________________
Compodium of Jainism - Part (II)
આકાશમાંથી ઉતરીને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયો.
આ સ્વપ્ન એમ સૂચવતું હતું કે આવનાર પુત્ર સિંહ જેવો જ શક્તિશાળી અને પ્રભાવશાળી હશે. તે નિર્ભય, સર્વશક્તિમાન અને વિશ્વ જીતવા સક્ષમ હશે.
D.2.3.4 લક્ષ્મી દેવી
લક્ષ્મી દેવી સમૃદ્ધિ, સંપત્તિ અને સત્તાના દેવી છે. હિમવાત પર્વતના શિખર ઉપર બેઠેલા, પદ્મ સરોવરમાં કમળની ઉપર બિરાજમાન, ગજેન્દ્રોએ સૂંઢમાં ભરેલા જળથી જેમનો અભિષેક કર્યો છે એવા લક્ષ્મીદેવી હતા. પૂર્ણ ચંદ્રની કાંતિ જેવું એમનું મુખ હતું. મોતી, માણેક અને બીજા સુંદર રત્નોથી બનેલા આભૂષણો તેમણે પહેર્યા હતા કે જે તેમના મુખની શોભાને અનુસરતા હતા. તેમણે સુવર્ણની માળા પહેરી હતી અને તેમની કણિકાઓ તેમના ખભા સુધી આવતી હતી અને તેમની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. પોયણાં જેવી મોટી અને સુંદર તેમની આંખો હતી, પદ્મ સરોવરની વચ્ચે બેઠેલા સમૃદ્ધિ, સંપત્તિ અને સત્તાના એ દેવી જાજરમાન લાગતા હતા.
આ સ્વપ્ન સૂચવતું હતું કે તેનો પુત્ર અખંડ વૈભવ અને સમૃદ્ધિનો સ્વામી બનશે અને દરેકનો આશ્રયદાતા બનશે.
D.2.3.5 પુષ્પ માળા
સુંદર ફૂલોથી ગૂંથેલી બે સુંદર પુષ્પમાળા તેમણે આકાશમાંથી ઉતરતી જોઈ. તે જુદાજુદા ફૂલોની મિશ્ર ખુશ્બથી સુગંધિત હતી. તે બધી ઋતુના રંગબેરંગી ફૂલોના શણગારથી સુશોભિત હતી. આખું વિશ્વ તેની મનોહર સુગંધથી મહેકતું હતું.
આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીના પુત્રના પ્રેમ અને કરુણાના ઉપદેશથી આખું જગત મહેકી ઉઠશે અને બધા તેનો આદર કરશે.
D.2.3.6 ચંદ્ર
તે ખુબ જ શુભ દ્રશ્ય હતું. ચાંદીના પાત્ર જેવો, પ્રકાશમાં અરીસાની સપાટી જેવો એ પૂર્ણ ચંદ્ર હતો. તે ચંદ્ર થકી પાણીમાં પોયણાં પૂર્ણ રીતે ખીલ્યા હતા અને સમુદ્રના પાણીની સપાટી ઊંચે આવી હતી. ચંદ્ર પૂર્ણ કાન્તિથી પ્રકાશમાન હતો. તે એક તારા જેવો તેજસ્વી હતો. તે ગાઢ અંધકારને અને દુર્ગમતાને દૂર કરીને હૃદય અને આંખોને આનંદ આપતો હતો.
આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર બાળકનું સૌંદર્ય અદભુત હશે અને તે વિશ્વના દરેક માણસ માટે આનંદરૂપ બની રહેશે. તે દરેક માણસના દુઃખ દર્દ ઓછા કરીને વિશ્વમાં શાંતિ લાવશે.
Page 16 of 307