________________
Compodium of Jainism – Part (II)
પાણી, દૂધ, દહીં, ચંદન અને ઘીનો ઉપયોગ થાય છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે તે રીતે જોતા પૂજામાં દૂધ અને તેની કોઈપણ બનાવટોનો વપરાશ કરવો જોઇએ નહીં. અભિષેકનો મુખ્ય હેતુ આત્મા અને મનને શુદ્ધ કરવાનો છે. તે પ્રતિમાને સાફ રાખવાના હેતુથી પણ કરવામાં આવે છે. અરિહંત ભગવાનના ગુણોને દર્શાવતી કેટલીક પ્રાર્થનાઓ આ પૂજા દરમિયાન કરવામાં આવે છે. આ પૂજા આપણને ઇન્દ્રનો અનુપમ ઉત્સાહ અને ખુશી દર્શાવે છે કે જ્યારે તે નવા જન્મેલા તીર્થંકર ભગવાનનો મેરુ પર્વત પર અભિષેક કરે છે. આપણે ભગવાનને ખરાબ વિચારો, ઇચ્છાઓ, કષાયો અને સંસારના રાગમાંથી દૂર રહેવા માટે પ્રાર્થના કરીએ છે. આ પછી આપણી પાસે જે બચે છે તે શુદ્ધાત્મા છે. અભિષેકમાં પ્રતિમાને સૂકા અને શુદ્ધ વસ્ત્રથી સાફ કરવામાં આવે છે જેને પ્રક્ષાલન કહે છે. આ વખતે 'પ્રભુ પતિત પાવન' પ્રાર્થના
બોલવામાં આવે છે.
D.3.5.2.2 પૂજા પ્રારંભ
આ ક્રિયામાં મંગલ સ્તોત્ર બોલવામાં આવે છે.
D.3.5.3 આહવાનન અને સ્થાપના
આ ક્રિયામાં જે ભગવાનની પૂજા કરવાની હોય તેમને વિનંતી કરીને બોલાવવામાં આવે છે અને તેમની સ્થાપના કરવામાં આવે છે.
D.3.5.2.4 મુખ્ય પૂજા
મુખ્ય પૂજા આઠ પ્રકારના દ્રવ્યથી કરવામાં આવે છે. ઘણા દિગંબર સંપ્રદાયમાં દિપક, ફુલો કે ફળને બદલે શ્રીફળ, રંગીન ચોખા અને લવિંગ વાપરવામાં આવે છે.
D.3.5.2.4.1 જળ પૂજા
આ પૂજામાં શુદ્ધ જળ અર્પણ કરવામાં આવે છે જેથી જન્મ જરા અને મૃત્યુનો વિનાશ કરી શકાય (જન્મ જરા મૃત્યુ વિનાશનાય). દરેક જીવાત્મા સતત જન્મ, જરા અને મૃત્યુની દુ:ખદાયી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. જળ આપણને શુદ્ધ પાણી જેવું જીવન જીવવાનું અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાનું યાદ અપાવે છે.
D.3.5.2.4.2 ચંદન પૂજા
આ પૂજા ચંદનના પાઉડરમાં કેસર અને પાણી ભેળવીને સંસારના તાપમાથી મુક્ત થવા કરવામાં આવે છે (સંસાર તાપ વિનાશનાય). ચંદનનો સ્વભાવ શાંત છે આથી તેના અને ધર્મ દ્વારા આપણે
Page 37 of 307