________________
Compodium of Jainism – Part (II)
આપણી પીડાઓમાંથી બહાર આવી શકીએ છે.
D.3.5.2.4.3 અક્ષત પૂજા
ફોતરાં વિનાના ચોખાને અક્ષત કહે છે. અક્ષત પૂજા જન્મ, જરા અને મૃત્યુનો અંત સૂચવે છે(અક્ષય પદ પ્રાપ્તાય). જેમ ચોખા ફરીથી અંકુરિત થતા નથી તેમ આપણે પણ અક્ષય પદને પામીએ.
D.3.5.2.4.4 પુષ્પ પૂજા
આ પૂજામાં કેસરી રંગના ચોખા અથવા પુષ્પ અર્પણ કરવામાં આવે છે. પુષ્પ કષાય અને ઈન્દ્રિયોને સૂચવે છે. પુષ્પ અર્પણ કરવાથી આપણે બધા કષાયો કે જે કર્મ બંધનું કારણ છે તેનાથી દૂર થવાનું માંગીએ છે (કામ વાસના વિનાશનાય).
D.3.5.2.4.5 નૈવૈદ્ય પૂજા
નૈવૈદ્ય સ્વાદિષ્ટ ભોજન દર્શાવે છે. આ પૂજામાં કોપરાનો સફેદ નાનો ટુકડો જે સ્વાદિષ્ટ ભોજન દર્શાવે છે તેને અર્પણ કરવામાં આવે છે. તે દર્શાવે છે કે આ પૂજા કરતો વ્યક્તિ ભોજનની ઈચ્છામાંથી ઉપર ઉઠે છે તેને ઓછી કરે છે (ક્ષુધા રોગ વિનાશનાય). જીવનનું અંતિમ ધ્યેય નિર્વાણ પ્રાપ્ત કરવા થકી કોઇપણ પ્રકારના ખોરાકની જરૂરીયાત ઉપર ઉઠવાનું છે.
D.3.5.2.4.6 દિપક પૂજા
આ પૂજામાં દિપક (દિયા) ને અર્પણ કરવામાં આવે છે જેથી આપણા જ્ઞાન અને મિથ્યા થવાનો અંધકાર દુર થાય (મોહાંધકાર વિનાશનાય). ઘણી વખત કેસરી રંગના કોપરાનો ટુકડો દિપકને દર્શાવે છે.
D.3.5.2.4.7 ધૂપ પૂજા
આ પૂજામાં લવિંગ અથવા ચંદનના પાવડરનો ભૂકો જે ધૂપ દર્શાવે છે તેને આઠ કર્મના નાશ માટે (અષ્ટકર્મ વિનાશનાય) અર્પણ કરવામાં આવે છે.
D.3.5.2.4.8 ફળ પૂજા
આ પૂજામાં આખી બદામ અથવા કોપરું જે ફળને દર્શાવે છે તેને અર્પણ કરવામાં આવે છે. ફળ નિર્વાણ કે મોક્ષને દર્શાવે છે જે દરેક આત્માનું અંતિમ લક્ષ્ય છે (મોક્ષ ફળ પ્રાપ્તાય).
Page 38 of 307