________________
Compodium of Jainism – Part (II)
૨૦ તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે જે લોકોને જૈન ધર્મ વિષે સમજ આપે છે. ઘણા જૈન મંદિરોમાં આપણે સીમંધર સ્વામી ભગવાનની પ્રતિમા જોઈએ છે જે આપણને યાદ અપાવે છે કે વર્તમાન સમયમાં પણ વિશ્વના કોઈ ભાગમાં તીર્થંકર ભગવાન છે જે જૈન ધર્મ વિષે બધાને સમજ આપી રહ્યા છે. આ પણ મહત્વની માહિતી છે કેમ કે ભલે અત્યારે આપણા ભરત ક્ષેત્રમાંથી મોક્ષે જવું શક્ય નથી પરંતુ જીવ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ લઈને ત્યાંથી મોક્ષ મેળવી શકે
છે.
D.2.2.2 ભૂતપૂર્વ અને ભવિષ્યના તીર્થંકરો
ગયા ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરો - તીર્થંકર ચોવીસી થઇ ગઈ અને આવતા ઉત્સર્પિણી કાળમાં પણ બીજા ૨૪ તીર્થંકરો થશે. આપણા શાસ્ત્રોમાં ભૂતકાળના અને ભવિષ્યકાળના આ ૨૪ તીર્થંકરોના નામનો સ્પષ્ટપણે ઉલ્લેખ મળે છે. આવી અનંત ચોવીસી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં થઇ ગઈ. વાસ્તવમાં અનંત તીર્થંકરો ભૂતકાળમાં થઇ ગયા અને અનંત તીર્થંકરો ભવિષ્યમાં થશે.
ભરતક્ષેત્ર ૫ છે, ઐરાવત ક્ષેત્ર ૫ છે અને મહાવિદેહ ક્ષેત્ર ૫ જેમાં દરેકમાં ૩૨ વિજય છે અર્થાત ૧૬૦ વિજય છે. આ દરેક ક્ષેત્રમાં જો એક તીર્થંકર હોય તો ૫+૫+૧૬૦ = ૧૭૦ તીર્થંકર વધારેમાં વધારે હોઈ શકે. એક સાથે એક ક્ષેત્ર કે વિજયમાં બે તીર્થંકર ન હોય.
D.2.2.3 તીર્થંકરની સ્તુતિ
જૈન સાહિત્યમાં તીર્થંકર ભગવાનના ગુણોની પ્રશંસા કરતી ઘણી સ્તુતિઓ છે. નીચે અમુક પ્રખ્યાત સ્તુતિઓની નોંધ આપેલી છે.
• લોગસ્સ ઉજજોઅગરે (ચતુર્વિશાંતિ સ્તવ) - આ સૂત્ર ૨૪ તીર્થંકર ભગવાનને નમસ્કાર કરવા બોલાય છે. તેમાં ૨૪ તીર્થંકર ભગવાનના નામ અને તેમના ગુણો બોલવામાં આવે
છે.
• નમુન્થુણં (શક્રસ્તવ) - એવું કહેવામાં આવે છે કે આ સૂત્ર દેવોના રાજા ઇન્દ્ર દ્વારા અરિહંત ભગવાનની ભક્તિ માટે રચવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ નામનો ઉલ્લેખ કર્યા વગર માત્ર અરિહંત ભગવાનના ગુણોનું વર્ણન છે.
· ભક્તામર સ્તોત્ર
પ્રખ્યાત સ્તુતિ છે.
-
આ આચાર્ય માનતુંગસુરી દ્વારા રચાયેલી ભગવાન ઋષભદેવની સૌથી
• આનંદઘન ચોવીસી - જૈન સાધુ આનંદઘનજી ખુબ જ મહાન કવિ હતા જેમણે દરેક ભગવાનની એક એવી ૨૪ સુંદર સ્તુતિઓની રચના કરી છે.
Page 10 of 307