________________
Compodium of Jainism – Part (II)
D.2.1 લાંછન
D.2 તીર્થંકર, લાઇન, સર્પનાપના, પૂજા વિધિ
દરેક તીર્થંકર ભગવાને આધ્યાત્મિકતાનું ઉચ્ચતમ શિખર મેળવેલું છે તેથી તેમની મૂર્તિ ઉત્તમ ગુણો દર્શાવે છે. તીર્થંકરની પ્રતિમા તેમના ગુણોની સૂચક છે, તેમના શરીરની નહિ. આથી દરેક તીર્થંકરની પ્રતિમા સરખી રીતે જ કંડારેલી હોય છે. જો કે તીર્થંકરની પ્રતિમાને ઓળખવા માટે ફક્ત એક જ રસ્તો છે: તેમની મૂર્તિના પાયામાં વચ્ચે એક નિશાન હોય છે જે એક તીર્થંકરને બીજાથી અલગ કરે છે.
જયારે તીર્થંકર જન્મે છે ત્યારે તેમના જમણા પગની જાંઘ ઉપર એક નિશાન હોય છે. આ જન્મસમયના ચિહનને લાંછન કહે છે. આ ચિહન તીર્થંકરની મૂર્તિમાં નીચે જોવા મળે છે જેનાથી કયા તીર્થંકર છે તે જાણી શકાય છે. જેમ કે મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ નીચે સિંહ અને પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ નીચે સર્પ કંડારેલો હોય છે. શ્વેતામ્બર અને દિગંબર માન્યતામાં લાંછનમાં અમુક ફરક હોય છે જે આગળ કોષ્ટકમાં દર્શાવેલ છે.
દિગંબર સંપ્રદાયના મંદિરોમાં તીર્થંકર ભગવાનની શણગાર વગરની પ્રતિમા હોય છે જેમાં ભગવાનની આંખો અર્ધ બંધ, ધ્યાનની મુદ્રામાં હોય છે. તે ભગવાન(જિન)ને મુક્તાત્મા (રાગ અને દ્વેષથી મુક્ત) તરીકે દર્શાવે છે.
શ્વેતામ્બર સંપ્રદાયના મંદિરોમાં તીર્થંકર ભગવાનની પ્રતિમા ખુબ જ મનોહર રીતે સુશોભિત કરેલી હોય છે. આંખો ખુબ જ જીવંત હોય છે જેમાંથી કરુણા, શાંતિ અને પ્રેમ વરસતા હોય છે. સુશોભિત ઉર્જા હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. શ્વેતામ્બર મંદિરોમાં ઘણી વખત પ્રતિમાને રંગબેરંગી સોનેરી અને રૂપેરી દોરાથી શણગારવામાં આવે છે જેને આંગી કહે છે. આ તીર્થંકર ભગવાનને આધ્યાત્મિક રાજા તથા અંતરશત્રુ અને પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવનારા ચક્રવર્તી તરીકે દર્શાવે
છે.
ઘણી વખત મૂર્તિનો રંગ અલગ હોય છે જે તીર્થંકર ભગવાનના શરીરના રંગ મુજબ હોય છે.
(વધુ વિગત માટે D.2.2.4 - તીર્થંકર, લાંછન અને રંગનું કોષ્ટક જુઓ.)
D.2.2 તીર્થંકર
ચઢતા અને ઉતરતા ક્રમમાં કાળ સાથે સમય વહ્યા જ કરે છે. ઉત્સર્પિણી ચઢતો કાળ છે જ્યાં માનવીય મૂલ્યો અને કુદરતી પરિસ્થિતિ સમય સાથે સુધરતી જાય છે. ઉત્સર્પિણીના અંત સાથે જ તેટલા જ સમયનો અવસર્પિણી કાળ શરુ થાય છે જ્યાં ઉતરતા પ્રમાણમાં માનવીય મૂલ્યો અને
Page 8 of 307