________________
Compodium of Jainism – Part (II)
D.1.4 30
ભારતના દરેક ધર્મમાં સામાન્ય પ્રતીક "ૐ" છે. હિન્દુ દર્શનમાં ૐ ત્રણ અક્ષરનો બનેલો છે: અ, ઉ અને મ. જયારે આ ત્રણ અક્ષરો ભેગા મળે ત્યારે સ્વરના સિદ્ધાંત મુજબ "ૐ" સંભળાય છે. તે સર્જન, રક્ષણ અને વિનાશને સૂચવે છે. જયારે 'અ' બોલીએ ત્યારે ગળામાંથી શ્વાસ નીકળે છે જે સર્જન સૂચવે છે. જયારે 'ઉ' બોલીએ ત્યારે શ્વાસ મોમાં રોકાય છે જે સંરક્ષણ સૂચવે છે. જયારે આપણે 'મ' બોલીએ ત્યારે શ્વાસ નાસિકા દ્વારા બહાર નીકળે છે જે અંત સૂચવે છે.
ૐ સંપૂર્ણતા સૂચવે છે. તે અનંતતા, પૂર્ણતા અને શાશ્વતતાનું પ્રતીક છે. તે સંપૂર્ણ સ્વર છે જે દરેક વસ્તુની સંપૂર્ણતા સૂચવે છે.
જયારે સંપૂર્ણ જ્ઞાન કે કેવળજ્ઞાન મળે ત્યારે અરિહંત ભગવાનના શરીરમાંથી ૐ સ્વર નીકળે છે (દિવ્ય ધ્વનિ). આ સ્વયંભૂ અને સુમધુર સ્વર છે જે દેશનામાં આવેલ દરેક મનુષ્ય, પ્રાણીઓ અને દેવતાઓ તેમની ભાષામાં સમજી શકે છે.
ૐ એ પંચ પરમેષ્ઠી ભગવંતોના સ્મરણ સ્વરૂપે પણ છે જે પાંચ સ્વરો, અ,અ,આ,ઉ,મ ના સંયોજન સ્વરૂપે છે.
•
પ્રથમ અક્ષર 'અ' સૂચવે છે અરિહંત(એવા મનુષ્ય જેમણે આત્માનો સાચો સ્વભાવ જાણીને તેની સર્વોચ્ચતમ અવસ્થા મેળવી છે અને જેમણે કષાયોને જીતી લીધા છે)
• બીજો અક્ષર 'અ' સૂચવે છે - અશરીરી (સિદ્ધ, મુક્તાત્મા કે જેની પાસે પૌદગલિક શરીર નથી. અરિહંત જીવિત હોય છે અને ધાર્મિક ગુરુ તરીકે વર્તે છે જયારે સિદ્ધ મુક્ત આત્મા
Bh
• ત્રીજો અક્ષર 'આ' સૂચવે છે - આચાર્ય (એવા સાધુ જે જૈન સંઘના વડા છે. આચાર ધર્મના ચુસ્ત પાલનહાર છે)
• ચોથો અક્ષર 'ઉ' સૂચવે છે - ઉપાધ્યાય (એવા સાધુ કે જે જ્ઞાની છે અને બીજાને જ્ઞાન આપવાનું કામ કરે છે)
• પાંચમો અક્ષર 'મ' સૂચવે છે
સાધુ અને સાધ્વી)
-
મુનિ (જૈન સિદ્ધાંતોનું પાંચ મહાવ્રત સાથે પાલન કરતા
ૐ એ પંચ પરમેષ્ઠી ભગવંતોના નમન સ્વરૂપે છે અને તે નમસ્કાર મહામંત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
Page 3 of 307