________________
Compodium of Jainism – Part (II)
D.7.1.8 શ્રી હસ્તિનાપુર તીર્થ
મૂળનાયક: શ્વેતામ્બર પરંપરામાં પદ્માસન મુદ્રામાં ભગવાન શાંતિનાથની ત્રણ ફુટ ઊંચી સોનેરી મૂર્તિ છે અને દિગંબર મંદિરમાં શાંતિનાથ ભગવાનની સફેદ રંગની મૂર્તિ છે.
તીર્થ: આ ઉત્તર પ્રદેશ રાજ્યના હસ્તિનાપુર શહેરમાં છે.
ઇતિહાસ: આ સ્થળ પર ભગવાન આદિનાથના પ્રપૌત્ર શ્રેયાંસે શેરડીના રસથી ભગવાન આદિનાથને વર્ષીતપનું પારણું કરાવ્યું હતું. આ પ્રસંગના સ્મરણાર્થે ઘણા યાત્રાળુઓ દર વર્ષે વર્ષીતપના પારણા માટે અહીં આવે છે. ભગવાન શાંતિનાથ, ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથના નિર્વાણ કલ્યાણક સિવાયના બીજા ચાર કલ્યાણક અહીં થયા હોવાનું મનાય છે. આ ભૂમિ પર ભગવાન મલ્લીનાથનું સમવસરણ રચાયું હતું. મહાભારતના સમયમાં કૌરવો અને પાંડવોની આ રાજધાની હતી. દિગંબર પરંપરા મુજબ રક્ષાબંધન અને શ્રાવણી પૂનમની પરંપરા અહીંથી શરૂ થઈ હતી. જૈન ઇતિહાસ અનુસાર અનેક તીર્થંકરો, ચક્રવર્તીઓ, સર્વજ્ઞ આત્માઓ, તપસ્વીઓ, શ્રાવકો અને શ્રાવીકાઓ આ પ્રાચીન ભૂમિ સાથે સંકળાયેલા છે. જૈન આગમ અને બીજા ગ્રંથોમાં હસ્તિનાપુરના ઘણા સંદર્ભો મળે છે.
કળા અને શિલ્પકામ: ખોદકામ દરમિયાન અહીં ઘણી પ્રાચીન મૂર્તિઓ, સિક્કાઓ અને શિલાલેખ મળ્યા હતા. આ મંદિરોની પ્રાચીન મૂર્તિઓ અદભુત અને પ્રેરણાદાયક છે.
D.7.1.9 શ્રી સમેતશિખર નથ
મૂળનાયક: ત્રણ ફુટ ઊંચી પદ્માસન મુદ્રામાં પાર્શ્વનાથ ભગવાનની કાળા રંગની મૂર્તિ છે.
તીર્થ: આ બિહાર રાજ્યના મધુવન નજીકના સમેતશિખર ટેકરી ઉપર છે.
ઇતિહાસ: વર્તમાન ચોવીસીમાંના ૨૦ તીર્થંકરો આ પવિત્ર ભૂમિ પર જ નિર્વાણ પામ્યા છે. અનેક તીર્થંકરો અને સાધુઓની નિર્વાણ ભૂમિ હોવાથી આ ભૂમિનો દરેક કણ મહાન, કીમતી અને પવિત્ર મનાય છે. આ તીર્થનો સ્પર્શ માનવ જન્મને શુદ્ધ કરે છે એમ મનાય છે. આ પવિત્ર સ્થાનની યાત્રાથી મુશ્કેલી દૂર થાય છે, પુણ્ય મળે છે અને ભક્તોના ખરાબ કર્મોનો ક્ષય થાય છે. જૈન ઇતિહાસ અને સાહિત્યમાં જણાવ્યા અનુસાર આ પર્વત પર આવેલા મંદિરોની મૂર્તિઓનું અનેકવાર નવીનીકરણ કરવામાં આવ્યું છે. ૧૭૬૬ એડી આસપાસ મુર્શિદાબાદના શેઠ ખુશાલચંદે ત્રણ દિવસની તપસ્યા કરી અને મા પદ્માવતી દેવીની કૃપાથી તેને ખૂબ જ શુભ સ્વપ્ન જોયું. તેમણે તીર્થંકરોના નિર્વાણના ઉત્કૃષ્ટ સ્થાનો જોયા અને તેથી આ ધર્મસ્થળો એ ભગવાનના પગલાના મંદિરો બનાવ્યા. તાજેતરમાં ૧૯૩૪ એડીમાં આચાર્ય સાગરનંદસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી તીર્થનું ૨૩મી વખત નવીનીકરણ કરવામાં આવ્યું.
Page 86 of 307