________________
Compodium of Jainism - Part (II)
D.૩ મંદિર કે દેરાસરે જવું
જૈન મંદિર કે દેરાસર ખૂબ જ શાંત અને સુંદર જગ્યા છે જ્યાં આપણે આપણા આત્મા વિશે મનન કરી શકીએ છે. જૈન મંદિરમાં ભક્તો ઊંડી શાંતિ અને નીરવતાનો અનુભવ કરી શકે અને પૂજા કરી શકે તે માટે બનાવવામાં આવેલી જગ્યા છે. તિર્થંકરોની પ્રતિમા મંદિરના વાતાવરણમાં આત્મનિરીક્ષણના ભાવ જગાવે છે અને એવો અનુભવ કરાવે છે કે ભગવાન આપણી પોતાની આત્માની અંદર જ રહે છે. આથી દરેક માણસ પોતાના અંતરની શુદ્ધિનો માર્ગ અનુસરી શકે. ક્રોધ- માન-માયા-લોભ થી દૂર રહી શકે. ઘણા જૈનો દરરોજ દેરાસર જાય છે જ્યારે કેટલાક જૈનો ઉપાશ્રય કે સ્થાનકમાં જઈને ધ્યાન કરે છે. ઉપાશ્રય પણ સાધુ અને સાધ્વીઓને રહેવા માટેની જગ્યા છે.
આપણે દેરાસર શુદ્ધ અને સાદા વસ્ત્રોમાં જવું જોઈએ. આપણે મોતી, રેશમ કે ચામડું વગેરે ન પહેરવું જોઈએ. કેમકે તે પ્રાણીઓ, કીડા કે છીપલાઓ ને મારીને બનાવાય છે. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે આપણા જૂતા-ચંપલ બહાર ઉતારવા જોઈએ.
જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે 'નિસ્સિહી' બોલીએ છે અર્થાત પાછળ છોડવું. તેનો અર્થ છે કે આપણે મન વચન અને કાયાથી દુનિયાના સંબંધો અને વસ્તુઓને પાછળ છોડીએ છે અને તે એ પણ સૂચવે છે કે આપણે આપણા દુર્ગુણો અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે જેવા કષાયોને પણ પાછળ છોડીએ. દેરાસરમાં આપણે કંઈ પણ ખાવું-પીવું ન જોઈએ. તેની સાથે આપણે દોડાદોડી કરવી, બુમો પાડતી, બીજાની સાથે વાતો કે ચર્ચા કરવી વગેરે જેવી ક્રિયાઓ પણ ન કરવી જોઈએ.
મનુષ્ય જાત માટે મૂર્તિપૂજા એ ઘણી સદીઓથી જાણીતી છે. ઘણા ધર્મોમાં ખાસ કરીને પૂર્વના ધર્મોમાં મૂર્તિપૂજા વણાયેલી છે. બંને સંપ્રદાયમાં તે એક મહત્વનો ભાગ છે. ભક્તિ મનની એ દશા છે જ્યારે મનની બધી જ ઉર્જા, જ્ઞાનના બધા જ અંગો અને બધી જ ક્રિયાઓ પરમાત્મા તરફ વળેલી હોય. પૂજા કે પ્રાર્થના ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે મન, વચન અને કાયાનો ભાગ હોય. એવું ઇચ્છનીય છે કે પૂજા એ સ્વયંભૂ અને હૃદયમાંથી ઝરતી હોય પરંતુ ઘણા લોકો માટે વિધિસર અને ઔપચારિક પૂજા પણ ખૂબ જરૂરી અને ફાયદાકારક છે.
વ્યક્તિ ગમે તે સમયે ગમે તે સ્થળે પ્રાર્થના કરી શકે છે પરંતુ એવી પવિત્ર જગ્યા છે જે ફક્ત પૂજા માટે જ બનાવવામાં આવી હોય તે જગ્યા મંદિર છે. ભારતીય ભાષામાં તેને મંદિર કહે છે પણ જૈન પરંપરામાં તેને દેરાસર કહે છે. જૈન દેરાસરને સમવસરણની પ્રતિકૃતિ રૂપે જોવામાં આવે છે. ભગવાનની પ્રતિમાઓ આવા સર્વજ્ઞ અને પવિત્ર આત્માઓની કલ્પનાને એક ભૌતિક સ્વરૂપ આપે
છે.
Page 21 of 307