SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) પછી વિમલશાએ પર્વતની ટોચ પર મંદિર માટે જગ્યા પસંદ કરી અને ૪,૫૩,૬૦,૦૦૦ સોનાના સિક્કા આપી ખરીદી લીધી. પૂર્ણ શ્રદ્ધાથી પાયાના પથ્થર મૂક્યા. ગમે તેમ પણ મંદિર નિર્માણનું કામ સરળ ન હતું. સ્થાનિક કારીગરો મળતા ન હતા. તળેટીથી ટોચ પર જવા માટે કોઈ રસ્તા પણ ન હતા. આરસ ઘણો દૂરથી લાવવાનો હતો. આ કામ ગમે તે ભોગે પાર પાડવા વિમલશા મક્કમ હતા. માલ-સમાન પર્વતની ટોચ પર પહોંચાડવા માટે તેમણે વાહન વ્યવહારની સગવડ કરી અને દેશના ખૂણે ખૂણેથી કારીગરો તથા સ્થપતિઓ એકઠા કર્યા. કારીગરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની શક્ય એટલી તકેદારી રાખવામાં આવતી તથા હાથમાં લીધેલા કામમાં કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ તેનું ધ્યાન રાખતા. ૧૪ વર્ષે મંદિર નિર્માણનું કામ ૧૮,૫૩,૦૦,૦૦૦ સોનાના સિક્કાની કિંમત એ પૂર્ણ થયું. ધર્મઘોષસુરી, વર્ધમાનસુરી તેમજ અન્ય આચાર્યોની દોરવણી હેઠળ મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ મોટા આનંદ અને ઉત્સાહ વચ્ચે કરવામાં આવી. તે વિશાળ આરસનું ભવ્ય મંદિર છે. તેના ગુંબજ, કમાનો તથા દીવાલો પર સુંદર કારીગરી કરેલી છે. તેનું સ્થાપત્ય ઉત્તમ છે. જે ઝીણવટ અને ચોકસાઈ જોવા મળે છે તે મીણમાં પણ અશક્ય લાગે તેવી છે. કલાકારોએ જે કોતરણી આરસમાં કંડારી છે તે અદભૂત છે અને મુલાકાતીઓનું તત્કાળ સાનંદાશ્ચર્ય ધ્યાન ખેંચે છે. એના જેવી કોતરણી આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. એવું કહેવાય છે કે વિમલશાએ કલાકારોને કોતરણી દરમિયાન આરસની જે ભૂકી અને કરચો પડતી તેનું વજન કરી ને તેના બદલામાં તેટલું સોનું આપતા. તેમની ઉદારતા અને મંદિરના સૌંદર્ય એ વિમલશાને અમર બનાવી દીધા. તે ખરેખર દુનિયાની એક અજાયબી છે. પછીથી વિમલશા પાલીતાણાના શત્રુંજય પર્વત પર જૈન સંઘને ૪૦૦ લાખ સોનાના સિક્કા ખર્ચીને લઈ ગયા. ત્યાં તેમણે વિમલવસહિ મંદિર બંધાવ્યું. પર્વતના મુખ્ય મંદિરમાં જવાના રસ્તા પર આવેલું છે. તે નાનું પણ ખૂબ જ ભવ્ય મંદિર છે. તે ભુલભુલામણી મંદિર તરીકે જાણીતું છે. ગુજરાતની ઉત્તર સરહદે આવેલ આરાસુરની ટેકરીઓ પર ખૂબ જાણીતું કુંભારિયાજીનું દેરાસર પણ બંધાવ્યું. રાજધાની પાટણમાં પણ ખૂબ સુંદર મંદિરો બંધાવ્યાનો જશ એમને જ છે. એક સફળ પણ ટૂંકી બોધ દાયક વાર્તા તેમની પાછલી જિંદગી સાથે સંકળાયેલી છે. એવું કહેવાય છે કે શ્રીદેવીના સ્વપ્નમાં દેવી આવ્યા હતા. દેવીએ શ્રીદેવીને તેના પતિ સાથે ખાસ દિવસે અડધી રાતે મંદિરમાં જઈને જે જોઈએ તે માંગવા કહ્યું હતું. બન્ને જણાને એક દીકરાની ખૂબ ઈચ્છા હતી. ત્યાં પહોંચીને તેઓ અડધી રાતની પ્રતીક્ષામાં બેઠા હતા. ત્યાં તેઓને તરસ લાગી વિમલશા બાજુમાં આવેલા કુવામાંથી પાણી લેવા ગયા. કૂવાની અંદર પાણી સુધીના પગથિયાં હતાં. તે પગથિયા ઉતરીને પાણી માટે જઈ રહ્યા હતા ત્યાં કોઈએ કે તેને પાણી માટે જકાત આપવા કહ્યુ. વિમલશાને એ સાંભળી આશ્ચર્ય થયું અને પીવાના પાણી માટે જકાત કેમ માંગે છે એમ પૂછ્યું. આ કૂવો બનાવનારનો હું વંશજ છું. પોતે ગરીબ હોવાને કારણે કુવાનું પાણી વાપરનારા પાસેથી Page 269 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy