________________
Compodium of Jainism – Part (II)
કોષ્ટક D.2-B
1,22,6 તીર્થંકરો વિષે મહત્વની માહિતી
ઋષભદેવ ભગવાનની માતા મરુદેવી હતા અને શ્વેતામ્બર માન્યતા મુજબ આ કાળમાં તેઓને સૌથી પ્રથમ મોક્ષ મળ્યો હતો.
તીર્થંકર ઋષભદેવને ૧૦૦ પુત્રો હતા. તેમના જ્યેષ્ઠ (સૌથી મોટા) પુત્રનું નામ ભરત (ચક્રવર્તી રાજા) હતું જેમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એમ મનાય છે. ભરતના એક પુત્રનું નામ મરીચિ હતું જેમણે ભગવાન મહાવીર તરીકે જન્મ લીધો અને આ સમયના છેલ્લા તીર્થંકર બન્યા. ઋષભદેવ તીર્થંકરના બીજા પુત્રનું નામ બાહુબલી હતું અને દિગંબર માન્યતા મુજબ આ કાળમાં તેઓને સૌથી પ્રથમ મોક્ષ મળ્યો હતો.
શ્વેતામ્બર પરંપરા મુજબ મલ્લિનાથ ભગવાન સ્ત્રી તીર્થંકર હતા જયારે દિગંબર માન્યતા મુજબ મલ્લિનાથ ભગવાન પુરુષ જ હતા.
શ્વેતામ્બર માન્યતા મુજબ ફક્ત મલ્લિનાથ અને નેમિનાથ ભગવાને જ લગ્ન કર્યા ન હતા જયારે દિગંબર માન્યતા મુજબ વાસુપૂજ્ય સ્વામી, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાનના પણ લગ્ન થયા ન હતા.
ભગવાન રામ(કે જે હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુના અવતાર છે) ને મુનિ-સુવ્રત તીર્થંકર ભગવાનના અનુયાયી માનવામાં આવે છે અને નેમિનાથ ભગવાનને કૃષ્ણ ભગવાનના (જે પણ ભગવાન વિષ્ણુના અવતાર છે તેમના) પિતરાઈ ભાઈ માનવામાં આવે છે.
નેમ કુમારનેમિનાથ તીર્થંકર) ના વૈવિશાળ રાજકુમારી રાજુલ સાથે નક્કી થયા હતા. તેમના લગ્નના દિવસે રસ્તામાં જતા તેમણે પશુઓ અને પક્ષીઓનો ચિત્કાર સાંભળ્યો જેમનો વધ તેમના લગ્નની મિજબાની માટે થવાનો હતો. નેમ કુમારે આ જોઈને સંસાર ત્યજી દીધો અને તેમને દીક્ષા લઇ લીધી. રાજકુમારી રાજુલે પણ તેમણે અનુસર્યા અને તેમને પણ દીક્ષા લીધી.
પાર્શ્વનાથ તીર્થંકરનો જન્મ ઈ.સ.પૂર્વે ૮૭૭માં થયો હતો. તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા અને ઈ.સ.પૂર્વે ૭૭૭ માં તીર્થંકર મહાવીરના નિર્વાણના ૨૫૦ વર્ષ પહેલા નિર્વાણ પામ્યા.
મહાવીરસ્વામી તીર્થંકરનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯માં થયો હતો અને ઈ.સ. પૂર્વે ૫૨૭માં તેમનો મોક્ષ થયો હતો. જન્મ સમયે તેમનું નામ રાજકુમાર વર્ધમાન હતું. તે દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા. તેઓ આ કાળના છેલ્લા ૨૪માં તીર્થંકર હતા.
૨૩ તીર્થંકરો(નેમિનાથ સિવાયના) જે સ્થળે જન્મ્યા તે જ તેમણે સ્થળે દીક્ષા લીધી.
Page 13 of 307