________________
Compodium of Jainism – Part (II)
દિગંબર પરંપરા મુજબ એક સ્ત્રી તીર્થંકર ન બની શકે કે તેને મોક્ષ પણ ન મળી શકે કેમ કે દીક્ષા લીધા પછી(સાધ્વી બન્યા પછી) તેમણે પોતાને વસ્ત્રથી ઢાંકવા પડે છે. આથી તેઓ પાંચમા મહાવ્રત અપરિગ્રહનું સંપૂર્ણપણે પાલન કરી પ્રત્તા નથી. મોક્ષ માટે પાંચ મહાવ્રતોનું સંપૂર્ણપણે પાલન કરવું આવશ્યક છે. શ્વેતામ્બર પરંપરામાં માનવામાં આવે છે કે પાંચમું મહાવ્રત અપરિગ્રહનું પાલન કરવા સાધુ-સાધ્વી તેમની રોજિંદી ક્રિયા જેવી કે ગોચરી - (શ્રાવકના ઘરે અન્ન માટે જવું) કરવા પૂરતા ખુબ જ સાદા વસ્ત્રો પહેરી શકે છે. જો કે તેમને પોતાના વસ્ત્રો પ્રત્યે રાગ ન હોવો જોઈએ.
D.2.3 તીર્થંકરની માતાના સ્વપ્નો
પ્રસ્તાવના
જૈન દર્શન મુક્તિની સંભાવનાને કોઈ એક જ વ્યક્તિ સુધી સીમિત રાખતું નથી. જો કોઈ સાચા માર્ગ ઉપર ચાલે તો કોઈ પણ આત્મા ઉચ્ચતમ અવસ્થાએ પહોંચી શકે છે. જો સત્યનો દિપક એક વખત અંતરમાં પ્રજ્વલિત થઇ જાય તો આત્મા આધ્યાત્મિકતાના ઉતાર-ચઢાવમાંથી અનેક જન્મોમાં પસાર થશે પરંતુ તેની સફર આગળ તરફ ચોક્કસ વધતી જશે. ભગવાન મહાવીરનો આત્મા પણ મોક્ષ મેળવ્યા પહેલા આપણી જેમ જ એક જન્મથી બીજા જન્મમાં ભટકતો હતો, નરકમાં પણ ગયો હતો.
ઘણા વર્ષો પહેલા ભગવાન મહાવીરના આત્માએ નયસારના ભવમાં જે એક કઠિયારો હતો, તે ભવમાં તેમણે સમ્યક્ત્વ મેળવ્યું હતું. એના ૨૫ ભવ બાદ નંદન મુનિના ભવમાં ઉગ્ર તપ અને દરેક જીવને શાસન રસિક કરવાના ઉગ્ર ભાવ દ્વારા તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યારબાદ પછીના ભવમાં સ્વર્ગમાં દેવતાનું આયુષ્ય ભોગવીને છેવટે ૨૭માં ભવમાં તેઓ ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ રાજાને ત્યાં વર્ધમાન નામે રાજકુમાર તરીકે જન્મ્યા.
આ એક જાણીતી પરંપરા છે કે બનનારા તીર્થંકરની માતા અમુક શુભ સ્વપ્નો જુવે છે (શ્વેતામ્બર પરંપરા મુજબ ૧૪ અને દિગંબર પરંપરા મુજબ ૧૬ સ્વપ્નો જુવે છે).
તીર્થંકર મહાવીરનો આત્મા રાજકુમાર વર્ધમાન તરીકે જન્મ્યો એ પહેલા ૧૦માં સ્વર્ગલોકમાં દેવતા હતો.
યોગ્ય સમયે જયારે ભગવાન મહાવીરના આત્માએ ત્રિશલા માતાની કુક્ષીમાં પ્રવેશ કર્યો ત્યારે ત્રિશલા માતા એ ૧૪ સુંદર, શુભ અને ભાગ્યવંતા સ્વપ્નો જોવા માટે સૌભાગ્યશાળી બન્યા. આ સપના જોયા બાદ તેઓ ઉત્સાહિત થઈને પોતાની શય્યામાંથી ઉઠ્યા અને ખુશીથી ભરેલા હૈયે પોતાના પતિ પાસે ગયા. શાંત અને ગંભીર એવા ત્રિશાલા માતા એ પોતાના બે હાથથી અંજલિ જોડીને તેને માથે લગાડી અને રાજા સિદ્ધાર્થને પોતાને આવેલા સપનાની વાત કરી. તેમની
Page 14 of 307