________________
Compodium of Jainism - Part (II)
૦૬. મૂર્તિને શણગારવા માટે સોના કે ચાંદીની વરખનો ઉપયોગ ન કરવો જોઈએ. વરખના ઉત્પાદન માટે મોટાભાગે ગાયના આંતરડાનો ઉપયોગ થાય છે. મૂર્તિના શણગાર માટે એવી ઘણી ક્રૂરતા મુક્ત વસ્તુઓ છે જે જૈન મંદિરોમાં ઉપલબ્ધ છે. ફૂલો, શણગાર કે ચંદનના લેપને એક શુદ્ધ વાસણમાં રાખવા જોઈએ અને તેને નીચે પડવા દેવી ન જોઈએ. જો કોઇ કારણોસર તે નીચે પડી જાય તો તેનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ.
૦૭. ચંદનનો લેપ બનાવતી વખતે તમારા નાક અને મોં ને રુમાલથી ઢાંકેલો રાખવો જોઈએ. જળ, ચંદન કે પુષ્પ પૂજા કરતી વખતે પણ તે રૂમાલથી ઢાંકેલા રાખવા જોઈએ. રૂમાલને ચાર વખત એવી રીતે વાળવો જોઈએ કે જેથી તેમાં ૮ સ્તર બને.
૦૮. ચૈત્યવંદન કરતી વખતે બીજા શ્રદ્ધાળુઓના ધ્યાનમાં ખલેલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
૦૯. દેરાસરમાંથી નીકળતી વખતે તમારે અરિહંત ભગવાનની મૂર્તિ તરફ પીઠ કરીને ન નીકળવું જોઈએ. તમારે કેટલાક પગલા પાછળ ચાલીને અને પછી નીકળવું જોઈએ.જો પૂજામાં વપરાતી સામગ્રીના ઉત્પાદનમાં ત્રસ જીવો (એટલે કે બે થી પાંચ ઇન્દ્રિય જીવો)ની હિંસા સંકળાયેલી હોય તો જૈન શાસ્ત્રો આવી કોઈપણ સામગ્રી વાપરવાનો નિષેધ કરે છે.
D.3.4 શ્વેતામ્બર પરંપરામાં પૂજા
જ્યારે તીર્થંકર ભગવાનની પ્રતિમાના પ્રથમ વખત દર્શન થાય ત્યારે તમારે નમન કરીને બે હાથ જોડીને 'નમો જિણાણં' એટલે કે હું તીર્થંકર ભગવાનને નમન કરું છું એમ બોલવું જોઈએ. દેરાસરમાં પ્રવેશ કરતી વખતે તમારે ધીરેથી ઘંટ વગાડીને નીચે દર્શાવ્યા મુજબ દસ ક્રિયાઓ જેને દાસ-ત્રિક કહેવાય છે તે કરવી જોઈએ.
D.3.4.1 10 જિન્ત્રિક - દેરાસરમાં કરવાની ૧૦ ક્રિયાઓ
૧
નિસ્સિહી
ત્યાગ
૨
પક્ષ.
જૈન પ્રતિમાની આસપાસ ફરવું
3
પ્રણામ
४
પૂજા
૫
અવસ્થા ચિંતન
S
દિશા ત્યાગ
و
પરમાર્જન
નમન કરવું
ભક્તિ કરવી
તીર્થંકર ભગવાનની વિવિધ અવસ્થાઓ પર મનન કરવું
ફક્ત જિન પ્રતિમા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું
બેસતા પહેલા જમીનને સાફ કરવી
૮
આલંબન
માનસિક સહાય
Page 24 of 307