________________
Compodium of Jainism - Part (II)
દેરાસરમાં જતા પહેલા તમારે નાહીને શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઇએ જે સામાન્ય રીતે દેરાસરમાં આ હેતુ માટે રાખવામાં આવે છે. દેરાસર જતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે આપણી બેકાળજીથી કોઇપણ જીવને હાની ન પહોંચે. દેરાસરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે આપણા હાથ અને પગ ધોઈ લેવા જોઈએ. દેરાસરના પરિસરમાં તમારે પ્રવેશ કરતી વખતે ધીરેથી ઘંટ વગાડવો જોઈએ જેથી તમારા અંતરને જાગૃત કરી શકો.
દેરાસરમાં પ્રવેશતી વખતે આપણે બોલવું જોઈએ
• નિસ્સિહી નિસ્સિહી નિસ્સિહી
• ઓમ જય જય
નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ
આટલું કર્યા બાદ આપણે ત્રણ વાર નવકાર મંત્ર બોલવો જોઈએ અને પ્રતિમાને નમન કરવું જોઈએ. ત્યારબાદ વેદી ફરતે ઘડિયાળના કાંટાની ફરતી દિશામાં ત્રણ વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ પ્રતિમાની સમક્ષ બેસીને અક્ષતની મદદથી સ્વસ્તિક બનાવવો જોઈએ જે ચાર ગતિને સૂચવે છે. ત્રણ ટપકા કરવા જોઈએ જે ચાર ગતિમાંથી મુક્ત થવાના રસ્તા સૂચવે છે. અને તેની ઉપર બીજનો ચંદ્ર કરવો જોઈએ જે મુક્ત આત્માનું અંતિમ સ્થાન સૂચવે છે આટલું કરવાથી વ્યક્તિ સમજે છે કે પૂજાનું અંતિમ લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે. આ કર્યા બાદ તે ગભારામાં પૂજા
માટે પ્રવેશ કરે છે.
D.3.5.2 દિગંબર પૂજા વિધિ
• અભિષેક કે પક્ષાલ (ભગવાનની પ્રતિમાને નવડાવીને શુભ વસ્ત્રથી તેને સાફ કરવી - પ્રક્ષાલન)
• પૂજા પ્રારંભ
• આહવાનન કે સ્થાપના
- મુખ્ય પૂજા (8 દ્રવ્યથી)
·
જય માલા
• શાંતિપાઠ
• વિસર્જન
• આરતી
D.3.5.2.1 અભિષેક
પરમાત્માની પ્રતિમાને નવડાવવાની ક્રિયાને અભિષેક કહે છે જે સામાન્ય રીતે શુદ્ધ પાણીથી કરવામાં આવે છે. અમુક ખાસ પ્રસંગોમાં લોકો પંચામૃત અભિષેક પણ કરે છે જેમાં પાંચ દ્રવ્યો:
Page 36 of 307