________________
Compodium of Jainism – Part (II)
પાસેથી આ શુભ સપનાઓની વાત સાંભળીને રાજા ખુબ જ ખુશ થયા અને આ સપનાઓનું ફળ સમજવા કેટલા વિદ્વાનોને બોલાવ્યા.
બધા જ તીર્થંકરોની માતા દ્વારા જોવામાં આવતા ૧૪ સપનાઓ (દિગંબર માન્યતા પ્રમાણે ૧૬ સપનાઓ) નીચે વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. મૉટે ભાગે દરેક માતા આ જ ક્રમમાં સપના જુવે છે. એમાં માત્ર થોડા અપવાદ છે જેમ કે મહાવીરસ્વામી ભગવાનની માતા એ પહેલા સિંહનું અને આદિશ્વર ભગવાનની માતા એ પહેલા વૃષભનું સ્વપ્ન જોયું હતું અને પછી બીજા સ્વપ્ન જોયા
હતા.
D.2.3.1 ગજવર(હાથી)
તે ચાર દંતશૂળવાળો, ખુબ જ મોટો, ઊંચો, અને શક્તિશાળી હાથી હતો. તે શ્રેષ્ઠતાના બધા જ લક્ષણો વાળો ખુબ જ શુભ હાથી હતો. તે ઉજળા વાદળ, રત્નના ઢગલા કે ક્ષીર સમુદ્ર કરતા પણ વધારે શ્વેત હતો. આ અસામાન્ય હાથી પાસે વિધુતના અવાજ જેવી ગર્જના કરવાની ક્ષમતા હતી.
આ સ્વપ્ન એ સૂચવતું હતું કે તે ખુબ જ ઊંચા ચારિત્રવાળા પુત્રને જન્મ આપશે અને ચાર દંતશૂળ એ સૂચવતા હતા કે તે ધર્મના રથ કે જેના ચાર પૈડાં: સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે તેને ચલાવશે.
D.2.3.2 વૃષભ
તે વૃષભ શિષ્ટ, પુષ્ટ સ્કંધવાળો, ઉન્નત અને ઝળહળતા પ્રકાશ જેવો ઉજ્જવળ અને શ્વેત કમળની પાંદડીઓ કરતા પણ વધુ શ્વેત હતો. તેને પ્રભાવશાળી અને સુંદર ખૂંધ હતી. તે શ્વેત અને સુંવાળા વાળથી આચ્છાદિત હતો. તેનું શરીર મજબૂત, પુષ્ટ અને સારા બાંધાવાળું હતું અને તેના શીંગડા લાંબા અને તીક્ષ્ણ તથા એના દાંત એકસમાન અને ચમકતા હતા.
આ સ્વપ્ન સૂચવે છે કે તેનો પુત્ર એક મહાન આદ્યાત્મિક ગુરુ બનશે અને લોકોના જીવનમાં ધર્મનું વાવેતર કરશે.
D.2.3.3 સિંહ
સિંહ ભવ્ય, સુંદર અને ચપળ હતો. તે રત્નરાશિ કરતા પણ વધુ ઉજ્જવળ હતો. તેના ખભા ઉન્નત હતા અને ગોળાકાર સુંદર એનું માથું હતું. સુંદર દાંતથી ભરેલું એનું મુખ હતું અને કમળની પાંખડી જેવા નરમ તેના હોઠ હતા. વિદ્યુત જેવી પ્રકાશમય અને સુંદર એની આંખો હતી, એના સ્કંધ પુષ્ટ હતા અને ખભા ભરાવદાર હતા. તેની શ્વેત અને સુંવાળી કેશવાળી હતી. તેની દીર્ઘ જિહવા, સુસજ્જ પંજા, ઉછળતી પુચ્છ એ સિંહની સુંદરતાના પ્રતીક સમાન હતી. રાણીએ આ સિંહને
Page 15 of 307