SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) 1.6 અઈમુત્તા મુનિ એક વખત ભારતના પોલાસપુર ગામની શેરીમાં છ વર્ષનો અઈમુત્તા તેના મિત્રો સાથે રમતો હતો. તે રાજા વિજય અને રાણી શ્રીમતીનો કુંવર હતો. રમતા રમતા તેણે સાધુને જોયા. તે મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમ સ્વામી હતા. તેમને માથે મુંડન હતું અને ખુલ્લે પગે હતા. તેઓ ગોચરી માટે એક ઘરેથી બીજા ઘરે જતા હતા. તેણે દોડતા જઈને સાધુને કહ્યું કે જો આપ મારા મહેલમાં ગોચરી માટે પધારો તો મને તથા મારી માતાને આનંદ થશે. ગૌતમ સ્વામી તેના મહેલમાં જવા તૈયાર થઈ ગયા. અઈમુત્તાની માતા રાણી શ્રીમતી ઝરૂખામાં ઉભા ઉભા બગીચો જોતા હતા. તેમણે પોતાના પુત્ર તથા ગૌતમ સ્વામીને પોતાના મહેલ તરફ આવતા જોઈ ખૂબ ખુશી થઈ અને તેમને આવકારવા ગઈ. ભક્તિભાવથી તેમનો સત્કાર કર્યો અને કહ્યું, “મત્થેણ વંદામિ.” તેમણે અઈમુત્તાને પોતાને ભાવતા ખોરાક ગૌતમ સ્વામી માટે લઇ આવવા કહ્યું, તે લાડુ લઈ આવ્યો અને ગૌતમ સ્વામીના પાત્રમાં મુકવા જ લાગ્યા. ગૌતમ સ્વામીએ કહ્યું કે આટલા બધા લાડુની જરૂર નથી. અઈમુત્તા સાધુને ગોચરી વહોરાવવાથી ખુશ થયો. ગૌતમ સ્વામી ત્યાંથી પાછા ફર્યા ત્યારે અઈમુત્તાએ કહ્યું, “આપની ઝોળી બહુ ભારે છે, મને ઉચકવા દો. સૌનમ સ્વામીએ કહ્યું. “અદમુત્તા, મેં હું બ્રેઈને ઉંચકવા માટે ન આપી શકું સિવાય કે જેણે દીક્ષા લીધી હોય અને સાધુ થયા હોય તે જ ઉચકી શકે.” તેણે પૂછ્યું, “દીક્ષા એટલે શું?” ગૌતમ સ્વામીએ સમજાવતા કહ્યું કે જેણે જગતના તમામ સુખો, કુટુંબ તથા સગાવહાલા તેમજ સામાજિક અને વ્યાપારી સંબંધોનો ત્યાગ કર્યો હોય તે જ દીક્ષાનો સંકલ્પ કરી શકે, અને તો જ તે સાધુ થઈ શકે. લોકો પોતાના જુના કર્મ ખપાવવા અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવવા દીક્ષા લે છે. રોજિંદા જીવનમાં માણસ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા કર્મ બાંધે છે. બીજી બાજુ સાધુ તથા સાધ્વી આવી કોઈ પ્રવૃત્તિઓ ન કરતા હોવાથી તેઓ નવા કર્મો બાંધતા નથી. # અઈમુત્તાને જિજ્ઞાસા થઈ અને તેણે પૂછ્યું, ગુરુદેવ! તમે પાપ કરતાં જ નથી? તમારે ખાવા જોઈએ, રહેવા જોઈએ, આ બધી પ્રવૃત્તિથી તમે ખરાબ કર્મો બાંધો જ છો.” બાળકની વધુ જાણવાની ઉત્કંઠા જોઈને ગૌતમ સ્વામી ખુશ થયા. તેમણે કહ્યું, “અમે ખોરાક લઇએ ખરા પણ ખાસ અમારા માટે બનાવ્યા હોય તેવો ખોરાક અમે લેતા નથી. અમે ઉપાશ્રયમાં રહીએ ખરા પણ તે અમારી માલિકીનો ન હોય. ત્યાં અમે થોડા જ દિવસ રહી શકીએ. અમે પૈસા પણ ન રાખીએ અને કોઈ ધંધાકીય વ્યવસ્થામાં પણ અમે ભાગ ન લઈએ. આમ એક સાધુ પાપ થાય તેવી કોઇ પ્રવૃત્તિમાં ભાગ ન લે.” Page 235 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy