________________
Compodium of Jainism – Part (II)
D.3.3 સૂચનો
અહીં પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક સૂચનો આપેલા છે. કોઇપણ ધાર્મિક વિધિ કરતી વખતે અહિંસાના સિદ્ધાંતનો ભંગ ન થવો જોઈએ. આપણે સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે ધર્મને વ્યવહારમાં લાવવો જોઈએ. કોઈએ પણ દૂધ, ઘી કે દૂધની મીઠાઈઓ પૂજા માટે ન વાપરવી જોઈએ. અને દીવો કરવા માટે ઘીનો પણ વપરાશ ન કરવો જોઈએ. કેમકે આધુનિક સમયમાં બધી જ ડેરી ઉત્પાદનો ગાય અને બીજા પશુઓનું અત્યાચાર અને શોષણ કરવાથી મળે છે.
૦૧. પૂજા કરતા પહેલા નહાવું જોઈએ. ચામડાના કે રેશમી વસ્ત્રો કે મોતીનો ઉપયોગ પૂજા દરમિયાન ન કરવો જોઈએ. રેશમ એ લાખો રેશમના કીડાઓને મારવાથી મળે છે. મોતી એ છીપલાઓને મારવાથી મળે છે. પૂજા માટે અલગથી વસ્ત્ર રાખવા જોઈએ અને શુદ્ધ વસ્ત્રો પહેર્યા પછી કંઈ ખાવું ન જોઈએ કે બાથરૂમ જવું ન જોઈએ.
૦૨. તીર્થંકર ભગવાનની પ્રતિમાનો એવી રીતે આદર કરવો જોઈએ જાણે કે તે જીવંત હોય. આગળના દિવસના ચંદનના નિશાન ભીના કપડાંથી ખુબ જ શાંતિથી અને નરમાશ પૂર્વક દૂર કરવા જોઈએ. પ્રતિમાને સાફ કરવા માટે ખૂબ જ નરમ વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય. કોઈ સંજોગોમાં પ્રતિમાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો તે ખૂબ જ આદરપૂર્વક સીધી પકડીને બંને હાથ નીચે રાખીને લઈ જઈ શકાય.
૦૩. જળ પૂજા (અભિષેક) માટે ફક્ત શુદ્ધ પાણીનો જ તેમાં દૂધ મેળવ્યા વગર ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ ક્ષીર સમુદ્રના પાણીને પ્રતીકાત્મક સ્વરૂપે વાપરવા માગે તો બદામનો ભૂકો કરીને તેને પાણીમાં મેળવીને વાપરી શકાય.
૦૪. પૂજામાં કોઈપણ પ્રકારના ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ, ડેરીમાં બનેલી મીઠાઈઓ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. આધુનિક સમયમાં ડેરી અને તેની સાથે સંકળાયેલા ધંધામાં ગાય અને વાછરડા પ્રત્યે મહત્તમ ક્રૂરતા આચરવામાં આવે છે. દીવો કરવા માટે ઘીના બદલે વનસ્પતિજન્ય તેલનો ઉપયોગ કરી શકાય. લગભગ 100 વર્ષ પહેલા દરેક જૈન મંદિરો અને દેરાસરોમાં દીવો કરવા માટે દિવેલનો ઉપયોગ થતો હતો.
૦૫. હિંસાને ઓછી કરવા માટે ફૂલોને પણ તોડવા ન જોઈએ પરંતુ તેઓ કુદરતી રીતે પડેલા હોવા જોઈએ (એક શુદ્ધ વસ્ત્ર આગલી રાતે બધા જ છોડની નીચે બિછાવી શકાય). ફૂલોની કળીઓને ન તોડવી જોઇએ. ફૂલોની માળા બનાવતી વખતે તેમને ભેગા રાખવા માટે સોયનો ઉપયોગ ન કરવો જોઈએ અને ફુલોને ધોવા ન જોઈએ.
Page 23 of 307