________________
Compodium of Jainism – Part (II)
D.1.13.3 નંદાવ્રત
આ ૯ ખૂણા વાળું મોટું સ્વસ્તિક છે. તે નવ પ્રકારના ભૌતિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ખજાનાનો નિર્દેશ કરે છે.
D.1.13.4 વર્ધમાનક
વર્ધમાન એટલે વધવું. વર્ધમાનક સંપત્તિ, સ્વાસ્થ્ય અને સૌથી જરૂરી તો આધ્યાત્મિકતાનો વિકાસ સૂચવે છે.
D.1.13.5 કળશ
તે ધન-સંપત્તિ, જ્ઞાનની પૂર્ણતા સૂચવે છે. તેનું મુખ શાશ્વતતા, કંઠ - જૂની સ્થિતિને છોડવાનું અને પાર્ટી નવી સ્થિતિને અપનાવવાનું સૂચવે છે.
D.1.13.6 ભદ્રાસન
તેને સિંહાસન પણ કહે છે. તે શુભ છે કેમ કે તે જિન ભગવાનના ચરણોથી પવિત્ર થયેલ છે.
D.1.13.7 મીન યુગલ
તે સંસાર સમુદ્રમાંથી તરવાનું સૂચવે છે.
D.1.13.8 દર્પણ
તે આપણું સાચું સ્વરૂપ સૂચવે છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે.
D.1.14 માનસ્તંભ
દિગંબર મંદિરના આગળના ભાગમાં માનસ્તંભ હોય છે. તે અભિમાનથી અટકવાનું સૂચવે છે. તેની ઉપરના ભાગમાં ચતુર્મુખ જિન ભગવાનનું સમોસરણ હોય છે. તે એ વાર્તાનું પીક છે જયારે ઈંદ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર સામે ચર્ચા કરવા જાય છે અને સમવોસરણમાં આ સ્તંભને જોતા જ તેમનું અભિમાન અને મિથ્યાત્વ ઓગળી જાય છે.
Page 7 of 307