________________
Compodium of Jainism - Part (II)
નાડીતંત્રનું મધ્યબિંદુ છે જે નિર્ણય શક્તિ અને નિશક્તિનો સ્રોન છે, જયારે આપણે નૈતિક અને આધ્યાત્મિક શિસ્તના પાઠ ભણીએ છે ત્યારે આ જગ્યાએથી આપણે એવી ઘણી વસ્તુઓ જોઈએ છે જે આપણે સામાન્ય આંખથી જોઈ શકતા નથી. જયારે આપણે તિલક કરીએ છે ત્યારે આપણે તીર્થંકરની આજ્ઞા મુજબ જીવન જીવવાનું નક્કી કરીએ છે. આપણને એ શક્તિ જોઈએ છે જેની સહાયથી આપણે સાચું જ્ઞાન મેળવી શકીએ.
D.1.9 વૈશ્વિક જૈન પ્રતીક
વૈશ્વિક જૈન પ્રતીક ઘણા બધા પ્રતીકોનો સમન્વય છે અને દરેકનો ગૂઢ અર્થ છે. તે ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ વખતે સ્વીકારવામાં આવ્યું હતું.
આ પ્રતીકમાં બહારની લાઈન લોકાકાશ બતાવે છે. નીચેનો ભાગ સાત નર્ક બતાવે છે. વચ્ચેના ભાગમાં પૃથ્વી અને બીજા ગ્રહો એટલે કે મધોલોક છે અને ઉપરના ભાગમાં દેવલોક કે સ્વર્ગ છે અને તેની પણ ઉપર સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધો વસે છે. જૈન દર્શન માને છે કે બ્રહ્માંડનું કોઈએ સર્જન કર્યું નથી અને તેનો અંત પણ નથી. તે અનાદિ અનંત છે.
સ્વસ્તિકનો અર્થ આપણે આગળ જોઈ ગયા. ઊંચે રહેલો હાથ કહે છે 'અટકો'. ચક્રની વચ્ચે લખેલું છે 'અહિંસા'. આ બે પ્રતીકો આપણને કોઈ પણ ક્રિયા કરતા પહેલા અટકવા અને થોડી ક્ષણો વિચારવાનું સૂચવે છે. આ આપણને નક આપે છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારીએ કે આપણે કોઈને આપણી ક્રિયા દ્વારા મન, વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડીએ.
હાથમાં રહેલું ચક્ર સૂચવે છે કે જો આપણે નહિ અટકીએ અને ધ્યાન નહિ રાખીએ તો આ ચક્રની જેમ જ જન્મ અને મરણના ચક્રમાં ફરતા રહીશુ. તેના નીચે લખ્યું છે 'પરસ્પરોપગ્રહો જીવાનામ' એટલે કે 'જીવ માત્રનો પરસ્પર ઉપકાર(સેવા) છે'.
D.1.10 JAINA સંઘનું પ્રતીક
The Federation of Jain Associations in North America (JAINA) એ આ પ્રતીક સ્વીકાર્યું છે. જૈન ધર્મના મુખ્ય પ્રતીકમાં સ્વસ્તિકના બદલે ૐ મૂક્યું છે. પાશ્ચાત્ય દેશોમાં સ્વસ્તિકને પવિત્ર માનવામાં આવતું નથી.
D.1.11 આરતી
આરતીમાં ૫ દિપક હોય છે. રૂ ના પૂમડાને ઘીમાં બોળીને તેને પ્રગટાવવામાં આવે છે. વર્તુળાકારે તીર્થંકર ભગવાનની પ્રતિમાની સામે કોઈ પણ ધાર્મિક વિધિ બાદ અને સાંજે દેરાસરમાં માંગલિક થાય તેની પહેલા આરતી ઉતારવામાં આવે છે. અંધકાર એ નકારાત્મકતા, ભય અને અજ્ઞાન
Page 5 of 307