________________
Compodium of Jainism – Part (II)
જો કે દ્રવ્ય પૂજા શ્રાવકો માટે છે. સામાન્ય રીતે શ્રાવકો તેમનો મોટા ભાગનો સમય સામાજિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં, વ્યક્તિગત મનોરંજન માટે, સત્તા અને સંપત્તિને ભેગી કરવા માટે અને સારો સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે વાપરતા હોય છે, પૂજા અને બીજી દેરાસરની વિધિઓ શ્રાવકોને તેમના રોજિંદા જીવનથી દૂર કરીને આધ્યાત્મિક જીવન તરફ વાળે છે. આધ્યાત્મિક વિકાસના પ્રથમ તબક્કામાં વ્યક્તિએ ધાર્મિક પ્રતીકો જેવા કે તીર્થંકરની પ્રતિમાને વિવિધ પૂજાની સામગ્રી દ્વારા પૂજા કરવાની હોય છે. આથી શ્રાવકોના આધ્યાત્મિક વિકાસ માટે એકેન્દ્રિય જીવોની લઘુતમ હિંસા સ્વીકારવામાં આવી છે. પરંતુ દરેકે પોતાની વિવેકબુદ્ધિ વાપરીને પુષ્પ, જળ, દિપક, ધૂપ, ફળ અને નૈવેધના વપરાશમાં સંયમ રાખવો જોઈએ. પૂજા કરતી વખતે અને તમારા રોજિંદા જીવનમાં પણ એકેન્દ્રિય જીવોની હિંસા ઓછામાં ઓછી કરવી જોઈએ.
પુષ્પોને અર્પણ કરવામાં માટે એક શુદ્ધ પહોળું વસ્ત્ર ફૂલોના છોડની નીચે રાત્રે પાથરી દેવું જોઈએ અને ફક્ત કુદરતી રીતે પડેલા પુષ્પોને જ પૂજા વખતે અર્પણ કરવા જોઈએ. આ પ્રક્રિયાથી પુષ્પ પૂજા કરતી વખતે થતી હિંસા ઓછી કરી શકાય છે.
જો પૂજામાં વપરાશ કરવામાં આવતી સામગ્રી માટે ત્રસ જીવો એટલે કે બે થી લઈને પાંચ ઇન્દ્રિય સુધીના જીવોની હિંસા કરવામાં આવતી હોય તો જૈન શાસ્ત્રો આવી કોઈપણ સામગ્રી વાપરવાની શ્રાવકોને પણ ના પાડે છે. જૈન દર્શન એ એક તાર્કિક ધર્મ છે. તેના શાસ્ત્રો સત્યના મૂળભૂત સિદ્ધાંતોને દર્શાવે છે. આ સિદ્ધાંતોનું વ્યવહારમાં પાલન એ સમય, ક્ષેત્ર અને સંજોગો પ્રમાણે બદલાઈ શકે છે. આપણે આપણા ભૂતકાળની પરંપરા અને ક્રિયાઓને વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણ જેમાં આપણે રહીએ છે તેની સાથે મૂલવવા જોઈએ.
D.3.4.1.4.2 અષ્ટપ્રકારી પૂજા
'અષ્ટ' એટલે આઠ. 'પ્રકાર' એટલે રીત અને 'દ્રવ્ય' એટલે સામગ્રી. આમ અષ્ટ પ્રકારી પૂજા આઠ વિવિધ પ્રકારના દ્રવ્યોને વાપરીને કરવામાં આવતી પૂજા છે. દરેક સામગ્રી ભક્તની વિચાર પ્રક્રિયાને દર્શાવે છે. અંતરની ભક્તિનું તેમાં પ્રતિબિંબ પડે છે. જૈન પૂજામાં આપણે તીર્થંકર ભગવાનને કશુંક મેળવવાની આશાએ કંઈ અર્પણ કરતાં નથી. જે સામગ્રી વાપરવામાં આવે છે તે કોઈ સદગુણ મેળવવા માટે પ્રતિકાત્મક રૂપે છે અને તે આત્માના આધ્યાત્મિક વિકાસ માટે છે. દરેકે પૂજા કરતી વખતે તેના આ દ્રષ્ટિકોણ પર વિચાર કરવો જોઈએ. વિવિધ ધાર્મિક અને સામાજિક સમારોહમાં આ પ્રકારની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દરરોજ કરવામાં આવે છે અને બીજી પૂજામાં પણ તેનો સમાવેશ થાય છે. નીચે મુજબની 8 સામગ્રીઓ પૂજા કરતી વખતે વપરાય છે:
D.3.4.1.4.2.1 જળ પૂજા
•
મારો આત્મા જ્ઞાનનો બનેલો કળશ છે
Page 27 of 307