________________
Compodium of Jainism - Part (II)
અઈમુત્તાએ કહ્યું, “ ગુરુદેવ, તો મારે દીક્ષા લેવી છે.”
અઈમુત્તા અને ગૌતમ સ્વામી જ્યાં મહાવીરસ્વામી ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયા. અઈમુત્તા જ્યાં બીજા સાંભળવા બેઠા હતા ત્યાં બેસી ગયો. ઉપદેશમાં મહાવીરે સમજાવ્યું કે જીવન શું છે અને કોઈ કેવી રીતે જીવનના દુઃખોનો ત્યાગ કરી શકે. અઈમુત્તાએ પોતાની સાધુ થવાની ઇચ્છા મહાવીર સ્વામી પાસે પ્રગટ કરી. મહાવીરસ્વામીએ કહ્યું, “તારા માતા પિતાની આજ્ઞા વિના અમે તને દીક્ષા ન આપી શકીએ.”
અઈમુત્તાએ કહ્યું, “આ તો બહુ સહેલી વાત છે, હું ઘરે જઈને તેઓની આજ્ઞા લઇ આવું છું.”
અઈમુન્ના ધરે ગયો, તેણે તેની માતાને કહ્યું, “મા, હું દીકા લેવા ઇચ્છું છું. તમે જ કહો છો કે આપણી ઘરેલુ જિંદગી અનેક પાપો તથા હિંસાચારથી ભરેલી છે. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી પણ તેમ જ કહે છે. મારે પાપમાંથી મુક્ત થવું છે તેથી મહેરબાની કરીને મને દીક્ષા લેવાની અનુમતિ આપો.”
અઈમુત્તાની માતા આ સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ. પોતે ધાર્મિક વૃત્તિની હોવાથી અઈમુત્તાનો પાપનો ડર અને દીક્ષા લેવાની ઇચ્છા જાણીને મનથી ખુશ થઈ. દીક્ષા લેવી એનો અર્થ તે બરાબર સમજ્યો છે કે કેમ તેઓ ચકાસવા માંગતા હતા. તેથી તેમણે કહ્યું, “દીકરા,દીક્ષા લેવી એ ઘણી અઘરી વાત છે. કેમ બહુ શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. ત્યાં તારી સંભાળ લેવા માતા-પિતા નહીં હોય. બધા કષ્ટ તું કેવી રીતે સહન કરીશ?”
અઈમુત્તાએ કહ્યું, "માતા, આ ઘરેલુ જીવનમાં પણ ઘણી તકલીફ હોય છે. સાધુ થવાથી જે કઈ તકલીફ પડશે તે કર્મનો નાશ કરશે અને મુક્તિ તરફ લઇ જશે.”
આ સાંભળીને તેની માતા ખુશ થયાં, છતાં તેના દીક્ષા લેવાના નિર્ણયને વધુ ચકાસવા માંગતા હતા. તેમણે કહ્યું, “દીકરા, શા માટે દીક્ષા લેવાની ઉતાવળ કરે છે? થોડા વર્ષ થોભી જા. અમારા ઘડપણને સાચવ અને તારા પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવું પડશે ને!”
અઈમુત્તાએ કહ્યું, “માતાજી, મહાવીર સ્વામીના ઉપદેશમાંથી હું શીખ્યો છુ કે, કોઈ જુવાન નથી કે કોઈ ઘરડું નથી. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કોણ પહેલું મરશે કે પછી મરશે તે પણ ખબર નથી. તો પછી શા માટે રાહ જોઈને મને આજે મળેલી તક જવા દેવી?”
હવે માતાને ખાતરી થઇ ગઈ કે દીકરાને દીક્ષા લેવાનો અર્થ બરાબર ખબર છે અને તેથી તેઓ ખુશ થયા.
Page 236 of 307