________________
Compodium of Jainism – Part (II)
આધ્યાત્મિક અવસ્થાને પ્રાપ્ત કરશે.
D.2.3.14 નિર્ધમ અગ્નિ
ધુમાડા વગરનો અગ્નિ એક અદ્વિતીય સપનું હતું કેમ કે તે અગ્નિ ખુબ જ તીવ્રતાથી બળી રહ્યો હતો પરંતુ તેમાંથી ધુમાડો નીકળતો ન હતો. ખુબ જ સુંદર સળગતી જ્વાળાઓમાંથી ખુબ જ જોશવાળો અગ્નિ પ્રગટતો હતો. તેની જ્વાળાઓ એકની ઉપર બીજી ઉપરાછાપરી આવતી હતી અને જાણે એકબીજામાં પ્રવેશ કરતી હોય એવી લાગતી હતી.
આ સ્વપ્ન સૂચવતું હતું થનાર પુત્ર ધાર્મિક સંઘને ફરીથી સ્થાપિત કરશે. તે અંધશ્રદ્ધા અને જુના રીતિરીવાજોને દૂર કરશે. વધારામાં તે પોતાના બધા કર્મોને બાળી નાખશે અને મોક્ષ મેળવશે. D.2.3.15 મીનયુગલ
આ સ્વપ્ન સૂચવતું હતું કે તેણીનો પુત્ર ખુબ જ સુંદર હશે.
D.2.3.16 સિંહાસન
આ સ્વપ્ન સૂચવતું હતું કે થનાર પુત્રનો ધાર્મિક દરજ્જો ખુબ જ ઊંચો હશે.
આ બધા સ્વપ્નોનો નિષ્કર્ષ એ હતો કે થનાર પુત્ર ખુબ જ શક્તિશાળી, નીડર અને સદ્દગુણોથી યુક્ત હશે. તે ખુબ જ ધાર્મિક હશે અને રાજા અથવા તો ધાર્મિક આગેવાન બનશે. તે તીર્થની સ્થાપના કરીને ધર્મને ફરીથી સ્થાપિત કરશે અને વિશ્વના બધા જીવોને મુક્તિનો માર્ગ દેખાડશે અને તે પોતે પણ મોક્ષ મેળવશે.
D.2.4 અષ્ટ પ્રકારી પૂજા / અષ્ટ દ્રવ્ય પૂજા
જૈનો વિવિધ ધાર્મિક અને સામાજિક સમારોહમાં વિવિધ ધાર્મિક દ્રષ્ટિકોણને સમજાવવા પ્રતીકાત્મક રૂપે જુદી જુદી પૂજા કરે છે. દરેકે કરવામાં આવતી ક્રિયાનો અર્થ અને ધ્યેય સમજીને તેના વિષે ચિંતન કરવું જોઈએ.
જૈન પૂજામાં વપરાતી વિવિધ સામગ્રી કશુક પામવાની ઈચ્છાથી ભગવાનને ચઢાવવવામાં આવતી નથી પરંતુ તે કોઈ સદ્દગુણ કેળવવા માટે અને પોતાની જાતની આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રતીકાત્મક રૂપે વપરાય છે.
D.2.4.1 દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા
ભગવાનને નમસ્કાર, ભક્તિ અને પૂજા વિવિધ પ્રકારની સામગ્રીથી આધ્યાત્મિક હેતુ સાથે કરાય છે.
Page 19 of 307