________________
Compodium of Jainism - Part (II)
તીર્થંકર ભગવાનની પ્રતિમાને પ્રથમ વખત જોઈએ છે એટલે કે દેરાસરમાં પ્રવેશ કરતી વખતે આપણા બંને હાથ જોડીને કપાળને સહેજ નમાવીને 'નમો જિણાણું' કહીએ છે. તેને અંજલી પ્રણામ B.
બીજુ પ્રણામ જ્યારે ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે બે હાથ જોડીને શરીરને નમાવીને પ્રણામ કરીએ છીએ તેને અર્ધવર્ત પ્રણામ કહે છે.
ત્રીજું પ્રણામ આપણે આપણા પાંચ અંગ (બે ઢીચણ, બે હાથ અને કપાળ) જમીનને સ્પર્શે તેવી રીતે ચૈત્યવંદન કે ભાવ પૂજા કરતા પહેલા વંદન કરીએ છીએ તેને પંચાંગ પ્રણામ કે ખમાસમણુ
B
D.3.4.1.4 પૂજા
તીર્થંકર ભગવાનની પૂજા વિવિધ સામગ્રી દ્વારા અને આધ્યાત્મિક ચિંતન સાથે કરવામાં આવે છે. પૂજા ત્રણ રીતે થાય છે.
પહેલા પ્રકારની પૂજાને અંગ પૂજા કહે છે. તે અરિહંત ભગવાનની પ્રતિમાના જુદા જુદા ભાગને પાણીનો અભિષેક દ્વારા, ચંદન દ્વારા અને પુષ્પ દ્વારા કરવામાં આવે છે.
બીજા પ્રકારની પૂજાને અગ્ર પૂજા કહે છે. જેમાં ભગવાનની પ્રતિમાની આગળ ધૂપ, દિપક, અક્ષત, ફળ અને નૈવેધ ધરાવવામાં આવે છે.
પ્રથમ અને બીજા પ્રકારની પૂજા ભેગી થઈને અષ્ટપ્રકારી પૂજા કહેવાય છે. આ બંને પૂજાને દ્રવ્ય પૂજા કહે છે. વિવિધ સામગ્રીઓનો ઉપયોગ અને ધાર્મિક સુત્રોને બોલવું તે દ્રવ્ય પૂજાનો ભાગ છે, જ્યારે તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરી અને તેના ઉપર ચિંતન કરવું તે ભાવ પૂજા છે.
ત્રીજા પ્રકારની પૂજા ભાવ પૂજા છે તે ચૈત્ય વંદન દ્વારા થાય છે. દ્રવ્ય પૂજા કરતી વખતે બોલવામાં આવતા સૂત્રો એ ભાવ પૂજાનું બીજ છે. બાહ્ય પ્રકારે થતી ક્રિયા અંદરની ભક્તિ અને વિચારની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે છે. ભાવ પૂજા થકી જ તેનો સંપૂર્ણ ફાયદો આત્માને મળે છે.
D.3.4.1.4.1 પુજાની સામગ્રી
પૂજા માટે વપરાતી સામગ્રી જેવી કે પુષ્પ, પાણી, દિપક, ફળ વગેરેમાં એકેન્દ્રિય જીવોની હિંસા સમાયેલી છે. આથી જૈન સાધુઓ કે જેઓ સંપૂર્ણપણે અહિંસાનું પાલન કરે છે તેઓ આવી કોઈપણ સામગ્રી વાપરીને પૂજા કરતા નથી. આથી તેઓ દ્રવ્ય પૂજા કરતા નથી તેઓ માત્ર ભાવ પૂજા દ્વારા આત્મચિંતન જ કરે છે.
Page 26 of 307