________________
Compodium of Jainism – Part (II)
D.2.3.7 સૂર્ય
તે સૂર્ય વિશાળ, અશોક વૃક્ષ જેવો રાતો કમળના ફૂલોને સુશોરિત કરનારો, ગ્રહોના સમુદાયનો પ્રભાવશાળી આગેવાન, અંધકારનો નાશક, અંધકારમાં વિચરતા દુષ્ટ તત્વોને દૂર કરનાર, મેરુ પર્વતનું હંમેશા પરિભ્રમણ કરનાર હતો. તેના હજારો કિરણો બીજા પ્રકાશના નૂરને હણનાર હતા. તે સૂર્ય અંધકારનો નાશ કરવા પ્રકાશતો હતો. તે દાવાનળના અગ્નિ જેવો પ્રકાશમાન હતો.
આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર ઉત્તમ જ્ઞાનનો સ્વામી હશે અને તે અંધકાર રૂપી મિથ્યાત્વનો નાશ કરશે. તેનો ઉપદેશ દરેકના જીવનમાંથી ક્રોધ, માન, માયા, લોભનો નાશ કરશે.
D.2.3.8 ધ્વજ
એક સુંદર વિશાળ ધ્વજ સોનેરી ધ્રુવ પર લહેરાતો હતો. એમ લાગતું હતું જાણે એ વિશાળ અવકાશને ભેદી રહ્યો હોય. તે ધ્વજ મંદ મંદ પવનમાં શાંત અને પવિત્ર રીતે લહેરાતો હતો અને દરેકનું ધ્યાન ખેંચતો હતો.
આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર ધર્મનો ઝંડો ફરકાવશે. તે આખા વિશ્વમાં ધર્મને ફરીથી સ્થાપિત કરશે.
D.2.3.9 કુમ્ભ
તે સોનેરી કળશ શુદ્ધ પાણીથી ભરેલો, ઘણી શુભ નિશાનીઓથી અંકિત, સુંદર, ભવ્ય, અને કમળ આકારના પાયા પર સ્થિત હતો. તે ઉત્તમ કોટીના સુવર્ણથી બનેલો હતો અને ઘણા શુભ ભાગ્યનું નિવાસસ્થાન હતો. તે સુગંધી ફૂલો અને ઉત્તમ રત્નોથી શણગારેલો હતો જે તેની શોભા અને કાંતિમાં વધારો કરી રહ્યા હતા.
આ સ્વપ્ન એવું સૂચવતું હતું કે થનાર પુત્ર ઉત્તમ ગુણોના ભંડારરૂપ અને બધા જીવો પ્રત્યે કરુણા રાખનાર હશે. તે એક ઉત્તમ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતો હશે.
D.2.3.10 પદ્મ સરોવર
તે વિશાળ સરોવર હતું જેમાં હજારો કમળો અને પોયણાંના ફૂલો તરી રહ્યા હતા અને તેના પર સવારના સૂર્યના કિરણોનો સ્પર્શ થવાથી તે ખીલી ઉઠ્યા હતા અને તેની મીઠી સુગંધથી ભમરાઓના ઝુંડ ત્યાં આકર્ષાઈને આવ્યા હતા. આ સરોવર જળચર પ્રાણીઓથી સમૃદ્ધ હતું અને બગલા, બતક અને હંસ જેવા પક્ષીઓના યુગલો તે સરોવરમાં વસતા હતા. કમળના પર્ણો પર રહેલા પાણીના બિંદુઓ હજારો મોતીઓના સમૂહની જેમ ઝળહળતા હતા.
Page 17 of 307