________________
Compodium of Jainism – Part (II)
કુદરતી પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થતા જાય છે. દરેક કાળના છ ભાગ પડે છે જેને આરા કહે છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ૩જા અને ૪થા આરામાં આપણા ક્ષેત્ર એટલે કે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૪ આત્મા તીર્થંકર થાય છે. તેઓ આપણા જેવા જ મનુષ્યો છે કે જે દિવ્યતાના ઉચ્ચતમ શિખરે પહોંચે છે. તેઓએ આગળના ભવમાં સમ્યગ દર્શન પામીને સારા કર્મો કરીને ધીમે ધીમે પોતાની આત્માને શુદ્ધ કર્યો હોય છે અને તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય છે. આ તીર્થંકર નામકર્મ ૨૦ પ્રકારના ખાસ તપમાંથી એક કે વધારે તપ કરવાથી અને સાથે સાથે બધા જીવને શાસનમાં લાવવાની - મુક્તિના માર્ગ પર આગળ વધારવાની ભાવના કરવાથી બંધાય છે, “સવ્વ જીવ કરું શાસન રસી” તીર્થંકર નામકર્મ છેલ્લા ભવમાં ઉદયમાં આવે છે અને જીવ દીક્ષા લઈને વિવિધ તપ અને સાધના કરીને બધા ઘાતી કર્મોનો નાશ કરીને તીર્થંકર બને છે. કેવળ જ્ઞાન મળ્યા બાદ તીર્થંકર ભગવાન તે સમયની પરિસ્થિતિ મુજબ સંઘની સ્થાપના કરે છે. તે ચતુર્વિધ સંઘ - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને જૈન ધર્મમાં ફરીથી સ્થાપિત કરે છે.
તીર્થંકરને અરિહંત, કેવલી, જિન કે વીતરાગી પણ કહે છે. અરિહંતનો અર્થ થાય છે : અંતરના શત્રુઓનો નાશ કરનાર. જિનનો અર્થ થાય છે અંતરના શત્રુઓને જીતનાર અને વીતરાગી એટલે કે જેને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. એનો અર્થ કે તેઓ સંસારની વસ્તુઓથી સંપૂર્ણપણે અભિપ્ત છે.
તીર્થંકર બન્યા બાદ તેઓ પોતાનું બાકીનું જીવન ધ્યાનમાં અને બીજા જીવોને મુક્તિનો માર્ગ બતાવવામાં પસાર કરે છે.
D.2.2.1 તીર્થંકરોની સંખ્યા
આપણે પહેલા જોઈ ગયા તેમ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ૩જા અને ૪થા આરામાં ૨૪ તીર્થંકરો જન્મે છે. આપણે અત્યારે પાંચમા આરામાં છીએ. આથી અત્યારે આપણા ક્ષેત્રમાં કોઈ તીર્થંકર નથી. આ અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં થઈને આપણા ક્ષેત્રમાં ૨૪ તીર્થંકરો થઇ ગયા. સામાન્ય રીતે આપણે જયારે કહીએ કે ૨૪ તીર્થંકરો છે ત્યારે આપણે આ અવસર્પિણી કાળના ત્રીજા ને ચોથા આરામાં થઇ ગયેલા તીર્થંકરો વિશે કહેતા હોઈએ છે.
જૈન દર્શન મુજબ આ બ્રહ્માંડમાં એવા ૧૫ ક્ષેત્રો છે જ્યાં તીર્થંકરના અસ્તિત્વની સંભાવના રહેલી છે. આ ૧૫ માંથી ૧૦ ક્ષેત્ર - ૫ ભરત અને ૫ ઐરાવત ક્ષેત્ર એવા છે જ્યાં માનવીય મૂલ્યો અને કુદરતી પરિસ્થતિઓ સતત બદલાતી રહે છે અને ફક્ત ૩જા અને ૪થા આરામાં જ તીર્થંકર જન્મી શકે છે.
બાકીના ૫ - મહાવિદેહ ક્ષેત્ર એવા છે કે જ્યાંની પરિસ્થિતિ તીર્થંકરના હોવા માટે હંમેશા અનુકૂળ હોય છે. વર્તમાન સમયમાં આ દરેક ૫ મહાવિદેહ ક્ષેત્રમાં ૪ તીર્થંકરો વિચરે છે. આમ અત્યારે કુલ
Page 9 of 307