________________
Compodium of Jainism – Part (II)
D.3.5.2.4.9 અર્ધ્ય/ આશિકા પૂજા
આ પૂજા આઠ પ્રકારના દ્રવ્યથી પૂજા કર્યા બાદ સિદ્ધ પદની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે (અનર્ધ પદ પ્રાપ્તાય). તેને આશિકા પૂજા પણ કહે છે. આશિકા નાની થાળી છે જેમાં વ્યક્તિ આહવાનન સમયે લવિંગ, પુષ્પ કે પીળા ચોખા રાખે છે. ૯ આખા લવિંગ કે ૯ આખા ચોખાના દાણા ડાબા હાથમાં લેવામાં આવે છે દરેક વખતે સ્થાપનાનો મંત્ર બોલવામાં આવે છે.
આહવાનન કે સંનિધિકરણ બોલવામાં આવે છે. માથું સીધું રાખીને ત્રણ પુષ્પ કે લવિંગ જમણા હાથની અનામિકા આંગળી અને અંગુઠાની વચ્ચે રાખવામાં આવે છે અને દરેક વખતે આશિકામાં મુકવામાં આવે છે.
D.3.5.2.5 જય માલા (પ્રશંસા)
આ વિધિમાં તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરવામાં આવે છે. જય માલા - વિજયની માળા - જેમાં તીર્થંકર ભગવાનના નામને એક પછી એક બોલવામાં આવે છે. મૌન સાથે થોડીકવાર બેસવામાં આવે છે અને ત્યારબાદ નમસ્કારના પાઠ કરવામાં આવે છે. તેમના ગુણોને બોલતી વખતે દરેકે વિચારવાનું છે કે આપણો આત્મા પણ આવા જ ગુણો ધરાવે છે અને આપણે પણ કર્મોથી મુક્ત થઈને મોક્ષ મેળવવા માટે સક્ષમ છીએ.
D.3.5.2.6 શાંતિ પાઠ
દરેક જીવોની શાંતિ અને તેમના સુખ માટે શાંતિપાઠ નામની પ્રાર્થના કરવામાં આવે છે.
D.3.5.2.7 વિસર્જન
આ વિધિથી પૂજાનું સમાપન કરવામાં આવે છે. અહીં પૂજામાં આવેલા દેવતાઓ કે જેમને આહવાનની ક્રિયામાં બોલાવેલા હતા તેમને તેમના સ્થળે જવા માટે પૂછવામાં આવે છે અને વિધિ દરમિયાન કરવામાં આવેલી ભૂલ બદલ માફી માંગવામાં આવે છે.
D.3.5.2.8 આરતી
પંચ પરમેષ્ઠી અથવા તીર્થંકરોની આરતીને દીવો પ્રગટાવીને પૂજા કર્યા બાદ કરવામાં આવે છે.
આરતી કર્યા બાદ શાસ્ત્રો વાંચવામાં આવે છે અથવા તો ધ્યાન કરવામાં આવે છે. પૂજા વખતે પણ શાસ્ત્રોની વાચના કરવામાં આવે છે. જો સજાગતા પૂર્વક પૂજા કરવામાં આવે તો તે જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંતોની વધુ સારી સમજ આપે છે.
સામાન્ય રીતે પૂજા તીર્થંકરોને અનુલક્ષીને કરવામાં આવે છે પરંતુ જૈન શાસ્ત્રો (દેવ શાસ્ત્ર ગુરુ સમુચ્ચય પૂજા) ની પૂજા પણ રોજની પૂજાનો જ ભાગ છે. અમુક ખાસ પ્રસંગો તહેવારો સાથે
Page 39 of 307