીજા દેડકાએ પોતાનામાં જેટલી શક્તિ હતી તે એકઠી કરીને કૂદ મારવાનું ચાલુ રાખ્યું. તેનું શરીર પણ થાકીને દુખવા લાગ્યું. ફરી તેના સાથીદારો તેને પોતાના ભાગ્યને ભરોંસે મોતની રાહ જોઈ બેસી રહેવા કહ્યું, પણ થાકેલો દેડકો જીવવાની ઈચ્છાથી વધુ ને વધુ તાકાતથી કુદકા મારવા લાગ્યો. અને કૌતુક થયું કે તેની આ કૂદાકૂદને કારણે દૂધનું માખણ થઈ ગયું. ટૈડકો હવે માખણના થર પર ઊભો રહી શક્યો. હવે બહાર નીકળવાની આશા જણાઈ. છેલ્લે તેણે પૂરી તાકાતથી જોરદાર ભૂસકો માર્યો અને ઘડાની બહાર ફેંકાઇ ગયો. બધા આશ્ચર્યથી દંગ રહી ગયા. બીજા દેડકા આવી તેની મુક્તિ આનંદથી વધાવી તેઓ તેને પૂછવા લાગ્યા, “અમે તને બહાર નીકળવાનું અશક્ય છે એમ કહેતા હતા છતાં તું કૂદકા કેમ માર્યા કરતો હતો?” આશ્ચર્યથી દેડકાએ તેઓને સમજાવ્યું કે તે બહેરો હતો. એણે તેઓની ઘાટા પાડવાની ચેષ્ટાઓ જોઈ તો તે એમ સમજવું કે સહુ તેને તેના પ્રયત્નો માટે બિરાદાવે છે. જેને તે પ્રેરણા સમજ્યો હતો અને એનાથી જ તેને વધુ ને વધુ જોર કરી કૂદકા મારવાની હિંમત મળી અને ખરેખર અંતે સફળતા મળી. બોધ: એક કહેવત છે કે, ‘પડે ચડે જીભ વડે જ માનવી' તમારા પ્રેરણાદાયી વયનો કોઇનું જીવન ઊંચે લઈ જાય અને દિવસ સુધારી દે. તમારા વિનાશક શબ્દો કોઈના હૃદયને ઉંડુ દુઃખ આપે, તે શસ્ત્રની ગરજ સારે અને તેમના જીવનને પાયમાલ બનાવે. તમારી બેદરકારીથી બોલાયેલા શબ્દો માણસને બીજાની નજરમાંથી ઉતારી પાડે છે. બીજા ઉપર તેમની કોઈ સારી છાપ રહેતી નથી. સમજી વિચારીને બોલો. તમને મળતા દરેકની સાથે પ્રોત્સાહનથી વાત કરો. તમારી બીજાને ઉદારતાના, પ્રશંસાના તથા પ્રેરણાત્મક શબ્દો કહેવા હોય તો આજે જ કહો. તમારા અંતરાત્માને સાંભળો અને તે મુજબ વર્તો. Page 306 of 307 Page #323 -------------------------------------------------------------------------- ________________ Compodium of Jainism – Part (II) દરેક મહાવીરને પોતાની ભાષામાં સમજે છે. એક સિંહ હરણની બાજુમાં અને એક રાજા ભિખારીની બાજુમાં બેસે છે. દરેક એકબીજાનો આદર કરે છે. કારણ કે તે પોતાના પડોશીમાં માત્ર શરીર નહિ પરંતુ જીવંત આત્મા જુએ છે. મનોજ જૈન મહાવીર:અહિંસાના મહાનાયક Page 307 of 307