________________
Compodium of Jainism – Part (II)
સૂચવે છે જયારે પ્રકાશ એ દિવ્યતા સૂચવે છે. આરતીનો પ્રકાશ અંધકાર દૂર કરી દે છે અને નકારાત્મકતાને સદ્દગુણોથી, લચને હિંમ્મતથી અને અજ્ઞાનને નથી જીતવાનું સૂચવે છે.
પાંચ દીપકો નીચે મુજબના પ્રતીક છે:
• પંચ પરમેષ્ઠિ (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ)
• પાંચ પ્રકારના જ્ઞાન (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવળજ્ઞાન)
• પાંચ મહાવ્રતો (અહિંસા, અચૌર્ય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ)
D.1.12 મંગળ દીવો
મંગળ દીવામાં એક જ દીવો હોય છે જે આરતી બાદ વર્તુળાકારે ઉતારવામાં આવે છે. રૂ ના પૂમડાને ઘીમાં બોળીને તેને પ્રગટાવવામાં આવે છે. જયારે દીવો પ્રગટે છે ત્યારે પરમાત્માનું મુખ પ્રકાશમાન થાય છે. આવી રીતે આપણે પણ આપણા હૃદયમાંથી અંધકાર દૂર કરી તેને સત્ય અને કરુણાથી ઉજાગર કરવા માંગીએ છીએ.
એકમાત્ર દીવો મુક્ત આત્માઓના કેવળ જ્ઞાનનું પણ પ્રતીક છે.
D.1.13 અષ્ટમંગળ
શુભ વસ્તુઓમાં શ્રદ્ધા રાખવી તે ભારતીય સમાજમાં ખુબ જ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં અને પરિવારમાં સદ્ ભાગ્ય અને ખુશી લઇને આવે છે. તેમને ઘરમાં પ્રવેશદ્વાર પાસે મુકવામાં આવે છે. અષ્ટ મંગળ જૈનોમાં ખુબ જુના સમયથી પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. પ્રથા મુજબ આ અષ્ટ મંગળને તીર્થંકરની પ્રતિમા આગળ અક્ષતથી વધાવવામાં આવે છે. તમે આજના સમયમાં મંદિરમાં તેમને લાકડા કે ધાતુમાં કંડારેલા જોઈ શકો છો.
અષ્ટમંગળના પ્રતીકો :
D.1.13.1 સ્વસ્તિક
તે ચાર ગતિ સૂચવે છે: મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચ(બાકીના બધા જીવો). તેના મૂળમાં બે શબ્દો છે: સુ + ઉસ. સુ એટલે લાભદાયી અને ઉસ એટલે અસ્તિત્વ. આથી તે યશ, વિકાસ, સમૃદ્ધિ અને સફળતા સૂચવે છે.
D.1.13.2 શ્રીવત્સ
જિન ભગવાનની છાતી પર આ સુંદર નિશાન હોય છે કેમ કે તે ઉત્તમ જ્ઞાન જિન ભગવાનના હૃદયમાંથી નીકળે છે. તે જન્મ-મરણનું અનંત ચક્ર સૂચવે છે.
Page 6 of 307