________________
Compodium of Jainism - Part (II)
આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર સંસારના બંધનોથી પર હશે અને જન્મ મરણના ચક્રમાં ફસાયેલા જીવોને મુક્ત કરવામાં તેમની મદદ કરશે.
D.2.3.11 સાગર
ને શીર સમુદ્ર હતો જેનું જળ ચંદ્રના કિરણોના સમૂહની ક્રાંતિ જેવું ઉજ્જવળ હતું અને તેનું પાણી ચારે દિશામાં ઉછાળા મારતું હતું. તેના મોજા ઉંચા ઉછળતા અને ચંચળ હતા. પવનથી આવતી- જતી લહેરો, ઊંચા ઉછળતા અને તટ સાથે અફડાતા અદભુત અને પારદર્શક મોજાઓ આહલાદક દ્રશ્ય ઉભું કરતા હતા. તેનાથી મોટી માછલીઓ, વ્હેલો અને બીજા જળચર પ્રાણીઓની પૂંછ અફળાવવાથી સફેદ ફીણ ઉભું થતું હતું. જુદી જુદી નદીઓના ધસારા અને વમળોની તીવ્રતાના લીધે તેનું પાણી ખુબ જ ઊંચું ઉછળતું અને તોફાની હતું.
આ સ્વપ્ન એમ સૂચવતું હતું કે થનાર પુત્રનું શાંત અને ખુશનુમા વ્યક્તિત્વ હશે. તે અનંત જ્ઞાન મેળવશે અને જન્મ, મરણ અને દુઃખથી ભરેલા આ સંસારથી પાર ઉતરશે. તે એના શ્રેષ્ઠ લક્ષ્યને મેળવશે જે મોક્ષ છે.
D.2.3.12 દેવ વિમાન
તે દેવ વિમાન દિવ્ય ધ્વનિ સંભળાવતું હતું, તેના સુખદ કંપનો હતા અને તેમાંથી ધૂપની અલૌકિક સુગંધ આવતી હતી. તે સવારના સૂર્યની જેમ ચમકતું હતું અને તેની અનુપમ સુંદરતા હતી. તેના એક હજારને આઠ સ્થંભો સુવર્ણના અને રત્નોજડિત હતા અને તેમાંથી સ્વર્ગના પ્રકાશ જેવો ઉજ્જવળ પ્રકાશ તેમાંથી ફેલાતો હતો. તે વિમાન દિવ્ય પુષ્પોથી સુશોભિત હતું અને તેના પડદા ચમકતા મોતીથી સજાવેલા હતા. તેમાં સંગીતકારો દિવ્ય પ્રકારનું સંગીત વગાડતા હતા અને નગારાં વાગતા હતા જે વિશાળ વાદળની ગર્જના જેવા અવાજની અનુભૂતિ કરાવતા હતા. તે વિમાન જાણે આખી પૃથ્વી પર છવાઈ ગયું હતું.
આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર પુત્રના ધાર્મિક ઉપદેશોનું દેવતાઓ પણ માન અને સન્માન કરશે અને તેમને નમન કરશે.
D.2.3.13 રત્ન રાશિ
તે ખુબ જ કિંમતી અને અમૂલ્ય રત્નોનો ભવ્ય ઢગલો હતો. આ ઢગલો જમીન પર મુકેલો હતો પરંતુ તેનો પ્રકાશ એટલો અદભુત હતો કે તે આકાશને સ્પર્શતો હતો અને મેરુ પ્રવતની ઝાંખી કરાવતો હતો.
આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર પુત્ર અનંત સદ્દગુણો અને જ્ઞાનથી યુક્ત હશે અને તે સર્વોચ્ચતમ
Page 18 of 307