________________
Compodium of Jainism - Part (II)
આ સામગ્રીનો ઉપયોગ અને સૂત્ર વગેરે બોલવું એ દ્રવ્ય પૂજા છે. જયારે તીર્થંકર ભગવાનના ગુણો વિશે ચિંતન મનન કરવું એટલે ભાવ પૂજા. દ્રવ્ય પૂજા કરતી વખતે બોલવામાં આવેલા સૂત્રો ભાવપૂજા માટેના બીજ સમાન છે. ભાવપૂજા થકી જ તેનો સંપૂર્ણ લાભ આત્માને મળે છે.
'અષ્ટ' એટલે આઠ, 'પ્રકાર' એટલે રીત અને 'દ્રવ્ય' એટલે સામગ્રી. વિવિધ જૈન પૂજામાં આઠ પ્રકારની સામગ્રી વપરાય છે.
D.2.4.2 પૂજામાં વપરાતી વિવિધ સામગ્રી
જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દિપક, અક્ષત, નેવૈદ્ય અને ફળ.
બંને પરંપરામાં આ જ આઠ દ્રવ્યો દ્વારા પૂજા કરવામાં આવે છે. શ્વેતાંમ્બરમાં તેને અષ્ટ પ્રકારી પૂજા અને દિગમ્બરમાં તેને અષ્ટ દ્રવ્ય પૂજા કહેવામાં આવે છે. અમુક દિગંબર સંપ્રદાયમાં ફળ અને પુષ્પ પૂજામાં વપરાતા નથી પરંતુ તેની જગ્યાએ લવિંગ, શ્રીફળ કે પછી રંગીન ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.
D.2.4.3 શ્વેતામ્બર પરંપરામાં અષ્ટ પ્રકારી પૂજા
પ્રથમ ત્રણ પૂજા ને અંગ પૂજા કહે છે. તે પ્રતિમાનો અભિષેક કરવા દ્વારા અને તેને ચંદનનો લેપ અને પુષ્પ ચઢાવવા દ્વારા કરવામાં આવે છે. આ ત્રણ પૂજામાં ભક્ત ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરે છે આથી પ્રથમ તે મુખને કપડાથી ઢાંકે છે અને ત્યાર બાદ જ પ્રતિમાને સ્પર્શ કરે છે.
બાકીની પાંચ પૂજાને અગ્ર પૂજા કહે છે. તે પ્રતિમાની આગળ ધૂપ, દિપક, અક્ષત, નવૈદ્ય અને ફળ દ્વારા કરવામાં આવે છે. અહીં પ્રતિમાને સ્પર્શ કરવાનો હોતો નથી આથી મુખને ઢાંકવાની જરૂર નથી. સ્ત્રી અને પુરુષ બંને આ આઠ પ્રકારની પૂજા કરી શકે છે.
D.2.4.4 દિગંબર પરંપરામાં અષ્ટ દ્રવ્ય પૂજા
દિગંબર સંપ્રદાયમાં માત્ર જળ પૂજા(અભિષેક) પ્રતિમાને સ્પર્શ કરીને કરવામાં આવે છે. માત્ર પુરુષો જ આ પૂજા કરી શકે છે. અહીં શ્વેતામ્બર પરંપરાની જેમ મુખ ઢાંકવાની જરૂર નથી.
બાકીની સાત પૂજા પ્રતિમાની સામે કરવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ બંને આ પ્રકારની પૂજા કરી શકે છે. દિગંબર સંપ્રદાયમાં આ પૂજા કરવાનો ક્રમ શ્વેતામ્બર સંપ્રદાયથી અલગ છે.
વધુ વિગત માટે D.3.6 - પૂજા કરવાનું મહત્વ જુઓ.
Page 20 of 307