SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) H.5 ઈલાચીકુમાર ઈલાવર્ધન શહેરમાં ધનદત્ત નામનો મોટો વેપારી રહેતો હતો. તેની પત્ની ઈલાચીએ ખુબ સુંદર પુત્રને જન્મ આપ્યો. એકનો એક દીકરો હોવાથી જીવિત રહે તેવી માન્યતાથી તેનું નામ પાડ્યું ન હતું. પણ તે ઇલાચીનો દીકરો હોવાથી સહુ તેને ઇલાચી પુત્ર કહીને બોલાવતા. એને ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવ્યો. કોઈ વાતની કમી ન હતી. સુંદર નવયુવાન બન્યો એટલે સહુ તેને ઈલાચી કુમાર કહીને બોલાવતા. તેના માતા-પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. ઈલાચી કુમારનું કુટુંબ ખૂબ જ સુખી અને ખાનદાની હતું. ઈલાચીકુમાર દેખાવે સુંદર હોવાને કારણે ઘણાં માતા- પિતા પોતાની દીકરી એની સાથે પરણાવવા ઉત્સુક હતા. એક દિવસ ઈલાવર્ધનમાં નટનો ખેલ કરતી ટોળી આવી. તેઓ ખુલ્લી જગ્યામાં વાંસ ખોડીને દોરડા બાંધીને ખેલ બતાવતા. ઢોલ વગાડી પોતાના આવ્યાની અને ખેલ શરૂ થવાની જાહેરાત કરતા. આખું ગામ ખેલ જોવા ભેગું થતું. નટ વારાફરતી દોરડા ઉપર ચઢીને ચાલતા ચાલતા નૃત્ય કરતા કરતા એક છેડેથી બીજે છેડે પહોંચતા. તેમની એક કળા જોઇને સહુ પ્રેક્ષક વર્ગ આફરીન પોકારી ઉઠતો. ઈલાચીકુમાર પણ આ ખેલ જોવા ગયો. નટના સરદારની ખુબ જ સુંદર અને સરસ નૃત્ય કરતી છોકરી ઇલાચી કુમારને ખૂબ જ ગમી ગઈ. તેની નજર તેના પર જ ચોટી ગઈ હતી. ખેલ પૂરો થયા પછી નટ દોરડા, વાંસ વગેરે સંકેલીને ત્યાં ભેગા થયેલા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા. સારી એવી રકમ ભેગી કરીને તેઓ તેમના તંબૂમાં રાત રોકાતા. ખેલ પૂરો થતાં સહુ પોતપોતાને ઘેર ગયા. ઈલાચી કુમાર પણ સ્વગૃહે પાછા ફર્યા. પણ તેના મગજમાંથી નટની સુંદર છોકરી ખસતી નહોતી. રાત્રે જમવાના સમયે પણ તે સૂનમૂન બેસી જ રહ્યા. પિતાએ ઘણું પૂછ્યું પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. છેવટે રાત્રે તેની માતાએ ખૂબ જ પ્રેમપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે નટની છોકરી સાથે લગ્ન કરવા છે તેવું જણાવ્યું. તેની માતાને આ સાંભળી આઘાત લાગ્યો. આપણા સમાજમાંથી ઉચ્ચ કોમની ખાનદાની ખૂબ જ સુંદર અને સુીલ છોકરીઓ સાથે તને પરણાવી, તે ફ્લા કુળની છોકરીને નું ભૂલી જા,પણ ઈલાચીકુમાર પોતાના વિચારોમાં મક્કમ હતો. જ્યારે ધનદત્તે આ વાત જાણી તો તેમને પણ આઘાત લાગ્યો. ધનદત્તે ખૂબ જ સમજાવ્યું પણ તે એકનો બે ન થયો. ધનદત્ત ખૂબ જ સમજુ હતાં. પોતાની આબરુના ભોગે પોતે દીકરાને ગુમાવવા તૈયાર ન હતા. તેથી નટના નાયકને બોલાવી ઈલાચી કુમાર માટે તેની દીકરીનો હાથ માંગ્યો. પોતાની જાતિની બહાર લગ્ન ન કરી શકાય એવો નિયમ હોવાથી નટે પોતાની દીકરીના લગ્ન ઈલાચી કુમાર સાથે કરવાની ના પાડી. ધનદત્તને લાગ્યું કે તેને દીકરીના બદલામાં પૈસા જોઈતા હશે એટલે માંગે તે આપવા તૈયાર થયા પણ નટ માન્યો નહીં. ધનદત્તે તેમની જાતિનો રિવાજ Page 215 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy