________________
Compodium of Jainism - Part (II)
નીકરની મૂર્તિ કે પ્રતિમા તીર્થંકરોના ગુણોને દર્શાવે છે તેમના શરીરને નહિ. આથી દરેક તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ સમાન હોય છે. દરેક તીર્થંકર ભગવાનને એક લાંછન હોય છે જે એક તીર્થંકર ભગવાનની પ્રતિમાને બીજા તીર્થંકર ભગવાનની પ્રતિમાથી અલગ કરે છે. આ નિશાન મૂર્તિના પાયામાં વચ્ચે હોય છે.
તીર્થંકર ભગવાનની શાંત અને ગંભીર મુદ્રા આપણને તેમના કરુણા અને વીતરાગતાના ગુણોની યાદ અપાવે છે. જૈન ભગવાનની પ્રતિમાને ફક્ત એક આદર્શ તરીકે જોવામાં આવે છે. તે એવી અવસ્થા છે કે જ્યાં દરેક સંસારી જીવ પહોંચી શકે છે. તેમની શુદ્ધ અવસ્થા આપણને પણ યાદ અપાવે છે કે આપણે પણ તેમની સમાન અવસ્થામાં પહોંચી શકીએ છે. દેરાસર દરરોજ થવાથી તે આપણા વિચારો અને ક્રિયાઓમાં સજાગતા લાવી શકે છે.
દેરાસર એ પવિત્ર જગ્યા છે અને દરેકે દેરાસર જતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ.
દેરાસરમાં રાખેલી દાનપેટી ગુપ્તદાનને પૌ સાહન આપે છે.
D.3.2 દિગમ્બર અને શ્વેતાંબર મૂર્તિઓ કે પ્રતિમાઓ
સામાન્ય રીતે મૂર્તિ આરસપહાણ કે કોઈ ધાતુમાંથી કંડારવામાં આવે છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં તીર્થંકરની પ્રતિમા ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને તેમની આંખો ખુલ્લી હોય છે. શ્વેતાંબરો તીર્થંકરની પ્રતિમાનો ખૂબ જ વૈભવી રીતે શણગાર કરે છે. એ એવું સૂચવે છે કે તીર્થંકર રાજા હતા, તેમની પાસે ખૂબ જ રાજવી સંપત્તિ હતી તે છતાં તેમને ભૌતિક સાધનોમાં સુખ ન જોયું. તેમણે તેમની બધી જ સંપત્તિનો ત્યાગ કર્યો અને સમાજના ઉદ્ધાર માટે તેઓ સંપૂર્ણ અપરિગ્રહી બન્યા.
દિગંબર સંપ્રદાયમાં તીર્થંકર ભગવાનની પ્રતિમાને કોઈ શણગાર કરવામાં આવતા નથી અને તેમની આંખો ધ્યાનની મુદ્રામાં અડધી બંધ હોય છે.
તીર્થંકર ભગવાનની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બેઠેલી અથવા સીધા ઉભા રહેલી મુદ્રામાં ઉમદા ધ્યાનની અવસ્થા સૂચવે છે. તેમનું મુખ અને આંખો ભક્ત ઉપર કરુણા અને આંતરિક શાંતિ વરસાવે છે. પ્રતિમા એ તીર્થંકરોના ગુણધર્મ દર્શાવે છે ન કે તેમના દેહની વિશેષતાઓ. દરેક તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ સમાન હોય છે. દિગમ્બર અને શ્વેતાંબર બંને સંપ્રદાયના દેરાસરો તેમની કુશળ કારીગરી અને સ્થાપત્ય માટે જાણીતા છે.
Page 22 of 307