________________
૯
મુદ્રા
ધ્યાનની મુદ્રા
૧૦
પ્રણિધાન
ધ્યાન
Compodium of Jainism - Part (II)
કોષ્ટક D.3-A
D.3.4.1.1 નિસ્સિહી (ત્યાગ)
નિસ્સિહી એટલે ત્યાગ કરવો, તે દેરાસરમાં ત્રણ વખત બોલાય છે.
પ્રથમ વખત નિસ્સિહી જ્યારે દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે સંસારના બધા વિચારો અને વસ્તુઓને પાછળ છોડવા માટે બોલાય છે.
દેરાસરમાં પ્રવેશ કર્યા બાદ શ્રાવક કે શ્રાવિકાની ફરજ છે કે તે દેરાસરના પ્રબંધમાં સહાયક બને. તે માટે તે દેરાસરને સાફ કરવામાં મદદ કરી શકે છે. આવી ફરજને પૂર્ણ કર્યા બાદ જ્યારે તે ગભારામાં જ્યાં પ્રતિમા રાખવામાં આવી છે ત્યાં પ્રવેશ કરીને બોલવામાં આવે છે. તે મંદિરના પ્રબંધ અને સાફ-સફાઈ વગેરે જેવી ફરજોને પાછળ છોડવા માટે બોલાવામાં આવે છે.
ત્રીજી વાર નિસ્સિહી જ્યારે દ્રવ્ય પૂજા પૂર્ણ કરીને ભાવ પૂજા શરૂ કરીએ એટલે કે ચૈત્યવંદન કરીએ ત્યારે પોતાની જાતને પણ ભૂલી જવા માટે બોલાય છે.
D.3.4.1.2 પ્રદક્ષિણા
તીર્થંકરની પ્રતિમાની ફરતે ત્રણ વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રતિમાને જમણી બાજુએ રાખીને ડાબી બાજુથી દારૂ કરીને જમણી તરફ એમ ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ. આ પ્રદક્ષિણા આપણને યાદ અપાવે છે કે રાગ અને દ્વેષથી ઉપર ઉઠવા માટે અને મોક્ષ મેળવવા માટે ત્રણ ઔષધિઓ છે: સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર
અનાદીકાળથી આપણો આત્મા જન્મ અને મરણના ચક્રમાં ફસાયેલો છે. જ્યારે આપણે ભગવાનના ઉપદેશના આ ત્રણ રત્નોને પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારીએ છીએ, તેમણે અનુભવેલા અને સમજાવેલા જ્ઞાનને મેળવીએ છીએ અને તેમના ઉપદેશને આપણા રોજિંદા જીવનમાં લાવીએ છીએ ત્યારે આપણો મોક્ષ નક્કી છે. જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ ત્યારે આપણે આ વાક્યો પર મનન કરવાનું હોય છે.
D.3.4.1.3 પ્રણામ
આપણે તીર્થંકર ભગવાનની પ્રતિમાને ત્રણ વખત નમન કરીએ છે:
પ્રથમ વખત જ્યારે આપણે દેરાસરનું શિખર જોઈએ ત્યારે નમન કરીએ છે અથવા તો જ્યારે
Page 25 of 307