________________
D.1. જૈન પ્રતીકો
Compodium of Jainism - Part (II)
પ્રતીકો તેમના આકાર અને સૂચિતાર્થથી ધર્મમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગૂઢ વિચારધારાને બાહ્ય સ્વરૂપ આપે છે. તે ધર્મ, સંસ્કૃતિ અને તેના મૂળભૂત સિદ્ધાંતોના આચારની ઝલક આપે છે. તે ધાર્મિક તત્વજ્ઞાનની સરળ સમજ આપી શકે છે. સામાન્ય ભાષા કરતા પ્રતીકોની ખુબ જ ઘેરી અસર થાય છે. પ્રતીકની મદદથી ધર્મની દ્રષ્ટિએ થોડો અઘરો વિષય સામાન્ય માણસ માટે સમજવો સરળ બની જાય છે.
D.1.1 જય જિનેન્દ્ર - અભિવાદન
જય જિનેન્દ્રનો અર્થ થાય છે કે "જિન ભગવાન દ્વારા સ્થાપિત કરેલો ધર્મ આપણા હૃદયમાં રહે." જયારે આપણે બીજાને જય જિનેન્દ્ર કહેવા દ્વારા અભિવાદન કરીએ છે ત્યારે આપણે તેમનામાં જિનેશ્વર ભગવાનનું પ્રતિબિંબ જોઈએ છે કે જેમણે અંતરના શત્રુઓને જીત્યા છે. આ વિચારીને આપણે તેમના આત્માને વંદન કરીએ છે. દરેક આત્મામાં જિન જેવી એટલે કે આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો નાશ કરવાની ક્ષમતા રહેલી છે. જિનને અરિહંત કે તીર્થંકર પણ કહેવાય છે.
D.1.2 મિચ્છામિ દુક્કડમ - માફી માંગવી
મિચ્છામિ દુક્કડમ એ બીજું અભિવાદન છે જેમાં બીજાની માફી માંગવામાં આવે છે. આ વાર્ષિક માફી સંવત્સરી પ્રતિક્રમણ કર્યા બાદ કહેવામાં આવે છે. આદર્શ રીતે જોવા જઈએ તો જેવી આપણને આપણી ભૂલ સમજાય એવી તરત જ માફી માંગવી જોઈએ.
મિચ્છામિ દુક્કડમનો સાચો અર્થ “મારાથી થયેલી ભૂલો મિથ્યા થાવો" એવો છે. જે પ્રાયશ્ચિત માટે વપરાય પણ વ્યવહારમાં આ વાક્ય માફી માંગવા પ્રચલિત થયેલ છે. કોઈ પરંપરામાં ખમત ખામણા” શબ્દ વાપરવામાં આવે છે.
D.1.3 જિનાલાય - જિન મંદિર (દેરાસર કે મંદિર)
જિનાલાય, દેરાસર કે મંદિર એવી જગ્યા છે જ્યાં બધા ઉપાસના કરવા આવે છે અને શાંતિ અને નીરવતાનો અનુભવ કરે છે.
ભગવાનની મૂર્તિ અને મંદિરનું વાતાવરણ આપણને આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરે છે અને આપણે અનુભવીએ છીએ કે ભગવાન આપણા હૃદયમાં જ રહે છે. આથી વ્યક્તિ આત્મ શુદ્ધિના માર્ગ પર ચાલી શકે છે અને ક્રોધ, માન, માયા, લોભને પોતાના જીવનથી દૂર રાખી શકે છે.
Page 2 of 307