________________
Compodium of Jainism – Part (II)
D.1.5 હીમ
હીમ શબ્દ બીજમંત્ર છે. તેને હિમકાર મંત્ર પણ કહે છે. આ ગૂઢ પ્રતીક, અદ્રશ્ય, અવાજ, અનંતતા અને ૨૪ તીર્થંકરોની દિવ્ય ઉર્જા સૂચવે છે. હ્રીમ મંત્રનું ધ્યાન ધરતા તીર્થંકરોની ઉત્કૃષ્ટ ઉર્જાનો અનુભવ થાય છે.
D.1.6 અર્હમ
અર્હમ શબ્દ સંસ્કૃત ભાષામાં વપરાતા બધા જ સ્વર અને વ્યંજનોને સૂચવે છે. સંસ્કૃત ભાષાનો પ્રથમ અક્ષર છે 'અ' અને અંતિમ અક્ષર છે 'હ'. આ મંત્રનું ધ્યાન ધરતા વ્યક્તિ બ્રહ્માંડની શાંત ધ્વનિ પર ચિત્ત કેન્દ્રિત કરે છે.
D.1.7 સ્વસ્તિક
સ્વસ્તિકને પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકની ચાર બાજુઓ ચાર ગતિનો નિર્દેશ કરે છે: મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચ. આ ચાર ગતિઓ ઉપરની ડાબી બાજુથી લઈને ઘડિયાળના કાંટાની દિશામાં ચારે ભાગ દ્વારા સૂચિત થાય છે. આપણું લક્ષ્ય આ જન્મ-મરણના ચક્રમાંથી બહાર નીકળવાનું હોવું જોઈએ. સ્વસ્તિક આપણને ચતુર્વિધ સંઘમાં પાયારૂપ બનવાનું પણ યાદ અપાવે છે. એનો અર્થ છે કે પહેલા આપણે સારા શ્રાવક કે શ્રાવિકા બનવું જોઈએ અને પછી સામાજિક બંધનોથી ઉપર ઉઠીને સંસાર ત્યજીને સાધુ કે સાધ્વીનું જીવન જીવવું જોઈએ. તેના ચાર ભાગ દાન, શીલ, તપ અને ભાવ પણ સૂચવે છે.
સ્વસ્તિક ઉપરના ત્રણ બિંદુઓ જૈન દર્શનના ત્રણ રત્નો – સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચરિત્ર સૂચવે છે જે મુક્તિનો માર્ગ છે.
આ ત્રણ બિંદુઓની ઉપર એક બીજનો ચંદ્ર આકાર છે જે સિદ્ધ શીલા છે. જેની ઉપર સિદ્ધ ક્ષેત્ર આવેલું છે. જ્યાં સિદ્ધો એટલે કે મુક્તાત્મા વસે છે. આ બીજના ચંદ્રની ઉપરનું બિંદુ સિદ્ધોને દર્શાવે છે. ત્યાં સુધી પહોંચવા માટે આત્માએ બધા કર્મોથી મુક્ત થવું પડે છે. આ સ્થાન દરેક આત્માનું લક્ષ્ય છે.
D.1.8 તિલક
જુદા જુદા ધર્મના લોકો તેમના કપાળ પર જુદા જુદા પ્રકારના નિશાન કરે છે જેને તિલક કહે છે અને જે જુદી જુદી માન્યતાઓ દર્શાવે છે. તે અમુક પ્રકારના સુગંધી દ્રવ્યનું બનેલું હોય છે. જૈનો ચંદનના લાકડાને કેસર સાથે ઘોળીને મિશ્રણ તૈયાર કરે છે. તેનાથી બંને ભ્રમરોની વચ્ચે ગોળ કે બદામ જેવા આકારથી તિલક કરવામાં આવે છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ તે ચેતાતંત્ર અને
Page 4 of 307